નવદંપતીની એન્ટ્રીમાં રાધા-કૃષ્ણના પ્રેમરસને ïઉમેરીને મહેમાનોને વૃંદાવનની યાત્રા કરાવી શકાય

લગ્ન માણવા આવેલા મહેમાનોમાં સૌથી વધુ ઉત્સુકતા નવદંપતીની એન્ટ્રી બાબતની હોય છે. હાઇડ્રોલિક ટ્રૉલીથી લઈને મિસ્ટર ઇન્ડિયાની જેમ અદૃશ્ય એન્ટ્રી સુધીનાં ઇનોવેટિવ આઇડિયાઝ માર્કેટમાં પૉપ્યુલર છે. આ ટ્રેન્ડમાં લેટેસ્ટ શું ચાલે છે એ જોઈએશાદી મેં ઝરૂર આના - વર્ષા ચિતલિયા

લગ્નનો માહોલ જામ્યો હોય, વરઘોડો જોવા મહેમાનો ઊમટ્યા હોય, વરરાજા કઈ રીતે એન્ટ્રી મારે છે એના પર જાનૈયાઓની મીટ મંડાયેલી હોય, ચોરીફેરા પહેલાં કન્યાની રાહ જોવાતી હોય, રિસેપ્શનના સ્ટેજ પર નવદંપતી કઈ રીતે આવે છે એ જોવા મહેમાનોમાં ઉત્સુકતા હોય ત્યારે વર-વધૂની એન્ટ્રીનું કેટલું મહત્વ છે એ સમજાઈ જાય. છેલ્લા થોડા સમયથી વર-કન્યાની જોરદાર એન્ટ્રીનો કન્સેપ્ટ ખૂબ જ પૉપ્યુલર બન્યો છે. આ ફીલ્ડમાં અત્યારે નવું શું ચાલી રહ્યું છે તેમ જ નવી સીઝનમાં કેવો માહોલ જામશે એ જોઈએ.

ઇવેન્ટ્સની દુનિયામાં આગવી ઓળખ ધરાવતા દાદરસ્થિત T૫ ઇવેન્ટ્સના ડિરેક્ટર હિતેન ગાલા કહે છે, ‘વાસ્તવમાં નવદંપતીને મહત્વ આપવાના હેતુથી જ આ કન્સેપ્ટ શરૂ થયો છે.  પ્રી-વેડિંગ ફંક્શનથી લઈને રિસેપ્શન સુધી દરેક પ્રસંગમાં જ્યારે તમે લાખો રૂપિયા વાપરતા હો ત્યારે નવદંપતીની એન્ટ્રી ધમાકેદાર હોવી જ જોઈએ. આખા પ્રસંગની ભવ્યતા નવદંપતીની એન્ટ્રી પરથી ખબર પડી જાય. આ કન્સેપ્ટમાં ઘણીબધી ચીજો છે. થોડા સમય પહેલાં અમે દુલ્હા-દુલ્હનની મિસ્ટર ઇન્ડિયાની થીમ સાથે અદૃશ્ય રીતે સ્ટેજ પર એન્ટ્રી કરાવી હતી. આ એન્ટ્રી પહેલાં આખા હૉલમાં અંધારું કરી દેવામાં આવે છે. નવદંપતીને હોસ્ટ, ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર એમ માત્ર ત્રણ જ વ્યક્તિ જોઈ શકે છે. હોસ્ટ નવદંપતી સાથે વાત કરતો હોય અને બધા તેમને શોધતા હોય કે અવાજ ક્યાંથી આવે છે? આખી ઇવેન્ટ્સમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ જેમને આપવાનું છે એને જોવા માટે મહેમાનોનું કુતૂહલ જળવાઈ રહે એની અલગ જ મજા છે. મિસ્ટર ઇન્ડિયા ઉપરાંત બાહુબલી એન્ટ્રી પણ અત્યારે ખૂબ પૉપ્યુલર છે. આ એન્ટ્રી રિસેપ્શન અને વરરાજાની એન્ટ્રી એમ બન્નેમાં ચાલે છે. થોડા સમય પહેલાં અમે નવા જ પ્રકારની એન્ટ્રી કરાવી હતી. એમાં ૨૦ ફુટના ત્રણ ભાગમાં કુલ ૬૦ ફુટનો રજવાડી સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો હતો. એન્ટ્રી પહેલાં જમણી બાજુ અને ડાબી બાજુ એમ બન્ને ભાગને વારાફરતી અન્ડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ વચ્ચેના ૨૦ ફુટમાંથી લવ-થીમ સાથે નવદંપતીની એન્ટ્રી થઈ હતી. આવી એન્ટ્રીનો ખર્ચ એક લાખથી દસ લાખ રૂપિયા સુધી થાય છે. આપણા ગુજરાતીમાં કહેવત છેને કે જેટલો ગોળ નાખો એટલું ગળ્યું થાય.’

ઓછા બજેટમાં ધમાકેદાર એન્ટ્રી કઈ રીતે થાય છે એ સંદર્ભે વાત કરતાં ઘાટકોપરના વન મૅન આર્મી તરીકે ઓળખાતા હાર્મની ઇવેન્ટ્સના એન્જિનિયર અને સૂત્રધાર હિરેન મહેતા કહે છે, ‘આજકાલ બધાને પોતાની પ્રતિષ્ઠા દેખાડવાનો શોખ છે. કોઈને રિપીટેશન નથી જોઈતું. મારું માનવું છે કે રસોઈમાં જેમ વઘારનું મહત્વ હોય છે એ જ રીતે લગ્નમાં નવદંપતીની એન્ટ્રીનું મહત્વ હોવું જોઈએ. એકથી દોઢ લાખ રૂપિયા સુધીના ખર્ચમાં ઇનોવેટિવ આઇડિયાઝનો અમારી પાસે ખજાનો છે. ક્રીએટિવિટી ઉમેરતાં પહેલાં રિસેપ્શન ઇન્ડોર છે કે ઓપન ગ્રાઉન્ડમાં છે તેમ જ સ્ટેજના લોકેશન બાબતની ક્લાયન્ટ્સ સાથે ચર્ચા કરવામાં આવે છે. ઓપન ગ્રાઉન્ડ રિસેપ્શનમાં વેહિકલ એન્ટ્રીનો કન્સેપ્ટ વધારે પૉપ્યુલર છે. ગ્રાઉન્ડ જેટલું મોટું, એન્ટ્રી એટલી જ ધમાકેદાર બને. બુલેટની પાછળ જોડવામાં આવેલી ડેકોરેટિવ ઓપન ઑટોરિક્ષામાં બેસીને કપલની એન્ટ્રી થાય ત્યારે લાઉડ મ્યુઝિક વગાડવામાં આવે છે. એ જ રીતે ગ્રૂમ સાઇકલ પર બ્રાઇડને લઈને એન્ટ્રી કરે છે. રથમાં બેસીને એન્ટ્રી લેવાની હોય તો પહેલાં સ્ટેજના પાછળના ભાગમાં ક્રેનની સહાયથી રથને કપલ સહિત ઊંચે લઈ જવામાં આવે છે અને પછી સ્ટેજની સામે રથને ઉતારવામાં આવે છે. વેહિકલ ઉપરાંત લંડન બ્રિજ, આઇફલ ટાવર અને અન્ય ફેમસ જગ્યાઓ સાથેનો કન્સેપ્ટ પણ લોકોને પસંદ પડી રહ્યો છે. બ્રિજના એક કૉર્નરથી ગ્રૂમ અને બીજા કૉર્નરથી બ્રાઇડની એન્ટ્રી થાય પછી એકબીજાનો હાથ પકડીને આગળ વધે છે. આ કન્સેપ્ટ રિંગ-સેરેમની વખતે પણ ચાલે છે, જેમાં કપલ બ્રિજની વચ્ચોવચ ઊભા રહીને એકબીજાને રિંગ પહેરાવે છે.’

લગ્ન માણવા આવેલા મહેમાનો મંત્રમુગ્ધ બની જાય એવી સ્પેશ્યલ એન્ટ્રી આખી ઇવેન્ટની જાન હોય છે એમ જણાવતાં હિરેન મહેતા કહે છે, ‘જો બજેટ સાવ જ ઓછું હોય તો હૉલમાં અંધારું કરીને માત્ર કપલ પર લાઇટ્સને ફોકસ કરવામાં આવે છે. ઓછા બજેટમાં ક્રાઉન અથવા લવ-થીમ એન્ટ્રી પણ કરી શકાય. આ એન્ટ્રીમાં ઇલેક્ટિÿક રિમોટથી ચાલતી હાઇડ્રોલિક ટ્રૉલી પર કપલ ઊભું રહે છે. ટ્રૉલી પર ક્રાઉન અથવા હાર્ટ જેવો આકાર બનાવી દેવાય છે. જો કપલ વાદળાંમાંથી ઊતરીને એન્ટ્રી લેવા માગતું હોય તો કૉરિડોરમાં ડ્રાય આઇસ પાથરી દેવામાં આવે છે. એમાં જાણે ચારે બાજુ વાદળાં જ વાદળાં હોય એવો આભાસ થાય છે. ડ્રાય આઇસ કન્સેપ્ટમાં કપલ ઇચ્છે તો વાદળાંની વચ્ચેથી ચાંદ પર બેસીને જમીન પર ઊતરવાનું હોય એવો માહોલ પણ ઊભો કરી શકાય છે. આવી એન્ટ્રીમાં પેપર-બ્લાસ્ટ અને ક્રૅકર્સ-બ્લાસ્ટનો ઉમેરો કરી શકાય. બ્લાસ્ટમાં વાપરવામાં આવતા ક્રૅકર્સ એવા હોય છે જેના તણખા ઊડીને આપણાં વસ્ત્રો પર પડે તો પણ કોઈ નુકસાન ન થાય.’

નવદંપતીની એન્ટ્રીનો કન્સેપ્ટ રિસેપ્શનના સ્ટેજને મૅચ થવો જોઈએ એમ જણાવતાં હિતેન ગાલા કહે છે, ‘સ્ટેજ રજવાડી હોય અને એન્ટ્રી વેસ્ટર્ન હોય એ ન ચાલે. એમાં ઘોડા પર કે રથમાં બેસીને એન્ટ્રી થવી જોઈએ. એ જ રીતે વેસ્ટર્ન સ્ટાઇલના સ્ટેજ પર એન્ટ્રી મારવાની હોય તો ઘોડો નહીં પણ રોમન કાર સારી લાગે. પાણીની અંદરથી કાર નીકળે અને એમાંથી નવદંપતી બહાર નીકળે એ આખો આઇડિયા ઇન્ટરેસ્ટિંગ છે. આ પ્રકારની એન્ટ્રીમાં વેન્યુની જ્યૉગ્રાફી સ્ટડી કરવી પડે. આ વર્ષે અમે વરરાજા માટે સાફા-એન્ટ્રી અને લગ્નવિધિમાં વૃંદાવન-એન્ટ્રી એમ બે નવા કન્સેપ્ટ માર્કેટમાં લૉન્ચ કરીશું. સાફા-એન્ટ્રીમાં વરરાજા રજવાડી સાફા પર બેસીને પરણવા આવશે. વૃંદાવન-એન્ટ્રીમાં નવદંપતી રાધા-કૃષ્ણના સ્વરૂપમાં આવશે. આસપાસ ગાયો અને ગોવાળો પણ હશે. આ એન્ટ્રીમાં મહેમાનો કૃષ્ણમય બની જશે એવો જબરદસ્ત માહોલ ઊભો કરવામાં આવશે. ક્રીએટિવ માર્કેટમાં નવી સીઝનમાં નવી થીમ લાવો તો જ તમે ટકી શકો અને આ જ અમારી ખાસિયત છે.’

krishna1

ડ્રાય આઇસ એન્ટ્રી

krishna2

વરઘોડિયાની સાઇકલ

krishna3

ચાંદ પર બેઠેલું નવદંપતી

krishna4

નવી સીઝનમાં વરરાજા આવશે સાફા પર

krishna5

સ્ટેજની અંદરથી બહાર નીકળતું વરઘોડિયું

krishna6

દુલ્હનની શૃંગાર એન્ટ્રી

krishna7

ફૉરેનના ઘોડા પર બેસીને આવશે નવદંપતી

krishna8

પાણીની અંદરથી સ્વાન એન્ટ્રી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK