સાઇકલનો રુઆબ પહેલાં જેવો જ છે ગાંધીજી પણ સાઇકલ ચલાવતા

પૂર્ણિમા કે પૂર્ણ ચન્દ્ર અને સાઇકલને કંઈ સંબંધ ખરો?


પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ

આદમી, સાઇક્લ ઔર ખેડૂત

આદમી ચલ પડતે હૈં સાઇકલ પે

અપની તકદીર લેકે ચલતા હૈ

જૈસે ખેડૂત ખેતી મેં ગેહૂં બોતા હૈ

સાઇકલસવાર રાસ્તે પર તકદીર બોતા હૈ

- શાયર બોલઉત્સાહીની ગઝલ પરથી લખેલી પંક્તિ

(પુસ્તક : પ્રતિનિધિ હિન્દી ગઝલેં)


પૂર્ણિમા કે પૂર્ણ ચન્દ્ર અને સાઇકલને કંઈ સંબંધ ખરો? હા. લૉસ ઍન્જલસમાં પૂર્ણિમાને દિવસે અમુક રસ્તા પર માત્ર સાઇકલો જ નીકળે છે અને મોટર નીકળતી નથી. ‘ઓવેરિયન સાયકોઝ’ નામનું મંડળ દર વર્ષે ‘સાઇકલ-રાઇડ-મૂનલાઇટ’ નામનો ઉત્સવ ઊજવે છે. સાઇકલ વિશેનો લેખ એટલે લખ્યો કે એક તો ગાંધીજી પણ સાબરમતી આશ્રમમાં સાઇકલ ચલાવતા એ તમને જણાવવું હતું અને સાઇકલનો રુઆબ હજી યુરોપના તમામ દેશોમાં એવો ને એવો છે. તાજિકિસ્તાનમાં એક ઘરથી બીજે ઘરે સંદેશો લઈ જવા સાઇકલ વપરાય છે અને હજી પૂર્વ યુરોપનાં ઘણાં બાળકો સ્કૂલે સાઇકલ પર જાય છે. યુગાન્ડા જેવા દેશમાં આમનાડાબીરાતો નામની સ્ત્રી ઝુંબેશ ચલાવે છે કે સ્ત્રીઓએ તેમની સ્વતંત્રતા પ્રગટ કરવા સાઇકલ જ વાપરવી જોઈએ. યુગાન્ડામાં ઘરમાં એક કાર હોય તો મોટે ભાગે પુરુષ વાપરે છે, પણ સાઇકલો સ્ત્રી ચલાવે છે. આ મહિલાએ જણાવ્યું કે ૧૦૦ વર્ષ પહેલાં સ્ત્રી પોતે સ્વતંત્ર છે એ બતાવવા માટે સાઇકલનો પ્રથમ ઉપયોગ યુરોપની સ્ત્રીઓએ કર્યો હતો. આજે હવે સાઉદી અરેબિયાની સ્ત્રી પણ સાઇકલ ચલાવે છે, પણ તેનો ભાયડો ચોકી કરવા ઊભો રહીને મેદાન પર ખોડાય છે.

અમેરિકાની પોલીસ કહે છે કે હુલ્લડો અને તોફાન વખતે હિન્દુસ્તાનમાં ઘોડાનો ઉપયોગ પોલીસ કરતી, પણ હવે હુલ્લડોમાં પોલીસને માટે સાઇકલ સલામત અને ઝડપી વાહન છે. અમેરિકન શહેર સીએટલમાં તો પોલીસની આખી સાઇકલ-સ્ક્વૉડ રખાઈ છે. અમેરિકાનાં ઘણાં શહેરોમાં વાર-તહેવારે પબ્લિક પ્રોટેસ્ટનાં સરઘસ નીકળે એ તમામને કન્ટ્રોલ કરવા ‘બાઇક માઉન્ટેડ પોલીસ’ સાઇકલ લઈને ઊભી હોય છે. રિપબ્લિકન નૅશનલ કન્વેન્શનને કન્ટ્રોલ કરવા પૂરું અમેરિકન પોલીસ દળ સાઇકલોનું હતું. પોલીસખાતું કહે છે કે મોટર કરતાં સાઇકલ હાથુકું હથિયાર છે. મોટરમાં પેટ્રોલ ખૂટી ગયું કે કંઈ ને કંઈ ખોટકો પડી શકે છે. સાઇકલમાં તો આ પેડલ માર્યું કે વાહન ચાલુ. અપના હાથ જગન્નાથ. પોલીસ કહે છે કે સાઇકલને શસ્ત્ર તરીકે પણ વાપરી શકાય છે. સાઇકલ વડે જ લડાઈ થઈ શકે છે. અમેરિકન પોલીસખાતામાં તો છેક ૧૮૮૧થી સાઇકલ વપરાય છે. ટેડી રૂઝવેલ્ટ પોતે પોલીસ-કમિશનર હતા તે સાઇકલ વાપરતા. (૧૮૯૫)

અમેરિકાની પોલીસને ૧૯૮૦ પછી વાહનમાં સાઇકલ જ સૌથી વધુ પ્રૅક્ટિકલ વાહન માલૂમ પડ્યું. બ્રુકલિન કૉલેજના પ્રોફેસર ઍલેક્સ વિટાલેએ ‘એન્ડ ઑફ પોલિસિંગ’ (The End of Policing) પુસ્તક લખ્યું એમાં સ્વીકાર્યું કે સાઇકલને કારણે પોલીસ વધુ સમાજવાદી લાગે છે. જનતા સાથે ભળી જાય છે. પોલીસ બહુ ક્રૂર છે એ વાતને ખોટી પુરવાર કરવા માગતી હતી તેથી પોલીસે કહ્યું કે પોલીસ સાઇકલ પર ક્રૂર થઈને કેટલીક થાય? યુરોપ-અમેરિકાના પત્રકારોને સાઇકલ-સ્ક્વૉડ પોલીસનું સાઇકલ દળ પણ વધુ પ્યારું હતું. પત્રકારો પણ સાઇકલ પર જલદીથી રિપોર્ટ મેળવી શકતા અને ટ્રાફિક જૅમને પાર કરીને સાઇકલ પર સવાર થઈ જલદીથી મોટરકારવાળા રિપોર્ટરો કરતાં વહેલા પ્રેસમાં પહોંચી જતા (આ વાતને ઑપરેશનલ ફલેક્સિબિલિટી કહે છે).

દેખીતું છે કે તમારું બાળક જ્યારે પોલીસને ઘોડા ઉપર જુએ કે મોટરસાઇકલ ઉપર (ફટફટી ઉપર) જુએ એના કરતાં સાઇકલ પર જુએ તો બિલકુલ ડરતું નથી. પોલીસ સાથે ફ્રેન્ડ્લી બને છે. નરેન્દ્ર મોદી અને મુંબઈના પોલીસ-કમિશનરે સાઇકલ પોલીસ-સ્ક્વૉડ ઊભી કરવાનું વિચારવું જોઈએ. સાઇકલ-સ્ક્વૉડની સાથોસાથ એક બસ રિપેર શૉપ પણ અમેરિકા-યુરોપમાં દોડતી હોય છે. એ રસ્તા પર અટકેલી સાઇકલોને તત્કાળ રિપેર કરી આપે છે. એ તો દેખીતું છે કે સાઇકલમાં કંઈ પણ ખોટકો થાય એ અડધા કલાકમાં તો મહત્તમ સારો થઈ જાય છે, જ્યારે મોટરબાઇક કે મોટર ખોટવાય પછી ક્યારે એ ‘ખટારો’ ચાલુ થાય એ રણછોડરાયજી જાણે!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK