સંયમ એટલે શું? એક યુદ્ધ પોતાની જ વિરુદ્ધ

દારૂના પીઠામાં પીવા બેઠેલા ચંબુડાના શરીરમાં આખેઆખો દેવદાસ અંદર ઘૂસી ગયો હતો ને પેગ પર પેગ પેટમાં પધરાવે જતો હતો.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

હમ નહીં પીતે તો કહીં બેમૌસમ નહીં પીતે

મગર અગર બૈઠ ગએ તો કિસી સે કમ નહીં પીતે


દારૂના પીઠામાં પીવા બેઠેલા ચંબુડાના શરીરમાં આખેઆખો દેવદાસ અંદર ઘૂસી ગયો હતો ને પેગ પર પેગ પેટમાં પધરાવે જતો હતો. હું એ પીઠા બાજુથી પસાર થતો હતો ને મને જોઈને બૂમ મારી, ‘એઇઇઇ ઠાકર, અંદર આ. ઇધર આ.’ પછી ચાલુ થઈ ગયો, ‘તૂ ભી પીલે મેરે યાર તૂ ભી પી. જબ જાએગા જી, તબ તુઝે કૌન કહેગા પી. ચાલ ચિયર્સ...’

‘શિવ શિવ શિવ શિવ. ચંબુડા, સર્વનાશ કમ સત્યાનાશ. વિનાશકાલે વિપરીત બુદ્ધિ. આ શું?

તેં તો શરાબ છોડી દીધેલો ને આ...’

‘કરેક્ટ, યુ આર બિલકુલ રાઇટ. બે દિવસ પહેલાં મેં સત્યાવીસમી વખત દારૂ છોડ્યો. બે દિવસ તો બિલકુલ કાબૂ, સંયમ... પણ આજે પેલું ગીત મારા કાનમાં અથડાયું મન કો પિંજરે મેં ન ડાલો, મન કા કહના મત ટાલો; મન તો હૈ એક ઉડતા પંછી જિતના ઉડે ઉડા લો... એટલે મનને મૂક્યું છૂટું ને પીવા માટે મન મોર બની થનગાટ કરવા લાગ્યું. પણ હા, સંયમમાં. મારા બાપુએ પણ કીધેલું, બેટા સંયમ રાખજે; ગમેતેટલો પીવો પણ લિમિટમાં...’ ચંબુ ધીરે-ધીરે ભાનની લિમિટ ગુમાવવા લાગ્યો.

‘જો બકા, એવું તો આપણા શાહબુદ્દીન રાઠોડ પણ કહેતા. પણ એ લિમિટ નક્કી કોણ કરે, તું કે બાપુજી? પૈસેટકે ખુવાર થઈ જઈશ. ને યુ નો? આજથી તો દારૂ પર ૨૮ ટકા GST આવશે એટલે દારૂ ઓર મોંઘો...’

‘એ-એય માય ડિયર ડોબા... સાલા આ ગામમાં લ્વ્ની બસ સમયસર નથી આવતી તો GST તંબૂરામાંથી આવશે? ને તું મને GSTથી એવી રીતે બીવડાવે છે કે જાણે ડૉક્ટર સિઝેરિયનથી વહેલી સુવાવડ કરાવવાના હોય. જો બકા,’ એટલું બોલી ચંબુડો તેના સમગ્ર શરીરનું વજન મારા ખભા પર ઢોળી દેતાં આગળ બોલ્યો, ‘GSTનો સાર ખબર છે? ન ખબર હોય તો જાણી લે. હે ઠાકર, પરિવર્તન સંસારનો નિયમ છે. જે કાલે સેલ્સ-ટૅક્સ નામે ઓળખાતો એ આજે વૅટ છે. જે આજે વૅટ છે એ કાલે GST થશે. આપણું શું ગયું તો તું GSTથી મને ડરાવે છે. અરે જે ગ્રાહક પાસેથી લીધું ને કમાયા એ સરકારને દીધું ને થોડુંઘણું બચ્યું એ વાઇફને આપ્યું. હે ઠાકર, યાદ રાખ. આપણી પાસે પહેલાં પણ કશું નહોતું ને આગળ પણ કશું રહેવાનું નથી તો તું ખોટો GSTથી ડરે છે ને ડરાવે છે. એટલે જો બકા, જિંદગીના દિવસો વધારવા હોય તો ડરના વિચારોના કલાકો ઘટાડ. અમારે તો GST એટલે ગુણવંતલાલ શિવશંકર તલાટી, શૉર્ટ નેમ. હા હા હા, હમજાયું?’

ચંબુના બયાનથી મને થયું, આ ચંબુડો દારૂની સાથે ચખનામાં ગીતાના બેચાર અધ્યાય ચાવી ગયો છે કે શું? છતાં મે સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘હે મારા અજુર્ન, આ દારૂની એક વાર આદત પડી જાય તો આર્થિક રીતે પાયમાલ.’

‘નઇઇઇ બકા, હું સત્યાવીસ વર્ષથી પીઉં છું, પણ હજી ક્યાં આદત પડી છે? યુ સી સંયમ. ને દારૂના એક પેગમાં જો તુલસીનું પાન નાખ્યું તો શરાબ પણ મંદિરનું પવિત્ર જળ બની જાય. બસ, અંદરની ભાવના હોવી જોઈએ...’

‘ચંબુડા-ચંબુડા, પેગમાં તું તુલસીનું પાન નાખે કે ચાર ફુટનું કેળનું પાન નાખે, પણ દારૂ એ દારૂ છે. જïળમાં દારૂ નાખો તો જળ અપવિત્ર બની જાય, પણ દારૂમાં તો ગંગાજળ નાખો તો પણ પવિત્ર ન બને. જો તું દારૂ છોડીશ નઈ તો દુનિયા છોડવાનો વારો જલદી આવશે.’

‘ચલ તૂ બોલતા હૈ કિ છોડ તો લે અભી અઠ્યાવીસમી બાર છોડતા હૂં બસ? લેકિન અભી તૂ મુઝે યે બતા કિ દુનિયા કી કૌન સી ચીઝ ઐસી હૈ કિ જિસ મેં નશા નહીં. ભિડૂ નશા શરાબ મેં નહીં, નશા અપને મેં હૈ. અગર નશા શરાબ મેં હોતા તો બોતલ ક્યૂં નહીં ડોલતી? નશા અપને અંદર હૈ ડિયર.’ એટલું બોલતાં-બોલતાં ચંબુ ઘડિયાળના લોલકની જેમ ડાબે-જમણે ડોલ્યો ને પાછો પેગ બનાવવા લાગ્યો. ‘ધ્યાન સે સુન, નશા તો સબકે અંદર પડા હૈ, કિસીકો રૂપ કા, કિસીકો સંપત્તિ કા, કિસીકો પ્રતિષ્ઠા કા, કિસીકો ત્યાગ કા, કિસીકો અહંકાર કા તો કિસીકો અલંકાર કા. મગર સાલા કોઈ ગાતા હી નહીં કે મુઝકો યારોં માફ કરના મૈં નશે મેં હૂં. અરે ભિડૂ કિસીકો મિચ્છા મિ દુક્કડં બોલને કી હિમ્મત હી નહીં. ઠાકર ચલને યાર, તું ભી એક પેગ પીલે. કોઈ પૂછે તો ગા લેના મુઝે દુનિયાવાલોં શરાબી ન સમજો, મૈં પીતા નહીં હૂં પિલાઈ ગઈ હૈ.’

એટલું બોલી ચંબુડો દારૂમાં પાણી નાખ્યા વગર જ ગટગટાવવા લાગ્યો.

‘ચંબુડા ચંબુડા, પાણી વિનાનો જામ. રામ રામ રામ... શું કૅપેસિટી?’

‘એ ટોપા, પેગ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. ને તું શું રામ રામ રામની માળા જપે છે. તારી પાસે રામ છે ને મારી પાસે જામ છે. ફરક શું બન્નેમાં, બન્નેને આરામ છે...’

મને ટેબલ પર માથું પછાડવાનું મન થયું.

‘અરે પણ તને બદનામીનો ડર નથી લાગતો? સમાજનો ડર, લોકો શું કહેશે?’

‘જો ઠાકર બકા, કુછ તો લોગ કહેંગે લોગોં કામ હૈ કહના, છોડો બેકાર કી બાતોં કો કહીં બીત ના જાએ રૈના. આ ભારત છે. અહીં બદનામ થવા માટે પણ ધક્કામુક્કી ચાલે છે. છગન ભુજબળ ટુ વિજ્ય માલ્યા વાયા આસારામ અને રાધેમા પણ યુ નો? સરગમનું પેલું ગીત ‘ડફલીવાલે ડફલી બજા...’

‘હા, ખબર છે. સાંભળ્યું છે.’

‘સાંભળ્યું જ છે, પણ મતલબ ખબર છે? મતલબ કે તું તારું કામ કર, બીજામાં માથું ન માર. જેને જે કરવું હોય તે કરે. તારે શું કરવું કેમ જીવવું એમાં ધ્યાન આપ. મને કોઈ કહે દારૂથી ઘડપણ જલદી આવે, કોઈ કહે લિમિટનો દારૂ તો તબિયત માટે સારો. કોઈ કહે શરીરની પથારી ફેરવે તો કોઈ કહે બે પેગથી સ્વાસ્થ્ય સુધરે.’

‘ચંબુડા, બોલવામાં, ખાવાપીવામાં, વ્યવહારમાં સંયમ તો હોવો જોઈએને?’

‘એય આસ્થા ચૅનલ ક્યારની સંયમ-સંયમ કરે છે, પણ સંયમ એટલે શું જાણે છે? સંયમ એટલે એક યુદ્ધ પોતાની જ વિરુદ્ધ. બીજાના વિચારે જ જિંદગીભર જીવવાનું કે પોતાના...’ એટલું બોલી ચંબુડો પાણી વગરનો પેગ ગટગટાવી ગયો ને બોલ્યો, ‘હું મારી વિરુદ્ધ ન જઈ શકું.’

પછી ગાયું, ‘હોશવાલોં કો ખબર ક્યા, ઝિંદગી ક્યા ચીઝ હૈ.’

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK