હે પ્રભુ, ઇચ્છામૃત્યુ ન આપે તો ચાલશે, શક્ય હોય તો ઇચ્છાઓને મૃત્યુ આપજે

ખબરદાર, જો આજે મને કોઈએ છંછેડ્યો છે તો. મારી હટી ગઈ છે.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

કાશ, તમે મારી આંખમાં આવતાં ઝળહળિયાં જોઈ શકો છો એમ મગજમાં ઊપડતી ઝણઝણાટી પણ જોઈ શકતા હોત તો ખબર પડે કે કેવી અને કેટલી હટી ગઈ છે. પૂછો કેમ? તો તમે વિચારો યારો કે પૂરતી તપાસ કર્યા વગર લેખકે ખોટી અફવા ફેલાવી, ‘દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.’ તો શું દરેક સ્ત્રી પાછળ પુરુષનો પગ કે માથું હોય છે? આ વાત વહેતી કરનાર જો ક્યાંય રસ્તામાં ભટકાઈ ગયો તો મા કસમ ગોળના રવાની જેમ તેના હાથપગ બાંધી આંદામાન-નિકોબારના ટાપુ પર વેરાન જગ્યાએ એકલાને વીસ વર્ષ માટે છોડી દઉં, પછી કાળા પાણીની સજા કરું. ફરી પૂછો કેમ? અરે ડોબાઓ, આવી વાત કહી લેખક તો છટકી ગયો; પણ તમે જોઈ ન લીધું કે અબ્દુલભાઈ કલામ, અટલજી, મોદી અને લેટેસ્ટ આદિત્ય યોગી. આ આખી મંડળીમાંથી કોઈએ પોતાની વાઇફ નામની અંગત પ્રૉપર્ટી વસાવી? બોલો ના. તો પણ આલીશાન સફળ થયા કે નઈ? બોલો હા-હા. એવું બન્યું હોય કે એ સ્ત્રી ઘરની નઈ એવી ચોખવટ સરતચૂકથી રહી ગઈ હોય, આઇ મીન મંડળીએ બીજી કોઈ કો-ઑપરેટિવ બૅન્કમાં ખાતું ખોલાવ્યું હોય. મને પણ મહાન થવાના અભરખા ઊપડ્યા એટલે આ મહાનુભાવોના પગલે આખી જિંદગી કોરીકટ રાખી. ‘મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહ ગયા’ ગાવું પડે. મારે આ વાંઢા મંડળીમાં જોડાવું હતું, પણ હમણાં બોધિવૃક્ષ નીચે જેમ ભગવાન બુદ્ધને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયેલું એમ મને બોધિ-હીંચકા પર (કારણ કે આ વિચાર મને વૃક્ષ નીચે નઈ પણ હીંચકા પર આવેલો) દિવ્ય જ્ઞાન થયું કે જે નામ પરથી રાજ કપૂરને ‘મેરા નામ જોકર’ બનાવવાની પ્રેરણા મળી એ બાબા રાહુલની દશા જોયા પછી મારા મહાન બનવાના વિચારે અબાઉટ ટર્ન લીધો. એમાં ભૂતકાળમાં સોનિયાભાભી ભૂલથી ક્યાંક બોલી ગયાં, ‘હમે બહુ મટ(ત) દો.’ ખલ્લાસ, બિચારા છોકરાનો સંસાર બન્યા પહેલાં વાટ લગાડી દીધી. એક સગી મા ઊઠીને આવાં વેણ બોલે તો કોણ ‘બહૂ’ આપે? ધિક્કાર છે આવી માઓ પર. મારી દૃષ્ટિએ આ સ્પેશ્યલ કેસમાં લખવું જોઈએ કે એક નિષ્ફળ પુરુષ પાછળ એક માનો માત્ર હાથ જ નહીં, જીભ અને પગ પણ હોઈ શકે. ‘બોલો ભારત માટા કી ઝય.’ મિત્રો, હું બરાબર ન જતો હોઉં તો મને ટોકવો. અચ્છા! એટલે ફરીથી થયું કે મહાન બનવા ચાલો પૈણી નાખીએ. પણ મારા જયંતીલાલ નામના બાપુજીએ અઘરી શરત મૂકી કે સુભાષ, જો તારે ડાળીએ વળગવું હોય તો તું કૉન્ગ્રેસ પાસેથી ટિકિટ મેળવી અને ચૂંટણી જીતી બતાડે તો જ કોઈની દીકરી હાર પહેરાવશે. તમે જ બોલો, મારે તો આખી જિંદગી ‘અકેલા હૂં મૈં ઇસ દુનિયા મેં કોઈ સાથી હૈ તો મેરા સાયા’ ગાતાં-ગાતાં પૂરી કરવી પડે. ને બેબીને રક્ષાબંધને જ બોલાવાય. યુ બિલીવ, BJPની જીત પછી મને અખિલેશ, માયાવતી, કેજરીવાલ ને ભઈલા રાહુલની આ ચોકડીએ અંદરથી ભડકેલા અવાજે મોબાઇલ કર્યો, ‘હેલો ઠાકર, આ મોદી ઍન્ડ પાર્ટીને દારૂબંધી લાદવાની ખબર પડે છે, પણ બાપુને કહો કે એક વાર ચાબંધી કરાવી દે અથવા અમને પણ યોગીની જેમ ભગવા અપાવી દે. ચાબંધી નઈ થાય તો ગલીએ-ગલીએ મોદી ફાટી નીકળશે અને હવે અમારાથી એક પણ વધુ મોદી સહન નઈ થાય. તાકાત હોય તો અમને ચારને ભાગમાં ચાની લારી કરી આપે, પછી જુઓ ૨૦૧૯માં કેવી વાટ લગાડીએ છીએ.’

‘ના બકા ના. એવી ખોટી ટણી નઈ કરવાની. જોયું નઈ, આ વખતના ધબડકામાં બન્નેનાં બા-બાપુજી અને ઇજ્જતનો કચરો થઈ ગયો ને હવે સાફ કરવા કેજરીવાલ પાસે પણ ઝાડુની સળી બચી નથી. જો બકા, વ્યક્તિને દુ:ખી કરે  છે તેની જીદ અને અભિમાન. સુખી થવું હોય તો લેટ ગો કરો ને સમાધાન કરો. યુ નો? એક વાર પડછાયાને અભિમાન હતું તડકાને રોકવાનું, પણ જેવું અંધારું થયું કે પડછાયો પોતે ક્યાંય ખોવાઈ ગયો. સાનમાં સમજી જવાનું બકા, ખોટો ફાંકો નઈ રાખવાનો. મમ્મી આવી છે તો સમજાવી દે.’

આ બાજુ ચિંતિત મમ્મીએ પૂછ્યું, ‘બેટા, હવે પાર્ટી માટે શું વિચાર્યું?’

‘શું મૉમ તું પણ કમાલ છે. હમણાં હારની કળ તો વળી નથી ત્યાં જ પાર્ટી કરવાની? લોકો આપણા વિશે શું વિચારે? તું તો તબિયતનું બહાનું કાઢી જતી રહી, પણ અહીં મને પણ ન્યુમોનિયા થઈ ગયો.’

‘અબેબેબે... મારા દીકરા, ન્યુમોનિયામાં બહુ તકલીપ પડી હશે.’

‘ના મમ્મી. તકલીપ તો ત્યારે પડી જ્યારે ડૉક્ટરે ન્યુમોનિયાનો સ્પેલિંગ પૂછ્યો. ચાલ મમ્મી હું સ્કૂલમાં જઉં છું. આજે મારે સ્કૂલમાં મિસ વિશે બોલવાનું છે.’ એટલું બોલી રાહુલ સ્કૂલમાં મિસ વિશે શું બોલ્યો ખબર છે?

‘આઇ મિસ યુ લેકિન મિસ સ્કૂલ મેં હોતી હૈ. સ્કૂલ મેં બચ્ચે હોતે હૈં. બચ્ચે છોટે હોતે હૈં. છોટી ચીડિયા ભી હોતી હૈ. ચીડિયા ઉડતી હૈ. ઉસમેં એક કૌઆ હૈ. કૌઆ કાલા હૈ. કભી બિલ્લી ભી હોતી હૈ ઔર બિલ્લી શેર કી માસી હોતી હૈ. શેર જંગલ મેં રહતા હૈ. વહી જંગલ મેં હાથી ભી રહતા હૈ. હાથી બડા હોતા હૈ. ઐસે તો બડા સમુંદર ભી હૈ. સમુંદર નીલા હોતા હૈ ઔર નીલા તો આસમાન ભી હોતા હૈ, આસમાન મેં રાત કો તારે હોતે હૈં. તારા ચમકતા હૈ. ચમકતા તો હીરા ભી હૈ લેકિન હીરા મહંગા હોતા હૈ. સોના ભી મહંગા હૈ. સોના રાત કો પડતા હૈ. રાત કે બાદ સુબહ હોતી હૈ. સુબહ નાશ્તા કરતે હૈં. નાશ્તે મેં કભી અન્ડા હોતા હૈ. અન્ડા દો રંગ કા હોતા હૈ. દો રંગ કા તો ઝીબ્રા ભી હોતા હૈ. ઝીબ્રા ઘોડે જૈસા દિખતા હૈ ઔર ઘોડા ટાંગા ચલાતા હૈ. ટાંગે મેં બૈઠકર હમ સ્કૂલ જાતે હૈં. સ્કૂલ મેં મિસ હોતી હૈ. વો નહીં આઇ તો આઇ મિસ યુ કહતે હૈં લેકિન તુમ મિસ હો. મુઝે અભી લંબા ખીંચને કી આદત નહીં મગર મિસ પર સે યાદ આયા, કલ આપને મુઝે દો મોબાઇલ કિયા થા?’

‘નહીં બાબા,’ મિસ ગભરાઈ ગઈ હતી. ‘મેં મેં મેં... એક પણ નથી કર્યો...’

‘કમાલ છે. જો મારા મોબાઇલમાં આવ્યું છે ‘૨-Miss call' ને તમે ના પાડો છો?’

બાય ગૉડ મૅડમને તેમના વરે સુહાગરાતે જ છૂટાછેડા આપ્યા હોય એવો આઘાત લાગ્યો. મિત્રો, આ ભણવું-ગણવું, નોકરી-ધંધો, દુકાનદારી, બેઈમાની, ઈમાનદારી કશી જ ખબર નહોતી. આ બધાનો આઇડિયા આવ્યો કોને? નઈતર આરામથી ગુફામાં રહેતા હોત, કંદમૂળ ખાતા હોત ને સમય થતાં મરી જતા હોત... આ બધી ઇચ્છાઓએ દાટ વાળ્યો એટલે પ્રભુને કહું છું : પ્રભુ, ઇચ્છામૃત્યુ નઈ આપે ચાલશે, પણ શક્ય હોય તો મારી ઇચ્છાઓને મૃત્યુ આપજે.

એટલે દુ:ખ સાથે જણાવું છું હવે મને કૉલમ લખવાની કોઈ ઇચ્છા નથી. આપે દસ વર્ષ સુધી જાળાવ્યો એ બદલ ‘મિડ-ડે’નો ને આપ વાચકોનો આભાર. આજનો આ છેલ્લો આર્ટિકલ આપને ગમશે એવી આશા સાથે...

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK