કાચબો અને સસલું : કહો જોઈએ, તમે કોના રસ્તે ચાલશો?

પુસ્તકના સ્ટોરમાં દર મહિને ચાર લાખ રૂપિયાનું નુકસાન અને સેમિનાર બધા મફત કરવાના, આમાં દુનિયા મને ગાંડો જ ગણેને


rabit


સંજયદ્રષ્ટિ - સંજય રાવલ

પુસ્તકના સ્ટોરમાં દર મહિને ચાર લાખ રૂપિયાનું નુકસાન અને સેમિનાર બધા મફત કરવાના, આમાં દુનિયા મને ગાંડો જ ગણેને

તમે કાચબા અને સસલાની વાર્તા સાંભળી છેને?

જો આ સવાલ પૂછું તો ૮૦થી ૯૦ ટકા વાચકોનો જવાબ હામાં જ આવે અને એ સાચું પણ છે જ. મોટા ભાગના લોકોએ પોતાના બાળપણમાં આ સ્ટોરી સાંભળી જ હોય અને પછી જીવનના જુદા-જુદા તબક્કામાં એ સ્ટોરી કોઈ ને કોઈ રીતે યાદ પણ આવી હોય. એમ છતાં એ જ વાર્તા આજે મારે તમને પાછી કહેવી છે.

ખાસ હેતુથી અને ખાસ ઇરાદા સાથે, એક નવા દૃષ્ટિકોણથી.

એક કાચબો હતો અને એક સસલું હતું.બન્ને ભાઈબંધ, પણ એમની ચડસાચડસી બહુ થયા કરે. એક વખત એવી જ ચડસાચડસીમાં બન્નેએ શરત લગાવી કે કોણ વધારે ઝડપથી દોડી શકે? શરત મુજબ સસલું આગળ ભાગ્યું અને આગળ જઈને ઊંઘી ગયું; એમ વિચારીને કે કાચબો તો હજી ઘણો પાછળ છે, કોણ જાણે એ ક્યારે આવશે? કાચબો હતો પણ ધીમો એટલે સસલાના મનમાં વિચાર આવ્યો કે કાચબો આ જ રસ્તેથી આગળ વધશે, એ જ્યારે અહીંથી નીકળશે, અહીંથી પાસ થશે ત્યારે હું ફરીથી ભાગવા માંડીશ અને ભાગીને આરામથી આ રેસ જીતી જઈશ. બસ, સસ્સા મહારાજ તો સૂઈ ગયા અને ધીમી ગતિએ આગળ વધતો કાચબો આગળ નીકળી ગયો અને રેસ પણ જીતી ગયો. આ વાર્તા તમને ખબર જ હતી એ મને ખબર છે અને લગભગ બધાને ખબર જ છે એ પણ મને ખબર છે, પણ આ વાર્તામાં કાચબો કોનું પ્રતિનિધિત્વ કરે છે અને સસલું કોણ છે એની ખબર નહીં હોય એની મને ખાતરી છે. આ જ કહેવા માટે મેં અહીં આ આખી વાર્તા રિપીટ કરી છે.

વાર્તામાં જે કાચબો છે એ દિલનું પ્રતિનિધિત્વ કરે છે અને સસલું એટલે તમારું મન, માણસનું મન. જીવનમાં સસલું કંઈ પણ કહે અને કંઈ પણ કરવાનો એ આદેશ આપે એ કરતાં પહેલાં અને એનું માનતાં પહેલાં સો ગળણે ગાળીને એની વાત માનવાની, કારણ કે એ મન છે અને મન સસલા જેવું છે. એ કૂદતું જ રહેશે, અસ્થિર થઈને જ વર્તશે. એની આ ચંચળતા એ જ એનો સ્વભાવ છે. એ તમને કરવાનું કામ પણ સોંપશે અને ન કરવાનું કામ પણ ચીંધશે. યાદ રાખજો મિત્રો, જ્યારે સસલું કંઈ પણ કરવાનું કહે ત્યારે ધીરગંભીર બનીને એક વાર કાચબાને એટલે કે તમારા દિલને પૂછી લેવાનું. યાદ રહે કે સામે કંઈ પણ હોય, કંઈ પણ એટલે કંઈ પણ. ઘર હોય, તમારો અંગત સંસાર હોય, તમારો પરિવાર હોય, માબાપ હોય કે પછી સામે ભાઈ-બહેન હોય, બૉસ હોય કે પછી વાઇફ સામે ઊભી હોય. કોઈ પણ ઊભું હોય અને કંઈ પણ હોય - દિલ કહે એમ કરો. જો એનું માનશો અને એમ કરશો તો કોઈ દિવસ દુખી નહીં થાઓ અને ક્યારેય તમને એ વાતનો પસ્તાવો નહીં થાય. હા, એવું કર્યા પછી મહેણાં સાંભળવાં પડે, દુનિયા તમને ગાંડા ગણે કે પછી મૂર્ખ કહે એવું બને. એવું પણ બને કે સસલાની ઝડપ જોઈને પહેલે ઝાટકે જ હારી જાઓ. જોકે એવું પણ નહીં થાય. તમે માત્ર હિંમતભેર આગળ વધતા રહેજો, જીત તમારી જ થશે. લગ્ન હોય કે કરીઅર, નોકરી હોય કે એજ્યુકેશન; દિલ કહેશે આમ કરો એટલે વિચારવાની તસ્દી લીધા વિના કે પછી મગજને હેરાન કર્યા વિના એ કરી લેવાનું. ઘણી વાર લાગે એવું કે સામે હાર છે અને દિલ જે કહેતું હોય એમ કરવું અઘરું પણ હોય, પણ યાદ રાખજો કે દિલ કહે એમ કર્યું હશે તો જ્યારે તકદીર પરથી પડદો ઊપડશે ત્યારે જીત તમારી જ હશે.

હું તમને મારી વાત કહું. હું છેલ્લાં ચારેક વર્ષથી દર મહિને ચાર લાખ રૂપિયાનું નુકસાન કરીને પણ પુસ્તકોની દુકાન ચલાવું છે. કેટલા રૂપિયાનું નુકસાન, ચાર લાખ રૂપિયાનું અને કેટલા સમયથી, ચાર વર્ષથી પણ વધારે સમયથી. એમ છતાં આ દુકાન મેં બંધ નથી કરી. કેમ, શું કામ?

મારું દિલ કહે છે કે આ કામ કર અને હું એનું માનીને આ કરું છું. મને પણ ખબર છે કે આ રીતે નુકસાન સહન કરવું મને કાયમ પોસાવાનું નથી અને કાયમી નુકસાન મારા જેવી વ્યક્તિને પોસાય પણ નહીં. જો આમ જ ચાલુ રાખું તો એક દિવસ પાયમાલ થઈ જાઉં. તો પણ બસ દિલ કહે છે કે આ કરવાનું છે એટલે કરુંં છું. તમને માનવામાં નહીં આવે પણ આ કામ કરું છું ત્યારે વર્ષમાં એકાદ એવો દિવસ આવી જાય છે કે મને મારા બિઝનેસમાં એવડો મોટો લાભ થઈ આવે છે કે મારું બધું નુકસાન એક જ ઝાટકે ચાલી જાય છે. આવું શું કામ થાય છે, આવું કેવી રીતે થઈ શકે?

દોસ્તો, સાચું કહું તો ઈશ્વર જોતો હોય છે તમારી નિષ્ઠા અને તમારી પ્રામાણિકતા અને આ દિલનું કનેક્શન તો ડાયરેક્ટ ઈશ્વર સાથે જ છે. ઈશ્વર એક કામ એવું કરી આપે કે મારી બધી નુકસાનીમાંથી હું બહાર આવી જાઉં અને જ્યારે આવું બને ત્યારે મને સમજાઈ જાય કે ઈશ્વર નુકસાની આપે ત્યારે એની સામે ટકી રહેવાની હામ પણ આપે જ છે. મારી જ વાત કહું તમને તો બારમા ધોરણમાં મને બાવન ટકા ન આવ્યા હોત તો મારે ગ્લ્ણૂ કરવું ન પડ્યું હોત અને એ ન કર્યું હોત તો હું ક્યારેય ડાયમન્ડના ધંધામાં આવ્યો ન હોત અને જો એવું ન બન્યું હોત તો ક્યારેય મારામાં આવી નુકસાની ખમવાની હામ પણ ન આવી હોત. એ આવી એટલે મેં મારા દિલની વાત સાંભળવાનું જ રાખ્યું છે. આજે પણ હું જે જગ્યા પર, જે સ્થાન પર છું એ માત્ર ને માત્ર દિલની વાતો માની છે એટલે જ છું. હું સેમિનાર માટે જઉં છું અને એક પણ પૈસો ચાર્જ નથી કરતો. કારણ? મારું દિલ કહે છે. એણે જ મને કામ ચીંધ્યું અને એણે ચીંધ્યું એટલે જ હું આ કામ કરું છું. દિલે જ શીખવ્યું કે આ કામના પૈસા નથી લેવાના. મારા બોલવાથી અને સેમિનારમાં યંગસ્ટર્સને શિખામણ આપવાથી કેટલા લોકો ખુશ થાય છે. બસ, એ લોકોની ખુશી જોઈને મને મજા આવી જાય છે; પણ સાહેબ, ઘણાને હું ગાંડો લાગું છું. ઘણા એવું પણ કહે છે કે આ રીતે મફતમાં થોડા હેરાન થવાનું હોય, પણ મને ભગવાન આપી દે છે અને તમને પણ આપી જ દેશે જો તમે દિલનું કહ્યું કરશો અને એની વાત માનશો તો.

સાહેબ એક વખત, ખાલી એક વખત દિલનું કહ્યું કરો તો ખરા, તમને ક્યારેય નિરાશા નહીં આવે, ક્યારેય તમારું દિલ તમને નિરાશ નહીં કરે. કોઈને મારી વાત વધારે પડતી લાગશે, પણ સાચું કહું તો દિલનું કહ્યું કરવામાં તમને હિંમતની જરૂર પડે એવું પણ બને અને ક્યારેક એવું પણ થાય કે એવું કરવા જતાં આર્થિક નુકસાન પણ થાય. જોકે એક વખત મારું કહ્યું માનીને ઝંપલાવી દેજો અને દિલનું કહ્યું કરી લેજો. દિલનો અવાજ મન કરતાં મોટો હશે અને એ મોટો અવાજ તમને ભયમુક્ત બનાવવાનું કામ કરશે. તમારી પાસે પૂરતો સમય છે નક્કી કરવા માટે અને એ નક્કી કર્યા પછી તમે ક્યારેય પાછા નથી ફરવાના અને પછી આગળના માર્ગમાં જે આવે એ નિભાવવાનું જ છે એ નક્કી જ છે. દિલનું કહ્યું કરશો તો કદાચ માર્ગ કઠિન હશે, પણ એમાં ખુશી હશે. તમારા લીધેલા નર્ણિયો દરેક વખતે સાચા પડે એવું જરૂરી નથી, પણ એ નક્કી છે કે જો તમે દિલનું સાંભળીને આગળ વધ્યા હશો તો તમારું ભવિષ્ય ઊજળું રહેશે. એવા સમયે તમારે અથડાવું-કુટાવું નહીં પડે અને જો પેલા સસ્સામહારાજના કહેવા મુજબ ચાલ્યા હશો તો વર્તમાન ઊજળો હોઈ શકે, પણ ભવિષ્ય માટે કોઈ કંઈ કહી નહીં શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK