શ્રી બાબુલનાથ મહાદેવની મજાની વાતો જાણીએ

મુંબઈના ઇષ્ટદેવ તરીકે શ્રદ્ધાળુઓનું કેન્દ્રબિંદુ ગણાતા આ શિવલિંગ અને શિવમંદિરનો  ઇતિહાસ જેટલો રોમાંચક છે એટલી જ થ્રીલ તમને વર્તમાનમાં અહીં દર્શન માટે આવતા ભક્તોની અતૂટ શ્રદ્ધાની વાતો સાંભળીને થશે

BABULNATHરુચિતા શાહ

‘હો વિષય શ્રદ્ધાનો ત્યાં પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી’ કહેનારા શાયર ભક્તિમાં ચૂર ભક્તોની મન:સ્થિતિને બરાબર સમજતા હતા. લૉજિકથી પર અને ગણતરીથી દૂર હોય છે ભક્તિની ધારા, જેનો લાભ લઈને સમાજમાં ઘણા સો-કૉલ્ડ પાખંડી બાવાઓ પોતાનો સ્વાર્થ સાધી લેતા હોય છે. ખેર, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનામાં શિવભક્તો ભોળાનાથને ભજવા અને રીઝવવા દિવસરાત સમર્પિત કરી દેતા હોય છે. સાઉથ મુંબઈના પ્રાઇમ લોકેશનમાં સ્થિત પ્રાચીન અને પૉપ્યુલર એવા બાબુલનાથ મંદિરમાં તમને આવા એક નહીં પણ લાખો ભક્તો મળી રહેશે જેમાંથી કોઈ પોતાના શંભુ માટે, કોઈ શિવ માટે તો કોઈ બાબા માટે બધું પડતું મૂકીને બસ ભક્તિમાં લીન થવા માગે છે. જેટલો સમય વધુ ગર્ભગૃહમાં મળે એટલી જ તેમની પોતાના સર્વસ્વ એવા ભોળાનાથ પાસે રહેવાની પ્યાસ વધતી હોય છે. બાબુલનાથ મહાદેવ મંદિરના ભગવાન મુંબઈના ઇષ્ટદેવ છે અને તેમણે જ મુંબઈને સુરક્ષિત સાચવી રાખ્યું છે એવું કહેનારા ભક્તો પણ અહીં છે તો પોતાના જીવનની તમામ મુસીબતો અહીં આવીને ટળી છે એવું કહીને આંખોમાં હર્ષનાં આંસુ લાવનારા પણ અહીં છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર નિયમિત બાબુલનાથ મંદિરનાં દર્શન માટે આવતા હોય છે. છેલ્ ચાર વર્ષથી મંદિર સાથે સંકળાયેલા અલ્પેશ પંડ્યા કહે છે, ‘ભગવાન માટે શ્રદ્ધા હોય એ બધા જ અહીં આવે છે. એક વાર અહીં આવનારાને ફરી આવવાની ઇચ્છા થયા વગર નથી રહેતી એટલો પ્રભાવ છે. અંબાણીફૅમિલીમાં અનંત અંબાણી અને મુકેશ અંબાણી પોતાના જન્મદિને ખાસ દર્શન કરી જાય છે. એ સિવાય ત્ભ્ન્ની મૅચ વખતે પણ તેઓ અહીં દર્શન માટે આવતા. એ સિવાય પણ ઘણી સેલિબ્રિટીઝ અહીં ભોળાનાથનાં દર્શન માટે આવે છે. બીજું એ કે લોકો બેશક બાબુલનાથમાં શંકર ભગવાનની આરાધના માટે આવે છે; પરંતુ અહીં શ્રાવણ સિવાય પણ હોળી, નાગપંચમી, ગણપતિ, નવરાત્રિ, હનુમાન જયંતી જેવા બીજા ઘણા તહેવારોની ઉજવણી થાય છે. બીજા પણ ઘણા ભગવાનોની પ્રતિમાઓ અહીં છે એટલે તમામ ભક્તો માટે બાબુલનાથ ઑલ ઇન વન ટેમ્પલ જેવું છે. તેમ જ આખો દિવસ મંદિર ખુલ્લું હોય છે. પૂજારી પૂજા કરે કે આરતી થઈ રહી હોય ત્યારે ગર્ભગૃહમાં નથી જવા દેતા, પણ દર્શનાર્થીએ દર્શન વિના પાછા જવું પડે એવું અહીં ક્યારેય થતું જ નથી.’

બાબુલનાથ મંદિરની વ્યવસ્થા સંભાળવા માટે શ્રી ભોલેનાથ પરિવાર નામનું ૩૦૦ જેટલા સ્વયંસેવકોનું ગ્રુપ છેલ્લા બે દાયકાથી બાબુલનાથમાં સેવા આપી રહ્યું છે. આ ગ્રુપના મુખ્ય સૂત્રધાર સુનીલ સામાણી અને સુજલ શાહ કહે છે, ‘પચાસ વર્ષથી લઈને બાર વર્ષ સુધીના લોકો અમારા ગ્રુપના સભ્યો છે અને સ્વેચ્છાએ સેવા આપે છે. વષોર્ પહેલાં બાબુલનાથ મંદિરમાં લોકોનો ધસારો હોય ત્યારે ગર્ભગૃહમાં લોકો એકબીજા પર પડતા. કોઈ શિસ્ત નહીં, કોઈ વ્યવસ્થા નહીં. અમે બાબાના ભક્ત છીએ. બાબુલનાથ બાબા અમારા સૌના હૃદયમાં વસે છે અને સ્વેચ્છાએ જ અમે બાબુલનાથની ભક્તિ માટે અહીં આવીએ છીએ. શિવરાત્રિમાં લગભગ સાતેક લાખ લોકો મંદિરનાં દર્શને આવે છે ત્યારે મેઇન ગેટની પણ આગળથી લોકોની લાઇન લાગતી હોય છે. એ વખતે તમામ વ્યવસ્થાઓ જાળવવા માટે લગભગ ૩૬ કલાક માટે પોતાનો ઉપવાસ હોય છતાં યુવા વૉલન્ટિયર્સ મંદિરમાં આવી જતા હોય છે. શ્રાવણના સોમવારો અને શ્રાવણ મહિનાના અન્ય મહkવના દિવસોમાં પણ અમારા ગ્રુપમાંથી સ્વયંસેવકો અહીં હોય છે. મંદિરના ટ્રસ્ટીઓ અને શ્રદ્ધાળુઓ પણ અમારી સાથે કો-ઑપરેટ કરે છે. અમારો એક જ આશય છે કે ગર્ભવતી મહિલાથી લઈને બીમાર કે મોટી ઉંમરની વ્યક્તિ પણ બાબુલનાથનાં દર્શને આવે તો તેમને ભગવાનનો સ્પર્શ મળવો જોઈએ. લાઇનમાં લોકો શિસ્તતાપૂર્વક આગળ વધે તો દરેકને વ્યવસ્થિત દર્શન થઈ જતાં હોય છે.’

અત્યારના સમયમાં સૌથી કીમતી વસ્તુ કોઈ હોય તો એ સમય છે અને બાબુલનાથનું આ યુવા મંડળ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી પણ મંદિર માટે સમય કાઢી લે છે. મહાશિવરાત્રિમાં આ ગ્રુપના સભ્યો એક જ સમાન ડ્રેસ-કોડ સાથે મંદિરમાં સેવા માટે પહોંચતા હોય છે. યુવાવર્ગમાં પણ બાબુલનાથ માટેની અનોખી શ્રદ્ધા ખરેખર આર્ય જગાડનારી છે.

અહીંના ભોળાનાથ દુનિયાના સૌથી મોટા સેલિબ્રિટી છે તો તેમને મળવા આવનાર દરેક ભક્ત પણ સેલિબ્રિટી જ ગણાય. છેલ્લાં પાંત્રીસેક વર્ષથી બાબુલનાથની ભક્તિ કરતા અને શ્રાવણમાં દરદરોજ સવારે બે કલાકની પૂજા માટે જાતે પાંચ-છ કિલો ફૂલ લાવી એને સાફ કરી, એમાંથી હાર બનાવીને સ્વદ્રવ્યોથી શંકર ભગવાનની પૂજા કરતાં જયશ્રી દેસાઈ કહે છે, ‘આજનું વૈજ્ઞાનિક વિશ્વ ભક્તિની વાતોને સમજી નથી શકતું. જોકે ઈશ્વરીય સત્તા પણ સાયન્સ જેવી જ અટલ છે. બાબુલનાથમાં વષોર્થી આવું છું અને અહીં આવ્યા પછી અહીંથી પાછા વળતી વખતે દરરોજ બાબુલનાથદાદાથી દૂર જવાની પીડા થાય છે. આ પ્રેમ અથવા આ ઈશ્વર માટેની લાગણીને દરેક જણે સમજવી અઘરી છે. એ સ્વાનુભવે જ સમજાય. મેં જોયું છે કે હું તો ખૂબ નાની છું અહીં બીજા ભક્તોની સામે. લોકો ક્યાં-ક્યાંથી નિયમિતપણે રોજ બાબુલનાથની સેવા માટે આવે છે. અહીં સેલિબ્રિટી અને સામાન્યજન વચ્ચે કોઈ ફરક જ નથી. અહીંના ઇષ્ટદેવ અને આપણા રક્ષક જ સૌથી મોટા સેલિબ્રિટી છે.’ï

જયશ્રી દેસાઈ આખો શ્રાવણ મહિનો માત્ર મગ ખાઈને એકટાણાં કરે છે. તેમના જેવા અનેક ભક્તોનો અહીં આખી-આખી રાત મેળાવડો જામતો હોય છે. ભોળાનાથ સ્મશાનના દેવ તરીકે પણ ઓળખાય છે. જ્યાં ડર લાગે ત્યા ભોળાનાથ આવી જાય એમ કહીને શંકર ભગવાનની પૂજા માટે છેલ્લાં ૩૮ વર્ષથી બાબુલનાથ આવતા સતીશ શર્મા કહે છે, ‘દરેક પ્રકારના અને દરેક સ્વભાવના ભક્તો અહીં આવે છે. દરેકની પોતાની વાતો છે. દરેકની પોતાની ભક્તિની રીત છે. દરેકની પોતાની આસ્થા છે. એક જ દાદો આટલા બધાનાં મન કઈ રીતે જાણીને તેમનો પ્રેમ જીતી લે છે એ જ મને તો આર્ય થાય છે. રોજ બાબુલનાથનાં દર્શન ન કરું ત્યાં સુધી મને ચેન નથી પડતું. મારા માટે મારા શ્વાસ જેટલું જ મહkવ અહીં દર્શન થઈ જાય એનું છે.’

શ્રી બાબુલનાથના અત્યારના મંદિરનો ૧૮૯૦માં ગુજરાતીઓ અને વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડની મદદથી પુનરુદ્ધાર થયો હતો. સંગેમરમરનું કોતરણી કરેલું સુંદર શિખરબંધ મંદિર અને એની આસપાસનો પરિસર બનાવવામાં આવ્યાં છે. મંદિરમાં બિરાજમાન શિવલિંગ સ્વયંભૂ છે અને એની પાછળ પણ એક મજાની કથા છે. એક માન્યતા એવું કહે છે કે લગભગ બારમી સદીમાં ભીમદેવ નામના રાજાએ શિવલિંગ, ગણપતિ, હનુમાન અને મા પાર્વતીની પ્રતિમા ઘડાવી હતી અને તેમની પૂજા થતી હતી. કાળક્રમે આ પ્રતિમાઓ લુપ્ત થઈ અને અઢારમી સદીમાં એની શોધ થઈ. બીજી એક કથા એવી પણ છે જેમાં કહેવાય છે કે બ્રિટિશરોના સમયમાં અત્યારની મંદિરની જગ્યા ગોચર ભૂમિ હતી. એટલે ગાય અહીં ઘાસ ચરવા માટે આવતી. પાંડુરંગ નામનો એક ધનવાન સોની આ જગ્યાનો માલિક હતો. તેના બે ગોવાળિયા રોજ ગાયોને ચરાવવા માટે અહીં લઈ આવતા. લીલાછમ ઘાસને કારણે અહીં ચરવા આવતાં પશુઓને મોજ પડી જતી. તેમની સાથે આવતા ગોવાળોએ કંઈ ખાસ કરવાનું રહેતું નહીં. ગાયો હૃષ્ટપુષ્ટ હોવાથી દૂધ પણ સારું આપતી. એક દિવસ બન્યું એવું કે કપિલા નામની એક ગાયે સાંજે એક ટીપું પણ દૂધ ન આપ્યું. એટલે શેઠે બાબુલ નામના ગોવાળને બોલાવ્યો અને કારણ પૂછ્યું. બાબુલની વાત સાંભળીને શેઠને આશ્ચર્ય થયું. શેઠને જાણવા મYયું કે કપિલા નામની ગાય રોજ સાંજે ગોચર જમીનના અમુક હિસ્સામાં જઈને ત્યાં જાતે જ દૂધની ધારા વહાવે છે. શેઠે આ નજરોનજર જોયું અને એ જમીનનું ખોદકામ શરૂ થયું તો એમાંથી એક સરસમજાનું શિવલિંગ અને અન્ય ભગવાનની પ્રતિમાઓ પ્રાપ્ત થઈ. આજે બાબુલનાથમાં જે શિવલિંગની પૂજા થાય છે એ આ જ શિવલિંગ. બાબુલ નામનો ગોવાળ એને શોધવામાં નિમિત્ત બન્યો હતો એટલે એનું નામ બાબુલનાથ પડ્યું. એ જ સ્થળ પર સુંદર શિવાલય બનાવવામાં આવ્યું. જોકે આગળ જતાં પાંડુરંગ શેઠે નબળી આર્થિક સ્થિતિ વચ્ચે આ જમીનનો અમુક હિસ્સો અંગ્રેજ પાદરીને વેચ્યો અને પાદરીએ આ જગ્યા પારસી પંચાયતને વેચી. એ દરમ્યાન બાબુલનાથ મંદિરના પૂજારીઓ અને પારસી પંચાયત વચ્ચે કેટલાક મતભેદ હાઈ કોર્ટ સુધી પહોંચ્યા જેમાં છેલ્લે મંદિરનો વિજય થયો. આજે આપણે જે બાબુલનાથ મંદિર જોઈએ છે એ આ તમામ તડકા-છાયામાંથી પસાર થયા પછી ઉદ્ભવેલું સ્થળ છે જ્યાં હિન્દુ ઉપરાંત પારસી, ઈસાઈ અને મુસ્લિમ સમાજના લોકો પણ દર્શન માટે આવે છે.

શ્રી બાબુલનાથ મંદિર ચૅરિટી ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદ્રકાંત ભગત કહે છે, ‘ બાબુલનાથ મંદિર હેરિટેજની યાદીમાં છે. નિયમિત ધોરણે ટ્રસ્ટ દ્વારા એની ઓરિજિનલિટીને આંચ ન આવે એ રીતે રીસ્ટોરેશનનું કામ ચાલે છે. બાબુલનાથ મંદિરમાં આવતા ભક્તોની સંખ્યા વધી જ રહી છે. અમારે ત્યાં યંગસ્ટર્સનું પ્રમાણ પણ ખૂબ વધારે છે. અડધી રાતે પખાલપૂજામાં યુવા વર્ગથી મંદિર શ્રાવણ મહિનામાં ભરેલું હોય છે. શ્રાવણમાં પંદરથી વીસ ઘીપૂજા થાય છે. બીજી પણ વીસેક જેટલી પૂજા માટે અહીં મોટી માત્રામાં લોકો આવે છે.’

છેલ્લાં ૨૬ વર્ષથી શ્રી બાબુલનાથ ભક્ત મંડળ દ્વારા શ્રાવણ મહિનાના દર શુક્રવારે ભક્તિસંધ્યાનું આયોજન કરવામાં આવે છે. સાંજે પાંચથી રાત્રે દસ વાગ્યા સુધી શંકર ભગવાનનાં ભજનોની રમઝટ જામે છે અને લોકો ઝૂમે છે, ગાય છે અને ભક્તિમાં તરબોળ થાય છે. આ આયોજનની શરૂઆત કરનારા અને સાતત્યપૂર્વક આયોજન સાથે સંકળાયેલા કિશોર કૂવાવાલા કહે છે, ‘૧૯૯૩માં અમે આ ભજનસંધ્યાનું આયોજન શરૂ કર્યું હતું. એ વર્ષેï બૉમ્બ-બ્લાસ્ટ થયા હતા અને લોકો ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયા હતા. લોકોમાં ભાઈચારાનો ભાવ આવે અને ઈશ્વર માટેની શ્રદ્ધા જાગવાથી શાંતિ સ્થપાય એ આશયથી અમે આ પ્રોગ્રામ યોજવાનું શરૂ કર્યું અને એ સમયમાં તો આખી-આખી રાત ભક્તિગીતોની રમઝટ જામતી. ત્યારથી લઈને આજ સુધી મુંબઈના ટૉપ આર્ટિસ્ટો એક પણ રૂપિયો લીધા વિના આ ભજનસંધ્યામાં પફોર્ર્મ કરવા આવે છે. આ વર્ષે પણ જાણીતા આર્ટિસ્ટો અને મ્યુઝિશ્યનો બાબુલનાથમાં પર્ફોમન્સ માટે આવી રહ્યા છે. આખા કાર્યક્રમમાં તમામ બાબતોમાં એક પણ રૂપિયાનો ખર્ચ અમારે કરવાનો નથી રહેતો. બધી જ બાબતો માટે લોકો જાતે સેવાકીય કાર્ય સમજીને વહેંચી લે છે. સિંગરો જ નહીં પણ મ્યુઝિક-સિસ્ટમ, વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી, બૅનરો કે પૅમ્ફ્લેટ જેવી વસ્તુ માટે પણ લોકો એક રૂપિયો નથી લેતા. બાબુલનાથદાદાનો પ્રભાવ જ એવો છે કે એક વાર તમે એના ગર્ભગૃહમાં ઊભા રહો એટલે તમારી ચેતનાને કોઈ જુદી જ શાંતિ અને સાãkવકતા મળતી હોય છે. જન્મથી લઈને આખી જિંદગી અહીં પસાર કરી છે એટલે આ વાત હું વધુ દૃઢતા સાથે કહી શકું છું.’

આ ઉપરાંત શ્રાવણ મહિનાના શનિવારોએ પણ બાબલુનાથ મંદિરના પરિસરમાં શ્રી બાબુલનાથ મંદિર ચૅરિટી ટ્રસ્ટ અને ‘સ્વર’ સંસ્થા દ્વતરા જાણીતા કલાકારોના સંગાથે ભજનની જબરદસ્ત રમઝટ જામે છે. આ કાર્યક્રમમાં ગુજરાતથી ભાગ લેવા આવતા કલાકારો પણ એકેય રૂપિયો નથી લેતા.

૦૦૦૦૦આ જ મારું સ્વર્ગ : પુરેન્દ્ર તિવારી નામનો આ યુવાન દર વર્ષે ઉત્તર પ્રદેશથી શ્રાવણ અને મહાશિવરાત્રિમાં બાબુલનાથ મંદિરમાં સેવા માટે આવતો હોય છે. પુરેન્દ્ર કહે છે, ‘મારા દાદાજીના સમયથી અમારા પરિવારને બાબુલનાથ માટે શ્રદ્ધા છે. મારો આખો પરિવાર ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં રહે છે. મારું કામકાજ પણ ત્યાં છે. જોકે શ્રાવણ મહિનામાં હું મારો પરિવાર અને કામકાજ છોડીને ચોવીસે કલાક બાબાની સેવા માટે અહીં હોઉં છું. વષોર્ પહેલાં અમે બાંદરામાં રહેતા હતા. એ પછી પરિવાર ઉત્તર પ્રદેશ શિફ્ટ થઈ ગયો. મારા દાદાજી જીવ્યા ત્યાં સુધી તેઓ બાંદરાથી બાબુલનાથ દર્શન કર્યા વિના મોંમાં પાણી નહોતા નાખતા. મારા પિતાજી પણ બાબુલનાથનાં દર્શન માટે નિયમિત આવતા અને હવે મારો નંબર છે. આજે અમારા જીવનમાં જે પણ પ્રગતિ અને સુખ-શાંતિ છે એ આ બાબુલનાથ બાબાની જ કૃપા છે. શિવરાત્રિ અને શ્રાવણમાં મારા સિવાય પણ ઘણા લોકો છે જે રાજસ્થાન, દિલ્હી, ગુજરાતથી દર્શન માટે આવતા હોય છે.’

મારા ભગવાન :

બાબુલનાથમાં છેલ્લાં પંચાવન વર્ષથી સેવા આપી રહેલા રતિલાલ જોશી અત્યારે ૭૯ વર્ષના છે. તેઓ વિરાર રહે છે; પરંતુ શ્રાવણ મહિનામાં, સોમવાર અને મહાશિવરાત્રિમાં નિયમિત મંદિરમાં તેમની હાજરી તમને જોવા મળે. સવારે ત્રણને ચાલીસની ટ્રેનમાં બેસીને તેઓ વિરારથી ગ્રાન્ટ રોડ અને ચાલીને બાબુલનાથ પહોંચે. સવારે અગિયાર વાગ્યા સુધી મંદિરમાં પૂજા વગેરે કરીને પાછા વિરાર જમવા જાય અને ફરી પાછા સાંજે ચાર વાગ્યે વિરારથી બાબુલનાથ જાય અને સાંજની આરતી વગેરે કરીને રાતે પાછા વિરાર જાય. લગભગ અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ તેમનું આ રૂટીન હોય છે, જેમાં તેઓ દિવસમાં બે વાર વિરારથી ગ્રાન્ટ રોડ અપડાઉન કરતા હોય છે અને એ પણ ૭૯ વર્ષની ઉંમરે.શ્રાવણનું મહત્વ શું કામ છે આટલું?

શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે, પણ શું કામ? શ્રાવણમાં જ શું કામ? ૨૧ વર્ષથી બાબુલનાથ મંદિર સાથે સંકળાયેલા વિદ્વાન બ્રાહ્મણ દિલીપ ઠક્કર કહે છે, ‘બાબુલનાથનો મહિમા ખરેખર કોઈ પણ જાતના પ્રચાર-પ્રસાર વિના આટલો વધ્યો છે, કારણ કે લોકોને પરિણામ મYયું છે. ઘણા લોકો અશક્ય લાગતી સમસ્યામાંથી અહીં આવ્યા પછી બહાર નીકYયા છે એટલે સ્વાભાવિક રીતે જ લોકો આવવાના. શ્રાવણમાં અને સોમવારે શિવભક્તિ કરવા પાછળ ચંદ્રદેવની એક પ્રચલિત કથા છે. કહેવાય છે કે ચંદ્રદેવને તેમના સસરા રાજા દક્ષે તેના રૂપના અભિમાનને તોડી પાડવા માટે શ્રાપ આપ્યો કે ધીમે-ધીમે તેમનું રૂપ ક્ષીણ થશે. એનાથી બચવા માટે ચંદ્રદેવે ગુજરાતના સોમનાથમાં આરાધના કરી અને સોમવારે શ્રી શંભુ પહેલી વાર ધરતી પર પ્રગટ થયા. એ સમય શ્રાવણ મહિનાનો હતો અને શંકર ભગવાનનું પ્રાગટu થયું એ દિવસ સોમવારનો હતો. એથી આ દિવસોમાં શિવની ભક્તિ કરવાનો મહિમા છે.’

આ જ વાતને લૉજિક સાથે સમજાવતાં ધાર્મિક શાસ્ત્રોના જાણકાર આચાર્ય યોગેશકુમાર કહે છે, ‘‘શિવ તન્તુસન્તાને’ સંસ્કૃતની ધાતુ છે જેનો અર્થ છે કલ્યાણકારી. આપણે ત્યાં સત્યમ શિવમ સુંદરમની વાત છે, જેમાં શિવને વચ્ચે રાખવામાં આવ્યું છે. શિવનો બીજો એક અર્થ થાય છે કલ્યાણકારી. સત્ય પણ કલ્યાણકારી હોવું જોઈએ અને સૌંદર્ય પણ કલ્યાણકારી હોવું જોઈએ. શિવ એટલે કે ઈશ્વરનું એ સ્વરૂપ, જે કલ્યાણકારી છે. શ્રાવણ મહિનો એટલે કે વર્ષા•તુમાં જંગલમાં વસતા •ષિમુનિઓ ગામમાં આવતા અને જ્ઞાનનો ધોધ વહાવતા. શ્રવણ શબ્દ પરથી શ્રાવણ શબ્દ આવ્યો છે. વિદ્વાનો પાસે કલ્યાણકારી ઈશ્વરની અને જ્ઞાનની વાતો સાંભળવાનો સમય એટલે શ્રાવણ. શિવની સાચી પૂજા એટલે જ્ઞાનની ઉપાસના કે આરાધના છે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK