રજિસ્ટ્રેશન માટે આપેલા ફ્લૅટ-ખરીદીના મૂળ દસ્તાવેજો ૨૯ વર્ષથી પાછા મળતા નહોતા જે RTIએ દોઢ મહિનામાં અપાવ્યા

પ્રથમ અત્યંત રઝળપટ્ટી કરી સપનાનું ઘર શોધ્યું. ત્યાર બાદ ભાવતાલની લમણાઝીંક અને ત્યાર બાદ ખરીદકિંમતના નવડા મેળવતાં જમીનનાં પાણી નેવે ચડાવવા થતો પરિશ્રમ કર્યો હોય એ જ જાણે કેટલે વીસે સો થાય.

rtiRTIની તાકાત - ધીરજ રાંભિયા

કાંદિવલી (વેસ્ટ)માં રહેતા પ્રવીણચંદ્ર ધોળકિયાએ ૧૯૮૬ની ૮ એપ્રિલે મહામહેનતે ખરીદેલા ઘરના મૂળ દસ્તાવેજો રજિસ્ટ્રેશન માટે ઓલ્ડ કસ્ટમ્સ હાઉસમાં જમા કરાવેલા. ૨૯ વર્ષના લાંબા ગાળા સુધી નિતનવાં બહાનાંઓ દ્વારા વિટંબણાને યાતનામાં ફેરવનાર સબ રજિસ્ટ્રાર ઑફ અશ્યૉરન્સિસના અધિકારીઓ તથા કર્મચારીઓને RTI અરજીએ દોડતા કરી દીધા તથા દોઢ મહિનાના ટૂંકા ગાળામાં રજિસ્ટર થયેલા ઓરિજિનલ દસ્તાવેજો મળતાં વિપદાનો સુખદ અંત આવ્યો એની આ રસપ્રદ કથા છે.

પ્રથમ અત્યંત રઝળપટ્ટી કરી સપનાનું ઘર શોધ્યું. ત્યાર બાદ ભાવતાલની લમણાઝીંક અને ત્યાર બાદ ખરીદકિંમતના નવડા મેળવતાં જમીનનાં પાણી નેવે ચડાવવા થતો પરિશ્રમ કર્યો હોય એ જ જાણે કેટલે વીસે સો થાય. આ બધું સમુંસૂતરું પાર પડે એટલે પરિવારમાં બાળક જન્મે ને જે આનંદ થાય એવા આનંદની અનુભૂતિ પ્રસરી.

રંગેચંગે વેચાણખત પર કંકુના છાંટણે સહીઓ થઈ અને સ્થાવર મિલકત પરનો માલિકીહક પ્રસ્થાપિત કરવા સરકારી ખાતામાં મૂળ દસ્તાવેજો રજિસ્ટ્રેશન માટે સુપરત કરવામાં આવ્યા અને યાતનાનું ચક્ર શરૂ થયું. જેમ-જેમ સમય પસાર થતો ગયો એમ-એમ શારીરિક અને માનસિક યાતનાની તીવþતા વધતી ગઈ. દિવસો પર દિવસો, મહિનાઓ તથા વર્ષો વીતતાં ગયાં; પરંતુ સ્થિતિ ઠેરની ઠેર રહી.

કાંદિવલીથી ર્ફોટસ્થિત રજિસ્ટ્રેશન કાર્યાલયના નિયમિત ધક્કાઓ અને બાબુઓની અવળચંડી વાણીથી કંટાળેલા પ્રવીણભાઈએ ફૂલની આજુબાજુ ભમતા ભમરાઓની જેમ રજિસ્ટ્રારની ઑફિસ આસપાસ ભમતા એજન્ટોને સાધ્યા. ‘તમારું કામ થઈ જશે’નો સધિયારો તો મળ્યો, પરંતુ કામ પતાવવા પટાવાળાથી-કારકુનથી–સુપરવાઇઝરથી સાહેબ સુધી દરેકની હથેળી ગરમ કરવી પડશે. અને આને માટે મસમોટી રકમની માગણી કરવામાં આવી, જે સાંભળી ચક્કર આવ્યાં એટલે આ કાર્યમાં માહેર એવા વકીલને મYયા. વકીલ મહાશયે આ કાર્ય માટે માગેલી ફીની રકમથી પ્રવીણભાઈને તમ્મર આવ્યાં. શું કરવું-શું ન કરવું એની અસમંજસમાં આજકાલ કરતાં ૨૯ વર્ષનો સમય પસાર થઈ ગયો.

‘મિડ-ડે’ના વાચક હોવાના નાતે ય્વ્ત્ની તાકાતથી વાકેફ હતા. જોગાનુજોગ એ અરસામાં તેમની વિટંબણાને અનુરૂપ કથાનક વાંચવામાં આવ્યું. RTI કાયદાના ઉપયોગથી તીવþ ગતિએ આવેલા ઉકેલથી પ્રોત્સાહિત થઈ કથાનકની RTI હેલ્પલાઇનમાં પ્રસિદ્ધ થયેલા સંપર્ક-નંબર પર ફોન કરીને અપૉઇન્ટમેન્ટ મેળવી અને ૨૦૧૫ની ૬ જુલાઈએ તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-મલાડ પહોંચ્યા જ્યાં તેમની મુલાકાત કેન્દ્રનિયામક અમિતભાઈ સાથે થઈ.

અમિતભાઈ તથા સાથીઓએ પ્રવીણભાઈની યાતનાની વાત શાંતિથી સાંભળી અને ચર્ચાવિચારણા બાદ RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી, જેમાં નીચેની માહિતી માગવામાં આવી:

(૧) રજિસ્ટ્રેશન માટે ૧૯૮૬ની ૮ એપ્રિલે રસીદ-નંબર ૦૮૩૧૯૦ હેઠળ આપેલા દસ્તાવેજો પર કરવામાં આવેલી કાર્યવાહી તથા એની સાંપ્રત સ્થિતિની માહિતી આપશો.

(૨) જો કાર્યવાહી કરવામાં ન આવી હોય કે અધૂરી કાર્યવાહી કરવામાં આવી હોય તો એ માટે નોંધાયેલાં કારણો જણાવશો.

(૩) આપના વિભાગની નિયમાવલિ તથા આપના વિભાગના સિટિઝન-ચાર્ટર મુજબ દસ્તાવેજના રજિસ્ટ્રેશન માટે નિãત કરવામાં આવેલી મહત્તમ સમયમર્યાદા જણાવશો.

(૪) નિયત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ ન કરનાર બેજવાબદાર અધિકારી-કર્મચારી પર ઉપરોક્ત (૩) મુજબ શિસ્તભંગનાં લેવા જોઈતાં પગલાંની વિગતવાર માહિતી આપશો.

(૫) ૨૯ વર્ષ સુધી રજિસ્ટ્રેશનની કાર્યવાહી ન કરનાર, અધિકારીઓ તથા કર્મચારીઓ પર ઉપરોક્ત (૪) મુજબ શિસ્તભંગનાં લેવામાં આવેલાં પગલાંની માહિતી આપશો.

(૬) મારા દસ્તાવેજના રજિસ્ટ્રેશન માટે જવાબદાર અધિકારી તથા કર્મચારીનું નામ, હોદ્દો તથા સંપર્ક-નંબરોની વિગતવાર માહિતી આપશો.

(૭) જો કસૂરવારો પર શિસ્તભંગનાં પગલાં ભરવામાં ન આવ્યાં હોય તો એ માટે નોંધાયેલાં કારણો જણાવશો.

(૮) કસૂરવાર અધિકારી-કર્મચારી પર પગલાં લેવાની જવાબદારી ધરાવનાર જ્યેષ્ઠ અધિકારીનું નામ, હોદ્દો તથા તેમની સંપર્ક-વિગતોની સંપૂર્ણ માહિતી આપશો.

(૯) રજિસ્ટ્રેશન માટે આપેલા મારા દસ્તાવેજો ખોવાઈ ગયા હોય તો એ માટે નોંધાવેલા FIR (ફસ્ર્ટ ઇન્ફર્મેશન રર્પિોટ)ની કૉપી તથા પોલીસ-કાર્યવાહીની વિગતો આપજો.

(૧૦) માઇક્રો-ફિલ્મિંગ માટે મારા દસ્તાવેજો આપના પુણે કાર્યાલયમાં મોકલવામાં આવ્યા હોઈ એની વિગતવાર માહિતી આપશો. આઉટવર્ડ રજિસ્ટરમાં નોંધવામાં આવેલી એન્ટ્રીની ફોટોકૉપી આપશો.

(૧૧) દસ્તાવેજ પુણે કાર્યાલયમાંથી પાછા મેળવવા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતવાર માહિતી પુરાવા સહ આપવા વિનંતી.

૧૨) ઉપરોક્ત વિષયને આનુષંગિક અન્ય માહિતી હોય તો એ પણ આપશો.

૨૯ વર્ષના ગાળામાં સબ રજિસ્ટ્રાર ઑફ અશ્યૉરન્સિસ તથા ડેપ્યુટી રજિસ્ટ્રાર, કલેક્ટર ઑફ સ્ટૅમ્પ્સ કાર્યાલયોનું વિભાજન થઈ ગયું હોવાથી ઉપરોક્ત અરજી બાંદરા-ઈસ્ટસ્થિત ડેપ્યુટી સબ રજિસ્ટ્રાર, કલેક્ટર ઑફ સ્ટૅમ્પ્સ (બોરીવલી)ના કાર્યાલયમાં સુપરત કરવામાં આવી.

RTI કાયદા હેઠળની ધારદાર અરજી મળતાં ઠંડકભર્યા વરસાદી માહોલમાં પણ બાબુઓના પસીના છૂટી ગયા. ૨૯ વર્ષથી ઑફિસના ટેબલ પર પગ લાંબા કરી આરામ ફરમાવતા સરકારી જમાઈઓ દોડતા થઈ ગયા.

૨૯ વર્ષ જૂની ફાઇલો, રજિસ્ટર વગેરે ફેંદાયાં. ઑફિસમાં આવનાર નાગરિક સાથે સરખી વાત ન કરનારાઓએ પ્રવીણભાઈને ફોન કરી દસ્તાવેજ રજિસ્ટ્રેશન માટે આપતાં મળેલી ઓરિજિનલ રસીદ લઈને કાર્યાલયના સમયમાં આવવાનું જણાવ્યું. બાબુઓએ ચાર-પાંચ વખત વિવિધ કાર્ય માટે બોલાવ્યા, પણ એ ધક્કાઓ ખટક્યા નહીં; કારણ કે ૨૯ વર્ષની યાતનાના અંતની આ શરૂઆત તરીકે દેખાઈ.

૨૦૧૫ની ૧૭ ઑગસ્ટે પ્રવીણભાઈ માટે નભોમંડળમાં સોનાનો સૂરજ ઊગ્યો. ૨૯ વર્ષ પહેલાં ખરીદેલા સપનાના ઘરના રજિસ્ટર થયેલા દસ્તાવેજો તેમના હાથમાં હતા.

અમિતભાઈ તથા સાથીઓએ RTI કાયદા હેઠળ બનાવી આપેલી માત્ર એક ધારદાર અરજીથી ૨૯ વર્ષ જૂની યાતનાનો એકઝાટકે સુખદ અંત આવ્યો અને કાયદાની યથાર્થતા તથા અમિતભાઈની કર્તવ્યનિષ્ઠતા સ્થાપિત થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK