૧૬ મહિનાથી લટકાવી રાખવામાં આવેલી મેડિક્લેમની ચુકવણી RTIના માત્ર ઉલ્લેખથી ફટાફટ થઈ ગઈ

ડોમ્બિવલી (ઈસ્ટ)માં રહેતા જિતેન્દ્ર ગાલાના પરિવારની વેદનાની તથા RTIના માત્ર નામઘોષથી આવેલા સુખદ અંતની આ રસપ્રદ કથા છે.

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

જૈન ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન (JIO) જે જીઓના નામથી વધુ પ્રચલિત છે એની નૅશનલ ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડ સાથેની સ્કીમમાં જિતેન્દ્રભાઈએ મેડિક્લેમ પૉલિસી વર્ષ ૨૦૧૪માં લીધેલી.

સપ્ટેમ્બર-૨૦૧૪માં કૅન્સરની સારવાર માટે મુલુંડ (પિમ)સ્થિત ફોર્ટિસ હૉસ્પિટલમાં કીમોથેરપી અને રેડિયેશનની ટ્રીટમેન્ટ લીધી. ૨૦૧૫ની ૩૦ ઑક્ટોબરે ૬૬,૦૦૦ રૂપિયાનો મેડિક્લેમનો દાવો વીમા-કંપનીના થર્ડ પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર (TPA) પૅરામાઉન્ટમાં જમા કરવામાં આવ્યો.

૨૦૧૬ની ૨૧ જાન્યુઆરીએ TPA દ્વારા મોકલવામાં આવેલા ડેફિશ્યન્સી લેટરનો પરિપૂર્તિનો પત્ર મોકલવામાં આવ્યો.

TPAના બાબુઓએ પત્ર પર ન તો કોઈ કાર્યવાહી કરી કે ન તો કોઈ જવાબી-પત્ર લખ્યો. જિતેન્દ્રભાઈના પુત્ર પ્રિયાંક સતત TPAના કાર્યાલયમાં પૃચ્છા કરતા રહ્યા, પરંતુ બાબુઓ બહાનાબાજીનો અવિરત દોર ચલાવતા રહ્યા. મનસ્વી બાબુઓએ એકતરફી નિર્ણય લઈ ફાઇલ બંધ કરી દીધી. સતત પૂછપરછના દોરને કારણે TPAના બાબુઓએ ફાઇલ રીઓપન કરી, તથા ફરીથી ડેફિશ્યન્સી લેટર મોકલાવ્યો. પ્રિયાંકભાઈએ ત્રણ દિવસમાં પત્રનો જવાબ મોકલાવી આપ્યો.

TPAના બાબુઓ કાર્યવાહીના નામે શૂન્ય હતા પણ પ્રિયાંકભાઈને અગસ્ત્ય મુનિના વાયદા કરતા રહ્યા. બહાનાબાજીઓનો ખજાનો ખૂટ્યો ત્યારે તમારી ફાઇલ વીમા-કંપનીને મોકલવામાં આવી છે એવો જવાબ આપી પ્રિયાંકભાઈથી છુટકારો મેળવ્યો અને તેમને કામ-ધંધે લગાડી દીધા.

વાતનો વળ ન મૂકનાર પ્રિયાંકભાઈએ નૅશનલ ઇન્શ્યૉરન્સ કંપનીના કાર્યાલયમાં આંટાફેરા શરૂ કર્યા. સાથોસાથ JIOના કાર્યાલયના પણ ચક્કર કાપવાનું શરૂ કર્યું, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર રહી.

‘મિડ-ડે’ના નિયમિત વાચક હોવાના નાતે તેઓ આ કટાર પણ રસપૂર્વક વાંચતા. ફેબ્રુઆરી-૨૦૧૭ના આસપાસના સમયગાળામાં કૉલમમાં પ્રસિદ્ધ થયેલો લેખ વાંચીને આંખમાં ચમકારો થયો. તેમની વિટંબણાને અનુરૂપ એ કથાનક હતું. તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્રોની માહિતીથી તેઓ વાકેફ હતા. RTI કેન્દ્ર-મુલુંડના કેન્દ્ર-નિયામક નયન ગંગર તથા પ્રિયાંકભાઈનાં મમ્મી લીનાબહેન અભ્યાસકાળના સહઅધ્યાયી હોવાથી નયનભાઈને સારી રીતે ઓળખતા હતા.

૨૦૧૭ના માર્ચ મહિનામાં તેઓ નયનભાઈની અપૉઇન્ટમેન્ટ મેળવી RTI કેન્દ્ર-મુલુંડ પહોંચ્યા તથા પોતાની વિટંબણાની વાત વિગતે કરી. નયનભાઈ તથા કેન્દ્રના અન્ય સેવાભાવીઓએ તેમની વાત શાંતિથી સાંભળી તથા લાવેલી ફાઇલનો અભ્યાસ કરી, પૅરામાઉન્ટ TPAને વિગતવાર પત્ર લખવાની સલાહ તથા માર્ગદર્શન આપ્યું. પત્રના અંત ભાગમાં જો આપ મારી ફરિયાદનું નિવારણ આઠ દિવસમાં નહીં કરો તો RTI કાયદા હેઠળની પ્રથમ અરજી કરવાની મને ફરજ પડશે એની ખાસ નોંધ મોટા અક્ષરે લખવાનું પણ જણાવ્યું. JIOના કાર્યાલયને પણ એ જ પ્રમાણે પત્ર મોકલવામાં આવ્યો.

TPAના ચાલાક અને લુચ્ચા બાબુઓએ પ્રિયાંકભાઈને ઈ-મેઇલ દ્વારા જણાવ્યું કે આ સમગ્ર બાબત માટે આપ માત્ર JIO કાર્યાલયનો જ સંપર્ક કરશો.

પ્રિયાંકભાઈએ TPA દ્વારા આવેલા જવાબની કૉપી નયનભાઈને મોકલાવી, યોગ્ય માર્ગદર્શન આપવા જણાવ્યું. એના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે પ્રાચીન સમયમાં સામા પક્ષ પર હુમલો કરતાં પહેલાં યુદ્ધના નિયમ મુજબ સાવધાન શબ્દનું ઉચ્ચારણ કરવું જરૂરી હતું. એ મુજબ આપણે પણ RTIના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરતાં પહેલાં જેના પર હુમલો કરવાના છીએ એને સાવચેત કરીએ અર્થાતા એક છેલ્લા પ્રયાસ તરીકે વીમા-કંપની નૅશનલ ઇન્શ્યૉરન્સને પત્ર લખીએ અને જણાવીએ કે અમારો દાવો મંજૂર કરો અથવા RTI કાયદાનો સામનો કરો.

આ દરમ્યાન TPAના બાબુઓ પોતાના પર RTI અરજીનો સામનો કરવાની નોબત ન આવે એ માટે પ્રિયાંકભાઈએ લખેલા પત્ર કે જેમાં RTI અરજી કરવાની વાત ચોખ્ખા અને ચોક્કસ શબ્દોમાં કરવામાં આવેલી એ વીમા-કંપનીને મોકલાવી પોતાના માથે લાગેલી આગ સિફતપૂર્વક વીમા-કંપનીના માથે સ્થળાંતર કરી નાખી.

આ તરફ પ્રિયાંકભાઈ વીમા-કંપનીના કસ્ટમર સપોર્ટ તેમ જ કસ્ટમર ગ્રીવન્સ સેલના ઈ-મેઇલ ઍડ્રેસની શોધમાં રહ્યા.

૨૦૧૭ની ૨૭ માર્ચે કમ્પ્યુટર પર ખાંખાંખોળા કરતાં અચાનક પ્રિયાંકભાઈની આંખમાં વીજ-ચમકારો થયો. પોતાના ગાલ પર પૂર્ણ તાકાતથી ચીમટો ભર્યો. ચીમટાનું દરદ મીઠા મધ જેવું લાગ્યું. તેમના પિતાના ઈ-મેઇલ ઍડ્રેસ પરની ઈ-મેઇલમાં જણાવવામાં આવેલું કે આપના મેડિક્લેમની અરજીના અનુસંધાનમાં જણાવવાનું કે ૪૯,૧૬૮ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવેલી છે અને જે આપના સેવિંગ્સ બૅન્ક-ખાતામાં જમા કરી દેવામાં આવેલી છે.

પ્રિયાંકભાઈએ મુઠ્ઠી વાળીને બૅન્ક તરફ દોટ મૂકી અને પિતાના બૅન્ક-ખાતાની પાસબુક ભરાવી, જેમાં મેડિક્લેમની રકમ સોનાના અક્ષરે લખેલી જણાઈ. બૅન્કમાંથી બહાર નીકળી નયનભાઈને ફોન કર્યો અને વધાઈના સમાચાર આપ્યા તથા અત્યંત ભાવુક થઈ નયનભાઈ તથા તેમના સાથીઓનો ખોબલે-ખોબલે આભાર માન્યો તથા પિતાના અવસાન બાદ નાની લાગતી આ રકમ પણ અત્યંત રાહત આપતી જણાઈ.

કર્તવ્યનિષ્ઠ નયનભાઈ તથા સાથીઓના સક્રિય માર્ગદર્શનને કારણે RTIના માત્ર નામોલ્લેખથી જિતેન્દ્રભાઈના પરિવારની ૧૬ મહિનાની યાતનાનો માત્ર એક મહિનામાં સુખદ અંત આવ્યો તથા મેડિક્લેમના પૉલિસીધારકના અધિકારની પુન: સ્થાપના થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK