ડાકુ: વટ, વચન અને વેર - પ્રકરણ ૨૮૨

કાશ્મીરમાં બનેલા નકલી પાસર્પોટ પર પાકિસ્તાની ઑફિસરે અસલી સ્ટૅમ્પ મારી દીધા અને એ સ્ટૅમ્પની સાથે જ દિલીપસિંહ સહિતના સૌકોઈને પાકિસ્તાનમાં પ્રવેશવા માટેનો સત્તાવાર પરવાનો મળી ગયો. પરવાનો પંદર દિવસ માટે મYયો હતો જે રિન્યુ નહોતો થવાનો અને એની કોઈ પરવા પણ દિલીપસિંહને નહોતી. જીવન આખો સંઘર્ષ કર્યા પછી પહેલી વખત ભૂપતસિંહના ખબર મળ્યા હતા. ભૂપતસિંહના પણ અને તેના જમણા હાથ જેવા કાળુના પણ.

નવલકથા

રશ્મિન શાહ

ધાડ...

ટેબલ પર જોરથી અવાજ આવ્યો.

એ અવાજ સાથે જ ઉપરાછાપરી બે બીજા અવાજ આવ્યા.

ધાડ... ધાડ..

થોડી ક્ષણો પસાર થઈ અને એ પછી ફરી એકસાથે ત્રણ વખત જોરથી અવાજ આવ્યા.

ધાડ... ધાડ... ધાડ...

કાશ્મીરમાં બનેલા નકલી પાસર્પોટ પર પાકિસ્તાની ઑફિસરે અસલી સ્ટૅમ્પ મારી દીધા અને એ સ્ટૅમ્પની સાથે જ દિલીપસિંહ સહિતના સૌકોઈને પાકિસ્તાનમાં પ્રવેશવા માટેનો સત્તાવાર પરવાનો મળી ગયો. પરવાનો પંદર દિવસ માટે મYયો હતો જે રિન્યુ નહોતો થવાનો અને એની કોઈ પરવા પણ દિલીપસિંહને નહોતી. જીવન આખો સંઘર્ષ કર્યા પછી પહેલી વખત ભૂપતસિંહના ખબર મળ્યા હતા. ભૂપતસિંહના પણ અને તેના જમણા હાથ જેવા કાળુના પણ.

જેના માટે તમે આખી જિંદગી તડપ અનુભવી હોય એ મળે ત્યારે તમને જગતનો કોઈ પરવાનો રોકી નથી શકતો. દિલીપસિંહ માટે પણ લગભગ એવું જ હતું. પાકિસ્તાનમાં દાખલ થવા માટે તે કોઈ પણ જોખમ ઉપાડવા રાજી હતા અને ત્યાં ટકી રહેવા માટે તે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ કરવા પણ તૈયાર હતા. સંઘર્ષ જ્યારે રાજીપા સાથેનો આવે ત્યારે એમાં આવતી પીડા પણ મીઠી લાગતી હોય છે. પાકિસ્તાનમાં દાખલ થતી વખતે દિલીપસિંહની હાલત પણ કંઈક એવી જ હતી. હૈયામાં નાસૂર બનતી પીડા પહેલી વખત તેને માશૂકા જેવી લાગી હતી અને પહેલી વખત તેને જીવન લેખે લાગતું દેખાયું હતું. દિલીપસિંહ આણિ મંડળી પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરમાં દાખલ થઈ ત્યારે ભૂપતસિંહને કૅન્સર ડિટેક્ટ થઈ ગયું હતું.

ડૉક્ટરે નિદાન કરવાની સાથોસાથ કૅન્સરનું સ્ટેજ પણ ભૂપતસિંહને કહી દીધું હતું અને વૉર્નિંગ પણ આપી દીધી હતી કે હવે જેટલો પણ સમય બાકી રહ્યો છે એ સમય શાંતચિત્તે પરિવાર સાથે વિતાવવાનું કામ કરો. ઈશ્વરે મોતનો પરવાનો ખોલી નાખ્યો હતો અને એટલે જ પાકિસ્તાનમાં પ્રવેશ કરી રહેલા દિલીપસિંહને ખબર નહોતી કે ભૂપતને મારવાનું તેનું સપનું તો જિંદગીભર અધૂÊરું જ રહેવાનું છે, કારણ કે આ કામ કુદરત પહેલાં કરી ચૂકવાની હતી.

ર઼્ ર઼્ ર઼્

કૅન્સરની એ અવસ્થા આવી ત્યારે જૂન મહિનો ચાલતો હતો અને કૅલેન્ડરમાં ૨૦૦૬નું વર્ષ દેખાડતું હતું અને એ સમયે જ દિલીપસિંહને ખબર પડી હતી કે પાકિસ્તાનમાં ભૂપત, કાળુ તથા તેના બીજા સાથીઓ નામ બદલીને રહે છે. નામ બદલીને રહેતા આ બહાદુરો સુધી પહોંચવું કેવી રીતે એની કડાકૂટ દિલીપસિંહે આરંભી દીધી અને એનો રસ્તો મYયો ત્યારે જુલાઈ મહિનો ઓસરવાની તૈયારીમાં આવી ગયો.

ઑગસ્ટનો આરંભ એટલે ચોમાસું મધ્યાહ્ને અને ચોમાસાનું મધ્યાહ્ન એટલે કાશ્મીરમાં લગભગ પ્રવેશબંધી. જમ્મુ-કાશ્મીરની સરકાર પણ આ દિવસોમાં કાશ્મીરથી નીકળીને જમ્મુમાં આવી જાય અને જમ્મુથી રાજ્યનો કારભાર ચાલે. આ કારભાર ચાલતો હતો એ દરમ્યાન જ દિલીપસિંહે પોતાની ટોળી પણ ભેગી કરી લીધી.

શરૂઆતના તબક્કે તો કોઈને ખબર નહોતી કે પાકિસ્તાન જવાનું છે. પાકિસ્તાનનું નામ આપવાને બદલે દિલીપસિંહે વિદેશની વાત ઉચ્ચારી હતી અને વિદેશના નામે બાપુઓ તૈયાર થઈ ગયા હતા. કેટલાકે તો અંદરોઅંદર વાત કરીને નક્કી પણ કરવાનું વિચારી લીધું હતું કે કોઈ પણ હિસાબે દિલીપસિંહને થાઇલૅન્ડ માટે મનાવવા અને ત્યાં જઈને જલસા કરવા. એકમાત્ર પ્રણવ ખત્રી એવો હતો જેને ખબર હતી કે જે આખી જિંદગી jાીસંગથી દૂર રહ્યો છે તે માણસ કોઈ કાળે હવે આવી વાત માનવાનો નથી.

બધું નક્કી થઈ ગયું એટલે સાથે જનારા સૌકોઈને રાતે અગિયાર વાગ્યે દિલીપસિંહે ઘરે આવવાના સમાચાર આપ્યા અને પોણાઅગિયાર વાગ્યે કોટડા સાંગાણીનાં પાંચ ઘર ખૂલ્યાં અને વરસતા વરસાદ વચ્ચે પાંચ છત્રી જુદી-જુદી દિશામાંથી ગામના પાદર તરફ આગળ વધી.

પાદર સુધી લઈ આવનારા રસ્તાઓ જુદા હતા, પણ પાદરથી સૌકોઈનો માર્ગ એક થતો હતો એટલે બધા અહીં એકબીજાની રાહ જોઈને ઊભા રહ્યા. ઘડિયાળમાં અગિયાર વાગવાને પાંચ મિનિટની વાર હતી ત્યારે પાદરના પીપળે સૌકોઈ એકત્રિત થઈ ગયા અને પછી બધા એકસાથે દિલીપસિંહના ઘરે પહોંચ્યા.

ઘરે બધી વ્યવસ્થા હતી. ગરમી ઉડાડવા મદિરાની વ્યવસ્થા પણ હતી અને મદિરા ગળાને વધારે ગરમાવો ન આપી દે એ માટે સૂકો નાસ્તો પણ આવી ગયો હતો. સૌથી પહેલાં સૌકોઈએ બૉટલ ખોલી અને બૉટલ ખોલીને એકેક ગ્લાસ પેટમાં ઠાલવ્યો. વરસાદની ઠંડક સહેજ ઓછી લાગવાની શરૂ થઈ એટલે મૂળ વિષય પર વાત શરૂ કરવાનું કહેવામાં આવ્યું અને દિલીપસિંહે સૌથી પહેલી તાકીદ કરી.

‘આજે સાત મિનિટ મોડા હતા તમે બધાય. આ મને હવે નહીં ચાલે. મોડા પડવું હોય તેણે અત્યારથી, વાત ચાલુ કરી એ પહેલાં જ નીકળી જાવાનું છે. અત્યારે તેને સામેથી જાવાની છૂટ છે, નહીં તો પછી હું અધવચ્ચે કાઢી મૂકીશ તો પાછા આપણા ગામ પોંચવું અઘરીનું પડી જાશે.’

શરૂઆતની બધી મજાકમસ્તીઓ ઊડી ગઈ અને સૌકોઈના ચહેરા ઝંખવાઈ ગયા.

વાતનો દોર હજી પણ દિલીપસિંહે પોતાના હાથમાં જ રાખ્યો.

‘વાત ચોખ્ખી છે. આપણે ફરવા નથી જાતા, કામ માટે જાઈ છી ને કામમાં જેને રસ હોય એ જ આવે ભેગો. હું કોઈને મફતમાં લઈ જાવા નથી માગતો. મારે કોઈને મફત લેતા પણ નથી જાવા. બધાય પોતપોતાનું કામ રેઢું મૂકીને આવે છે એટલે પૈસ્ાા મળવા જોઈ બધાયને...’

‘પણ બાપુ જાવાનું ક્યાં છે?’

‘ખોટો સવાલ.’ દિલીપસિંહે સવાલ પૂછનારાની સામે તીખી નજરે જોયું, ‘જાઈ છીએ શું કામ એમ પૂછવાનું હોય. સમજાણું?’

‘હા, સાચી વાત જાઈ છીએ ક્યાં ને ફૉરેન જાવાની વાત હતીને?’

‘જાવાનું તો ફૉરેન જ છે,

પણ કામ સાટું જાવાનું છે એ યાદ રાખવાનું છે.’

- ફૉરેન.

ફરી એક વખત સૌકોઈના ચહેરા પર હળવાશ આવી અને એ હળવાશ વચ્ચે જ નવો ગ્લાસ ભરાવાનો શરૂ થયો. ગ્લાસ ભરાય અને એ પીવાનું શરૂ થાય ત્યાં સુધી દિલીપસિંહે પણ હવે હળવાશ રાખી. ભારે ડોઝ આપવાનું કામ એકધારું ન કરવું જોઈએ એટલી સમજદારી તેમનામાં હતી.

બીજા ગ્લાસની બે-ત્રણ ચૂસકી પીધા પછી ફરી વખત વિદેશની વાતો શરૂ થઈ અને એ વાતોમાં સૌકોઈએ પોતપોતાની રીતે સાંભળેલા વિદેશના કિસ્સાઓ કહેવાનું શરૂ કર્યું. ત્યાંની ચોખ્ખાઈ અને કાયદાને પાળવા માટે રાખવામાં આવતી ચોકસાઈની પણ ચર્ચા થઈ અને ચલણની વાતો પણ નીકળી. એ બધી વાતો વચ્ચે જ એક ભાઈબંધને અચાનક જ સૂઝ્યું એટલે તેણે જ સવાલ કર્યો.

‘બાપુ, ન્યાંનું શું કામ છે?’

‘ઉઘરાણી કઢાવવાની હોય તો પહેલેથી કહેજો, ખબર પડે શું

કરવાનું છે નવરીનાનું. હાથ તોડવાનો છે કે પછી...’

‘અરે, એવું કાંય નો કરવાનું હોય ન્યાં.’ એક જણે બધાની આ વાતો અટકાવી અને કહ્યું, ‘ન્યાંથી ટીવી ને મોબાઇલ ને એવુંબધુંય લેતા આવવાનું હઈશે. બરાબરને બાપુ?’

‘માથુ લેતા આવવાનું છે, તૈયારી છે?’

જરા અમસ્તો સન્નાટો અને પછી બધાનું એકસાથે અટ્ટહાસ્ય.

આ અટ્ટહાસ્ય દિલીપસિંહની મજાક કરવાના ભાવથી જરા પણ નહોતું, પણ એ કામ માટે પૂરી તૈયારી હતી એવી ભાવના સાથેનું હતું. ચાલુ હાસ્યે જ એક જણે તો અંગૂઠો દેખાડીને ઇશારાથી હા પણ પાડી દીધી અને એક જણે પાંચ મિનિટ પછી નવેસરથી ગંભીરતા ઓઢીને પૂછી લીધું કે માથું ઉતારવાનું છે કે પછી માથું લેતા આવવાનું છે?

‘આ તો શું પૂછી લીધું હોય તો સારુંને બાપુ. ન્યાંથી માથું પાછું લેતા આવવામાં તકલીફ પડે; પણ ઉતારી લેવાનું હોય તો એકનું શું, બે-ચારનાં ઉતારી લઈ.’

‘કદાચ બે-ચારનાં જ છે.’

દિલીપસિંહે ગ્લાસ આખો ખાલી કરી નાખ્યો. જોકે ત્યાં સુધીમાં સૌકોઈની વચ્ચે ઇશારાથી વાત થઈ ગઈ હતી. ઇશારતમાં સૌકોઈ સહમત હતા એટલે હવે આગેવાની દિગ્વિજયે લીધી.

‘બાપુ, જરાક સમજાય એમ ક્યો. આમ તો મનમાં ગોટાળો થાય છે ને નર્ણિય કરવામાં પણ અધ્ધર થઈ જવાય છે. આખી વાત હારે જ કરી દ્યો એટલે કાંયક સુઝકો પડે.’

‘બે તો પાક્કું જ છે, પણ કદાચ બીજા બે મળી જાય તો એ બેયને પણ ઉપાડી લેવાના છે...’ દિલીપસિંહે સુધારો કરતાં કહ્યું, ‘કુલ ચાર જણ છે, પણ આ ચારમાંથી કેટલાનો ખેલ પડશે એની નથી ખબર. અત્યારે એટલી ખબર છે કે બે જણ તો છે જ. બાકીનાની ન્યાં ગ્યા પછી ખબર પડશે કે શું કરવું કે પછી શું થાશે; પણ હા, બે જણ તો પાક્કા જ છે અને એ બેને જ પહેલાં ઉપાડવાના છે.’

‘તમે કાંયક પૈસા...’ એક જણે સહેજ દબાયેલા અવાજે પૂછ્યું અને પછી સવાલ અધૂરો છોડીને વાતને વાળવાનું કામ પણ કરી લીધું, ‘આ તો તમે બોયલા એટલે ખાલી એમ જ પૂછી લીધું, બાકી તમે હો ન્યાં...’

દિલીપસિંહે હાથના ઇશારે તેને અટકાવ્યો.

‘હા, સાચી જ વાત છે. વાત થાય છે ત્યારે સરખી જ થઈ જાવી જોઈ. અત્યારથી જ બધાયને ખબર પડવી જોઈ કે શું મળશે તેને આ કામના.’

દિલીપસિંહે બધાના ચહેરા પર નજર કરી. રૂપિયાની વાત આવી હતી એટલે બધાની આંખોમાં આછીસરખી ચમક આવી ગઈ હતી અને ચહેરા પર હરામીપણું પણ પ્રગટી ગયું હતું.

દિલીપસિંહે સહેજ ખોંખારો ખાધો.

‘જોવો, આખા કામના સાત લાખ. રોકડા. નીકળી ત્યારે જ આપી દેવાના. ન્યાં ખાવું, પીવું ને રહેવું મારી ઉપર. નાના-મોટા ખર્ચાય મારી ઉપર. જોવો તમને કહું તો...’ દિલીપસિંહે આંગળીના વેઢે હિસાબ કરીને કહ્યું, ‘ન્યાં વાપરવા માટે અત્યારથી જ હું તમને લાખ-લાખ રૂપિયો આપી દઈશ. ખાવું-પીવું ને રહેવું મારી ઉપર, નાના ખર્ચા મારી ઉપર ને તમારે તમારી રીતે કાંય લેવું કે વાપરવું હોય તો લાખ રૂપિયા રોકડો; પણ એ ન્યાં જઈને એટલે તમે આંયા એ મૂકીને ભેગા નો આવો.’

‘આટલામાં બધુંય આવી ગ્યું?’

એકે સવાલ પૂછ્યો તો દિલીપસિંહને બદલે દિગ્વિજય તાડૂક્યો.

‘અલ્યા, કાંય માણા છો તું?’ દિગ્વિજયના મોઢામાંથી થૂંક ઊડતું હતું, ‘આનાથી બીજું વધારે શું હોય? બધુંય મળીને આ જ દસ લાખ રૂપિયા થઈ જાય. હવે સામેવાળો હાથમાં તને દ્યે, તારી માસીને તંબૂરો.’

‘એક મિનિટ...’ દિલીપસિંહે દિગ્વિજયને રોક્યો, ‘આ જે રકમ છે એ તો પેલા બે જણનું મેં કીધું એની છે. જો આંકડો ચારે પહોંચ્યો તો

ત્રણ-ત્રણ લાખ બધાયને બીજા દઈશ, પણ એ બે જણમાં પહેલાં સમય નથી વેડફવાનો.’

મંજૂર.

બધા એ એકઝાટકે હા પાડી

દીધી એટલે નવેસરથી ગ્લાસ ભરવાનું શરૂ થયું.

આ સાતમો ગ્લાસ હતો અને બધાને હવે એની અસર દેખાવા માંડી હતી.

આ અસર વચ્ચે જ એક જણે દિલીપસિંહને પૂછી લીધું.

‘બાપુ, જાવાનું ક્યાં છે એ તો ક્યો?’

‘પાકિસ્તાન...’ દિલીપસિંહે કોઈની પણ સામે જોવાની તસ્દી લીધા વિના જ કહ્યું, ‘ભૂપત બહારવટિયો ન્યાં છે, તેના ચમચા એવા કાળુની હારે. એની માટે ત્યાં જાવાનું છે.’

દિલીપસિંહ ઊભા થઈને બાથરૂમમાં ઘૂસી ગયા. કુદરતી હાજતે જવાની ઇચ્છા તો નહોતી, પણ પોતાના જવાબ પછી બાકીના સૌકોઈની હાલત શું થાય છે એ જોવાની તેમની કોઈ ઇચ્છા નહોતી એટલે આ પ્રકારની છૂટ લેવામાં તેમને હિત દેખાયું હતું અને તેમનું એ પગલું ખરેખર લાભદાયી જ રહ્યું હતું.

‘... ... ...’

દિલીપસિંહની ગેરહાજરીમાં સૌથી પહેલી માસમાણી ગાળ તેના નામની જ તેમના સાથીના મોઢામાંથી નીકળી હતી.

ર઼્ ર઼્ ર઼્

મોહમ્મદઅલી સૈયદની ૮૬ વર્ષની ઉંમર અને આ ઉંમરે નિદાન થયેલું ફેફસાંનું કૅન્સર. સ્વાભાવિક છે કે કૃષ થતા જતા શરીરે બરાબરનો જવાબ આપવાનું કામ ચાલુ કરી દીધું હતું; પણ બીમારી સામે નબળું શરીર હારતું હોય છે, મનોબળ નહીં.

‘પણ મેં તો તમને ક્યારેય સિગારેટ, બીડી કે હુક્કો પીતા જોયા નથી. તો આમ અચાનક...’

‘જરૂરી નથી કે ફેફસાંનું કૅન્સર એવી વ્યક્તિને જ થાય જેને ધૂમþપાનની આદત હોય. શરીરના કોષમાં કોઈ ખામી હોય તો પણ કૅન્સર થઈ શકે છે.’

બેગમ ઝાહિરાના પ્રfનમાં જરાય નવાઈ નહોતી. આ તેના માટે હકીકત હતી. એક પણ જાતનું વ્યસન ન ધરાવતા ખાવિંદને કૅન્સર નીકળે અને એ પણ છપ્પનની છાતી ધરાવતા છ ફુટના માણસને છાતીનું કૅન્સર નીકળે ત્યારે સ્વાભાવિક રીતે આ પ્રfન કોઈના પણ મનમાં જન્મે.

બેગમે સવાલ ખાવિંદને પૂછ્યો હતો, પણ જવાબ ડૉ. ઇશાક ખાને આપી દીધો હતો.

‘મોહતરમા, સારું છે કે આ કૅન્સર શરૂઆતનાં વષોર્માં નથી આવ્યું. જો એ સમયે આવ્યું હોત તો આજ કરતાં વધુ દુખ થયું હોત.’

‘સહી ફરમા રહે હો મિયાં...’ મોહમ્મદઅલીએ ખાંસીને દબાવતાં ડૉ. ઇશાક ખાનની વાતમાં સહમતી પુરાવી હતી, ‘ચાલીસે મરવાનું આવે તો બધાને દુખ થાય. હવે તો ૮૫ પૂરાં કરી નાખ્યાં... એકઝાટકે ખુદા ઉપર બોલાવે કે પછી કિસ્તોમાં ઉપર બોલાવે, આપણને શું ફરક પડે છે. જવાબદારીઓ પૂરી કર્યા પછી જે કંઈ જીવવા મળતું હોય છે એને નફો માનીને ખુદાની રહેમત સમજવાની.’

‘સાચી વાત મોહમ્મદચાચા... આઇ લાઇક યૉર સ્પિરિટ. બાકી મેં તો જોયું છે કે નેવું વર્ષે માઇનર હાર્ટ-અટૅક પછી પણ માણસો આ ટેબલની સામે બેઠાં-બેઠાં રડતા હોય છે અને જીવવા માટે ભીખ માગતા હોય છે...’ ડૉ. ઇશાક ખાને ડોક ઝાહિરા બેગમ તરફ ફેરવી, ‘આમ જુઓ, ગીરના સિંહ જ છેને આ...’

ગીરના સિંહ!!!

મોહમ્મદઅલી સૈયદના આખા શરીરમાંથી ઠંડીનું એક નાનકડું લખલખું પસાર થઈ ગયું. આંખ સામે ડાલમથ્થા સાવજ આવી ગયા. કનકાઈનો નેસ અને તાલાળાના કેસર કેરીના આંબા ખડા થઈ ગયા. ડૉક્ટર શું બોલે છે અને શું કહે છે એ શબ્દો પર હવે તેમનું ધ્યાન નહોતું. ખોળિયું લાહોરની યા ઉલ્ફત મલ્ટિ-લેવલ હૉસ્પિટલના કૅન્સર સ્પેશ્યલિસ્ટની ચેમ્બરમાં હતું, પણ મન સરહદનાં તમામ બંધનો છોડીને ગુજરાતના ગીરમાં પહોંચી ગયું હતું. ઠંડી હવાની લહેર અને મગફળી-કપાસના ખેતરની મીઠી ખુશ્બૂ તેમના નાકમાં ભરાવી હજી તો શરૂ થઈ ત્યાં ઝાહિરાના હાથે મોહમ્મદઅલીને વાસ્તવિકતાના દરવાજે લાવીને ખડો કરી દીધો.

‘ડૉક્ટરસાહેબ કહે છે એ સાંભYયું?’

મોહમ્મદે નકારમાં માથુ ધુણાવ્યું.

‘માફ કરજો, પણ હું કામની યાદી બનાવતો હતો.’

‘અરે, એવી કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. એટલું જલદી ખુદાના દ્વારે જવા નથી મળવાનું તમને... ચિંતા ન કરો. જો ટ્રીટમેન્ટ ન કરો તો પણ આરામથી એક-દોઢ વર્ષ ઘરે પસાર કરી શકશો અને ટ્રીટમેન્ટ શરૂ કરીશું તો ખુદા સાચી રીતે બોલાવે ત્યાં સુધી ખેંચી કાઢીશું...’

‘પેલું હજનું કહોને...’

ઝાહિરા સૈયદે ડૉક્ટરને વાતનું અનુસંધાન આપ્યું.

‘હા... એ તો સાવ ભુલાઈ જ ગયું.’ ઇશાક ખાન મોહમ્મદઅલી તરફ ફર્યા, ‘આપનાં બેગમને કહું છું કે હવે ખાવિંદને લઈને એક વાર હજ પર જઈ આવો... મક્કા-મદીના નવું આયુષ્ય આપી દે તો દીકરાના દીકરા રમાડ્યા પછી તેના દીકરા પણ રમાડી લેવા મળશે.’

- બેટા, મારું મક્કા તો મારું ગીર છે અને મારું મદીના તો ચોટીલા છે...

જવાબ કંઈક આવો આપવો હતો, પણ જૈફ મોહમ્મદઅલીને લાગ્યું કે અડધી સદીથી બાંધી રાખેલા ભૂતકાળની ટોકરી ખોલવાનો હવે કોઈ અર્થ નહીં સરે.

ડૉક્ટર એક વર્ષની વાત કહેતા હતા, પણ ફેફસાંમાં ફેલાયેલા કૅન્સરે બહુ ઝડપથી મોહમ્મદઅલી પર કબજો જમાવવો શરૂ કરી દીધો. એક જ અઠવાડિયામાં કીમોથેરપી શરૂ કરવી પડી. કીમોથેરપીની અસર ધાર્યા કરતાં વધુ વિકરાળ પુરવાર થઈ. મોહમ્મદઅલીના શરીરનાં અન્ય ઉપાંગો પર પણ એણે આડઅસર દેખાડી. શ્વેત થઈ ગયેલી દાઢીના વાળનો જથ્થો ધીમે-ધીમે હાથમાં આવવા લાગ્યો. દીકરી શાઇસ્તા પાસે એક દિવસ અરીસો માગીને ચહેરો જોયા પછી મોહમ્મદઅલીને પોતાનો જ ડર લાગી ગયો હતો. ૮૬ના આયુષ્યમાં પણ સિત્તેર કરતાં ઓછી ઉંમરના દેખાતા મોહમ્મદઅલી સૈયદ કીમોથેરપીને કારણે ફક્ત એક મહિનામાં ૧૦૬ના આયુષ્યના દેખાવા લાગ્યા હતા. શરીર કૃષ થઈ ગયું હતું અને હડપચીનાં હાડકાંઓ પણ ગળીને માંસપેસીઓ સાથે જોડાઈ ગયાં હતાં.

‘આટલો સોહામણો છો તો પછી બંદૂક શું કામ સાથે રાખે છે. ખાલી આંખોથી વાર કરશે તો પણ મારા જેવી કેટલીયે ઘાયલ થઈ જશે.’

ર઼્ ર઼્ ર઼્

એ સમયે ક્યાં કોઈને ખબર હતી કે આંખોથી ઘાયલ કરવાની ક્ષમતા ધરાવતા આ શખ્સને મારવા માટે માત્ર કુદરત જ નહીં, અન્ય પણ કેટલાક લોકો પાકિસ્તાનમાં ઊતરી આવ્યા છે. હવે જોવાનું માત્ર એ જ હતું કે એ મોત તરફ આગળ વધી રહેલી એ વ્યક્તિની પાસે મોત લઈને પહેલું કોણ પહોંચે છે?

અલ્લાહ કે પછી અલ્લાહે જેને બનાવ્યો છે એ હાડમાંસનો માણસ?

(વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK