વિક્રમના નવા વર્ષેનું સંકલ્પ કરશો?

જીવન તો એક સંગ્રામ છે. કદી તકલીફથી ભાગવું નહીં. ગમે એવી જિંદગી હોય અને જેકોઈ ઘટના આવી પડે એને ‘યસ’ કહેજો. એનાથી નાસવું નહીં. દુનિયા તો તમારા કરતાં ઘણી દુ:ખી છે. તમે ભાગ્યશાળી છો કે આ દિવાળી જોઈ, નવું વર્ષ જોશો. ઘણા જુવાનીમાં બીમાર પડ્યા છે હાયવોય કરીને.

 

(પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ)

વહી સચ્ચા વીર હૈ જો
હારકર ભી હારા નહી
જીત જાએ કે હાર
વીર કભી બેચારા નહી

- નરેન્દ્ર શર્મા

ઉપરની નરેન્દ્ર શર્માની કવિતા અને કવિ જોસેફ કૅમ્પબેલની કવિતા વિક્રમ સંવતના નવા વર્ષે વાચકો હૃદયસ્થ કરે. કવિ જોસેફ અંગ્રેજીમાં કવિતા ટાંકે છે :

The warrior's approach
is to say "YES" to life
participate joyfully
In the sorrows of the world
We cannot cure the
sorrows of world but We can
CHOOSE TO LIVE IN JOY.

જીવન તો એક સંગ્રામ છે. કદી તકલીફથી ભાગવું નહીં. ગમે એવી જિંદગી હોય અને જેકોઈ ઘટના આવી પડે એને ‘યસ’ કહેજો. એનાથી નાસવું નહીં. દુનિયા તો તમારા કરતાં ઘણી દુ:ખી છે. તમે ભાગ્યશાળી છો કે આ દિવાળી જોઈ, નવું વર્ષ જોશો. ઘણા જુવાનીમાં બીમાર પડ્યા છે હાયવોય કરીને.

આ નવા વર્ષે દુનિયાનાં દુ:ખમાં સહભાગી થવાનો સંકલ્પ કરો. તમે પોતે મહાન સુધારાવાદી લેખક હો કે પ્રવચનકર્તા હો તો તમારા શબ્દોથી કંઈ દુનિયાની પીડા મટવાની નથી. તમે માત્ર એક જણ પોતે તો આનંદમાં રહો તોય ઘણું છે. ‘જ્યારે તમે આ નઠારી દુનિયાને સુધારવાની વાત કરો છો ત્યારે નાહકના તમે જગતમાં કાજી બનો છો.’

માર્ક ટ્વેઇન કહે છે, અરે સાહેબ, દુનિયા તો પર્ફેક્ટ છે અને જો દુનિયા દોજખ બની હોય તો દુનિયા હંમેશાં જમાનાથી દોજખ જ રહી છે. રામના સમયમાંય રાવણ હતો. રાવણને માર્યો એટલે રામે ભારતવર્ષમાં કાયમ માટે રાવણવૃત્તિનો નાશ કર્યો નથી. રામરાજ્ય સપનું રહેવાનું છે. હાલની તકલીફ-આનંદના મિશ્રણવાળી જિંદગી જ હકીકત છે.

જગતભરમાં માર્ક ટ્વેઇનની વાર્તાઓનો ૭૨ દેશોમાં અનુવાદ થયો છે. તેણે ઘણી વાતોથી લોકોને પ્રેરણા આપી છે. તેની જન્મશતાબ્દી ગયે વર્ષે ઊજવાઈ ગઈ. માર્ક ટ્વેઇન ઈસુના નવા વર્ષે કહેતા કે ‘જો તમે દુનિયાને બદલી શકવાના નથી તો તમે એક જણ તો ટેસડામાં રહો. ટેસડામાં રહેવાનું વલણ દરેક વ્યક્તિ રાખશે તો જ આખી દુનિયા ઑટોમૅટિક સુખી થશે.’

તેઓ તેમના મિત્રોને કહેતા, જીવનમાં એકસરખા ઢાંચા કે ઢસરડામાંથી બહાર આવી જાઓ. યુવાવર્ગના જે લોકો પ્રેમમાં પડે પછી ‘રોમૅન્સ’ કરતાં અચકાય તેમને કહેતા, અરે, તમે પ્રેમી છો તો સમાજથી ડરો નહીં. ‘ખુલ્લંખુલ્લાં પ્યાર કરેગા...’ એવા મતલબની કવિતા કહેતા.

એક રવિવારે માર્ક ટ્વેઇન તેના મિત્ર સાથે ફરવા નીકળ્યા ત્યારે જોર-જોરથી વરસાદ પડવા લાગ્યો. ચારેકોર ઘટાટોપ વાદળાં જોઈને તેના નિરાશાવાદી મિત્રે કહ્યું, ‘ઓહ માય ગૉડ! કેવાં કાળાં ડિબાંગ વાદળો! તમને લાગે છે કે આ વરસાદ અટકશે?’

માર્ક ટ્વેઇને કહ્યું, ‘વરસાદ હંમેશાં અટક્યો જ છે એમ આજેય એ અટકશે જ. કશું જ પર્મનન્ટ નથી. એ વરસાદથી મૂંઝાશો નહીં. એને આવકારો. તાપ-તડકાને આવકારો. ઠંડી મોસમને આવકારો. તમે આવકારો કે ન આવકારો, ઋતુઓ પોતાની ફરજ બજાવશે. એવું જ સંકટોનું છે. તમારે કર્મ પ્રમાણે સારા-નરસા પ્રસંગો આવશે જ. નવા વર્ષે સંકલ્પ કરો કે તમે સંકટોથી ગભરાશો નહીં. સંકટોને ભેટશો તો એ જલદી ચાલ્યાં જશે. એનાથી ગભરાશો તો પાછળ પડશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK