મળો માટુંગાની મહારાણીઓને

સાત મહિના પહેલાં તેમની નિમણૂક થઈ ત્યારથી આજ સુધી તેમના પર અભિવાદનનો વરસાદ થયો છે. લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં નામ આવ્યા પછી હવે દેશના સવોર્ચ્ચ પદ પર બિરાજમાન વ્યક્તિએ પણ તેમની તારીફ કરી છે, જેનો ત્યાંના સ્થાનિક લોકોમાં પણ ગજબ પડઘો જોવા મળી રહ્યો છે. માટુંગા રેલવે સ્ટેશનના મહિલા સ્ટાફના મોટા ભાગના સભ્યો સાથે મિડ-ડેએ મુલાકાત કરી ત્યારે શું-શું જાણવા મળ્યું એ વાંચો આગળ

mayunga

રુચિતા શાહ

‘તમે તો અમારા માટુંગાને ફેમસ કરી દીધું’, ‘મૅડમ, તમને લોકોને અહીં જોઈને અમને ખરેખર ગર્વની લાગણી થાય છે’, ‘શું મૅડમ, બધું બરાબર ચાલે છેને, કંઈ કામકાજ હોય તો કહેજો’, ‘મૅડમ, તમારા બધાના આવવાથી અમારા માટુંગાની શાન વધી ગઈ છે’...

કંઈક આવા શબ્દોમાં સરેરાશ રોજના પંદરેક લોકો આવીને માટુંગા સ્ટેશનના સ્ટાફની ખબર પૂછી જાય છે. માટુંગા સ્ટેશનનાં મહિલા સ્ટેશન-મૅનેજર તો ઠીક, પણ બુકિંગ ક્લર્કથી લઈને ટિકિટ-ચેકર અને સફાઈ કરનારાં બહેનને પણ લોકોએ આવીને ખબર-અંતર પૂછી લીધા છે, અભિનંદન આપી દીધાં છે. લિમકા બુક ઑફ રેકૉર્ડ્સમાં પણ આ સ્ટેશનને સ્થાન મળી ગયું છે. એમાં હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની કામગીરીને બિરદાવીને તેમના ઉત્સાહમાં ઉમેરો કર્યો છે.

આમ તો સાત મહિના પહેલાં મધ્ય રેલવેના માટુંગા સ્ટેશનના પુરુષ સ્ટાફને રિપ્લેસ કરીને આખેઆખો સ્ટાફ મહિલાઓનો કરી દેવાયો. એ રીતે આ દેશનું પહેલું એવું રેલવે-સ્ટેશન બન્યું છે જે પૂરેપૂરી રીતે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે અને છેલ્લા છ મહિનાના ટ્રૅક-રેકૉર્ડને જોઈએ તો ૪૧ મહિલાઓ ખૂબ સારી રીતે આ સ્ટેશન હૅન્ડલ કરી રહી છે. મહિલા સશક્તીકરણના વડા પ્રધાનના અભિયાનને આગળ વધારવા માટે રેલવે-મિનિસ્ટર પીયૂષ ગોયલના અધ્યક્ષપદ હેઠળ મધ્ય રેલવેના જનરલ મૅનેજર દેવેન્દ્ર શર્માએ માટુંગા સ્ટેશનને સંપૂર્ણ મહિલા-સંચાલિત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો અને આ પ્રસ્તાવ પાસ થઈ ગયો. ૨૦૧૭ના જુલાઈમાં સ્ટેશન-માસ્ટરથી લઈને ટિકિટ-બુકિંગ ઑફિસર, ઍક્સિડન્ટ જેવી ઇમર્જન્સી વખતે કામ કરતા પૉઇન્ટ્સમેન, ટિકિટ-ચેકર, અનાઉન્સર, રેલવે પોલીસ ફોર્સ એમ તમામે તમામ વિભાગમાં માત્ર મહિલા-કર્મચારીઓની નિમણૂક દ્વારા એક ખાસ ઇતિહાસ રચાયો. આ સંદર્ભે મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુનીલ ઉદાસી કહે છે, ‘અમને મહિલાઓની ક્ષમતા પર પૂરો ભરોસો હતો. આમ જોવા જઈએ તો એક સ્ટેશનને હૅન્ડલ કરવું એ કોઈ સામાન્ય બાબત નથી. રોજબરોજનાં કામ સાથે ઇમર્જન્સી માટે પણ તૈયાર રહેવું પડતું હોય છે. ક્યારેક સિગ્નલ ખરાબ થઈ જાય તો મૅન્યુઅલી એને ઑપરેટ કરવું પડે, ક્યારેક પાટા ક્રૉસ કરતાં કે ટ્રેનમાં ટ્રાવેલ કરતાં કોઈ અકસ્માત થાય તો એ કેસ હૅન્ડલ કરવા પડતા હોય. બુકિંગ-કાઉન્ટર તો લગભગ ચોવીસ કલાક ચાલુ હોય એટલે ત્યાં નાઇટ શિફ્ટ કરવી પડે. આ બધામાં છેલ્લા છ મહિનામાં તેઓ ખરી ઊતરી છે. તેમની અપૉઇન્ટમેન્ટ થયા પછી તરત જ ઑગસ્ટમાં ખૂબ વરસાદ પડવાને કારણે પાણી ભરાયાં અને સ્ટેશન-માસ્ટરની ઑફિસ પણ પાણીમાં ગરકાવ હતી ત્યારે બે દિવસ સુધી સ્ટેશન પર જ રહીને લોકોને હૅન્ડલ કરવાની કામગીરી આ મહિલા સ્ટાફે ખૂબ સારી રીતે બજાવી હતી. મહિલા સંચાલિત સ્ટેશન માટે અમે માટુંગા સ્ટેશનની પસંદગી કરી હતી, કારણ કે ત્યાં કૉલેજ વધુ છે અને વિદ્યાર્થીઓની અવરજવર વધારે છે. મહિલાઓ ટીનેજર બાળકોને વધુ સારી રીતે હૅન્ડલ કરી શકે અને તેમની સમસ્યાઓને વધુ સારી રીતે સમજી શકે. તેમ જ યંગસ્ટર્સ હોવાને કારણે ત્યાં બીજાં ન્યુસન્સ પણ ઓછાં હોય.’

અત્યારે પરિસ્થિતિ એ છે કે માટુંગાની આસપાસની ઘણી કૉલેજોના વિદ્યાર્થીઓએ માટુંગા સ્ટેશનને સ્ટડી પ્રોજેક્ટમાં ઉમેરી લીધું છે. વિદ્યાર્થીઓ આવીને દેશના આ એકમાત્ર મહિલા-સ્ટેશનની સક્સેસ-સ્ટોરી વિશે અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત કોઈક ઇમર્જન્સીમાં વધુ સ્ટાફ પહોંચાડી શકાય એ આશયથી પણ રેલવે-ઑથોરિટીએ માટુંગા સ્ટેશનની પસંદગી કરી હતી. નજીકમાં જ દાદર સ્ટેશન અને માટુંગાનું વર્ક-સ્ટેશન હોવાને કારણે કોઈ પણ ઇમર્જન્સીમાં પાંચ મિનિટમાં જરૂરી મદદ પહોંચાડી શકાય એ બાબત રેલવે-પ્રશાસને બરાબર ધ્યાનમાં રાખી છે.

સોૂહલુો1

લગભગ સાત મહિનાના સમયગાળામાં એકસાથે માત્ર મહિલાઓ વચ્ચે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો એ વિશે ત્યાંના સ્ટાફ સાથે રૂબરૂ થવાનો અવસર મળ્યો ત્યારે અનેક મજાની વાતો જાણવા મળી. માટુંગા રેલવે-સ્ટેશનની બાગડોર સંભાળતા અને પહેલાં મહિલા સ્ટેશન-મૅનેજર તરીકે કામ કરી ચૂકેલાં સ્ટેશન-મૅનેજર મમતા કુલકર્ણી કહે છે, ‘હું જ્યારે રેલવેમાં આવી ત્યારે જ મહિલાઓ હોવાને કારણે મેં ઘણા પડકારોનો સામનો કરી લીધો છે. અરે, એક સ્ત્રી છે તો આ કૅટેગરીનું કામ કેમ કરી શકે, ઑપરેશન્સ પ્રોજેક્ટ કેમ હૅન્ડલ કરી શકાય જેવી લોકોની શંકાઓમાંથી પાર ઊતરતાં-ઊતરતાં અહીં પહોંચી છું. સ્ટેશન-મૅનેજરની ફરજ આગળ બજાવી ચૂકી છું એટલે કામ તો મને નવું નથી લાગતું. બલકે એમ કહીશ કે મહિલા હોવાને નાતે મહિલા તરીકે અન્ય મહિલા સ્ટાફરની પરિસ્થિતિ વધુ સારી રીતે સમજી શકું છું અને એને કારણે કામ વધુ સરળતાથી થાય છે. મહિલાઓ પરિવાર અને બાળકોની જવાબદારી સાથે પોતાનું બહારનું કામ પણ કરતી હોય છે. તેમના પર આ પ્રેશર હોય છે એટલે તેઓ પોતાના કામમાં વધુ સતર્ક અને નિપુણ હોય છે. જોકે આ બાબતમાં અમારી ક્ષમતાઓ પર ભરોસો થયો એ જ મને સૌથી સારી બાબત લાગે છે. બીજું, લોકો દ્વારા જે રીતે સરાહના થઈ રહી છે અને હવે તો પ્રાઇમ મિનિસ્ટરે પણ જે રીતે અમારું નામ કહ્યું છે એ પછી તો અમારો ઉત્સાહ વધ્યો છે. તમામ મહિલા-કર્મચારીઓને આ બાબતોએ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે.’

ડેડિકેશન સાથે વધુ સચોટ કામ કરવામાં મહિલાઓનો જોટો ન જડે. માટુંગા સ્ટેશનની તમામ મહિલા-કર્મચારીઓના કાર્યમાં પણ એ નિષ્ઠાભાવ દેખાય છે. જોકે મહિલા હોય ત્યાં હૂંફ હોય, સહેજ પારિવારિક માહોલ હોય અને થોડોક કલબલાટ હોય એ પણ આ સ્ટેશન પર તમને જોવા મળશે. એક મહિલા સ્ટાફર છેલ્લાં ૩૦ વર્ષથી રેલવેમાં કામ કરે છે. પરંતુ છેલ્લા છ મહિનામાં જે મજા તેણે કરી છે એવી મજા તેને ક્યારેય નથી આવી. તે કહે છે, ‘કામ તો અમે શ્રષ્ઠ રીતે કરીએ જ છીએ, પરંતુ કામની સાથે સેલિબ્રેશનનો માહોલ પણ હોય છે. એકબીજા સાથે ખૂબ સારો ઘરોબો થઈ જવાને કારણે રોજની લહાણી કરીએ. ખાવાપીવાનું શૅર કરીએ. તમામ સ્ટ્રેસ અને ચિંતાઓ એકબીજા સાથે શૅર કરીએ એટલે કામ કર્યા પછી પણ કામ કરવાનો ભાર નથી લાગતો. અહીં આવ્યા પછી મન હળવું થઈ જાય છે.’

એ વાત તો સાચી જ છે કે સ્ત્રીઓ હોય ત્યાં સહેજ પારિવારિક માહોલ બની જ જાય અને સાથે એકબીજા સાથે ગૉસિપ કરીને પોતાના મનની હળવાશ શોધી લેવાની ખૂબી પણ મહિલાઓને ગૉડગિફ્ટ મળી છે. જોકે શરૂઆતમાં કેટલીક મહિલ સ્ટાફર્સ અહીં પોસ્ટિંગ થવાની બાબતમાં ખુશ નહોતી. એનું કારણ હતી નાઇટ શિફ્ટ. પુરુષ સહકર્મચારી હોય તો નાઇટ શિફ્ટ પુરુષોને આપવામાં આવે અને મહિલાઓને મહિલા હોવાને કારણે એટલું કન્સેશન મળી જતું. જોકે અહીં તો એ શક્ય જ નથી. ટિકિટ-બુકિંગ વિભાગની કેટલીક મહિલાઓ આ સંદર્ભમાં કહે છે, ‘શરૂ-શરૂમાં રાતની ડ્યુટી કરવાની બાબતમાં સહેજ સંકોચ થતો હતો. પુરુષ સહકર્મચારી હોય તો તે હૅન્ડલ કરી લેશે એવો વિશ્વાસ હોય. જોકે હવે એ બાબતમાં પણ અમે સ્વાવલંબી બન્યા છીએ. અમારા મનના ખૂણામાં રહેલા ડરનો પણ સામનો કરવા મYયો. હવે અમે બધું જ હૅન્ડલ કરી શકીએ છીએ એ કૉન્ફિડન્સ અમારામાં પણ બરાબર જાગી ગયો છે.’

મહિલાઓ અહીં પોતાના કામ સાથે સ્ત્રીસહજ ગૉસિપ કરે છે, લડે-ઝઘડે છે અને હળીમળીને ખાણીપીણીની લહાણી માણે છે; પણ એક વાત સૌ એક સ્વરે સ્વીકારે છે કે માત્ર મહિલાઓ વચ્ચે કામ કરવાને કારણે કોઈ પણ જાતના સંકોચ વિના એકદમ ફ્રીલી રહી શકાય છે. કોણ શું કહેશે અને પોતાના મનની વાત કેવી રીતે કહેવી એ વાતનો ડર હવે તેમના જીવનમાં રહ્યો નથી. ઊલટાનું તેઓ પણ પોતાની આસપાસની મહિલા સાથે પોતાના મનની વાત કરીને પારિવારિક રીતે પણ વધુ હળવાશ સાથે રહી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK