કથા-સપ્તાહ - રાજા-રાણી (દરિયાકિનારે એક બંગલો... : ૩)

‘હાય...’ છેવટે ફોન પત્યાની ખુશીમાં સિમરન વૉશરૂમમાંથી પ્રગટી. મનોભાવ સમેટતા આલોકે રીસનું મહોરું પહેરી લીધું.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


‘જી મૅડમ...’ તે અદબથી ઊભો થઈ ગયો, ‘શું પસંદ કરશો? સ્ટ્રિપ-શો?’

‘આ...લોક...’ સિમરન ઘવાઈ, ‘નૉટ અગેઇન. આમ અતડો થઈને મૂડ ન ખરાબ કર.’

‘સૉરી મૅડમ.’ તેની અદબ ન છૂટી.

હવે સિમરને બટરિંગ વિના છૂટકો ન રહ્યો, ‘મૅડમ નહીં, રાણી...’ તેણે લાડ જતાવ્યાં, ‘ભૂલી ગયો?’

‘તમે રાણી છો એ નથી ભૂલ્યો, હું ગુલામ છું એ યાદ આવી ગયું.’

સિમરને હોઠ કરડ્યો. રાણીએ ગુલામને મનાવવો પડે એ કેવી સ્થિતિ! આલોકને નિહાળીને નિસાસો નાખ્યો : પણ છૂટકો નથી. આવો ગુલામ બીજો ક્યાં!

‘તું ગુલામ નથી આલોક...’

‘તો મને રાજા બનાવી દો...’ આટલું કહેતાં આલોકે સિમરનને બે હાથોમાં ઊંચકી લીધી. સિમરને પરવશતા અનુભવી, ‘એ કેમ બને?’

‘રાજાથી છૂટી થઈને...’ આલોકે તેની ગરદન પર હોઠ મૂક્યા.

‘એ પણ કેમ બને?’

‘તો પછી રાજાને હટાવીને...’

આલોકે તેને ભીંસી દીધી. સિમરનની બુદ્ધિ બહેર મારી ગઈ. અગાઉ ક્યારેય માણ્યું ન હોય એવા જોરમાં આલોક તેને ઘમરોળી રહ્યો છે. સિમરન તડપે છે, સળગે છે, ચિત્કારે છે; પણ આલોક વધુ ને વધુ બેરહેમ બનતો જાય છે.

‘બોલ, આશ્રયનો કાંટો ખેરવીને મને રાજા બનાવશેને?’

આક્રમણના મારા સાથે તે એકનો એક પ્રશ્ન પૂછતો રહ્યો ને રસભીની થતી સિમરન ચિત્કારી ઊઠી : હા, હા, હા!

અંતિમ જોશ ઠાલવતો આલોક તેના મદમસ્ત ઉરજો પર ઢળી પડ્યો ને ચહેરા પર સ્મિત ફરકી ગયું!

€ € €

‘વેકઅપ ડાર્લિંગ!’

આલોકના સાદે પાંપણ ખોલતી સિમરનને બારીમાંથી ચળાતો તડકો ભોંકાયો, ‘હેય, કર્ટન પાડ અને કપડાં ઉતારીને મારી પાસે આવ...’

‘નૉટ નાઓ હની...’ આલોકે મક્કમતાથી સંભળાવ્યું.’ તું ઊભી થઈ નાહી-ધોઈ લે. આજે આખો દિવસ આપણે માથેરાનમાં ફરવું છે.’

વૉટ ધ હેલ. હું તને અહીં સહેલગાહે લાવી છું?

તુમાખીભર્યો‍ પ્રશ્ન આલોકને નિહાળીને સિમરનના ગળે જ અટકી ગયો. તેનું સ્મિત કહેતું હતું - હું ગુલામ નથી રાજા છું, ભૂલી ગયાં?

ડેમ ઇટ. આના દિમાગમાં હવે આશ્રયની જગ્યા લેવાનું ભૂત સવાર થયું છે. આશ્રયને હટાવવાની હું હામી પણ ભરી ચૂકી છું! સિમરન કંપી ગઈ.

આલોક તો સિરિયસ્લી રાજા બનવાનું વિચારવા લાગ્યો!

- એમાં મારો જ ફાયદો નથી?

તૈયાર થતી વેળા સિમરનના દિમાગમાં એની એ જ ગણતરી ચાલી :

આશ્રય સાથેના સંબંધમાં હંમેશાં આલોકનો ભેદ ઊઘડવાનો ડર રહેવાનો. કોઈ પણ પતિ પત્નીની બેવફાઈ શું કામ સહી લે? જે ઘડીએ હું પકડાઈ, સમજો આશ્રયથી છૂટી. ડિવૉર્સના કૉમ્પૅન્સેશનમાં આ ઠાઠ થોડો રહેવાનો!

- આના કરતાં આશ્રયનું પત્તું સાફ કરું તો વિધવા તરીકે તમામ મિલકત મને મળે. હું જ રાજા - હું જ રાણી. થોડા દહાડા શોકનો દેખાડો કરીને આલોક સાથે ખુલ્લેઆમ સંબંધ રાખું તો પણ કોણ પૂછવાનું?

સાઉન્ડ્સ નાઇસ... યા, રિયલી નાઇસ!

એવા જ ઉમળકાભેર તેણે આલોકનો હાથ પકડ્યો, ‘ચાલો મેરે રાજા!’

મલકતા આલોકના ચિત્તમાં પડઘો પડ્યો : આવી ગઈને લાઇન પર! એક વાર ગુલામમાંથી રાજા બન્યા પછી રાણીનું શું કરવું એ પણ હું નક્કી કરીશ રાણીસાહેબા!

€ € €

કેવો બદલાવ!

ચાચા આશ્રય (આલોક)-સિમરનને નીચે આવતાં જોઈ રહ્યા : પહેલે દહાડે રૂમની બહાર ન નીકળનારા ગઈ કાલે કેટલું હર્યા-ફર્યા! આજે પણ ટટ્ટé તેડાવ્યાં છે. આવ્યા ત્યારે મૅડમ ઇન્ચાર્જ હતા, હવે સાહેબના સ્વરમાં સત્તા રણકે છે... ખેર, દામ્પત્યમાં આવું બનતું રહે...

‘નમસ્કાર ચાચા!’

આશ્રય (આલોક)ના અભિવાદનને તેમણે પ્રેમથી ઝીલ્યું. ‘આવો, બેસો.’

પછી હાંક મારી, ‘અરે બાબુ, ચાય-નાસ્તા લગા...’

થોડી આડીઅવળી વાતો ચાલી. માથેરાન કેવું લાગ્યું, ક્યાં ફર્યા... સિમરન ચૂપ રહી. તેને ઇરિટેશન થતું હતું : એ શું કૅરટેકર લેવલના આદમી જોડે ચર્ચા માંડવાની! ડ્રાઇવર છેવટે તો ડ્રાઇવર જ રહેવાનો.

સમય પસાર કરવા તેણે ચાચાની બાજુમાં પડેલાં છાપાં ઉઠાવ્યાં. હિન્દીભાષી આદમી ગુજરાતનાં, ગુજરાતી છાપાં વાંચે એ થોડું અજુગતું પણ લાગ્યું. પૂછી બેઠી : ચાચા, તમે ગુજરાતી વાંચો છો?

ચાચા મંદ મુસ્કુરાયા, ‘હું ગુજરાતનો જ છું બેટી’

ઓહ. સિમરન તેમને તાકી રહી : પઠાણી ડ્રેસમાં પડછંદ જણાતા ચાચાની ઉંમર સહેજે ૬૦-૬૫ની હશે તોય કેવા સ્ફૂર્તિલા ચુસ્ત જણાય છે... પાછા એકલા. આગળ-પાછળ કોઈ જ નહીં હોય?

નૉન્સેન્સ. સિમરનને જાત પર ચીડ ચડી : આલોકની કંપનીમાં હું પણ શું કૅરટેકરના હાલહવાલ જાણવા લાગી!

ચા-નાસ્તો સર્વ થાય એ દરમ્યાન તે પેપર ઉખેળી બેઠી અને અંદરના પાને છપાયેલા સમાચાર નજરમાં ભોંકાયા :

એક સમયના કુખ્યાત દાણચોર અલીબક્ષના દમણના બંગલાની વધુ એક વખત હરાજી!

મથાળા નીચે હેવાલ હતો...

દમણના ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટ તરફથી વધુ એક પ્રયાસરૂપે ચાર દિવસ પછી મંગળવારે અલીબક્ષની અન્ય પ્રૉપર્ટીઝ સાથે દરિયાકિનારે આવેલા બંગલાની હરાજી નિર્ધારિત થઈ છે. વાચકોને જણાવી દઈએ કે પ્રૉપર્ટી પર અલીબક્ષનો થપ્પો લાગ્યા પછી એને ખરીદવાની કોઈ હિંમત નથી કરતું. એ માટે ઑક્શનના અગાઉના પ્રયાસો પણ નિષ્ફળ નીવડ્યા છે...

હજી પંદર-વીસ-પચીસ વર્ષ પહેલાં દરિયારસ્તે સોના-ચાંદીની દાણચોરી વગોવાઈ હતી એ સમયે ગુજરાતના દમણકાંઠે અલીબક્ષના નામના સિક્કા પડતા. હવે તો તે જાણે ક્યાં હશે, પણ તેની ધાક હજીયે એટલી જ વર્તાય છે!

લો. અખબારની ગડી વાળતી સિમરનને થયું, પોલીસને કોઈ ગણતું નથી ને દાણચોરની આજેય ધાક પ્રવર્તે છે!

અને તેના દિમાગમાં કડાકો બોલ્યો:

મિલકતની હરાજી, ધમકી. હજી અહીં આવ્યા અગાઉ ટીવીના ન્યુઝ કાને પડ્યા હતા કે મિલકતની હરાજીથી ગિન્નાયેલા ડૉને સિરિયલ બૉમ્બથી હાહાકાર મચાવવાની ધમકી આપી છે!

આવાનો ધાક એટલો હોય છે કે પ્રૉપર્ટી મોકાની હોવા છતાં એને ખરીદવા કોઈ આગળ આવતું નથી... જુઓને, દમણમાં પણ ઑલરેડી પ્રયાસો થઈ ચૂક્યા છે, પણ ક્યાં મેળ પડે છે! હાસ્તો, આપણે હોંશથી મિલકત ખરીદીએ ને ગુંડા આપણને જ ઉડાવી દેવાના હોય તો...

સિમરનની ભીતર કશુંક ઊછળ્યું. મિલકત ખરીદનારને સ્મગલર ઉડાવી દે એટલે?

ધારો કે દમણની વિવાદિત પ્રૉપર્ટી આશ્રય ખરીદે તો અલીબક્ષ કે તેના આદમી આશ્રયને પતાવી દે એવું બનેને!

તો-તો અમારે ટાઢા પાણીએ ખસ જાય. એવું ન થાય તો પણ આશ્રયની હત્યા અલીબક્ષના નામે ઠોપી તો દેવાયને! પોલીસ પણ આ તર્ક અવગણી નહીં શકે...

સિમરન આલોકના કાનમાં ગણગણી : એક આઇડિયા સૂઝ્યો છે... લેટ્સ ગો ટુ રૂમ.

આલોકની કીકી ચમકી ઊઠી.

- ફરવાનો પ્રોગ્રામ કૅન્સલ કરીને બેઉ પાછા રૂમમાં ભરાઈ ગયાં? ચાચાએ અચરજ અનુભવ્યું. ખેર, દામ્પત્યમાં આવું પણ બનતું રહે!

€ € €

સિમરનનો દરેક તર્ક સચોટ હતો.

‘પ્રૉપર્ટી લીધાના અઠવાડિયામાં સ્મગલર હુમલો ન કરે તો તારે તેને પતાવવો પડે...’

આલોકે ડોક ધુણાવી : આટલું રિસ્ક તો મારે જ લેવું રહ્યું. આખરે રાજા પણ હું જ થવાનો!

‘ડન...’

પ્લાન ઘડતાં આલોક-સિમરનને જાણ નહોતી કે જે અલીબક્ષના નામે પોતે આશ્રયની કતલ થોપવા માગે છે તે બીજું કોઈ નહીં, આ બંગલાના કૅરટેકર ચાચા છે! ઑક્શનના ન્યૂઝ તેમને તો અગાઉથી મળી ચૂકેલા. જાણીને તેમના ચિત્તમાં શું રમી રહ્યું છે એની જાણ હોત તો?

€ € €

‘દરિયાકિનારે બંગલો... આ બંગલો! ’ આશ્રયે સૂના એકાંતમાં આવેલો બંગલો નિહાળ્યો.

માથેરાનમાં નક્કી થયા પ્રમાણે આગળ વધવામાં સિમરને ઢીલ ન મૂકી. આશ્રયને મુંબઈ ન આવવાનું કહીને પોતે એ જ બપોરે ડ્રાઇવરને લઈને કારમાં દમણ દોડતી આવી હતી... જાણે તેના વિના રહેવાતું ન હોય! ઑક્શન પહેલાં આશ્રયને તૈયાર કરવો આવશ્યક હતો.

આશ્રય સિલ્વાસાથી આવતાં તેને આશ્રયની સેલ્ફ-ડ્રીવન કારમાં અહીં લઈ આવી : આશ્રય, અહીં આવી એ દરમ્યાન મને એક બંગલો વિશે જાણવા મળ્યું જે મંગળવારે થનારા ઑક્શનમાં વેચાવાનો છે...

‘તારું ડ્રીમ ડેસ્ટિનેશન...’ આશ્રયે ડોક ધુણાવી, ‘જોતાં જ ગમી જાય એવી પ્રૉપર્ટી જોકે દાણચોરની છે એટલે વેચાતી નથી, રાઇટ? ’

‘સો વૉટ?’ સિમરને ખભા ઉલાળ્યા જાણે પડકાર ફેંકતી હોય, ‘તું દાણચોરથી ડરી જઈશ?’

- અને આશ્રયે આહ્વાન ઝીલી લીધું. ‘ભલે ડાર્લિંગ, તું કહે એમ.’

સિમરનનું હૈયું ધડકી ઊઠ્યું : આમ કહી તેં તારા ડેથ વૉરન્ટ પર સહી કરી દીધી, નાદાન!

€ € €

બંગલો નીરવ શાંતિમાં ઊભો છે. ક્યારેક અહીં કેટલી ચહેલપહેલ વર્તાતી. અંધારી રાત્રે હોડકામાંથી સોના-ચાંદીની પાટો ઊતરતી, બંગલાના ભોંયરામાં ઠલવાતી ને ત્યારે ઉપલા માળે કસ્ટમ્સના અધિકારીઓ શરાબ-શબાબની રંગરેલીમાં ડૂબ્યા હોય... બિના રોકટોકની દાણચોરી માટે એક જ નામ કાફી હતું - અલીબક્ષ!

ના, નામની ધાક તો આજેય એવી પ્રવર્તે છે કે તેની સંપત્તિનું વારંવાર ઑક્શન થવા છતાં કોઈ ખરીદદાર નથી મળતો!

- હકીકત એ છે કે મને આવી કોઈ પરવા જ નથી. બંગલા પરથી નજર વાળીને અલીબક્ષે કારની સીટ પર માથું ઢાળ્યું.

બેકારીએ પોતાને દાણચોરી તરફ વાળ્યો. કૅરિયરમાંથી ધ ગ્રેટ સ્મગલરનું બિરુદ પામીને દમણના દરિયાકાંઠે વરસો સુધી એકચક્રી શાસન ભોગવ્યું એ દરમ્યાન આઠ-દસ ખૂનો પણ પોતાના હાથે થયાં હશે... કાચા-પોચાનું તો અલીબક્ષના નામે હાર્ટફેઇલ થઈ જાય એ દમામ હતો.

પણ પછી વીસ વરસનો એકનો એક દીકરો ટૂંકી માંદગીમાં ઊકલી ગયો ને દસેક વરસ અગાઉ તેના ગમમાં ડિપ્રેશનમાં સરી પડેલી પત્નીએ દરિયામાં ડૂબકી મારીને આપઘાત કરતાં જીવન પ્રત્યે વૈરાગ્ય જન્મ્યો, ધંધો સાથીઓમાં વહેંચી પોતે માથેરાનમાં પ્રૉપર્ટી વસાવીને ત્યાં જ સેટલ થઈ ગયો. જાણીતા દાણચોરમાંથી અજાણ્યા ચાચા બની ગયા.

ગુનાનો હિસાબ તો એવું કહેતો હતો કે પોતે કાયદાના હવાલે થઈને સજા કાપવી ઘટે, પણ ઢળતી વયમાં જેલ-જીવનની વસમી મજૂરી પણ થવાની નહોતી ને ફાંસીની કલ્પના કંપાવી જતી....

દેખીતી રીતે પોતે અજાણવાટે નીકળી ગયેલા, પણ એ સાવ ગોપનીય પણ ક્યાં હતું? બે-ચાર જૂના વિશ્વાસુ સાથીઓને જાણ હતી, તેમની સાથેના સંપર્કો જીવંત હતા. તેમના દ્વારા કાંઠાની માહિતી મળતી રહેતી. પોતાનું નામ હજીયે ચલણમાં હોવાની માહિતી નવાઈ પ્રેરતી એમ એનું ગુમાન પંપાળવાનું પણ ગમતું.

‘તમારા બંગલાનું ઑક્શન થઈ રહ્યું છે.’

પ્રથમ વાર ઇન્કમ-ટૅક્સવાળાએ હરાજીની જાહેરાત આપતાં પુરાણા સાથીએ જ ધ્યાન દોર્યું હતું. પોતાની અમુક સંપત્તિ ઇન્કમ-ટૅક્સની ટાંચમાં હોવાની જાણ હતી, પણ એની હરાજી?

સમસમી જવાયેલું. છતાં એને ખરીદવાને બહાનેય જાહેર થવું નહોતું એટલે નિ:સ્પૃહતા કેળવી લીધેલી. જોકે વારંવારની હરાજી છતાં પ્રૉપર્ટી વેચાઈ નહીં, કેમ કે ખરીદનારને અલીબક્ષ નહીં બક્ષે એવી માન્યતા ઘર કરી ગઈ હતી જનમાનસમાં. આમાં થોડો જૂના સાથીઓનો પ્રચાર પણ ખરો. મોંઘા ભાવની મિલકત ખરીદી સુખનો જીવ દુ:ખમાં જ નાખવાનો હોય તો એવું કોણ પ્રિફર કરે?

પછીથી ભલે મારા કહેવાથી મારા પુરાણા સાથીમિત્રોએ ધમકાવવાનો પ્રચાર બંધ પણ કર્યો તોય હજી ઇન્કમ-ટૅક્સવાળાને સફળતા મળી નથી. હવે કાલના ઑક્શનમાં શું થાય એ જોઈએ!

માથેરાનમાં ફરી ઑક્શનના ખબર મળ્યા. ત્યારની ઇચ્છા હતી કે આ વખતે આનો નિવેડો આવવો જોઈએ. હરાજીના બહાને પણ લોકચિત્તમાં અલીબક્ષે જીવતા શું કામ રહેવું જોઈએ?

હોપ, મારો આ બંગલો વેચાય તો હું પર્સનલી એના ઓનરને મળીને ધન્યવાદ કરીશ! અલીબક્ષ તરીકેની ઓળખાણ ભલે ન આપું, તેને નચિંત રહેવા તો જણાવી જ શકું... એટલે તો ભાડાની કાર કરીને અહીં આવ્યો છું. હવે કાલે હરાજીનું શું પરિણામ આવે છે એ જોઈએ!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK