કથા-સપ્તાહ - રાજા-રાણી (દરિયાકિનારે એક બંગલો... : ૨)

‘લેટ્સ મેક લવ...’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


માથેરાનની પ્રાઇવેટ વિલાના સાઉન્ડપ્રૂફ માસ્ટર બેડરૂમમાં ધીમા સૂરે બજતા માદક સંગીતની તાલે આલોક વસ્ત્રો ઉતારતાં અશ્લીલ અંગમરોડ કરી રહ્યો છે અને પલંગ પર બેઠી સિમરન તેની કસાયેલી કાયાનો ઉઘાડ નિહાળીને આહ ભરી રહી છે...

હી ઇઝ ધ મૅન. અલ્ટિમેટ હી-મૅન.

મા-બાપની ગરીબીથી ત્રાસેલી સિમરને નક્કી ઠેરવ્યું હતું કે પોતે મામૂલી, ગરીબ આદમીને તો નહીં જ પરણે... અંગે યૌવન ફૂટ્યું એમ સુધારો આવ્યો - એ અમીર આદમી ખૂબસૂરત પણ હોવો જોઈએ!

આશ્રયમાં બેઉ ગુણ હતા. પથારીમાં રીઝવવાનો ત્રીજો ગુણ ગોવાના હનીમૂનમાં પુરવાર થયા પછી સિમરનને નચિંતતા હતી.... આઇ ગૉટ વૉટ આઇ ડિઝાયર્ડ, વૉટ આઇ ડિઝવ્ર્ડ!

આશ્રય રાજા-હું રાણી.

લગ્નની શરૂઆત ફેરીટેલ જેવી હતી. સિમરનને પોતાની શારીરિક પ્યાસનો અંદાજ હતો. લગ્ન અગાઉ ચારેક પુરુષોનો સંગ માણવાનું બનેલું એમાં પોતાની ભૂખ જ કારણભૂત હતી. આશ્રયથી એ સ્ખલન તેણે છુપાવ્યાં નહોતાં. જોકે આશ્રય એ ચારેય પુરુષોથી ક્યાંય વધુ કસવાળો નીકળ્યો. સમાજમાં, સોસાયટીમાં અમારી જોડી બહુ વખણાતી નહીં હોય; પરંતુ આશ્રયને કોઈની પરવા નહોતી એ સિમરનને ગમતું. આશ્રય તો તેને પિયર સાથે મેળ કરવા પણ કહેતો, સિમરન ધરાર ઇનકાર ફરમાવતી. પોતાને જેમ જીવવું છે એમ જ તે જીવતી અને એ આઝાદી પૂરી પાડનાર પતિને તે સ્નેહથી રસતરબોળ રાખતી...

તો પછી આમાં આલોકનો અવકાશ ક્યાં આવ્યો?

વેલ, મૅરેજનાં બે વરસ સુધી બધું બરાબર હતું, પણ પછી સિમરનને કશીક અતૃપ્તિ મહેસૂસ થવા માંડી. ક્યાંક કશુંક ખૂટતું હતું, પણ શું?

‘સિમરન, તને ગ્રે હેર ગમે?’ એક સવારે આશ્રયે પૂછ્યું હતું. કાન પરની બે-ચાર સફેદ લટ તો તેણે દેખાડતાં ભીતર શારડી જેવી ફરી હતી - ઓલ્ડ મૅન! આશ્રય ઘરડા થઈ ગયા, આટલા જલદી!

‘મૅડમ, મને ૩૭ થયાં...’

ઓહ, પતિ પોતાનાથી બાર વરસ મોટો છે એ જાણે હમણાં યાદ આવ્યું. સિમરન સહેમી ગયેલી. આમ ને આમ તો બે-ચાર વરસમાં આશ્રય મારા બાપ જેવો લાગવા માંડશે!

‘બટ આઇ ઍમ યંગ ઍટ હાર્ટ...’

વયભેદ સાથે પોતાના જ શબ્દો યાદ અપાવતાં આશ્રયને ખોટું સ્મિત આપવું પડેલું.

‘ડોન્ટ વરી, પાર્લર જઈને પાંચ વરસ નાનો થઈને આવું છું.’

એથી વધતી ઉંમર ઓછી એની અસર છોડવાની? સારા સુડોળ દેખાવા માટે તો ખેર મેકઅપથી માંડીને સર્જરી સુધીના ઉપાય અજમાવીને સમસ્યા નિવારી શકાય, બટ વૉટ અબાઉટ બેડ૦ટાઇમ? સિમરનના ચિત્તમાં ચિંતા ઘેરાવા લાગી. બીજા બે-એક વરસમાં તો આશ્રય પથારીમાંથી ઢીલાઢફ થઈ જશે, વાયેગ્રાના જોરે કેટલુંક ખેંચશે! એક તરફ ફાટ-ફાટ જોબનવાળી મારી ભરપૂર જવાની ને બીજી તરફ...

આશ્રય સાથેનો સમાગમ હજીયે એટલો જ એનર્જેટિક રહેતો, પોતે તેને એવરગ્રીન કહેતી એ વજૂદ વિના નહીં; પરંતુ કહ્યા પછી, સૂતા પછી કીડો ખદબદતો - આ સુખ ક્યાં સુધી!

પરિણામે પરિતૃપ્ત થઈ હોવા છતાં તેને પાછળથી અધૂરપ મહેસૂસ થતી - માનો ન માનો, આશ્રયનું જોમ ઘટતું જાય છે! અને પતિ બા...ર વરસ મોટો હોય ત્યાં આ સમસ્યા આજે નહીં તો કાલે આવવાની જ... ઓહ, પથારીમાં તે મને રીઝવી શકવાનો ન હોય તો શું કામનું લગ્નજીવન!

પણ લગ્નજીવનનો અંત આણવો મતલબ અમીરીનું ગળું ટૂંપવું! એ ન પરવડે. હું આશ્રયને ત્યજવા ન માગતી હોઉં તો પછી શારીરિક તૃપ્તિનો બીજો ઉપાય ખોળી રાખવો ઘટે. આશ્રય સિલ્વાસા હોય ત્યારે એસ્ર્કોટ તેડાવી શકાય... પણ ના, રોજ-રોજ નવો પુરુષ ઘરે આવે યા હું બહાર જાઉં તો લોકોની નજરમાં આવી જવાય...

આમ તો પોતે બિન્દાસ હતી, જે લાગે એવું કહેવા-કરવામાં સંકોચાતી નહીં; પણ આ મામલો નાજુક છે. પુરુષ તરીકે આશ્રયને જે સ્વાભાવિક લાગે એ પતિ તરીકે અવશ્ય ખટકે. દૂઝણી ગાયને નારાજ ન કરાય એટલી ઠાવકાઈ તો મારે પણ કેળવવી રહી... એના કરતાં કોઈ એક પુરુષની સોબત એવી રાખવાની કે મારો મતલબ પણ સરે ને કોઈને કશું ગંધાય પણ નહીં!

સિમરને નક્કી ઠેરવી દીધું. એનો અમલ પણ આદર્યો : જૂના સંપર્કો‍ની આડકતરી પૃચ્છા દ્વારા તેણે બે-ત્રણ જુવાનોના કૉન્ટૅક્ટ્સ મેળવ્યા. એ બધામાં આલોક તેને એક નજરમાં ગમી ગયો. ઇરરેઝિસ્ટેબલી હૅન્ડસમ.

આશ્રય સિલ્વાસા હતો એ દરમ્યાન એક બપોરે હોટેલરૂમમાં તેને તાણી જોયો:

‘આઇ વોન્ટ પર્મનન્ટ પર્સન. તું મને ગમ્યો તો હું તને મારા ડ્રાઇવર તરીકે રાખીશ. તારું મુખ્ય કામ મને રીઝવવાનું, બાય ઑલ મીન્સ.’

‘જી મૅડમ, એક ઠેકાણું હોય તો મનેય નિરાંત.’

‘વેલ, તો પછી વાટ શાની જુએ છે?’

અને પછી જે બન્યું એ સિમરનની ધારણા બહારનું હતું... આલોકમાં આખલાનું જોર હતું. તેના સ્પર્શે, હરકતોએ સિમરનની ભીતર આગ ઊઠતી હતી, બૂઝતી હતી. આશ્રય મહાબળેશ્વરનો પર્વત હોય તો આલોક હિમાલય હતો. તૃપ્તિની નવી જ વ્યાખ્યા તેણે સર્જી‍ આપી, જેને પહોંચી વળવું આશ્રય માટે કદી શક્ય બનવાનું નહોતું!

‘ડાર્લિંગ...’ વધુ એક રાત્રે આશ્રયને ‘એવરગ્રીન’નો ખિતાબ આપીને સિમરને વાત મૂકેલી, ‘મુંબઈના ટ્રાફિકથી તોબા. કાર ચલાવવાનો કંટાળો આવે છે. કૅન વી હૅવ અ ડ્રાઇવર?’

તે જાણતી હતી એમ આશ્રયને ઇનકાર હોય જ નહીં. પછી આલોકને રજૂ કરતાં વાર શાની?

‘આશ્રય, આજે માર્કે‍ટમાં મારી કાર અટવાઈ તો આ ભાઈ મદદે આવ્યા - ડ્રાઇવરી જ કરે છે. તેમને કામની જરૂર પણ છે. રાખી લઈએ?’

આશ્રયે થોડીઘણી પૂછપરછ કરી.

‘જી, અંધેરી રહું છું, સંસારમાં એકલો છું. તમે કહેશો એ ડ્યુટી મને ફાવશે.’ આલોક.

‘ડ્યુટી તારે મેમસાહેબની નિભાવવાની. તેમને કોઈ તકલીફ ન પડવી જોઈએ.’

એ વાત જુદી કે ત્યાર પછીની એકાંત મુલાકાતમાં સિમરને આલોકને કહ્યું હતું - તારી દરેક તકલીફ મને માન્ય છે, યુ ગૉટ ઇટ!

‘હા મારી રાણી.’

રાણી. સિમરન હસેલી - આશ્રય રાજા, હું તેની રાણી, આલોક અમારો ગુલામ... હું તેની પણ રાણી!

આલોક દર વખતે નવા રૂપમાં ઊઘડતો. સિમરન પણ એટલી જ બેશરમ બનતી.

પણ પછી આશ્રય સાથેનું સહશયન ફિક્કું લાગતું. જોકે એવું દર્શાવી શકાતું નહીં. રાજા કહીને તેને વધાવવો પડતો, દમણ પણ જવું પડતું - આશ્રયને વહેમ થવો જોઈએ નહીં. આલોકનું સુખ અકબંધ રાખવા હું ગમે એ કરી શકું! સિમરન કેફ ઘૂંટતી.

વીત્યા છ મહિનામાં આલોક તેની આદત બની ચૂક્યો હતો. ડ્રાઇવરના સફેદ યુનિફૉર્મમાં તે આકર્ષક દેખાતો. દેખાવ ખાતર સિમરન માલકિનની જેમ બિહેવ કરતી, ક્યારેક આશ્રય ન હોય ત્યારે પણ આલોક ખાડો પાડતો. કોઈને કશું ગંધાય નહીં એની ચીવટ બરાબર પળાતી.

હવે હિંમત-ઝંખના બેઉ વધી હોય એમ આશ્રય સિલ્વાસા જતાં માથેરાનનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો - કહી પણ દીધું, આલોકને લઈને જાઉં છું...

બાકીનું મભમ. આશ્રયે માની લીધું હોય કે માથેરાનમાં આમેય ઉપર વેહિકલ અલાઉ નથી એટલે ડ્રાઇવર ક્યાં પાછો ફર્યો‍ હશે અથવા એકાદ ઍવરેજ હોટેલમાં રહ્યો હશે.. એ મારી સાથે બેડ શૅર કરતો હોય એવી તો તેને કલ્પના નહીં હોય. અરે, ટૂરિસ્ટોને ભાડે અપાતા માથેરાનના આ પ્રાઇવેટ બંગલામાં આલોક આશ્રયના નામે, મારા પતિ તરીકે ગોઠવાયો હોવાની તો શક્યતા ન સૂઝી હોય!

આ ત્રણ દિવસ બસ હું, આલોક - નો ક્લોથ્સ, નો લિમિટ!

મ્યુઝિકે હવે રફતાર પકડી હતી. આલોકના બદન પરથી અંતિમ વસ્ત્ર હટ્યું ને ચિચિયારી સાથે સિમરને તરાપ મારી!

€ € €

‘ક્યા ચાચા. કૈસે-કૈસે લોગ આતે હૈ... સૂરજ માથે ચડ ગયા, પર ઉનકા દરવાજા ન ખૂલા. દો બાર જાકે આયા...’

સર્વિસબૉય બાબુની ટિપ્પણી પર ચાચાએ સ્મિત ર્વેયું.

લગભગ દાયકાથી પોતે અહીં શાંત, નિરામય જિંદગી ગાળવાના ઇરાદે વસ્યા છે. બંગલાનો માલિક પણ હું છું એવું કોઈ અહીં જાણતું નથી. બધા મને ગુજરાતથી આવેલો કૅરટેકર માને છે ને એ ભ્રમ મારે જાળવવો પણ છે...

બાકી બાબુની વાત તો સાચી. ભાતભાતના લોકો આવે છે અહીં. જૉઇન્ટ ફૅમિલી આવે ને કલશોર મચી જાય એ તો મને બહુ ગમે. સ્કૂલની ટ્રિપમાં બાળકો આવે એનોય આનંદ. રિટાયર્ડ દંપતી આવે તો ગપાટા મારવાનું પણ થાય. હનીમૂન કપલનોય અલગ ચાર્મ હોય...

ગઈ કાલે સાંજે પહોંચેલાં આશ્રય-સિમરન થોડાં જુદાં લાગ્યાં. આમ તો આ ઑફ-સીઝન છે એટલે ધાર્યું ડિસ્કાઉન્ટ કસ્ટમર મેળવી શકે, પણ નામ પૂરતોય ભાવતાલ નહીં. ચાર્જ બધો મૅડમના હાથમાં. ત્રણ દિવસનું ઍડ્વાન્સ પેમેન્ટ તેમણે જ કર્યું. બધું ફટાફટ. જાણે શેની ઉતાવળ હોય!

જોકે આજે બપોર સુધીયે તેમની રૂમનો દરવાજો ખૂલ્યો ન હોય તો પછી બીજો અર્થ રહેતો નથી... લાગે છે કે પતિ-પત્નીને મુંબઈમાં પૂરતું એકાંત નહીં મળતું હોય!

ચાચાના હોઠ મરકી ગયા. પોતે આઉટહાઉસમાં રહેતા. ત્યાં જ કિચન ચાલતું. ઉતારુઓ ઊઠ્યા જ નહીં એટલે બીજા સ્ટાફનેય નવરાશ હતી. ચાચાને હતું કે કંઈ નહીં તો કપલ સાંજે પગ છૂટા કરવા તો માર્કેટમાં નીકળશે... પણ ના, દરવાજો તો બંધ જ રહ્યો!

€ € €

આશ્રયનો ફોન!

કામચેષ્ટામાં ખલેલ સિમરનને ખટકી. મોબાઇલનો ઘા કરવાની ઇચ્છા થઈ; પણ ના, પતિદેવને એમ ટાળી શકાય નહીં! સિલ્વાસા હોય ત્યારે સવાર-સાંજ લાંબી-લાંબી વાતો કર્યા વિના તેમને નથી ચાલતું. પાછી વિડિયોચૅટ કરવા જોઈએ. સવારે તો હું ટાળી ગઈ, પણ અત્યારે... પાછો વેરણછેરણ રૂમ, પલંગ પર પથરાયેલો પુરુષ નજરે ચડ્યો તો-તો...

‘લેટ મી ગો...’ તેણે આલોકને કહેવું પડ્યું. બે-ત્રણ વાર કહેવા છતાં આલોક ન માન્યો ત્યારે બળ વાપરીને તેને અળગો કરવો પડ્યો : ક્યારની કહું છું તોય માનતો નથી!

‘સૉરી...’ આલોક રિસાયો હોય એમ પૂંઠ ફેરવી ગયો. ‘ભૂલી જવાયું કે હું પેઇડ પફોર્ર્મર છું, મારી શું હેસિયત!’

સિમરનનો જીવ કપાયો. હમણાંનું આલોકે રિસાવાનું ઠીક શીખી લીધું છે, પાછો સહેલાઈથી માનતો નથી. એક-બે વાર તો નોકરી છોડવાનું પણ બોલી ગયેલો... કમ્બખ્તે એવી લત વળગાડી છે કે તેના વિના ચાલે એમ નથી - બટ ફર્સ્ટ માય હસબન્ડ.

મન મક્કમ કરીને સિમરન વૉશરૂમમાં દાખલ થઈ, કૉલ રિસીવ કર્યો, ‘હાય હની...’

‘કેટલી વાર થઈ સિમરન? તું ઠીક તો છેને?’ આશ્રયની કાળજી તરવરી ઊઠી.

સિમરનને કશું સ્પશ્ર્યું નહીં, ‘યા ઑલ વેલ.’

હોપ, વાત પતે ત્યાં સુધી આલોકનો મૂડ બગડ્યો ન હોય!

€ € €

આલોકે આળસ મરડી. સામા વૉલમિરરમાં પોતાનું પ્રતિબિંબ સહેજ ગુરૂરપૂર્વક નિહાળી રહ્યો.

ઈશ્વરદત્ત રૂપને પોતે રોજિંદી કસરતથી એવું ઘડ્યું છે કે સિમરન જેવીઓ લાળ ટપકાવતી થઈ જાય છે! આલોકે વાગોળ્યું:

પોતે ઝાઝું ભણ્યો નથી, ભણવાનું ગમતું જ નહીં. રમત, કસરતના દાવમાં જ રસ. દોસ્તો પણ મારા શરીરની ઈર્ષા કરતા. માંડ બારમું પાસ કર્યું ત્યાં મા અને પછી પિતાનો દેહાંત થતાં આપકમાઈના દિવસો આવી ઊભા અને પોતાને ખબર પણ પડે એ પહેલાં સ્ટ્રિપ-ડાન્સ કરતો થઈ ગયો....

કામનો છોછ નહોતો. વળતર સારું હતું. વીસીમાં પ્રવેશ્યા પછી તો રાતોની રંગિનીયત માણતો પણ થયો.

ખરો મેળ પડ્યો સિમરનરાણીના આગમને! આલોકને સમજ હતી કે પોતાને ઝેલવો દરેકના બસની વાત નથી... સિમરન જુદી માટીની નીકળી. મારામાં જેટલી આગ હતી એટલી જ તેનામાં પ્યાસ હતી.

તેને ત્યાં હું ડ્રાઇવર તરીકે ગોઠવાયો. ધીરે-ધીરે તેનું સંસારચિત્ર ઉજાગર થતું ગયું. ઊંડે-ઊંડે સિમરનને પતિ સાથેનો વયભેદ કનડે છે, હવે મારી-આશ્રયની સરખામણીએ પણ ઓછું આવે છે... આશ્રય બિચારો પત્નીને આંધળો પ્રેમ કરે છે, આંખ મીંચીને ભરોસો કરે છે!

રાજા-રાણીના સંસારમાં હું શું કરું છું! મારે માત્ર ગુલામની જેમ જ રહેવાનું છે?

બધો આધાર રાણી પર છે. રાણી ધારે તો રાજાને પદભ્રષ્ટ કરીને ગુલામને રાજા બનાવી શકે એમ છે!

આલોક પાસે ડિગ્રી ભલે નહોતી, સંસારનું ગણિત બહેતર સમજતો હતો. જિંદગી આખી તનનો ઉઘાડ બતાવીને નથી કાઢવી... બહુ થયું. હવે સન્માનની લાઇફ જીવવી છે. સેટલ થવાની તક મને અહીં મળે એમ છે... સિમરનને મારી લત વળગી ચૂકી છે. રિસાઈને, એક-બે વાર નોકરી છોડવાની જીદ લઈને મેં આની ખાતરી મેળવી લીધી છે. તે જાણે છે કે પોતે ઇચ્છીને પણ મારો વિકલ્પ મેળવી શકે એમ નથી.

- તો પછી આનો ફાયદો કેમ ન ઉઠાવવો? માથેરાનની યાત્રાનો એ જ સબબ હોવો ઘટે. હોજા શુરૂ!

€ € €

ત્યારે દમણમાં...

‘જાહેરાતનો ફર્મો તૈયાર થઈ ગયો સાહેબ...’ ઇન્કમ-ટૅક્સની સરકારી કચેરીમાં સેક્રેટરી મૂર્તિએ અધિકારી શર્માસાહેબને ડ્રાફ્ટ દેખાડ્યો, ‘આમ તો ગયા વખતનું કૉપી-પેસ્ટ જ છે. તારીખ-સમય બદલાયાં છે માત્ર. મારી જાણમાં ચોથી વાર ઑક્શન થઈ રહ્યું છે. તમને શું લાગે છે, પ્રૉપર્ટી આ વખતે વેચાશે?’

શર્માએ નજર મેળવીને ખભા ઉલાળ્યા, ‘હોપ સો!’

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK