કથા-સપ્તાહ - વિજોગ (જ્ઞાન-વિજ્ઞાન - 3)

અર્ણવસિંહ છટ૫ટાય છે.

અન્ય ભાગ વાંચો
1  |  2  |  3  |  4  |


‘આ તબક્કે નતીજા પર આવવાની ઉતાવળ ન કરતો. પહેલાં કોઈ સુપર ઇન્ટેલિજન્ટ દિમાગની ચકાસણી કરી લેવી ઘટે.’

વીત્યા ચાર દિવસોમાં પોતે સંન્યાલસાહેબ જોડે વિશેષ ફોડ પાડ્યા વિના ચર્ચા કરી જોયેલી. તેમનું મંતવ્ય ધાર્યા મુજબનું જ હતું.

પણ એ દરમ્યાન કોઈએ કેમિકલ એક્સ વિશે સંશોધન કરીને જાહેર કરી દીધું તો મારી દાયકાની

મહેનત પાણીમાં!

અર્ણવસિંહને માલૂમ હતું કે દુનિયાભરની ન્યુરો ટીમ મગજ પર રિસર્ચમાં ડૂબી હોય છે. જે તારણ મેં તારવ્યું એ કોઈ બીજું પણ તારવી જ શકે. અહીં તો વહેલો એ પહેલો.

મારા હાથમાં આવી ચૂકેલો લાડુ કોઈ બીજું આરોગી જાય એ તો ડૂબી મરવા જેવું ગણાય. દસ વરસથી નથી હું સરખું ઊંઘ્યો, નથી કોઈ બીજી મોજમજા માણી. કલકત્તામાં મારા પેરન્ટ્સ મને પરણાવવાનું સમણું અધૂÊરું છોડીને સ્વર્ગે સિધાવ્યા. તેમનો શોક પણ પૂરો નથી પાળ્યો મેં... ઊલટું રિસર્ચમાં નામ કાઢીને તેમને ટ્રિબ્યુટ આપવાનું વિચારી રાખેલું એ બધા પર હાલ તો ‘થોભો’નું બોર્ડ મરાઈ ગયું છે!

થોભો, પણ ક્યાં સુધી?

ઓમકારનાથ જીવે છે ત્યાં સુધી!

મળેલા જવાબે અર્ણવસિંહની ધીરજ જવાબ દઈ ગઈ.

અંગે લકવો થયા પછી ઓમકારનાથે એકાંતવાસ ભલે સ્વીકાયોર્, તેમની બુદ્ધિમત્તાની તોલે આવે એવું ક્ષિતિજે દૂર-દૂર સુધી કોઈ નથી. મારે કરવા ઘટતું રિસર્ચ ઓમકારનાથના દિમાગનું જ હોય, પણ તે જીવે છે ત્યાં સુધીમાં તો બીજું કોઈ જરૂર કેમિકલ એક્સની શોધ કરી કાઢવાનું! નહીં... નહીં, એ નહીં બને. મારા જીવનનાં અમૂલ્ય દસ વરસ મેં બીજાને તાસકમાં ધરવા નથી વિતાવ્યાં...

મારે તો બનતી ત્વરાએ મારું કામ પતાવવું છે, બસ. પછી ભલે એ માટે મારે ઓમકારનાથને પતાવી દેવા પડે!

ઘાતકી વિચારના ઝબકારાએ પહેલાં તો અર્ણવસિંહ હેબતાયો, પણ સ્વાર્થ હાવી બને છે ત્યાં શાણપણ જવાબ દઈ જાય છે. અર્ણવસિંહને પણ ધીરે-ધીરે ખતરનાક વિચારનું વિષ પચતું ગયું. યા, મારા માર્ગની રુકાવટ ઓમકારનાથના દૂર થવાથી જ હટતી હોય તો તમારે જવું રહ્યું ઓમકારનાથ!

ગેટ રેડી ફૉર યૉર એક્ઝિટ!

€ € €

‘તબિયત જાળવજો, કાલ સવારની ટ્રેનમાં અમે નીકળવાના... હું મંગળવારે પાછી ફરીશ.’

બુધની રાત્રે તાનિયા ઓમકારનાથની રજા લઈને નીકળી. સ્કૂટીની ટેઇલ લાઇટ દેખાતી બંધ થઈ ત્યાં સુધી ઓમકારનાથ તેને બારીમાંથી તાકી રહ્યા. પછી બારી બંધ કરી. આવનારા દિવસોમાં શું થવાનું હતું એની બેમાંથી કોઈને ખબર નહોતી!

€ € €

હરહરગંગે!

શુક્રની બપોરે હરિદ્વાર પહોંચીને નદીતટે આવેલી ધરમશાળામાં થાળે પડી સોસાયટીનો સંઘ સંધ્યાઆરતી માટે નીકળ્યો. ઘાટ પર પહોંચતાં જ ગંગામૈયાનો ખળખળ પ્રવાહ જોઈને અભિભૂત થઈ જવાયું.

‘સ્નાન માટે આપણે સવારે આવીશું. અત્યારે આરતી પછી બજારમાં થોડું ફરી-જમીને રૂમ ભેગા થઈએ.’ સવિતામા પાડોશણો સાથે પાકું કરતાં હતાં. પાછળ તાનિયા ભાઈનો હાથ પકડીને ચાલતી હતી.

ભાવિકોની ભીડ વચ્ચે હરકી પૌડી પરથી આરતી માટે સ્થાન ગ્રહણ કરવાનું અનાઉન્સમેન્ટ થતું હતું. મોટા ભાગે સહેલાણીઓ સામા કાંઠે બેસી આરતી નિહાળવાનું પસંદ કરતા હોય છે. તાનિયા વગે૨ે પણ

નાનકડો પુલ ક્રૉસ કરી એ તરફ જતાં હતાં ત્યાં...

તાનિયા ચમકી. 

પુલ પરથી નીચાણમાં અમસ્તી જ નજર નાખતાં ભીડથી દૂર ઘાટની રેલિંગ પકડીને બેઠેલી સ્ત્રી પર દૃષ્ટિ પડી ને તાનિયા પૂતળા જેવી થઈ : આ ચહેરો!

નજર પાણીમાં ટેકવીને બેઠેલી તે સ્ત્રીના વદન પર બીજા કોઈ હાવભાવ નથી. જાણે પાણીમાં શું નિહાળતી હશે? આમ તાકવામાં તેની ભાવશૂન્યતા છે. જાજરમાન દેખાતી તે સ્ત્રીના ઉદાસ ચહેરાની રેખાઓ મને જાણીતી કેમ લાગે છે? બહુ જોયો છે આ ચહેરો. તીખાં નૈન-નક્શ, હોઠોની ફાડ...

અને તાનિયાની કીકીમાં ઓળખનો ઝબકારો ઊપસ્યો : આ તો વનદેવી!

રોજ જે ચહેરો ઓમકારનાથના ઘરે જોયો એના સાક્ષાત્કારે ભાઈની સોંપણી માને કરીને તાનિયા દોડી અને છેલ્લી ઘડીએ ઉભડક થઈને રેલિંગ પરથી પડતું મૂકવા જતી વનદેવીને તેણે ઝડપી લીધી.

‘છોડ મને, મરવા દે.’ વનદેવી અકળાયાં. નદીના વહેણને પોકાર પાડ્યો, ‘મૈયા, મને તારામાં સમાવી લે.’

‘સબૂર વનદેવી. તમને મરવા દઉં તો ઓમકારઅંકલને શું જવાબ આપું?

હેં.

ઓ...મ...કા...ર...નાથ! અજાણી યુવતી ઓમને અંકલ કહે છે. મને ઓળખી કાઢી! ભૂતકાળ સામે આવીને ઊભો છે એ ખ્યાલે વનદેવીને તમ્મર આવ્યાં અને તેમણે હોશ ગુમાવ્યા.

€ € €

‘વનની દેવી આટલી સુંદર હોય તો પુરુષ વસ્તીમાં શું કામ રહે?’

‘અચ્છા, તો જનાબ જંગલમાં વસવા માગો છો.’

‘હું તો દેવીના દિલમાં રહેવા માગું છું, પર્મનન્ટ્લી.’

‘ત્યાં જગ્યા એમ નહીં મળે. ભાડું ચૂકવવું પડશે. ’

‘સાત જન્મોના સાથનું વચન ભાડાપેટે ચાલશે?’

ઓમકારનાથે ધરેલા હાથમાં વનદેવી તેની હથેળી થમાવી દે છે ને ઓમકારના હોઠ તેના અધરોને પકડી લે છે... ત્રીસીમાં પ્રવેશેલી સ્ત્રીને ષોડશી બનાવી દે એવું એ ચુંબન હતું.

ખરેખર તો પ્રણયના ઝંઝાવાતની એ શરૂઆત હતી... તેત્રીસનો પુરુષ અને ત્રીસની સ્ત્રી કોઈ હિસાબે ટીનેજર ન ગણાય, પણ તેમનો રોમૅન્સ તો એવો તોફાની જ રહ્યો. અસાધારણ બુદ્ધિપ્રતિભાથી ઓપતાં સ્ત્રી-પુરુષની પ્રીતને પાંચ વરસે લગ્નનો મુકામ સાંપડ્યો. સુહાગરાતે સ્ત્રી ખળખળ નદી બની સુનામીનાં મોજાં ઉછાળતા સાગરમાં સમાઈ ગઈ હતી...

તેમના રોમૅન્ટિઝમમાં પાંડિત્ય નહોતું એટલે અહમ્, ઈગો, અભિમાન ક્યાંય આવ્યાં જ નહીં. પ્રણય કેવળ પ્રણય રહ્યો.

પછી મા બનવાના ખબર. વનદેવી ત્યારે ચાલીસને આરે.

‘આ સ્ટેજ પર પ્રેગ્નન્સી કૅરી કરવી જ મુશ્કેલ હોય છે, યુ નો હાઉ વી ટ્રાઇડ ફૉર ધેટ. લેટ્સ હોપ બધું સમુંસૂતરું પાર ઊતરે.’ વનદેવીને ફડક રહેતી અને જેનો ડર હતો એ જ બન્યું. છઠ્ઠા મહિને ગર્ભ પડી ગયો, વનદેવીનું માતૃત્વ વીંખાયું.

ઉદાસી તેનો સ્વભાવ બની ગઈ. બાળકી માટે લાવી રાખેલાં રમકડાં નિહાળતી રહે, તેના માટે નિહાળેલા દરેક સપના સામે હજાર અશ્રુ સારતી રહે... મનોચિકિત્સકની સારવાર ચાલુ હતી છતાં એ અવસ્થા જ એવી હતી કે ઓમકાર પણ તેને એકલી છોડતો નહીં. વનદેવીને પ્રવાસે લઈ ગયો, પાર્ટીઓમાં જતાં થયાં; પણ એ

મૂડ-ચેન્જ કામચલાઉ રહેતો.

ઓમ સાથે હોય ત્યાં સુધી વનદેવી કાબૂમાં રહે, પણ જેવો તે કામે જવાનો થાય કે દેવી તેને વળગી પડે : મારી દીકરી મારાથી દૂર થઈ, ઓમ તું તો ન થા!

અત્યંત મેધાવી સ્ત્રી અવશપણે પતિને હરદમ પાસે ઝંખતી. થોડો વખત તો ઓમે તેની જીદ ચલાવી, પણ પછી તેણે અક્કડ થવું પડ્યું. ‘દીકરીના આવ્યા વિના જવાનું દુ:ખ તારા જેટલું જ મને પણ છે દેવી, બટ વી હૅવ ટુ મૂવ ઑન. ’

ઓમકારનાથ વનદેવીને સ્વસ્થ કરવા વ્યસ્તતાના ખોળે બેસતા, પણ વનદેવીએ તો પીડામાંથી ઊભરવું જ ક્યાં હતું? ખાલી થયેલી કૂખે અશ્રુઓનો સમંદર ભરી દીધો હતો. તેમને આંસુ સારવા પતિના ખભાની અપેક્ષા હતી કેવળ, જે ન મળતાં દર્દ ગહેરું બનતું. કોઈ ઉપદેશ-સાઇકિયાટ્રિસ્ટની કોઈ સારવાર આમાં કામ ન લાગી.

ઓમ એટલા માટે વ્યસ્ત બનતા ગયા જેથી દેવીની પોતાના પરની ડિપેન્ડન્સી ઘટે, તે પોતાના કાર્યક્ષેત્રમાં ગૂંથાય... પરંતુ વનદેવી તો બેબીનાં ગૂંથેલાં મોજાં, સ્વેટર, ટેડીમાંથી જ ઊંચી ન આવે.

‘જોયું? તું ગઈ, તારા ડૅડી પણ મને છોડી ગયા... હું એટલી અળખામણી છું તમને?’

વનદેવી રડી પડતી. ઑફિસથી આવતો ઓમ એ જોતો અને નિ:શ્વાસ નાખીને આગળ વધી જતો : તને હમદર્દીની ટેવ પડતી જાય છે દેવી, એ પણ હેલ્થી સાઇન નથી!

તેનું જવું વનદેવીના કપાયેલા કાળજા પર નવા ઉઝરડા પાડતું : તમને મારા અશ્રુનીયે કિંમત નહીં ઓમ? તમારી પ્રથમ સગાઈ મારી સાથે છે ઓમ, તમારા કામ સાથે નહીં. એ તમને યાદ ન હોય તો...

- તો? તો શું?

- પ્રશ્ન ઝંપવા ન દે તો હોય એમ બેહોશ વનદેવીની પાંપણ તંગ થઈ. કપાળે સળ ઊપસી. ભૂતકાળની ભૂતાવળના જે વળાંકથી પોતે છટકવું હતું એ વળી સામે આવી જતાં છાતી હાંફવા માંડી, ‘નહીં’ની ચીસ નાખતાં બેઠાં થઈ ગયાં વનદેવી.

‘શીશ...’ તાનિયાએ એનો ભળતો અર્થ કયોર્, ‘ચિંતા ન કરો. તમે સલામત છો. આપણે સિટી હૉસ્પિટલની સ્પેશ્યલ રૂમમાં છીએ. ડૉક્ટરે કહ્યું જ હતું કે તમારી બેહોશી ચિંતાજનક નથી, કલાકેકમાં તમને હોશ આવી જવાનું. આપણે બેએ રાત અહીં જ રહેવાનું છે. તમારે કોઈને જાણ કરવી છે?’

વનદેવીએ ડોકુ ધુણાવી - ના.

‘લો પાણી પીઓ.’

બે ઘૂંટડા ગળીને વનદેવીએ ગ્લાસ ધયોર્. પૂછવાનું સૂઝ્યું, ‘તું છે કોણ?’

‘હું તાનિયા, ઓમકારનાથ અંકલની કૅરટેકર.’

€ € €

ઓ...હ.

વનદેવી હવે આત્મીયતાથી તાનિયાને નિહાળી રહી. અમારી કથા જાણનારી તાનિયા ઓમને દીકરી જેવી લાગી હોવી જોઈએ... ઓમે પોતાને શોધવા ડિટેક્ટિવ રોક્યો છે એ જાણીને ગદ્ગદ થઈ જવાયું.

‘પાંચ વરસની જુદાઈનો હવે અંત આવે છે.’ તાનિયાએ કહ્યું. પછી વનદેવીને જેનો ધ્રાસકો હતો એ પ્રશ્ન આવી ઊભો, ‘ઓમ અંકલને મેં હજી જાણ નથી કરી કેમ કે... તમે આત્મહત્યા શા માટે કરવા માગતાં હતાં એનો જવાબ મને નથી જડ્યો. પતિને જિવાડવા જે સ્ત્રી ખુદ પતિને ત્યાગે તેનું મનોબળ ભાંગે એવું શું બન્યું?‘

વનદેવી પળભર તાનિયાને તાકી રહ્યા. થોડા સમયમાં તેની કાળજી મને પરખાઈ ગઈ. નહીં, જેમાં મારા ઓમને વિશ્વાસ છે તેની સમક્ષ જૂઠ શું કામ કહેવું? વરસોથી ધબરાયેલો ભેદ મરતાં પહેલાં કોઈને કહેવાનો હોય તો એ તાનિયા જ હોય. 

‘મારી ઓમને લખેલી ચિઠ્ઠી વાંચીને તેં મને બહુ ઊંચા સ્થાને બેસાડી દીધી તાનિયા... પૅરૅલિસિસ પછી ઓમની હાલત મારાથી દેખી નહોતી થતી. તેના દિમાગમાં ઘૂમરાતા આત્મહત્યાના વિચારો મને પરખાતા, દુખાતા. મારા પુન: મિલનની આશમાં તેઓ જીવી જશે એ શ્રદ્ધા પણ સાચી; પરંતુ ઓમને, મારી ગૃહસ્થીને છોડવાનું એ જ કારણ નહોતું...’

તાનિયા ટટ્ટાર થઈ.

‘હકીકત તો એ કે ઓમને પરવશ નિહાળીને મારું પાપ મને ડંખતું હતું...’

પાપ?

વનદેવી આંખો મીંચી ગયાં. આ જ પળ છે દેવી, કહી દે નહીં તો ફરી ક્યારેય કહી ન શકીશ. ભીતરના ધક્કાએ તે બોલી ગયાં, ‘મારા સાજા-નરવા ઓમને પૅરૅલિસિસ વળગાવવાનું પાપ!’

હેં!

દીકરીના ગમમાં ડૂબેલાં વનદેવી પતિની સતત કંપની ઝંખતાં. હમદર્દીની આદતમાંથી પત્નીને બહાર કાઢવા ઓમ આકરા થઈને દૂર જતા, વ્યસ્ત રહેતા અને વનદેવી ભડકી જતાં : તમને મારાથી દૂર જવાનો આટલો જ ચસ્કો હોય તો તમે જઈ જ ન શકો એવું કંઈક હું કરી દેવાની!

‘હું પંકાયેલી ન્યુરો સજ્ર્યન... મોકાની ફિરાકમાં હતી. એ અરસામાં ઓમની તબિયત જરા બગડી. એમાં મેં એવું ઇન્જેક્શન આપી દીધું કે અઠવાડિયામાં ઓમનું કમર નીચેનું અંગ લકવાગ્રસ્ત બની ગયું!’

વનદેવીએ હથેળીમાં ચહેરો છુપાવ્યો. તાનિયા હતપ્રભપણે તેમને તાકી રહી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK