કથા-સપ્તાહ - વિજોગ (જ્ઞાન-વિજ્ઞાન - 2)

‘ગુડ મૉર્નિંગ!’

અન્ય ભાગ વાંચો
1  |  2  |  3  |ચોથી સવારે તાનિયાના રણકારે ઓમકારનાથને ખીલવી દીધા.

ઓમકારનાથની સવાર તાનિયાના આગમન સાથે થતી. ખરેખર તો તાનિયાની સ્કૂટી દૂરથી દેખાય કે નોકરવર્ગ અલર્ટ થઈ જતો. તાનિયા સૌને રાખે પ્રેમથી, પણ કામની ચોખ્ખાઈ-નિષ્ઠામાં બાંધછોડ ચલાવી ન લે.

‘આજે તું ખુશમિજાજમાં લાગે છે તાનિયા!’

‘એનું કારણ છે અંકલ...’ શરૂમાં તો તાનિયા ઓમકારનાથને સર કહીને સંબોધતી, પણ આત્મીયતા બંધાયા પછી વડીલતુલ્ય સંબોધનનો ઓમકારનાથનો આગ્રહ રહેલો. ધીરે-ધીરે તાનિયાને પણ એ ફાવી ગયેલું.

‘આગામી અઠવાડિયે રામનવમી નિમિત્તે અમારી સોસાયટીમાંથી હરિદ્વાર-હૃષીકેશની જાત્રા ઊપડે છે. કુલ છ દિવસના પ્રવાસમાં આજે જ મમ્મી-ભાઈનું નામ નોંધાવી આવી.’ તાનિયાએ લહેકાથી કહ્યું ‘એની ખુશી છે.’

‘વાહ!’ ઓમકારનાથને પછી સૂઝ્યું, ‘અને તું? તું કેમ નથી જતી?’

‘તમને એકલા મૂકીને? છ દિવસ?’ તાનિયાના લાડમાં બનાવટ યા ખુશામત નહોતી, નિતાંત સ્નેહ હતો, ‘હું ન જાઉં.’

ઓમકારનાથ ગદ્ગદ બન્યા, ‘તું આમ બોલે છે તાનિયા ને મને મારી નહીં જન્મેલી દીકરી સ્મરી જાય છે.’

તાનિયાથી અજાણ્યું ક્યાં હતું? અંતરંગ બન્યા પછી ઓમકારનાથે તાનિયાથી કશું છુપાવ્યું નહોતું.

‘અમારેય તારા જેવી દીકરી હોત તાનિયા, પણ પ્રેગ્નન્સીના છઠ્ઠા માસે ગર્ભ પડી ગયો... તે બેબી ગર્લ હતી!’

તાનિયા ઓમકારનાથની ઓછી જાણીતી પર્સનલ લાઇફથી માહિતગાર થઈ ચૂકેલી.

‘એક નજરમાં અમને પ્રેમ થયો’તો તાનિયા...’ ઓમકારનાથ ઘણી વાર એ સુખદ સ્મરણો વાગોળતા. તાનિયાને સમજાતું કે પોતાનું લેવલ પ્રખર વિજ્ઞાની સાથે તેમની થિયરી ચર્ચવાનું નહીં, પરંતુ તેમની આગળ લાગણીઓના હૂંફાળા વહેણને હું ઝીલી તો શકું!

કેવી હતી એ પ્રેમકહાણી?

ઓમકારનાથ ત્યારે ૩૩ના. ઑક્સફર્ડના કૉસ્મોલૉજી ડિપાર્ટમેન્ટના હેડમાંથી ડિરેક્ટર બની ચૂકેલા. એ અરસામાં નીવડેલા ન્યુરો સજ્ર્યન વનદેવી મહેતા યુનિવર્સિટીના સર્જરી ડિપાર્ટમેન્ટમાં એક્સપર્ટ લેક્ચરર તરીકે જોડાયાં.

ઓમકારનાથની પૃથ્વી જેવા બીજા ગ્રહની થિયરી હજી ત્યારે આવી નહોતી, પણ તેમના નામ-કામની મહત્તા અજાણીયે નહીં. આ તરફ વનદેવી પણ મેડિકલ વલ્ર્ડમાં મોખરાનું નામ.

‘અને તોય કેટલી સાદી-સરળ. યુનિવર્સિટીના ફંક્શનમાં અમે પ્રથમ વાર આમનેસામને થયા ને મારું હૃદય ધબકારો ચૂકી ગયું.’ એ દિવસો તાજા કરતાં ઓમકારનાથના ગોરા મુખ પર લોહી ધસી આવતું, ‘જરી ભરેલી વાઇટ સાડી, અંબોડામાં લાલ ગુલાબ... ઓહ શી વૉઝ ગૉર્જિયસ!’

તાનિયા કલ્પની શકતી હતી.

વનદેવી પણ ઓમકારનાથના ચાર્મથી મુક્ત ન રહી શક્યાં. પ્રેમમાં પાગલ બનવાની એ નાદાન વય નહોતી. બે અસાધારણ પ્રતિભાઓને કદાચ તેમના જેટલી જ અસાધારણતા આકર્ષી શકે એમ હતી. પ્રણય માટે ઉંમર કેવળ એક નંબર છે!

‘ભલે અમે મૅચ્યૉર એજમાં હતાં, પોતપોતાના ક્ષેત્રમાં અત્યંત વ્યસ્ત હતાં; યટ એકદમ તોફાની લવર્સ હતાં. અમારા પાંડિત્યનો આંચળો ઉતારીને મળતાં. અમારી ચર્ચામાં ફિઝિક્સ કે મેડિસિન ક્યારેય નહોતું. હું દેવી માટે કાર્ડ્સ બનાવતો, તે મને ભાવતો મગની દાળનો શીરો બનાવતી. ઇટ વૉઝ ફન, ઇટ વૉઝ લવ...’

ઓમકારનાથ સ્થિર થતા, ‘વૉઝ? અહં, અમારો પ્રેમ કદી ભૂતકાળ નહોતો... એ તો આજે પણ જીવંત છે.’

‘વનદેવી છોડી ગયાં છતાં?’ તાનિયા પૂછી બેસતી. લાગણી વહેંચતા થયેલા ઓમકારનાથના હૈયે બોઝ રહેવો ન જોઈએ... ભલે તેમનું દર્દ વહી નીકળતું.

‘વનદેવીનું મને છોડી જવું પણ પ્રણય જ હતો તાનિયા...’ ઓમકારનાથની વાણીમાં પોરસ પ્રગટતો, ‘મારી દેવી તો દેવી જ.’

કહીને તે વાગોળતા.

‘મારું રિસર્ચ પરાકાષ્ઠાએ હતું. એની વ્યસ્તતા વચ્ચે અમારે પરણવું નહોતું... એમાં બીજાં પાંચ વર્ષ નીકળી ગયાં. મારી થિયરી પછી દુનિયા માટે હું લેજન્ડ હતો. અમને બેઉને એકમેકની સિદ્ધિનો ગર્વ હતો, પરંતુ અમે એ દુન્યવી બાબતોથી ક્યાંય ઉપર હતા. હવે પરણીને એક છત્ર નીચે રહેતાં; એકબીજાના કામને પૂરતી સ્પેસ, રિસ્પેક્ટ આપતાં અને છતાં અમારું જીવન બહુ નૉર્મલ હતું. ટિપિકલ હાઉસવાઇફની જેમ દેવી મને પૂછે : આજે હું કઈ સાડી પહેરું? હું નાહીને નીકળું ને કપડાં પ્રેસ ન થયાં હોય તો હું પણ ટિપિકલ હસબન્ડ બનીને ચિલ્લાઉ : દેવી, મને મોડું થાય છે!

એ ઉદ્ગારો પડઘાતા હોય, લંડનની ભવ્ય વિલાનું એ સુખ તાદૃશ થતું હોય એમ ઓમકારનાથ અદૃશ્યને તાકી રહેતા.

‘મોડું થતું હોય તો આમ જ નીકળી જાઓ.’ દેવી ઓમકારનાથે વીંટાળેલો ટુવાલ ખેંચતી ને પછી બીજું બધું ભૂલીને તે પત્નીને લઈને પલંગમાં ખાબકતા... સમગ્ર બ્રહ્માંડની ઊર્જાનો વિસ્ફોટ અનુભવાતો.

સંતાનના વધામણાએ સુખની જાણે ચરમસીમા આવી... પણ છઠ્ઠા મહિનાના મિસકૅરેજ પછી સંસારમાં કશું બરાબર રહ્યું નહીં!

‘બીજા નૉર્મલ વુડબી પેરન્ટ્સની જેમ અમે પણ બચ્ચાનાં સમણાં સજાવ્યાં હતાં... દેવી તો માતૃત્વ માટે ઘેલી હતી. મોટી ઉંમરની પ્રેગ્નન્સી કષ્ટદાયક રહેવાની એની જાણ હતી. દેવી ખુદ ડૉક્ટર એટલે સચેત રહેતી. ઑનેસ્ટલી, અમે લૉસ માટે તૈયાર નહોતાં.’ ઓમકારના વદન પર પીડા અંકાતી, ‘ઍન્ડ ધૅટ ફૉચ્યુર્નેટ ડે અરાઇવ્ડ. વનદેવીને અચાનક જ બ્લીડિંગ શરૂ થયું એન્ડ...’

તેમનો નિ:શ્વાસ તાનિયાને દઝાડી જતો.

‘બાળકી ગુમાવવાના ટ્રૉમાએ દેવી ભાંગી પડી. વધુ વસમું એ થયું કે મિસકૅરેજે તેનું માતૃત્વ સદા માટે છીનવાઈ ગયું. છ-આઠ મહિના તો હું પણ મારું કામ બાજુએ મૂકીને તેના પડખે રહ્યો. તેને સાચવતો, અમે ફરવા જતાં... હું તેને કામમાં ખૂંપવા કહેતો, પણ દેવીએ પ્રૅક્ટિસ મૂકી એ મૂકી. તે મને સતત પાસે ઝંખતી, પણ એ ક્યાં શક્ય હતું? વી હૅવ ટુ મૂવ ઑન. દેવીને એ સમજાવવા ખાતર પણ મેં વ્યસ્તતા વધારી. બે-ત્રણ વરસ વીત્યાં ને પછી પૅરૅલિસિસનો હુમલો... ઘણી ટ્રીટમેન્ટ, થેરપી કરાવી પણ વ્યર્થ.’

કમરની નીચેનું અંગ ખોટકાઈ જતાં ઓમકારનાથને નિરાશા ઘેરી વળી. પોતે કોઈ ફિલ્મી હીરો નહોતા કે દેખાવની પરવા કરવી પડે. છતાં વ્હીલચૅર પર પોતાને જોઈને લોકો બિચારાપણાની દયા ખાય એ મંજૂર નહોતું.

‘મેં બૅકસીટ સ્વીકારી લીધી. અમે ઇન્ડિયા આવી ગયા. હવે અમે સતત સાથે રહેતાં દેવી મારી ખૂબ સંભાળ લેતી, પણ હું તેને શું સુખ દઈ શકું છું એ વિચારતાં જ મને રડવું આવી જતું. ક્યારેક વિનાકારણ નોકરો પર ગુસ્સો થઈ જતો. હું બ્રહ્માંડમાં નવા ગ્રહની સાબિતી આપનારો પોતાના પગ પર ઊભો નથી રહી શકતો? અરીસામાં જાતને જોતો ને સમસમી જવાતું. પ્રાત:ક્રિયા માટે પત્ની તો ઠીક, મેઇડનો સહારો લેવો પડે એ મરવા જેવું લાગતું.’

વનદેવીને એનો અંદેશો હતો. ઓમકારનાથની સાઇકિયાટ્રિક ટ્રીટમેન્ટ પણ સમાંતરે ચાલુ હતી. છતાં મનમાં આત્મહત્યાના વિચાર ઘૂમરાવા લાગ્યા હતા...

‘દેવીથી એ બધું ન જોવાયું એટલે તે છૂટી થઈ... ’ ઓમકારનાથ ભીનો સાદ ખંખેરતા, ‘એક પત્ર છોડીને જાણે ક્યાં ખોવાઈ ગઈ! જો આ વાંચ...’

ઓમકારનાથે રૂમના લૉકરમાં સાચવીને રાખેલો પત્નીનો આખરી પત્ર પણ તાનિયાને વંચાવ્યો હતો. ગુલાબી કાગળ ૫૨ મરોડદાર અક્ષરમાં લખાયેલો પત્ર તાનિયાને આજેય શબ્દશ: યાદ છે:

મારા પ્રાણોથી પ્રિય ઓમ,

માનું છું કે તમારી સાથે ન થવાનું થયું... પરંતુ હું તમારી પાસે છું છતાં તમને કદાચ એ હૂંફ નથી મળતી જે તમારો ઘા ભરી શકે. મારી કોઈ કારી ફાવતી નથી. તમારી ઉદાસીનું આવરણ ઘટ્ટ થતું જાય છે અને હવે તો... તમને બંગલાની બાલ્કનીની પાળી પકડીને નીચે ભોંયને તાકતા જોઉં છું ને મારા પેટમાં ફાળ પડે છે. કદી ઍપલ કાપવા લીધેલી છૂરીને કેવી શૂન્યતાથી તાકતા હો છો એની તમને ખબર પણ છે? ગઈ કાલે તમે મને પૂછ્યું : સ્લીg૫ગ પિલ્સની કેટલી ગોળી ઓવરડોઝ ગણાય?

મારું કાળજું ફફડે છે ઓમ. શું ચાલી રહ્યું છે તમારા મનમાં? આત્મહત્યા? વાય ઓમ, વાય! પંગુતાએ તમને આટલા પરવશ બનાવી દીધા? તમારી પાછળ મારું શું થશે એનો વિચાર તો કરો! મારા માટે આ બધું અસહ્ય બનતું જાય છે ઓમ. હું તમને આમ જોઈ નથી શકતી એટલે જ તમારાથી દૂર જાઉં છું, છૂટી થવા માગું છું... કેમ કે જાણું છું કે મને ફરી મળવાની આશા તો તમને જિવાડશે જ. એટલું જ મને જોઈએ.

એ આશામાં હું પણ જીવતી રહીશ... ભલે તમારાથી દૂર, ગુમનાનીમાં. તમને જિવાડવાની, ધબકતા રાખવાની કોઈ પણ કિંમત મને માન્ય.

કાયદાકીય કાગળિયાં કરતી જાઉં છું, પણ એ તો દુનિયાની ફૉર્માલિટી માટે. બાકી આપણો તો સાત જન્મોનો સંબંધ થયા ઓમ. આ જન્મનું આને અલ્પવિરામ ગણજો... જતી વેળા ઓમ તમને તમારું અધૂÊરું મિશન પણ યાદ અપાવતી જાઉં છું. તમે થિયરીમાં સાબિત કરેલો પૃથ્વી જેવો ગ્રહ હજી વાસ્તવમાં શોધવાનો બાકી છે. માનવજાતના કલ્યાણ માટે પણ તમે જીવજો. મારી યાદ આવે ત્યારે જાતને એમાં ડુબાડી દેજો. એનાં વેવ્ઝ આપોઆપ મારા સુધી પહોંચશે.

ઈશ્વરે ઇચ્છ્યું તો આયખાના અંત પહેલાં એક વાર અવશ્ય મળીશું... મારી રાહ જોજો હો!

- માત્ર તમારી જ દેવી!

શબ્દેશબ્દમાં પત્નીનો પ્રેમ છતો થતો હતો. પતિને આત્મહત્યાથી વારવા પત્ની આ હદે પણ જઈ શકે! પતિને અપાર ચાહનારી જ આવો નિર્ણય લઈ શકે, આમ વિચારી શકે! આમાં દામ્પત્યનો આદર્શ નીતરતો હતો. તાનિયા આ અદ્ભુત જોડીને મનોમન નતમસ્તક થઈ રહેલી.

‘અને જો હું જીવી ગયો...’ ઓમકારનાથ કડી સાંધતા, ‘મારી નિરાશા બદલ આજે અફસોસ પણ થાય છે. જોકે દેવીને મળવાની લાલસા મને જિવાડે છે એ પણ એટલું જ સાચું. તેના કહ્યા પ્રમાણે જાતને રિસર્ચમાં મગ્ન રાખું છું. તેં તો ઉપલા માળની લૅબ જોઈ છે. આવશ્યક સાધનો વસાવી રાખ્યાં છે. મુંબઈમાં જીવ ઊબકાયો એટલે ખંડાલાના ઘ૨ે બધું શિફ્ટ કર્યું છે. નિશ્ચિત વતુર્ળથી બહાર મારા રિસર્ચની જાણ નથી રહી, કેમ કે મારે પબ્લિસિટી નથી જોઈતી...’

તાનિયાને એનું કારણ સમજાતું હતું. આપણું મીડિયા અન્યોની પ્રાઇવસીને માન આપવામાં માનતું નથી. ઓમકારનાથની બીમારી પછી મીડિયાને થિયરીથી વધુ ચાવ પત્નીના છૂટા થવાની વાતને ચગાવામાં હોય, વનદેવીની કૂથલી ઓમકારનાથને ક્યારેય સ્વીકાર્ય ન હોય...

‘મારી બીમારી અને પછી વનદેવીના વિજોગમાં મેં સ્વયંને સાવ એકાકી કરી દીધો હતો તાનિયા, તેં મારી ચેતના જગાડી. હવે થાય છે કે આ વરસો મેં ખોટાં વેડફ્યાં. વનદેવીની ભાળ કઢાવી હોત તો... ’

‘એમાં મોડું ક્યાં થયું છે?’ તાનિયા બોલી ઊઠેલી, ‘આપણે આ કામ કોઈ પ્રાઇવેટ ડિટેક્ટિવને સોંપી દઈએ તો... એ લોકો બીના કૉન્ફિડેન્શ્યલ રાખવા બંધાયા હોય છે.’

થોડી અવઢવ પછી ઓમકારનાથ તૈયાર થયા. મુંબઈનાં બે-ચાર સગાંમાં આડકતરી પૂછપરછ કરીને ખાનગી જાસૂસનો રેફરન્સ મેળવ્યો. જાણીતા ગુનાશોધક નિકામને વનદેવીની શોધનું કામ ગયા મહિને સોંપાયું પણ છે, એના ફાઇનલ રિપોર્ટ્સની જ રાહ જોઈએ છીએ અમે!

‘મને ખાતરી છે કે મુંબઈથી શુભ સમાચાર બહુ જલદી આવવાના.’ અત્યારે પણ તાનિયાએ આશાવાદ ઉચ્ચાયોર્.

‘હું તો કહીશ કે એ સમાચારની દુવા માટે જ તું તીર્થસ્થાને જઈ આવ... તારાં મમ્મી-ભાઈ પ્રત્યે તારી ફરજ પહેલી તાનિયા.’

તાનિયા સમજી ગઈ કે મને મમ્મી-ભાઈ સાથે મોકલવા ઓમકારનાથે એવું કારણ ઊપજાવ્યું કે ઇનકાર ન થાય.

‘ભલે...’ તેણે સંમતિ દર્શાવી ને ઓમકારનાથ બારી તરફ વળ્યા.

વળી આભમાં નવી ઉષા નિખરી રહી હતી. પંખીઓના કલરવમાં લતાની ભજનાવલિ ભળતી હતી.

સવારના આ દૃશ્યમાં વનદેવીની પણ હાજરી હોય તો સોનામાં સુગંધ ભળી જાય! આપણા વિજોગનો ક્યારેક તો અંત આવશેને?

અને ઓમકારનાથની આંખો વરસી પડી.

(ક્રમશ:)


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK