કથા-સપ્તાહ - વેર (સળગતો દાવાનળ - 5)

‘કહું છું કે હોળાષ્ટક પતે એટલે અંશુનાં લગ્નનું ગોઠવી દઈએ...’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


ચારુબાળાબહેને રાત્રે બેઠકરૂમના એકાંતમાં વાત છેડી, ‘તમને નીમામાં સાચે જ વાંધો નથીને?’

પતિને નખશિખ જાણતાં ચારુબહેને મુદ્દાનો સવાલ પૂછી લીધો.

શનિવારની રેઇડના બનાવને આજે તો બીજા ત્રણ દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ વિશ્વંભરથી ભુલાતું નથી. કોઈક છે જે મને બદનામ કરવા માગતું હતું, ફસાવવા માગતું હતું - યા છે. પણ કોણ? જાણ્યા વિના ચેન પડે એમ નહોતું, ત્યાં લગ્નની વાતોમાં તો રસ પડે જ ક્યાંથી?

‘અત્યારે મારું માથું ન ખા.’  

છણકો કરી તેઓ પડખું ફરીને સૂઈ ગયા. ચારુબાળા ગમ ખાઈ ગયાં. પતિ સામે બોલાય એમ પણ ક્યાં હતું? અમીરીના સ્ટેટસની લત વળગાડીને તેમણે જાણે એ વીટો પાવર પોતાની પાસે રાખ્યો છે. વટની ટેવ પણ કુટેવ જેવી છે.

ભારતમાં હતાં ત્યારે પરિસ્થિતિ જુદી હતી. ના, અમે પૈસાપાત્ર તો પહેલેથી, પણ પછી અનુભવે વ્યાપારમાં ઝંપલાવી વિશ્વંભરે ‘નાથ’ને એક બ્રૅન્ડ બનાવી દીધી. રાજનેતા, બૉલીવુડ - વિશ્વંભરનાં કનેક્શન ક્યાં નહોતાં! એનો ભરપૂર ફાયદો ઉઠાવી વિશ્વંભરે દીકરાઓને પણ પોતાના ઢાંચામાં જ ઢાળ્યા, મોટાની પત્નીને પણ.

જોકે દરેક બાજી ક્યારેક તો સમેટાતી જ હોય છે.

‘અહીંના દહાડા ભરાઈ ગયા...’ સરકારના ખાતામાંથી, રીઢા રાજકારણીઓની હરકતોથી સિગ્નલ મળવા માંડ્યાં હતાં અને બસ, અગમચેતીપૂર્વક વિશ્વંભરે દેશ છોડવાનો નિર્ણય લઈ લીધો.

ના, તેમને વાર્યા તો પોતે પણ નહોતા. આપણે આપણું સુખ પહેલાં વિચારવાનું. ભારતને બદલે અમેરિકામાં એવા જ ઠાઠથી રહેવા મળતું હોય તો ખોટું શું? અને અમે જાણતા હતા, કે ક્યારેક તો આ દિવસ આવવાનો જ...

બેશક, બદનામી ખૂબ થઈ, એવું નીમાએ કહેલું ત્યારે સહેમી જવાયેલું, પણ પછી એનો ડર કે ભોંઠપ, રાખ્યાં નથી - ગામના મોઢે ગળણું ન બંધાય! અહીં આવ્યા પછીય વિશ્વંભરે ભારતમાં કેસ નબળો કરવાનાં ચક્કર ચાલુ રાખ્યાં એટલે પણ મામલો ધીરે-ધીરે કરતાં ઠંડો પડતો ગયો... અહીં સેટ થયા છીએ, બેઉ દીકરાઓના પોતાના બિઝનેસ છે. નાના અંશુમાને દુલ્હન તરીકે તેની સેક્રેટરીને પસંદ કરી એ સ્ટેટસરૂપ નહોતું જ. નાથની પુત્રવધૂ અનાથ, મામૂલી બાળા? નીમા પ્રત્યેની લાગણી તો અમારો દેખાડો કેવળ.

વિશ્વંભરે ભલે દીકરાનો મિજાજ જોઈ હામી ભણી, પણ ડૅડે ચારુબાળાબહેનને કહ્યું હતું કે કોઈક રીતે વિશ્વંભર નીમાનું પત્તું કાપી નાખવાના! ૬ મહિનાનો સમય તેમણે અમથો નહીં માગ્યો હોય! પણ હવે તો એ મુદ્દાનોય આરો આવવાનો... એટલે તો પોતે હોળાષ્ટક પછી લગ્નની જાહેરાતનું પૂછી લીધું, પણ જુઓ તો કેવો છણકો કરીને સૂઈ ગયા. જાણે શું ચાલતું હશે તેમના મનમાં?

છટપટી, મોં ફુલાવીને ચારુબાળાય સૂઈ ગયાં.

€ € €

ના, વિશ્વંભર નીમાને વહુ બનાવે જ નહીં, પણ પહેલાં અંશુમાનને સિક્યૉર કરી નીમાનો કાંટો કાઢવાનો હતો... એના એકબે વિકલ્પ વિચારી રાખ્યા છે એમ છતાં અત્યારે તો ચિત્ત છાના દુશ્મનને તરાશવામાં ચોંટ્યું છે. કોણ છે મારો વિઘ્નસંતોષી?

વિશ્વંભરને જવાબ મળે એ પહેલાં હોળી આવી પહોંચી અને...

€ € €

‘આજે હોળી.’

ગુરુની વહેલી સવારે પોતપોતાની રૂમ પર નીમા-આદર્શે પોતાનાં માબાપને વંદન કયાર઼્, ‘આજે વેર વસૂલવામાં પાછાં ન પડીએ એટલા આશિષ આપજો.’

બેઉને લાગ્યું જાણે પપ્પા-મમ્મી ‘તથાસ્તુ’ બોલી રહ્યાં હોય!

€ € €

‘આજે સીધા ઘરે નથી જવાનું...’

ગુરુની સાંજે ઑફિસથી નીકળી કારમાં ગોઠવાતા વિશ્વંભરે આદર્શને કહ્યું. આમ તો આદર્શે‍ પાછલા ચારેક દિવસથી ડ્યુટી રાબેતા મુજબ રિઝ્યુમ કરી દીધેલી, પણ ૩-૪ દહાડાની એ રજાઓમાં શું બન્યું એની ભનક પણ કયાં છે વિશ્વંભરને!

‘વિલ્સન સ્ટ્રીટ લઈ લેજે...’ બાકીનું વિશ્વંભર મનમાં બોલ્યા, ત્યાં પ્રાઇવેટ ડિટેક્ટિવ મૅથ્યુને મળવાનું છે. મારા છૂપા દુશ્મનને પારખવાનું કામ તેને સોંપવું છે, અગાઉ પણ બિઝનેસના કામ અંતર્ગત તેની મદદ લીધી છે એટલે માણસ વિશ્વાસુ છે, પાવરધો પણ ખરો. નીમાને દૂર કરવાનું કામ પણ તેને જ સોંપ્યું હોય તો? મૅથ્યુ સબ બંદર કા વેપારી જેવો છે, ચીટિંગ કે ફ્રૉડ જેવા કોઈ કેસમાં નીમાને ફસાવી અંશુથી કાયમની દૂરી સર્જી શકાય...

ત્યાં કાર અટકતાં મનગમતી કલ્પના વગોળતા વિશ્વંભર ઝબક્યા. ચમક્યા... 

‘શું થયું?’ પૂછતાં આજુબાજુ

જોયું. સાવ નર્જિન લેન પર આદર્શે ગાડી ઊભી રાખી, ‘પણ આ અમે આવ્યા ક્યાં?’

‘સૉરી સર...’ અદબથી પાછલો દરવાજો ખોલીને આદર્શ સૉરી શું કામ બોલે છે એ સમજાય એ પહેલાં તેના એક જ ચૅપથી વિશ્વંભરનાથે હોશ ગુમાવ્યા.

€ € €

ભાન આવ્યું ત્યારે વિશ્વંભરે ખુદને અંધારા ઓરડામાં ખુરશી પર બંધનગ્રસ્ત પામ્યા. ના, બોલાયું કે ચિખાયું પણ નહીં, કેમ કે હોઠ પર ટેપ ચોંટાડાઈ હતી. ભય, વિહ્વળતા તેમની કીકીઓમાં આવી વસી.

‘અત્યારથી આવા ભયભીત થઈ ગયા?’

રૂમના જ એકાદ ખૂણેથી આવતો અવાજ પરખાયો - આદર્શ!

ખરેખર તો આદર્શ તેમને લઈને નીમાના અપાર્ટમેન્ટ પર આવ્યો હતો. કર્ટન પાડીને રૂમમાં જાણીજોઈને અંધકાર રાખ્યો હતો.

‘ચિંતા ન કરો, તમને હું અડીશ પણ નહીં, બસ, એક લાઇવ ટેલિકાસ્ટ દેખાડવા માગું છું એ જોતા રહેજો.’

લાઇવ ટેલિકાસ્ટ...! વિશ્વંભરના કપાળે સળ ઊપસ્યા.

‘શો શરૂ થવામાં હજી વાર છે.’ આદર્શનો અવાજ જરા નજીકથી આવ્યો, ‘એ પહેલાં તમને હું તેની પૂવર્ભૂશમિકા બાંધી દઉં... આ કથાનો ખલનાયક એક અત્યંત અમીર ડાયમન્ડ-કિંગ છે જે ૬ વર્ષ અગાઉ ભારતની બૅન્કને સુવડાવી પોતાના પરિવાર સાથે લહેરથી અમેરિકામાં રહે છે, વધુ સફળ બિઝનેસ ચલાવે છે...’

આ તો મારી જ વાત! વિશ્વંભરની છાતી હાંફવા માંડી.

‘પણ તેના પાપે અસંખ્ય લોકોની જીવનમૂડી ધોવાઈ ગઈ, કેટલાય પરિવારો પર દુ:ખના ડુંગર તૂટ્યા એનો હિસાબ પણ તેણે જ ચૂકવવાનો હોયને!’

આદર્શે મોં પરથી પટ્ટી હટાવી હોત તો વિશ્વંભર તાડૂક્યા હોત - હિસાબ કેવો ને વાત કેવી?

‘આજે એનું મુરત છે...’ આદર્શે રિમોટની સ્વિચ દબાવતાં સામી દીવાલે જડેલી ટીવીસ્ક્રીન ઝળહળ થઈ.

પોતાની વિલાના દીવાનખંડમાં પત્ની, મોટો દીકરા અને વહુ તથા અંશુમાનને પોતાની જેમ સોફા પર બંધક બનેલાં જોઈ વિશ્વંભરની આંખો ફાટી ગઈ. બધાં જોકે બેહોશ લાગ્યાં, તેમના પર પાણી છાંટી હોશમાં આણતી નીમાને જોઈને ડોળા ચકળવકળ થયા.

ત્યાં સુધી આદર્શે નીમાને મિસ્ડકૉલનું સિગ્નલ આપી સૂચન કરી દીધું કે અહીં લાઇવ ટેલિકાસ્ટ ચાલુ થઈ ચૂક્યું છે.

નીમા કૅમેરા તરફ આવી, હાથ હલાવ્યા,

‘કળિયુગના રાવણ, દેશની નિર્દો‍ષ પ્રજાના રૂપિયા લૂંટી તેં તારી લંકા સોનાની બનાવી, આજે એનું દહન જો.’

આટલું સાંભળતા જ વિશ્વંભરની છાતીમાં કળતર ઊપડ્યું.

‘તમે ચતુર છો, મિસ્ટર નાથ. એટલું તો સમજી ચૂક્યા હશો કે હું અને આદર્શ છદ્મવેશે તમારે ત્યાં રહ્યા... પહેલાં અમારી ઓળખ જાણી લો...’ નીમા કહેતી રહી.

€ € €

વિશ્વંભરને ગૂંગળામણ થતી હતી. પોતે ભારતના નબળા કાયદા, ભ્રષ્ટ તંત્ર પર મુસ્તાક હતા પણ પોતાના સ્કૅમને કારણે દુભાયેલા જીવ આ રીતે ત્રાટકશે એવી ધારણા નહોતી. આદર્શનાં માબાપનાં કથા-પરિચય કદી અણસારમાં નહોતાં, હા એક ઔરત બળેલી તેનો ઢાંકપિછોડો કરવા ખાસ્સા રૂપિયા વેરવા પડેલા, પરંતુ નીમા તેની દીકરી હોઈ શકે એવી કલ્પના કેમ થાય?

‘વેરનું ધ્યેય લઈ હું અમેરિકા આવી, અનાથ કન્યા તરીકે સેટ થઈ, પછી અંશુમાનને પલોટ્યો...’

નીમા કહેતી હતી ત્યારે સોફા પરનાં બંધકો હોશમાં આવતાં જતાં હતાં - અરે આ શું! અમે સૌ તો ઇન્ડિયન સોસાયટીમાં હોલિકાપૂજન માટે તૈયાર થયાં હતાં. એટલામાં નીમા આવી, તેની પાછળ ઊભેલા આદર્શને ચારુબાળાબહેને કહ્યું, ‘જા, તારા સાહેબને તેડી લાવ!’

‘આપ સૌ શરબત પીઓ પછી આદર્શ નીકળે છે’ રસોડામાંથી જાતે કેસરનું શરબત લઈ આવેલી નીમા ટહુકી. મીઠું શરબત પીધા પછી જાણે શું થયું, હવે હોશ આવ્યો તો આ સ્થિતિ! નીમા શું બબડી રહી છે? 

બંધ મુખે અંશુમાને કશુંક બડબડ કરતાં નીમાનું ધ્યાન ગયું,

‘ઓહ, તમે સૌ ભાનમાં આવી ગયાં! સૉરી તમને આ સ્થિતિમાં લાવવા માટે ઘેનનું શરબત પાવું પડ્યું, તમને બાંધીને આદર્શ નીકળ્યા... નોકરવર્ગને મેં છુટ્ટી આપી દીધી છે - ના, વિશ્વંભરની ચિંતા ન કરો. તેઓ આપણને જોઈ રહ્યા છે.’

ચારુબાળા, વદાંત-શ્વેતા-અંશુમાન હેબતાયાની જેમ નીમાને તાકી રહ્યાં. વળી નીમાએ ફોડ પાડતાં ચહેરા પર કાળાશ છવાઈ, અંશુમાન ખળભળી ઊઠ્યો - ‘મારા પરિવારને નુકસાન પહોંચાડવા તેં મને પ્યાદું બનાવ્યો?’

‘એવું જ સમજી લો.’ નીમાએ ખભા ઉલાળ્યા, ‘વિશ્વંભરના પાપે અમે માબાપ ગુમાવ્યાં, હવે પોતાના પાપે તે તમને ગુમાવે એ જ કવિન્યાય થયોને. આખરે તેના પાપમાં તમે સૌ ભાગીદાર...’

કહી નીમાએ કાર્બો‍ ઉઠાવી કેરોસીન છાંટવા માંડતાં બંધકોના મુખ પર ભય થીજી ગયો. એ દૃશ્ય જોતાં વિશ્વંભરને તમ્મર આવ્યાં. ના, નીમાની નજર સમક્ષ બંધકો નહીં, પોતાની મા તરવરતી હતી. આજે એનું તર્પણ થયું! સંતોષ અનુવભતી નીમાએ દીવાસળી

ચાંપી દીધી, ભડકો થયો અને નીમા સરકી ગઈ.

નજર સામે પરિવારને બળતો ભાળીને વિશ્વંભર ખળભળી ઊઠ્યા, પોતાનું લાચાર-બેબશપણું ડંખ્યું. ધીરે-ધીરે આગની જ્વાળાએ વિલાને ઝટપમાં લીધી અને સર્વસ્વ સ્વાહા થતું ભાળીને વિશ્વંભર હસવા લાગ્યા...

તેમનું ચિત્તભ્રમ થઈ ગયું હતું!

નજર સામે પરિવારને મારી વિશ્વંભરને જીવતેજીવ દોઝખ આપવાનું વેર કોઈને ઘાતકી લાગે, પણ નીમાને એની દ્વિધા નહોતી. આદર્શનો એમાં સાથ હતો - ડ્રગની સજાથી આ સજા બહેતર ગણાય... આપણું વેર દાખલારૂપ બની રહેશે!

€ € €

‘વિશ્વંભરનું કુટુંબ આગમાં ભસ્મ, ખુદ બિઝનેસ ટાયકૂન પાગલ!’

અરેરાટી મચી ગઈ. વિશ્વંભરનું નીમાના ફ્લૅટમાં બેહોશ મળવું, નોકરોનાં બયાન, ઘ્ઘ્વ્સ્ કૅમેરા વગેરેની ચકાસણી કર્યા પછી નીમા-આદર્શની ભૂમિકા સંદિગ્ધ લાગતી હતી, પરંતુ તેઓ અમેરિકા છોડી ચૂકેલાં.

‘અમે ગુનેગારો નથી,

ક્રાન્તિકારી છીએ.’

ઘટનાના ત્રીજા દહાડે સોશ્યલ મીડિયામાં આદર્શ-નીમાની સહિયારી નોંધ ફરતી થઈ. પોતાના કૃત્ય, કાર્યકારણનો ખુલાસો આપી તેઓ ઉમેરે છે - ‘બેશક, અમારા પગલાથી લોકોની મૂડી પાછી નહીં આવે કદાચ, પરંતુ અમારું પગલું આવનારા તમામ સ્કૅન્ડલ્સના કર્તાઓ માટે ચેતવણીરૂપ છે. કાયદો કે ભ્રષ્ટ તંત્રનો તમને ડર નહીં હોય, પરંતુ અમારો ડર રાખજો. ફરી આવું કરનાર કોઈ શખસને અમે નહીં છોડીએ. તેમને સાથ આ૫ના૨ સરકારી અધિકારી યા કર્તાહર્તા પણ સાનમાં સમજી લે. આ જ અમારો જીવનસંકલ્પ. લંકા બાળવાનો શોખ હોય તે જ

રાવણ બને.’

સનસનાટી મચી ગઈ. આદર્શ-નીમા નૅશનલ હીરો બની ગયાં. તેઓ આજે પણ ગુમનામીમાં જીવે છે. સંસાર માંડ્યો છે, પણ તેમનો વંશવેલો આગળ નહીં વધે, ક્રાન્તિના પથ પર આટલું બલિદાન તો હોય જને.

પણ તેમની ચેતવણીની એ અસર જરૂર છે કે ત્યાર પછી ફરી કોઈ બૅન્ક ડુબાડીને ફ૨ા૨ બન્યું નથી! આનંદ તો એનો જ હોયને!

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK