કથા-સપ્તાહ - વૈદેહી (એ દિલ-એ-નાદાન - 2)

આજે મેં આ શું જોયું!અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


બપોરની રાત થઈ છે, પણ વૈદેહીના મનોમસ્તિષ્કમાંથી નિસર્ગના ઘરનું દૃશ્ય હટતું નથી. એ તન્વીભાભી જ હતાં અને નિસર્ગ સાથે દેહસંબંધ ધરાવતાં જ હોય એમાં મીનમેખ નથી. મન મનાવવા ખાતર પણ મેં જોયેલા દૃશ્યનો બીજો અર્થ નીકળતો નથી. તન્વીભાભીને ક્લીન ચિટ અપાય એમ નથી. આદર્શ પત્ની, ભાભી, વહુનો પાઠ ભજવતાં તન્વીભાભીને મેં આવાં નહોતાં ધાર્યાં!

નિસર્ગ સાથે તેમનો મેળ ક્યાંથી બેઠો હશે! શક્ય છે, વિવિધ પ્રકારની એજન્સી ધરાવતાં તન્વીભાભી એવા જ કોઈ કામે નિસર્ગને મYયાં હશે, લંપટ આદમીએ તેમને પોતાની જાળમાં ફસાવ્યાં હશે....

બેઉના મેળાપનો વૈદેહીનો તર્ક સાચો હતો, પણ નિસર્ગે તન્વીને ફોસલાવ્યાની ગણતરી તેને જ બેબુનિયાદ લાગી - તન્વીભાભી કંઈ મુગ્ધ વયની ષોડશી નથી. પરણેલાં છે, આત્મનિર્ભર છે, આત્મવિશ્વાસુ છે, તેમને એમ કોઈ ભોળવી ન શકે. આમાં ક્યાંય કશી મજબૂરી પણ નથી જણાતી. નિસર્ગ કુંવારો છે, આ અફેર મૅરેજ પહેલાંનું હોય તો તન્વીભાભી સીધાં જ તેને પરણી શકત. મતલબ લગ્ન પછી તન્વીભાભી પગલું ચૂક્યાં, વિક્રાન્તભાઈને બેવફા નીવડ્યાં! વિક્રાન્તભાઈ તરફથી તમને શારીરિક અતૃપ્તિ હોય તો વિક્રાન્તભાઈને એની કમ પરેશાની ન હોત અને તો ભાઈની પરેશાની અરેને કોઈ પણ તરીકાથી જાણી હોત, એનો ઇલાજ શોધ્યો હોત... એટલે એનો પણ છેદ ઊડી જાય છે.

વાય તન્વીભાભી! તમે આવું શું કામ કર્યું? પાપ આચરીનેય તમે બેધડક આદર્શ પત્નીનો પાઠ ભજવતાં રહો, દામ્પત્યની એથી ક્રૂર મજાક કઈ હોય? ફૉર નો રીઝન તમે પતિને છેતરો એમાં એક જ અર્થ નીકળે - વાસના! એજન્સીની આડમાં તમે તમારી બેમર્યાદ હવસ સંતોષો છો, તન્વીભાભી? નિસર્ગ સિવાય કેટલા જોડે સૂતાં છો?

વૈદેહી કંપી ગઈ. પોતાનો આક્રોશ વાંઝણો લાગ્યો. સમજાયું નહીં પોતે હવે શું કરવું?

તન્વીભાભીને સીધું પૂછું તો તેઓ ચેતી જાય, પોતાનો સંસાર સાચવવા અરેનની કાનભંભેરણી કરી મને ભૂંડી ઠેરવી દે એવું બને. ડૅડી કે વિક્રાન્તભાઈને કહી ન શકાય, મારા પેરન્ટ્સને સાસરાની બાબતમાં શું કામ કંઈ કહેવું! રહ્યા અરેન.

તન્વીભાભી વિરુદ્ધ એક શબ્દ પણ સાંખી શકે ખરા અરેન? બલકે એવું જ માની લે કે હું ભાઈઓમાં ફાટ પડાવવા માગું છું, પપ્પાને મારે રાખવા નહીં હોય એટલે ઘરમાં ઝઘડા ઊભા કરું છું...

થથરી ગઈ વૈદેહી.

અમારાં હૈયાંના તાર બેશક જોડાયા, પણ વિશ્વાસનો એ તાંતણો હજી નાજુક ગણાય. આ તબક્કે અરેન મારી ચેષ્ટાને કુટુંબમાં વિખવાદ ઊભો કરવાના પ્રયાસરૂપે જ જુએ અને એની પ્રતિક્રિયા એટલે રિશ્તો ફોક!

-નહીં-નહીં. અરેન વિના તો હું જીવી કેમ શકું? તન્વીભાભીનો ભેદ મારું સુખ રઝળાવી દે એવું કેમ થવા દઉં? 

અંહ, ખામોશ રહેવામાં મારી ભલાઈ છે, મારું હિત છે. અરેનને પામવાની કિંમત મારી ખામોશી હોય તો એ મને લાખ વાર મંજૂર છે!

હૈયે આ નિર્ણય કોતરાઈ ગયો. વૈદેહીને નિરાંતની ઊંઘ આવી ગઈ.

અને ખરેખર, પખવાડિયા પછી તેમનું સગપણ થયું એના ત્રીજા મહિને વૈદેહીએ અરેનના ઘરે ગૃહલક્ષ્મી તરીકે કંકુપગલાં પાડ્યાં ત્યારે તન્વીના અફેરની કોઈ કરતાં કોઈને જાણ નહોતી!

ખામોશીથી ખાનગી રાખેલો ભેદ કયો રંગ દાખવશે એની વૈદેહીને ત્યારે ક્યાં ખબર હતી?

€ € €

‘જોતજોતામાં તારાં લગ્નને ત્રણ મહિના થઈ ગયા...’

બે દિવસ માટે પિયર આવેલી દીકરીના માથે હાથ ફેરવતાં માએ કહ્યું, મૂંગી રહી વૈદેહી સુખ વાગોળી રહી.

મા ત્રણ મહિનાનું કહે છે, મને લાગે છે હું ત્રણ જનમથી અરેનની થઈ રહું છું! ખૂબસૂરત શમણાંના સાક્ષાત્કાર જેવી બની ગઈ છે જિંદગી. મૂલ્યોમાં માનનારા ઓછાબોલા અરેન કેટલા નટખટ, તોફાની છે એ તો સુહાગરાતે જાણ્યું... તેમણે વરસાવેલું કામસુખ કલ્પનાતીત હતું. હાય હાય, પછી તો મૂઈ પોતેય કેવી બેશરમ બની હતી! તનનું સાયુજ્ય આત્માના ઐક્યને મજબૂત કરતું ગયેલું.

મૉરિશ્યસના એક્ઝૉટિક હનીમૂન પછી ધીરે-ધીરે બાંદરાના ઘરની ગૃહસ્થીમાં ગૂંથાવા માંડ્યું વૈદેહીએ. સુબોધïપપ્પાની પસંદ-પરેજી, તેમની દવાનાં ટાઇમિંગ્સ, અરેનનાં રસરુચિ બધું જાણી રાખેલું એટલે બહુ જલદી વૈદેહી નવા પરિસરમાં ગોઠવાઈ ગઈ. ઘરમાં ગૃહિણીનો સ્પર્શ વર્તાવા માંડ્યો. બેચાર દહાડે વિક્રાન્તભાઈનું ભાવતું બનાવી અરેન સાથે ટિફિન મોકલતી. વિક્રાન્ત ખુશ થઈ જતો, આમેય વૈદેહીની રસોઈનાં

સ્વાદ-સોડમ અનેરાં રહેતાં. એમાં પાછું ભાવતું બન્યું હોય.

‘બટ મોર ધૅન ધૅટ, ટિફિન અરેન લઈને આવે એટલે અડધોએક કલાકમાં અમે ભાઈઓ કેટલું કંઈ ગપાટી લઈએ - તારો ખરો આશય તો એ જ હોય છેને વૈદેહી? મને સમજાય છે.’

આટલા સૂઝવાળા વિકીભાઈને પત્નીનું ચારિhય કેમ પરખાયું નહીં હોય?

‘વૈદેહી, મારા વરને ટિફિન મોકલાવી તું તેને તો બગાડી જ રહી છે...’ તન્વી ફોન પર ટહુકતી, ‘સાથે મનેય આળસુ બનાવી રહી છે.’

નૅચરલી, પોતે વિક્રાન્તને ટિફિન મોકલે એમ ભાભીનો ખ્યાલ પણ રાખવો જ પડે. એટલે વૈદેહી વહેલી સવારે તન્વીને ‘આજે તમે ટિફિન ન બનાવતા’નો ફોન કરે એમાં તન્વી સામેથી કહી દે - હું કામે નીકળવાની છું ત્યારે ટિફિન પિકઅપ કરી લઈશ... એ માટે અરેનને ધક્કો ન ખવડાવીશ!

મોટા ભાગે તે સાડાઅગિયારથી બારની વચ્ચે આવે ત્યારે અરેન ન હોય, પપ્પા ઘર નજીકની લાઇબ્રેરી યા તેમના શૅરબજારના કામે ગયા હોય. આ એકાંતમાં વૈદેહીના હોઠ સુધી આવી જાય - તમે ક્યાં સુધી વિક્રાન્તભાઈને છેતરતા રહેશો?

પણ પછી પોતે અપનાવેલી ખામોશી સાંભરી હોઠ ભીંસી દેવા પડે.

તન્વી એકલી આવે કે વિક્રાન્તભાઈ જોડે, તેના વાતવહેવારમાં ક્યાંય તેની બેવફાઈ-બીજું રૂપ ગંધાય નહીં. અરે, પોતે નજરે જોયું ન હોત તો વૈદેહીએ પણ આવું કહેનારનું મોં તોડી લીધું હોત...

‘હું બધું કામ પતાવી અઢી-ત્રણ વાગ્યે ઘરે પહોંચી નિરાંતે જમું છું...’

તે અમસ્તું કહેતી. વૈદેહીના ચિત્તમાં પડઘો ઊઠતો - આ ટિફિન તું એકલી ખાતી હશે કે તારા યાર જોડે, કોણે જાણ્યું!

બાકી એટલું ખરું કે અઢી-ત્રણ સુધીમાં તન્વીભાભી તેમના ઘરે પહોંચી જ જતાં હોય. મતલબ નિસર્ગ સાથે કામફાગ ખેલવા બેઅઢી કલાકથી વધુ સમય ન મળે, જે સરકારી અધિકારી તરીકે સાઇટ-વિઝિટના બહાને નિસર્ગ રોજેરોજ ધારે તો કાઢી શકે! તેના ફ્લોર પર પાછું કોઈ છેય નહીં.

કે પછી તન્વીના બીજા પણ આશિક હશે? અંહ, મલ્ટિપલ અફેર્સ ઝાઝો સમય છાના ન રહે, બધે કંઈ નિસર્ગના ઘર જેવી

સવલત નહીં હોય. તન્વી એટલું રિસ્ક પણ ન ઉઠાવેને! ૫ણ ક્યાં સુધી આમ ચાલશે?

‘પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું!’

હજી ગયા મહિને ફૅમિલી ખંડાલાની વીક-એન્ડ ટ્રિપ પર ગયેલી. ત્યાંના ડિનર હૉલના ટીવી પર ન્યુઝ-આઇટમ ફ્લૅશ થતાં વૈદેહીને પળવાર તો સમાચારનાં પાત્રોમાં વિક્રાન્ત-તન્વી-નિસર્ગના ચહેરા દેખાયા. કંપી જવાયું.

‘શું થયું?’ વિક્રાન્તનું તરત ધ્યાન ગયું. વિક્રાન્તભાઈ મને ફૂલની જેમ સાચવે છે. તેમના સ્નેહમાં સદા મોટાભાઈ-પિતાનું વાત્સલ્ય વર્તાયું છે મને.

તેમને કેમ કહેવું કે સમાચાર સાંભળી તન્વીએ નિસર્ગ સાથે મળી તમારી હ...ત્યા કર્યાની કલ્પના ઝબકી ગઈ?

ત્યારે પણ મેં વાત વાળી લીધેલી. આજ સુધી ચૂપ રહી છું એથી પરિવારની ખુશી અકબંધ છે, પણ કાલની કોને ખબર છે? ન કરે નારાયણ ને કશું ઊંધુંચત્તું થયું તો અરેન પહેલાં હું મારી જાતને માફ કરી શકીશ ખરી?

આ અને આવા પ્રશ્નો વૈદેહીને પજવતા રહેતા.

‘ક્યારેક તું શાના વિચારોમાં ખોવાઈ જાય છે?’ ક્વચિત અરેન પૂછી પાડતો. વૈદેહી વાત બદલી કાઢતી - હું વિચારોમાં નહીં, આપણા સંસારના શમણામાં ખોવાઈ જતી હોઉં છું...

કેટલી આસાનીથી હું અરેન સમક્ષ જૂઠ બોલી જાઉં છું, કેટલી સરળતાથી સત્ય છુપાવી જાણ્યું છે! જીવનસાથીને અંધારામાં રાખવું આટલું સરળ હોતું હશે?

ના, મારા હૈયે એનો કેટલો બોજ છે એની મને ખબર છે! વૈદેહીએ અત્યારે પણ નિ:શ્વાસ ખાળ્યો.

હું તન્વીનું અફેર જાણું છું એની ગંધ તો ખુદ તન્વીને નથી એટલું તો ચોક્કસ. એ દહાડે તન્વીએ મને જોઈ નથી, મારું નામ સાંભળ્યું નથી. મારા ગયા બાદ નિસર્ગ-તન્વીને અધૂÊરું રહેલું કામનું કામ પતાવવામાં જ રસ હોય. એમાં નસીબજોગે તન્વી મારું આગમન જાણી ન શકી, તે આજેય એવા ભ્રમમાં છે કે પોતાની બદચલની છૂપી-છાની જ છે! ૫ા૫ આચરનારી સ્ત્રી આટલી સ્વસ્થ ત્યારે જ રહે જ્યારે તે પાપ પચાવી ચૂકી હોય! મારે ક્યાં સુધી તેમનું પાપ છુપાવવું? ક્યાં સુધી તેના ભ્રમને મારે પોષવો? હવે તો હું અરેનને કહી જ શકું. જાણું છું, અરેન વિફરશે, ભાંગી પડશે; પણ હું તેમને સંભાળી જાણીશ.

પણ તે એમ પૂછશે કે તને

ક્યારે-કેમ ખબર પડી તો? હું લગ્ન અગાઉનો આ ભેદ જાણું છું એ સાંભળી અરેન ન જાણે કેવી પ્રતિક્રિયા આપે - તારાં લગ્નના સ્વાર્થ ખાતર તેં મારા મોટા ભાઈને આટલા મહિના અંધારામાં રાખ્યા, તું આટલી સ્વાર્થી નીકળીશ એવું મેં નહોતું ધાર્યું! 

પછી અરેનની નજરનો એ ‘સ્વાર્થ’ અમારા દામ્પત્યમાં સદા માટે રહેવાનો!

નહીં, અત્યારે આ પળે હું એ માટે તૈયાર નથી... તો શું તન્વીનું કાળું કરતૂત બેરોકટોક ચાલ્યા કરવા દેવું?

વેઇટ. કોને ખબર તન્વી નિસર્ગના સંબંધમાંથી છૂટી પણ ગઈ હોય આ ત્રણ-ચાર મહિનામાં... ઘરે કોઈને કહેતાં પહેલાં મારે એ જાણી લેવું પડે!

€ € €

વૈદેહીએ બીજે દહાડે નિસર્ગના ઘર પર નજર રાખી ખાતરી કરી લીધી. પહેલાં નિસર્ગ આવ્યો પછી તન્વી પ્રવેશી...

હવે બહુ થયું. ઇનફ ઇઝ ઇનફ! તેનાથી ન રહેવાયું. નજીકના ફોનબુથ પર જઈ તેણે વિક્રાન્તભાઈનો નંબર ઘુમાવ્યો. રિંગ ગઈ. ફોન ઊંચકાયો ત્યાં સુધીમાં હાંફતા શ્વાસે શું-કેમ કહેવું એ વિચારી પણ લીધું.

‘ધ્યાનથી સાંભળો.’ સહેજ અવાજ બદલી તે સડસડાટ બોલી ગઈ, ‘તમારી પત્ની બદચલન છે. શિવાજી પાર્ક ખાતે સમર્થ અપાર્ટમેન્ટના નવમા માળે રહેતા સરકારના સિવિલ ડિપાર્ટમેન્ટના ભ્રષ્ટ અધિકારી નિસર્ગ જોડે તેમને આડો સંબંધ છે. ચેતજો!’

આટલું કહી રિસિવર ક્રેડલ પર ગોઠવતી વૈદેહી પસીનાથી રેબઝેબ હતી. 

ખામોશી તોડી આજે મેં અજાણ્યા શુભચિંતકના નામે જેઠજીને ચેતવી દીધા... હવે જોઈએ શું થાય છે!

€ € €

કમાલ છે, વિક્રાન્તભાઈના પેટનું પાણીય હાલતું લાગતું ન્ાથી!

પોતે નનામો ફોન કર્યાને આજે મહિનો થવાનો... શરૂ-શરૂમાં વૈદેહીને ખૂબ ચિંતા રહેતી. વિક્રાન્તભાઈને મેં કહેતાં કહી તો દીધું, પણ ચેક કરવા તેઓ ખરે જ સમર્થ બિલ્ડિંગમાં પહોંચ્યા ને નિસર્ગ-તન્વીને ગંદી અવસ્થામાં નિહાળી આપો ગુમાવી બાથંબાથી પર આવી ગયા તો...

સદ્ભાગ્યે એવું કંઈ જ ન બન્યું. ટિફિન આપવા જતાં અરેનને તે વારે-વારે પૂછતી - ભાઈનો મૂડ કેવો હતો, તેમને કોઈ પરેશાની તો નથીને? એકના એક સવાલોથી અરેન અકળાતો - કેમ રોજ આવું પૂછ્યા કરે છે! 

એનું કારણ અરેનને કેમ કહેવું? કહું તો અરેન ઝાટકી કાઢે, આવી વાત તારે મને કહેવાની હોય કે ભાઈને? એનું કોઈ વિપરીત પરિણામ આવતાં અરેન કોણ જાણે કેવી જલદ પ્રતિક્રિયા આપે! વૈદેહી થથરી જતી. આ મારાથી શું થઈ ગયું? તોરમાં ને તોરમાં પોતે વિક્રાન્તભાઈને કહી બેઠી, પણ ખોટું થયું એવું હવે કેમ લાગે છે!

અરેને રોજની પૂછ૫૨છ વિશે વિક્રાન્તને પણ કહ્યું તો તેમણે સંદેશો મોકલ્યો - મારી સહેજે ચિંતા ન કરીશ. હું તદ્દન સ્વસ્થ છું, તનથી પણ, મનથી પણ!

અરેને ઘરે આવી મેસેજ દોહરાવતાં વળી વૈદેહીના દિમાગમાં ટિકટિક થવા લાગી - મને કેમ એવું લાગે છે કે આમાં કશુંક બિટ્વીન ધ લાઇન્સ કહેવાયું છે? જાણે શુભચિંતક તરીકે મારી ઓળખ સાંપડી ગઈ હોય એમ તેમણે કહેવડાવ્યું કે મારામાં કોઈ શારીરિક ખોડ નથી અને તન્વીની બદચલની જાણ્યા-તરાશ્યા પછી હું મનથી પણ સ્વસ્થ છું!

ના, ના. એ બને જ કેમ? મારી કન્ર્સનથી તેમને કદાચ શુભચિંતક હું હોવાનો અંદાજ આવે, પણ પછી તન્વીની સચ્ચાઈ જાણ્યા પછીયે કંઈ જ ખોટું ન થયાની સ્વસ્થતા કોઈ કેવી રીતે દાખવી શકે?

હે ભગવાન, મને કેમ લાગે છે કે આ તોફાન પહેલાંની શાંતિ છે? પત્ની-પ્રેમી સાથે મળી પતિને પતાવે એમ પતિ પણ બદચલન પત્નીનું ઢીમ ઢાળી શકે. વિક્રાન્તભાઈ એ દિશામાં તો નહીં વિચારતા હોયને! કે પછી...

બીજા વિચારે વૈદેહી ધ્રૂજી ઊઠી. પણ કમભાગ્યે એ જ ડર સાચો પડ્યો - વિક્રાન્તે ઑફિસમાં વાંદા મારવાની દવા ગટગટાવી હતી!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK