કથા-સપ્તાહ - વળાંક (અંત કેરો આરંભ - 4)

ડોરબેલના રણકારે સમાગમમાં ૨ત શૌર્ય-શર્વરીને ભડકાવી મૂક્યાં.


અન્ય ભાગ વાંચો

1  |  23  |  4 


પહેલાં તો માન્યું કે નિહાર વગેરે મસ્તીએ ચડ્યા હશે, પણ ઉપરાઉપરી ડોરબેલ સાથે શર્વરીનો સેલફોન રણક્યો : અહર્નિશ કૉલિંગ.

શર્વરી સતર્કï થઈ. શૌર્યને પરાણે હડસેલ્યો. ‘મારે જવું પડશે. મારા પતિનો મિત્ર અહર્નિશ આવ્યો છે... રામ જાણે શા માટે!’

શૌર્યની ગાળ સરી ગઈ.

‘તું બેડરૂમમાં જ રહે. દરવાજો લૉક રાખજે, બાકીનું હું ફોડી લઈશ. થોડી વારમાં તેને રવાના કરું

છું બસ!’

પણ હાય રે. શર્વરીએ ઊંઘ દર્શાવવા બગાસું ખાતી દરવાજો ખોલ્યો એવાં અહર્નિશ-સ્નેહા ધસી આવ્યાં, ‘આટલી વાર! શર્વરી તું નિરાંતે ઊંઘી જ કેમ શકે?’

અહર્નિશના આક્રોશે પહેલાં તો શર્વરી ડઘાઈ, પણ પછી...

‘ત્યાં માથેરાનમાં આશ્લેષ મરવા પડ્યો છે! તેને HIV પૉઝિટિવ છે.’

હેં! શર્વરીને તમ્મર આવ્યાં. ઉત્તેજના શોષાઈ ગઈ.

સાચાં-ખોટાં અશ્રુ સારી ફટાફટ અહર્નિશ-સ્નેહા જોડે નીકળવું પડ્યું. શૌર્ય રૂમમાં હોવાની ગંધ તેણે આવવા ન દીધી. જોકે આશ્લેષની આત્મહત્યાથી વિશેષ ણ્ત્સ્નું સાંભળીને તેના પગ તળેથી જમીન જરૂર સરકી ગઈ હતી. અંદર શૌર્ય પણ પસીને રેબઝેબ હતો : HIV!

€ € €

‘આમ ક્યાં સુધી ચાલશે આશ્લેષ?’ ઝરણાએ પૂછ્યું. આત્મહત્યાના વળાંકથી પાછા ફર્યાની આ બીજી સાંજ છે.

પત્નીનું સત્ય જાણીને આશ્લેષ ડઘાયો હતો. ઝરણાએ નિહારનો ઉલ્લેખ કર્યો, અપાર્ટમેન્ટનું નામ દીધું ત્યારે માનવું પડ્યું. અરે, ઝરણાના આપઘાતમાં જે કારણ નિમિત્ત હતું એ વિશે તે ખોટું તો શું કામ બોલે! મારી શર્વરી સવિતાભાભી છે! લૉબીમાં કે લિફ્ટમાં કદીમદી ભટકી જનારા કૉલેજના જુવાનિયા મારા પર કેવું હસતા હશે, શું ધારતા હશે? શર્વરી, મેં તને કઈ વાતે અધૂરી રાખી કે તું...

ખિન્નતા છવાઈ. ઉજ્જડતાપણું અનુભવ્યું. હું મારી જીવનસંગિનીને જાણી ન શક્યો!

‘મારે તો ડૂબી મરવું જોઈએ ઝરણા. તેં મને આપઘાતનું બીજું કારણ આપ્યું.’

ઝરણાને આશ્લેષની વ્યથા સમજાતી હતી, પરખાતી હતી અને એટલે જ કદાચ ઝરણા હવે મૃત્યુના વિચારોથી જોજનો દૂર હતી : મને જીવવાનું કારણ દેનારને હવે મારે જાળવવાનો છે...

‘આપણે મરીશું આશ્લેષ; પરંતુ તમે કહ્યું એમ, શૌર્ય-સવિતાને

ઉઘાડાં પાડીને.’

આશ્લેષ કંપી ઊઠેલો. શર્વરીની એબ ઉઘાડી પાડવામાં મારી જ બદનામી નથી? ઝરણાને સલાહ દેતી વેળા જાણ નહોતી કે એ શર્વરી પર જ લાગુ થવાની આવશે!

‘મને દ્વિધા નથી આશ્લેષ; પણ તમારે વિચારવું હોય તો ભલે, હું રાહ જોવા તૈયાર છું.’ ઝરણા આશ્લેષને તેની રૂમ પર લઈ આવી હતી. બીજા સંજોગોમાં ઝરણા શૌર્ય સાથે પણ આમ રહી ન હોત, પરંતુ આશ્લેષની અવસ્થા જ નહોતી કે તેને એકલો છોડાય. ઝરણાએ પોતાના ઘરે, NGOમાં માથેરાન રોકાવા બાબત જાણ કરી દીધેલી, પરંતુ આશ્લેષમાં એવી સૂધ નથી. ઝરણાએ અહર્નિશને જાણ કરવાનું કહ્યું, પણ આશ્લેષને ઇચ્છા જ નથી : મારે તો મરવું છે, બસ!

ઝરણાની સમજ કહેતી હતી કે પોતે તો ટ્રાય કરે જ છે, છતાં આશ્લેષને તત્કાળ કાઉન્સેલિંગની જરૂર છે.

- અત્યારે પણ નક્કી કર્યું કે કાલે મુંબઈથી પપ્પાને તેડાવીને આશ્લેષને સારવાર માટે લઈ જવો... ત્યાં..

બહાર ગલીમાં શોરબકોર સંભળાયો. પહેલા માળની રૂમની બારીએ ગ્રિલ હતી એટલે બારી ખુલ્લી રાખી શકાતી.

ઝરણાએ ડોકિયું કર્યું એવી જ તે ચોંકી. ખૂણામાં ટૂંટિયું વાળીને પડેલા આશ્લેષને ઢંઢોળ્યો, ‘જુઓ તો ખરા આશ્લેષ... તમારી શર્વરી!’

હેં. આશ્લેષ સફાળો ઊભો થયો. ગ્રિલ પકડીને નજર ફેંકી.

બીજું બધું આઉટ ઑફ ફોકસ થઈ ગયું. તેની દૃષ્ટિમાં માત્ર શર્વરી હતી.

આ આૈરત! જેને મેં સૌથી વધુ પ્રેમ આપ્યો, અખંડ વિશ્વાસ મૂક્યો, મારું સર્વસ્વ ધરી દીધું... તેણે શું કર્યું? મને ભ્રમમાં રાખ્યો, મારી સાથે છળ આદર્યું, અમારા પાડોશના જુવાનોને - છી.

શર્વરી માટે પ્રેમ તો રહ્યો જ નહોતો, પણ આશ્લેષના શૂન્યાવકાશમાં નફરત ઘૂંટાવા લાગી. એની પ્રતિક્રિયાને આ જ પળનો કદાચ ઇન્તેજાર હતો. ઝરણા સાચું કહે છે, પહેલાં મારે શર્વરીને ઉઘાડી પાડવી જોઈએ!

આશ્લેષના પલટાતા હાવભાવ ઝરણામાં શાંતિ પ્રેરતા હતા : તેમની પ્રતિક્રિયા જ તેમને આપઘાતના વમળમાંથી બહાર કાઢવાની!

પણ બહાર થઈ શું રહ્યું છે?

€ € €

‘નહીં...’ શર્વરી ફફડી ઊઠી.

ઈ-મેઇલમાં આશ્લેષની અંતિમ ચિઠ્ઠી વાંચીને શર્વરીને લઈને માથેરાન દોડી આવેલાં અહર્નિશ-સ્નેહા ઘણું મથ્યાં, પરંતુ આશ્લેષની બૉડીનો પત્તો મળતો નથી. પોલીસમાં રાવ કરી છે, તપાસ ચાલુ છે અને નિવેડો આવે નહીં ત્યાં સુધી માથેરાન છોડાય પણ કેમ? આસુ હોટેલમાં પાછો નથી ફર્યો, ફોન બંધ આવે છે, ઈ-મેઇલ તેણે વાપરી નથી. અહર્નિશ વગેરેએ ધારી લીધેલું કે તે મરી જ ચૂક્યો હોય અને મોટા ભાગે ખીણમાં જ પડતું મૂક્યું હોય.

અહર્નિશ-સ્નેહા પોતે હાયર કરેલી તપાસટુકડી સાથે સવા૨ના નીકળી જાય છે. શર્વરી અસ્વસ્થ તબિયતના બહાને હોટેલની રૂમ પર જ રહેતી. ખરેખર તો તેનું મન અજંપ છે. આશ્લેષને કારણે ઓછું, HIVને કારણે વધારે. આશ્લેષને ચેપ મારા તરફથી લાગ્યો હશે? આમ તો પોતે પ્રોટેક્શનનો આગ્રહ રાખતી, પણ દર વખતે એ સંભવ ક્યાં રહેતું? મૂઈ ઉત્તેજના. પણ તો પછી મારે મારી તપાસ કરાવવી જોઈએ....

આજે મન મક્કમ કરીને માથેરાનની સરકારી હૉસ્પિટલમાં પોતે હજી ટેસ્ટ માટે બ્લડ દઈને પાછી ફરે છે કે ચમકવા જેવું થયું.

‘સવિતાભાભી!’ જાણે પોતાની શોધમાં ભટકતા હોય એમ નિહાર સહિતના ચારે જુવાન ચિલ્લાયા. પથારીમાં પોતાને જોઈને લાળ ટપકાવતા જુવાનોની નજરમાં ખુન્નસ જોઈને ફફડી જવાયું. હાથમાં ચાકુ-તલવાર ભાળીને ભડકી ગઈ શર્વરી.

‘તારા વાંકે અમને એઇડ્સ વળગ્યો.’ બેફામ ગાળો દેતો નિહાર ખુલ્લી તલવાર સાથે આગળ ધસ્યો કે પોતાને મારવાનો તેમનો ઇરાદો કળાતો હોય એમ શર્વરીએ એકાંતભર્યા વાતાવરણમાંથી માર્કેટના વસ્તારી એરિયા તરફ દોટ મૂકી : ‘બ...ચાવો...’

અને શોરબકોર જામ્યો. ત્રસ્ત બાઈની પાછળ ચાર-ચાર જુવાન મરવા-મારવાના ઝનૂનમાં દોડતા હોય એ દૃશ્ય માથેરાનની ગલીઓ માટે ન ભૂતો ન ભવિષ્યતિ જેવું હતું. આપોઆપ લોકો બાજુ પર હટતા ગયા. બે-ચાર જણે નિહાર વગેરેને અવાજથી પડકાર્યા, પણ પછી આગળ વધવાની હિંમત ન થઈ. શર્વરી પણ થાકી-હારીને ફસડાઈ પડી. મારી લતે આ કેવી બરબાદી નોતરી!

‘દોષી હું એકલી નથી...’ તે બરાડી, ‘ તમે પણ મને ઓછી નથી ચૂંથી, હવે ભોગવાનું આવ્યું તો...’

‘અમને લપસાવ્યા તેં કુલટા!’ કહીને નિહાર તલવાર ઉગામવા જાય છે કે...

‘ સબૂર!’ની ત્રાડ નાખતો આશ્લેષ ધસી આવ્યો. પાછળ ઝરણા હતી, ‘તમે શર્વરીને કંઈ ન કરશો આશ્લેષ!’

‘સવિતાભાભી’ના વરને જોતાં નિહાર વગેરે હેબતાયા. ખુદ શર્વરીની આંખો ફાટી ગઈ. ટોળું ભાળીને દોડી આવેલાં અહર્નિશ-સ્નેહા સ્તબ્ધ બન્યાં : આ...શ્લે...ષ!

ગણગણાટ પરથી પરિãસ્થ્તિ પમાઈ ગઈ, પરંતુ અહર્નિશ-ઝરણા વારે એ પહેલાં શર્વરીની સાવ નિકટ જઈને આશ્લેષે તેનો ચાલ્લો ભૂંસ્યો, મંગળસૂત્ર કાઢીને ફગાવ્યું. તેના રોમરોમમાં ટપકતી નફરતે શર્વરીનાં નેત્રો ઢળી ગયાં. તેના પર થૂંકીને આશ્લેષ નિહાર તરફ ફર્યો, ‘હવે આ મારી કોઈ નથી. તમારું તમે જાણો.’

કહીને તેણે પીઠ ફેરવીને હોટેલ તરફ ચાલવા માંડ્યું. પાછળ તલવાર-ચાકુના ઘાથી શર્વરીની કારમી ચીસો ગૂંજતી રહી, પરંતુ આશ્લેષને એ સ્પર્શતી નહોતી.

તેને જતો જોઈને ઝરણાને લાગ્યું કે પોતે પણ શૌર્યથી એટલી જ અલિપ્ત થતી જાય છે.

€ € €

‘કામલીલાનો કરુણ અંત!’

બીજે દહાડે મુંબઈનાં અખબારો-મીડિયામાં ખબર ઝળકી ઊઠ્યા. નિહાર વગેરેના આક્રમણમાં પછી તો પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો. જુવાનોની ધરપકડ કરીને શર્વïરીને હૉસ્પિટલમાં પહોંચાડી, પરંતુ બચાવી ન શકાઈ. ઑપરેશન ટેબલ પર તેણે અંતિમ શ્વાસ લીધા...

એક સ્ત્રી સાથે જાતીય સંબંધ ધરાવતા ચાર જુવાનો ઉપરાંત તેના પતિનેય ણ્ત્સ્નો ચેપ લાગે એવી અભૂતપૂર્વ ઘટનાનો કિસ્સો એવો ગાજ્યો કે દહાણુમાં તેનાં પિયરિયાંએ પણ લાશનો કબજો લેવાની ના પાડી. લાવારિસની જેમ શર્વરીના અંતિમ સંસ્કાર થયા.

€ € €

‘આઇ ઍમ સૉરી...’

અઠવાડિયા પછી શૌર્ય કરગરીને ઝરણાની માફી માગે છે, ‘મારી આંખો ખૂલી ગઈ છે ઝરણા. વાસનાના ચડાણમાં રહેલા જોખમે મને પલોટી દીધો છે. હું HIV પૉઝિટિવ નથી ઝરણા. બસ, તું મને માફ કરીને મને ફરી તારા હૃદયસ્થાને બિરાજવા દે.’

શૌર્યના વદનમાં, શબ્દોમાં પારાવાર પસ્તાવો ઝળકતો હતો. નિહાર વગેરેએ જે કર્યું, તેમની સાથે જે થયું એથી ડઘાઈ ગયેલો તે. પોતે ણ્ત્સ્માંથી બચ્યો એ બદલ પરવરદિગારનો પાડ માનીને તેણે હવે તૂટેલો છેડો સાંધવો હતો, પણ...

‘તમે માર્ગ ભૂલીને પાછા સીધા રસ્તે આવ્યા એમાં આનંદ શૌર્ય, ખાસ તો તમારા પેરન્ટ્સ માટે. આપણે તો એક વળાંકે છૂટા પડ્યા એ પડ્યા!’

ઝરણાના તેજે શૌર્ય ફિક્કો પડ્યો.

‘બાકી તમને HIV ન થયો એ ચમત્કાર નથી, આશ્લેષનો રિપોર્ટ જુદો આવ્યો એ ચમત્કાર છે!’

શર્વરીની વિદાયથી આશ્લેષને ફેર નહોતો પડ્યો. અહર્નિશ-સ્નેહા ભેળી ઝરણા પણ સતત તેની સાથે રહેતી. કાઉન્સેલિંગ સાથે અહર્નિશે ણ્ત્સ્ની રીટેસ્ટનો આગ્રહ રાખ્યો હતો એમાં કન્ફર્મ થયું કે અગાઉના રિપોર્ટમાં સરતચૂક થઈ હતી...

‘૫હેલા રિપોર્ટના આધારે હું આપઘાત કરી ચૂક્યો હોત!’ આશ્લેષ ડઘાયો હતો.

‘પરંતુ કુદરતને એ મંજૂર નહોતું એટલે એ વળાંકે ઝરણાનો ભેટો કરાવી દીધો.’ અહર્નિશે કહેલું, ‘આનો અર્થ તમને બેઉને સમજાય છે?’

આશ્લેષ-ઝરણાની નજરો મળી, ઘવાયેલાં હૈયાં જાણે રુઝાતાં ગયાં.

‘મોતના વળાંકે મળેલા તમે નવજીવનનું પ્રયાણ આરંભો એ જ ઘટનાનું તાત્પર્ય.’

આશ્લેષે ધરેલી હથેળીમાં હાથ પરોવવામાં ઝરણાએ દેરી નહોતી કરી! ઝરણાના માબાપે પણ બધું જાણીને આશ્લેષને ઉમળકાભેર સ્વીકાર્યો.

શૌર્ય માટે આશ્લેષ અજાણ્યો નહોતો. ઝરણાનો થનગનાટ જ કહે છે કે તે આશ્લેષની થઈ ચૂકી! શૌર્યએ મન સાફ કર્યું, ‘તું તારા સિદ્ધાંત પર અડગ રહી શકી હતી ઝરણા તો જ આ ચમત્કાર થયો. વિશુ યુ ઑલ ધ બેસ્ટ.’

€ € €

વરલીનું ઘર કાઢીને આશ્લેષે ખારનું એ જ જૂનું ઘર ફરી ખરીદીને ઝરણા સાથે સંસાર માંડ્યો. એમાં માતા-પિતાના આર્શીવાદ અનુભવાયા. અહર્નિશ-સ્નેહાને આનો આનંદ.

જિંદગીના આ વળાંક પછી સુખ જ સુખ હતું એટલું વિશેષ.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK