કથા-સપ્તાહ - વળાંક (અંત કેરો આરંભ - ૧)

દીદી તેરા દેવર દીવાના...


novel

અન્ય ભાગ વાંચો

1  |  2  |


સમીત (પૂર્વેશ) શ્રોફ

દૂર ક્યાંકથી લતાનો સ્વર પડઘાયો. આ તો મારું અતિ માનીતું ગીત. ૧૯૯૪માં ચર્નીરોડના લિબર્ટી થિયેટરમાં ‘હમ આપકે હૈં કૌન...!’ રિલીઝ થઈ ત્યારે પોતે માંડ છથી સાત વરસનો હશે, પરંતુ હકડેઠઠ ભીડમાં પપ્પા-મમ્મી મને તેડીને એ ફિલ્મ જોવા લઈ ગયેલાં એનું પાકું સ્મરણ છે. એ દિવસોમાં કોઈ ડાન્સ કરવાનું કહેતું તો પોતે માધુરીની જેમ કમર વાળીને ઊભો રહી જતો. એ યાદે અત્યારે પણ મરકી જવાયું આશ્લેષથી.

બાળપણ કેટલું નિદોર્ષ હોય છે! અને મારું બાળપણ તો પ્રેમભર્યું પણ રહ્યું... ખારના બે બેડરૂમના ઘરમાં પૂરતી જાહોજલાલી હતી. એકના એક દીકરા તરીકે માબાપનો ભરપૂર સ્નેહ મને મળ્યો. બદલામાં કોઈ અપેક્ષા નહીં, કેવળ મને સુખી જોવાનું અરમાન...

આશ્લેષે વાગોળ્યું...

‘અમારે ભલે તું એક રહ્યો, તારે તો બે સંતાન કરવાનાં જ. બેઉ પૌત્રી હોય તો પણ અમે રાજી...’ મા કહેતી. કિશોરાવસ્થા વટાવીને પોતે ત્યારે અઢારની પુખ્તતાના ઉંબરે પહોંચી ચૂકેલો. આયનો કહેતો કે હું નિતાંત ખૂબસૂરત છું! કોઈ મારા આકર્ષક દેખાવની તારીફ કરે તો મા નજર ઉતાર્યા વિના ન રહે! પાછી પોતે પણ કહે : તારી દુલ્હન તો તારાથી રૂપાળી લાવવાની છું!

રેશમી ખ્વાબ સજાવવાની એ ઉંમર હતી. એકાંત ધગધગી જતું. કૉલેજના મિત્રવૃંદમાં નેટ ૫૨ કોણે શું જોયું એની ચર્ચા સામાન્ય રહેતી અને છતાં આશ્લેષ સંસ્કારોની મર્યાદાવશ સભાન રહેતો.

‘યે તો પૂરા સાધુ હૈ...’ મિત્રો તેની મજાક પણ ઉડાવતા, પણ આશ્લેષ એથી અકળાતો કે ચિડાતો નહીં. હસી નાખતો - સાધુ તો સાધુ!

પૉનોર્ગ્રાફીની લતે ચડેલા બે-ત્રણ મિત્રોને પછીથી નિયમિતપણે એસ્કોર્ટ પાસે જતા જોયા-જાણ્યા પછી ઊલટી પોતાની સ્વયંશિસ્ત આશ્લેષને ગમતી : જે હક મારી પત્નીનો ગણાય એને બીજા કોઈ સાથે કેમ વહેંચાય? આ અવસ્થા બહેકવાની નથી, મહેનતકશ બનીને કારર્કિદીનો ઉચ્ચ લક્ષ્યાંક હાંસલ કરવાની છે!

દીકરાના ગુણ-ઉછેરનો માવતરને ગર્વ હોય જ, પરંતુ તેનો સંસાર માંડવાનાં તેમનાં અરમાન અધૂરાં રહ્યાં. હજી સાત વર્ષ પહેલાં, ત્રેવીસની ઉંમરે આશ્લેષ ભણી-ગણીને મલ્ટિનૅશનલ કંપનીના માર્કેટિંગ ડિવિઝનમાં જોડાયો, એના મહિના પછી હરિદ્વાર-હૃષીકેશની જાત્રાએ ગયેલાં માબાપને વળતી ટ્રેન-સફરમાં ગોઝારો અકસ્માત નડ્યો. ટ્રેન પુલ પરથી ગબડી પડી એમાં છસો જેટલા યાત્રાળુઓ મૃત્યુ પામ્યા, આશ્લેષના પેરન્ટ્સ સહિત.

માબાપની ચિતાને અãગ્નદાહ દેતાં હૈયાફાટ રડ્યો હતો આશ્લેષ. એવું લાગ્યું જાણે હૃદયમાંથી ધબકાર જતો રહ્યો. ખાલી ઘર ખાવા ધાતું. માર્કેટિંગની જૉબને કારણે મહિને પંદર દહાડા બહાર ભટકવાનું થતું એ રાહતરૂપ રહેતું, પણ પછી એ જ ઘટ્ટ થતી ઉદાસી.

‘આ ઘર કાઢીને ક્યાંક બીજે રહેવા જતો રહે.’

દૂરના કાકાના દીકરાભાઈ અહર્નિશ જોડે આશ્લેષને વિશેષ ભળતું. ખાર રહેતો અહર્નિïશ આશ્લેષથી બે વરસ મોટો, પરણી ચૂકેલો. સ્નેહાભાભી પણ એટલાં જ પ્રેમાળ. આશ્લેષને તેમની હૂંફ રહેતી.

‘કાકા-કાકી અણધાર્યાં ગયાં, તને તેમની સેવાનો મોકો ન આપ્યો - તારું એ તમામ દુ:ખ સાચું, સ્વીકાર્ય; પણ તું એને લઈને બેસી રહેશે આસુ તો સૌથી વધારે દુ:ખ કાકા-કાકીને જ થવાનું. બોલ, તારે તેમને દુ:ખી જ રાખવાં છે?’ અહર્નિશે ક્રૂર બનીને ગૂમડા પર નસીર મૂક્યું ને ‘ના!’ કહેતાં આશ્લેષની પીડા વહી નીકળી.

‘ધેન મૂવ ઑન.’

માતા-પિતાની પુણ્યસ્મૃતિ હૈયે ભંડારીને આશ્લેષ જીવનમાં આગળ વધી ગયો. ખાર છોડીને વરલી વસ્યો.

અહીં નરી નિર્બંધતા હતી. ઘરની નર્જિનતા પજવે નહીં એ માટે આશ્લેષ નેટસર્ફિંગથી સુંવાળું સ્વસુખ માણતો થયો અને એ લત દિલ્હીની માર્કેટિંગ ટૂરમાં વેશ્યાગમન સુધી દોરી ગઈ... પોતે જ્યાં ઊતરેલો એ હોેટેલનો વેઇટર કોઠે લઈ ગયો.

કેવો હતો એ પહેલો અનુભવ? બેશક આશ્લેષના ઉઘાડથી અનુભવી ઔરત પણ હાંફી ગયેલી, પરંતુ આશ્લેષને કોઠાનો એ માહોલ, પાનથી લાલ થયેલું એ ઔરતનું મોં, ગંદા શબ્દો સાથે ફૂટતા હાસ્યના પડઘા - બધું અરુચિકર લાગ્યું હતું અને છતાં પોતે આખલાની જેમ ૩૦-૩૫ની એ બાઈ પર તૂટી પડ્યો હતો એ ઘટના શરમજનક, સંકોચપ્રદ રહી.

મેં આ શું કર્યું? ચપટીક સુખ ખાતર મારા સંસ્કાર વળોટી નાખ્યા? બિચારી ઔરતને તો દેહ વેચવાની મજબૂરી હશે, તેને પાતકમાંથી ઉગારવાને બદલે મેં તેનો ઉપભોગ કર્યો? અરેરેરે.

આશ્લેષનો આત્મા ડંખતો હતો. ફરી આવું કરવા કદમ ન ઉપાડવાના નિર્ધાર છતાં ડંખ ઊતર્યો નહીં ત્યારે અહર્નિશ સમક્ષ પાપ કબૂલી લીધું. સ્નેહાભાભીને ન કહીશ એવું તેને કહેવાનું ન હોય. એટલી અન્ડરસ્ટૅન્ડિંગ તો બેઉમાં હતી.

‘હાઉ કુડ યુ ડૂ ધૅટ!’ પહેલાં તો અહર્નિશ ખીજાણો, પણ પછી ઇલાજ શોધ્યો, ‘પરણી જા આસુ. તારાં લગ્નમાં તારા પેરન્ટ્સ નહીં હોય એ દર્દે તું પરણવાનું ટાળે છે, જાણું છું; બટ નાઓ ઇટ્સ ટાઇમ કે તારા જીવનમાં, હૃદયમાં ધબકારો પુરાય. હણહણતા અશ્વને લગામની જરૂર હોય જ છે આસુ, બેકાબૂ થવામાં તો બરબાદી છે.’

અહર્નિશની સમજાવટ કામ કરી ગઈ. આસુના હકારે દુલ્હન શોધવાની જવાબદારી અહર્નિશ-સ્નેહાએ ઉપાડી લીધી. આશ્લેષ માટે માંગાની ક્યાં કમી હતી? ચાર-છ પાત્રો જોયા પછી દહાણુની શર્વરી સાથે મેળ જામી ગયો.

શર્વરી.

પત્નીના સ્મરણે અત્યારે આશ્લેષથી હળવો નિ:શ્વાસ નખાઈ ગયો. આઇ ઍમ સૉરી શર્વરી, વેરી સૉરી! લગ્ન સમયે આપેલા દરેક વચનનો આજે ભંગ કરું છું, પણ મજબૂર છું!

પાંપણે બાઝેલી બૂંદ ખંખેરીને તેણે સ્મૃતિ-સરોવરમાં ડૂબકી મારી.

સ્વર્ગની અપ્સરા પણ પાણી ભરે એવી રૂપાળી શર્વરી એક જ નજરમાં ગમી ગઈ હતી આશ્લેષને. મુંંબઈની કન્યા જેટલી સ્માર્ટ, ઍડ્વાન્સ ન મળે; પરંતુ આશ્લેષને તો તેનો ઘરરખ્ખુ સ્વભાવ જ જચી ગયેલો. મને તો મારી માની જેમ ગૃહસ્થી સંભાળી શકે એવું જ પાત્ર જોઈએ!

આમાં શર્વરી બિલકુલ ફિટ થતી લાગી. મૉડર્નએજ ગર્લ હોવા છતાં તેને ડ્રેસને બદલે સાડીનો પહેરવેશ ગમતો. રસોઈકળામાં પ્રવીણ. ભરતગૂંથણ પણ જાણે અને જૂનાં ગીતોની શોખીન.

‘શર્વરી, અહીં તમારું જમીનવાળું ઘર છે; માબાપ, મોટા ભાઈ-ભાભીનો બહોળો પરિવાર છે. મુંબઈમાં ઘરના નામે ફ્લૅટ હશે અને કુંટુંબમાં આપણે બે. ફાવશે?’ આશ્લેષે પૂછ્યું હતું.

શર્વરી મીઠું મલકી હતી, ‘ઘર તમારું હોય તો ઝૂંપડું પણ ચાલશે અને આપણે બે એક થયા પછી પરિવારમાં બેના

ત્રણ, ચાર નહીં થાય એવું તમે કેમ માની લીધું?’

આશ્લેષ ઝળહળી ઊઠuો. આમાં સમર્પણ હતું, હકારાત્મકતા હતી અને હકાર પણ....

રંગેચંગે લગ્ન લેવાયાં.

‘એક કબૂલાત વિના આપણા સહજીવનની શરૂઆત થઈ ન શકે.’

સુહાગસેજ પર પત્નીનો ઘૂંઘટ ખોલીને આશ્લેષે રૂપજીવિનીવાળું સ્ખલન કબૂલી લીધેલું.

શર્વરીના કપાળે કરચલી ઊપસીને અદૃશ્ય થઈ ગઈ.

‘ડોન્ટ વરી, મારામાં ચેપનાં કોઈ લક્ષણ નથી. હું પપ્પા-મમ્મી પાછળ વર્ષે એક વાર બ્લડ ડોનેટ કરું છું. એના દ્વારા લોહીની તપાસ આપોઆપ થઈ જાય છે. હજી ગયા મહિને જ બ્લડ આપ્યું,

રિપોર્ટ નૉર્મલ છે.’ કહીને આશ્લેષે ઉમેર્યું, ‘જાણું છું કે મારે કદાચ લગ્ન પહેલાં આ કબૂલવું...’

આશ્લેષના હોઠો પર હાથ મૂકી દીધો શર્વરીએ, ‘તમારી નિખાલસતા પર મને ગર્વ છે આશ્લેષ. જે થયું એ થયું. હવે તમને બહાર જવાનું મન ન થાય એ જોવાની જવાબદારી મારી!’

અને ખરેખર પરણ્યાની પ્રથમ રાત્રિથી શયનેષુ રંભા બનીને શર્વરીએ એવો રીઝેલો રાખ્યો કે આશ્લેષ માટે ભટકવાનું રહ્યું નહીં. જૉબને કારણે અન્યત્ર વિતાવવી પડતી મહિનાની પંદર રાત્રિઓ શર્વરીના સ્મરણથી લથબથ થઈ જતી. આશ્લેષના પરત થતાં શર્વરી તેની બુંદ-બુંદ ઉલેચી કાઢતી. મેહુલાને મન મૂકીને વરસવાનું મન થાય એવી ધરતી હતી શર્વરી... પાંચ વ૨સના સહજીવનમાં સુખ જ સુખ રચી દીધું છે તો.

પતિ-પત્ની મૂવી અને મૉલમાં જતાં અને ખૂબ મજા માણતાં એમ આડોશ-પાડોેશમાં પણ શર્વરી ભળી ગયેલી, વાટકીવહેવાર પણ ખરો. વરલીના સી વ્યુ અપાર્ટમેન્ટમાં એક ફ્લોર પર ચાર ફ્લૅટ હતા. આશ્લેષના આઠમા માળે બીજા ત્રણ ફ્લૅટ યા તો કૉલેજ-સ્ટુડન્ટ્સને ૧૧ મહિનાના કૉન્ટ્રૅક્ટ પર ભાડે અપાતા યા તો ખાલી રહેતા.

પણ ઉપર-નીચેના પાડોેશીઓ સાથે શર્વરીને ફાવતું. એ લોકો પણ લિફ્ટમાં ભેળા થઈએ ત્યારે કહેતા હોય છે : તમારા આવ્યા પછી શર્વરી અમે આશ્લેષભાઈને હસતા-બોલતા જોયા-સાંભળ્યા છે!

અહર્નિશ, સ્નેહાભાભી સાથે મહિને એકાદ વાર ફરવા જવાનો કે ડિનર પાર્ટીનો પ્રોગ્રામ બને. કેટલી મજા આવે.

‘હવે તું મૂવ ઑન થયો હોય એવું લાગે છે...’ અહર્નિશ ખુશી જતાવતો.

પણ એ ખુશી, એ સુખને નજર લાગી ગઈ!

ગયા અઠવાડિયાની વાત. આશ્લેષે કડી સાંધી.

પોતે વાર્ષિક નિયમ મુજબ બ્લડ ડોનેટ કર્યું ને ત્રીજે દહાડે મોબાઇલ ફોન રણક્યો. નામ-નંબરનું કન્ફર્મેશન માગીને કહેવાયું, ‘હું કસ્તુરબા હૉસ્પિટલથી બોલું છું.’ સામેથી અજાણ્યા સ્ત્રીસ્વરમાં સંભળાયું, ‘મિસ્ટર આશ્લેષ, તમે ત્રણ દિવસ અગાઉ બ્લડ ડોનેટ કર્યુંને? આઇ ઍમ સૉરી ટુ સે, બટ અમારી તપાસમાં માલૂમ પડ્યું છે કે આપ HIV પૉઝિટિવ છો.’

હેં!

‘આપને વિનંતી છે કે આ૫ તાત્કાલિક હૉસ્પિટલ પર આવીને ડીન સરને મળો. તેઓ આપને વિસ્તૃત જાણકારી આપશે. ’

દિમાગમાં નરી સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. હૉસ્પિટલવાળા ચાર ચાસણીએ ચકાસ્યા વિના આવું નિદાન ન થોપે. નામ-નંબરની ખાતરી કરીને તેમણે કહ્યું એટલે ભૂલનું પોકળ આશ્વાસન પણ કેમ લેવાય? સ્વીકારવું કઠિન હતું ને સ્વીકાર્યા વિના છૂટકો નહોતો.

હું HIV પૉઝિટિવ! અસુરક્ષિત જાતીય સંબંધથી થઈ શકનારો રોગ મને થાય જ કેમ!

અને આશ્લેષના ચિત્તમાં પાનની પિચકારીવાળી બાઈ ઝબકી. તેની સાથે મેં પ્રોટેક્શન વાપર્યું નહોતું. તો શું તેનો ચેપ અત્યારે બોલ્યો?

- એ જે હોય એ, તું HIV પૉઝિટિવ બન્યો એટલે બન્યો. જીવતો-જાગતો બૉમ્બ.

સહેમી જવાતું. આશ્લેષને થતું કે આ એક ખબરે પોતાને જિંદગીનાં તમામ સુખોથી અસ્પૃશ્ય કરી દીધો છે. સમાજની દરેક નજર મને દોષ દેતી લાગે છે. અહર્નિશને કહીશ તો તે ભાંગી પડવાનો. શર્વરીને તો કયા મોંએ કહું? ના, શર્વરી તો પછી મક્કમ મનોબળે સત્ય જીરવી મને હિંમત બંધાવે એવી, પરંતુ મારા દોષની સજા તેને શું કામ મળે? મારી બદનામીમાં, મારા મૂલ્યાંકનમાં તે શું કામ સહભાગી ઠરે?

HIV પૉઝિટિવ બનેલો હું શરીરસુખ માટે નકામો ઠરી ગયો એટલે શર્વરીનું માતૃસુખ પણ અધૂÊરું રહેવાનું. એ સિતમ શું કામ?

નહીં, મારી શર્વરી દરેક સુખ ડિઝર્વ કરે છે. તેના સુખમાં હું જ અંતરાયરૂપ હોઉં તો મારે જ હટી જવું જોઈએ...

પળપળ હું મોત તરફ ધકેલાઈ રહ્યો છું, એના કરતાં એક જ છલાંગે મોતને પામી લીધું હોય તો!

આ વિચારબીજ આજની સમી સાંજે મને માથેરાનના સુસાઇડ પૉઇન્ટ પર દોરી લાવ્યું છે. બસ, હવે એક કૂદકો અને...

આશ્લેષે ખીણમાં દૃષ્ટિ ફેંકી.

ત્યારે જાણ નહોતી કે કોઈ બીજું પણ આપઘાતના ઇરાદે બાજુની જ ઝાડીમાં આવીને બેઠું છે!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK