કથા-સપ્તાહ - ઉતરાણ (ભીતરના ભેદ - 5)

‘આઇ વૉન્ટ ટુ એન્જૉય સેક્સ...’

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


સત્યેન્દ્ર નેહાલીમાં નવો જ થનગનાટ ભાળે છે. સત્યેન્દ્ર નેહાલીને સ્પર્શવાની, ચૂમવાની ઇચ્છા રાખતા; પણ નેહાલી હસીને ટાળી જતી : બધું કપડાં ઉતાર્યા પછી!

એ માટે ઉતરાણે કમુ૨તાં ઊતરે ત્યાં સુધીની રાહ પણ પાછી જોવાની.

‘સારું કામ શુભ મુ૨તમાં જ શોભેને... ઉતરાણની રાત આપણી સુહાગરાત બની ૨હેશે. ઓ...હ! ’

વર્જિનિટી ગુમાવવા દરેક કન્યા આમ જ તડપતી, થનગનતી હશે?

કે પછી નેહાલીએ મહોરું પહેર્યું છે - જેમ મેં ‘પિતા’નું પહેર્યું હતું એમ?

સત્યેન્દ્ર કશું તારવી નથી શકતા એટલે ચોક્કસ રહેવા માગે છે. નેહાલીનો મોબાઇલ, ઘરનો ફોન તો બંધ જ છે; તેને ઘરની બહાર પણ નીકળવા નથી દેતા. બારી, બાલ્કનીમાં ગ્રિલ છે, ટેરેસના લૉકની ચાવી પોતાની પાસે છે અને મુખ્ય દરવાજે મારી ખુદની ચોકી હોય પછી નેહાલીથી છટકી પણ કેમ શકાય? બૂમાબૂમ કરીને આસપાસવાળાને ભેગા ન કરી દે એ માટે આર્જવની કતલની ધમકી પણ દઈ રાખી છે...

પોતાની ચોકસાઈ સામે સ્થિતિ એ છે કે નેહાલીને જાણે છટકવામાં, હોહા મચાવવામાં રસ જ નથી. તેને તો બસ ફર્સ્ટ નાઇટનું ઘેલું છે જાણે.

‘સત્ય, તું પણ ક્લીન-અપ કરી લેજે. આઇ વૉન્ટ એવરીથિંગ નીટ ઍન્ડ ક્લીન.’

નેહાલીની તકેદારીમાં જ તેની અબળખા છતી થતી હતી.

‘હમણાં તું સવાર-સાંજ કેસરિયા દૂધ પીવાનું રાખ. એ શક્તિવર્ધક ગણાયને!’

તે આવું બોલતી ને અંગાંગે દેકારો મચી જતો.

‘મારા ખ્યાલથી આપણે માસ્ટર બેડરૂમનો બાથરૂમ વિશાળ કરવો જોઈએ - બાથટબ સમાય એવડો. ફીણવાળા પાણીમાં કેટલી મસ્તી થઈ શકે!’

માય-માય. સત્યેન્દ્ર હાંફી જતા.

‘સત્ય, તને કઈ પોઝિશન વધુ ફાવે છે?’

અત્યંત રસપૂર્વક તે તદ્દન ઉઘાડી ચર્ચા છેડી બેસે. ઊલટું સત્યેન્દ્રને જવાબ દેતાં સંકોચ થાય! શું આમ વર્તીને નેહાલી મને નર્વસ કરવા માગે છે? ના રે, એમાં નર્વસ શું થવાનું? નેહાલી સ્ત્રી થઈને ઉઘાડું બોલી શકે તો હું તો પુરુષ છું! પોતાને મિરરમાં તાકતા સત્યેન્દ્ર કન્ફર્મ કરતા - સોહામણો પુરુષ!

ગુરૂર છવાતું. સત્યેન્દ્ર માંડ રિકવરી મેળવે ત્યાં નવો મુદ્દો...

‘તારી પાસે પૉર્ન મૂવીઝનો સ્ટૉક તો પૂરતો છેને? આઇ વુડ લવ વૉચિંગ ધેમ વાઇલ એન્જૉઇંગ યુ ઇન ધ બેડ!’

સત્યેન્દ્રને થાય કે પોતે હમણાં પ્રચંડ વિસ્ફોટથી ફાટી પડશે.

- અને એટલે જ આજે સંક્રાંતનું પો ફૂટતાં હાશકારો જેવો થતો હતો...

આજે રાત્રે નેહાલીનાં અરમાન અને મારા સમણાનો સંગમ થઈ જવાનો!

€ € €

ઉતરાણ.

રસોઈઘરની બારીમાંથી આભમાં તાકતી નેહાલીના દિમાગમાં આર્જવના શબ્દો પડઘાયા : સંક્રાંત મારો ફેવરિટ ફેસ્ટિવલ. એમાં આ વખતે તો ફીરકી પકડનારી તું આવી ગઈ પછી બંદા ઝાલ્યા નહીં ઝલાય!

નેહાલી ફિક્કું મલકી. શું વિચાર્યું હતું ને કેવી આ ઉતરાણ નીકળી. આર્જવ જેલમાં છે ને હું....

તેણે માથું ખંખેર્યું : નો ઇમોશનલ થૉટ્સ. મારે આજે જે ક૨વું છે એમાં લાગણીવેડા નહીં ચાલે.

કુકરની સીટીએ એમાં સાદ પુરાવ્યો.

€ € €

‘ગુજરાતમાં આ સમયે આકાશમાં પતંગ ઊડતા થઈ ગયા હોય...’

સવારે સાડાછના સુમારે સત્યેન્દ્રને ચા ધરતી નેહાલીએ ચર્ચા છેડવાની ઢબે કહ્યું, ‘મુંબઈમાં જુઓ તો ગગન સાવ કોરુંકટ.’

પછી અચાનક બોલી, ‘ચાલો, આપણે પેચ લગાવીએ.’

અણધાર્યા પ્રસ્તાવથી સત્યેન્દ્ર ચમક્યા, ‘પેચ!’

‘યા...’ ચપટી વગાડીને નેહાલી ઊભી થઈ, ‘કમ ઑન સત્ય, આ કંઈ સામાન્ય પેચ નહીં હોય...’

પાછળથી સત્યના ગળામાં હાથ નાખીને તે કાનમાં ગણગણી, ‘પતંગબાજીમાં જે હારે તે જીતનારનો ગુલામ થઈ જાય... પથારીમાં!’

છેલ્લો શબ્દ એટલી નાજુકાઈથી બોલાયો કે સત્યેન્દ્રને કંઈ-કંઈ થઈ ગયું.

‘યુ નો, આ મારી મોસ્ટ એક્સાઇટિંગ ફૅન્ટસી રહી છે. ગુલામ પાસે પથારીમાં શું-શું કરાવવાનું એની યાદી બનાવી છે મેં...’

તેણે એક-બે કામ એવાં કહ્યાં કે સત્યેન્દ્ર એની કલ્પનાથી ઉમડઘૂમડ થવા લાગ્યા.

‘જિંદગીભરનું ગુલામીખત તને લખી આપ્યું...’

નેહાલી ખુલ્લું હસી. પછી વળી કાનમાં ગલીપચી કરી, ‘હજી તો હું ગુલામ બનું તો શું-શું સેવા કરી શકું એની યાદી ક્યાં જાણી!’

સત્યેન્દ્ર હારી ગયા, ઊભા થઈ ગયા, ‘જણાવજે તું હારે પછી!’

તેમણે નેહાલીનો હાથ પકડીને ટેરેસ તરફ જવા માંડ્યું.

‘મને ફીરકી-પતંગ તો લેવા દો...’

નેહાલીએ પતંગ અને બે ફીરકી તૈયાર રાખ્યાં હતાં, ઝડપથી એ લઈ નેહાલી સત્યેન્દ્રની પાછળ થઈ. ચાવીથી સત્યેન્દ્રે ટેરેસનો દરવાજો ખોલ્યો.

ઠંડી હવા ધસી આવી. ખુલ્લું આકાશ નજરે ચડ્યું., નેહાલીને મુક્તિનો અહેસાસ થયો.

€ € €

‘હમણાં તારો પતંગ કાપું છું...’

આભમાં છૂટાછવાયા પતંગ નજરે ચડ્યા. એ સિવાય ક્યાંય ઉત્તરાયણની અનુભૂતિ નહોતી.

પણ સત્યેન્દ્ર બહુ ગંભીરપણે નેહાલી સાથે પેચની ફિરાકમાં હતા... નેહાલી અગાસીની પાળી નજીક પોતાની ડોર થામીને ઊભી હતી, સત્યેન્દ્ર વચ્ચે ઊભા રહીને પતંગ ચગાવતા હતા. નેહાલી કંઈક એવું બોલી જતી કે સત્યેન્દ્ર ઉત્તેજનાથી ધ્રૂજી જતા, ઉઘાડી ગાળ બોલી જતા અને...

‘માય ગૉડ!’

એકાએક નેહાલીએ ચીસ નાખી. નીચે તરફ આંગળી ચીંધતાં તે બોલી ઊઠી, ‘સત્ય, આર્જવ આવ્યો!’

હેં. એ કેમ બને? મનાતું ન હોય એમ નીચે નજર નાખવા સત્યેન્દ્ર પાળી તરફ ધસ્યા. નેહાલીએ પોતાની ફીરકી વચકાવી. એમાં પગ અટવાતાં ગડથોલિયું ખાઈને સત્યેન્દ્ર પાળીનો ટેકો લઈને હજી તો સંભાળïવા મથે છે કે નેહાલીએ તેમને બેઉ પગે ઊંચકીને અગાસીની બહાર ફંગોળી દીધા!

ચીસ નાખતા સત્યેન્દ્રના હાથમાં છેલ્લી ઘડીએ પાણીનો પાઇપ ન આવ્યો હોત તો સીધા નીચે પટકાયા હોત...

અત્યારે અગાસી અને ત્રીજા માળ વચ્ચે અધ્ધર લટકતા સત્યેન્દ્રથી રાડ નખાઈ ગઈ, ‘આ શું કરે છે?’

‘જે તારા જેવા રાક્ષસ સાથે કરવું ઘટે, નરાધમ.’

નેહાલીનો ધરબાઈ રહેલો ક્રોધ ધસી આવ્યો, ‘મારી માના હત્યારા, મારા આર્જવના હિતશત્રુ સાથે હું બેડ શૅર કરતી હોઈશ? અસંભવ.’

તેનો પુણ્યપ્રકોપ ઝગારા મારતો હતો.

‘જોકે તને ભુલાવામાં નાખવા પણ મારે જે રીતે વર્તવું પડ્યું એ મારા માટે બળાત્કારની વેદનાથી કમ નહોતું રાક્ષસ, પણ તને અવ્વલ મંજિલે પહોંચાડવાનો એ જ એક રસ્તો હતો...’

સત્યેન્દ્રના મોંમાંથી ગાળ સરી ગઈ.

‘જોકે તારી હત્યાને હું અકસ્માતમાં નહીં ખપાવું. છડેચોક એની કબૂલાત કરીશ; જેથી જોરાવરનું સત્ય સામે આવે, મારા આર્જવ નિર્દોષ છૂટે.’

મારો આર્જવ. સત્યેન્દ્રે નિ:સહાયતા અનુભવી. જેને માટે મેં આટઆટલાં કાવતરાં રચ્યાં તેને મારી કદર પણ નહીં!

‘તેં જે કર્યું, મારી કાયાને પામવા કર્યું પાખંડી. પિતા બનીને પુત્રીને છળનારા જેટલો દુષ્ટ તો રાવણ પણ નહોતો.’

સત્યેન્દ્રને હવે માથે મોત નાચતું દેખાતું હતું. પાઇપ પકડવાના આંચકાથી ખભામાં અસહ્ય વેદના થતી હતી. આમ તો પોતે ટકી નહીં શકે...

તો શું મૃત્યુ?

કમકમી જવાયું. ના, આટલી ચતુરાઈ દાખવનાર નેહાલીને માત કર્યા વિના જાઉં તો સ્વર્ગમાં મમતા મારા પર હસે! એક વાર બચું, પછી જો તારી શી વલે કરું છું મમતાની બચ્ચી!

‘હું મારા ધર્મમાં ચૂક્યો નેહાલી, પણ તું તો તારો ધર્મ દાખવીને મને ઉગારી લે...’

સત્યેન્દ્ર એવા ગળગળા થઈને કાલકૂદી કરતા હતા કે પીગળી જવાય, પણ નેહાલી વજ્રની રહી.

‘તને ઉગારવાનો અર્થ મારી બરબાદી, આર્જવનું મોત. હું એટલી પરમાર્થી નથી બની શકતી એટલે તો તને કાયદાના હવાલે પણ નથી કરતી...’ આસપાસ જોઈને નેહાલીએ નજીક પડેલો બામ્બુ ઉઠાવ્યો અને પાઇપ પકડેલી સત્યેન્દ્રની હથેળી પર ઘા કર્યો. સત્યેન્દ્રની પકડ છૂટી. ત્રીજે માળેથી તે નીચે પટકાયો, ખોપરી ફૂટી.

- એ સાથે જ ક્યાંકથી ચીસ ગુંજી : કા..ય..પો.. છે!

€ € €

‘...આ છે મારી કથા.’

અદાલતના ભરચક ખંડમાં નેહાલીએ સઘળાં સત્યો ઉજાગર કરી દીધાં હતાં. આજે ફેંસલાની ઘડી હતી.

વીત્યા આ વરસમાં સત્યેન્દ્ર મર્ડરકેસ મીડિયામાં ગાજતો રહેલો. સાવકા પિતાની બદનીયત, માનું ખૂન, મંગેતરનો જેલવાસ અને છેવટે દીકરીના હાથે જ ઓરમાયા બાપની હત્યા... કોઈને સત્યેન્દ્ર પ્રત્યે સહાનુભૂતિ નહોતી. સૌ નેહાલીની હિંમતને બિરદાવતા હતા.

આમાં આર્જવ તો અગ્રેસર જ હોય.

સગાઈ પછીની પ્રથમ ઉતરાણનો કેટલો ઉમંગ હતો, પણ એ લૉકઅપમાં વીતી... પછી નેહાલીએ સાવકા પિતાની હત્યા કર્યાના ખબર આવ્યા ત્યારે આર્જવને તો જાણ થઈ કે એ પહેલાં સત્યેન્દ્ર વિવાહ પણ તોડી ચૂક્યા હતા!

સત્યેન્દ્રના અંજામ પછી પોલીસમાં જતાં પહેલાં નેહાલીએ દિવાકરભાઈ-વિનીતાબહેનને મળીને ઘટનાચક્રનો ફોડ પાડ્યો હતો. તેના બયાનમાં વિfવાસ હોવાનો જ. ત્યાર પછી દિવાકરભાઈ પરવાનગી લઈને આર્જવને મળ્યા, તેને વાકેફ કર્યો, ‘અમે તને જાણીને નહોતું કહ્યું આર્જવ. નેહાલીની વિવાહ તોડવામાં મંજૂરી નહોતી એટલે તું છૂટે કે ફરી વેવાઈને મનાવવાની અમારી ગણતરી હતી, પણ જો તો આ શું

બની ગયું!’

‘નેહાલીને કહેજો, કોઈ પણ સંજોગોમાં હું તેની સાથે છું.’

આર્જવના આ શબ્દો નેહાલીના ટેકારૂપ બની ગયા.

પોલીસતપાસ તેના બયાનની દિશામાં આગળ વધતાં જોરાવર-સુમનનાથે સત્ય કબૂલવું પડ્યું. તેમને ઘટતી સજા થઈ, આર્જવ નિર્દોષ છૂટ્યો.

પોતાની કરણીનો જોરાવરને પસ્તાવો છે, ‘મને ક્ષમા કરજો

આર્જવ-નેહાલી, આ ખેલ નેહાલીના પિતાનો હોવાની મને ગંધ નહોતી... તેમને ૫૨ખાયેલી મારી જરૂરતોએ મને વિવશ કર્યો. ફરી ક્યારેય આવો શૉર્ટકટ નહીં લઉં.’

એ જ સાચી શીખ.

મને ફસાવવા પતંગબાજીની શરતની આડ લેવાનું સૂચવનાર સત્યેન્દ્રને કલ્પના નહીં હોય કે પોતાનો અંત પણ પતંગબાજીની શરતની જ આડમાં આવવાનો છે! નેહાલીએ પતંગ-ફીરકી રેડી રાખેલાં એના પરથીયે તેમને નેહાલીની તૈયારીનો અંદાજ ન આવ્યો એ પણ કેવું!

સત્યેન્દ્રના કોઈ કૃત્યનો બચાવ

ન હોય. કોર્ટ શું ચુકાદો આપ્યો એ હવે જોઈએ...

પહેલી હરોળમાં બેઠેલા આર્જવે દમ ભીડ્યો, નજરથી નેહાલીને સાંત્વન પાઠવ્યું : ડોન્ટ વરી, જીત આપણી

જ થવાની!

- અને તેના વિfવાસને સત્ય ઠેરવતાં ન્યાયમૂર્તિએ સત્યેન્દ્રની કડક આલોચના કરીને નેહાલીને નિર્દોષ જાહેર કરી.

આર્જવ દોડી ગયો અને તેને વળગીને નેહાલી બસ રડી રહી.

આમાં માના અપમૃત્યુનો આઘાત પણ હતો અને પોતે તેના કાતિલને સજા દઈ શકી એની કૃતાર્થતા પણ!

€ € €

‘હવે અશ્રુને તિલાંજલિ...’ વિનીતાબહેને નેહાલીનાં આંસુ લૂછ્યાં, ‘ગઈ કાલે ઉતરાણ ગઈ, સૂર્ય નવી રાશિમાં પ્રવેશી ચૂક્યો એમ તમારા દુ:ખનો ચકરાવો પણ પૂરો થયો. હવે સુખને વધાવવા તૈયાર થઈ જાઓ.’

આર્જવ-નેહાલી તેમને તાકી રહ્યાં.

‘અહીંથી તું નિર્દોષ છૂટી નેહાલી, હવે બાજુની કોર્ટમાં તને કાયમ માટે બંધનયુક્ત કરવાની છે...’ હસીને તેમણે ફોડ પાડ્યો, ‘ઘરમાં વહુ આણવા મારે પળની રાહ નથી જોવી. ફૅમિલી કોર્ટમાં તમારા મૅરેજ-રજિસ્ટ્રેશન માટે જવાનું છે, મુરત શુભ છે...’

નેહાલીને લાગ્યું કે તેનો દરેક ઘા રુઝાઈ ગયો, હૈયે ફૂલવાડી મહોરી રહી છે. 

તેનો રખેવાળ આર્જવ હોય પછી એ સદા મઘમઘતી જ રહેવાની એ ઉમેરવાની જરૂર ખરી?

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK