કથા-સપ્તાહ - ઉતરાણ (ભીતરના ભેદ - 4)

નેહાલીથી ક્યાં સુધી પડદો રાખીશ?અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


શુક્રની રાતે પોતાની રૂમમાં શરાબનો જામ લઈને સત્યેન્દ્ર જાત સાથે સંવાદ કરી રહ્યા છે.

ક્યારેક તો તેની સમક્ષ ઊઘડવાનું જ છે, તો દેર શું કામ? ત્રણ દિવસ અગાઉનું મુરત ચૂક્યા ન હોત તો...

‘પપ્પા, શાંતચિત્તે તમે વિચારી જુઓ...’

બુધની સવારે નેહાલીએ વિવાહ તોડવાના નિર્ણયની પ્રસ્તાવના માંડી હતી. તેને એમ હશે કે તેની બેહોશીથી બાપ નબળો પડ્યો હશે...

‘નહીં નેહાલી, નિર્ણયની ફેરબદલી મારી ફિતરત નથી. તેં ઉંબરો ઓળંગ્યો તો મારી લાશ પડશે એમાં મીનમેખ નથી.’

તે રડી, કરગરી; પણ પીગળવું કોને હતું?

‘એવું પણ ન માનીશ કે હું નોકરીએ જઈશ એ દરમ્યાન તું આર્જવના ઘરવાળાને મળી શકીશ. મારી પાસે ઘણી રજા બૅલૅન્સ છે અને આજથી હું લૉન્ગ લીવ પર છું.’

સાંભળીને કેવી ડઘાઈ ગઈ હતી તે!

આટલું ઓછું હોય એમ મેં તેનું મોબાઇલ કાર્ડ લઈ લીધું, લૅન્ડલાઇન ડિસ્કનેક્ટ કરાવી દીધી ત્યારે તેની ઉદાસી ગહેરી બની એટલું જ.

કોઈ વિરોધ નહીં, કોઈ ત્રાગાં નહીં. મૂંગાં આંસુ સારતી દીકરીનું દૃશ્ય કોઈ પણ પિતાને અધમૂઓ કરી નાખે, પણ હું ક્યાં પિતા છું? પુરુષ હતો માત્ર. બલ્કે નેહાલી આર્જવની યાદમાં આંસુ વહાવે એની જલન થતી હતી. આર્જવમાં શું દાટ્યું છે, તેનાથી ક્યાંય વધુ મોજ હું તને કરાવીશ - એક વાર તું મારી થઈ જો!

આર્જવને કામચલાઉ છુટકારો મળી જાય તો વળી ઉપાધિ. એ સમયે કદાચ આર્જવને મળવાના ઝનૂનમાં નેહાલી મારી ધમકીને અતિક્રમી પણ જાય. એ હિસાબે કોર્ટમાં કેસની તારીખ સંક્રાત પછીની છે, એ પહેલાં મારે આખરી દાવ રમી લેવો પડે - નેહાલીની સંગેમરમર જેવી કાયાના ભોગવટાનો દાવ! ના, આમાં સમજાવટ કામ નહોતી લાગવાની. પાપ-પુણ્યના ગુણદોષને તો હું ક્યાંય પાછળ છોડી ચૂક્યો છું, પણ નેહાલી કંઈ એવી દલીલોથી માનવાની નથી. પહેલી વાર તો તેને કપટથી ભોગવવી પડે.

એક વાર યૌવન બોટાયું પછી એનો ગમ નહીં રહે. શરૂમાં તેને મારી સાથેનો સંબંધ અજુગતો, અજીબ લાગશે;

પણ મારા અનુભવી કસબથી હું તેને જીતી લઈશ...

અત્યારે પણ સત્યેન્દ્રે થયું કે પોતાના હવાઈ કિલ્લા ઊંચા છે. બસ, પહેલી વારનું પગલું લેવાતું નથી.

અમે કદાચ બહારગામ જઈએ એમ કહીને મેં કામવાળીને અઠવાડિયાની છુટ્ટી દઈ દીધી છે. નેહાલીથી કામમાં પરોવાતું નથી, પણ એથી કંઈ અટકતું પણ નથી. મોટા એવા આ ઘરમાં અમે બે જ છીએ અને છતાં શિકાર પર તરાપ મરાતી નથી! સાત-આઠ વરસથી સેવેલું સમણું સાકાર કરવાની પહેલ થતી કેમ નથી?

પહેલાં મમતાની ખબરદારીને કારણે ચોરીછૂપી નેહાલીને નિહાળવાના બહુ અïવસર ન મળતા...

સત્યેન્દ્રે કડી સાંધી -

જાણે કે લાંબી રેસ જામી હતી. જે થાક્યું તે હાર્યું અને મમતા હારી હતી... ના પોતે તેને હરાવી હતી, ખૂન કરીને હરાવી હતી.

કૉલેજમાં આવ્યા પછી નેહાલીનું યૌવન પુરબહાર હતું. સત્યેન્દ્રની ભૂખ હવે ભડકતી. મમતા એટલી જ સચેત રહેતી. છટપટાહટને ઠારવા સત્યેન્દ્રે એક વાર નેહાલીના બાથરૂમમાં પોતાનો કૅમેરા છુપાવીને શૂટિંગ ઉતારી લીધેલું...

ક્લિપમાં નેહાલીના પુખ્ત યૌવનનો દીદાર કરીને કેટલીયે રાતો એકલપેટે રંગીન બનાવી હતી! આમાં એક વાર સૂતા પહેલાં ક્લિપ બંધ કરવાનું વીસરાઈ ગયું ને વહેલી ઊઠતી મમતાની નજરે ચડતાં ફિલ્મ ડિલીટ કરીને પતિનો ઊધડો લીધો એ અલગ.

‘આટલી અધમતા.’ મમતા કાળઝાળ હતી. પહેલી વાર બીક લાગી. ક્યાંક તે આપો ગુમાવીને તમાશો માંડી બેઠી તો નેહાલી ભેદ પામી જવાની! શિકાર થયાની ઘડી સુધી નેહાલીને મારી મનોવૃત્તિનો અંદોજ આવવો ન જોઈએ, નહીંતર તે પણ માની જેમ ચેતી જવાની! દબાયેલા અવાજે તેની માફી માગતા રહ્યા એમાં નેહાલી ટપકતાં મમતાએ પણ પોતાનાં કારણોસર નશાનો fલેષ કરીને ભરમ જાળવ્યો હતો, પણ પછી તેને ધીરજ ન રહી. નેહાલીની કૉલેજ પતતાં તેણે મુરતિયા ખોળવા માંડ્યા ને આર્જવ જોડે વિવાહ ઠેરવાઈ પણ ગયો! મમતા જીતના દ્વારે પહોંચી ગઈ હતી, સત્યેન્દ્ર હારની લગોલગ હતા.

- પરંતુ હાર્યા નહોતા! હવે કોઈ પણ ભોગે જીતવું હતું. નેહાલીના યૌવન પર પહેલો અધિકાર મારો. આજ સુધી આડખીલીરૂપ રહેલી મમતાને મેં હંમેશ માટે દૂર કરી દીધી હોત તો ક્યારની કળીને ફૂલ બનાવી દીધી હોત!

- એમાં હજી મોડું નથી થયું... દીકરીનું સગપણ થવાથી મમતા બહુ હરખાય છે, પોતે લાડલીને હેમખેમ રાખી શકીના સંતોષમાં મહાલે છે; પણ તારી જીતનો પરપોટો જલદી ફૂટી જવાનો... તારી આવરદાના અંત સાથે! સત્યેન્દ્રે જરા જેટલો ખટકો યા ધક્કો અનુભવ્યો નહોતા. નેહાલીનું યૌવન મમતાની જિંદગીથી ક્યાંય વધુ કીમતી હતું, રાધર એની કોઈ પણ કિંમત ચૂકવવા તે તૈયાર હતા - ઈવન વાઇફના મર્ડરની! અત્યંત ઝીણવટથી સત્યેન્દ્રે પ્લાનિંગ કર્યું, અનેક વિકલ્પો વિચારીને મમતાના ખોરાકમાં હળવું ઝેર ભેળવવાની યોજના ફૂલપ્રૂફ જણાઈ હતી. નેહાલી મંગેતર સાથે વડોદરા મૅરેજમાં જવાની હતી, પોતે ઑફિસના સ્ટાફ-મેમ્બરની પાર્ટીમાં સવારથી બહાર રહેવાના હતા. મમતાની અડધી રસોઈ તો પોતાના નીકળતાં અગાઉ થઈ ગઈ હોય. બસ, એમાં મમતાની જાણ બહાર વિષ ભેળવીને નીકળ્યા. રેસ્ટ ઇઝ હિસ્ટરી.

ભોજન પછી મમતાની તબિયત બગડી. સત્યેન્દ્રે પણ આવવામાં મોડું કર્યું. પછી પત્નીની હાલતે બેબાકળા થવાનો ખેલ પણ આબાદ રહ્યો... અને જે ધાર્યું હતું એ જ થયું. મમતાને બચાવી ન શકાઈ ને તેનું મૃત્યુ ફૂડ-પૉઇઝનિંગમાં ખપી ગયું.

હાસ્તો, જેના સંસારમાં કોઈ જ તકલીફ, પીડા ન હોય તેના મૃત્યુમાં કોઈને હત્યાનો વહેમ પણ કેમ આવે! પોતે આવું કંઈક કર્યું હશે એની ગંધ તો મમતાનેય ન હોય, નહીંતર ડાઇંગ ડેક્લેરેશન દઈને અચૂક મને ફસાવી ગઈ હોત - બિચારી.

સત્યેન્દ્રના હોઠ વંકાયા.

મમતાના અવસાનથી તરત તો નેહાલીનાં લગ્નમાં વરસનો વિલંબ નાખીને આર્જવનું પત્તું કાપવાની મથામણ કરવા માંડી. ના, આર્જવનું ખૂન કરવાની જરૂર નહોતી. નેહાલી સાથેનું તેનું સગપણ તોડવાનું કોઈ ઠોસ કારણ ઊભું કરવું પૂરતું હતું. ભાંગી પડેલી નેહાલીને હું મારા વશમાં કરી શકું...

નેહાલી-આર્જવનાં પ્રણયતોફાનોની કલ્પના મને પજવી જતી. મારી નારાજગી કટુતારૂપે નીકળતી. આર્જવને બૂંદિયાળ કરીને અભાવ દર્શાવવા માંડ્યો... મિત્રોથી ઘેરાયેલો તે મિત્રને કારણે જ મુશ્કેલીમાં મુકાય એવું કંઈક ગોઠવાય કે નહીં?

આ દિશામાં ભેજું દોડવા લાગ્યું. તેના મિત્રોનો અભ્યાસ કર્યો, પણ કોઈ પોતાના કામનું હોય એવી શક્યતા નહીંવત લાગી. ત્યાં જોરાવરના નામ પર નજર અટકી. તેની સાથે આર્જવને જિગરી દોસ્તી તો નહીં, પણ મિત્રતાભરી ઓળખ ખરી. હી કૂડ બી માય પોન. ના, તેને મારે મળવાનું ન હોય... અમારી વચ્ચે મધ્યસ્થી બન્યા વકીલ સુમનનાથ. ઑફિસના સંસર્ગે તેમની ઓળખ. આધેડ વયના વકીલની મથરાવટી મેલી ગણાય છે. કોર્ટની બહાર સમાધાન કરાવવામાં અગ્રેસર દલાલ જેવા વકીલને પૈસા લઈ મારું કામ કરવામાં ઇનકાર શું કામ હોય! અલબત્ત, તેમને પણ એમ જ કહ્યું છે કે મને મારી દીકરીની ચિંતા છે, આર્જવ સાથે તે સુખી નહીં થાય, કંઈક એવું કરો કે તેને બે-ત્રણ વરસની જેલ થાય તો મારી દીકરી તેના પંજામાંથી છૂટે! કહીને પૂછી લીધેલું : ધારો કે તે મારપીટ કરીને કોઈને જાનથી મારવાની ધમકી આપે તો આપણો હેતુ પાર પડે કે નહીં?

જવાબ હામાં જ આવવાનો હતો, કેમ કે કાયદાપોથીનો અભ્યાસ કરીને પોતે યોજના ઘડી હતી! મારા ઇશારે જોરાવરને મળીને રૂપિયાની લાલચ આપી સુમનનાથે આખો કારસો પાર પડાવ્યો. જોરાવર ઝાઝા સવાલ પણ શું કરે? લડાઈ જામતાં સુમનનાથે પોલીસ પણ તેડાવી લીધી.

એના આધારે પોતે વિવાહ ફોક કરી દીધા. નેહાલી બુલબુલની જેમ મારી કેદ, મારી ચોકીમાં છે... હજી મારે કોની - શાની રાહ જોવી?

હવે તો બસ, યૌવનની વાવમાં ખાબકવું છે! આજની રાત વિજયપતાકા લહેરાવવાની રાત છે!

અને જામ ખાલી કરીને સત્યેન્દ્ર ઊભા થઈ ગયા. નેહાલી ડાર્લિંગ, આઇ ઍમ કમિંગ!

€ € €

દરવાજાના નૉબમાં ચાવી

નાખીને તેમણે કળ ફેરવી, હળવેથી દરવાજો હડસેલ્યો. નાઇટલૅમ્પના અજવાશમાં જોયું તો નેહાલી

નિદ્રાવશ જણાઈ.

વળી કોઈ અણખટ જાગે એ પહેલાં સત્યેન્દ્ર દોડી ગયા, નેહાલી પર પડતું મૂક્યું : હા... શ. આખરે, આજે આ બદન મારું થવાનું...

તેમણે દબાણ આપતાં નેહાલી જાગી ગઈ. ભડકી જવાયું...

‘પપ્પા...’ પોતાના પર પડેલા સત્યેન્દ્રને હડસેલતાં તે ચિત્કારી ઊઠી, ‘આ શું કરો છો?’

‘જે સુહાગરાતે આર્જવ તારી સાથે કરવાનો છે એ.’

નેહાલીના હૈયે ઘા થયો. ભદ્દા સ્મિત સાથે આટલું ગલીચ વાક્ય એક પિતા દીકરીને કહે છે?

‘હું તારો જનક નથી નેહાલી, સાવકો પિતા છું. એટલે પરપુરુષ જ કહેવાઉં!’

તેમની ગંદી સોચે નેહાલીની બુદ્ધિ બહેર મારી ગઈ.

‘તું પંદર વરસની હતી ત્યારથી આ ઘડીનો મને ઇન્તેજાર રહ્યો છે...’ સત્યેન્દ્ર વળી વળગવા મથ્યા.

સૂધમાં આવતાં નેહાલી દૂર સરકી. દિમાગમાં ધમધમાટી બોલતી હતી. નહીં પપ્પા - નો! સત્યેન્દ્ર - સાચું જ કહેતા હોય... આટલાં વરસોથી તેની નજરનું પાપ મારાથી કેમ છાનું રહ્યું?

‘આવી મોટી પંદર વરસની ઢાંઢી થઈ તોય અક્કલ ન આવી.’ માના શબ્દો પડઘાયા. નેહાલીની સમજબારી આંચકાભેર ખૂલી ગઈ : માએ એ નજર, એ નીયત પારખી હતી! તેના દરેક સંદર્ભ હવે સ્વયં સ્પષ્ટ છે... મને સત્ય નહીં કહેવા પાછળ પણ તેની કાળજી જ હતી.

‘એટલે તો મારે તેને રવાના કરવી પડી...’ સત્યેન્દ્ર લુચ્ચુ હસ્યા, નેહાલી પોતાના ખોફમાં રહે એ માટે પણ આ બધું જરૂરી હતું.

નેહાલીનું લાગણીતંત્ર ખળભળી ઊઠ્યું : માની હત્યા થઈ હતી? એમાં હું નિમિત્ત બની? - ના, હું નહીં, આ પુરુષની કામાંધ વાસના! આ માણસ પિતા શબ્દને લાયક નથી, તે પિતા હોઈ જ ન શકે.

નેહાલીની ભીતર ઝંઝાવાત ફૂંકાતો હતો.

‘તારી માને વળાવ્યા પછી એક કાંટો હજી કાઢવાનો હતો.’

તેમનો મર્મ પરખાતાં નેહાલીની છાતી હાંફવા માંડી : આ...ર્જવ!

‘જોરાવર મારું પ્યાદું હતો.’ યુદ્ધનો વિજેતા પોતાની ચાલબાજીની યશગાથા માંડે એમ સત્યેન્દ્ર કહી ગયો. નેહાલી અવાકપણે સાંભળી રહી. જોરાવરની કરણીની ગુથ્થી હવે ઊકલી, કોની દોરવણીથી તેની જુબાનીમાં કાયદાનો રંગ ભળ્યો એ હવે સમજાણું. મારામારી વખતે જ પોલીસ ક્યાંથી આવી ચડી એનો ખુલાસો હવે મળ્યો.

બબ્બે અડચણ હટાવવામાં પોતાનું ધાર્યું પાર પાડનાર હવે ફળ ચાખવા અધીર બન્યો છે... વસ્ત્રોનું અંતિમ આવરણ હટાવવા બેબાકળો બન્યો છે.

મારા કહેવાથી તે અટકવાનો નથી, તેણે કદી મને દીકરી માની નથી, મારા માટે તે હવે મારો બાપ નથી. બળાત્કાર વેઠવાની મારી તૈયારી છે?

નેહાલી આંખો મીચી ગઈ. ખૂલી ત્યારે દ્વિધા નહોતી,

‘તેં હમણાં સુહાગરાતનો ઉલ્લેખ કર્યો. સત્ય...’ નેહાલીની છાતી હજી હાંફતી હતી. તેને લોલુપ નજરે તાકતો સત્યેન્દ્ર નેહાલીના તુંકારે મલક્યો.

‘મને પણ એના ઓ૨તા હતા... મારા કોરા અ૨માનને મારે બળાત્કારમાં કચડાવા દેવા નથી.’ નેહાલીએ ઊંડો શ્વાસ લીધો, ‘આઇ વોન્ટ ટુ એન્જૉય સેક્સ...’

હેં.

‘પણ આજે નહીં, અત્યારે નહીં...’ તેણે ઉતાવળે ઉમેર્યું, ‘એ રાત યાદગાર રહેવી જોઈએ, અધકચરી નહીં... એની કેટલી તૈયારી હોય તને કેમ સમજાવું. મારે ક્લીન-અપ પણ કરવાનું છે...’ તે શરમાઈ.

સત્યેન્દ્ર સમજી ન શક્યા : નેહાલી મને ટાળે છે, ટટળાવે છે કે પછી ખરેખ૨...

સ્ત્રીના હૃદયને કોણ સમજી શક્યું છે!

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK