કથા-સપ્તાહ - તેરે મેરે બીચ મેં (ગુણ-અવગુણ - 5)

‘શાબાશ જમાઈરાજ.’

ન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


એક બપોïરે વિભાવરીબહેન સીધાં આદર્શની લારી પર પહોંચ્યાં. નવી લારી રંગરોગાનથી સુશોભિત હતી. આસપાસની ચોખ્ખાઈ આંખે ઊડીને વળગી. આદર્શ કામ પણ ચપળતાથી કરે છે!

‘ડિગ્રીધારી જમાઈ જોડે દીકરીને પરણાવી ત્યારે જાણ નહોતી કે એક દહાડો તે લારી ખોલશે.’ આદર્શે

ધરેલી પ્લેટ લેતાં તેમણે કહેલા

શબ્દોમાં વઢ નહોતી, ‘આવવું’તું તો તમને વઢવા જ... કાવેરીને તો અમે કહેલું પણ કે સાવ જ આવું!’

‘તો સીધો ઠપકો મને જ દેવો

હતોને. માબાપના ગુસ્સામાં પણ સંતાનનું ભલું જ હોય છે.’

‘સાચું કહું તો તમારો આ ઠાકવાઈનો ગુણ જ મને વારતો રહ્યો. જમાઈરાજ સમજુ છે, બધું વિચારીને જ કરતા હશે! વળી આ મામલે મેં કાવેરીને ટાઢી ભાળી. થયું કે મારાં દીકરી-જમાઈ રાજી તો અમેય રાજી!’ કહીને મૂળ વાતે આવ્યાં, ‘કાવેરીની જેમ તેની નાની બહેન સારિકા માટે તમારા જેવા જમાઈની મને હોંશ હતી. એ તલાશ પૂરી થઈ રહેલી જણાય છે. બે દહાડા અગાઉ અમે જે મુરતિયો જોયોને - ખારનો વિક્રાન્ત - તે ગમ્યો છે. છોકરાની હા હોય તો અંતિમ

નિર્ણય અગાઉના બીજા મેળાપમાં તમારે-કાવેરીએ હાજર રહેવું પડશે.’

‘જરૂર મા.’ આદર્શે કહ્યું, ‘પણ તમેય એક કામ કરશો?’

€ € €

‘મારી કાવેરીમાં મારો જીવ.’

અઠવાડિયા પછી સારિકા-વિક્રાન્તના ગોળધાણા ખવાણા ત્યારે વિભાવરીબહેન નિમંત્રિતોને હરખભેર કહેતાં હતાં, ‘સારિકા-નકુલની હું મા ખરી, પણ તેમના માટે મારાથી વધુ ભોગ મારી મોટી દીકરી કાવેરીએ આપ્યો છે...’

કાવેરી સ્તબ્ધપણે સાંભળી રહી. ના, પોતાને વખાણ સાંભળવાની ચાહ કદી નહોતી અને મા બધાની વચ્ચે મને વખાણે છે ત્યારે થાય છે કે મેં જે કર્યું એ મારા ઘર ખાતર, માબાપ ખાતર, ભાઈબહેન ખાતર કર્યું... માના

શબ્દે-શબ્દે ભીતર કશુંક સમેટાતું

હતું - ઢસરડાની ફરિયાદો, સુખના અભાવની સમજ....

‘બસ મા...’ એક તબક્કે તેણે કહેવું પડ્યું, ‘અમને ઘડનારી તું... હું તો કેવળ તને અનુસરી...’

‘ધન્યવાદ આદર્શકુમાર...’ મહેમાનોના વિખરાયા બાદ સાસુએ એકાંત મેળવીને જમાઈનો વિશેષ આભાર માન્યો. ‘કાવેરીના ગુણ કહીને આજે મને ખુદને બહુ સારું લાગ્યું... તેનો એ હક દેવાનું મને સૂઝ્યું ન હોત, જો તમે સૂચવ્યું ન હોત...’

અને આ સાંભળી ચૂકેલી કાવેરી હળવેથી ત્યાંથી સરકી ગઈ.

‘જાણો છો આદર્શ...’ રિટર્નમાં તે કહ્યા વિના ન રહી શકી, ‘પિયરમાં હું નાની વયથી ઘરકામમાં જોતરાઈ ગયેલી. મેં સરખું બાળપણ પણ માણ્યું નથી... એની મને ફરિયાદ રહેતી; પણ હું મોટી દીકરીની ફરજ નિભાવતી હતી, મારાં ભાઈ-બહેનોને નિર્બંધતા આપતી હતી એ દૃષ્ટિ આજે કેળવાઈ, લાગણીનો એ તંતુ આજે સંધાયો. પિયરના સુખની કિંમત મને આજે સમજાઈ.’ કાવેરી ભાવુક હતી. જાણતી હોવા છતાં પૂછ્યું, ‘જાણે મા આજે એકદમ આમ કેમ બોલવાની થઈ! ’

હતું કે હમણાં આદર્શ પોતાનો હાથ કબૂલશે પણ...

‘ક્યારે શું બોલવું એની સમજ માને તો હોય જને! હું તો એટલું જાણું કાવેરી કે આજે બધાની વચ્ચે તેમણે તને સારિકા-નકુલની માના સ્થાને મૂકીને તેમના હકમાં ભાગ આપ્યો છે. એનાથી વિશેષ વળતર કોઈ હોઈ ન શકે.’

કાવેરી અવાકપણે આદર્શને નિહાળી રહી. આ પુરુષ! કાશ, તે પાંઉવડાની લારી ન ચલાવતો હોત... કાશ, આદર્શ મારા ક્રાઇટેરિયામાં ફિટ થતા હોત...

€ € €

ત્રીજી સવારે મોહિત દોડી આવ્યો, ‘આદર્શ ક્યાં! ભાભી, તમે આ વાંચ્યું?’

‘આદર્શ તો લારીએ જવા નીકળી ગયા...’ છાપું હાથમાં લેતી કાવેરીએ ખબર વાંચ્યા : પત્નીએ તેજાબથી પતિનું પુરુષાતન બાળી નાખ્યું!

હાય-હાય... આવા ખબર!

કાવેરીને તંગ થતી ભાળીને મોહિતે ઉતાવળે ખુલાસો કર્યો, ‘નથવાણીની વાત છે ભાભી...’

નથવાણી... કાવેરીના કપાળે કરચલી ઊપસી : કોણ નથવાણી?

‘અરે, અમારો HRનો વડો... એક નંબરનો લંપટ આદમી હતો, પોઝિશનનો ગેરફાયદો ઉઠાવવામાં મહેર...’

તેની કરમકુંડળી જાણીનેય કાવેરીએ ખાસ પ્રતિભાવ ન દેતાં મોહિત અકળાયો, ‘હજીયે કેમ આમ ઠંડાં છો ભાભી! તમારે તો ઊછળવાનું હોય. આખરે તમારા પર નજર બગાડનાર પુરુષને તેની બૈરી જ પહોંચી વળી.’

કાવેરીમાંથી કરન્ટ પસાર થયો : મારા પર નજર બગાડનાર એટલે?

‘માય ગૉડ, તમને આદર્શે જાણ જ નથી કરી?’ મોહિતે આઘાત અનુભવ્યો.

કાવેરી ટટ્ટાર થઈ. શાની જાણ? હવે તો તમારે કહેવું જ પડશે મોહિતભાઈ...

મોહિતે ઊંડો શ્વાસ લીધો, ‘ભાભી, ઘટનાની શરૂઆત અમારા બૅન્કના ફંક્શનથી થઈ...’

કથા ઉલેચાતી ગઈ એમ કાવેરીના રંગ બદલાતા ગયા.

€ € €

હે ભગવાન. ‘હું આદર્શને લારી પર મળી લઉં’ એમ કહીને મોહિતના નીકળ્યા બાદ કાવેરી મૂકપણે સોફા પર બેસી પડી. બીજો કોઈ પુરુષ હોત તો અમીરી માટે ટોક-ટોક કરતી પત્નીને બૉસને ધરીને જોઈતું મેળવી લીધું હોત... એને બદલે આદર્શે નથવાણીને પડકાર્યો, રાતોરાત નોકરી છોડવા પાછળનું કારણ હું હતી! પત્નીનું સ્વમાન ન સચવાય ત્યાં આદર્શ શાહ રહી ન શકે.

ઓ...હ! સામે મેં શું કર્યું? મેં કદી જાણવાની તસ્દીયે ન લીધી. બધું મને અનુકૂળ પડતી ધારણાઓ વડે ધારી લીધું. મેં એવો અવકાશ જ ન આપ્યો કે આદર્શ ખૂલી શકે...

આદર્શની ધમકી પછી નથવાણીએ કાવેરીને તો વિસારવી પડી, પણ એમ તો પતિની રંગરેલી પત્નીથી સાવ છાનીયે નહોતી. નવી જોડાયેલી સેક્રેટરી સાથે તેઓ વધુ પડતા ક્લોઝ થવા ગયા એમાં મિસિસ નથવાણીનો પિત્તો હટ્યો ને ગઈ રાતે તેમણે જાતે જ ધણીના ગુપ્તાંગ પર ઍસિડ રેડીને કાયમ માટે બિચારાને નકામા બનાવી દીધા! અંગ ગયું, આબરૂ ગઈ. બૅન્કે તાત્કાલિક અસરથી તેમને ડિસમિસ કર્યા. બૂરાઈનો અંજામ બૂરો એ આનું નામ!

નથવાણી જેવા સાથે આવું જ થવું જોઈએ. સવાલ એ છે કે આદર્શ જેવા સાથે શું થવું જોઈએ?

‘હાઉ ડેર યુ!’

તીણા ઊંચા અવાજે કાવેરીને ઝબકાવી. જોયું તો ચોંકી જવાયું : અરે! સામા ઘરનો દરવાજો ખોલીને મનસ્વી કેમ ચિલ્લાઈ રહી છે?

‘આખા ગામમાં ઢંઢેરો પીટીશ. તારા કરતાં તો તાબોટા ફોડનારો સારો...’

હાંફતી મનસ્વીના તેવર રણચંડી જેવા હતા, પણ એમ તો અક્ષ પણ શાનો ગાંઠે? તેણે પાધરકા મનસ્વીના વાળ પકડીને એવો ઝાટકો માર્યો કે કાળી

ચીસ નાખતી બિચારી વાંકી વળી ગઈ - ઓ રે!

બધું ભૂલીને કાવેરી દોડી ગઈ : ઉંબરે ઊભા બેઉ આ શું કરો છો!

‘મારું ચાલે તો લાત મારીને તગેડી મૂÊકું... મારા પૈસે એશ કરાવી ત્યાં સુધી તેનો વહાલો હતો અને હવે...’

‘બળી તારી એશ...’ મનસ્વી પણ એટલા જોમમાં ત્રાટકી, ‘ગુલામડીની જેમ મને વાપરી છે તેં.’

તેમના આરોપ-પ્રત્યારોપમાં બધો કોહવાટ ઊભરાઈ આવ્યો. એ ચિત્ર કાવેરીની કલ્પના બહારનું હતું.

અક્ષ-મનસ્વીના દામ્પત્યમાં પોતે જે સુખ અનુભવ્યું એ કેવળ આભાસ હતો! અહીં બેઉ પક્ષ ખોટા હતા ને તોય જોરશોરથી બીજાને ખોટો ઠેરવવાની હાસ્યાસ્પદ કહો કે ઘૃણાસ્પદ કોશિશ કરી રહ્યાં હતાં! ખેર, અક્ષનો હાથ હવે તંગ છે, ભાડૂતે ઠગાઈ આદરી છે એટલું તો તેમના સવાદ પરથી પરખાય છે. આમાં પતિને ખુલ્લો પાડવા જેવું મનસ્વીને શું લાગ્યું? 

‘રેન્ટરે જગ્યા છોડવી નથી. મારા દબાણે અક્ષે તેને પ્રેશર કરી જોયું તો બદમાશ કહે છે...’ મનસ્વી કંપી ગઈ, ‘કે તારી બૈરીને મને ભાડાપેટે આપી દે તો હું તેની સાથે જગ્યાનું લાઇફ-ટાઇમ ભાડું ચૂકવ્યા કરું.’

વળી પાછી ઇન્ડિસન્ટ પ્રપોઝલ! મરદોને આ થયું છે શું?

‘આવી વાતમાં મજાક ન હોય. સાંભળીને બોલનારી ફેંટ પકડવાને બદલે આ...’ મનસ્વીએ તમાચો વીંઝ્યો, ‘મારો વર મને કહે છે કે તારે તેની રખાત બનવું પડશે!’

‘સાડીસત્તર વાર બનવું પડશે...’ અક્ષે વળતા બે લાફા વીંઝ્યા, ‘મારા રૂપિયે એશ કરીને મને બહુ લૂંટ્યો તેં, હવે તારું જોબન લૂંટાવીને હું સમૃદ્ધ થવા માગું તો ખોટું શું છે!’

કાવેરીથી વધુ સહન થાય એમ નહોતું. પતિ-પત્નીને લડતાં મૂકીને તે પોતાના ઘરે આવી ગઈ, દરવાજો ભીડી દીધો.

‘ખરી સુખી તો તે જ છે....’ આવરણ વીંધીને મનસ્વીનો સ્વર પડઘાયો, ‘આપણને બેઉને એ પરખાતું હતું. એટલે તો તેને ભુલાવામાં નાખવાનો વિકૃત આનંદ આપણે માણતાં રહ્યાં... એક આદર્શ છે જે પત્નીને ભૂખી ન રાખવા લારી સુધ્ધાં ચલાવે છે, જાતે જાળાં પાડે, પત્નીને રાંધીને ખવડાવે. ખરું સુખ તો પરસ્પરના સાંનિધ્યનું છે જે આદર્શે કાવેરીને ભરપૂર આપ્યું છે.’

મનસ્વીનો શબ્દેશબ્દ કાવેરીના હૃદયપટમાં ભૂકંપ આણતો હતો. સ્થળ ત્યાં જળ ને જળ ત્યાં સ્થળ થવાની એ વેળા હતી.

‘તું ભૂલી હો તો યાદ અપાવું કે તારે આદર્શની નહીં, મોહમ્મદની રખાત બનવાનું છે.’ 

કાને હાથ દાબીને કાવેરી ભીતર રૂમમાં જતી રહી.

જોયું કાવેરી! અરીસાનું પ્રતિબિંબ કહેતું લાગ્યું : આદર્શ તારી પસંદ નહોતો, માન્યું; પણ પછી તારી તેના માટેની અપેક્ષાઓ પણ બીજાની દેખાદેખીના રસ્તે વળી. આદર્શ પ્રત્યે સૂગ કેળવવાનું દરેક બહાનું તું આવકારતી રહી. આજે ખબર પડે છે કે એ તો મૂળથી જ ખોટું હતું! જે અક્ષનો દાખલો દેતી રહી તે તો માટીપગો નીકલ્યો, મારાથી વધુ સુખી જણાતી મનસ્વી દંભી નીકળી! હજીયે શું વિચારે છે કાવેરી? માને તેણે સમજાવી. બેશક આદર્શ પાસે ઝાઝો પૈસો નથી, પણ રૂપિયાને કમાવાની તાકાત તો છે. પતિ પત્નીના શીલની રક્ષા કરી શકતો હોય તો એ એક ગુણ આગળ બીજું બધું ગૌણ છે કાવેરી... 

હૃદયમાં ઝંઝાવાત જાગ્યો. હોઠ ભીડીને કાવેરીએ આદર્શïને ફોન જોડ્યો : અબી હાલ ઘરે આવો તો, જરૂરી કામ છે!

પાંચમી મિનિટે આદર્શ આવ્યો ત્યારે સામા ઘરનો કોલાહલ શાંત થઈ ચૂકેલો લાગ્યો. કાવેરીને અત્યારે કોઈની પરવા નહોતી. કાવેરી આદર્શને રૂમમાં લઈ ગઈ, ‘તમે મારી પસંદનો પુરુષ ખોળવાનું કહેતા હતાને આદર્શ. મને એ મળી ગયો! પણ એ કહેતાં પહેલાં મારે જે ક્યારનું પૂછવું-કહેવું જોઈતું હતું એ હવે પૂછવાનું સૂઝે છે : તમે તમારા માટે પાત્ર શોધવાનું શરૂ કર્યું?’

આદર્શે થડકારો અનુભવ્યો.

‘શોધી કાઢીશ.’ આદર્શે ખભા ઉલાળ્યા.

‘તમારા માટે એક પાત્ર મેં શોધ્યું છે આદર્શ. એને જો અપનાવી શકો તો.’ કાવેરીએ ડ્રેસિંગ-મિરર તરફ આંગળી દર્શાવી.

સજોડેનું પ્રતિબિંબ નિહાળીને આદર્શની કીકીમાં હેત ઘૂંટાયું.

‘આજનો એક દિવસ કુદરતે મારી આંખ ખોલવા પૂરતો રાખ્યો હોય એવું કંઈક બન્યું...’ તે કહેતી રહી, ‘તમારા ગુણ ઊઘડ્યા આદર્શ ને મારા અવગુણ.’ કાવેરીએ હથેળીમાં મોં છુપાવ્યું, ‘હું મને બહુ બિહામણી લાગી આદર્શ, તમે જ મારો ઉદ્ધાર કરી શકો.’

પગે પડવા જતી કાવેરીને આદર્શે થામી, ઊભી કરી, ‘તારે ઝૂકવાનું ન હોય કાવેરી...’ કહીને ઉમેર્યું ‘આજે કહું છું કે મેં તને દિલમાંથી ત્યજી જ નહોતી. એ મારા વશમાં નહોતું, પણ પુન: મિલનમાં એક શરત રહેશે.’

‘શરત!’

‘મારી સમક્ષ મન નિરાવૃત ન કરવાનો અવગુણ તું ત્યજે તો તું મારી!’

‘ત્યજ્યો આદર્શ ત્યજ્યો!’

હસતી-રડતી કાવેરી એવા તો જોશથી વળગી. પછી પ્રણયની ભરતીમાં કડવાશ, રાવ-ફરિયાદ તણાઈ ગઈ!

€ € €

સવારે આદર્શની આંખ મોડી ઊઘડી. જોયું તો ચાર વાગ્યાની ઊઠીને કાવેરીએ નવા દિવસની તમામ તૈયારી પતાવીઓ દીધી હતી...

એ દહાડે આદર્શ થનગનાટભેર ઘરેથી નીકલ્યો, તેને ‘વહેલા આવજો’ કહેતી કાવેરી મહોરી ઊઠી ને કોઈની બૂરી નજર લાગે કે અભાવ પ્રવેશે એ પહેલાં દરવાજો બંધ કરી દીધો!

€ € €

કથાના ઉપસંહારમાં એટલું જ કે...

આદર્શનાં પાંઉવડાં આજે મુંબઈની ઓળખ સમાન ગણાય છે, ચાર શાખાઓ કરી છે, સંપત્તિની રેલમછેલ વચ્ચે પણ પતિ-પત્નીનાં સુખ-સંતોષનાં મૂળિયાં એટલાં જ સલામત છે...

પુરુષત્વ ગુમાવીને બદનામ થઈ ગયેલા નથવાણીએ બિલ્ડિંગ પરથી કૂદીને આપઘાત વહોરી લીધેલો. બૅન્કમાં ઘણાને ત્યારે પાર્ટી દેવા જેવી ખુશી થઈ હતી એ કેવું જીવન!

મનસ્વીએ હોહા ઘણી કરી; પણ છેવટે તો દોલત, લાઇફ-સ્ટાઇલનો મોહ છૂટ્યો નહીં એટલે મનેકમને મોહમ્મદની રખાત બની ગઈ છે. પોતપોતાના અવગુણોથી જકડાયેલાં ત્રણ પાત્રોના એ ત્રિકોણનું આગળ જતાં શું થાય કહેવાય નહીં!

બાકી, ગુણોત્તમ એવાં આદર્શ-કાવેરી સુખી જ રહેવાનાં એ નક્કી.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK