કથા-સપ્તાહ - તેરે મેરે બીચ મેં (ગુણ-અવગુણ - 2)

સોમની સવારે આદર્શે નાસ્તામાં વડાંનો નવો ઘાણ કાઢ્યો.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


‘ઇટ્સ માઉથ ટેમ્પટિંગ...’ ચા ૫ત્તી લેવા આવેલી મનસ્વીને પ્લેટમાં વડાં ધર્યાં તો પહેલા કોળિયે જ તે ખીલી ઊઠી, ‘આટલાં ટેસ્ટી વડાં મેં કદી

ખાધાં નથી. ચોક્કસ આ આદર્શભાઈની કમાલ હોવી જોઈએ. તમારા હાથમાં જાદુ છે રિયલી!’

‘બધી મારી મમ્મીની કેળવણી છે. મુંબઈમાં એકલા રહેવાનું બનવાનું જાણીને તેણે મને બધી વાતે ટ્રેઇન

કરી દીધેલો. ભોજનમાં સ્વાદ, વ્યક્તિત્વમાં સંસ્કાર અને સ્વભાવમાં સ્વમાનના ગુણ હોવા જ જોઈએ એવું મારી વિજયામા કહેતી.’

(મા-મા! સારું છે સાસુમા હયાત નથી, નહીંતર સવાર-સાંજ પતિ ભેગી મારેય તેમની આરતી ઉતારવી પડત કે બીજું કંઈ!)

‘વાઉ!’ હસી લઈને મનસ્વીએ ઉમેરેલું, ‘મારા અક્ષને આવું કંઈ ફાવે નહીં હોં. એક વાર તેને મેં મારા માટે ચા બનાવવાનું કહ્યું એમાં તેણે જે ઇન્વેન્શન કર્યું, માય ગૉડ, ફરી મેં તેને કિચનમાં પગ નથી મૂકવા દીધો! તે તો ઘણી વાર મનેય રાંધવા ન દે. કહે, બધાં બૈરાં રાંધતાં રહેશે તો બિચારા હોટેલવાળાનો ધંધો કેમ ચાલશે!’

જોયું, પુરુષ તો આવા દિલેર હોવા જોઈએ!

કાવેરીને ખુદને જાણ નહોતી કે તેનું અંત૨મન રાવ-ફરિયાદોના લાવારસથી ખદબદતા જ્વાળામુખી જેવું બનતું જાય છે... ક્યારેક એનો વિસ્ફોટ થશે ત્યારે?

€ € €

‘કેવી રહી રવિની રજા?’

સોમની બપોરે બૅન્કના લંચરૂમની બેઠકમાં ટિફિન ખોલતાં મોહિતે પૂછ્યું.

મૂલ્યોમાં માનનારો, સુખ-સંતોષમાં જીવનારો આદર્શ કાર્યક્ષેત્રે પોતાની જવાબદારીઓ નિષ્ઠાથી નિભાવતો. ‘ધિરાણ’ બૅન્ક મુંબઈની પ્રાઇવેટ બૅન્કોમાં મોખરાનું સ્થાન ભોગવતી અને બેસ્ટ પર્ફોર્મ કરતા કર્મચારીઓને જ રાખવાની નીતિ ધરાવતી. ટૉ૫ મૅનેજમેન્ટના સ્પષ્ટ અભિગમને કારણે બૅન્કના કૉર્પોરેટ HR ટીમની બાજનજર કર્મચારીગણ પ૨ રહેતી. આ પ્રકારની કંપનીઓમાં સામાન્યપણે બને એમ કર્મચારીઓ HRની ગુડ બુકમાં રહેવાના પ્રયત્નો કરતા. બૅન્કના ફાઇનૅન્સ મૅનેજર કરતાં HR મૅનેજરનો કડ૫ વધુ વર્તાતો અને વરલીની મેઇન બ્રાન્ચમાં હેડ-ણ્ય્નો તો રૂત્બો જ નિરાળો.

‘ધેટ ફેલો ઇઝ અ પિગ...’

ઉપરી HR નથવાણીસાહેબ માટે ખાનગીમાં ખુલ્લેઆમ કહેવાતું. બૅન્કની સ્થાપનાથી સંસ્થા સાથે જોડાયેલા આધેડ વયના મકરંદ નથવાણીએ પોતાનાં મૂળિયાં એવાં વિસ્તારેલાં કે મૅનેજમેન્ટ પણ તેમનો બોલ ઉથાપે નહીં...

‘અબાધિત સત્તા માનવીને કરપ્ટ બનાવી દે છે. બટરિંગ તો આજે બધે જ હોય, પણ નથવાણીને તો ભેટસોગાદથી માંડીને સુંવાળી સોબત સ્પૉન્સર કરવા સુધીના અખતરા થતા હોવાનું સંભળાય છે. હમણાં જેને ઇન્ક્રીમેન્ટમાંથી બાકાત રખાયો એ તિવારી તો રાજીનામું મૂકીને જતાં પહેલાં કહેતો ગયો કે મેં દિવાળીમાં કશું ગિફ્ટ ન કર્યું એનો ખાર રાખીને મને કઢાયો છે.’

લંચ કે ટી-બ્રેક દરમ્યાન થતી રહેતી આવી કાનાફૂસીને આદર્શ બહુ ગણતરીમાં ન લેતો. આગ વિના

ધુમાડો ન હોય એ સાચું, પણ એમ તો કેવળ દિવાળી-ગિફ્ટનો મોહ રાખીને નથવાણી પર્ફોર્મન્સ ઇવૅલ્યુએટ કરતો હોત તો-તો ક્યારના તેના દહાડાય ભરાઈ ચૂક્યા હોત...

‘મને તારો અપ્રોચ ગમે છે આદર્શ. ગૉસિપને એન્ટરટેઇન કરવી નહીં, આપણા કામ સાથે કામ રાખવું...’ મોહિત કહેતો.

અગાઉ વિરારની બૅન્કમાં થોડો અનુભવ લઈને ત્રણેક વરસથી ‘ધિરાણ’માં જોડાયેલા આદર્શની પ્રકૃતિ જ એવી કે બધાને તેની જોડે ફાવે. કાર્યસ્થળે પ્રોફેશનલ અપ્રોચ રાખવામાં તે માનતો. કોઈ જોડે પર્સનલ થવાનું નહીં, બીજાની અંગત વાતોમાં માથું મારવું નહીં.

દહિસરથી આવતો મોહિત આમાં અપવાદ હતો. બેઉ લગભગ એક જ ગાળામાં ‘ધિરાણ’માં જોડાયેલા. વયમાં સરખા એટલે પણ ઘનિષ્ઠતા જામેલી. મોહિતની જૉઇન્ટ ફૅમિલી હતી ને બિચારો મા-વાઇફના રિલેશનને લઈને મોટા ભાગે પરેશાન હોય. માથી રસોડું છૂટતું નથી, વાઇફના કામમાં વાંધા કાઢે ને ક્યારેક વાઇફ પણ જાણીને આડી ફાટે...

‘સંસારમાં આવું બધું ચાલ્યા કરે.’ આદર્શ તેને સાંત્વન આપે, ભડકાવાથી દૂર રહે. પોતાની લક્ષ્મણરેખા દરેકે જાણી લેવી જોઈએ.

‘તારે સારું. સંસારમાં વરબૈરી બે જ...’

‘મારી મા હયાત હોત તો પણ આવા ઝઘડા ન થાત, કેમ કે તેનામાં ક્યારે શું છોડવું એની સમજ હતી.’ આદર્શનો ગર્વ રણઝણી ઊઠતો.

મા-બાપની ખોટ તેને હંમેશાં લાગતી. પ્રમાણમાં નાની ઉંમરે, મારા સંસારનું સુખ જોયા વિના ગયાં એનો હૈયે વસવસોય રહેતો. એટલે તો તક મળતાં તેમને ભાવથી સાંભરી લેતો.

‘યા, એમ તો કાવેરીભાભીયે સૂઝવાળાંને.’

મોહિત એકાદ વાર સજોડે અમારે ત્યાં આવ્યો હશે... તેના ફૅમિલી ઇશ્યુઝ જાણીને પોતે તેને ત્યાં જવાનું ટાળતો. રજાનો દિવસ કેવળ કાવેરીના સાંનિધ્યમાં ગાળવો આદર્શને ગમતો, મારી રજા પર હક તેનો! 

‘અફર્કોસ...’ મોહિતના વિધાનમાં સંમતિ પુરાવીને આદર્શ જાત સાથે સંવાદ સાધતો...

કાવેરીના સંસ્કાર-સમજમાં પ્રશ્નાર્થ હોય જ નહીં... છતાં પત્ની ક્યારેક બંધ કળી જેવી લાગતી. 

આદર્શ પોતાના તરફથી તેને ખુશ સંતુષ્ટ રાખવાના બનતા પ્રયત્નો કરતો. છુટ્ટીઓમાં ગામ જવાનું થાય ત્યારે તેને ફુલ આરામ મળે એની ચીવટ રાખતો. રવિવારે મોટા ભાગે તે જાતે રાંધતો. કાવેરી આ બધાની ખુશી જ જતાવતી હોય, છતાં... છતાં ક્યારેક એવું લાગતું કે જાણે ક્યાંક કશુંક ચુકાય છે.

‘કાવેરી, ઘરમાં જાળાં ઘણાં

બાઝ્યાં છે.’

બૅચલરહુડથી આદર્શને ઘર ચોખ્ખુંચણક રાખવાની ટેવ. લગ્ન પછી પોતે એકાદ-બે વાર આમ કહ્યું ત્યારે કાવેરીથી છણકો થઈ ગયેલો : જાળું દેખાતું હોય તો સાફ કરી લો, મને શું કામ કહો છો. હું કંઈ કામવાળી છું!

સાંભળીને ડઘાઈ જવાયું. પછી થયું, હશે કામથી કંટાળેલું માણસ આમ બોલી જાય... ફરી આવું થાય નહીં એ માટે પોતે રવિની સવારે સાફસફાઈ કરવાનો ધારો જ પાડી દીધો!

‘અક્ષભાઈ શૅરબજારમાં કેવું કમાય છે!’

સામે રહેતા પાડોશીનો દાખલો કાવેરી ઘણી વાર આપે. કાવેરીમાં એવી દેખાદેખી ખરી. કદાચ દરેક ઔરતમાં થોડાઘણા અંશે રહેતી હશે... બેશક, અમારે ઘરની લોન ચાલે છે,

સેવિંગ્સ મારી પ્રાયોરિટી છે એટલે હાથ છૂટો રખાય નહીં; પણ એનો તો કાવેરીએ ક્યાં કદી વાંધો જતાવ્યો

જ છે! સમજદાર પત્નીની જેમ તેણે હરવા-ફરવાના મોજશોખ દાખવ્યા જ નથી. હું પૂછું તોય ઇનકાર કરી દે - આપણે ઘરે જ સારાં!

આ વાક્યમાં રહેલો ટોન ક્યારેક સતાવી જાય. કાવેરી કંઈ બીજું જ સૂચવવા માગે છે? એનું બિટવીન ધ લાઇન શું હોઈ શકે?

અને આદર્શ ટટ્ટાર થતો. નહીં, કાવેરીએ કશું પણ બિટવીન ધ લાઇન્સ રાખવાની જરૂર શું પડે? મેં એટલી મોકળાશ તો રાખી જ છે કે તે મન નિરાવૃત કરી શકે. નહીં, નહીં... હું વધુ પડતું વિચારું છું! પોતાને અહીંનું તહીં કરવાની ટેવ નહીં હોય એટલે પત્ની સાથે ઑફિસની વાતો થતી, પણ મોહિતના ઘરના ઇશ્યુઝને શૅર કરવાનું ટાળતો; પણ હા, તે શૅરબજારનો મુદ્દો ઉઠાવે ત્યારે સમજાવવી પડે એમાં પિતાને અનાયાસ સાંકળી લેવાય... તોય એકાદ વાર કાવેરી ‘તમારા બાપ શું દલ્લો મૂકી ગયા છે!’ એવું કંઈક બોલી પડેલી, પછી જાણે હસવામાં કહ્યું હોય એમ મલકી લીધેલું ને પોતે પણ એને સાચા અર્થમાં જ લીધેલું... માતા-પિતાએ કેવો વારસો આપ્યો છે એ દરેક પતિએ પત્નીને વિસ્તારથી જણાવવું જ જોઈએ.

અને આ તો ઠીક, કાવેરીને બહુ પિયર જવાનુંય ન ગમે. મને હતું કે મારો પ્યાર તેને રોકતો હશે. એક કારણ બીજું પણ લાગ્યું. કાવેરી જ બોલી ગયેલી : પિયરમાં મને આરામ કયે દહાડે મળ્યો!

કાવેરી પોતાનાઓ માટે કરતા કામને પણ આમ ગણતરીમાં રાખે છે? આદર્શને અરુચિકર લાગ્યું, પણ પછી કાવેરીને તેનાં મધર સાથે ફોન પર લાંબી મીઠી વાતો કરતો જોતો ને થતું કે કાવેરી કંઈક જુદું જ બોલી હોવી જોઈએ, મારી જ સાંભળવા-સમજવામાં ભૂલ થઈ!

ક્યારેક તટસ્થપણે આવા પ્રસંગોને મૂલવવા બેસું તો થાય કે કાવેરી હજી બંધ કળી જેવી છે... તે ઊઘડી નથી કે પછી મને એ ઉઘાડ દેખાતો નથી?

‘આદર્શ...’ મોહિતના સ્વરે તે ઝબક્યો, વર્તમાનમાં આવ્યો. ઓહ, સોમની બપોરે અમે બૅન્કના લંચરૂમમાં બેઠા છીએ!

‘તું તો જાણે છે કે આવતા વીકમાં બૅન્કને દસ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે... એ નિમિત્તે ભવ્ય ગેટ-ટુગેધર રાખવાની વાત પાકી છે... રવિની સાંજે દીનાનાથમાં ભેળા થવાનું, વિથ ફૅમિલી. થોડી લેક્ચરબાજી થશે. બાદમાં HRની ટીમે ઇન્ટરઍક્ટિવ સેશન રાખ્યું છે. પછી ડિનર અને છેવટે ગુજરાતી ડ્રામા માણનેી છૂટા પડવાનું આયોજન અત્યારે તો સંભળાય છે.’

અચ્છા!

€ € €

‘વાહ.’ રાત્રે કાવેરીને કહેતાં તેણે ગાલ આમળીને વહાલ દાખવ્યું, ‘ડ્રામા હશે તો મજા આવવાની... ’

- ખાસ તો મનસ્વીને કહેવાની! એવું આદર્શને કહેવાનું ન હોય એટલે...

‘બોલો, હું કંઈ સાડી પહેરું?’ 

€ € €

શી ઇઝ લુકિંગ ગૉર્જિયસ!

બાંધણી-ગજરાની સાદી સજાવટમાંય નોખી તરી આવતી માનુનીને નથવાણીસાહેબ રસિક નજરથી તાકી રહ્યા. પછી જાણ્યું કે ઓહ, તો તે ટ્રેઝરીમાં કામ કરતા આદર્શ શાહની પત્ની કાવેરી છે! ગ્રેટ.

આદર્શ શાહ.

રવિની એ સાંજે બૅન્કના ડિરેક્ટર સભાગૃહમાં બિરાજેલા મહેમાનોને આવકારીને પ્રવચન માંડતા હતા ત્યારે મંચસ્થ મહાનુભાવોમાંના એક એવા નથવાણીના ચિત્તમાં આદર્શ શાહ રમતો હતો!

€ € €

‘અમે આ રવિવારે બહાર હતા... આદર્શની બૅન્ક તરફથી પ્રોગ્રામ હતો...’ મંગળની બપોરે ડોકિયું કરવા આવેલી મનસ્વીને કાવેરીએ મલકાતા મુખે કહ્યું, ‘બહુ મજા આવી. ’

કહેતાં કાવેરી વાગોળી રહી...

રવિની સાંજે સવાપાંચ સુધીમાં હૉલ પર ભેગા થવાનું હતું. પહેલી વાર હું પતિ સાથે તેમના કાર્યસ્થળના ગૅધરિંગમાં જતી હોઉં એટલે મન દઈને સજાવટ કરવી હતી. જીવ તો એમાંય ચચરેલો : પૈસાની છૂટ હોત તો પાર્લર કે સૅલોંમાં જઈને કાયા નિખારી હોત - મનસ્વીની જેમ!

ખેર, ઝાઝો ઠઠારો તો મેં કર્યો નહીં, તોય ભૂરી-ગુલાબી બાંધણીમાં ગજરાની સજાવટે પોતે શોભતી હતી ચોક્કસ!

એથી ખુશમિજાજ મૂડમાં હૉલ પર ૫હોંચ્યાં. આદર્શ પાછા રિઝર્વ. હાય-હલોથી વિશેષ કોઈ જોડે બોલવાનુંય નહીં! મોહિતભાઈ તેમના વાઇફ નંદિતા જોડે આવ્યા પછી અમને કંપની જેવું લાગ્યું... મોહિતભાઈનાં મા બહુ જબરાં એ તો નંદિતાભાભીએ મારી સાથે અલગથી ઘરની રામાયણ જમાવી ત્યારે જાણ્યું! આદર્શ જાણતા હોય તો પણ કહે શાના?

હૉલમાં ગોઠવાયા ત્યાં સુધી નંદિતાની પટપટ ચાલુ રહી. નાટuગૃહમાં સીટ હોદ્દા મુજબ હતી. અમારો નંબર વચલી રોમાં હતો. આદર્શને મેં કહ્યુંય ખરું - નેક્સ્ટ ટાઇમ તમે પહેલી-બીજી હારમાં હો એવી પ્રગતિ કરજો. તમે કામ વ્યવસ્થિત કરતા હો તો પ્રમોશન પણ મળવું જોઈએને!

‘શીશ્્... એ બધી ચર્ચા ઘરે...’ આદર્શે સિસકારો કર્યો‍. લો, બોલવા પર પણ પાબંદી!

દીપપ્રાગટu સાથે પ્રોગ્રામ શરૂ થયો. મૅનેજિંગ ડિરેક્ટના લેક્ચરમાં ભલીવાર નહોતો... પણ પછીની ઇવેન્ટમાં અંતાક્ષરી રમાડાઈ એમાં આદર્શ ખીલ્યા ને બીજું ઇનામ પણ અમને મળ્યું!

ખુદ HRના ઉપરી નથવાણીસાહેબના હસ્તે હજાર રૂપિયાની ગિફ્ટ-કૂપન એનાયત થઈ ત્યારે કવર દેતી વખતે તેમણેય મીઠી ટકોર કરી : મિસિસ શાહ, જીતનું શ્રેય તમને જાય છે. તમે આજે દેખાઓ જ છો એટલાં સુંદર કે અમારો આદર્શ કવિ કેમ ન બની જાય!

સાંભળીને ૫ો૨સ જ થાયને! જમણવાર પછીના નાટકમાં ખાસ ભલીવાર નહોતો, પણ અમારો ફેરો

તો અંતાક્ષરીની જીત ને સાહેબનાં વખાણમાં જ વસૂલ થઈ ચૂકેલો!

બીજા દિવસથી જે મળે એને કાવેરી આ કથા કહ્યા વિના ન રહે.

‘ઓહ, યા...’ અત્યારે પણ મનસ્વીને કહેતાં તેણે હોઠ વંકાવ્યા, ‘કાલે તમે મને ત્રણ વાર જણાવી ચૂક્યાં.’

એથી ઝંખવાય તો કાવેરી શાની, ‘કહ્યું હશે, પણ અત્યારે તો હું થિયેટર વિશે કહેતા જતી’તી - યુ નો, દીનાનાથ એટલે લતા મંગેશકરના ફાધર...’

€ € €

‘માય ગૉડ!’ દરવાજો બંધ કરી મનસ્વીએ સોફામાં પડતું મૂક્યું.

સામી ઈઝીચૅર પર એદીની જેમ ફેલાઈને ઇંગ્લિશ મૂવી જોતો અક્ષ હસ્યો, ‘શું થયું? તારી સોકૉલ્ડ બહેનપણીએ મરચું ભભરાવ્યું!’

આ સંવાદ કાવેરીએ સાંભળ્યો હોત તો?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK