કથા-સપ્તાહ – નાગિન (શ્વાસ-વિશ્વાસ – 3)

‘શું કામ મા?’ નિરાલી સ્વાભાવિકપણે બોલતી હતી, ‘પ્રથાને સમયાંતરે રિવ્યુ કરવાની પણ પ્રથા હોવી ઘટે. વર્ણભેદને કારણે ફુલવા પૂજા નહીં કરી શકે એ કેવો નિયમ! મા, મા... તમે કેમ આવું ચલાવી શકો


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4


નિરાલીનું મન નથી લાગતું. લગ્ન પછી પ્રથમ વખત આશ્રયથી છૂટી પડી છું. નથી ગમતું. મા લાડથી રાખે છે, પપ્પાજી મને સાચવે છે; પણ મારું ચિત્ત તો આશ્રયને જ ઝંખે છે!

હજી પરમ દહાડે તેને અહીં મૂકીને નીકળેલા આશ્રયની વિદાયને પૂરા ચોવીસ કલાક પણ નથી થયા ત્યાં વહુની હાલત માયાબહેનને સુખ આપી ગઈ એમ તેને સમજાવી પણ, ‘દામ્પત્યમાં ક્યારેક એકબીજાથી થોડા દૂર રહીએ તો આકર્ષણ બેવડાય...’ કહીને સહેજ ગંભીર બન્યાં, ‘પણ જોજે, હવે પૂજાના દહાડા શરૂ થશે. આપણે ત્યાં પૂજાઅર્ચના ગામવાળા ભેગા થઈને કરતા હોય. તેમને તારું ઘેલાપણું ન દેખાવું જોઈએ. નજરાઈ જવાય.’

‘જી મા.’

‘પરમ દિવસે નાગપાંચમ છે એટલે નાગરાજની પૂજા થશે.’

‘નાગની પૂજા!’ નિરાલીનાં નેત્રો પહોળાં થયાં. મુંબઈમાં માએ કદી કર્યું નહીં એટલે અચરજ થવું સ્વાભાવિક હતું. જોકે પોતે ગામ જવાનું જાણીને સૂર્યકાંતામાએ કહેલું ખરું કે મુંબઈમાં માસિક કે બીજી આભડછેટ પળાય નહીં એટલે સાસુની મંજૂરીથી મેં તો એ બધા તહેવારિયાને તિલાંજલિ આપી દીધેલી, પણ તારાં સાસુનો આગ્રહ હોય તો તું બધું શીખી જજે. સાસરાના રિવાજ પાળવા વહુની ફરજ છે. એમાં ઊણી ઊતરીશ નહીં!
નિરાલીને એનો વાંધો નહોતો, પણ નાગની પૂજા?

‘આપણાં શાસ્ત્રોમાં નાગને પણ દેવતા કહ્યો છે. ભગવાન શંકર જેને ગળામાં ધારણ કરે એ આપોઆપ પૂજનીય બની જવાનો!’

‘મા, મેં આવું કદી જોયું-સાંભળ્યું નથી.’

‘જાણું છું, એટલે તો તને અહીં તેડાવી. એક-બે વાર જોઈ લે તો તું તારી રીતે મુંબઈમાં પણ રિવાજ મુજબ પૂજન કરી શકે.’

‘ભલે મા...’

‘તું જોજેને, ગામમાં તો ઉજવણીની રોનક જ અલગ. પાદરે આવેલા શિવમંદિરે મહિલાવર્ગ ભેગો થશે. પ્રથમ તળાવમાં સ્નાન કરીને મંદિરમાં જવાનું. પૂજારીજી પ્રસંગનું માહાત્મ્ય વર્ણવે. પછી ખલમાં ચંદન ઘસીને મંદિરના પ્રાંગણની દીવાલે આપણે નાગદેવતા દોરવાના, દીવો કરી વિધિવત્ એમની પૂજા કરવાની. એકસાથે પચાસેક મહિલાઓ પૂજન કરતી હોય એ દૃશ્ય જ અનેરું લાગવાનું.’

માના સ્વરમાં તો છલકતો ઉત્સાહ નિરાલીને ભીંજવી ગયો. માની શ્રદ્ધા હું પણ મારામાં રોપીશ.

‘આપણે સવારના સાત સુધીમાં તળાવે પહોંચી જવાનું હોય છે. કાલે બૈરાંઓ ત્યાં નહાતાં હશે એટલે પુરુષોની અવરજવર બે કલાક પૂરતી બંધ રખાય છે. હવે તો જોકે શકુ શેઠાણી તળાવ ફરતે કાપડના પડદાથી કૉર્ડન પણ કરાવી દેતી હોય છે.’

શકુ શેઠાણી. પહેલી વાર આંગણામાં મને નાગણ કહેનારાં શકુમાસીએ આશ્રયની ઇમેજ વહુઘેલાની ચીતરી છે, મા-પિતા એથી ભોળવાયાં નથી એટલું પૂરતું છે.

‘જીવનમાં બધી બૂરાઈ સામે તમે લડી ન શકો. કેટલાંક તત્વોને અવગણવામાં વધુ શાણપણ છે.’ મા શકુ શેઠાણીના સંદર્ભમાં કહેતાં એ કેટલું યથાર્થ લાગતું! હજી ગઈ કાલે મંદિરમાં ભેગાં થયાં ત્યારે વ્યંગ કરવાનું ચૂક્યા નહોતાં...

‘તેં શહેરની વહુને ગામના તિથિતહેવારે તેડાવી તો છે માયા, પણ તે આપણા રંગમાં ભળે ત્યારે ખરી!’

રામ જાણે, મારું વાંકું દેખાડવામાં તેમને શું મળતું હશે! કે પછી કેટલીક વ્યક્તિઓ હોય છે જે એવી - બીજાનું સુખ સહન ન કરી શકે એવી! મા કહે છે એમ તેમને અવગણવાનાં જ હોય!
‘પૂજા નીપટાવીને ઘરે આવતાં સહેજે ૧૧ વાગી જશે. ત્યાં સુધીમાં મદારી એના સર્પ લઈને આવી પહોંચશે.’

‘મદારી?’

‘ગામના ઢોળાવમાં વણઝારાની વસ્તી નથી? ત્યાં બે-ત્રણ મદારીઓનાં ઝૂંપડાં પણ છે. દર વરસે તેઓ કરંડિયામાં સર્પ લઈને ઘરે-ઘરે ફરે. એ કરંડિયાનું ઢાંકણું ખોલે ને ફેણ ટટ્ટાર કરીને નાગદેવતા બેઠા થાય. એમને દૂરથી પ્રણામ કરવાના. વાટકીમાં દૂધ ધરવાનું.’
‘પણ સર્પ ક્યાં દૂધ પીએ છે?’ નિરાલીને વિજ્ઞાન સાંભર્યું.
‘શ્રદ્ધાના વિષયમાં વૈજ્ઞાનિક તથ્યો ન હોય નિરાલી એમ હું એને અંધશ્રદ્ધા પણ નથી માનતી. સાપ દૂધ પીએ કે ન પીએ, આપણને તો દૂધ ચડાવ્યાનો સંતોષ મળે અને એ દૂધ છેવટે તો મદારીનાં બાળકોના ફાળે જ જવાનું. પછી એ વાટકી દૂધને શીદ અંધશ્રદ્ધા સાથે સાંકળવું?’

માયામામાં કેટલી સૂઝ છે! નાગપંચમીએ મા જેટલી જ શ્રદ્ધાથી હું પણ પૂજન કરીશ.
નિરાલીએ ઇરાદો ઘૂંટ્યો, પણ તહેવારમાં શું થવાનું હતું એની ક્યાં જાણ હતી?

€ € €

‘સમજી ગઈ ફુલવા?’ શકુ શેઠાણીએ પાકું કરવાની ઢબે પૂછ્યું.
ફૂલવા દ્વિધામાં હતી. આજે બપોરની વેળા મને તેડાવી શકુ શેઠાણીએ જે કહ્યું...
‘એમાં મને એટલું સમજાણું શેઠાણી કે કાલે નાગપાંચમના દહાડે મારે સવારે મંદિરમાં પૂજાનો થાળ લઈને આવી પહોંચવાનું છે.’

‘બસ, તું બરાબર સમજી.’ શકુ શેઠાણીએ પ્રસન્નતા જતાવી.

ફુલવા ગૂંચવાઈ. મંદિરમાં પ્રવેશ માટે હવે નાત-જાતના ભેદ નથી એ ખરું, પણ ઉજળિયાતોની પૂજાવિધિ થાય ત્યાં અને ત્યારે અમારા જેવા હાજર ન રહી શકે. ખરેખર તો અમારે તળાવ કિનારે ખુલ્લામાં નાગ પૂજા કરવી પડે પ્રથા છે; શ....કુ શેઠાણી ખુદ દમામથી આનો નિભાવ કરાવતાં હોય, તે જ મને કાલે મંદિરમાં હાજર રહેવા - ઉજળિયાતો સાથે પૂજા કરવા તેડાવે છે? સૂરજ પãમમાં ઊગ્યો છે કે શું!

‘ગાલાવેલી ના થા હવે.’ શકુ શેઠાણીએ અસલ મિજાજ દાખવ્યો, ‘પૂજા તો તારે તળાવે જ કરવાની છે.’

તો પછી પૂજાનો થાળ લઈ મંદિરે જવાનો શું મતલબ? આટલો પ્રશ્ન તો અભણ ફુલવાને પણ થયો. એટલે શેઠાણીએ કહેવું પડ્યું...

‘મને એવી બાતમી મળી છે કે અમુક તત્વો ગામની પરંપરા સાથે ચેડાં કરવાનું કાવતરું ઘડી રહ્યાં છે. તારા આગમને એ બધાં ઉજાગર થઈ જશે. જોકે એ તને નહીં સમજાય. તું તારે હું કહું એટલું કરજે. અને શું કહું છું, તારા બંસી માટે હજાર રૂપિયા લેતી જા. છોકરાને મોટા મેળે લઈ જજે, રમકડાં અપાવજે. પણ જો, મંદિરે આવવા મેં તને કહ્યું એની ક્યારેય કોઈને જાણ ન થાય.’

‘બેફિકર રહો શેઠાણી, તમે મને કહ્યું એ તો હુંય આ ઘડીએ ભૂલી.’

તેના ગયા પછી હીંચકે બેઠેલાં શકુ શેઠાણીએ પલાંઠી વાળી. મારી ચાલ ધાર્યું કામ આપે તો નિરાલી, કાલે તું ને તારાં સાસુ આમનેસામને થઈ જવાનાં. પછી જુઓ તમાશો!

€ € €

- અને એ ઘડી આવી પહોંચી.

તળાવમાં સ્નાનવિધિ નિપટાવીને ચોખ્ખી થયેલી સ્ત્રીઓઓ પૂજાનાં કોરાં વસ્ત્રો પહેરી મંદિરના પ્રાંગણમાં દીવાલ તરફ મોં કરી કતારબંધ ગોઠવાઈ છે. વચ્ચે બિરાજેલા પ્રૌઢ વયના પૂજારી ચતુર્વેદીજી નાગપંચમીના પૂજનનું માહાત્મ્ય વર્ણવી રહ્યા છે.

નિરાલી માટે આ બધું નવું છે, પણ પૂરા ઉત્સાહથી સાસુ માયાબહેન સાથે જોડાઈ છે. તેમનાથી ત્રીજાં અને પંગતમાં સૌથી પહેલાં બિરાજેલાં શકુ શેઠાણી વારે-વારે મંદિરના પ્રવેશદ્વાર તરફ જોઈ લે છે અને..તેણે દેખા દીધી.

‘જય શિવશંકર પૂજારીજી!’ પૂજાનો થાળ લઈને લટકમટક આવતી ફુલવાએ નિર્દોષભાવે પૂછ્યું, ‘પેલી દીવાલે જગ્યા છે, હું ત્યાં પૂજા કરવા બેસી જાઉં?’

‘લો, હવે જેવા-તેવા અમારી સાથે પૂજા કરશે?’ શકુ શેઠાણીનો વ્યંગ પૂજારીને ખળભળાવા પૂરતો હતો.

‘સવાર-સવારમાં નશો કરીને આવી કે શું ફુલવા?’ મંદિરના ટ્રસ્ટી, સૌથી મોટા દાતા એવાં શકુ શેઠાણીની શેહમાં રહેતા પૂજારી તાડૂક્યા, ‘તમારે ઉજળિયાતો સાથે નહીં પણ તળાવ આગળ પૂજા કરવાની હોય છે એ ભૂલી ગઈ?’

‘એવું કેમ પૂજારીજી?’ નિરાલીથી ન રહેવાયું. શકુ શેઠાણી અંદરખાને હરખાઈ ઉઠ્યા : નિરાલી અવાજ ઉઠાવે જ એવી ધારણા સાચી પડીને! ગમે તેમ તોય આશ્રયનું પડખું સેવનારી. સુધારાવાદથી અલિપ્ત કેમ હોય?
‘પૂજારીજીને શું પૂછે છે નિરાલીવહુ, એનો જવાબ તારી સાસુય આપશે...’ શકુ શેઠાણીએ બે મહોરાંને સામસામે ગોઠવી દીધાં. હવે જુઓ લડાઈ!

‘વહુ...’ પૂજા થંભી પડી હતી. ફુલવાના આગમને પ્રસરેલા ગણગણાટમાં નિરાલીના પ્રશ્નની અરુચિ ભળતાં માયાબહેને કહેવું પડ્યું, ‘ગામની પ્રથા સામે સવાલ ન હોય...’

‘શું કામ મા?’ નિરાલી સ્વાભાવિકપણે બોલતી હતી, ‘પ્રથાને સમયાંતરે રિવ્યુ કરવાની પણ પ્રથા હોવી ઘટે. વર્ણભેદને કારણે ફુલવા પૂજા નહીં કરી શકે એ કેવો નિયમ! મા, મા... તમે કેમ આવું ચલાવી શકો?’

‘લો બોલો...’ શકુ શેઠાણી હવનમાં નાખવાનાં હાડકાં લઈને જ બેઠાં હતાં, ‘હવે આ ગઈ કાલની આવેલી આપણને પ્રથા-પરંપરા શીખવશે! સાસુને સવાલ કરનારી વહુ પહેલી જોઈ આ ગામમાં.’

માયાબહેન સમસમી ગયાં. નિરાલીનો મુદ્દો સાચો, પણ એમાં મને સંડોવીને ગામવાળાને જોણું કરી રહી છે એટલીયે સમજ નથી વહુમાં?

‘નિરાલી, ગામના મોભી હાજર હોય ત્યાં આપણે કંઈ પણ બોલવા નાના ગણાઈએ.’

માયાબહેને સિફતથી વાત વાળવાનો પ્રયાસ કર્યો, પણ એમ શકુ શેઠાણી ક્યાં જામેલો મામલો બીચકવા દે એમ હતાં, ‘મોભીને વચમાં ન લાવશો તમારા સાસુ-વહુના ઝઘડામાં.’
‘અમારી વચ્ચે કોઈ ઝઘડો નથી શકુબહેન.’ માયાબહેને તેમનેય ઝપટમાં લઈ લીધાં, ‘તમે નાહક હોળી ન સળગાવશો.’

‘હોળી તો તારા ઘરમાં સળગી ચૂકી માયા.’ જરાય અસ્વસ્થ થયા વિના શકુ શેઠાણીએ ઊલટું વધુ જોશભેર સંભળાવ્યું, ‘આ નવી આવેલી તને ગામ વચ્ચે સવાલો કરે એમાં તારું માપ નીકળી ગયું. પણ શું થાય, તારો દીકરો રહ્યો વહુઘેલો એટલે પડ્યું પત્તું નિભાવ્યા સિવાય તારોય છૂટકો નથીને બેન!’

‘આ શું થઈ રહ્યું છે...’ નિરાલીએ ગૂંગળામણ અનુભવી. ‘વાત ફુલવાને પૂજા કરવા દેવાની છે. તેનો હક તો તેને મળવો જ જોઈએ...’ નિરાલીને દ્વિધા નહોતી. ‘ફુલવાને સાથે નહીં બેસાડો ત્યાં સુધી અમે પૂજા નહીં કરીએ.’
‘અમે. લો, વહુરાણીએ સાસુનેય પરાણે પૂજાની હડતાળમાં સાંકળી લીધી! માયા, વહુએ તને કંઈ જ પૂછવાનું નહીં?’

શકુબહેનનો સવાલ બાકીની તમામ પ્રૌઢ આૈરતોની કીકીમાં ડોકાતો હતો. બીજી વહુવારુઓ આભી બનતી હતી. માયાબહેને સ્વસ્થતા ગુમાવી.

‘બસ નિરાલી, ફુલવાનો નિર્ણય પૂજારી પર છોડીને તું ચાલ, સીધી પૂજામાં બેસ...’ તેમનો ઠપકો દેખીતો હતો, ‘સાચા મનથી પૂજન કરીશ તો આપણને કે આવનારી પેઢીને સર્પદંશની ઘાત નહીં રહે એટલું જ યાદ રાખ.’

‘અને પૂજા કર્યા છતાં પણ સાપ ડંખે તો? આવા માહોલમાં ઈfવર આપણી પૂજા સ્વીકારે?’
હજીયે નિરાલી ટટ્ટાર ગરદને મને જ પૂછી રહી છે?

‘તને આશંકા હોય તો તું તારે પૂજાનું માંડવાળ રાખ. નાહક તને મેં તેડાવી.’ કહીને માયાબહેને નિરાલીની થાળી ઉઠાવીને ઘા કર્યો‍.

વાસણ ખખડવાનો અવાજ ક્યાંય સુધી શિવમંદિરના પરિસરમાં ગુંજ્યા કર્યો.

- વાત અહીં પતી નહીં. બપોરે વાડામાં સૂકવેલાં કપડાં સમેટવા જતાં માયાબહેનને ખરે જ સાપે ડંખ દીધો. તેમને નડિયાદ મોટી હૉસ્પિટલમાં લઈ જવાયાં. આશ્રયને જાણ કરવાની જ હોય. વડોદરાની ફ્લાઇટ પકડીને તે સીધો ટૅક્સીમાં હૉસ્પિટલ પહોંચ્યો.

‘ચિંતા ન કર મા, ડૉક્ટર સાથે મારી વાત થઈ ગઈ છે. સર્પ બિનઝેરી હતો...’ત્યારે મા-પિતાજીનો ગભરાટ ઓછો થયો.

બીજી બાજુ જાણે ગામમાં ક્યાંથી વાત વહેતી થઈ - આજ અગાઉ ક્યારેય નહીં ને આજે જ કેમ વાડામાં સાપ નીકળ્યો? સિવાય કે કોઈએ જાણીને સરકાવ્યો હોય! અને તે માયાની જ વહુ હોય. યાદ કરો, મંદિરમાં તેણે પડકારની ઢબે કહ્યું નહોતું કે નાગપૂજા કરનારને પણ સર્પ નહીં ડંખે એની ગૅરન્ટી ખરી?

બસ, પોતાનો કક્કો ખરો કરવા તેણે જ મદારી સાથે મળીને સાસુને સાપ ડંખવાનો કારસો પાર પાડ્યો. આ કેવળ અનુમાન નથી. તેને સૂમસામ બપોરે મંગરુ સપેરાને ત્યાં જતી જોનારા સાક્ષી પણ છે. તે ત્યાં સાસુને ડંખવાનો સોદો કરવા જ ગઈ હોય! સુધારાવાદીઓને આપણી પૂર્વજોની પ્રથા-માન્યતાઓ તોડવી બહુ ગમે. નિરાલી ફુલવામાં ન ફાવી તો નાગપૂજા સામે પ્રfનાર્થ સર્જવા ચાહ્યો. એ પણ પોતાની જ સાસુને શિકાર બનાવીને તેણે એક તીરે બે નિશાન બાંધ્યાં. સવારે મંદિરમાં ગામ વચ્ચે પોતાને એકલી પાડનાર સાસુને દંડ મળે ને આપણી માન્યતામાં તિરાડ પડે! કેવી ડંખીલી છોકરી. નાગણ જ કહોને!

વાત કોણે ફેલાવી, ક્યાંથી ચગી એ તો જાણી ન શકાયું; પણ fવશુરજી એથી વ્યથિત હતા. આશ્રયના કાને વાત પડતાં તેય ઊકળી ઊઠuો : જો તો મા, આ કેવી વાતો થાય છે!

‘થતી હોય તો એમાં નવાઈ જેવું કંઈ નથી...’ સર્પદંશના આઘાતમાંથી બહાર આવેલાં માયાબહેને કડવાશ ઠાલવી, ‘તારી વહુએ એવું કર્યું પણ હોય...’

‘મા!’ ઝાળ લાગી હોય એમ દીકરો માથી દૂર થયો. નિરાલીએ ઝંઝાવાત તોળાતો અનુભવ્યો.
(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK