કથા-સપ્તાહ – નાગિન (શ્વાસ-વિશ્વાસ – 2)


આજથી પચીસ-ત્રીસ વરસ અગાઉ શકુંતલાબહેન પરણીને હવેલીનાં વહુ તરીકે પધાયાર઼્ ત્યારે સાસુ-સસરા લગભગ પથારીવશ હતાં. બહુ સિફત અને સૂઝથી તેમણે ઘરનાં સૂત્રો સંભાળી લીધેલાં. પોતે બારમું પાસ, ગામડાની કન્યાને ખેતીવાડીનો સૂઝકો તો હોય જ


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3સમીત (પૂર્વેશ) શ્રોફ 

કાલે શનિવાર, દિવાસો. રવિવારથી શ્રાવણ માસ શરૂ...

સવારની વેળા છે. નાહી-ધોઈ પૂજાપાઠમાંથી પરવારીને શકુંતલાબહેન પંચાગ લઈને હીંચકે બેઠાં છે.

‘જે’રામ શેઠાણી!’ ટહુકો નાખતી ફુલવા ધોબણ પ્રવેશી. કપડાંનું પોટલું ટેબલ પર મૂકી પોતે લહેરથી સહેજ ખૂણામાં આરસપહાણની ફરસ પર ગોઠવાઈ.

વરસોથી હવેલીમાં આવતી તે જાણતી જ હોય કે શેઠાણી ઊંચનીચ, આભડછેટમાં માનનારાં. શરૂ-શરૂમાં પોતે કપડાંનું પોટલું લઈને અંદર ધસી જતી ત્યારે કેવું ખીજવાતાં : મરજાદવાળા ઘરમાં તારે આમ પગલાં પડતાં હશે! છેટી બેસ...

આજથી પચીસ-ત્રીસ વરસ અગાઉ શકુંતલાબહેન પરણીને હવેલીનાં વહુ તરીકે પધાયાર઼્ ત્યારે સાસુ-સસરા લગભગ પથારીવશ હતાં. બહુ સિફત અને સૂઝથી તેમણે ઘરનાં સૂત્રો સંભાળી લીધેલાં. પોતે બારમું પાસ, ગામડાની કન્યાને ખેતીવાડીનો સૂઝકો તો હોય જ. ઝડપથી તેમણે પતિ પાસે ફસલનો વ્યાપાર પણ સમજી લીધો. તેમનાં એક-બે સૂચનો એવાં ફYયાં કે ભદ્રનાથ ખેતીમાં પણ તેમને પૂછતા થઈ ગયા. ત્યારથી સમજો કે ઘર-વ્યાપાર પર તેમનું એકહથ્થુ શાસન રહ્યું છે.

એ હદ પછી સહજપણે ગામમાં પણ વિસ્તારવા માંડી. જરૂર પડે ત્યાં થોડુંઘણું દાનધરમ કરીને તેમણે મંદિરના ટ્રસ્ટી કે ખેડૂતમંડળના મંત્રી જેવા સ્થાને પતિ યા પોતાને ગોઠવી દીધેલાં, જે પછી તો બિનહરીફ જેવું જ બની રહ્યું. એ તેમની ચોંપ હતી, ખબરદારી હતી. હવેલીના મકાનને હજી ચારેક વર્ષ અગાઉ જ રિનોવેશનથી અદ્યતન બનાવડાવ્યું. પોતે ભલે વિધવા, પણ કપાળ કોરું રાખીનેય સોના-હીરાના દાગીના પહેરતાં. સિલ્કની સાડીઓ ભવ્ય રહેતી. અહીં સરપંચની સીટ અનામતમાં આવતી. તે પોતાનો રબર-સ્ટૅમ્પ જ હોય એટલી તકેદારી રાખતાં શકુંતલાબહેન પતિના નિધનથી ભાંગી પડેલાં, પણ ગામ પરની પકડ ઓસરવા નહોતી દીધી.

શકુબહેનને એથી તૃપ્તિ અનુભવાતી. સ્વભાવ જ એવો થઈ ગયેલો. ગામનાં મોભી તરીકે વટ મારવાનું છૂટે કેમ? આમ પાછાં જુનવાણી. વર્ણભેદનું એટલું વળગણ કે ગામનો સરપંચ આવે તેનેય બહારના બાંકડે બેસવાનું! જૂજ અપવાદ સિવાય વધતેઓછે અંશે એ ગામનાં બીજાં ઘરોમાંય ખરું.

સાથે એ પણ ખરું કે ગામની કઈ વસ્તીમાં શું રંધાઈ રહ્યું છે એની બાતમી મેળવવા નીચલા વર્ગનો જ સહારો લેવો પડે, કેમ કે કામકાજ માટે તેમનો આવરોજાવરો આખા ગામમાં હોય. જેમ કે આ ફુલવા ધોબણ.

તેનો વર બિચારો ગામ આખાનો મેલ ધુએ ને પાંત્રીસેક વરસની ફુલવા ફુલફટાક થઈને કપડાંની ડિલિવરી માટે ગામમાં ફરતી હોય એટલે ચાર જગ્યાની ચાલીસ વાતો જાણતી હોય!

બધું પોતાના સૌથી મોટાં ગ્રાહક શકુ શેઠાણીને ત્યાં ઓકી નાખવાનું. બદલામાં શેઠાણી દિવાળીએ ખાસ્સી બોણી આપે, ઊતરેલી છતાં કીમતી સાડીઓ દે, છૂટકમૂટક સો-બસોની લહાણીયે કરે. ફુલવાનેય ભાવતું મળતું ને શકુ શેઠાણીને બે વાત જે જાણવા મળી એ. ક્યારેક ફુલવા સાથે દીકરા બંસીનેય લઈ આવે - આમ તો હવે તે ગામની શાળામાં જાય છે, પણ છેવટે તો તેણે બાપાનો ધંધો સંભાળવાનોને, ભણીને ક્યાં અમલદાર થવું છે!

આજે પોતે આવી તોય ખબરઅંતરને બદલે શેઠાણી પંચાંગમાં જ મશગૂલ રહ્યાં એટલે ફુલવાની જીભ સખણી ન રહી, ‘પંચાંગ જોવાથી દેવ વહેલા નથી ઊઠવાના.. કુંવરના સગપણનું મુરત ખોળતાં હો તો એ તો તમારા દેવ ઊઠ્યા પછી જ લેવાશે.’

કુંવરનું સગપણ. શકુંતલાબહેન સમસમી ગયાં.

લગ્નના ચોથા વરસે દીકરો જન્મ્યો ત્યારે પોતે સુખ સંપૂર્ણ થયાનું અનુભવ્યું હતું. અંશને લાડ લડાવવામાં તો કસર ન જ રાખી, તેને ફટાડ્યો પણ મેં જ : તું તો ગામના મોભીનો દીકરો! કાયદો-કાનૂન તારા માટે થોડા હોય! મોટા થતા દીકરાને વારવાને બદલે પોતે છાવરતાં ગયાં. પરિણામ એ આવ્યું કે અંશ બેદરકાર, બેપરવા બનતો ગયો. કૉલેજમાં આવ્યા પછી શરાબ, શબાબ, જુગારના રસ્તે ચડી ગયો! બેશક અંશ રૂડોરૂપાળો, સ્માર્ટ, ડૅશિંગ છે. બસ, તેનું ફોકસ જ જુદું! વ્યાપારમાં ધ્યાન આપવું નથી, પૈસો ઉડાવવામાં જ રસ! પણ દોઢેક વરસ અગાઉ તેણે નડિયાદમાં તેનાથી ચાર વરસ મોટી બાઈને રખાત તરીકે રાખ્યાની વાત કાને પડી. અંશે પૂછપરછમાં કબૂલી પણ લીધું ત્યારે પહેલી વાર જુવાન દીકરા પર હાથ ઉપાડ્યો હતો : તું શરાબ પીને આવ્યો મેં ચલાવી લીધું, જુગારનાં દેવાં ચૂકતે કરતી રહી છું, શબાબ માણવાની લત પણ મેં ખમી લીધી; પણ ગણિકાને કાયમની આૈરત તરીકે રાખવામાં તેં થાપ ખાધી અંશ, તે ઊધઈની જેમ તને ફોલી ખાશે... તને બરબાદ થતો નહીં જોઈ શકું મારા લાલ!

તમાચો ખાઈને હેબતાયેલા અંશને અછોવાનાં કરીના મનાવી-સમજાવી જોયો હતો, પણ...

‘ચિલ મૉમ. મને ફોલવાથી માશૂકાને શું મળવાનું? દોલતનો ખજાનો તો તારા કબજામાં છે!

અંશ આવી ગણતરી કરતો પણ થઈ ગયો? શકુબહેન ચેતી ગયેલાં. જરૂર આ માશૂકાનું જ કામ! દીકરાને મા વિરુદ્ધ ચડાવવા પણ લાગી! બાઈ જાણે છે કે મારી અસલી દોલત તો મારો દીકરો હોવાનો. તેને કબજામાં કરી લે પછી આ હવેલી-ખેતી પર કબજો જમાવતાં કેટલી વાર!

નહીં, એ નોબત આવે એ પહેલાં જ બાઈ સાથે સોદો કરી લીધો હોય તો? નડિયાદનો પત્તો તેમણે મેળવી રાખેલો. આમ તો પોતે સામે ચાલીને જવું અસહ્ય હતું, પણ દીકરાને ખાતર મા શું નથી કરતી! અંશુ બૂરો તોય મારું લોહી! મારો લાલ. અંશને વ્યાપારના કામે બહારગામ મોકલી પોતે માશૂકાના રહેઠાણે પહોંચ્યાં. શેઠાણીને જોઈને માશૂકા પહેલાં તો ચમકી, પણ ભાવપલટો આણ્યો : માજી આપ! આઇએના.

તેની લખનવી બોલી સામે શકુંતલાબહેન કતરાયેલાં, ‘હું તારી મા નથી અને મારા ઘરમાં તારે મને આવકારવાની ન હોય. બલકે હું તને ગેટઆઉટ કહી શકું એમ છું.’

અવાજમાં સત્તાનો રણકો આણીને તેમણે પ્રભાવ પાથરવા ઇચ્છ્યો, પણ સામે ઘાટ-ઘાટના પાણી પી ચૂકેલી ગણિકા હતી. અંશના રૂપમાં તગડો શિકાર હાથ લાગ્યો હતો. તેની થઈને રહેવામાં તેને ફોલી ખાવાની શકુંતલાબહેનની ધારણા સાવ સાચી હતી. તેમના આવવાથી ઊલટું માશૂકાને બળ મળ્યુ, ‘તમે જરૂર મને ગેટઆઉટ કહી શકો... પણ એટલું જરા તમારા દીકરાને પૂછીને કહેજો.’ તેણે વળ ચડાવેલો, ‘શક્ય છે તમારી બળજબરીથી હારીને હું અંશને ઝેર પીવા મનાવી લઉં તો...’

શકુંતલાબહેન ધ્રુૂજી ઊઠેલાં. માશૂકાનું ચારિત્ર્ય પરખાઈ ગયું એમ તે પણ મારી નબળાઈ પારખી ગઈ... તત્કાળ તો દીકરાના આ સંબંધ તરફ આંખ આડા કાન રાખ્યા સિવાય છૂટકો નહોતો! અમારી મુલાકાત વિશે માશૂકાએ અંશને કહ્યું જ હોય, વધારીને જ કહ્યું હોય; પણ છેવટે તો ચૂપકી જાળવવામાં જ પોતપોતાનું હિત હતું! અને વાત વેગ પકડે એ પહેલાં દીકરાને પરણાવી દેવો ઘટે. તેમણે પ્રયત્નો આરંભ્યા, પણ અંશનાં અપલક્ષણો ક્યાં છૂપાં હતાં! તેનો મેળ પડતો નથી એમાં આ ફુલવા જેવી મને સંભળાવી જાય છે!

‘કુંવરને પરણાવીશ ત્યારે દેવો એની મેળે જાગી જશે, તું એની ચિંતા કર મા.’ દાઢમાં કહીને તેમણે ટ્રૅક પકડ્યો, ‘બીજી કોઈ નવાજૂની હોય તો બોલ,.’

‘નવાજૂનીમાં તો...’ ફુલવાએ ચપટી વગાડી, ‘હા, કાલે માયાબહેનનાં દીકરા-વહુ આવે છે. તહેવારિયા છે એટલે સાસુએ વહુને દસ દહાડા રોકાવા તેડાવી છે.’

આશ્રય-નિરાલી. અંશથી વરસ નાનો આશ્રય તેમના ધ્યાનમાં જુદી રીતે હતો. રૂપાળો, અત્યંત મેધાવી છોકરો કૉલેજ જવા જેટલો થયો ત્યારથી ગામનાં વિકાસકાર્યોની વાતો કરતો, ઊંચનીચના ભેદ ટાળવા સમજાવતો. એ બધી પ્રવૃત્તિ અસ્વસ્થ કરી જતી : છોકરો ક્યાંક મારો મોભો ખૂંચવી ન લે! નવનીતભાઈની સ્થિતિ સધ્ધર એટલે કોઈ પ્રકારના ઑબ્લિગેશનમાં પણ નહીં. માયા પણ સુધરેલી. ઊંચનીચના ભેદમાં માને નહીં. એ બેઉ જોકે ખટપટથી દૂર રહેનારાં, પણ આશ્રયમાં લીડરશિપનો ગુણ ખરો. સારું થયું નોકરીના બહાને તે મુંબઈ જતો રહ્યો! તોય ક્યારેક તેની સરખામણી મનોમન અંશ સાથે થઈ જતી તો ઊનો નિ:શ્વાસ ખરી પડતો.

‘બે ગુણ તો આશ્રય જેવા કેળવ...’ પોતે ઘણી વાર કહેતા. આશ્રયના ઉલ્લેખે અંશ થોડી ઢીલો પડી જતો. ગામમાં તે જ એક એવો જેની આગળ નાનપણમાં પણ પોતાની દાદાગીરી કદી ચાલી નહોતી. તેનાથી પોતે જ આઘેરો રહેતો.

‘આશ્રય જેવા બનવા માટે તેની માના પેટે જન્મવું પડે.’

‘આ બધું તને માશૂકા શીખવતી લાગે છે.’

‘મા, તું તેને મળી છે એ હું જાણું છું. બાકી માશૂકા શું-શું શીખવતી હોય છે એ તને કહેવાય એવું નથી.’

બેશરમ. દીકરો હાથમાંથી સરકી રહ્યો છે ને પોતે સાવ અસમર્થ! તેને કાબૂમાં આણી શકે, મારા કાબૂમાં રહી શકે ને માશૂકાને પહોંચી વળે એવી વહુની તલાશ વેગવાન કરાવી. એમાં કડવા અનુભવ પણ થયા. દીકરાનાં કરતૂતો જ એવાં, શું થાય?

ત્યાં આશ્રયના વેવિશાળના ખબર મળ્યા... વહુ તરીકે આવેલી નિરાલી મને કણાની જેમ ખટકી. એના કારણની કદાચ તેનેય ખબર ન હોય! મારે કોઈને કહેવું પણ શું કામ?

લગ્નટાણે આખું ગામ માયાની વહુની તારીફ કરતું હતું ત્યારે પોતે તેની બદબોઈનો મોકો ખોળતાં હતાં. બીજે દહાડે ઘેલી ડોશી મરતાં પોતે ફુલ ફૉર્મમાં બીજાં ચાર-છ બૈરાંનું ટોળું કરીને માયાને ત્યાં પહોંચ્યાં. નિરાલીને નાગણ કહીને કેટલી ટાઢક થયેલી!

નિરાલી પ્રત્યે તો મને સકારણ દાઝ છે જ. મને અંશનું મહેણું મારનાર આશ્રયનાં વેણ હું ભૂલી નથી.. ... બધો હિસાબ આ વેળા ચૂકતે કરી દીધો હોય તો!

ઘણા વખતે બાજીમાં જોઈતાં પત્તાં આવ્યાં હોવાનો રાજીપો શકુ શેઠાણીના મુખ પર ફેલાઈ ગયો.

€ € €

ત્યારે નડિયાદમાં...

‘અંશ, તું મને કેટલું ચાહે છે?’ સંવનનની નાજુક પળે માશૂકાએ પૂછ્યું.

તવાયફગીરી તેના લોહીમાં હતી. ક્યારેક લખનઉના બજારની રોનક ગણાતી સદગત સકીનાબાઈએ એકની એક દીકરીને બરાબર કેળવી હતી ને મરદોની ક્ષુધા સંતોષી પોતાનો સ્વાર્થ સાધવામાં માશૂકાને કદી નાનમ યા ઓછપ લાગ્યાં નહોતાં. પોતાનાથી ચારેક વર્ષ નાનો અંશ દિલ્હી-આગરા ફરવા આવેલો એ દરમ્યાન સંસર્ગમાં આવ્યો. પથારીના ખેલમાં માહેર છોકરાને પોતાના ઇશારા પર નાચતો કરીને નડિયાદમાં આ ફ્લૅટ તો નામ પર કરાવી લીધો છે, પણ એટલાથી શું કામ સંતોષ માનવો જ્યારે સમગ્ર સામþાજ્ય મારું થઈ શકે એમ છે!

એ માટેના પ્રયત્નો મેં આરંભી દીધા છે. શકુ શેઠાણીએ કરેલા ‘અપમાન’ વિશે આંસુડાં સારીને ‘વેદના’ વહાવેલી : તમારા મમ્મીને મારું વેશ્યાપણું દેખાય છે, પણ મારી સોબતમાં તેમનો દીકરો કેટલો સુખી છે એ કેમ નહીં દેખાતું હોય? કે પછી માને તમારા સુખ સાથે નિસબત નથી? એવું કંઈ-કંઈ કહીને ભીતર અંગારો તો ચાંપી જ દીધો છે. એના તણખા ક્યારેક મા-દીકરા વચ્ચે ઝરી જતા હોય છે, પણ હવે તો એક ઘા ને બે કટકાની ચાલ ચાલવી છે. બહુ થઈ વેશ્યાની, રખાતની જિંદગી. અંશ મારી મુઠ્ઠીમાં છે. તેની મધરને એ દેખાડી દીધા પછીયે અંશને તેઓ દૂર કરી શક્યાં નથી અને તેઓ કોઈ ચાલ રમે એ પહેલાં મારે અંશની રખાતમાંથી પરણેતર થઈ સત્તાધીશ થવાનો માસ્ટર સ્ટ્રોક ફટકારી લેવાનો છે!

- અને એ એક જ રીતે સંભવ છે - માજીને કાયમ માટે હટાવીને!

બેશક મને અંશ કરતાં તેની દોલત, તેના માનમરતબા સાથે મતલબ છે. અંશ સમક્ષ મહોબ્બતની આભા ઊપજાવી તેને ભ્રમમાં રાખ્યો એય કબૂલ, પણ પરણીને તેની થઈને જ રહેવાની એ તો સાચુંને. કમસે કમ મારે તો આવા લાગણીવેડા પોષવાના જ ન હોય...

દમ ભીડતી માશૂકાએ અંશને બહુ ગમતી ક્રીડા કરતાં પ્રfન દોહરાવ્યો, ‘કહોને અંશ, તમે મને કેટલું ચાહો છો?’

અંશ સાતમા આસમાનમાં વિહરતો હતો, ‘તારા રૂપના કણ-કણ જેટલું.’

‘તો સમાજની સામે મારો સ્વીકાર કરશો?’

અંશ સ્થિર બન્યો. માશૂકાએ ઊંડો fવાસ લીધો. તેના ઉન્નત ઉરજો હચમચી ઊઠuા. ઉફ્ફ.. ઉફ્ફ!

‘મેં તો તને સ્વીકારી જ છે માશૂકા, તું વહુ બનવાના માના સ્વીકારનું પૂછતી હો તો જાણી લે કે એ ક્યારેય શક્ય નહીં બને. માની મરજી વિરુદ્ધ જવું મતલબ એશઆરામ પર પૂર્ણવિરામ. એ તને કે મને કોઈનેય નહીં પરવડે. ’

‘રિયલી, તુમ્હારી માઁ હમારે ફ્યુચર કે રાસ્તે મેં નાગિન કી તરહ બૈઠી હૈ. આગે બઢતે હી ડસ લેગી.’

‘વાહ શું ઉપમા દીધી છે! સાચે જ મારી મા નાગણ જેવી છે - ડંખીલી.’

શકુ શેઠાણી ગમે એવાં હોય, દીકરા પ્રત્યે તેમનું હેત સાચું છે; જ્યારે અંશને માની કદર નથી. એમાં મારો સિંહફાળો ખરો!

‘પણ એના ડંખથી ક્યાં સુધી ડરતા રહીશું?’ તેણે નજરો પરોવી, પોતાના પર ઝળૂંબતા અંશના હોઠ પર આંગળી ફેરવી, ‘નાગણને લાઠીથી મારી પણ નખાયને.’

હેં! આનો અર્થ સમજાતાં અંશની ઉત્તેજના શોષાઈ ગઈ.

‘હું એટલી નિષ્ઠુર નથી અંશ કે કોઈને મારવાનું કહી શકું... પણ એટલી મહોબ્બતપરસ્ત જરૂર છું કે તને પામવા સો ખૂન કરી શકું...’

અંશમાં શબ્દોનો કેફ છવાયો. ‘તું સાચું કહે છે માશૂકા, પણ આ બધું કેમ થશે?’

‘એ તમે મારા પર છોડી દો.’ માશૂકાએ સંતોષના શ્વાસ સાથે અંશને ભીંસી દીધો. અંશ પરવશ બનતો ગયો.

આજે આટલું પૂરતું છે. એક બીજ રોપાઈ ગયું. એને ઘટાદાર વૃક્ષ બનતાં વાર નહીં લાગે! શકુ શેઠાણી, આપકી ઉલ્ટી ગિનતી આજ સે શુરૂ!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK