કથા-સપ્તાહ - સુખ-દુ:ખ (ઝિંદગી કી ના ટૂટે લડી - 4)

‘બ્રેકિંગ ન્યુઝ. આતિથ્ય દવે આલેખશે તેમની રંગીન રાતોની ખુલ્લી દાસ્તાન!’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


સોનલ પડતાં-પડતાં રહી ગઈ. કામ મૂકીને ટીવી સામે દોડી આવી, પૂતળા જેવી થઈ જોતી અને સાંભળી રહી...

‘આતિથ્ય દવે કમાલના અભિનેતા છે એ તો આપણે જાણીએ જ છીએ, પણ હવે તેમની છૂપી બાજુ ઊઘડી રહી છે. જી હા, તેઓ પુસ્તક લખવા જઈ ૨હ્યા છે; એ પણ ઑનલાઇન!’

મલકતી અનાઉન્સર બોલતી રહે છે. એની પાછળના સ્ક્રીન પર આતિથ્યની તસવીર અને ક્લિપિંગ ફરતી રહે છે.

‘જમાનો ડિજિટલ મીડિયાનો છે. લંડનના પ્રતિષ્ઠિત રેબેકા પબ્લિકેશન હાઉસે તાજેતરમાં હૉલીવુડ સેલિબ્રિટી ડાયના હેરાલ્ડની આત્મકથા ‘માય સીક્રેટ્સ’ હપ્તાવાર ઑનલાઇન રજૂ કરી એને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો અને એ જ ફૉર્મેટમાં હવે આપણા આતિથ્યકુમાર પોતાની ગાથા રજૂ કરવા જઈ રહ્યા છે. પબ્લિકેશન-હાઉસ બહુ જોરશોરથી એનાં ઢોલનગારાં વગાડી રહ્યું છે. મુંબઈમાં લાગેલાં હૉર્ડિંગ્સ પણ તમે પાછળ સ્ક્રીન પર જોઈ શકો છો. આવતા સોમવારથી દરરોજ એક પ્રકરણ પબ્લિશરની વેબસાઇટ પર મુકાશે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર આમાં કેવળ સંઘર્ષ-સફળતાની શુષ્ક વાતો નહીં હોય, લેખકનું ફોકસ મહદંશે તેમની નાઇટલાઇફ વિશે લખવાનું છે.’

‘હે ભગવાન.’ સોનલ પસીને રેબઝેબ.

‘વેલ, ડાયનાની બુકની જેમ આતિથ્યની બુકમાં પણ ઍડલ્ટરી કન્ટેન્ટની ભરમાર હશે એવું એના ટાઇટલ પરથી જ લાગે છે. આતિથ્યની આત્મકથાનું ર્શીષક છે - ‘માય બેડટાઇમ સ્ટોરીઝ!’

સોનલ આંખો મીંચી ગઈ. આતિથ્યની કહેવાતી નાઇટલાઇફની શરૂઆત આમ જુઓ તો મારાથી થઈ હતી. પહેલા જ પ્રકરણમાં આનો ઉલ્લેખ હશેને? ન હોય તો એ ક્યારેક તો આવવાનો જને! આકુ તેમને ગમતા આતિથ્યની બુક વાંચવાના જ; એમાં ‘દામોદરની ચાલની સોનલ’નો ઉલ્લેખ આવ્યો કે ખલાસ... મારું સુખ, મારો સંસાર સળગી ઊઠવાનો! સુહાગરાતે મારું કૌમાર્ય અખંડ હતું કે નહીં એની આકુએ દરકાર નથી રાખી, પણ હવે એ અજાણ્યું નહીં રહે. એક તો જે બીના મેં તેમનાથી પણ છુપાવી એ હવે જગજાહેર થવાની. કયો પુરુષ આ બધું ખમી લે? આકુ તો હજીય મને પ્રેમવશ માફ કરી જાણે, પણ મોટો થઈ મારો દીકરો

જાણશે-વાંચશે તો...

સોનલ બેસી પડી.

‘આતિથ્યના મૅનેજરે આ ખબરની પુષ્ટિ કરી છે. જોકે આતિથ્ય પોતે જાહેરમાં આવતા નથી. જાણવા મળ્યા મુજબ, તેઓ લોનાવલાની તેમની વિલામાં એકાંતવાસ વેઠી લખાણપ્રવૃત્તિમાં ડૂબી ગયા છે. એક્સપર્ટ્સ તો જોકે આને તેમની આવનારી ફિલ્મ ‘મન કી આંખેં’ના પબ્લિસિટી-સ્ટન્ટ તરીકે પણ નિહાળી રહ્યા છે!’

સોનલ માટે એ આશાકિરણ સમું હતું. આ બધું કેવળ પબ્લિસિટી હોય તો કેવું સારું!

‘આતિથ્યની પબ્લિક-ઇમેજ સીધાસાદા માણસની છે. તેમનું વ્યક્તિત્વ બિનવિવાદાસ્પદ રહ્યું છે. ત્યારે તેમની બેડટાઇમ સ્ટોરીઝ ફૅમિલી જેવી નિર્દો‍ષ હશે કે લાસ વેગસની રાત જેવી રંગીન એ તો ચાર દિવસ પછી, સોમવારે પહેલું પ્રકરણ આવતાં ખબર પડી જવાની!’

ચાર દિવસ.

સોનલને જાણે ઑક્સિજન મળ્યો. શનિ-રવિ મારે ગામ જવાનું છે, મતલબ મારી પાસે બે દિવસનો જ સમય છે આતિથ્યને મનાવવા માટે... હું તેને પગે પડીને કરગરીશ, ઝોળી ફેલાવી વીનવીશ. બુકમાં મારો ઉલ્લેખ ન કરવા તેણે માનવું જ પડશે. બસ, આ જ દૃઢતાથી મારે તેને લોનાવલાની વિલામાં જઈ મળવું રહ્યું.

સોનલે નક્કી તો ઠેરવ્યું, પણ લોનાવલામાં શું થવાનું હતું એની તેને ક્યાં ખબર હતી?

€ € €

ગ્રેટ! સાંજે આ ન્યુઝ-આઇટમ નિહાળતો આતિથ્ય ઝેરીલું મલકી ઊઠ્યો.

ઑનલાઇન બુકનો વિકલ્પ ધા૨વા કરતાં ધારદાર નીવડવાનો. કન્ટેન્ટ આમજનતા સુધી પહોંચાડવા પોતે કોઈ પણ સોશ્યલ મીડિયાનો સહારો લઈ શક્યો હોત, પણ પોતે માત્ર પોસ્ટ નહોતી મૂકવી, એનો પ્રચાર-પ્રસાર પણ કરવાનો રહે. ડાયનાની બુકનો ખ્યાલ હતો એટલે લંડનના એ જ પબ્લિશિંગ હાઉસને પ્રસ્તાવ મૂક્યો. ફટાફટ કૉન્ટ્રૅક્ટ ફાઇનલ થયો. લંડનના પ્રકાશનને કારણે ઍડલ્ટ મૅટરના અહીંના નિયમ પણ નહીં લાગે. ઇટ વુડ બી ધ બોલ્ડેસ્ટ આૉફ બોલ્ડ બેડટાઇમ સ્ટોરી!

‘સર, આ બધું...’ પોતે પ્રકાશક સાથે નેગોશિએશનનું કહેતાં મનોહરભાઈ દોડી આવેલા. બેશક તેમનાથી આતિથ્યની રંગીન રાતો સાવ છાની ન જ હોય, પણ એને આલેખવાનો ઇરાદો અવશ્ય ચોંકાવનારો હતો. તેમને સમજાવી

દીધું - આનાથી ‘મન કી આંખેં’ને પણ ફાયદો થશેને...

‘મતલબ એક પંથ દો કાજ. પણ સર, તમે સાચેસાચ બધાનાં નામ આપીને લખશો? બદનક્ષીનો દાવો નહીં થાય?’

હૂ કૅર્સ! આવો સાવ નફ્ફટ જવાબ મનોહરભાઈના ગળે ન ઊતરત એટલે કહેવું પડ્યું, થવા દોને દાવા. એટલું બુકને ઈંધણ મળશે. આપણી કોર્ટની ગતિ તમે જાણો છો અને દરેક દાવાની માંડવાળી કોર્ટની બહાર થતી જ હોય છેને.’

પત્યું. પબ્લિશરને કન્ટેન્ટની ઝલક આપવા પોતે બે ડમી ચૅપ્ટર્સ મોકલેલાં પણ હવે સાચુકલાં મોકલવાનાં. પોતે લેખક નથી, એય લૅપટૉપમાં અંગ્રેજીમાં લખવું થોડું અઘરું પણ લાગે, પરંતુ મારું લખાણ પ્રકાશકની લેખકમંડળી ચકાસશે, મઠારશે પછી પબ્લિશ કરશે એટલી રાહત છે. પ્રકાશકની અહીંની ઑફિસે જોરશોરથી જાહેરાત કરવા માંડી છે. એના પ્રત્યાઘાત પણ મને સાંપડી રહ્યા છે!

મોટા ભાગની શૈયાભોગિનીઓ ફફડી ઊઠી છે - યુ કાન્ટ ડિસ્ક્લોઝ અવર નેમ્સ. કોઈ પરણી છે, કોઈ રિલેશનમાં છે, કોઈ સિંગલ છે, પણ દરેકને સમાજમાં પોતાની ઇજ્જત જવાની ચિંતા સમાન સ્તરે છે!

‘હાઉ કેન યુ ફર્ગેટ કે તને પહેલો બ્રેક મેં આપેલો-’ સાંજે આવેલા ફોન પર મિસ નવનીત કેવાં રઘવાયાં બનેલાં, ‘હું ભલે પરણી નથી, પણ-’

‘કટ ઇટ શૉર્ટ મિસ નવનીત’ અતિથ્ય સહેજેય દયા ખાવાના મૂડમાં નહોતો, ‘બ્રેકની સામે તમે જે કિંમત વસૂલી એ વિશે હું વિસ્તારથી લખવાનો. ખાસ કરીને પુરુષનું આખરી વjા ઊતરે ત્યારે તમે...’

ખટાક. સામેથી ફોન મુકાઈ ગયેલો. એ યાદે અત્યારે પણ આતિથ્યને ખીલવી દીધો. બીજો ફોન હતો સૌદામિનીનો!

‘આયૅમ સ્યૉર તું મારું નામ તો નહીં જ લે.’ સૌદામિનીની નવર્સિનેસ પડઘાયેલી, ‘મેં તને કેટલું સુખ આપ્યું છે. મારી આદર્શ નારીની ઇમેજ ધૂળધાણી થઈ જશે.’

‘એ સુખનું દુ:ખ જ મને પ્રેરી રહ્યું છે સૌદામિની’ પોતાનું મોઘમ બિચારીને ક્યાં પરખાય એમ હતું? ‘લોકોને પણ ભલે જાણ થતી તેમની આદર્શ નારીની શરીરભૂખ કેવી છે!’

હા, મોનિકા એવી જ બિન્દાસ રહી, ‘તને લખવા માટે બેડટાઇમ સ્ટોરી જ મળી, યુ પવર્ર્ટે! ઍનીવે, મારા વિશે લખે તો એટલું ખાસ લખજે કે ફલાણા-ફલાણા સ્ટૅટિસ્ટિકવાળા મરદો જરૂર મારો સંપર્ક કરે!’

વેલ, વેલ. હજી તો ઘણા નિઅર ઍન્ડ ડિયરવન્સની પ્રતિક્રિયા પાઇપલાઇનમાં હશે. જોઈતી ધરી તો રચાઈ ગઈ છે, હવે બસ એક પછી એક તીર છોડી સામાની આબરૂને પબ્લિકમાં નિર્વસ્ત્ર કરવાની છે.

ધિસ ઇઝ વર્સ્ટ ધેન એઇડ્સ,

બિલીવ મી.

€ € €

‘આઇ ડોન્ટ કૅર! આતિથ્ય વધુમાં વધુ શું લખશે? મોહિની ફ્રિજિડ છે?’ મોહિનીએ પોતાની સેક્રેટરીનાં અંગ પસવાર્યાં, ‘બિચારાને એ ઓછી ખબર છે કે આયૅમ ક્રેઝી ફૉર ગર્લ્સ!’

€ € €

આતિથ્ય દવે.

અશ્વમેધના જીવને જંપ નથી. એકાએક તેને બુક લખવાનું શું સૂઝ્યું હશે! પાછો એ જે વિષય છેડવા માગે છે એ પણ કેટલો સ્ફોટક છે!

મારા માટે તો એ અણુબૉમ્બ જેવો જ નીવડે. અશ્વમેધે હોઠ કરડ્યો. સ્વિટ્ઝલૅન્ડમાં ગાળેલી ત્રણ રાત્રિ ઝબકી ગઈ. નો. આતિથ્ય આ વિશે નહીં

લખી શકે. આઇ મસ્ટ સ્ટૉપ હીમ... ઍટ ઍની કૉસ્ટ!

અશ્વમેધે ઊંડો શ્વાસ લીધો. આ કામ આજે જ થઈ જવું ઘટે. ના, ઘરે તો કોઈ પોતાની રાહ જોનારું છે નહીં, શૂટમાંથી પરવારતાં તેણે ઘણા વખતે સેલ્ફ ડ્રાઇવમાં લોનાવલાની વાટ પકડી ત્યારે બુધનો સૂર્ય દરિયામાં ડૂબી ચૂક્યો હતો.

€ € €

‘બાય બેટા’ ગુરુની સવારે નિકામને સ્કૂલે મૂકી સોનલે લોનાવલા જવા બસ પકડી.

નિકામ ત્રણ વાગ્યે છૂટે ત્યાં સુધીમાં આવી જવાની ધારણા હતી, પરંતુ ન અવાય તો દીકરાને કહી રાખ્યું હતું - તું વિશાખાઆન્ટી સાથે બન્ટી જોડે જતો રહેજે, મેં આન્ટીને જણાવી દીધું છે.

બાજુના જ બિલ્ડિંગમાં રહેતો બન્ટી નિકામનો પરમ મિત્ર હતો અને તેના ઘર સાથે ઘરવટ થયેલી એટલે સોનલ નચિંત હતી.

બસ, હવે આતિથ્ય માની જવો જોઈએ!

€ € €

બસમાંથી ઊતરી, બેચાર જણને પૂછતી સોનલ વિલાના ઠેકાણે પહોંચી ગઈ. આમ તો આતિથ્યના વસવાટની કોઈને જાણ ન થતી, પણ આ વખતે મીડિયામાં જાહેરાત થયા પછી સ્થાનિકો પણ માહિતગાર બન્યા હતા, અને હવે લાગે છે ફૅન્સ પણ આમ આવતા રહેવાના!

ખેર, આતિથ્ય સુધી પહોંચવું આટલું સરળ હશે એવું સોનલે ધાર્યું નહોતું. વિલાના ગેટ પર એક વૉચમૅન પણ

નહીં! હા, આંગણામાં બે મર્સિડીઝ ભાળી તે ખચકાઈ.

એક કાર આતિથ્યની હોય, તો બીજી કોની? કોઈ મહેમાન હશે? ના, ના, કોઈ ત્રીજાની હાજરીમાં તો મારે નથી જ મળવું.

મન ઢચુપચુ થયું એટલે જાતને મક્કમ કરવી પડી. જોયા-જાણ્યા વિના કેમ માનવું કે બીજી કાર કોઈ મહેમાનની જ હોય? શક્ય છે, આતિથ્યે જ બે કાર અહીં રાખી હોય. જો પેલી બાજુની બારી ખુલ્લી દેખાય છે - જઈને ડોકિયું તો કર!

આ એક ચેષ્ટા કેવો ઝંઝાવાત જગાડવાની હતી એની કોને ખબર હતી?

€ € €

‘વાય કાન્ટ યુ ગેટ ઇટ!’ અશ્વમેધનો અવાજ ઊંચો ગયો, ‘તારું લખાણ મારી કરીઅર, ઇમેજ ધૂણધાણી કરી મૂકશે.’

‘યા.’ આતિથ્યને મોજ પડી, ‘ઇન્ડિયન સ્ક્રીનના મોસ્ટ રોમૅન્ટિક હીરોને પુરુષોમાં પણ એટલો જ રસ છે એ જાહેર થાય તો તારી જગહંસાઈ થવાની જ.’

(એ જ વખતે બહાર સોનલે આંખ-કાન માંડ્યાં. બન્ને થોડા ક્રૉસમાં હતા એટલે પોતે તેમની નજરે ન ચડે પણ તેમને હું જોઈ શકું એ પોઝિશન કામની લાગી. અશ્વમેધને રૂબરૂ ભાળવાનું અચરજ શમ્યું ન શમ્યું ત્યાં આતિથ્યના ધડાકાએ અરુચિ જન્માવી. મોટા લોકોની જિંદગીમાં કેમ કશું જ નૉર્મલ નહીં હોતું હોય?)

‘આતિથ્ય’ અશ્વમેધે લાચારી જતાવી તેના પડખે બેઠો, ‘મેં તને કાલે પણ રીઝવ્યોને’...

આતિથ્ય તેની કાલકૂદી માણી રહ્યો. અશ્વમેધના સૌથી વરવા સત્યની જાણ સ્વિટઝરલૅન્ડની ટૂર દરમ્યાન થઈ હતી. હોટેલ આલ્પ્સના સ્વીટમાં ઊતર્યા બાદ મને એ છોકરીનો ઇંતજાર હતો જે એકસાથે અમને બેઉને મોજ કરાવવાની હતી, પણ રાતના મુરતેય કોઈ ફરક્યું નહીં ત્યારે કંટાળો જતાવ્યો - લાગે છે તારી ટેડ ફેક નીકળી.

‘એથી તારી ડેટ નહીં બગાડે’ આત્મવિfવાસભેર કહી અશ્વમેધ અંદરની રૂમમાં ગયો, ‘વેઇટ ફૉર ફાઇવ મિનિટ્સ..’

એને બદલે ચોથી મિનિટે દરવાજો ઊઘડ્યો હતો, ‘યૉર ગર્લ ઇઝ હિયર!’

લેડીઝ વેઅર, મેકઅપમાં અશ્વમેધને નિહાળી આઘાત છવાયો. અચરજ પણ અટલું જ થયું પછી જે બનતું ગયું એ પણ બહુ મિશ્ર લાગણીવાળું હતું. છતાં મજા આવી એટલું તો કબૂલવું જોઈએ. ગઈ રાત્રે પણ અશ્વમેધે એની ઍક્શન-રિપ્લે ભજવી હતી, પોતે પણ કહ્યું નહીં કે એઇડ્સ થયા પછી હું જીવતા બૉમ્બ જેવો છું! લવમેકિંગ દરમ્યાન અશ્વમેધ પૂછતો રહેલો - યુ વૉન્ટ ડિસ્ક્લોઝ ઇટ, રાઇટ! ત્યારે તો પોતે હામાં હા કર્યે રાખેલું, પણ અત્યારે નીકળતી વેળા તેણે જેવી એ જ વાત છેડી કે પોતે ખભા ઉલાળ્યા - હું બીજા વિશે લખું તો તારા માટે કેમ નહીં?

અને બસ, ત્યારનું તેનું વાજું બગડ્યું છે! હિન્દી ફિલ્મોનો સુપરસ્ટાર કેટલો વિવશ થઈને મને વીનવી રહ્યો છે! આતિથ્યે સંતોષ અનુભવ્યો.

(ત્યારે તો આતિથ્યને રોકનાર હું એકલી નથી. સોનલને તેની રાહત વર્તાઈ. આમાંના કોઈનું દબાણ જરૂર કામ કરી જવાનું, પણ...)

‘સૉરી અશ્વમેધ. મારી સ્ટોરીની શરૂઆત હું તારાથી કરવાનો છું! અ ટાઇમબૉમ્બ લાઇક બ્લાસ્ટ ફૉર ધ ઇન્ડસ્ટ્રી, ફૉર ધ ગર્લ્સ ઑફ ઇન્ડિયા-’

અશ્વમેધ આંખો મીંચી ગયો. નહીં માને. આતિથ્ય નહીં જ માને. તેનાં જડબાં તંગ થયાં, હાથની મુઠ્ઠી ઉઘાડબંધ થઈ, ‘સૉરી આતિથ્ય.’

આતિથ્યની કીકીમાં પ્રશ્નાર્થ ઝબક્યો ન ઝબક્યો કે... 

ધડામ્. ટિપૉય પર પડેલું લોખંડનું વાઝ ઊંચકી અશ્વમેધે તેના માથામાં ફટકાર્યું.

ખોપરી ફાટી, લોહી વહ્યું અને આતિથ્ય ફસડાઈ પડ્યો. તેનો ચહેરો બારીની દિશામાં હતો. તેની આંખો બારી આગળ કોઈને તાકતી એક-બે વાર હાલીને સ્થિર થઈ ગઈ. એઇડ્સથી મરનારો આમ મર્યો‍ એ પણ કેવી કરુણા!

€ € €

હી ઇઝ ડેડ! અશ્વમેધે કન્ફર્મ કર્યું. ત્રણેક ફિલ્મોમાં બ્લૅકમેઇલરની ભૂમિકા ભજવેલી એટલે થોડીઘણી હોશિયારી હતી આ વિષયમાં. પોતાનાં નિશાન મિટાવી, આતિથ્યનું લૅપટૉપ લઈ તે ફરી મુંબઈ જવા નીકળ્યો ત્યારે એટલી નિશ્ચિંતતા હતી કે બીજું કાંઈ નહીં તો મારી અંગત ચૉઇસનું રહસ્ય સલામત છે!

કેટલો ગલત એ ભ્રમ હતો! પોતે કરેલા ખૂનનું કોઈ ચશ્મદીદ ગવાહ છે એની અશ્વમેધને જાણ હોત તો?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK