કથા-સપ્તાહ - સુખ-દુ:ખ (ઝિંદગી કી ના ટૂટે લડી - 3)

હું મારી આબરૂ ગુમાવી ચૂકી! એ યાદે અત્યારે ૫ણ સોનલ થથરી ગઈ.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


દિવસો સુધી સોનલ ઉદાસ, વિચારમય રહી. મા પૂછતી તો કહી દેતી કે ભણવાનું થોડું ભારે છેને મા, એટલે ડર લાગે છે. હકીકત તેને કે કોઈને પણ કેમ કહેવાય? એ રાત

પછી પહેલા પિરિયડ આવ્યા ત્યારે કેવો હાશકારો થયેલો.

‘ચિલ યાર, ફર્ગેટ ઇટ.’ સોનલ હવે ટિફિન મૂકીને નીકળી જતી, આતિથ્ય ક્યારેક આંતરીને કહેતો એમાં પસ્તાવો પડઘાતો નહીં. માન્યું જે બન્યું એનીયે ધારણા બહારનું હતું, પણ પછી સપાટ સ્વરે ભૂલી જવાનું કહેવામા હું તો ચારિત્ર્યની ઊણપ જ જોઉં છું. હવે શું? મારી કાયાને અભડાવનારને હું ચાહી શકું નહીં કે વરી શકું નહીં, પરંતુ કોઈ બીજાની પણ થઈ શકીશ ખરી? હું કોઈને પણ લાયક રહી ગણાઉં ખરી? છવાતી નિરાશામાં તે આતિથ્યને જોતી અને ભીતર સળગી ઊઠતું, 

‘ભૂલ કરીને ભૂલી જવી મરદોની ફિતરત હશે, આતિથ્ય, સ્ત્રી માટે તો એ જીવનભરનો ડાઘ બની રહે છે!’ સોનલ હાંફી જતી, ‘તને જોઉં છું અને મારા અંગમાંથી હાય નીકળે છે. અહીંથી જતો રહે, આતિથ્ય નહીંતર ક્યાં તને સળગાવી મૂકીશ ક્યાં હું ખુદ સળગી જઈશ.’

એ ભારેલા અãગ્નનો જ ભય હોય એમ બેએક મહિનામાં આતિથ્ય ચાલી છોડીને જાણે ક્યાં જતો રહ્યો એ કોણે જાણ્યું! ખાલી પડેલી રૂમ બીજે દહાડે ભરાઈ ગઈ અને સોનલની જિંદગીને પણ જાણે સીધી દિશામાં ધક્કો મળ્યો. દિવાળીની છુટ્ટીઓમાં કૉલેજ-ટૂરમાં રાજસ્થાન ફરી આવી, મન હળવું થયું. વીતી એ એક રાતને સાત પાતાળ ભીતર દફનાવીને ધીરે-ધીરે તે પૂર્વવત થઈ.

અને પછી લગ્નનો તબક્કો આવ્યો. આકારનો જિંદગીમાં પ્રવેશ અને સુખ જ સુખ...

ક્યારેક આમાં સિનેસ્ટાર આતિથ્ય ઝબકી જતો અને ખીરમાં કાંકરી આવવા જેવું લાગતું સોનલને.

લગ્નનાં વરસ-બે વરસમાં જ આતિથ્યની પ્રથમ હિન્દી ફિલ્મ રજૂ થઈ હતી, તે હીરો નહોતો, પણ તેનું કામ ખૂબ વખણાયું.

બહુ ઉમંગભેર સોનલ મૂવીમાં જતી, તેને ફિલ્મોમાં રસ ઓછો, બસ, થિયેટરના માદક અંધકારમાં આકુના ખભે માથું ઢાળીને બેસી રહેવાનું તેને ગમે. એ ફિલ્મનું નામ તો યાદ નથી, પણ પડદે આતિથ્યની એન્ટ્રી થતાં જ જાણે ભડકી હોય એમ તે આકુથી અળગી થઈ ગયેલી.

‘જોયું, તેની એન્ટ્રી કેવી અસરકારક છે.’ આકારે ભળતો જ અર્થ કાઢ્યો, પણ એને સુધારવાની સોનલની હામ નહોતી.

થિયેટરમાંથી નીકળ્યા પછી પણ આકુએ આતિથ્યનાં ગુણગાન ચાલુ રાખ્યાં, સોનલને તેનો દરેક શબ્દ વીંછીના ડંખ જેવો ચુભતો હતો.

‘સાવ બકવાસ ઍક્ટિંગ હતી’ સોનલથી છણકો થઈ ગયેલો, ‘જાણે તમે એ ફાલતુ ઍક્ટરમાં શું જોયું! થોબડાનાં તો ઠેકાણાં નથી.’

‘બસ, હં. હૅન્ડસમ ગણાય એવો તો ખરો. જાણે તને કેમ ન ગમ્યો!’

તમને કેમ સમજાઉં તે વ્યક્તિ કોઈ કાળે મને ગમી શકે એમ નથી! સારું છે, મારી મા હયાત નથી, નહીંતર એ જરૂર જમાઈને કહેવાની થાત કે આતિથ્ય તો અમારા પાડોશમાં રહી ચૂક્યો છે!

ના, આ સત્યની આકુને ક્યારેય જાણ થવી ન જોઈએ. નહીં તો મારું સુખ દુ:ખને બની રોળાઈ જવાનું!

બીજા શબ્દોમાં કહું તો મારે પ્રેક્ષક તરીકે જ આતિથ્યને નકારવો પડે, તેની આલોચના કરવી પડે.

‘ન ગમ્યો તો ન ગમ્યો. તે કંઈ અમિતાભ છે!’ તેણે છણકામાં વઘાર નાખ્યો. વાત વળી ગઈ. પોતે માત્ર આતિથ્યનો બૉયકૉટ કરે તો અડવું લાગે એટલે સોનલે ન ગમતા ચાર-છ કલાકારોની યાદી ગોખી રાખેલી. આમાંનું કોઈ ફિલ્મમાં હોય તો મૂવી જોવી જ નહીં!

અલબત્ત, એથ્ાી કલાકાર તરીકે આતિથ્યની ચડતીમાં ફરક નહોતો પડ્યો. છાપામાં, સોશ્યલ મીડિયામાં આતિથ્ય વિશે ચર્ચાતું, છપાતું, ન ઇચ્છવા છતાં આંખે-કાને પડતું રહેતું. તેના પેરન્ટ્્સ હયાત નથી. પોતે પરણ્યો નથી કે કોઈ રિલેશનમાં નથી એવા અપડેટ્સ મળતા રહેતા. ના, તેની ચડતીની સહેજેય ઇષ્ર્યા યા જલન નહોતી, જેનું ચારિત્ર્ય જ બોદું હોય તેની કોઈ પ્રગતિ જલનપ્રેરક હોઈ ન શકે.

બાકી મારી ખીરમાં કાંકરી આવી હોય તો એ મારે જ કાઢવાની હોય.

અત્યારે પણ આકુને ચા ધરતાં તેણે કહી દીધું, ‘મહેરબાની કરીને તમે મને ફાલતુ મૂવી જોવા ન લઈ જતા.’

‘આઇ નો મૅડમ, તમે આવવાનાં નથી. ડોન્ટ વરી, હું મૂવી ઑનલાઇન જોઈ લઈશ... નિકામ, તારી મૉમ પણ ગજબ છે. ફિફ્ટી પ્લસ થયેલા ખાનલોકોની મૂવી હોંશેહોંશે જોશે, જાણે આતિથ્ય જેવાથી કેમ અસ્પૃશ્ય રહે છે!’

આકુના શબ્દો કિચનમાં જતી સોનલે પણ ઝીલ્યા. પતિને કેમ કહેવું કે તમે જેને અસ્પૃશ્ય માનો છો તેણે જ મને પ્રથમ સ્પર્શ કર્યો‍ હતો!

€ € €

૬ જ મહિના?

ડૉક્ટરના નિદાનને અઠવાડિયું થવા છતાં આતિથ્યને હજી કળ નથી વળી. કૅન્સરની જેમ એઇડ્સ પણ લાસ્ટ સ્ટેજમાં પકડાતો હશે?

આવા પ્રશ્નોથી જોકે વળગેલી બીમારી નથી મટવાની, આયુષ્યની મૂડી નથી વધવાની. આ વીકમાં પોતે લેવાય એટલા સેકન્ડ ઓપિનિયન લઈ ચૂક્યો છે. રોગ અને જીવનની મુદત બેઉ અફર છે. હજી તો મારી ઉંમરનો કારર્કિદીનો સૂરજ મધ્યાહ્ને પહોંચ્યો. એટલામાં જ સૂર્યાસ્તનું બ્યૂગલ ફૂંકાઈ ગયું?

તમામ પ્રોગ્રામ્સ-અપૉઇન્ટમેન્ટ્સ કૅન્સલ કરી પોતે લોનાવલાની વિલામાં આવી પહોંચ્યો છે. હજી વ૨સ અગાઉ જ મહેલ જેવી આ પ્રૉપર્ટી ખરીદેલી. મારો અંત અહીં લખ્યો હશે એટલે? પળ-પળ પોતે મૃત્યુ તરફ ધસી રહ્યો છે એ કલ્પના જ કેટલી ડરામણી હતી.

પોતાની છટપટાહટ કોઈને દેખાડવી નહોતી એટલે તો વિલાના કૅરટેકર સહિત કોઈ પણ સ્ટાફ રાખ્યો નથી. જમવાનું ઑર્ડરથી મગાવી લઉં છું. ડોરબેલના જવાબમાં દરવાજો ખોલનાર તરીકે સિનેસ્ટારને ભાળી ડિલિવરી-બૉય પણ કેવો અચંબિત થયેલો! હવે તેનેય નવાઈ નથી રહી. ડૉક્ટર્સ કોઈને કહેવાના નહીં, હું મારી વ્યાધિ કોઈને કહી શકું એમ નથી! નૉટ ઈવન મનોહરભાઈ.

‘અંગત કારણસર મારે થોડો એકાંતવાસ જોઈએ છે’ની મારી સૂચના તેમના ગળે નહોતી ઊતરી, પણ છેવટે તો નોકરે માલિકની આજ્ઞા માનવી એવી તેમની સૂઝ છે. શૂટિંગ, પ્રમોશન - કંઈકેટલું ખોરંભે ચડ્યું. થોડા દહાડા તો મનોહર સંભાળી લેશે, પછી ગૉસિપિયા પત્રકાર મનફાવતું લખવા માંડશે - આતિથ્ય ઘમંડી થઈ ગયો, સંન્યાસ લઈ લીધો જેવા ગપગોળા હાંકશે... એક દહાડો સત્ય પણ ઉજાગર થઈને રહેશે.

પછી? પછી શું? જિંદગીના અંત માટે માણસ ભાગાદોડી કરતો હોય છે? ક્યારેક થાય મારું વિલ લખી સંપત્તિ મારા માવતરના નામે આશ્રમોમાં દાન કરતો જાઉં, થોડું ઘણું સ્ટાફમાં વહેંચી જાઉં... પણ એનોય કંટાળો આવે. જિંદગીના છેવટના દિવસો આમ જ પસાર કરવા છે? નિરુદ્દેશ્ય, એકાકી? જાગવું, થોડું કંઈક ખાવું, ટીવી યા આઇપૉડ ખોલી બેસવું અને ઊંઘવું... ના, ખુલ્લી આંખે પડી રહેવું! કોણ કહે આ નિત્યક્રમ એક સેલિબ્રિટીનો હોઈ શકે?

બાકી ગઈ કાલ સુધી જાણે જિંદગી કેવી ઝાકઝમાળ હતી, રાત્રો એટલી જ રંગીન.

ચાલીની રૂમમાં ધૅટ સોનલ સાથે માણેલો પ્રથમ સમાગમ ઉતાવળિયો, અધકચરો હતો... સફળતાનો કોઈ શૉર્ટકટ હોતો નથી કહીને સ્ટ્રગલના દિવસોમાં પોતાને પાનો ચડાવતી સોનલ સાથે ખોટું થયાની પજવણી બેચાર દહાડા રહી, પણ પછી મન મનાવી લીધું. ઍપલ ખાનારાં અમે પહેલાં આદમ-ઈવ નહોતાં! જોકે તદ્દન મિડલક્લાસ મેન્ટાલિટી ધરાવતી સોનલ માટે એ આઘાત અસહ્ય હતો. સાચું પૂછો તો ક્યારેક તેની બીક લાગતી - રખેને તે કંઈ કરી પાડે તો!

ત્યાંથી સરકવામાં સલામતી જોઈ અને પછી ચાલીને સાંભરી પણ કોણે! ખેર, ચાલી છૂટ્યા પછી બે-ત્રણ વરસ તો નાટકયાત્રા જ ચાલી, િફ્લ્મોની ઑફર મળતી, પણ રોલ ફાલતુ નીકળતા.

‘કેન યુ શો મી યૉર પફોર્ર્મન્સ?’

ફિલ્મો માટે આતિથ્ય લગાતાર ઑડિશન્સ આપતો રહેતો. ‘રિધમ’ પ્રોડક્શનની આગામી પેશકશ માટે કેન્દ્રવર્તી ભૂમિકામાં તેમને નવોદિત છતાં મજાયેલો કલાકાર જોઈએ છે એવા ખબર મળતાં તેણે કમર કસી હતી. ઑડિશનના ત્રણ-ત્રણ રાઉન્ડ કર્યા પછી સિલેક્શન-ટીમ તરફથી કહેવાયું - અમે તમને ફાઇનલ કર્યા છે, પણ અંતિમ નિર્ણય અમારાં મૅડમ, ફર્મનાં અલ્ટિમેટ હેડ નવનીતબહેન લેશે.

આતિથ્ય તેમણે આપેલા સમયે વૉર્ડન રોડની તેમની ઑફિસે પહોંચ્યો હતો. સાંજે સાતના સુમારે ઑફિસ જોકે ખાલી હતી, ક્યાંય સુધી પોતાને વેઇટ કરાવી છેવટે મૅડમે તેમની કૅબિનમાં તેડાવ્યો હતો. બે હૉલ જેવડી તેમની ઑફિસ જોઈને દંગ થઈ જવાયું. ચાલીસીમાં પ્રવેશેલાં મૅડમ પરફ્યુમથી મઘમઘતાં લાગ્યાં. તેણે પર્ફો‍ર્મ કરવાનું કહેતાં આતિથ્યે ગળું ખંખેર્યું,

‘કોઈ સ્પેસિફિક ચીજ મૅ’મ યા આર્ટિસ્ટ?’ આતિથ્યે ફોડ પાડ્યો. ‘અથવા તમે આપો એ સિચુએશન ભજવી દઉં.’

મૅડમ હસ્યાં - ‘હું એ પફોર્ર્મન્સની વાત નથી કરતી, શ્રીમાન, સ્ટ્રિપર તરીકે તમારો પફોર્ર્મન્સ દેખાડો.’

વૉટ ધ હેલ. ફિલ્મી દુનિયાની ૨સમોથી આતિથ્ય અજાણ નહોતો, પણ પોતાની સાથે આટલું બેધડક પહેલી વાર થયું.

‘આઇ પે ઓન્લી ઇફ આઇ લાઇક.’

મતલબ, હું મૅડમને સ્ટ્રિપર તરીકે રીઝવી શકું તો મારી ભૂમિકા અને એ માટેનું મહેનતાણું પાકું!

વેલ, પેલી સોનલ કહેતી એમ સફળતાનો શૉર્ટકટ ન હોય તો પણ એની કિંમત તો હોય જ છે. મે બી ધિસ ઇઝ ધ પ્રાઇસ. આ એક ભૂમિકા મને ઇન્ડસ્ટ્રીમાં એસ્ટૅબ્લિશ્ડ કરી શકે એટલી દમદાર છે. તેને કોઈ પણ કિંમતે ઝડપી લેવાની હોય!

‘યુ આર ડેફિનેટલી ગોઇંગ ટુ લાઇક ઇટ.’ આતિથ્યને દ્વિધા નહોતી, ‘સ્ટાર્ટ મ્યુઝિક મૅડમ.’

...અને એ શોનું પરિણામ એટલે મારી પહેલી હિન્દી કમર્શિયલ ફિલ્મ! ધેન ધેર વોઝ નો લુકિંગ બૅક.... પછી મેં જેકોઈ હુશ્ન ભોગવ્યું, મારી મરજીથી! પેઇડ એસ્ર્કોટ્સ તો ઠીક, આમાં હિરોઇનો પણ આવે!

જેમ કે શિમલાના સફરજન જેવી સૌદામિની!

બૉલીવુડની બંગાળની બ્યુટી ગણાતી સૌદામિની ખરેખર તો સેક્સ-મેનિયાક છે. આદર્શ ભારતીય નારીનાં નાત્રો ભજવતી સૌદામિની જેટલી ભૂખાવળી સ્ત્રી મેં બીજી કોઈ ભાળી નથી. તો પંજાબ દી કુડી જેવી મોહિની સાવ ઠંડી. પડદા પર ટુ પીસ બિકિનીમાં તરખાટ મચાવનારી નાયિકા ટાઢીબોળ હોય એવું કોણે ધાર્યું હોય! મોનિકા સાથે મેં શિકાગોની હોટેલમાં પહેલી વાર ડ્રગ લઈને શરીખસુખ માણ્યું હતું. હાઉ ક્રેઝી શી વૉઝ!

સર્કલમાં મારો શોખ અજાણ્યો નથી. ૬ મહિના અગાઉના યુરોપના શૂટમાં હીરો અfવમેધે પ્રસ્તાવ મૂકેલો - ચલ, યાર બ્રેક લઈ થોડા રિલૅક્સ થઈએ. આઇ નો સમવન જે આપણે બેયને મજા કરાવશે.

કેટલો એક્સાઇટિંગ પ્રસ્તાવ હતો. સમથિંગ ન્યુ ફૉર મી. બૉલીવુડના ન્યુએજ સુપરસ્ટાર ગણાતા અfવમેધને આમેય આતિથ્ય જોડે ભળતું. ત્રણેક ફિલ્મો સાથે કર્યા પછી હમઉમ્ર જેવી દોસ્તી જામી ગયેલી. એક્સ્ટ્રીમલી હૅન્ડસમ અfવમેધ બેત્રણ બ્રેકઅપ્સ પછી સિંગલ હતો. અને તેની વાતો પરથી લાગતું કે તે છોકરીઓના મામલે પોતાનાથી ક્યાંય વધુ અનુભવી પણ હતો. તેની રોમૅન્ટિક ઇમેજ જ એવી કે લેડીઝ કિલર ગણાતા અfવમેધ પાછળ છોકરીઓને રીતસર ગાંડા કાઢતી જોઈ છે અમે આઉટડોર શૂટ દરમ્યાન.

ખેર, શૂટના વિરામ વચ્ચે અમે સ્વિટ્ઝરલૅન્ડનું ત્રણ દિવસનું મિની વેકેશન પ્લાન કર્યું. હોટેલના એક્સક્લુઝિવ સ્વીટમાં અમારો ઉતારો હતો.

‘વ્હેર ઈઝ ધેટ ગર્લ?’ જર્ની દરમ્યાન વારંવાર પૂછેલો સવાલ આતિથ્યે રૂમના બેડ પર પડતું નાખતાં ફરી પૂછ્યો હતો.

‘હેવ પૅશન્સ. શી ઇઝ કમિંગ ટુનાઇટ.’ 

અને ખરેખર કેવી યાદગાર બની ગઈ હતી એ રાત! આની સનસનાટી અત્યારે પણ આતિથ્યએ અનુભવી. એવું લાગે છે કે આવી અનેક રંગીન રાત્રિઓનું કરજ મેં ચૂકવી દીધું! ડૉ. દેશમુખ સાચું કહી ગયા - લાઇફસ્ટાઇલ પેઝ.

-પણ એ કરજ કે ટૅક્સ હું એકલો શું કામ ભોગવું? આતિથ્યની કમરમાં જાણે સટાકો બોલ્યો,

યા, પ્રેમ એકતરફી હોઈ શકે, સમાગમ કદી સિંગલ હોતો નથી, ક્યાં ડ્યુઅલ હોય ક્યાં મલ્ટિપલ હોય! તો એ મોજની વસૂલાત ભાગ લેનાર દરેક પાસેથી થવી જોઈએ. વ્હાય ઓન્લી મી? ધે ઑલ હેવ ટુ પે. હું એકલો નહીં મરું... 

વિચારબીજ પંપાળતો ગયો એમ વટવૃક્ષ વિકસવા માંડ્યું. દરેકને વીણી-વીણીને મારવા શક્ય નથી; એઇડ્સનો ચેપ લગાડવો પણ એટલું આસાન નહીં હોય; મારી પાસે એટલો સમય નથી. મારે કંઈક એવું કરવું જોઈએ કે વિના એઇડ્સ તેમની જિંદગી મૃત્યુ કરતાં બદતર થઈ જાય!

બટ હાઉ? મારી પાસે એવા કોઈ ફોટો યા ફિલ્મ નથી કે એને ફરતી કરીને બદલો લઈ શકું... તો પછી?

આત્મકથા! વિચારતાં તેને માર્ગ મળી ગયો : આજકાલ દર બીજી સેલિબ્રિટી આત્મવૃત્તાંત આલેખતી થઈ છે. મારે તો એ બહાને મારી સેક્સ-લાઇફ વિશે જ લખવું, ખુલ્લેઆમ, બિન્દાસ! ભલે મારી ઇમેજને એ સૂટ નહીં કરે, હવે એને જાળવવી પણ શું કામ! રંગીનિયતે મારા સ્વાસ્થ્યમાં આગ ચાંપી, હું એના બયાન દ્વારા મારા શૈયાસાથીઓનું સુખ સળગાવીને દુ:ખ દઈશ! 

જોકે બુક છપાવવામાં ટાઇમ લાગે જે મારી પાસે નથી, પણ મૉર્ડન યુગમાં એવી ઝંઝટ રાખવી પણ શું કામ? પુટ ઇટ ઑનલાઇન! ધિસ વિલ ગો ગ્લોબલ!

આતિથ્ય ઝળહળી ઊઠ્યો. રિયલી, એઇડ્સનો આવો કાતિલ રિવેન્જ કોઈએ નહીં લીધો હોય!

€ € €

એના અઠવાડિયા પછી... 

‘આકુ, પપ્પાને કેમ છે હવે?’ નિકામને સ્કૂલ મૂકી આવી સોનલે પતિને ફોન જોડ્યો. બે દિવસ અગાઉ ગુજરાતમાં ગામના ઘરે સસરાજી બાથરૂમમાં સ્લીપ થવાના ખબરે આકારે દોડવું પડેલું. - તું શનિ-રવિમાં આવજે, સોનલ, નિકામની સ્કૂલ પાડવાની અર્જન્સી નથી.

ત્રણ અઠવાડિયાંનો બેડરેસ્ટ છે. આકુએ મેઇડની વ્યવસ્થા કરી છે, થોડા દિવસ તે પણ રહેશે. મમ્મી-પપ્પાને સારું લાગે અને આકારનેય સંતોષ થાય.

ક્યાંય સુધી આકુ સાથેની ગુફ્તગૂનો ખુમાર રહ્યો. પછી અમસ્તું જ ટીવી ચાલુ કરી તે કામે વળગી કે...

‘બ્રેકિંગ ન્યુઝ. આતિથ્ય દવે આલેખશે તેમની રંગીન રાતોની ખુલ્લી દાસ્તાન!’

સોનલ પડતાં રહી ગઈ.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK