કથા-સપ્તાહ - શિકાર (ખેલ-ખેલાડી - 2)

સામેથી કોડવર્ડમાં પૂછાયું. બેઉ છેડાના સેલનંબર ક્યાંય રજિસ્ટર્ડ નહોતા.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


‘જી.’ તેણે જવાબ વાળ્યો. ‘રાબેતા મુજબ.’

‘ગુડ. તારો મોહ ઠીક કામ કરી જાય છે.’ સામા સ્વરમાં બૉસ કર્મચારીને પંપાળે એવી તારીફ હતી. ‘શું લાગે છે? કેટલુંક ખેંચશે તિતલી?’

‘યે થોડા ઝ્યાદા ચલેગી.’ કહીને તે હસ્યો, ‘અને થાકે તો પણ શું? નવો શિકાર શોધીશું!’

પોતાના પ્રેમીનું આ વાક્ય બરખાએ સાંભYયું હોત તો!

- પણ તે બિચારી તો ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ ભાળીને પાણી-પાણી થઈ ગઈ હતી.

‘એક વાત નોંધી લેજે બરખા...’ પિયુના શબ્દનો પડઘાયા, ‘આમાં પકડાયા તો સુસાઇડ કરીને છૂટી જવાનું, પણ તાજના સાક્ષી બનીને સામાને ફસાવવાની ગદ્દારી ન કરીએ એટલું આપણું એકમેકને વચન.’

- નહીં. મરવાનું વચન સાંભ૨વાને બદલે મારે બચવાની તજવીજમાં લાગવું જોઈએ. બરખાએ પ્રસ્વેદ લૂછ્યો, બહાનું વિચારી લીધું, ‘અરે, મારી પરફ્યુમની બૉટલ તો લૉકરમાં જ રહી ગઈ.’ સાથે ચાલતી ઍર-હૉસ્ટેસ મિતાલીને કહીને તેણે ખભા પણ ઉલાળ્યા, ‘તું તો જાણે છે કે મને પરફ્યુમ વિના નહીં ફાવે... તું ચેક-ઇન કરાવી લે, હું હમણાં આવી.’

બરખા ફરી આઠ-દસ ડગલાં ચાલી પણ ખરી કે...

‘સ્ટૉપ ધેર...’ બે દિશામાંથી ત્રણ ગાડ્ર્સ અને ઑફિસર દોડી આવ્યા. એમાં મહિલા અધિકારી પણ ખરી. કસ્ટમ્સના અધિકારી વીરેન્દ્ર મહેરાને તે ઓળખતી હતી. અરે, ગાડ્ર્સ પણ ક્યાં અજાણ્યા હતા? રોજ સ્માઇલ કરનારા આજે કેવા અક્કડ બનીને ઊભા છે!

‘વાય મિસ્ટર મહેરા? તમે મને રોકો છો? મને જાણતા નથી?’ તેણે હસવાનો પ્રયત્ન કર્યો.

‘સૉરી બરખા, ડ્યુટી ફર્સ્ટ...’ વીરેન્દ્ર ગંભીર જ રહ્યો. ‘હું કૅબિનમાંથી CCTV કૅમેરા મૉનિટરિંગ કરતો હતો. તું ચેકિંગ જોઈને નર્વસ થઈ, પસીને રેબઝેબ થઈ અને એમાં પાછા ફરવાની ચેક્ટા...’ તેણે ડોક ઘુમાવી, ‘સૉરી બટ યુ કાન્ટ ગો ઍનીવેર વિધાઉટ ચેકિંગ.’

નખશિખ પ્રામાણિક ગણાતા ઑફિસરના સ્વરમાં આદેશ ટ૫ક્યો. બરખાના દિમાગમાં શૂન્યતા છવાતી ગઈ. ખલાસ!

પછી તેને કંઈ જ હોશ ન રહ્યા. ટિફિનમાં છુપાવેલી નોટો નીકળી. ઑફિસરો ગળું ફાડીને પ્રશ્નો પૂછતા રહ્યા, પણ બરખાના કાને જાણે કશું અફળાતું નહોતું. પુરાવા સીલ કરીને કસ્ટમ્સ બિલ્ડિંગના ચોથા માળે તેને વધુ પૂછપરછ માટે લઈ જવાઈ, પણ તે તો શૂન્યમનસ્ક જ રહી. તેના ચિત્તમાં જોકે ઝંઝાવાત ફૂંકાતો હતો : પકડાયા તો આપણે સુસાઇડ કરીને છૂટી જવાનું!

મારા પિયુનો આદેશ કેમ ઉથાપાય? બરખાની કીકીમાં ચમકારો ઊપસ્યો.

અને રૂમમાં હાજર અડધો ડઝન અધિકારીઓને કંઈ સમજાય એ પહેલાં આંચકાભેર ઊઠીને બરખાએ બહારની તરફ દોટ મૂકી અને કોઈ રોકી શકે એ પહેલાં ચોથા માળની બાલ્કનીમાંથી નીચે ઝંપલાવી દીધું! ખોપરી ફાટી અને લોહીનું કૂંડાળું રચાઈ ગયું.

€ € €

‘દસ કરોડની ડૉલર કરન્સી સાથે ઝડપાયેલી ઍર-હૉસ્ટેસનો આપઘાત!’

બીજી સવારે છાપાં પોકારી ઊઠ્યાં. ડિજિટલ મીડિયામાં એની જ ચર્ચા ચાલતી હતી.

પુઅર બરખા. પોતાને મનનો માણીગર માનતી માનુનીની આત્મહત્યાના ખબરે તેનું રૂંવાડુંયે નહોતું ફરક્યું. હા, મુદ્દામાલ ઝડપાઈ જવાથી અણખટ હતી ખરી.

‘બિઝનેસમાં ચડાવ-ઉતાર આવ્યા કરે.’ ખબર જાણીને બૉસે કહ્યું હતું, ‘છોકરી પોતાની મેળે મટી ગઈ એ ગનીમત. બટ અફકોર્સ, કસ્ટમ્સ પોલીસ કેસમાં ઊંડી ઊતરશે, બરખાનો મોબાઇલ-ડેટા પણ ચેક થવાનો. બધો આધા૨ ઇન્ટરોગેશન કોણ કરે છે એના પર છે.’

બૉસનું મોઘમ પોતાને તો સમજાય એમ હતું જ.

‘આ મુદ્દો મારા ધ્યાનમાં છે.’ તેણે દમ ભીડ્યો.

‘હં. તો બરખાનું ચૅપ્ટ૨ ક્લોઝ કરીને નવો શિકાર શોધી કાઢો.’ 

શિકાર! માસૂમ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને કૅરિયર બનાવવાના ખેલમાં બરખાનો ક્રમ ચોથો હતો... હુ ઇઝ નેક્સ્ટ?

€ € €

‘તાનિયા...’

માના સાદે ઝબકતી તાનિયાએ પોતાની બરખા સાથેની ફોટોફ્રેમ બાજુએ મૂકી, ભીની પાંપણ લૂછી. હાઉ કૂડ યુ ગો લાઇક ધીસ બરખા?

પ્રિય સખીના આપઘાતને આજે અઠવાડિયું થવા છતાં તેની અણધારી વિદાયની કળ નથી વળી.

માએ ફોન કરીને ખબર આપ્યા ત્યારે પહેલાં તો મનાયું નહોતું. બરખાએ કસ્ટમ્સ બિલ્ડિંગના ચોથે માળેથી કૂદીને સુસાઇડ કર્યું? તે હવાલામાં સંડોવાયેલી હતી? કમભાગ્યે બેઉ બીના સાચી હતી. આના પાકા પુરાવા હતા. મન મનાવવા ખાતર પણ બરખાને ફિક્સ કરાઈ હોવાનો તર્ક ટકી શકે એમ નહોતો. તત્કાળ મળતી ફ્લાઇટમાં પોતે મુંબઈ પહોંચી ત્યાં સુધીમાં તો ન્યુઝ મીડિયામાં ચર્ચાતા થઈ ગયેલા...

બરખાનાં મા-બાપની હાલત સૌથી કફોડી હતી. એક તો દીકરીનો આપઘાત, એમાં તે કૅરિયર હોવાનું સચ અને એય ઓછું હોય એમ ખબર જાણીને દોડી આવનારાં સગાંસંબંધીઓનાં મહેણાંનો માર : બરખાને આપણે આવી નહોતી ધારી!

‘અમે કોને કહીએ કે દીકરીને અમે પણ આવી નહોતી ધારી!’

બરખાની અંતિમ ક્રિયા સુબોધભાઈએ જેમતેમ નિપટાવી. તેની શોકસભા રાખવા જેટલી સ્વસ્થતા પણ ક્યાં હતી? સ્મશાનમાં પણ લોક બોલતું હતું : દીકરી બાપને જ દલ્લો આપતી હશેને. સુબોધભાઈ નાણાભીડમાં ફસાયા છે કે શું? કહે છે કે હવાલાના કામમાં ખૂબ પૈસો છે...

‘આપણું માણસ આપણને જ અંધારામાં રાખીને જાય એ દુ:ખ કોને રડવું?’ સુબોધભાઈ.

હમણાં તાનિયા મોટા ભાગે બરખાના ઘરે રહેતી. તે સુબોધઅન્કલ-વિદ્યાઆન્ટીને જાળવવાની જવાબદારી વફાદારીથી નિભાવતી. બરખાએ જે કર્યું, જે પણ કારણે કર્યું સખી તરીકે, દીકરી તરીકે તો તે

ઉમદા જ હતી. તાનિયાની સમજ સુબોધભાઈ-વિદ્યાબહેનના ઘા પર મલમપટ્ટી કરતી. ‘આપણે દુખને રડતા રહીશું તો એ ક્યારેય ઓછું થવાનું નથી. બરખા ઘણુંબધું આધું-અધૂરું છોડી ગઈ છે એની કડીઓ મેળવવી જોઈએ. તે જાણીને તો આવું અધમ કૃત્ય કરે નહીં. તો શું કોઈ તેને બ્લૅકમેઇલ કરતું હતું? પકડાતાં આબરૂ જવાના ભયે તેણે આપઘાત કરી લીધો!’

તાનિયાની ગણતરી સચોટ લાગી. જોકે દીકરી કોઈની ધમકીમાં હોય એવું લાગતું નહીં, પણ તે તો અમને ચિંતા ન આપવા પણ ખુશ રહેવાનો દેખાવ કરતી હોયને!

‘પણ બરખાને બ્લૅકમેઇલ કોણ કરે અને શું કામ કરે?’

અહીં તાનિયા ચૂપ થઈ જતી. બરખાએ એક વાર પોતે પ્રેમમાં હોવાનું ઑલમોસ્ટ કબૂલી લીધેલું, પછી ભલે વાત બદલી કાઢેલી. પોતે પૂછતી રહેતી તોય ફરી ક્યારેય તેણે એનો ઉલ્લેખ નહોતો કર્યો. શક્ય છે કે કોઈ એવું નક્કર કારણ હોય જે બરખાને પ્રણયભેદ ઉઘાડવા રોકી રાખતું હોય... બની શકે કે બરખા એ મિસ્ટર અનનોન જોડે એટલી આગળ વધી ગઈ હોય કે પેલાએ તેમની પ્રણયક્રીડાની ફિલ્મ ઉતારી હોય અને એના આધારે તે બરખાને બ્લૅકમેઇલ કરતો હોય યા તો બરખા તેના પ્રેમવશ ક્રાઇમ કરતી હોય! પ્યાર કંઈ પણ કરાવી શકે - પ્રેમી ન પકડાય એ માટે આપઘાત પણ!

આમાંનું કંઈ જ બરખાના પેરન્ટ્સને કહેવાય એમ નહોતું... પરંતુ શંકાની સોય જઈ-જઈને એ અજાણ્યા પુરુષ પર જ અટકતી હતી. તેની કોઈ કડી મળે તો જ ઘટનાના મૂળ સુધી જઈ શકાય.

‘આપણે સવાલો કરીને બેસી રહીશું તો જવાબ નહીં મળે. એ માટે ખાંખાંખોળા કરવા પડશે...’

તાનિયાએ વિદ્યામા સાથે મળીને બરખાનો બેડરૂમ ફંફોળી કાઢ્યો. કોઈ લખાણ, કોઈ ફોટો, કોઈ નિશાની તો મળી આવે... પણ અફસોસ!

તાનિયાને કશું હાથ ન લાગ્યું. હા, બરખાનો મોબાઇલ અને પર્સ કસ્ટમ્સ પોલીસના કબજામાં હતાં. કાર્યસ્થળના લૉકરને પોલીસે સીલ કરી દીધેલું. એમાં કંઈ હોય

તો-તો પોલીસને જ પહેલાં જાણ થવાની!

આવું ધારતા હતા, પણ ત્યાંથીયે નિરાશા સાંપડી. હજી ત્રણ દિવસ અગાઉ જ

તપાસ-અધિકારી બપોરના સમયે પૂછપરછ માટે આવી ગયા ત્યારે વિદ્યાબહેને ફોન કરીને પહેલાં તો તાનિયાને તેડાવી લીધેલી : તું હોય તો અમને હિંમત રહેશે...

‘જે બન્યું એનો મને અફસોસ છે.’

તાનિયા બરખાના ફ્લૅટમાં પ્રવેશી ત્યારે તે સુબોધભાઈ-વિદ્યાબહેનને કહેતો સંભળાયો. તેના અવાજમાં અફસોસ હતો, વર્તનમાં શાલીનતા હતી. કસ્ટમ્સની વર્દીમાં ત્રીસ-પાંત્રીસ વર્ષનો નવજુવાન કેટલો સોહામણો લાગ્યો, જાણે નજરોને જકડી લે એવું ચુંબક. વળતી ૫ળે સંસ્કારવશ તેણે નજરને સંભાળી.

‘તાનિયા, આ છે અનાહત ઝવેરી. બરખાના કેસની તપાસ તેઓ કરી રહ્યા છે.’ સુબોધભાઈએ ઓળખાણ આપી, ‘અને સાહેબ, આ છે તાનિયા, અમારી બરખાની સખી.’

‘હલો...’ સ્મિત ફરકાવીને અનાહતે પૂછ્યું ‘અહીં, આ જ બિલ્ડિંગમાં રહો છો?’

ખરેખર તો પૂછપરછની એ શરૂઆત હતી. બરખાના સંભવિત પ્રેમપ્રકરણ વિશે ફોડ પાડ્યા વિના તાનિયાએ તેમણે કરેલા ખાંખાંખોળા વિશે વિસ્તારથી કહ્યું.

‘ધેન ઇટ્સ અ પઝલ! ’ અનાહતે ખભા ઉલાળ્યા, ‘બરખાના સેલફોન અને

ઑફિસ-લૉકરમાંથી પણ કોઈ ક્લુ મળી નથી. તે અધધધ ડૉલર્સ લઈ જતી હતી, બદલામાં તેને કંઈક તો મળતું હશેને. જોકે તેનાં બૅન્ક-અકાઉન્ટ્સ પણ એનું સમર્થન નથી કરતાં. આખરે તે કેમ અને કોના માટે કામ કરતી હતી? ’

આનો જવાબ આજે પણ વણમળ્યો છે! તાનિયાએ વળી નિ:શ્વાસ નાખ્યો ને એ સાથે સાદ દેતાં વનલતાબહેન દીકરીની રૂમમાં પ્રવેશ્યાં, ‘તાનિયા, તને અનાહત મળવા આવ્યો છે.’

અનાહત! તાનિયા આપમેળે ખીલી ઊઠી. પછી જાત પર લગામ કસી : અનાહત સાથે હમણાં રોજ બરખાના કેસ બાબત મળવાનું થાય છે. આજે મળવા આવવામાં પણ એ જ કારણ હોવું જોઈએ. મારે એથી આમ ઊછળવાનું ન હોય.

તાનિયા અત્યંત સંયત ભાવે અનાહતને મળી. તપાસમાં કશું મળતું નહોતું એથી પરેશાન લાગ્યો અનાહત, પણ એમાં તો બીજું શું થઈ શકે? ‘તમે લાગી રહેશો અનાહત તો જરૂર બરખાનો કેસ સૉલ્વ થવાનો... હું કાલે દાર્જીલિંગ જવા નીકળું છું. કંઈ જાણવા મળે, મારી ક્યાંય જરૂર વર્તાય તો તરત ફોન કરજો.’

€ € €

- એ ફોન આજે પણ રણક્યો નથી!

છ મહિના પછી મુંબઈથી ઊપડી વાયા સિંગાપોર થઈ હૉન્ગકૉન્ગ જતી લક્ઝરી લાઇનરમાં ચડતી તાનિયાએ વિચાર્યું.

‘યુ નીડ બ્રેક તાનિ.’ બરખાની અણધારી વિદાય પછી દાર્જીલિંગની કૉલેજમાં પણ ઉદાસ રહેતી તાનિયાને ટપારીને બ્રેક લેવાનું કહેતાં દિવાકરભાઈએ જ હૉન્ગકૉન્ગના પ્રવાસની ગોઠવણ કરી આપી હતી. ખરેખર તો તેને એકના એક વિચારોમાંથી બહાર કાઢવાની જરૂર હતી. દીકરીને પ્રવાસમાં એકલી મોકલવાનું કારણ પણ એ જ હતું : જિંદગીને તું તારા નજરિયાથી જોતી થાય!

અન્કલ-આન્ટી પણ ઉદાસ હૈયે રોજિંદી ઘટમાળમાં પરોવાયાં છે. બરખા કોના માટે કામ કરતી હતી, તેનો પ્રિયજન કોણ

હતો - કંઈ જ જાણી શકાયું નહીં એ માનવામાં ન આવે છતાં હકીકત છે. બરખાનું કૃત્ય, મૃત્યુ રહસ્ય જ રહેશે?

ત્યારે ક્યાં ખબર હતી કે આનો જવાબ બાર દિવસની આ સાગર-સફરમાં સાંપડવાનો છે!

€ € €

‘વેલકમ ટુ સ્ટાર વૉયેજ!’ 

લક્ઝરી લાઇનરે મુંબઈનું બારું છોડ્યે ચાર કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે. સૂરજની સવારી આથમી ચૂકી છે. સત્ત૨સો જેટલા પ્રવાસીઓ સાથે મુંબઈથી નીકળેલી વૈભવી સ્ટીમર સાગરસમþાજ્ઞીની જેમ અ૨બી સમુદ્રમાં સરકી રહી છે.

વિદેશના નામે મિડલ ઈસ્ટ, સિંગાપોર, હૉન્ગકૉન્ગ જેવા પ્રદેશ ઘૂમવાનું સામાન્ય વર્ગ માટે પણ મૅનેજેબલ થતું જાય છે. એમાં વરસેકથી શરૂ થયેલી ક્રૂઝની સફર સુપરહિટ નીવડી છે. ધનિકોને જ પરવડે એવા અતિ વૈભવી સ્વીટથી માંડીને મધ્યમ વર્ગને અનુકૂળ થતી ર્ડોમેટરીને કારણે સીઝનમાં ટૂરિસ્ટોનો ખાસ્સો ધસારો રહેતો હોય છે. તરતા નગર જેવી શિપમાં જિમથી માંડીને જાકુઝી સુધીની સવલતો છે. મુંબઈથી સિંગાપોર ફરી છેવટે હૉન્ગકૉન્ગ મુકામે યાત્રા વિસર્જિત થશે. બે દિવસમાં હૉન્ગકૉન્ગ ઘૂમી ત્રીજા દહાડે મુંબઈની ફ્લાઇટ પકડી પ્રવાસીઓ છૂટા પડશે...

- પણ ત્યાં સુધીનો સમયગાળો યાદગાર બનાવી દેવાનું લાઇનરવાળા નહીં ચૂકે!

જુઓને, જહાજ પર પગ મૂકતાં જ વેલકમ ડ્રિન્ક સાથે સૂચના મળી ગયેલી : સાંજે સાતના સુમારે અપર ડેક પર વૉર્મિંગ પાર્ટી રાખી છે. અત્યારે ભલે સાદું પીણું માણો, ત્યાં તમને કોકોનટ વૉટરથી વૉડકા અને ભેળથી માંડી પાસ્તા સુધીનાં સ્નૅક્સ મળી રહેશે... ડોન્ટ ફરગેટ ટુ એન્જૉય!

અને ખરેખર ઉજવણીનો અવસર હોય એમ અપર ડેક રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યો છે.

‘હેય બ્યુટીફુલ ગર્લ...’ 

તાનિયા ઝબકી. જોતાં જ મુગ્ધ બનાવે એટલો સોહામણો જુવાન હાથ લંબાવીને પૂછી રહ્યો છે, ‘વિલ યુ ડાન્સ વિથ મી?’

તાનિયા તેના લંબાયેલા હાથને નિહાળી રહી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK