કથા-સપ્તાહ - શિકાર (ખેલ-ખેલાડી - ૧)

આ...હ.


shikaar

અન્ય ભાગ વાંચો

1  |  2  |


સમીત (પૂર્વેશ) શ્રોફ

હળવા ચિત્કારભેર બરખા આંખો મીંચી ગઈ. પોતાના પર છવાયેલા પુરુષને ઝેલવો આસાન નહોતો, પણ એવા જ પૌરુષને સ્ત્રી ઝંખતી હોય છેને! કષ્ટ વિનાની કામક્રીડાનો લુત્ફ શું?

‘જિંદગીમાં મને કોઈ કષ્ટ નહીં જોઈએ...’ તે કહેતો.

પોતાના મનચાહૃા પુરુષનું બેરહેમ આક્રમણ માણતી બરખા તેમની પ્રણયગાથા વાગોળી રહી. 

‘જીવનમાં મેં ઘણા અભાવ સહ્યા છે, બરખા... ગરીબી, ભૂખમરો, અનાથપણું - દરેક દદર્‍ ઝેરની જેમ મેં પીધું છે. એનાથી હું નીકલંઠ તો ન બન્યો, પણ શું બન્યો, જેવો બન્યો તું હવે જાણે છે. તનનાં વસ્ત્રો ઉતારતાં પહેલાં મેં મન નિરાવૃત્ત કર્યું છે, બરખા એનાથી વિશેષ પ્રણય શું હોય?’

સાંભળીને ઓળઘોળ થવાયેલું.

જોતાં જ હૈયું ધડકાવી દે એવો તે સોહામણો. તેનો ચાર્મ જ એવો હતો કે પોતે આંખો મીંચી તેના પ્રેમમાં પડી હતી, પછી મારું જીવન મારું ક્યાં રહ્યું? એ તો મારા પિયુની અમાનત બની ગયું. બીજું કોઈ સત્ય આ સત્યને બદલી ન શકે.

સામી વ્યક્તિ જેવી છે એવી તેને સ્વીકારો એ જ પ્રણય!

પછી ભલે તે ગુનેગાર હોય, મને તેના ગુનામાં સામેલ કરવા માગતો હોય!

બરખાને આજે પણ એની દ્વિધા નહોતી. 

બે વર્ષ અગાઉ પોતે ‘ઍર ઇન્ડિયા’માં ઍરહૉસ્ટેસ તરીકે સિલેક્ટ થઈ ત્યારે એ કારર્કિદીનું શમણું સાકાર થયાની ઘડી સમાન હતું. નાનપણથી પોતાને હવાઈ મુસાફરીનું ઘેલું. પપ્પા-મમ્મીએ ફેરવેલી પણ ખૂબ. એમાં કદાચ ઍરહૉસ્ટેસ બનવાની પ્રેરણા થઈ. કરીઅરના બીજા વિકલ્પ કદી સ્ફુર્યા પણ નહીં.

‘ના હોં.’ વિદ્યામા જોકે દીકરીની મહેચ્છા જાણી ભડકી જતાં - તારે નોકરીની જરૂર શું છે? અને એ પણ ઍરહૉસ્ટેસ? તું હવામાં અધ્ધર હોય ત્યાં સુધી નીચે અમારો જીવ લટકતો રહે.

સુબોધભાઈ-વિદ્યાબહેનની એકની એક દીકરી તરીકે બરખા બહુ લાડકોડમાં ઊછરી હતી. વરલીના વૈભવી સેવન સ્ટાર અપાર્ટમેન્ટમાં બે ફ્લૅટ ધરાવતો પરિવાર સ્થિતિપાત્ર હતો. અત્યંત રૂપાળી બરખા મેધાવી પણ હતી. જોકે કૉલેજમાં આવ્યા પછી તે ઍરહૉસ્ટેસ બનવાનું કહેતી અને માને ફડકો બેસતો, પણ વેપારી પિતા ઉદારમતવાદી હતા - આપણે દીકરીને ઇન્ડિપેન્ડન્ટ બનાવવાની હોય, કરીઅરનો ઉદ્દેશ માત્ર પૈસા કમાવાનો નથી હોતો. પોતાનાં શમણાં પૂરાં કરવાની આઝાદી તો તેને હોવી જોઈએને.

પિતાના સપોર્ટે બરખાનો માર્ગ મોકળો કરી આપ્યો. ‘ઍર ઇન્ડિયા’માં તેને જૉબ પણ મળી ગઈ. બેચાર પ્રવાસ ખેડ્યા પછી માનો ફડકો પણ શમી ગયો. હવે તે પણ ગવર્થી‘ કહેતી - ‘મારી દીકરી ઍર ઇન્ડિયામાં ઍરહૉસ્ટેસ છે!’

બરખા પણ ખુશ હતી, સંતુષ્ટ હતી. ઍરહૉસ્ટેસ તરીકેની નોકરી પડકારરૂપ હોય છે. અડધી રાતના ડ્યુટી-અવર્સ, ભાતભાતના ઉતારુઓને ટેકલ કરવાની જવાબદારી જેટલી ધારીએ એટલી સરળ નથી.

પણ બરખાને તો એ ગમતું કામ હતું એટલે ઝડપથી ઘરેડમાં ગોઠવાઈ ગઈ. સ્ટાફમાં તેને બધાની સાથે ભળતું. પાઇલટ કે કો-પાઇલટ આદત મુજબ ફ્લર્ટ કરી જાય તો હસી નાખતી. એમ કોઈ લિમિટ ક્રૉસ કરવાનું થાય તો ભ્રમર તંગ કરી ડારો આપતાં પણ તે શીખી ગઈ હતી. દરેક પ્રવાસ સાથે કંઈ ને કંઈ સંભારણું જોડાઈ જતું.

‘મને તારા જેવું લખતાં આવડતું હોત તાનિયા તો ૬ મહિનાના ઍરહૉસ્ટેસ તરીકેના અનુભવો પર દળદાર નવલકથા લખી નાખી હોત!’

તાનિયા શાહ.

પોતાની પ્રિય સખીના સ્મરણે અત્યારે પણ બરખાના હોઠ મલકી પડ્યા.

સેવન સ્ટારમાં પોતાના આઠમા માળથી બે માળ નીચે સિક્થ ફ્લોર પર રહેતી તાનિયા બરખાથી વરસેક નાની, પણ બેઉને ભળતું બહું. ટીનેજ ફ્રેન્ડશિપ અઢારની પુખ્ત વયમાં પ્રવેશ પછી ગાઢ બની હતી. બરખાની જેમ તાનિયા પણ તેના પેરન્ટ્સની એકની એક. બેઉના સખીપણાને કારણે બે ઘર વચ્ચેય ઘરોબો થઈ ગયેલો.    

તાનિયાના પિતા દિવાકરભાઈ જાણીતી ફાર્માસ્યુટિકલ કંપનીમાં જનરલ મૅનેજર હતા. મમ્મી વનલતાબહેન સામાજિક વૃત્તિમાં પરોવાયેલાં. સૌંદર્યભરી તાનિયાનો આત્મવિશ્વાસ એટલો જ પ્રબળ. સંસ્કારસિંચનથી ઓપતી તાનિયાનો બુદ્ધિઆંક ઊંચો. લતાનાં ગીતોની દીવાની. સંવેદનાસભર તાનિયાની સાહિત્યમાં વિશેષ રુચિ એટલે તો ખાસ દાર્જીલિંગની પ્રતિષ્ઠિત ગણાતી આટ્ર્સ કૉલેજમાં લિટરેચર ભણવા ગઈ છે એથી જોકે હવે રૂબરૂ મળવાનું ખાસ થતું નથી. એ છુટ્ટી યા વેકેશનમાં આવી હોય ત્યારે પોતે ડ્યુટીમાં વ્યસ્ત હોય, પણ ડિજિટલી વી આર ઇન ટચ. ઍરહૉસ્ટેસ તરીકે મને ગમતી નોકરી મળી ત્યારથી તેણે મારું નામ ‘મિસ ઉડન ખટોલા’ પાડી દીધું છે. મશ્કરી પણ કરે, ‘લંડન-પૅરિસ ઊડતાં-ઊડતાં કોઈ પરદેશી સાથે નેહડો ન લગાડતાં બરખારાણી!’ 

પ્યારની કલ્પનાને પોતે હસી કાઢતી, પણ નોકરીએ લાગ્યાના ૬ મહિના પછી, આજથી આશરે દોઢેક વરસ અગાઉ પોતે સાચે જ પ્રેમમાં પડી... કેટલું સહજ, કેટલું આકસ્મિક બન્યું.

એક પાર્ટીમાં અમે વિધિવત મળ્યાં. તેમને જોતાં જ જિગરમાં તીર જેવું ચૂભ્યું હતું.

‘લેટ મી હેવ ધ પ્રિવિલેજ ટુ ડ્રૉપ યુ હોમ સેફલી’ કેટલી શાલીનતાથી તેમણે કહ્યું, ઇનકાર કરવાની ગુંજાશ ક્યાં હતી?

કોલાબાના પાર્ટી-વેન્યુથી મધરાતે નીકળેલી કારમાં લતાનું અદ્ભુત પ્રણયગીત ગુંજતું હતું - ‘અય દિલે નાદાં...’

મદહોશી ઘૂંટાઈ. તે મને ચોરી ચોરી ચુપકે ચુપકે નિહાળી લેતા અને હું મહોરી ઊઠતી... થોડા સંવાદો થયા, અછડતો સ્પર્શ રચાયો...

‘આ રવિવારે તું ફ્રી હોય તો ક્યાંક મળીએ.’  છેલ્લી બ્રેક મારતાં તેમણે એ જ કહ્યું જેનો મને ઇન્તજાર હતો! રવિવારે મારી ડ્યુટી હોવા છતાં ગાપચી મારીને મેં મુલાકાતનો વાયદો નિભાવ્યો. પ્રીતનું એ પહેલું પગથિયું હતું.

‘મને વષોર્થી કોઈનો ઇન્તજાર રહ્યો. એ જીવનસાથીની ઝલક તારામાં દેખાઈ છે, બરખા. તને પણ આવી પ્રતીતિ થતી હોય તો આપણે આગળ વધીએ.’

આનો ઇનકાર હોય જ નહીં...

‘બટ ડોન્ટ ડિસ્ક્લોઝ ઇટ.’ તેમણે બીજી-ત્રીજી મુલાકાતમાં જ કહેલું - આપણા મેળ વિશે કોઈને કહીશ નહીં... તારા ફૅમિલી-ફ્રેન્ડ કોઈને પણ નહીં.

શું કામ? ઊલટું હું તો ઘરે પ્રણયબૉમ્બ ફોડવા કેટલી આતુર હતી. તાનિયાને તો મારે કહેવું જ પડે. જોકે હું મારા પેરન્ટ્સ વિશે, તાનિયા વિશે, તેમને ઘણું કહેતી હોઉં છું.

‘તેમને કહીશું, પણ હમણાં નહીં.’ તેમણે સહેજ ખચકાટભેર ફોડ પાડ્યો, ‘હું નથી માનતો બાવીસની તું બત્રીસના એવા મને પરણે એથી એ લોકો રાજી થાય.’

વયભેદ! તેમના ડરનું કારણ જાણ્યા પછી મેં દલીલ નહોતી કરી. તેમના તર્કમાં વજૂદ તો ખરું. મારાથી દાયકો મોટા પુરુષને જમાઈ તરીકે સ્વીકારવામાં મમ્મીને જ પહેલું વાંકું પડે!

૫રિણામે અમારા સંબંધની આજે પણ ત્રીજા કોઈને જાણ નથી. હોટેલમાં દિવસના અજવાળામાં ગુપ્ત મિલન રચીએ એમાં પણ કદી સાથે દેખાયાં નથી.

‘બરખારાણી, તમારી વાતોમાં મને દીવાનગીની મહેક આવે છે.’

તાનિયા કેવી ચતુર છે. ફોન પરના મારા રણકાથી, વૉટ્સઍપના સ્ટેટસઅ૫થી તેણે લગાવેલું અનુમાન કેટલું વાસ્તવ હતું.

‘માની લે એવું કંઈ હોય તો તું મારા પડખે રહેશેને તાનિયા.’

‘મતલબ - યુ આર ઇન લવ?’

‘યસ’ કહી પિયુની તાકીદ સાંભરતાં પોતે ઉતાવળે ઉમેરેલું, ‘જોકે હજી બધું કાચુંપાકું છે. પહેલી જાણ હું તને કરીશ.’

ત્યાર પછી તાનિયા ઘણી વાર આના વિશે પૂછતી. પોતે જવાબ ઉડાવી દેતી યા વાત બદલી નાખતી...

કહેવાય એવું રહ્યું પણ ક્યાં? તાનિયાને ઇશારો આપ્યાના અઠવાડિયા પછી અમારા મેળાપના ત્રીજા મહિને તેમણે પોતાના વિશેનાં તમામ તથ્યો ઉજાગર કરી દીધેલાં - અભાવભર્યા ભૂતકાળ, કષ્ટ વિનાનું ભવિષ્ય અને ગુનાહિત વર્તમાનકાળ! જાણે કશું જ છુપાવવું ન હોય એમ તે બોલી ગયેલા. બીજા સંજોગોમાં એનો ડર લાગ્યો હોત, કામ બુદ્ધિથી લેવાનું હોત તો હું તેમના પડછાયાથી પણ દૂર ભાગત, પણ હૈયું

હાવી હોય ત્યાં શાણપણ નકામું ઠરે છે. શાણપણથી સત્તા જીતાતી હશે, હૃદય નથી જીતાતાં.

‘મારું મન મેં નિરાવૃત્ત કરી દીધું, બરખા. હજીય તને વાંધો ન હોય તો તન પણ વસ્ત્રહીન કરી હંમેશ માટે એક થઈ જઈએ.’

તેમના વેણમાં આહ્વાન હતું, પડકાર હતો. એને ઝીલવો જ હોયને!

હું સંપૂર્ણપણે મારા પ્રીતમની થઈ. તેમને માટે ગુનો આચરતાં પણ મારો જીવ નહોતો કપાયો કે નહોતો મારો આત્મા ડંખ્યો. તે કહે છે એમ આનાથી વિશેષ પ્રણય શું હોય?  

- અને બરખા હાંફી ગઈ. આવેશમાં પુરુષની ઉઘાડી પીઠ પર નખ ખૂંપાડી દીધા. એ સાથે જ ધગધગતો લાવા ઓકતો જ્વાળામુખી ફાટ્યો.

દરેક વિસ્ફોટ સંહારક નથી હોતા, કેટલાક આવા આહ્લાદક પણ હોય છે! એનું સુખ માણતી બરખા પરમ તૃપ્તિમાં પિયુને વળગી રહી.

€ € €

‘હવે કામની વાત કરીએ...ï’ તેણે ચિરૂટ સળગાવીને બેત્રણ ઊંડા કશ લીધા. પિયુની પ્રિય આદતને બરખા પ્રેમવશ નિહાળી રહી.

થોડી મિનિટો પછી હોટેલની એ જ રૂમમાં, એ જ બેડ પર તે બરખાને કહી રહ્યો છે. પ્રણય મસ્તીનાં અત્યારે કોઈ નિશાન કે કોઈ ઉમંગ બેઉના વદન પર નથી. ત્યાં એ મુદ્દે આવ્યો.

‘આ વખતે તારે ૧૦ કરોડની રકમ ડૉલર કરન્સીમાં લઈ જવાની છે.’ તેણે પડખેથી સૂટકેસમાંથી જાડું કવર કાઢીને બરખાને ધર્યું, ‘લંડનમાં આલ્બર્ટ તારી પાસેથી લઈ જશે, તું હવે તેને ઓળખે છે છતાં કોડવર્ડ યાદ રાખ - હાફ ટિકિટ.’

બરખાએ મગજની ડાયરીમાં નોંધી લીધું.

હવાલો. સ્મગલિંગ.

જિંદગીને સુખમય બનાવવા પિયુએ અપનાવેલો શૉર્ટકટ બરખા પણ અપનાવી ચૂકી છે. ના, તેને ધન સાથે નિસ્બત નથી. પિયુ સાથે મોહબ્બત છે એટલે. આ ગેરકાનૂની ધંધામાં બીજું કોણ-કોણ સામેલ છે, તમે કોના વતી કામ કરો છો એવા કોઈ સવાલ તે કરતી નથી. શી જરૂર? મારે તો મારો માણસ કહે એમ કરવાનું.

‘તારા સમર્પણે હું ધન્ય થયો, બરખા. પણ એટલું જાણી રાખ કે આપણે તો દરિયાની બહુ નાની માછલીઓ છીએ. મોટી વ્હેલ કે શાર્ક તો સમાજમાંય બહુ મોટી ગણાય એવી છે.’

હશે. બરખાને કદી એની દરકાર નથી થઈ. સાચું પૂછો તો આ કામમાં એટલું જોખમ પણ નથી. ઍરહૉસ્ટેસનો લગેજ ચેક કરવાની ફૉર્માલિટી રહી ગઈ છે માત્ર. પોતે માએ આપેલા લંચબૉક્સમાં સિલ્વર ફોઇલમાં જણસ વીંટાળી સંતાડીને લઈ જાય છે જે સ્ક્રીનિંગમાં પણ પકડાતું નથી... આ ટેક્નિક પણ મારા પ્રેમીની જ શિખામણને!

‘આવા બીજા આઠ-દસ દાવ નીકળી જાય તો દુબઈ યા સિંગાપોરમાં પ્રૉપર્ટી વસાવી ત્યાં જ સ્થાયી થઈ સુખની જિંદગી માણીએ...’

તેણે કહેલું સ્વપ્ન અત્યારે પણ બરખાની કીકીમાં ઘૂંટાયું.

એ કદી સાકાર નથી થવાનું એની જાણ હોત તો!

€ € €

અને એ જ રાત્રે...

‘બાય મા, લવ યુ ડૅડી.’ માતાપિતાને ફલાઇંગ કિસ આપીને બરખા સહેજેય થડકા વિના મુંબઈ-લંડનની મિડનાઇટ ફ્લાઇટ માટે ઘરેથી નીકળી.

દીકરી કોઈકના પ્રેમમાં આંધળી બનીને ગુનાના માગેર્ ઘણી આગળ વધી ગઈ છે એની માવતરને ભનક સુદ્ધાં નહોતી.

તેમને એ પણ ક્યાં ખબર હતી કે હવે પછી તેઓ દીકરીને જીવતી જોવા પણ નહીં પામે!

€ € €

‘સરપ્રાઇઝ ચેકિંગ.’

મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ઍર ઇન્ડિયાના સ્ટાફ માટેના ચેન્જરૂમમાં સાડીનો યુનિફૉર્મ બદલી ચેકઇન થવા જતી બરખા કતારમાં ઊભેલો સ્ટાફ ભાળીને ડઘાઈ. વન્સ ઇન અ વ્હાઇલ, દરેક ઍરલાઇનના સ્ટાફનું થરો ચેકિંગ થતું ખરું, પણ એ આ રાત્રે જ થવાનું હતું? મારા ટિફિનબૉક્સમાં બેનામી ૧૦ કરોડના ડૉલરનાં બંડલ છે ત્યારે?

બરખાના કપાળે પ્રસ્વેદ ફૂટી નીકળ્યો. પગ પાણી પાણી થયા.

રઘવાટમાં એ પણ ધ્યાન બહાર રહ્યું કે અહીં CCTV કૅમેરાની પણ ચોકી હોય છે.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK