કથા-સપ્તાહ - સંસારી સંત (એક નદી, બે કિનારા - 5)

‘હું તો ચકિત છું રાગિણીબહેન.

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


ગુજરાતની બહાર કદી નીકળ્યો નહોતો. અમેરિકા આવ્યો તો સમજાયું કે દુનિયા રંગરંગીલી કેમ કહેવાય છે! સંન્યાસીને સંસા૨ની મોહિની જન્માવે એવો આ દેશ છે.’

રાગિણી કસાયેલી કાયાવાળા સોહામણા સાધુને નિહાળી ૨હી. IT ઇજનેર પતિ સાથેનું તેનું લગ્નજીવન ભંગાણના આરે હતું. બેવફા નીવડેલા પતિથી એકાદ-બે વીકમાં ડિવૉર્સ મળી જવાના હતા, પણ સમગ્ર ઘટનાક્રમથી ખૂબ લો ફીલ કરતી રાગિણીને ઓમકારનાથની વિદેશયાત્રામાં તેમને રૂબરૂ થવાની ઝંખના હતી. એને બદલે પધાર્યા આ વિશ્વાનંદ. ઓમકારનાથ કરતાં જુવાન એટલા જ આકર્ષક. વળી ઓમકારનાથ તો વિડિયોચૅટમાંય અસ્પૃશ્ય, ઈશ્વરીય લાગે; જ્યારે વિશ્વાનંદની કીકીમાં ડોકાતી મોહિની મને વિચારવા પ્રેરે છે કે સાધુને અમેરિકા દેખાડવાને બહાને હું તેમની કંપની - તેમનું શરીર માણી શકું ખરી?

ગૃહકંકાસને કારણે વરસ-દોઢ વરસથી શરીરસુખથી વંચિત રહેલી રાગિણીનો કામ ફૂંફાડા મારવા લાગ્યો. ફ્લૉરિડાથી અમેરિકાયાત્રા માંડનાર વિશ્વાનંદની

ટૂર-ગાઇડ બનીને તેણે નિકટતા કેળવવા માંડી. તેના ઇશારા, અપેક્ષા વિશ્વાનંદને સમજાયા. પોતાની અસમર્થતા તે છુપાવી શક્યો નહીં.

હું જેને માણવા માગું છું તે પુરુષ પુરુષમાં જ નથી?

આઘાત અનુભવતી રાગિણીએ તરત આશ્વાસન મેળવ્યું : આમાં તમારે નાનમ અનુભવવાની જરૂર નથી. તમે કૃત્રિમ ઇન્દ્રિય બેસાડીને નૉર્મલ સેક્સ માણી શકો છો. ઇટ્સ ઈઝી ઍન્ડ સેફ. કમાલ છે, ઓમકારનાથે કદી તમને આ સૂચવ્યું નહીં?

રાગિણીની પૃચ્છા સહજ હતી, પણ પોતે ફરી પુરુષાતન પામી શકે છે એ ખુશખબર પાછળ ઉમેરાયેલો પ્રશ્ન વિશ્વાનંદને ચૂભ્યો : મહારાજ દેશવિદેશ ફરનારા, જાણનારા. તેમણે કેમ મારા ઇલાજમાં રસ ન દાખવ્યો? તેમની એ ફરજ નહોતી? પુરુષાતન મેળવીને મારે કંઈ બળાત્કાર નહોતા કરવા, પણ પુરુષ તરીકેની પૂર્ણતા અનુભવીને હું સાધુતામાં વધુ ઊંચાઈ સર કરી શક્યો હોત. મહારાજને શિષ્ય સવાયો નીવડે એની ભીતિ હશે?

વિશ્વાનંદની વફાદારીમાં તિરાડ પડતી ગઈ. અતિ ખર્ચાળ ઑપરેશન માટે આશ્રમનો પૈસો વાપરીને એ ખર્ચને લોકસેવાનાં કાર્યોમાં પાડવામાં તેણે હિચકિચાટ ન અનુભવી. હૉસ્પિટલાઇઝેશન દરમ્યાનનાં લેક્ચર્સ રીશિડ્યુલ કરવાં પડ્યાં એની ગંધ ગુજરાતના આશ્રમ સુધી પહોંચવા ન દીધી. લાસ વેગસની વૈભવી હોટેલમાં રાગિણી સાથે જિંદગીનું પહેલું શરીરસુખ માણ્યા ૫છી વૈરાગ્ય નેપથ્યમાં ધકેલાતું ગયું. આખલાની જેમ તે તૂટી પડતો, રાગિણી ચીત હતી. પાછા ફરવાની વેળા આવી એમ નવાં વમળો સર્જાતાં ગયાં : સંન્યાસી તરીકે હું જાહેરમાં ભલે સંયમિત રહ્યો, નેપથ્યમાં આપણે જે જાહોજલાલી ભોગવી એ આશ્રમની અધધધ આવકના પ્રતાપે જને! હું પ્રવચનમાં ઓમકારને રિપ્લેસ કરી શકતો હોઉં તો આશ્રમના મુખિયા તરીકે કેમ નહીં? આશ્રમના સર્વસત્તાધીશ બન્યા પછી પૂર્વાશ્રમનો બદલો પણ વસૂલી શકાય...

વિશ્વાનંદના પ્રભાવમાં આવી ચૂકેલી રાગિણીએ તેને હવા આપી : આખરે અબજોનો અધિપતિ મારો હોય તો આ જિંદગીમાં કયું સુખ ભોગવ્યા વિનાનું રહે?

પત્નીના ગમમાં ડૂબેલા ઓમકારને મારી હટાવવા કોઈ રીતે મુશ્કેલ નહોતું, પણ પછી તેની વારસદાર અવનિ ગણાય તો મહેનત માથે પડે! એના કરતાં રાગિણી જો ઓમની પત્નીનું પદ મેળવે તો કોઈ પણ સંજોગોમાં અડધી મિલકતનો અમારો હિસ્સો ફિક્સ થઈ જાય. દરમ્યાન પિતાની નજરમાં અવનિને બૂરી ચીતરી અંટશ સર્જીશું તો ઓમ દીકરીને વારસામાંથી રદબાતલ કર્યા વિના નહીં રહે. ત્યાર પછી ઓમનું પત્તું સાફ કરતાં કેટલી વાર!

અમેરિકામાં ઘડાયેલી યોજના આશ્રમમાં પ્લાન મુજબ સાકાર થવા માંડી. વિશ્વાનંદના આગમન બાદ ત્રીજા મહિને રાગિણીનો પ્રવેશ થયો. વરસાદની એ રાત્રે ઓમને ચીપકીને તેનો કામ ભડકાવવાની તક ઝડપી. એ વિના ઓછો શાદી માટે માનવાનો હતો? પિતાનાં બીજાં લગ્ને અવનિ આમેય થોડી આઘેરી થઈ, કૉલેજ પતાવીને તે આશ્રમમાં પાછી ફરી ત્યારે પિતા-પુત્રીના સંબંધમાં કાયમની તડ પાડવાની તૈયારી પૂરી હતી. અવનિની આંખે રાગિણી-વિશ્વાનંદના દેહમિલનનું દૃશ્ય ચડાવવાનું, જે જોવા તે ઓમને તેડી જ લાવે; પણ ત્યારે રૂમમાં સીન બદલાઈ ચૂક્યો હોય... બસ, પછી વિશ્વાનંદ પુરુષત્વહીન હોવાનું જાણનાર ઓમ દીકરીની વાત કદાપિ નહીં માને, તેનો જ વાંક જોશે. રાગિણી સ્ત્રીયાચરિત્ર અજમાવીને અવનિને ભૂંડી ઠેરવશે. ત્યાં સુધીની યાત્રા તો સુપેરે પાર પડી છે...

- અત્યારે પોતાની કુટિરમાં વામકુક્ષિ માણતા વિશ્વાનંદે ઊંડો શ્વાસ લીધો.

હવે આખરી એક જ ધક્કાની જરૂર છે. એનો તખ્તો પણ ગોઠવાઈ ગયો છે. દાદરનું તુલસી નર્સિંગ હોમ અબૉર્શન જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. ત્યાંથી અવનિના નામના બે રિપોર્ટ્સ અમે બૅક ડેટમાં મેળવી લીધા છે. પહેલો રિપોર્ટ સૂચવે છે કે ગઈ નવરાત્રિ પછી અવનિએ અબૉર્ટ કરાવ્યું છે અને પછી જાન્યુઆરીમાં પૈસા વેરીને કૌમાર્ય પાછું મેળવવાની સર્જરી કરાવી છે. નવરાત્રિનો પિરિયડ એવો છે જેમાં આવી ઘટનાઓ વધુ બનતી હોવાનું નોંધાયું છે. મુંબઈ રહેતી અવનિ પગ ચૂકી હોય યા કોઈએ તેનો ગે૨લાભ લીધો હોય એમાં ઓમકારે ન માનવા જેવું શું છે? ભાડૂતી માણસ પાસે આ કામ કરાવ્યાની કોઈને ખબર પડવાની નથી. બીજા રિપોર્ટને કારણે ટેક્નિકલી અવનિ ક્યારેય ૫હેલો રિપોર્ટ ખોટો ઠેરવી ન શકે!

આજે અવનિ ચેકડૅમ જોવા ગઈ છે, ધૅટ અમૃતાનંદ સાથે. તેની સોબત, ઓમકારનાં બીજાં લગ્નના મૂળમાં જવા તેણે અમૃતાનંદનો માગેલો સાથ અમારાથી છૂપો નથી. રાગિણીની એ બાબતમાં ચાર આંખ રહી છે. જોકે બે મળીને પણ અમને માત દઈ શકવાનાં નહીં! ઊલટું અવનિની ગેરહાજરીનો લાભ લઈને રાગિણી અત્યારે તેના રૂમમાં ઝવેરાતના ડબ્બા ભેગા રિપોર્ટ્સ છુપાવી દેશે. ખરો તમાશો અવનિના આવ્યા પછી મંડાશે.

ઓમ, તમે મન લગ્ન સમયે ગિફ્ટ કરેલી જ્વેલરી નથી મળતી એમ કહીને રાગિણી સીન જમાવશે. એક તબક્કે વાતને રૂમની તલાશીના વળાંકે વાળશે અને પછી અવનિના રૂમમાંથી ઝવેરાતના ડબ્બા ભેગા પેલા બે રિપોર્ટ્સ નીકળતાં વિલામાં ધરતીકંપ મચવાનો...

સ્વાભાવિકપણે નિર્દોષ અવનિ રાગિણી પર ઇલજામ મૂકવાની, પરંતુ પુરવાર કરી નહીં શકે એટલે આજે તો ઓમનો છૂટકો નથી અવનિને દરવાજો દેખાડ્યા વગર! ‘ચારિhયહીન’ દીકરીને રાગિણી આશ્રમમાં રહેવા જ ન દેને!

અને દીકરીના જવાથી ભાંગી પડનારો ઓમ લમણે ગોળી મારીને ‘આત્મહત્યા’ કરી લે એ તર્ક કોઈના પણ ગળે ઊતરવાનો... એ માટે તો રાગિણીએ ઓમકારની લાઇસન્સ્ડ રિવૉલ્વર પણ મને આગોતરી આપી રાખી છે. જોખમી હથિયાર ઓમકાર પાસે શું કામ રહેવા દેવું?

તો અવનિ મૅડમ, ચેકડૅમ જોઈને તમે પધારો એટલે તમારા આશ્રમનિકાલનો અંક પાર પડે!

સંતોષના શ્વાસ સાથે વિશ્વાનંદને સુખની નીંદર આવી ગઈ...

... ઠક્ ઠક્ - ઠેઠ સાંજે પાંચ

વાગ્યે દરવાજે પડતા ટકોરાએ તેમની નીંદર ઊઠડી.

‘વિશ્વાનંદજી, તત્કાળ વિલા પર પહોંચો. ડૉ. નિકોલ્સન આવ્યા છે. મહારાજે તમને તાકીદે પહોંચવા કહ્યું છે...’

આ તો અમૃતાનંદનો સાદ! બેઠા થતાં વિશ્વાનંદની કમરમાં સટાકો બોલ્યો - ડૉ. નિકોલ્સન. મારું ઑર્ગન ઇમ્પ્લાન્ટ કરનાર પણ ડૉ. નિકોલ્સન જ હતાને! તે અહીં ક્યાંથી?

વિશ્વાનંદ મૂંઝાયા, ગૂંચવાયા. જરૂર આ કોઈ ટ્રૅપ છે. મેં કૃત્રિમ ઇન્દ્રિય બેસાડી હોવાનું અમૃતાનંદને સૂઝ્યું હશે? પણ એથી કંઈ ડૉ. નિકોલ્સન ગવાહી દેવા અહીં ઓછા આવે! ઊલટું અમૃતાનંદ-અવનિએ કોઈ બનાવટી ડૉક્ટર આણ્યો હશે તો હમણાં જઈને તેનો ભાંડો ફોડી દઉં... રાગિણી ટ્રૅપમાં ફસાય એ પહેલાં મારે પહોંચવું જોઈએ. નીકળતાં

પહેલાં તેમણે લેંઘાના ગજવામાં ગન નાખી - અણધારી ઇમર્જન્સીમાં હથિયાર હાથવગું હોય તો સારું!

€ € €

હું આ શું જોઉં છું! ઓમકારનાથ ડઘાયા. તેમના ચહેરાના બદલાતા રંગે રાગિણીનો જીવ ડૂબવા માંડ્યો.

ઓમકારનાથે ધ્યાનખંડમાં જવું હતું, પણ મેં જ તેમને રોકી રાખ્યા. અવનિ આવે કે ઝવેરાતના ડબ્બાવાળો સીન જમાવવાનો હતો. એને બદલે કંઈક ભળતું જ થઈ રહ્યું છે... આંધીની જેમ આવેલી અવનિએ પિતાના કાનોમાં ગુસપૂસ કરીને મોબાઇલ થમાવ્યો. એની થોડી વારમાં અમૃતાનંદ આવી પહોંચ્યો... જોકે ઓમકારે પછી વિડિયોકૉલ પર વાતો માંડી એટલે રાગિણીને ખ્યાલ આવ્યો : ઓમ નિકોલ્સનના મદદનીશ સ્મિથસન સાથે વાત કરી રહ્યો છે!

તે ફિક્કી પડી.

‘મિસ્ટર સ્મિથસન, વન લેડી વૉન્ટ્સ ટુ ટૉક ટુ યુ.’

ઓમકારે કૅમેરા ઘુમાવતાં રાગિણીને ચહેરો છુપાવવાની ઇચ્છા થઈ, પણ સામેના ડૉક્ટરે તેને ઓળખી કાઢી, ‘હેય રાગિની! હાઉ ઇઝ યૉર ફ્રેન્ડ? ઑલ ઓકે વિથ હિમ? ’

જવાબ દેવાને બદલે રાગિણી ઊભી થઈ, મોબાઇલ ફગાવ્યો, ‘આ બધું શું છે?’

એ જ ક્ષણે વિશ્વાનંદ પ્રવેશ્યા. ઓમનાં જડબાં તંગ થયાં, ‘હમણાં કહું છું...’ તેમણે વિશ્વાનંદનો હાથ પકડીને ધ્યાનખંડમાં દોર્યો.

‘તમારો મેળ એ જ દહાડે સ્વીકારાઈ ગયો હોત, પણ ડૅડી કેવળ એક વાત પર મુસ્તાક હતા કે પુરુષત્વ વિનાનો આદમી શરીરસંબંધ બાંધી જ ન શકે... આ જાણીને મેં પણ એને મારો ભ્રમ માની લીધો. આજે અવસરે જણાવ્યું કે કૃત્રિમ પુરુષત્વ મેળવી પણ શકાય!’

અïવનિ રાગિણીને કહેતી ગઈ, ‘બસ, પછી અમે મંડી પડ્યાં. અમેરિકાનાં આપણાં સેન્ટર્સ પર ક્રૉસચેકિંગ કરીને વિશ્વાનંદના રીશેડ્યુલ થયેલા પ્રોગ્રામ્સ વિશે જાણ્યું. પંદર દિવસનો સ્ટે તેમણે ફ્લૉરિડામાં રાખ્યાનું જાણીને ત્યાંના આવા ડૉક્ટર્સનું લિસ્ટ ગૂગલ કરી, દરેકની વેબસાઇટ ચકાસતાં ગયાં. અંગ ઇમ્લાન્ટ કરનારાં ક્લિનિક્સ જાહેરાત માટે પેશન્ટ્સનાં ફીડબૅક તેમની સંમતિથી વેબસાઇટ પર મૂકતાં હોય છે. સદ્ભાગ્યે એમાં ડૉ. નિકોલ્સનના નર્સિંગ હોમમાં આપણા વિશ્વાનંદજી ઝળક્યા. ’

રાગિણીનો દમ ઘૂંટાયો. અવનિ આટલું ઝીણું કાંતશે એવી ક્યાં ખબર હતી?

‘અમે ત્યાંના સ્ટાફ જોડે વાત કરી ડૉ. સ્મિથસનનો સમય લીધો. ડૅડીને બધું સમજાવીને તેમની જોડે વાત કરાવી દીધી... હવે ડૅડી અંદર વિશ્વાનંદનો લેંઘો ઉતરાવશે એટલે આખરી પુરાવો પણ મળી જવાનો...’

રાગિણી બેસી પડી. અવનિને પિતાની નજરમાં ભૂંડી ઠેરવવાના અમારા પ્લાનમાં ઓમકારની નજરમાં વિશ્વાનંદનું પુરુષત્વહીન હોવું જ મુખ્ય હથિયાર હતું. એ કારગત પણ નીવડ્યું. હવે વિશ્વાનંદ કામસુખ માટે સક્ષમ હોવાનું જાણ્યા પછી ઓમ દીકરીના પક્ષમાં બેસી જવાના. સ્મિથસને મને ઓળખી, હવે અંદર વિશ્વનું પૅન્ટ ઊતરે એટલે... રાગિણી આંખો મીંચી ગઈ - ઇટ્સ ઑલ ઓવર!

- ત્યારે ધ્યાનખંડમાં...

‘તારો-રાગિણીનો મેળ ખુલ્લો પડી ગયો વિશ્વાનંદ. તું તારી સાથીને મારી પત્ની બનાવે - મેં તને આવો નહોતો ધાર્યો! સત, સિદ્ધાંત, વફાદારી બધું ભૂલ્યો તું?’ ઓમકારનાથના સ્વ૨માં વ્યથા વધુ હતી, ‘છતાં હું ઇચ્છું છું કે એક વાર લેંઘો ઉતારીને તું ફરી મારી દીકરીને ખોટી ઠેરવી દે.’

- એ સંભવ નથી... વિશ્વાનંદને પણ સમજાયું - ઇટ્સ ઑલ ઓવર!

‘હું હાર્યો ઓમ, પણ તનેય જીતવા નહીં દઉં...’ તેણે ગજવામાંથી ગન કાઢીને તાકી, ‘ખબરદાર! પૅન્ટ ઉતાર્યા વિના કબૂલી લઉં છું કે હવે હું પુરુષમાં છું, અવનિ સાચી છે.’

ઓમકારનાથ સમસમી ગયા. તેમની નજરનો તાપ વિશ્વાનંદને કંપાવી ગયો.

‘તારું આ અધ:પતન!’ કહેતાં ઓમકારનાથે તરાપ મારી, ઝપાઝપીમાં ગોળી છૂટી અને...

છાતીમાં વાગેલી ગોળીએ વિશ્વાનંદનું પ્રાણપંખેરું તત્કાળ ઊડી ગયું. લોહીના છાંટા ઓમકારના મુખ, વસ્ત્રો પર ઊડ્યા. લથડતી ચાલે તેઓ બહાર આવ્યા. તેમના દીદારે રાગિણી ચીખી ઊઠી : ઓમ, તમને આ શું થયું?

ક્ષણભર તો એવું જ લાગ્યું જાણે અંદરના ગોળીબારમાં ઓમકારનાથ ઘવાયા!

- પણ ના! હાથમાંની રિવૉલ્વર સરકાવીને ઓમકારનાથ ફસડાઈ પડ્યા - વિશ્વાનંદ ગયો! અવનિના જીવમાં ત્યારે જીવ આવ્યો!

‘નહીં...’ વિશ્વાનંદના ખબર સાંભળીને હચમચી ઊઠેલી રાગિણીની નજર ગન પર ગઈ, પણ તે હથિયાર ઝડપે એ પહેલાં અમૃતાનંદે લપકીને ગન કબજે કરી લીધી : તમારે તો હવે જેલ, મૅડમ!

રાગિણી તમ્મર ખાઈ ઢળી પડી.

€ € €

‘આજે આપણો આ આશ્રમ પવિત્ર થયો...’ છ મહિના પછી ઓમકારનાથ શુદ્ધિયજ્ઞની પૂર્ણાહુતિ કરીને કહી રહ્યા છે.

વીત્યો સમયગાળો અત્યંત તનાવપૂર્ણ રહ્યો. આશ્રમમાં ખૂનની ઘટના બને અને મહારાજનાં બીજાં પત્ની જ મૃતકનાં સાથીદાર નીકળે એના ઘેરા પ્રત્યાઘાત સમાજમાં પડ્યા હતા... જે બન્યું એથી હચમચી ગયેલા ઓમકારનાથે કર્મના સિદ્ધાંતને સંભારીને સ્વસ્થતા કેળવી. જોકે આશ્રમનો પથારો સમેટવાની આવશ્યકતા જોઈ નહોતી. પોતાની થિયરીમાં તેમની શ્રદ્ધા કાયમ છે. વિશ્વાનંદના મૃત્યુમાં જીવહત્યાનું પાપ તેઓ માનતા નહોતા. ઓમકારનાથે ખુદને કાયદાને હવાલે કરેલા, પરંતુ વિશ્વાનંદની હત્યા સ્વરક્ષણ માટે થયાનું પુરવાર થતાં નિર્દોષ છૂટ્યા; જ્યારે રાગિણીને પાંચ વરસની સજા થઈ છે. હવે તેનાથી કંઈ થઈ શકવાનું નહીં!

હા, કેસ દરમ્યાન અમૃતાનંદ-અવનિ નિકટ આવ્યાં, એટલાં કે અમૃતાનંદ અવનિને વરશે. ઓમકારનાથને એનોય આનંદ. સંસારી સંતની પરંપરાનું અનુસંધાન થયાની ખુશી છે. તમારું જોડું આદર્શોનો મેળ છે, એનો સમાજને શક્ય એટલો લાભ આપજો એવા મારા શુભાશિષ!

- અને કન્યાવિદાયની ફરજ પૂરી કરી, મૃત પત્નીની સ્મૃતિ હૈયામાં સમેટીને ઓમકારનાથ ફરી સ્વની ખોજમાં ડૂબી ગયા છે.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK