કથા-સપ્તાહ - સંસારી સંત (એક નદી, બે કિનારા - 4)

- બસ, થોડી જ વારમાં રાગિણીનાં કરતૂતોનો ભાંડો ફૂટી જવાનો!અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


બીજી બપોરની વેળાએ આશ્રમના મુખ્ય બિલ્ડિંગના ઉપલા માળની કૅબિનની બારીમાંથી વિલા તરફથી અનુયાયીઓનાં કૉટેજિસ તરફ જતી કેડી પર બાજ નજર રાખીને બેઠેલી અવનિનું હૃદય ધડકી ગયું.

- આ રાગિણી આવી! તે ટટ્ટાર થઈ.

આશ્રમમાં અત્યારે સૂનકારો હતો. ખીચડી-કઢીનો સાત્વિક પ્રસાદ લઈને અનુયાયીઓ કૉટેજિસમાં સૂતા હોય કાં તો સાધનામાં ડૂબી ગયા હોય. બીજી બાજુ વિલામાં ડૅડી પણ પોઢી ચૂક્યા હશે એટલે રાગિણીએ તેના જોડીદાર કહો કે પ્રેમીને મળવા બહુ ચોક્કસ સમય પસંદ કર્યો છે...

- પણ તે નથી જાણતી કે હું આ મુલાકાત વિશે જાણી ચૂકી છું અને આજે તને રંગેહાથ ઝડપીને તારો પર્દાફાશ કરી દેવાની!

ઝડપથી નીચે ઊતરીને અવનિએ રાગિણીનું પગલું દબાવવા માંડ્યું. પોતે તેની નજરે ન ચડે એની ચીવટ રાખી. ડૅડીનો કયો અનુયાયી ફૂ્ટ્યો છે એ જાણવાની જિજ્ઞાસા વળ ખાતી હતી.

અને અવનિનાં નેત્રો પહોળાં થયાં, છાતી હાંફવા માંડી.

શકમંદના પોતાના લિસ્ટમાં જેનું નામ ક્યાંય નહોતું એવા અનુયાયીના કૉટેજમાં રાગિણી પ્રવેશી હતી. પïળવાર તો અવનિના દિલદિમાગમાં સન્નાટો છવાઈ ગયો : વિશ્વાનંદ, તમે? ત્યક્તાબાઈના મોહમાં તમે ડૅડીની પીઠમાં છૂરો ભોંક્યો? ડૅડીને પરાણે પરણાવવાના ખેલમાં તમે પણ સામેલ છો? તોય મારી સમક્ષ કેવા ભોળા-અજાણ બનતા રહ્યા!

આજે હું તમારો ભાંડો ફોડી દેવાની!

સાવચેતીપૂર્વક તે નજીક ગઈ. અડોઅડ સામસામે આવેલા બેઠા ઘાટનાં કૉટેજિસમાં જમણી તરફથી પહેલું જ કૉટેજ વિશ્વાનંદનું હતું. દરવાજો અંદરથી બંધ હતો. આમતેમ નજર દોડાવીને અવનિએ અધખૂલી બારીમાંથી ભીતર નિહાળવાનો લાગ જોયો. સહેજ વાંકા વળીને નજર માંડતાં તેણે શું જોયું?

સામે જ ચટાઈ પર ઉભડક બેસીને રાગિણી-વિશ્વાનંદ ર્દીઘ ચુંબનની કામચેષ્ટા માણી રહ્યાં હતાં. વાસનાનો તરફડાટ સહેવાતો ન હોય એમ વિશ્વાનંદ રાગિણીના બ્લાઉઝનાં બટન ખોલે છે, રાગિણી તેમનો ઝભ્ભો ફગાવવા મથે છે...

શિવ... શિવ! અવનિએ નજર ફેરવી લીધી. આ પાપલીલા મારાથી નહીં જોવાય.

- પણ ડૅડીને દેખાડવી રહી! તો જ કદાચ તેમનાં બીજાં લગ્નનું મૂળ ઊઘડે... ના, ડૅડીને ફોન જોડીને મારે મારા અવાજથી કામક્રીડામાં ડૂબેલા યુગલને ચેતવી નથી દેવું. હમણાં જાતે જઈને હું ડૅડીને તેડીને આવું છું અને ત્યાં સુધી...

દાંત ભીંસી, સહેજે અવાજ ન કરતાં તેણે મુખ્ય દરવાજે આગડિયો વાસ્યો : હવે તમે છટકીને ક્યાં જવાનાં? હું હમણાં ડૅડીને લઈને આવી.

€ € €

‘અરે, પણ તું મને આમ ક્યાં લઈ જાય છે?’

ઓમકારનાથ દીકરી પર અકળાયા. પોતે સૂતા હતા એવા જ હાથ પકડી બેઠા કરીને અવનિએ ઊંઘ ઉડાડી, ‘મારી સાથે તત્કાળ ચાલો’ કહીને મોં ધોવા પણ રોક્યા વિના જાણે મને અનુયાયીઓનાં કૉટેજિસ તરફ શું કામ લઈ આવી?

‘શીશ... હિંમત રાખજો ડૅડી.’ વિશ્વાનંદના કૉટેજના બે પગથિયાં ચડતાં તેણે ધીમા સાદે ઉમેર્યું, ‘અંદર તમારી નવી પત્ની અને આશ્રમનો સૌથી વિશ્વાસુ આદમી છે. તેમની પાપલીલા તમે સ્વયં નિહાળો.’

ઓમકારનાથની પ્રતિક્રિયાની પરવા કર્યા વગર અવનિએ આગળો ખોલ્યો. ધક્કો મારતાં દરવાજો ખૂલી ગયો એનું જરાતરા અચરજ થયું, પણ પછી જે દેખાયું એથી ધરતી જાણે ગોળ-ગોળ ફરતી લાગી. રૂમ ખાલી હતી. અંદર કોઈ નહોતું. ન રાગિણી, ન વિશ્વાનંદ!

‘વૉટ ધ હેલ.’ ઓમકારનાથ ઊકળી ઊઠ્યા, ‘અવનિ, તું શું બોલી ગઈ એનું તો તને ભાન પણ છે. સાવકી મા પ્રત્યેનો તારો પૂર્વગ્રહ...’

‘મને કોઈ પૂર્વગ્રહ નથી ડૅડી. મને ખાતરી છે કે રાગિણી બદચલન છે, તેના વિશ્વાનંદ સાથે શરીરસંબંધ છે. મેં મારી નજરે જોયું છે.’

‘વિશ્વાનંદ સાથે શરીરસંબંધ?’ ઓમકારનાથ ખળભળી ઊઠ્યા, ‘તેં કોઈ સ૫નું જોયું અવનિ. આ શક્ય

જ નથી.’

કેટલી દૃઢતાથી ડૅડી બોલી ગયા! રાગિણીના ચારિત્ર્યમાં તેમને એટલી આસ્થા કે સગી દીકરીની વાત માનવા તૈયાર નથી? અવનિ દુભાઈ.

હું ક્યાં ચૂકી? સાત મિનિટ અગાઉ હું અહીંથી ગઈ ત્યારે તો ચોક્કસપણે રાગિણી-વિશ્વાનંદ કામલીલામાં મગ્ન હતાં. પાછી હું દરવાજો વાસીને ગઈ હતી... બંધ કમરામાંથી તેઓ જાય ક્યાં, કેવી રીતે?

એવી જ પવનને કારણે બારી અફળાઈ.

બા...રી! પોતે જ્યાંથી અંદરનું દૃશ્ય નિહાળ્યું એ જ બારીમાંથી બહાર કૂદીને વિશ્વાનંદ-રાગિણી છટક્યાં હોય. એટલે જ બારી અંદરથી બંધ નથી ને બહાર દરવાજે આગળો એમ જ રહ્યો! નૉટ ઓન્લી ધૅટ, હમણાં દરવાજો અંદરથી વસાયો નહોતો, મતલબ તેમને મારી ચોકીની ખબર હતી. તો જ અંદરનો આગળો ખોલી બારી રસ્તે છટક્યાં; જેથી સરળતાથી દરવાજો ખૂલતાં હું ભોંઠી પડું, જુઠ્ઠી ઠરું! અંદર કોઈ હોય જ નહીં તો અંદરથી દરવાજો બંધ પણ કેમ હોય?

ટ્રૅપ. અવનિના કપાળે પ્રસ્વેદ ફૂટ્યો.

‘અરે, મહારાજ આપ; બીટિયા તું!’ પાણીના માટલા સાથે વિશ્વાનંદે દેખા દીધી, ‘બહારથી દરવાજો વાસીને અન્નગૃહમાં પાણી ભરવા ગયો હતો. આવોને.’

તેનાં વાણી-વર્તાવમાં ક્યાંય ઉકળાટ નથી, પકડાવાની ધાસ્તી નહીં, ખોટું કરતા હોવાનો અફસોસ નહીં...

આટલું છળ?

‘તમે અહીં છો ઓમ!’ રાગિણીનો ટહુકો સંભળાયો, ‘તમે સૂતા પછી હું મંદિરના છપ્પનભોગની તૈયારી ચકાસવા રસોડે ગઈ હતી... પાછી પહોંચીને જોઉં છું તો તમે ન દેખાયા. થયું કે કાર્યાલય પર હશો. તમે અહીં શું કરો છો!’

કેવા ભોળા ભાવની પૃચ્છા. નાટકબાજ ઔરત.

‘અવનિ, શું થયું?’ રાગિણીના પ્રશ્નમાં કીકીના મલકાટમાં હાંસી હતી. ચેકમેટ કર્યાનું ગુમાન હતું.

‘નથિંગ. તેણે બૂરું સમણું જોયું.’ કહીને ઓસરીમાંથી પાછા વળતા પિતા પાછળ અવનિ દોડી, ‘બિલીવ મી ડૅડી, હું સાચું કહું છું. મેં વિશ્વાનંદ-રાગિણીને ફિઝિકલ થતાં જોયા છે, મારી મૃત માના સોગંદ!’

નીરજાના સોગંદ! ઓમકારનાથ ખળભળી ઊઠ્યા.

‘શું બોલી તું?’ નજીક ધસી જઈને રાગિણીએ અવનિનો હાથ ઝાલ્યો, ‘તેં મને વિશ્વાનંદ સાથે જોઈ? મારા ચારિત્ર્ય પર આવું આળ!’ ત્રાડ નાખીને તેણે તમાચો વીંઝ્યો.

‘મેં તને આવી નહોતી ધારી બીટિયા.’ વિશ્વાનંદે ખેદ જતાવ્યો.

‘તમારે દીકરીને કંઈ કહેવું નથી ઓમ?’

જોરજોરથી બોલતી રાગિણીના અવાજે હવે કૉટેજિસના દરવાજા ખૂલવા લાગ્યા. અનુયાયીઓ ડોકાતાં રાગિણીના રોષને હવા મળી, ‘સરેઆમ મારા કૅરૅક્ટરનો કચ્ચરઘાણ કરનારી તમારી દીકરી પ્રત્યે તમે કૂણા જ રહેવાના ઓમ? હું નીરજા નથી એટલે? ઈશ્વર સાક્ષી છે કે મેં અવનિને ઓરમાયી નથી ગણી, તેના આગમને મેં તેની આરતી ઉતારી એ મારું સુખ બાળવા નહીં!’

તેનાં શબ્દબાણથી ઓમકારનાથ વીંધી રહ્યાં. અવનિને થયું કે બાજી પલટતી જાય છે.

‘ડૅડી...’

‘ઇનફ અવનિ.’ જિંદગીમાં ક્યારેય કોઈના પર ન કાઢ્યો હોય એવો ઘાંટો પાડી ઊઠ્યા ઓમકારનાથ, ‘આજે તેં જે કંઈ કર્યું એમાં મારા કે તેં જેના સોગંદ ખાધા એ તારી જનેતાના કોઈ સંસ્કાર મને દેખાતા નથી... શું માન્યું’તું તેં? તું મને આમ ખેંચી લાવશે, પુરાવા દેખાડવાનું દાખવી ખાલી રૂમ દેખાડશે એટલે મારા મનમાં શંકાનું ઝેર રોપાઈ જશે? તો સાંભળ.’ કંઈક કહેવા જતા ઓમકારનાથ છેલ્લી ઘડીએ

રોકાયા - નહીં, બધાના દેખતાં મારે કહેવું નથી. તેમણે અવનિનો હાથ થામ્યો, ‘ચાલ મારી સાથે. રાગિણી તું પણ, વિશ્વાનંદ તું પણ...’

€ € €

છેવટે વિલાના ધ્યાનખંડમાં ચારે પ્રવેશ્યા એટલે દરવાજે સ્ટૉપર ચડાવીને ઓમકારનાથ અવનિ તરફ વળ્યા, ‘મને કન્વિન્સ કરવા તેં તારી માના સોગંદ વાપર્યા તોય હું તારામાં વિશ્વાસ નથી મૂકતો એથી માઠું લાગ્યું હોય અવનિ તો સાંભળ...’

આંસુ ખાળતી અવનિએ ઘટસ્ફોટ તોળાતો અનુભવ્યો.

‘હું જાણું છું કે રાગિણી-વિશ્વાનંદ વચ્ચે શારીરિક સંબંધ શક્ય જ નથી... રાગિણી શું, કોઈ સ્ત્રી સાથે વિશ્વાનંદ સંબંધ બાંધી શકે એમ નથી, કેમ કે તે પુરુષમાં જ નથી!’

હેં. અવનિ તમ્મર ખાઈ ગઈ. રાગિણીએ અચંબો દાખવ્યો, વિશ્વાનંદે નજર ઝુકાવી દીધી.

‘આઇ ઍમ સૉરી વિશ્વાનંદ, પણ મારી દીકરીની આંખો ખોલવાનો બીજો કોઈ ઉપાય નહોતો...’ ઓમકારનાથે ખેદ જતાવીને ઉમેર્યું, ‘વિશ્વાનંદ ખરેખર તો મોહસિન છે. પરધર્મની યુવતી સાથે તેને મોહબ્બત થઈ, બેઉ ભાગીને શાદી કરવાનાં હતાં; પણ કન્યાના ભાઈઓને જાણ થતાં તેમણે મોહસિનને ઉઠાવ્યો, તેનું પુરુષાતન વાઢીને ગામના ઉકરડે ફેંકી દીધો...’

‘ઓહ નો.’ રાગિણી બોલી ઊઠી, અવનિ હતપ્રભ હતી.

‘આટલું થતાં યુવતીએ પણ મોં ફેરવી લીધું - નપુંસક પતિ સાથે જિંદગી કેમ જાય? અને બસ, એ આઘાતે મોહસિનને સંન્યાસપ્રેરક આશ્રમ આપ્યો ને તે વિશ્વાનંદ બની ગયો. બોલ, હજી તારે કહેવું છે કે રાગિણી વિશ્વાનંદ સાથે શરીરસંબંધ બાંધી રહી હતી?’

અવનિ શું બોલે?

‘અને તારે કોઈનું ચારિત્ર્ય મૂલવવું હોય તો મારું મૂલવ, કેમ કે...’ ઓમકારનાથે કહી નાખ્યું, ‘વરસાદની એક રાત્રે રાગિણીની આબરૂ મારા થકી લૂંટાઈ હતી, પછી તેની માંગ ભરવાથી કેમ પાછો પડું?’

અવનિ પર જાણે હિમાલય તૂટ્યો.

‘ચાલો રાગિણી...’ ઓમકાર પત્નીને દોરી ગયા, વિશ્વાનંદ પણ નીકળ્યા; પરંતુ અવનિ ત્યાં જ

ખોડાઈ રહી.

€ € €

‘ઇટ્સ ઑલ ઓવર.’ અવનિએ ઉદાસીભર્યો નિ:શ્વાસ નાખ્યો. અમૃતાનંદને તેની નિરાશા

પરખાતી હતી.

ગયા અઠવાડિયે મહારાજનાં બીજાં પત્ની અને દીકરી વચ્ચે કંઈક ખટરાગ થયાની ચર્ચા આશ્રમમાં હતી. ગુમસૂમ દેખાતી અવનિ ભીતર સમંદર સંઘરીને બેઠી હોવાનું અમૃતાનંદને પરખાતું. વિલાની પોતાની રૂમની બહાર પણ ખપપૂરતું નીકળતી અવનિને તે આજે પરાણે આશ્રમની સહાયથી બાજુના ગામમાં બંધાતા ચેકડૅમ જોવાને બહાને દોરી લાવ્યો હતો. એમાં અવનિની બાંધી મુઠ્ઠી ઊઘડતી ગઈ. વિગતે જાણીને અમૃતાનંદના કપાળે

કરચલી ઊ૫સી.

‘મને આવો વહેમ કેમ થયો? પુરુષત્વહીન પુરુષ સાથે મેં રાગિણીને કામક્રીડા કરતી કલ્પી...’ અવનિએ લમણાં દબાવ્યાં, ‘હું રાગિણીને મૂલવતી હતી, પણ ખરેખર તો ડૅડી સંયમ ચૂક્યા હતા... આટલી ભયંકર ભૂલ ક૨નારી હું કયા મોઢે બહાર નીકળું? ’

અમૃતાનંદને ગડ બેઠી. વિશ્વાનંદનું સત્ય જાણીને અવનિ તેણે જોયેલા સચને ભ્રમ માનવા પ્રેરાઈ છે, પણ....

‘હું નથી માનતો કે તેં જે જોયું એ જૂઠ હોય.’

અવનિની પાંપણ ફરફરી - મતલબ?

‘સિમ્પલ રીઝન છે અવનિ. ખરે જ જો ભ્રમ થયો હોય તો રાગિણી તને વિશ્વાનંદ સાથે જ કેમ દેખાય જે પુરુષમાં જ નથી?’

‘વેલ...’ અવનિ પાસે જવાબ નહોતો. તેણે એ જ દલીલ પકડી રાખી, ‘જે વ્યક્તિ પુરુષમાં જ નથી...’

‘વિશ્વાનંદનું પુરુષાતન વઢાયું એ તારા જન્મ પહેલાંનું સત્ય છે અવનિ. એ બદલાઈ પણ શકે છે.’ અમૃતાનંદનો રણકો ઊપસ્યો. ‘ડૉક્ટર તરીકે હું જાણું છું કે આવા પેશન્ટ્સમાં કૃત્રિમ ઇન્દ્રિય સરળતાથી ઇમ્પ્લાન્ટ કરી શકાય છે. ફૉરેનમાં તો આવાં ઑપરેશનો સામાન્ય છે. ’

ફૉરેન. અવનિમાં સળવળાટ સર્જાયો.

‘અવસર, મારાં મધરના દેહાંત બાદ ડૅડીની અમેરિકાની ટૂર વિશ્વાનંદે અટેન્ડ કરેલી. શક્ય છે કે આ ઑપરેશન અને રાગિણીની મુલાકાત ત્યાં જ થઈ હોય. એના ત્રણ માસ પછી રાગિણી ઇન્ડિયા આવી. વરસાદની રાત્રે ડૅડીને લપસાવવાનું તેમનું જ કાવતરું હોય. પહેલાં ડૅડીને પરણી, પછી મને તેમની નજરમાં ભૂંડી ઠેરવી અમારી વચ્ચે દૂરી સર્જી બેઉ ડૅડીને પોતાના અંકુશમાં લઈ લેવા માગે છે જેથી અબજોનું આ એમ્પાયર સંભાળી શકાય... અવનિએ માથે હાથ દીધો - હે રામ!

‘આવું હોય - આપણે એમ માની લઈએ કે આવું જ છે - તો તને ભૂંડી ઠેરવવાની એક ચાલ તેઓ ચાલી ચૂક્યાં, તારું પત્તું સદાને માટે સાફ કરવા બીજો દાવ પણ જરૂર ખેલાવાનો...’ અમૃતાનંદે અવનિ સાથે નજરો મેળવી, ‘બિફો૨ ધૅટ...’

€ € €

અને...

ગોળીબારના ધડાકાએ આશ્રમનું વાતાવરણ ખળભળી ઊઠ્યું. ત્રીજી પળે ધ્યાનખંડનો દરવાજો ખૂલ્યો. લથડતી ચાલે લોહીથી ખરડાયેલા ઓમકારનાથને બહાર આવતા જોઈને રાગિણી ચીખી ઊઠી : ઓમ...મ, આ શું થઈ ગયું?

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK