કથા-સપ્તાહ - સાસ-બહૂ (સૂરજ ચંદ્રની સાખે - 5)

અક્ષયે ઊંડો શ્વાસ લીધો.

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


પત્નીનું દર્દ અક્ષયને પરખાતું હતું. તન્વી વિજયામાને નહોતી મળી શકી એ જાણી પહેલાં થોડી નવાઈ લાગેલી, વૃંદાભાભી વગેરેને તેને જાણ કરવાની સૂધ નહોતી થઈ એ સાંભળીને ખટકેલું પણ ખરું, પરંતુ પછી એમાં માનો વાંક નીકળતાં સ્તબ્ધ બની જવાયું. તન્વીને એનો જિંદગીભરનો વસવસો રહી જશે એટલુંય માને ન સમજાયું?

વ્હાય? મા આટલી રિજિડલી કેમ વર્તે‍? વિચા૨તાં સમજાયું કે માને અંશની ફિકર હતી, મારી ફિકર હતી અને અમારાથી વધારે તન્વીની ફિકર હતી એ હવે જોકે તન્વીને સમજાવવું રહ્યું... ના, તન્વી તેની જગ્યાએ સાચી જ છે, પરંતુ મા પણ ખોટી નહોતી એ તેણે માનવું રહ્યું! એ માટેનો તખ્તો ગોઠવીને જ પોતે વાત મૂકી રહ્યો છે,

‘માનું મા જાણે. તારે ગ્રહણ પાળવું છે?’

‘હું એમાં નથી માનતી.’ તન્વીએ ટટ્ટાર ગરદને સંભળાવ્યું, ‘એમાં વળી કાલે સવારે તો આપણે મારા પિયર જવાનું છે. વૃંદાભાભીનો બપોરે ફોન હતો, કાલે તેમણે પૂરણપોળીનો  પ્રોગ્રામ બનાવ્યો છે એટલે આપણે ત્યાં જમવાનું છે.’

‘ઓહ’ ઉદ્ગાર કાઢતાં અક્ષયે પરખાવા ન દીધું કે ભાભીએ મારા કહેવાથી જ ભોજનનું નિમંત્રણ ઊભું કર્યું છે!

€ € €

સૂર્યગ્રહણ. મુંબઈના આકાશમાં સૂરજનો ટુકડો ઢંકાયો એ ટાણે અક્ષય-તન્વી અંશુને લઈને મલાડ જવા નીકળ્યાં...

...બહુ આનંદદાયક સમય વીત્યો. ક્યાંય ગ્રહણ વર્તાયું નહીં.

મલાડથી નીકળતી વેળા અંશુએ ભીનું કર્યું હશે એટલે ભેંકડો તાણ્યો. આવા જ કશાક ઇશારાની રાહ જોતા હોય એમ દામોદરભાઈએ

દીકરી-જમાઈને ભારપૂર્વક કહ્યું, ‘ડૉક્ટર તો બધું બરાબર કહીને

ટીકડી-ગોળી આપતો રહે, તમે છોકરાનું સરખું ચેકઅપ કરાવી લેજો. કેટલો માંદો રહે છે હમણાંનો...

‘તમે સાચું કહો છો પપ્પા.’ અક્ષયે વાત ઊંચકી લીધી, ‘કાલે હું રજા પાડી પહેલાં અંશુના રિપોર્ટ કઢાવું છું.’

અક્ષુના રણકાર પછી તન્વીથી ઇનકાર ન થયો. ઘરે જઈને તેણે અંશુની નજર ઉતારી, સાત સોમવારની બાધા પણ માની - મારા દીકરાના રિપોર્ટમાં કશું વાંધાજનક ન નીકળે મહાદેવ.

€ € €

સોમની સાંજે તન્વી પપ્પા-મોટા ભાઈ-ભાભીને દરવાજે ભાળીને નવાઈ પામી.

દામોદરભાઈએ ખુલાસો કર્યો‍, ‘આજે અંશુના રિપોર્ટ આવવાના છેને એટલે થયું કે મળતાં જઈએ. એ બહાને ફરવાનું પણ થઈ જાય.’

‘વાહ’ તન્વીએ કહ્યું ખરું, પણ આગતાસ્વાગતામાં કે વાતચીતમાં તેનું મન નહોતું - ઉચાટ રિપોર્ટનો હતો. અક્ષુ તો ક્યારના ગયા છે રિપોર્ટ લેવા. હજી આવ્યા કેમ નહીં?

સવારે અંશુને લઈને દવાખાને અને પછી લૅબોરેટરી પણ અક્ષુ જ ગયેલા, ‘તું ઘરે અખંડ દીવો રાખ, તન્વી એટલે બધું સમુંસૂતરું પાર પડે’ એવું તેમણે કહેતાં મારી જવાની હામ પણ કેમ રહે? ત્રણ કલાકે બાપ-દીકરો આવ્યા ત્યારે અંશુ હાથમાં પોઢી ગયેલો.

‘ટેરવા પરથી લોહી લીધું; સોય ચુભતાં બહુ રડ્યો એ.’

સાંભળીને તન્વીની આંખો છલકાઈ ગયેલી.

‘ડૉક્ટરે એક્સ-રે કઢાવવા પણ કહ્યું, ઉધરસ બહુ રહે છેને એટલે’ કહીને અક્ષુએ ભીનો થતો સાદ કોરો કરેલો, ‘પણ જોજેને, રિપોર્ટમાં કંઈ નીકળવાનું નથી. ’

તોય રિપોર્ટ ન આવે ત્યાં સુધી ગળે ચા પણ કેમ ઊતરે? અને અહીં વૃંદાભાભી પાછાં પૂછે પણ

છે - ડિનરમાં શું બનાવ્યું છે?

‘તમારે જે જોઈતું હોય એ બનાવી લાવી લો.’ તન્વીની અકળામણ છતી થઈ. એક તો અક્ષુ હજી આવ્યા નથી, ફોન પણ લેતા નથી...

એ જ વખતે ડોરબેલ રણકી. અક્ષય જ હતો. પણ એવો અક્ષય! ત્રસ્ત, નંખાયેલો. જાણે હમણાં જ રડી પડશે. તન્વીને એવી તો ફાળ પડી,

‘શું કહ્યું ડૉક્ટરે?’ તેણે અક્ષુને હચમચાવ્યો, ‘મારો અખંડ દીવો ચાલુ છે. રિપોર્ટ નૉર્મલ જ છેને?’

અક્ષુએ ડોક ધુણાવી, ના, તન્વીના કાળજે ચીરો. ખચાક્.

‘હિંમત રાખજે તન્વી.’ આટલું સાંભળતાં જ તન્વીએ બારે વહાણ ડêબતાં અનુભવ્યાં.

‘કેસ ઇઝ ક્રિટિકલ. અંશુને...

ટીબી છે.’

હેં. તેનો કેસ ક્રિ...ટિ...કલ!

તન્વીને થયું હૃદય પર જાણે કોઈકે ઘણ ફટકાર્યો. આવડા અમથા, હજી જેના દૂધિયા દાંત નથી ફૂટ્યા એવા છોકરાને ટીબી? વળતી પળે તે વીફરી, ‘ગાંડા થયા છો, અક્ષુ?’ તેણે અક્ષુની છાતી પર મુક્કા વીંઝ્યા, ‘તમારો ડૉક્ટર પણ ગાંડો. ગધેડો. તેણે ગમે તેવો રિપોર્ટ લખી આપ્યો અને તમે સાંભળીયે લીધું?’

તન્વીની હાલત એવી હતી કે જો ડૉક્ટર સામે હોત તો ધોકો ઉઠાવીને મારી દેત!

‘બિહેવ યૉરસેલ્ફ તન્વી’ વિશાલે બહેનને થામી, ‘ડૉક્ટરને ગાળ દેવાથી અંશુના રિપોર્ટ નથી બદલાઈ જવાના.’

‘હું તો કહીશ કે કાલનું ગ્રહણ નડ્યું.’

ગ્ર...હ...ણ. પતિના શબ્દે તન્વીને તમ્મર આવ્યાં.

‘સારું છે અંશુ સૂતો છે, નહીંતર એ તને આમ જોઈ કેવો ગભરાઈ જાય.’ વૃંદાએ તન્વીની પીઠ પસવારીને અક્ષયને પૂછ્યું, ‘ડૉક્ટર શું કહે છે? અંશુનો ઇલાજ તો થશેને?’

ઓ મા, વૃંદાનો  પ્રશ્ન જ એવો હતો કે તન્વી ઢગલો થઈને ઢળી પડી. તેના હૈયાફાટ રૂદને અક્ષયે આંખો મીંચી દીધી. ધિસ ઇઝ ધ મોમેન્ટ.

‘બસ, તન્વી, માએ તને આ જ દદર્થીક દêર રાખવી હતી.’

હેં.

અક્ષયના વાક્યએ તન્વી પૂતળા જેવી થઈ ગઈ. જેમ-જેમ એનો અર્થ ઘડતો ગયો એમ ડોળા ચકળવકળ થયા. તેણે ચીસ નાખી - મા!

અક્ષયે ગ્રહણનો મોક્ષ થતો અનુભવ્યો.

‘હવે રડ નહીં’ દામોદરભાઈ દીકરીના પડખે ગોઠવાયા ‘અંશુને કશું નથી. આ તો તારી આંખ ઉઘાડવાની કસરત હતી.’

ઓ...હ. રાહતના એ આંચકાએ તન્વીને બેહોશ કરી દીધી!

€ € €

‘વિજયામા સિરિયસ હતાં તન્વી, મર્યાં નહોતાં. સામે પક્ષે ગ્રહણમાં બહાર નીકળવાથી સંતાન પર અવળી અસર પડે એવો માનો સ્વાનુભવ હતો - ભલે એમાં વૈજ્ઞાનિક તથ્ય ન હોય.’ અક્ષયે ગળું ખંખેર્યું. ‘આવામાં તું બહાર નીકળે તો તારેય એ જ વેઠવાનું થાય જે મારા માટે માએ વેઠ્યું, ૧૦-૧૦ વર્ષ! એના કરતાં ગ્રહણના કલાક વીતે પછી તું નીકળે તો માનો મેળાપ થાય અને સંતાનનેય જોખમ ન રહે એવી તેની ગણતરીમાં એટલો જ ફેર પડ્યો કે વિજયામાના પ્રાણ ન રહ્યા!’

તન્વીએ ડોક ધુણાવી.

‘સ્ત્રી માતૃત્વ ધારણ કરે પછી એ  પ્રથમ મા હોય છે તન્વી, પછી બીજું બધું. ધારો કે માએ તને જવા દીધી હોત, તું વિજયમાને મળી પણ શકી હોત, પરંતુ પછી સંતાન ખરેખર ખોડવાળું જન્મ્યું હોત તો કદાચ તું

ખુદ તારી જનેતાને માફ ન કરી શકત - તને મરવા માટે ગ્રહણની જ વેળા મળી?’

તન્વી આંખો મીંચી ગઈ.

ઘટનાને આ પરિપ્રેક્ષ્યમાં પોતે કદી નિહાળી નહોતી.

‘બીજા બધા જો-તો જવા દે; થોડી પળો પહેલાં તારી જે હાલત હતી એ ન થાય માત્ર ને માત્ર એ માટે માએ આકરો નિર્ણય લીધો, તેને આપણા સંતાનની ફિકર હતી, મારી ચિંતા હતી, પણ અમારાથી ક્યાંય વધુ તારી હાલતની ફડક હતી...’

તન્વીએ બે હાથમાં મોઢું છુપાવ્યું.

‘ના, હું માના નિર્ણયની તરફેણ નથી કરતો. એ તો ખોટો જ હતો. હું ઘરે હોત તો માની ઉપરવટ જઈને તને વિજયામા પાસે દોરી ગયો હોત - ગ્રહણથી બચ્ચા પર અસર પડે એ કેવળ અંધવિશ્વાસ છે, મા સાથે જે થયું એ કેવળ જોગાનુજોગ ગણી શકાય - મારે તો એટલું જ કહેવું છે કે માના નિર્ણય પાછળની લાગણી ૧૦૦ ટચની હતી. માનું વણકહ્યું સમજનારી, તને કેમ એ ન સમજાયું? દીકરાને માંદો પાડતાં જીવ કોચવાયો, પણ

તારા માતૃત્વને રણઝણવા એ સિવાય છૂટકો નહોતો.’

અક્ષયે ભીની પાંપણ લૂછી, ‘ધન્યવાદ તો હું પપ્પા-ભાઈ-ભાભીને આપીશ, માની તેમણે આટલી આમન્યા જાળવી, મનેય કદી સંભળાવ્યું નથી... ભાભીએ તને કહ્યું એમાં ભડકાવવાની ચેષ્ટા નહોતી... એ સંદર્ભમાં તેં માને વાત કરી ત્યારનો હું જાણું છું તન્વી..’

હેં. તન્વી મોં વકાસી ગઈ. હવે બધું સ્પક્ટ હતું. મારી આંખો ખોલવા અક્ષુએ મારા પિયરિયાનો સહારો લીધો, ડૉક્ટરની તપાસને બહાને ખરેખર તો તેઓ અંશુને મલાડના ઘરે લઈ ગયેલા...

‘તમે મારી આંખ ઉઘાડી અક્ષુ. મારી મમ્મીની અંતિમ ઇચ્છા પણ એ જ હતી કે મારે ગ્રહણ પાળવું. માએ તો અજાણતાં તેનું પાલન કરાવ્યું.’ તન્વી સફાળી ઊભી થઈ, ‘ગાડી કાઢો અક્ષુ, મારે ગામ જવું છે, મા સાથે ખૂબ ઝઘડવું છે.’

અક્ષુને ૬ મહિને અસલની તન્વી દેખાઈ.

€ € €

‘સત્યવતીના ઘરમાં જરૂર કંઈક બન્યું છે. દીકરો મૂકી ગયો પછી ફરક્યો નથી, વહુને તો દીઠી નથી. જોકે તેને પૂછો તો તે દીકરા-વહુ અને પોતરાની એવી મીઠી-મીઠી વાતો કરશે; જાણે કોઈ ઝગડો જ નથી. ‘મારો અંશુ નાનો એટલે દીકરા-વહુને ન નીકળવા મેં જ તાકીદ કરી છે. મને બળ્યું મુંબઈમાં ગમતું નથી’ની જ રેકૉર્ડ વગાડશે. સાંભળ્યું છે પખવાડિયાથી ખાસ્સાં માંદાં રહે છે. દેવદર્શનેય ક્યાં આવતાં ભાળ્યાં છે તેમને?’

ચીખલા ગામમાં આમ વાતો થતી હતી ત્યાં અડધી રાત્રે સત્યવતીના આંગણે ગાડી ઊભી રહી. આજુબાજુવાળા જાગ્યા, પણ ઘરનો દરવાજો ખૂલવામાં કેટલી વાર?

€ € €

અત્યારે કોણ આવ્યું? સત્યવતીએ માંડ આંખો ઉઘાડી.

હૈયું-મન તો પોતે મુંબઈ મૂકી આવ્યાં હતાં. દીકરો મૂકીને ગયો ત્યારે સ્ફુરણા જાણે થઈ હતી કે હવે હું અક્ષુનું મોઢું જોવા નહીં પામું!

- એ જ મારું  પ્રાયશ્ચિત્ત. અંતરના ઊંડાણને જાણે સમજણનું ઝરણ ફૂટ્યું હતું - તન્વી તેની માતાને અંત પળે મળી ન શકી એમ હું દીકરાને મળ્યા વિનાની જાઉં તો જ મારું પાપ સરભર થાય!

એ ધêનમાં જ પોતે કદાચ પથારી પકડી લીધી. એનો જોકે સહેજેય વસવસો નથી... મારે આમેય મારા અમૂલખ પાસે જવું છે! થાકી ગઈ છું...

ન ઊઠાયું. હવે જોરજોરથી દરવાજો ઠોકાતો હતો - મા... ઓ મારી મા!

- આ તો મારી વહુ, મારી તન્વી! ઝાટકા સાથે સત્યવતી બેઠાં થયાં, ચાલવાનું જોર નહોતું તો ઘસડાતાં જઈ તેમણે દરવાજો ખોલ્યો અને...

ના, તેમના પ્રાણ ઊડ્યા નહીં, પોતાની ચિંતામાં અડધાં થઈ ગયેલાં દીકરા-વહુને જોઈ ચેતનવંતાં

બન્યાં - ïતમે, અટાણે!

‘તમારી ખબર લેવા આવી છું.’ અક્ષય સાથે માને ઊંચકી પલંગમાં સુવડાવી તન્વી હાંફતી છાતીએ પડખે ગોઠવાઈ, ‘વાહ મા. જવાની પૂરી તૈયારી કરી લીધી તમે.’ પાડોશીઓ પાસેથી માની દિનચર્યા જાણી ચêકેલી તન્વી કહેતી રહી, ‘ખાટલામાં પડ્યાં છો, પણ કોઈને કહેતાં નથી. બધું સમજાય છે મા. આને જ તમે પ્રાયશ્ચિત્ત ગણ્યુંને?’

અક્ષય ડઘાયો. સત્યવતીની પાંપણે ઝળઝળિયાં બાઝ્યાં.

‘શાબાશ મા, એક માને તો હું ગંગાજળ દઈ ન શકી, તમારે પણ

એમ જ જવું હતું? હું એટલી અભાગણી છું મા?’

સત્યવતીએ વહુના હોઠ પર હાથ મૂક્યો, એવું ન કહીએ.

એક સ્પર્શમાં બે અંતર સંધાતાં હતાં. સાસુ-વહુ એકમેકને વળગી મૂંગાં અશ્રુ સારી રહ્યાં એમાં કડવાશ ધોવાઈ ગઈ.

અક્ષયે માને મુંબઈ લઈ જવાની તૈયારી આરંભી.

દીકરાએ લીધેલી જહેમત વિશે જાણીને સત્યવતી ગદ્ગદ બન્યાં. નવેસરથી જીવવાની જિજીવિષા જાગી હોય એમ મુંબઈ આવતાં જ તેમના સ્વાસ્થ્યમાં એ ઝડપથી સુધારો થયો. અંશુ તેમનો હેવાયો.તેમની દેખરેખમાં તંદુરસ્ત પણ બન્યો. દામોદરભાઈ વગેરેને પણ એનો આનંદ.

અક્ષય-તન્વી માની નિશ્રાનું સુખ માણે છે. અને સત્યવતી...

‘જાણો છો, અમૂલખ, ગ્રહણ માત્ર આકાશમાં નથી થતું, સંબંધોમાં પણ થાય છે, પરંતુ એનોય મોક્ષ હોય, હં!’

તેઓ પતિની છબિને કહે છે અને અમૂલખભાઈની આંખોમાંથી નીતરતાં અમીને નતમસ્તક થઈ રહે છે!

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK