કથા-સપ્તાહ - રેવા - (દિન-રાત -3)

‘આજનો શ્ચિ૨યાઝ પૂરો.’ રેવા ટહુકી. આર્જવ ઝબક્યો.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


‘માલિકના હૈયે દૌલતની ઝાકઝમાળથી અંજાતી કન્યા નહીં, ઘરસંસારને પ્રણયથી મહેકાવે એવી ગુણવંતી નાર જ શોભે - તમારા જેવી...’ અક્ષ કહેતો. રેવાને એ સાંભળવું ગમતું, પણ અક્ષને ખોટેખોટી આંખ દેખાડતી : આપણે હવે રિહર્સલ્સ પર ધ્યાન આપીએ?

ગીતના ભાવમાં ખોવાઈ જતી રેવાને જોવી લહાવો હતો. પ્રોગ્રેસ ચકાસવા આવતો આર્જવ એની અસરમાં બે-ચાર કલાક રોકાઈ જતો. આર્જવ ભલે વિધિવત્ સંગીત શીખ્યો ન હોય, સૂર પારખવાની તેની સૂઝ રેવાને મુગ્ધ કરી જતી. કોઈ વાર સૂર આઘોપાછો થાય તો અકળાઈ ઊઠે, પણ સારું ગાય તો પ્રશંસા કરવાને બદલે એટલું જ કહે : યુ કૅન ડૂ મચ બેટર! આજે મહિના પછી રેવાને ખુદ પોતાની ગાયિકીમાં નિખાર લાગતો હોય તો એનું શ્રેય આર્જવને જ મળે!

લતાનાં ગીતોની ચર્ચામાં બેઉને

સમય-સ્થાનનીયે ગત ન રહે.

અને એ દરમ્યાન અક્ષ

ચૂપચાપ હૂંફાળા પાણી સાથે

ખાખર-ગોળપાપડીનો સાãત્વક નાસ્તો સર્વ કરતો રહે. પ્રૅક્ટિસ દરમ્યાન હૂંફાળું પાણી પીવાથી ગળું સ્ફૂર્તિમાં રહેતું. આ ટિપ પણ આર્જવની.

‘મારે અતાઉલ્લાને મળવું છે...’ રેવા ક્યારેક ટૂરના લીડ સિંગરને સાંભરતી.

આર્જવ વણસાંભળ્યું કરતો ક્યાં આડું લાગે એવું બોલી જતો, ‘તે પણ માણસ જેવો માણસ જને. ઠીક છે, પૉપ્યુલર સિંગર છે; પણ તું કેવળ તારાં ગીતો પર ફોકસ રાખજે રેવા,

ટૂરના બીજા મામલામાં તારું ધ્યેય ફંટાવીશ નહીં.’

ટૂરમાં બીજા કયા મામલા હોય? રેવાને સમજાતું નહીં, પણ આર્જવની ચેતવણી સીધા અર્થïમાં લેતી - મારું ધ્યેય તો બેસ્ટ પફોર્ર્મન્સ આપવાનું જ હોવું જોઈએ એ તો સાચું!

‘અતાઉલ્લા ટૂરના પખવાડિયા અગાઉ મુંબઈમાં હશે ત્યારે અંધેરીના વેસ્ટર્ન સ્ટુડિયોમાં દિવસરાત ઑર્કેસ્ટ્રા સાથે ગ્રૅન્ડ રિહર્સલ ચાલશે... એનો ચાર્મ જ નિરાળો રહેશે.’

આર્જïવનાં વેણમાં રેવાના ધમાકેદાર પફોર્ર્મન્સની અપેક્ષા ઝળહળતી. એમાં પાર ઊતરવાની રેવાને પણ એષણા હોય જ! તેમનો તુંકારો પણ કેવો મીઠો, સહજ લાગે છે. ક્યારેક લાગતું કે સંગીત અમને બાંધતું તત્વ છે એટલે મધુરતા પ્રવર્તે છે. રેવા સમજતી કે દરેક સ્ટ્રગલર યા સિંગર જોડે આર્જવ અંતરંગ નહીં જ બનતો હોય, સૂરો સિવાયનું પણ કોઈ તત્વ અમારી વચ્ચે ભળી રહ્યું છે... એ જ પ્રેમ?

રેવા મૂંઝાતી, આવા જ મનોમંથને આર્જવ ગૂંચવાતો, જુદા જ કા૨ણે અકળાતો; પણ જાતને જવાબ આપવાને બદલે બેઉ ગીત-સંગીતમાં ખોવાતાં. અક્ષ એ પળોનો સાક્ષી.

રેવા ઘરે પણ વાત કરતી એમાં આર્જવ-અક્ષનો ઉલ્લેખ અચૂક થવાનો. દીકરી યોગ્ય હાથોમાં છે એની પરિવારને ટાઢક થતી. (જ્યારે રૂમ-પાર્ટનર લાવણ્યા આર્જવપુરાણથી અકળાતી : બાઈજી આટલાં ઘેલાં શાનાં બન્યાં! મને જો, લગભગ રોજ આદિલને માણું છું, પણ એની ભનકે વર્તાવા દઉં છું? પોતાનું એ ‘રહસ્ય’ ખૂલી ન જાય એ માટે લાવણ્યા આ વિષયની ચર્ચા જ ટાળતી.) આર્જવ પણ રેવાના ઘ૨નાથી વાકેફ હતો, લાવણ્યા વિશે પણ જાણતો. અંતરંગ બન્યા વિના તો રેવાથી પણ ક્યાં રહેવાયું હતું!

એ જ અસરમાં તેણે આજે રિહર્સલ પત્યા પછી આર્જવ સમક્ષ પોતાની કન્સર્ન ઉજાગર કરી, ‘આર્જવ, એક ૫હેલી છે...’ લાવણ્યાના જીવનમાં પુરુષની હાજરીનો અણસા૨ આપીને ઉમેર્યું, ‘મારે કહેવું તો ન જોઈએ, પણ બે દિવસ અગાઉ કૉન્ડોમનું પાઉચ પણ મને ડસ્ટબિનમાં દેખાણું.’

રેવા વિના સંકોચ કહી શકી એ આર્જવને ગમ્યું. પછી સચેત થઈને નિ:શ્વાસ દબાવી રાખ્યો : રેવાને હું ઝંખું છું, પરંતુ તેની ઝંખના મારે કરવાની નથી એ કેમ ભૂલી જાઉં છું! છતાં તેની સખીની સમસ્યાના નિરાકરણમાં હું મદદરૂપ તો થઈ જ શકું...

‘લાવણ્યાના કેસમાં પહેલાં તો આપણે પુરુષને જાણવો પડે... એ તું મારા પર છોડી દે. આપણો અક્ષુ તમારા ફ્લૅટ પર નજર રાખીને બે દહાડામાં હકીકત જાણી લાવશે.’

આપણો અક્ષુ. આર્જવથી સહજપણે સરી ગયેલો શબ્દપ્રયોગ રેવાને ભીતર ક્યાંક ખીલવી ગયો. એની આભા વદન પર પથરાતાં આર્જવ મંત્રમુગધ બન્યો.

આને જ પ્રણય કહેતા હશેને?

€ € €

આદિલ.

ત્રીજી બપોરે અક્ષુએ રેવાને તપાસનો રિપોર્ટ આપ્યો ત્યારે આર્જવ પણ ત્યાં મોજૂદ હતો.

કૉલ-સેન્ટરના ઇન્ચાર્જ આદિલને મરહૂમ ચાચાનો વારસો મળ્યો છે અને તે લાવણ્યા સાથે રિલેશનમાં છે એ જાણીને રેવાએ ધરપત અનુભવી. ત્યારે તો પાત્ર લાવણ્યાનું જાણીતું તો છે! ત્યાં...

‘ખાટલે મોટી ખોડ એ છે રેવા કે આદિલની ફૅમિલીમાં ક્યારેય કોઈ મનોહરચાચા હતા જ નહીં!’

હેં. મતલબ?

‘હી ઇઝ ફ્રૉડ. તેણે લાવણ્યાને ભોળવવા અમીરીનું નાટક કર્યું છે.’

અરેરેરે! લાવણ્યાની આંખો ખોલવામાં હું દેર ન કરી શકું... રેવાએ ઇરાદો ઘૂંટ્યો, પણ એ કયો રંગ દેખાડશે એની ત્યારે ક્યાં ખબર હતી?

€ € €

બીજી બપોરે ડોરબેલના રણકારે હજી હમણાં જ કામક્રીડામાં પરોવાયેલાં આદિલ-લાવણ્યાને ઝબકાવી દીધાં.

‘યુ જસ્ટ વેઇટ.’ હાંફતા શ્વાસને કાબૂમાં લેતી લાવણ્યાએ ફટાફટ ગાઉન ચડાવ્યું, ‘વણનોતર્યા મહેમાનને વિદાય કરીને હું અબઘડી આવી.’

એ જ જોશભેર તેણે દરવાજો ખોલ્યો, પણ સામે રેવાને અજાણ્યા જુવાન સાથે ભાળીને વાસના નિચોવાઈ ગઈ.

‘રેવા, તું!’ તેનો અણગમો ઊપસી જ આવ્યો, ‘અત્યારે!’

બીજો અવસર હોત તો લાવણ્યાને સ્ફૂર્યું પણ હોત કે રેવા સાથેનો આકર્ષક જુવાન આર્જવ જ હોવો જોઈએ... પણ અત્યારે કોઈને આવકારવાની માનસ સ્થિતિમાં જ ક્યાં હતી?

‘આદિલ ક્યાં છે?’

રેવાના પ્રfને લાવણ્યા ચમકી. રેવા આદિલને ક્યાંથી જાણે! તે અહીં હોવાનું તેને કેમ સૂઝે?

‘બહાર કોઈ પુરુષનાં શૂઝ છે. આ ઉપરાંત સિગારેટના ઠૂંઠાથી કૉન્ડોમના પાઉચ સુધીની નિશાનીઓ હું અગાઉ ભાળી ચૂકી છું અને એટલે જ એ આદિલનાં હોવાની ભાળ મેળવીને આવી છું.’

રેવાએ બેડરૂમના દરવાજે ઊભા રહીને ત્રાડ નાખી, ‘આદિલ, કમઆઉટ!’

‘ઇનફ રેવા. તારે આ બધું દોઢડહાપણ કરવાની શી જરૂર પડી?’ લાવણ્યા ગિન્નાઈ. વસ્ત્રો પહેરીને આદિલ બહાર આવ્યો. રંગમાં ભંગ પડતાં તેય બગડ્યો હતો, ‘લાવણ્યા, તારી રૂમમેટમાં કર્ટ્સી જેવું કંઈ છે કે નહીં?’

‘કર્ટ્સીના બચ્ચા. જે કાકો કદી હતો જ નહીં તેનો વારસો મળ્યાનું કહીને મારી સખીને ફસાવનારો કર્ટ્સીની વાત કરે છે?’

આદિલનો કૉલર પકડીને રેવાએ ઓકેલી શબ્દઆગે આદિલ-લાવણ્યા બેઉ દાઝ્યાં : હેં!

€ € €

ઑલ ફિનિશ્ડ! લાવણ્યાએ સપનાનો હિમાલય ધરાશાયી થતો અનુભવ્યો. એ ધ્વંસ કઈ ધરતી

ખમી શકે?

‘આઇ ઍમ સૉરી લાવણ્યા, હું તને સચ કહેવાનો જ હતો...’

જૂઠ. આદિલના બોલમાં સહેજે પસ્તાવો નથી. રેવાને તે ગાંઠ્યો ન હોત, પણ આર્જવે તેના રાઠોડી પંજાની બે અડબોથ ઠોકતાં તેણે સચ સ્વીકારી લીધું તોય એમાં ખોટું કર્યાનો અફસોસ ક્યાં? બીજા કંઈક બહાનાં બનાવીને તે વારસાના રૂપિયા મળવામાં મુદત નાખતો રહેત, મને ભોગવતો રહેત. બાકી આમાં ક્યાંય મૅરેજનું ડેસ્ટિનેશન નહોતું. આ પુરુષ કદી અમીર નહોતો, ન થવાનો હતો!

‘ઓકે ફાઇન.’ લાવણ્યા પથ્થર જેવી ભાવશૂન્ય જ રહી ત્યારે આદિલે પણ કરગરવાનું છોડ્યું, ‘તું મને ગમતી હતી લાવણ્યા. તું માની હોત તો તને પરણ્યો પણ હોત, પણ તેં તો જોશીના જોશની આડ લઈ મને ટાળ્યો એટલે પછી વારસાઈની બનાવટ આદરીને મેં મારું ધાર્યું પાર પાડ્યું.’

આમાં કેવળ શારીરિક આકર્ષણ હતું, પ્રણય પાંગરવાની શક્યતા કદી હતી; પણ લાવણ્યાની મહેચ્છા અને એથી નાસીપાસ થયેલા આદિલની બેસૂરી રમત પછી હૃદયધરતી કલૂષિત થઈ એમાં પ્રીત હવે મહોરવાની નહીં!

‘પોતાના ધોરણમાં ફિટ ન થતા પાત્રને અવગણવાનો દરેકને હક છે, પણ એથી રિજેક્ટ થનારને છળ આદરવાનો પરવાનો નથી મળતો.’ રેવા હાંફી ગઈ, ‘લાવણ્યાની મહેચ્છા કેટલી સાચી-ખોટી એ ચર્ચાનો વિષય છે, પણ કોઈની ભાવના સાથે રમત રમનાર વખોડવાને પાત્ર થાય એ

તો નક્કી.’

‘આ નર્યા આદશોર્ïની વાતો છે રેવા.’ આદિલે તુચ્છકાર કર્યો, ‘લાવણ્યાને છેતરીને પણ મેં સુખ વરસાવવામાં કસર નથી છોડી. પૂછ તેને. તેની પ્રબળ શરીરભૂખ...’

સટાક. આર્જવના તમાચાએ આદિલનો દાંત હાલી ઊઠ્યો, ‘બંધ કર તારી લવારી અને...’ આર્જવે તેને ધક્કો દીધો, ‘ગેટ આઉટ...’

બળપૂર્વકના ધક્કાએ આદિલ સામી ટિપોય સાથે અથડાયો, ઉપર મૂકેલું ગ્લાસ વાઝ હલબલી નીચે પડ્યું. ખણણણ... અવાજ સાથે કાચ તૂટ્યો.

કાચના તૂટેલા ટુકડા લાવણ્યા ફાટી આંખે નિહાળી રહી. મારું સમણું પણ આમ જ તૂટ્યું! એની કરચ ભોંકાઈ હોય એમ તે ચીખી ઊઠી, ‘સ્ટૉપ! ’

આદિલ ઉંબરે અટકી ગયો.

‘રેવા-આર્જવ, તમે મારી આંખો ખોલી, થૅન્ક્સ; પણ તમે હવે નીકળો તો હું આદિલ સાથે કુછ ગિલે-શિકવે કર લૂં.’

રેવા-આર્જવની નજરો મળી

છૂટી પડી.

‘ઠીક છે. તારી રોષ, વેદના વહી જાય એ બહેતર.’ આર્જવે કહ્યું. રેવા સાથે તે બહાર નીકળ્યો. લાવણ્યાએ દરવાજો બંધ કર્યો.

થોડી પળો સ્તબ્ધતા રહી. આદિલને હતું કે હમણાં લાવણ્યાનો ગુસ્સો ફાટશે, મને ઝંઝોડશે પણ...

લાવણ્યા તો દોડીને તેને વળગી, હોઠ ચૂમવા લાગી : ચલ, આજનું બાકી રહેલું કામ પતાવીએ!

હેં. આદિલ મૂંઝાણો.

‘અમીરીને હાલ પૂરતી મારો ગોલી. તારા દેહની અમીરી ઓછી છે! ચલ, બેડ પે...’

આખરે મારી મર્દાનગીએ jાીને ચીત કરી દીધી! પુરુષ બાગ-બાગ થઈ ઊઠ્યો. બિસ્તરમાં ફરી બેશરમ હરકતો શરૂ થઈ એટલે આદિલની રહીસહી આશંકા ઓસરી ગઈ. બિચારી લાવણ્યા તેની શરીરપ્યાસે લાચાર છે!

‘વેઇટ...’ એક તબક્કે લાવણ્યા ચપટી વગાડી ઊઠી, ‘હું હમણાં કિચનમાંથી જામ લઈને આવી.’

ફ્રૂટજામ! આદિલની સિટી સરી ગઈ. લાવણ્યા હવે પોતાની સાથે શું-શું કરશે એ વિચારે ઉત્તેજનાનો આફરો ચડતો ગયો. ત્યાં...

ત્યાં તો કિચનમાંથી દોડી આવતી લાવણ્યાએ આદિલને કશું સમજાય-દેખાય એ પહેલાં તો ધારદાર છરીના એક જ ઘાથી તેનું ગપ્તગ વાઢી નાખ્યું - આ મને છેતરવાની સજા!

હવે તું કોઈ બીજીને છેતરવા લાયક ન રહ્યો!

આદિલની કાળી ચીસો લાવણ્યાને સ્પર્શતી નથી. પોતાને મળેલા ધોકાની સજા દીધા પછી પણ ચિત્તને જંપ નથી. તેના દિમાગમાં જુદો જ ઝંઝાવાત ફૂંકાય છે : આજે મારું સમણું તૂટ્યું... પણ કોના ધક્કાથી?

રેવા!

ભલે આદિલ જૂઠ બોલ્યો, પણ અમીર આદમી મળ્યાની મારી ખુશી તો સાચી હતી. એના આધારે કંઈક સમણાં મેં રચ્યાં હતાં. રેવાએ એ તમામને ધક્કો દઈને જમીનદોસ્ત કરવાની શી જરૂર હતી? તેને મારી એટલી જ પરવા હોત તો પહેલાં બીજો અમીર આદમી ખોળીને પછી મારો ભ્રમ ભાંગ્યો

હોત... પણ તેને મન પૈસાની વૅલ્યુ નથી એટલે ખરેખર તો પોતાનો આદર્શ સાચો ઠેરવવા તેણે મારાં સમણાંનો ભોગ લીધો!

લાવણ્યાના ઘવાયેલા મનમાં આ તર્ક જડાઈ ગયો. ઘમસાણ મચ્યું. નો રેવા, આઇ વોન્ટ ફરગિવ યુ ફૉર ધીસ!

મારાં સમણાં તોડવાની સજા હું તને આપીશ - તારું સિંગર બનવાનું સમણું તોડીને! તો જ તને મારું દર્દ સમજાશે...

યસ રેવા, નાઓ વેઇટ ઍન્ડ વૉચ!

€ € €

‘આઇ હોપ, લાવણ્યા હવે તો સમજે.’ કારમાં આર્જવના ઘરે જતાં રેવાએ ત્રીજી વાર ફડક ઉચ્ચારી. આર્જવે તેનો પહોંચો દબાવીને નજરોથી આશ્વાસન પાઠવ્યું - ડોન્ટ વરી, સૌ સારું થવાનું!

એ તારામૈત્રકમાં રેવાને દ્વિધા ન રહી. તેણે આર્જવના ખભે માથું ઢાળ્યું. આર્જવ ખીલી ઊઠ્યો.

અને બીજી જ પળે જાણે હોશ આવતું હોય એમ ખભો સંકોર્યો. રેવાની કીકીમાં પ્રશ્નાર્થ ઝબક્યો.

‘રેવા...’ આર્જવને શ્રમ વર્તાયો, ‘મને મહોબતની ઇજાઝત નથી.’

હેં! તેનું વાક્ય રેવાને સમજાયું નહીં!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK