કથા-સપ્તાહ - રેવા - (દિન-રાત -2)

આર્જવ મલક્યો. રેવાને એમાં ગજબની મોહિની વર્તાઈ.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


ના, અહીં આવતાં અગાઉ પોતે આર્જવ વિશે થોડુંઘણું જાણી રાખેલું... જુહુમાં બંગલો અને એના આઉટહાઉસમાં ઑફિસ ધરાવતા આર્જવ ખાસ તો વિદેશોમાં ટૂર્સ ગોઠવવામાં માસ્ટ૨ છે. છોગામાં બૉલીવુડના ટૉપમોસ્ટ અરિજિત સિંહથી માંડીને સૂફી ગાયક અતાઉલ્લાની કૉન્સર્ટ તે ઑર્ગેનાઇઝ કરતા હોવાનું જાણીને રેવાએ તેની મુલાકાત માટે પ્રયત્ન આદર્યોï હતો. આર્જવ ત્રીસેક વરસનો જુવાન હોવાની માહિતી હતી, પણ દેખાવમાં તે આટલો ચાર્મિંગ હશે એની કલ્પના નહોતી. કોઈ પુરુષ આટલો સોહામણો હોઈ શકે! પાછો અત્યંત સૌજન્યશીલ. મારા માટે કૉફી-સૅન્ડવીચ મગાવ્યાં. ઑફિસના છ જણના સ્ટાફ પ્રત્યે તુમાખી કે તોછડાઈ નહીં. સતત રણકતા રહેતા મોબાઇલની વ્યસ્તતા વચ્ચે પણ ધ્યાનથી મને સાંભળી... વખાણી!

‘તારો પાસપોર્ટ તૈયાર છે રેવા?’

‘જી!’ રેવાનું હૈયું ધડકી ગયું, ‘હા, બે વર્ષ અગાઉ પપ્પા અમને દુબઈ ફરવા લઈ ગયેલા...’

‘ફાઇન.’ આર્જવનું સ્મિત પહોળું થયું, ‘હવે અમેરિકાની તૈયારી કર. બે મહિના પછી અતાઉલ્લા ખાનની કૉન્સર્ટ્સ ત્યાં ગોઠવી છે. એમાં લતાજીનાં ગીતો તારે ગાવાનાં. દોઢ મહિનાનું રોકાણ અને એક પ્રોગ્રામના ત્રીસ હજાર રૂપિયા પેટે કુલ વીસ કૉન્સર્ટ્સના છ લાખ સમથિંગનો પુરસ્કાર ફાવશે? ’

રેવા બઘવાઈ. ના, પોતાની ટૅલન્ટ જોતાં ક્યારેક તો આવી પળ આવવાની જ હતી, પણ એ સાચે જ આવી ત્યારે અવાક થઈ જવાયું.

પહેલો ચાન્સ એય વિદેશની ધરતી પર! એ પણ આજની જનરેશનમાં ખૂબ પ્રિય એવા સૂફી ગાયક અતાઉલ્લા ખાન સાથે! લુધિયાણા-બેઝ્ડ સિંગર પાછલાં છ-સાત વરસથી સંગીતનું માર્કેટ ગજવી રહ્યો છે. ઊંચી રેન્જ ધરાવતો ૩૦-૩૨ વરસનો ગાયક યુટ્યુબ વિડિયોઝમાં બહુ ફ્રેન્ડ્લી લાગ્યો છે... તેની સાથે ગાવાની મજા જ આવવાની!

‘તારી વીઝા-પ્રોસેસ શરૂ કરી દઈએ. અતાઉલ્લા જોકે બહુ ઓછો સમય મુંબઈ રહેતો હોય છે, પણ જવાના પખવાડિયા પહેલાં આખું ગ્રુપ ભેગું મળીને રિહર્સલ કરશે. તું ત્યાં સુધીમાં પર્ફેક્ટ થઈ જા, જૉબ છોડીને રિહર્સલમાં લાગી જા...’

‘જી...’ આભાર માનીને રેવા બહાર નીકળી. એકલા પડીને પહેલાં તો ઘરે ફોન કરવો હતો, રૂમ પર જઈને લાવણ્યાને ખબર દેવા હતા ત્યાં...

પીઠ પાછળ પડતી તાળીએ રેવા આઉટહાઉસના છેલ્લે પગથિયે અટકી, ઊલટી ફરી. જોયું તો આર્જવનો પ્યુન!

રેવા રોકાતાં ૧૭-૧૮ વરસનો એ છોકરો હોંશભેર દોડી આવ્યો અને રેવાના હાથમાં કાપલી થમાવી. એમાં લખ્યું હતું : તમે બહુ સ૨સ ગાઓ છો!

રેવાને ખ્યાલ આવ્યો કે પોતે આર્જવને ઑડિશન દઈ રહી હતી ત્યારે આ છોકરો ખાલી મગ-પ્લેટ લેવા આવેલો... તેણે મને સાંભળી અને તેની આ પ્રતિક્રિયા!

‘થૅન્ક યુ. શું નામ તારું?’

તેણે ગજવામાંથી પેન કાઢીને કાગળ પર લખ્યું - અક્ષ!

‘અરે, પણ તું લખે છે કે...મ...’ પૂછતાં રેવાને ઝબકારો થયો. ઝંખવાતા અક્ષે એની જાણે પૂર્તિ કરી : છોકરો

ગૂંગો છે!

‘જન્મથી?’

તેણે ડોક ધુણાવી - હા.

રેવાએ હેતથી તેના માથે હાથ ફેરવ્યો. જન્મથી બોલી ન શકનારો પોતાના ગાયનની તારીફ કરે એ આર્શીવાદ સમાન લાગ્યું રેવાને!

ત્યારે તો મારી પ્રથમ ફૉરેન-ટૂર લાજવાબ રહેવાની! - ખરેખર શું થવાનું હતું એની તેને ક્યાં ખબર હતી?

€ € €

‘આઇ ઍમ ઇન હેવન!’ રેવાએ લાવણ્યા સાથે ફેરફુદરડી માંડી. હજી બપોરે આર્જવે પાઠવેલા પ્રસ્તાવનો ખુમાર ઓસર્યો નથી.

કૉલ-સેન્ટર જવા તૈયાર થયેલી લાવણ્યા રેવાના હરખે બોલી પડી, ‘સો યુ એન્જૉય્ડ સેક્સ!

રેવા ધરતી પર. હેં! શું કહ્યું?

લાવણ્યાને જાત પર ગુસ્સો ચડ્યો : મારા મગજમાંથી કેમ સેક્સ હટતું નથી! છોકરીને સ્વર્ગમાં હોવાની અનૂભૂતિ સેક્સ થકી જ થાય એ જરૂરી નથી અને રેવા જેવી મૂલ્યનિષ્ઠ યુવતી માટે તો એ લગ્ન વિના સંભવ પણ નથી... તેણે વાળી લીધું,  ‘મારો મતલબ એ કે લગ્ન કરીને સુહાગરાત ઊજવી હોય એવી ઉત્તેજિત જણાય છે તું.’

‘ઓહ!’ રેવાએ પણ હસી નાખ્યું. ‘ખુશખબરી એ છે લાવણ્યા કે...’

€ € €

‘અરે વાહ!’ અમેરિકાની ટૂર વિશે જાણીને લાવણ્યાનાં નેત્રો પહોળાં થયાં : રેવા અમેરિકા જવાની!

‘આર્જવ મહેતા જેવા પારખુ ઝવેરી છે ત્યાં સુધી હીરાએ ફિકર કરવાની જરૂર નથી.’

ટૂર-આયોજક આર્જવ મહેતા વિશે કંઈ પણ કહેતાં રેવા કેવી ભાવુક બની જાય છે... જોકે આમાં પણ સેક્સ નહીં હોય!

માથું ખંખેરીને લાવણ્યાએ રેવાને અભિનંદન આપ્યાં : કૉન્ગ્રેટ્સ! બાકીનું મનમાં ઉચ્ચાર્યું : આદિલના ખાતામાં વારસો જમા થાય કે પરણીને હનીમૂન માટે અમેરિકા જઈ રેવાની એકાદ કૉન્સર્ટમાં સજોડે હાજરી પુરાવું તો સરપ્રાઇઝ રેવા માટે કેવી રહે!

‘અરે, આ શું?’

રેવાના સહેજ તીણાશભર્યા સાદે ખ્વાબનો ગુબ્બારો ફુલાવતી લાવણ્યા ઝબકી. જોયું તો રેવા દીવાનખંડના સોફા આગળ ફર્શ પર પડેલું સિગારેટનું ઠૂંઠું ઉઠાવતી દેખાઈ.

આદિલને સ્મોકિંગની ટેવ છે. આમ તો હું તેના આગમનની નિશાનીઓ મિટાવી દેતી હોઉં છું, આજે જાણે કેમ ઠૂંઠું રહી ગયું! લાવણ્યાએ હોઠ કરડ્યો. રેવા જાણે છે કે હું સ્મોક નથી કરતી એટલે ઊંડી પૂછપરછ કરવાની!

તેનો પડઘો પાડતી હોય એમ રેવા લાવણ્યા તરફ ફરી, ‘તેં સ્મોકિંગ શરૂ કર્યું લાવણ્યા?’

લાવણ્યાને થયું કે રેવાના અનુમાનને સ્વીકારી લેવાથી મામલો ટૂંકમાં પતશે... તેણે ડોક ધુણાવી, ‘હા યાર, કભી-કભી પી લેતી હૂં.’

‘વેરી બૅડ!’ રેવાએ નારાજગી જતાવી. ‘શરીરને નુકસાન કરે એવી આદત કેળવવી જ શું કામ જોઈએ?’ ઠપકાભેર બોલીને રોષથી ઠૂંઠાનો ઘા કરવા જતી રેવા છેલ્લી ઘડીએ અટકી, ધ્યાનથી ઠૂંઠું નિહાળ્યું.

અહં, સિગારેટ લાવણ્યાએ પીધી હોત તો આ ટુકડા પર તેની લિપસ્ટિકનો ડાઘ હોત. લાવણ્યા ઘરે પણ અપટુડેટ રહેતી હોય છે. તેના હોઠે લિપસ્ટિક હોવાની જ, જે આ ઠૂંઠા પર નથી... મતલબ, સિગારેટ લાવણ્યાએ તો નથી જ પીધી અને તોય તે સહજતાથી આરોપ સ્વીકારે છે!

સ્ત્રી આ પ્રકારનું જૂઠ કેવળ પોતાના મનના માનેલા ખાતર જ બોલી શકે! તો શું લાવણ્યા કોઈના પ્રેમમાં છે? તે પુરુષ આ ફ્લૅટમાં આવતો-જતો હશે? એક તો ફ્લોરના બાકીના ફ્લૅટ બંધ છે. એ હિસાબે એકાંતની મોકળાશમાં પ્રેમી પંખીડાંઓ બહેકી તો નહીં જતાં હોયને... જોને, આજે લાવણ્યા કેવું બોલી

ગઈ - સો યુ એન્જૉય્ડ સેક્સ! સમાગમથી તેને આવી ખુશી મળતી હશે તો જ તે આમ બોલી હોયને!

બીજું કોઈ હોત તો રેવાને અરુચિ થાત, ૫ણ લાવણ્યા સાથે જીવ હળી ગયેલો. તેની મહેચ્છા, પાત્ર-પસંદગીના ધોરણથી પોતે અજાણ નહોતી એટલે ઊલટી ચિંતા જાગી : એ પુરુષ સાચે જ અમીર હશે? પણ એવું હોય તો લાવણ્યા મારાથી વાત છુપાવે શું કામ? એમ તો સ્પોર્ટી છે. તેની સરખામણીએ મને પરિવારનો સ્નેહ મYયો એની કદી તેણે ઈર્ષા નથી જતાવી. કોઈની સાથે શારીરિક મર્યાદા વળોટી હોય તો એ ખુલ્લેઆમ કબૂલવાની બોલ્ડનેસ પણ તેનામાં છે... અને છતાં તે મારાથી છાનું રાખે એમાં કંઈક ગલત હોવાની શંકા જ ગંધાય છે મને તો!

અહં, લાવણ્યા સાથે કંઈ પણ ખોટું તો થવા જ કેમ દેવાય? રેવાએ નિર્ધાર કર્યો - હું થવા નહીં દઉં!

પોતાની તારવણી રેવાએ જતાવી નહીં. લાવણ્યા પણ કિસ્સો ખતમ થયાનું માનીને કામે જવાની નીકળી ગઈ.

€ € €

‘ઘર આયા મેરા ૫૨દેસી...’ રેવા રિહર્સલ્ા ક૨ી ૨હી. આર્જવ મુગ્ધતાથી તેને નિહાળી રહ્યો.

વીત્યા આ મહિનામાં રેવાની દુનિયાની બદલાઈ હતી અને એવો જ બદલાવ આર્જવે પોતાના ભાવવિશ્વમાં અનુભવ્યો હતો.

અમેરિકાની ટૂરનાં રિહર્સલ્સ માટે રેવાએ મ્યુઝિક-કંપનીની નોકરી છોડી ત્યાર પછી તેનો આખો દિવસ આર્જવના બંગલે, પહેલા માળના મ્યુઝિકરૂમમાં વીતતો.

‘મને તો હતું કે રિહર્સલ્સ માટે કોઈ સ્ટુડિયોમાં જવાનું હશે... એને બદલે તમે તો ઘરમાં જ સ્ટુડિયો સર્જી દીધો છે.’

પહેલે દિવસે આર્જવ ખુદ રેવાને મ્યુઝિકરૂમમાં લઈ ગયો ત્યારે ત્યાંની અદ્યતન સિસ્ટમ જોઈને રેવા પ્રભાવિત બનેલી. શોનો ઑર્ગેનાઇઝર સિંગરને રિહર્સલ્સની સવલત આપે એ બિઝનેસ-નીડ ગણાતી હશે; પરંતુ મારા જેવી બિનઅનુભવીને જાતે બધું સમજાવે, મારી મહેમાનગતિનો ખ્યાલ કરે એમાં આર્જવની સજ્જનતા જ પડઘાય છે. ક્યાંય એનો અણછાજતો લાભ લેવાની ચેષ્ટા નહીં. આર્જવ એવા છે જ નહીં. ‘કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમને કારણે સાજિંદાઓની જરૂર નહીં રહે. અક્ષ તમારી જોડે રહેશે. તે અમારો

એક્સપર્ટ છે.’

ત્યારે જાણ્યું કે જન્મથી મૂક છોકરાને આર્જવે કેટલા હેતથી જાળવી જાણ્યો છે. સહેવાસ વધતો ગયો એમ આર્જવ અનાયાસ ઊઘડતો ગયેલો. ‘કેટલાક સંબંધ કોઈક જન્મના •ણાનુબંધે બંધાતા હશે રેવા... આ અમીરી તો પાછલાં

છ-સાત વર્ષોમાં મેં ભેગી કરી. એ પહેલાં અમે ખારદાંડાની ચાલીમાં રહેતા. હાલત એવી સધ્ધર નહીં છતાં ખાનદાની કહેવાઈએ એટલે પિતાના ગયા બાદ પણ મારી નંદુબા ઘરે ચાકર રાખવાની પ્રથા નિભાવતી રહેલી. અમારા ડાંગના ગામથી આવેલું દંપતી ઘરનાં નાનાં-મોટાં કામ કરે, બદલામાં બે ટંકનું ભોજન અને રસોડામાં સૂવાની સવલતથી વધુ કંઈ બા દઈ ન શકે; પરંતુ વર-બૈરીને એવી અપેક્ષા પણ નહીં. મનુચાચા સબ્ઝી-તરકારી લાવવા જેવા બહારનાં કામ પતાવે, દયાચાચી મારી બાને પાણીનું પ્યાલું પણ ભરવા ન દે... અક્ષ તેમનો જ દીકરો.’

રેવા અહોભાવથી સાંભળી રહેલી.

‘જોકે દીકરો ગૂંગો હોવાનું જાણીને મનુચાચા-દયાચાચી ભાંગી પડેલાં. ત્યારે મારી બાએ ધીરજ બંધાવી હતી : છોકરાને વાચા નથી તો શું થયું, તેના હૃદયમાં ધબકાર છે એ ઓછું છે?’

સત્ય વિધાન! સંતાન જીવે છે એનાથી વિશેષ સુખ શું હોય માતવર માટે? કહેવું પડે નંદુબાની કુનેહનું.

‘એકલી પડતી ત્યારે બા મને કહેતી : અક્ષની જવાબદારી તારી હં આર્જવ. મને ક્યાં એનો વાંધો હતો! અક્ષના જન્મ સમયે હું ૧૨-૧૩ વરસનો હોઈશ. ત્યારથી તેનો હવાલો મેં જ સંભાYયો છે. તેનેય મારી એટલી જ માયા.’ આર્જવનું ગૌરવ રણઝણતું. પછી એમાં ઉદાસી ભળતી, ‘ભણવામાં હું હોશિયાર હતો, સંગીતનો મને બચપણથી શોખ. બા કદી અમારા પૂર્વજોની જાહોજલાલીના કિસ્સા કહેતી ને મારા જિગરમાં ઇરાદો ઘૂંટાતો કે ફરી આવી શાન મેળવીને મારે બાને ખુશ કરી દેવી છે! ભડભડતી મહkવાકાંક્ષાને પછી માની બીમારીનું બહાનું મળ્યું.’ આર્જવે સાદ ખંખેરવો પડ્યો,

‘નાવણિયામાં પડી જતાં માને ટ્યુમર થયું. ફાઇવસ્ટાર હૉસ્પિટલની ટ્રીટમેન્ટ કરાવી શકવાની સ્થિતિ ક્યાં હતી. સરકારી દવાખાનામાં પૂરતી સારવારના અભાવે બાએ દમ તોડ્યો, પણ એ પળે ગાંંઠ વાળી કે બે વરસમાં આ શહેરમાં મારો બંગલો ન કરું તો હું મારી માનો દીકરો નહીં!’

આવેશથી તપી જતા આર્જવનો પહોંચો દબાવતી રેવા તેનું ધ્યાન ફંટાવા પૂછતી, ‘પણ તમને આ લાઇન ક્યાંથી મળી?’

‘મન હોય તો બધો મેળ પડી જાય...’ પોતાનો જવાબ ઉડાઉ લાગ્યાનું અનુભવાતું હોય એમ આર્જવ વિના પૂછ્યે ઉમેરતો, ‘સંગીતનો મને શોખ. એ ક્ષેત્રનો ખંતથી અભ્યાસ કર્યો. ચાલની રૂમ કાઢીને પહેલી જ કૉન્સર્ટ લીડ સિંગરની યોજી. ઍન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટરી.’

રેવા સેલ્ફ-મેડ મૅનને પ્રશસ્તિપૂર્વક નિહાળી રહેલી.

‘બંગલે આવ્યાનાં બેએક વરસમાં અક્ષના પેરન્ટ્સનો પણ દેહાંત થયો... અક્ષ ટેન્થ સુધી ભણ્યો પણ ખરો, પરંતુ પછી અભ્યાસ છોડી દીધો - તમારી ચાકરી એ જ મારો ધર્મ! બેશક, તેના નિર્ણયને હું યોગ્ય નથી માનતો, પણ મારું એક વેણ ન ઉથાપનારો આ મામલે મને પણ નથી ગાંઠતો એ કેવી અનેરી સ્વામીભક્તિ! ’

રેવાએ ધન્યતા અનુભવેલી.

‘અક્ષ બંગલાની દેખરેખ રાખે, મારા મહેમાનોની આવભગત કરે, મારા શેડ્યુલથી તે માહિતગાર હોય અને મૂડથી તો સૌથી વિશેષ...’

આર્જવનું આ ગૌરવ રેવાએ અક્ષ સાથે વહેંચતાં તે મલકેલો : માલિકનું ધ્યાન તો મારે જ રાખવાનું હોયને. ઘણું કહું છું તેમને કે હવે માલ્કિન લઈ આવો, પણ માને એ બીજા!

શરૂમાં અક્ષે લખીને સમજાવવું પડતું. હવે તો રેવાને પણ તેની સાઇન-લૅન્ગ્વેજ સમજાતી થઈ ગઈ છે.

‘ઘણી છોકરીઓ મારા માલિકને દાણા નાખી ચૂકી છે, પણ માલિક એમ ભોળવાય એવા પણ નથી હોં.’ અક્ષને રેવા સાથે ગોઠી ગયેલું. રિહર્સલના વિરામ દરમ્યાન તે ખૂલીને વાતો કરતો એમાં તેનો માલિક પરત્વેનો ભાવ ઉજાગર થતો, રેવા માટેનું માન તરવરતું.

‘જોકે માલિકને દૌલતની ઝાકઝમાળથી અંજાતી કન્યા નહીં પણ ઘરસંસારને પ્રણયથી મહેકાવે એવી ગુણવંતી નાર જ શોભે.’ અક્ષ ઉમેરતો, ‘તમારા જેવી.’

તેની સાઇન-લૅન્ગ્વેજના સ્મ૨ણે રેવાને અત્યારે પણ શ૨માવી દીધી. આર્જવને કંઈ-કંઈ થઈ ગયું.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK