કથા-સપ્તાહ - રાજા-રાણી (દરિયાકિનારે એક બંગલો... : 5)

‘આ ઘડીનો તો મને ઇન્તેજાર હતો.’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


જી રાત્રે મુંબઈના ઘરમાં સિમરન આલોકને કહી રહી છે, ‘વિધવા થયાનો દેખાવ રચીને હું થાકી ગઈ. આવ, તારા જોશથી મને તાર-તાર કરી મૂક!’

આમ જુઓ તો અતિશય હેક્ટિક રહ્યા હતા વીત્યા દિવસો.

નક્કી કર્યા પ્રમાણે આલોક સોમની બપોરે ડ્યુટી પર હાજર થયો ત્યાં સુધીમાં સિમરને ‘આશ્રયનો ફોન નથી લાગતો’ની બુમરાણ આડોશપાડોશમાં મચાવી મૂકેલી. પછી તો દમણ પોલીસનો જ ફોન આવ્યો : અહીં એક દુર્ઘટના થઈ છે, જલદી આવો...

ફટાફટ ડ્રાઇવરને લઈને નીકળી જવાનો દેખાવ રચી પોતે અભિનયમાં કચાશ નહોતી છોડી. બંગલાને ભસ્મીભૂત જોઈને દર્શાવેલો આઘાત એવો ચોટદાર હતો કે આ વિશે કશું સાંભળ્યું ન હોય, કલ્પનામાં પણ ન હોય!

‘અત્યારે તો એવું લાગે છે કે ગૅસની લાઇનમાં લીકેજ હશે અને ચૂલો સળગાવવા જતાં ધડાકાભેર લાગેલી આગે સર્વ કંઈ વેરણછેરણ કરી મૂક્યું...’ આમ કહેતા પોલીસ-ઇન્સ્પેક્ટરને હચમચાવીને સિમરને પૂછ્યું હતું, ‘મારો આશ્રય ક્યાં?’

‘ધૅટ્સ ધ પઝલ.’ ઇન્સ્પેક્ટર ગોહિલે ખભા ઉલાળ્યા હતા, ‘સો ફાર અમને કોઈ બૉડીના અવશેષ મળ્યા નથી. બટ ઍઝ યુ કૅન સી, ધડાકા એટલા પ્રબળ હતા કે ઘણું ફર્નિચર ઊડીને દૂર સુધી ફંગોળાયું છે. સંભવ છે કે આશ્રયની લાશ પણ હવામાં ઊછળી પાછળ વહેતા સમંદરમાં ફંગોળાઈ હોય...’

આનો જરાતરા ખટકો રહી ગયો સિમરનને. આશ્રયના અવશેષ રહેત તો તેના મૃત્યુ પર મહોર તો લાગી જાત, પણ લાશ આમ ફંગોળાશે એવું કોણે ધાર્યું હોય?

‘આપણને એની જરૂર પણ શું છે?’ આલોકે સમય કાઢીને તેના ફોનમાં ફોટો બતાવેલા, ‘જો આશ્રયને માર્યા પછી તેના મૃતદેહના ફોટો મેં પુરાવારૂપે રાખી મૂક્યા છે.’

ખુલ્લી આંખે નિશ્ચેતન પડેલા આશ્રયની તસવીર નિહાળીને કંપી જવાયેલું, પણ પછી લાશ ન મળ્યાની પરવા રહી નહોતી.

પંચનામું થયું. સગાંસ્નેહીઓ, સ્ટાફ દોડી આવ્યાં એમાં સિફતથી અલીબક્ષની પ્રૉપર્ટી ખરીદવાનું અમને ફળ્યું નહીં એવું સિમરન મોઘમ બોલી જતી એથી જોઈતાં વમળો પણ સર્જા‍યાં. લોકો કહી જતા - ત્યારે તો આ અકસ્માત ન પણ હોય. બીજાની થયેલી પ્રૉપર્ટી દાણચોર કે તેના સાગરીતોએ સળગાવી દીધી! અખબારના સમાચારમાં પણ આ ઍન્ગલની નોંધ લેવાઈ... ઑલ વેન્ટ વેલ, પણ અત્યંત તાણ-દુખ દર્શાવીને સિમરન કંટાળી હતી.

‘મારું ઘર એમ જ રેઢું મૂકીને આવી છું સાહેબ, બે દિવસ મુંબઈ જઈ આવું. કંઈ નવું ડેવલપમેન્ટ થાય તો જસ્ટ કૉલ મી.’

કર્ટ્સી ખાતર ઇન્સ્પેક્ટરને મળીને સિમરન સાંજે દમણથી નીકળી હતી. ઘરે આવીને પોતે પાડોશીઓ માટે રડવાનો ડ્રામા કર્યો, સૌની સહાનુભૂતિ જીતી. સૌના ગયા પછી કારની ચાવી આપવા આવેલો ડ્રાઇવર ઘરે જ રોકાયો એ કોણે જાણ્યું!

આલોકે દરવાજાનું લૉક ચડાવતાં જ સિમરન બાઝી : હવે જલદીથી મારી પ્યાસ બુઝાવી દે માય લવ!

આલોકે પણ દેર ન કરી. સિમરનના હોઠો પર હોઠ મૂકીને તેને એવી જકડી કે આવેશનો અગ્નિ જાણે પ્રગટ્યો. એ જ હાલતમાં તેને બેડરૂમમાં લઈ જઈને પલંગ પર મૂકી. પછી અળગો થયો :

જસ્ટ કમિંગ!

આજે જરૂર તે કંઈ નવતર કરવાનો! ત્રીજી મિનિટે તેણે દેખા દીધી ત્યાં સુધીમાં તો કંઈક કામુક કલ્પનાઓ પંપાળી લીધી સિમરને.

પણ આ શું? આલોક આ દોરડું શાનું લઈ આવ્યો?

સિમરનને કંઈ સમજાય એ પહેલાં આલોક તેના પર ચડી બેઠો, પલંગના બે ખૂણે તેના હાથ બાંધ્યા ને સિમરન ઉત્તેજનાથી ફફડી : ઓહ, તું મારા પર રેપ કરવાનો!

જવાબ વાળ્યા વિના આલોકે તેના પગ પણ બાંધ્યા, મોં પર ટેપ મારવા ગયો ત્યારે સિમરને આનાકાની કરી : યાર, મને તારા આક્રમણની ચીસો પાડવાની તો મજા લેવા દે!

‘સૉરી ડાર્લિંગ...’ આલોકે હોઠો પર ટેપ ચોંટાડી. ફટાફટ તેનાં વસ્ત્રો સરકાવ્યાં. સંપૂર્ણ નર્વિસ્ત્ર દશામાં પલંગ પર ચત્તીપાટ બંધાયેલી સિમરનનાં અંગ ઉત્તેજનાથી થરથરતાં હતાં, પણ આ શું? આટલું કરીને આલોક અદબ વાળીને ઊભો કેમ રહ્યો છે?

અને...

રૂમના ખુલ્લા દરવાજા આગળ એક ઓળો દેખાયો. વળતી પળે અંદર પ્રવેશતી વ્યક્તિને નિહાળીને સિમરનનાં નેત્રો પહોળાં થયાં. તેણે આલોક તરફ નજર ફેંકી. જાણે કહેતી-પૂછતી હતી : આ તો... આ તો.. માથેરાનના બંગલાના કૅરટેકર ચાચા! તે અહીં શું કરે છે? તારો જોડીદાર થઈને આવ્યો છે - મારા પર બળાત્કાર કરવા? તું લાવ્યો તો આવા બુઢ્ઢાને!

‘હજી એક વ્યક્તિ આવવાની બાકી છે...’

ચાચા આટલું કહે છે ને તેણે દેખા દીધી. ઉત્સુકતાથી નજર દોડાવતી સિમરન બંધનમાં ન હોત તો ચીસ નાખીને બેઠી થઈ ગઈ હોત... તેના ગળાની નસ તો ચીસ નાખવાના જોરમાં ફાટી જવાની હદે ફૂલી ગઈ : આ...શ્ર...ય!

સિરમને ઝટકાભેર ડોક આલોક તરફ ઘુમાવી. વૉટ ધ હેલ ઇઝ ધીસ! 

‘ઑલ ફિનિશ્ડ સિમરન.’ આલોકે કહેવું પડ્યું, ‘આશ્રયને આપણા આડા સંબંધની જાણ થઈ ચૂકેલી. આપણે માથેરાનના બંગલામાં આશ્રયના નામે પતિ-પત્ની બનીને રહ્યાં એના કૅરટેકર ચાચા બીજું કોઈ નહીં, ખુદ અલીબક્ષ નીકળ્યા.’

હેં.

‘ક્યારેય નહીં ને આ હરાજીએ અલીબક્ષ દમણ આવવાના થયા એ વળી બીજો જોગાનુજોગ. પ્રૉપર્ટી વેચાય એમાં તેમને રસ હતો, ખરીદનારને અભિનંદન આપવા બંગલે જવાનો તેમનો નિર્ધાર આપણને ભારે પડ્યો સિમરન. ભળતા જ આશ્રયને નિહાળીને અલીબક્ષ સમક્ષ આપણો આડો સંબંધ ખૂલી ગયો. બંગલેથી જતી વેળા તે મને ડ્રાઇવર તરીકે જોતા ગયા. આપણે એ મુલાકાતથી અજાણ રહ્યા એ ત્રીજો જોગાનુજોગ.’

સિમરનની છાતી હાંફતી હતી. આશ્રયની આંખોમાંથી વરસતા અંગારા દઝાડતા હતા. પોતે છુટ્ટી હોત, બોલી શકતી હોત તો સ્ત્રીયાચરિત્ર અજમાવી રડી-કરગરીને તેને પીગાળ્યો હોત; અરે, આલોકે બદચલની આચરી હોવાનું કહીને તેના પર દોષારોપણ કર્યું હોત; પણ હાય રે, આવું કંઈ જ થઈ શકવાનું નહીં! 

‘એક બાજુ ડ્રાઇવર સાથે તારો આડો સંબંધ ને બીજી બાજુ દાણચોરની મિલકત ખરીદવા પતિને ઉશ્કેરણી - આ વિશે જાણ્યું ત્યારથી મગજમાં ટિક-ટિક થતું હતું કે આ માત્ર જોગાનુજોગ ન હોઈ શકે...’ અલીબક્ષે વાત ઉપાડી, ‘ધારો કે તમારે આડો સંબંધ સીધો કરવો હોય તો આશ્રયનું પત્તું કાપવું પડે. દમણનો બંગલો લીધા પછી તેની હત્યા દાણચોરે કર્યાનું ગાણું ગાઈ શકાય એવી તમારી ગણતરી મારા જેવા અનુભવીથી શાની છૂપી રહે! જોખમનો ખ્યાલ આવતાં તરત તો મેં મારા જૂના સાથી યાકુબને આશ્રયની સુરક્ષામાં માણસો જોતરી દેવા કહ્યું. પછી થયું કે આશ્રય ખુદને પણ ચેતવી દેવો ઘટે. એટલે સાંજે જાતે જઈને તેને મળ્યો.’

‘એક સમયના દાણચોરે મને પત્ની વિરુદ્ધ ભડકાવવાનું કારણ ન હોય... તેની સચ્ચાઈનું સબૂત પરોઢિયે આલોકના આગમને આપી દીધું...’ આશ્રયનો સ્વર ઠંડોગાર હતો.

સિમરને આલોક પર નજર ટેકવી. તેણે કહેવું પડ્યું, ‘તારું અનુમાન સાચું છે સિમરન. હું આશ્રયની રૂમમાં દાખલ થયો ત્યાં સુધી બધું બરાબર હતું, પણ પછી...’

આલોક સમક્ષ દૃશ્ય ઊપસ્યું.

€ € €

નાઇટ-લૅમ્પના અજવાશમાં ચૂપકેથી રૂમમાં દાખલ થઈને આલોક આશ્રયના પલંગ નજીક પહોંચ્યો. કાંડામાં તાકાત ભરીને તે આશ્રયની ગરદન તરફ લઈ જાય છે કે ટ્યુબલાઇટના ઝળહળાટે કંપાવી દીધો. એવી જ આશ્રયે આંખ ખોલતાં હળવી ચીસ સરી ગઈ આલોકના મોમાંથી... માથે કોઈનો હાથ પડ્યો. કેવી શયતાની એ પકડ હતી. માંડ ગરદન ઘુમાવીને જોયું તો...

‘ચા...ચા...’ માથેરાનના કૅરટેકરને ભાળ્યાની નવાઈ પ્રસરી.

‘ચાચા હું માથેરાનમાં. દમણમાં અલીબક્ષ.’

હેં. આલોકના મોતિયા મરી ગયા, જેના નામે આશ્રયને મારવાના હતા

એ જ તેને બચાવવા આવી ઊભો! ઇટ્સ ઑલ ઓવર!

€ € €

‘ધાર્યું હોત તો ત્યારે જ આલોકને પોલીસમાં આપી શક્યો હોત...’ આશ્રયે વર્તમાનમાં કડી સાંધી, ‘પણ હત્યાના પ્રયાસની થોડીસી સજામાં તમે છટકી જાઓ એ મને મંજૂર નહોતું. મેં તને, તારા દરેક તરંગને સાચા દિલથી ચાહ્યા છતાં તેં મારી જ પીઠમાં છરી ભોંકી? મારું મોત ઇચ્છનારીને મારે જીવતી શું કામ છોડવી જોઈએ?’

અલીબક્ષે પત્નીનો આડો સંબંધ ઉઘાડ્યો ત્યારે આશ્રયે હૃદયના ઊર્મિખંડમાં ધરતીકંપ અનુભવ્યો હતો. ખૂની હુમલાના બનાવે તેને પાષાણનો બનાવી દીધો : રિવેન્જથી ઓછું મને કંઈ ન ખપે!

‘અલીબક્ષે મને સાથ જાહેર કર્યો ને બસ, યોજના ઘડાઈ ગઈ.’

કેવી યોજના? સિમરન ફાટેલાં નેત્રે પૂછી રહી જાણે.

‘તારા પ્યાદાને અમે અમારા પક્ષમાં કરી લીધું...’ આશ્રય કડવું હસ્યો, ‘દરેક કૉલ વખતે અલીબક્ષની ગન આલોકના કપાળે હતી ને પઢાવેલા પોપટની જેમ તે બોલતો હતો...’

સિમરન આંખો મીંચી ગઈ. વેચાયેલી પ્રૉપર્ટી ઉડાવવામાં અલીબક્ષને વાંધો ન હોય, મારું ડ્રીમ ડેસ્ટિનેશન તહસનહસ કરવામાં આશ્રયને પણ આનંદ મળ્યો હોય. આલોક છેવટે તો પાટલીબદલુ જ નીકળ્યો... ન રાજા મારો રહ્યો, ન ગુલામ. હું રાણી શું હતી ને કેવી નિ:સહાય થઈ ગઈ? લાશના અવશેષે કેમ ન મળ્યા એ હવે સમજાય છે! આશ્રય-અલીબક્ષના ઇશારે જ આલોકે મને આમ બાંધી, દોરડું લેવા ગયો ત્યારે જ તેણે આશ્રય-અલીબક્ષને ભીતર લીધા હોય... પણ હવે શું?

‘હવે આ...’ આશ્રયે હાથમાં પકડેલું કૅન ઉપર કરતાં સિમરનની કીકીમાં ભય થીજી ગયો - ઍ...સિ...ડ!

‘આજે તારા દરેક અંગને મન ભરીને ભીંજવીશ....’ આશ્રયે આગળ આવીને કૅન થોડું નમાવ્યું ને બીજી પળે જમણા સ્તનની ચામડી તતડી ઊઠી, કાણું પડ્યું ને માંસ બળવાની ગંધ પ્રસરી ગઈ...

€ € €

‘બસ કરો, બસ કરો!’ આલોક માથું પકડીને બેસી ગયો.

અત્યંત ખોફનાક દૃશ્ય હતું. સિમરનનાં અંગો ઍસિડથી દાઝી ચૂક્યાં હતાં. ગુપ્ત ભાગમાં ઠલવાયેલા ઍસિડે સિમરનને બેહોશ બનાવી દીધેલી. રૂંધાયેલી ચીસોએ ખરેખર તો તેને મૃત્યુના દ્વારે આણી દીધી હતી. આશ્રયને એની પરવા નહોતી. અલીબક્ષ અલિપ્ત હતા, પણ આલોકથી હવે જીરવાતું નહોતું. પોતે આશ્રયનું પ્યાદું ન બન્યો હોત તો મારી પણ આવી જ હાલત હોત એ વિચાર કંપાવતો હતો.

તેના ચિત્કારે આશ્રય જાણે હોશમાં આવ્યો. આલોકને ભાળીને તેના હોઠ વંકાયા. અલીબક્ષ સાથે તારા મૈત્રક

રચાયું અને...

‘ઓકે!’ કૅન બાજુએ મૂકીને આશ્રયે આલોકના ખભા પકડીને ઊભો કર્યો‍, ‘અહીં ગૂંગળામણ થાય છે, બાલ્કની તરફ ચાલ...’ કહીને બહાર દોરી ગયો, ‘શું છે આલોક; મારી બૈરી તો બદચલન નીકળી જ, તું પણ વફાદાર ન નીવડ્યો.’ આશ્રયનાં જડબાં તંગ થયાં, ‘મારું ખૂન કરવા તું રાજી થયો...’

‘મને સિમરન સાથે મહોબત નહોતી. તેને છેહ દઈને મારે ગુલામમાંથી રાજા બનવું હતું’

‘હં. સિમરને પણ આવું જ કંઈક વિચાર્યું હશે. ખેર, તેને એની સજા મળી, હવે તને...’ આટલું કહેતાં આશ્રય એકાએક વળ્યો અને આલોકને કંઈ સમજાય કે એ પહેલાં તેના પગ ઊંચકીને સીધો બહાર ફેંક્યો.

એક ચીસ ગૂંજી, ધડામનો ધબાકો સંભળાયો ને પછી શાંતિ પ્રસરી ગઈ.

આલોકની એ આખરી ચીસ સાથે સિમરને પણ રૂમમાં ડોક ઢાળી દીધી. રાજાએ ગદારોને સજા ફ૨માવી

દીધી... હવે?

€ € €

એ રાત પછી અજાણવાટે નીકળેલો આશ્રય કોઈને દેખાયો નથી... દુનિયા તો એમ જ માને છે કે આશ્રય દમણના બ્લાસ્ટમાં માર્યો ગયેલો. એ અલીબક્ષનું જ કારસ્તાન હોવાનું ચર્ચાવા માંડે એ પહેલાં સિમરન-આલોકના અંજામની કથા ચગી. આલોક ક્યારેક સ્ટ્રિપડાન્સર રહ્યો હોવાનું ખૂલ્યું પછી તો માલકિન-ડ્રાઇવર વચ્ચેના સંબંધની કૂથલી થવા માંડી. એવું પણ સંભળાયું કે સિમરનની અઘટિત માગણીથી ત્રાસેલા આલોકે તેના પર ઍસિડ છાંટીને ખુદ આત્મહત્યા વહોરી લીધી, સારું થયું આશ્રય પત્નીનું આ રૂપ જોવા ન પામ્યો!

આજે તો એ ઘટનાને દાયકો વીતી ગયો છે. અલીબક્ષ હજીયે ક્યારેક એ ઘટના સાંભરી લે છે. રાજા-રાણી-ગુલામની જિંદગી સાથે મારા સંકળાવાનો જોગાનુજોગ તેમના જીવનપ્રવાહને કયો અંજામ આપી ગયો! ગુનાથી હું છેડો ફાડી ચૂકેલો છતાં મેં આશ્રયને કેમ સાથ આપ્યો? નથી જાણતો. કદાચ તેની સચ્ચાઈ સ્પર્શી ગઈ, તેની વેદના સ્પર્શી ગઈ. કદાચ આ જ નિયતિ હતી... આશ્રયનો પત્તો તેમને પણ નથી. બદલો લીધા પછી એનો ઘા રુઝાયો હશે એવું માની લીધું છે. શક્ય છે કે સાચું સુખ તેને સાંપડ્યું હોય તો એ જોગાનુજોગ નહીં, કુદરતની મહેર જ ગણાય! ખરુંને?

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK