કથા-સપ્તાહ - મા (સ્નેહ-સંબંધ - 5)

અગાસીની પાળી પરથી ડોકાઈને નિર્મળાબહેને ત્રીજી વાર નીચે નજર ફેંકી. કંપી જવાયું.


અન્ય ભાગ વાંચો

1  |  23  |  4  |  5 


પોતે એક સાડલો બહાર ફગાવી દીધો છે. એને લેવા જતાં પોતે અગાસીમાંથી પટકાયા એ થિયરી કોઈના પણ ગળે ઊતરવાની. બસ, હવે હામ કરીને...

તેમણે વળી નજર ફેંકી, દમ ભીડ્યો અને...

‘બસ કૂદી મરવું છે?’

નિર્મળાબહેન ભડક્યાં. સાવ નજીક આવી, બાવડું પકડીને જુસ્સાભેર બોલતાં મમતાબહેનના તેવરે ગરદન ઝૂકી ગઈ. વેવાણ ક્યારે આવી ચડ્યાં એની ગતે મને ન રહી? પણ તે મારા મરવાનું અનુમાન કેમ પામી ગયાં?

‘હિન્ટ તો તમે જ આપી ગયાં વેવાણ બદમાશને આદિલ તરીકે સંબોધીને... પછી તમારા મોબાઇલમાં તેનો ફોન આવ્યો.’

આટલું સાંભળતાં નિર્મળાબહેન થર-થર ધ્રૂજવા લાગ્યાં. મરતાં પહેલાં આ કેવી ભૂલ કરી બેઠી હું? મોબાઇલમાંથી આદિલની ડીટેલ્સ કાઢવાનું પણ ન સૂઝ્યું?

‘મને નિર્મળા માનીને પૂછતો હતો કે રાત્રે તમારી દીકરીને મોકલો છોને? અમારી આજે સુહાગરાત...’

‘બસ, વેવાણ બસ!’ નિમુબહેન તેમનાં ચરણોમાં ઢળી પડ્યાં.

€ € €

આ તે કેવી મમતા?

‘ત્યારે તો તમને વગોવનારા ખોટા નહોતા. તમારું માનસ મને થોડું-થોડું પરખાણું હતું, પણ એથી તમે દીકરીને કોઈ મવાલી દ્વારા ગભરાવશો એવી કલ્પના નહોતી થઈ. આજે તમારી જ ચાલ બૂમરૅન્ગ થઈને માથે વાગીને?’

બધું જાણીને મમતાબહેન હાંફી ગયાં.

‘દીકરી સાસરે દુખી હોય, સાસુની પજવણી હોય તો તેને અલગ કરવા મા પેંતરો રચે એ હજી સમજાય; પણ તમે તો દીકરીના સુખમાં અગ્નિ ચાંપવા જેવું કર્યું! મને કહો, તમે આમાં મૌનવીનું કયું સુખ જોયું? ના, તમે તમારું ઘડપણ સાચવવાનો સ્વાર્થ જોયો.’

તેમનો શબ્દેશબ્દ મીઠામાં ઝબોળેલા ચાબુક જેવો હતો.

‘તમે દીકરાને માથી જુદો કર્યો એ જાણ્યું ત્યારથી હું મારાં દીકરા-વહુ બાબત સચેત રહેતી. મૌનવી પાછળ ગુંડો પડ્યો એમાં મેં કુદરત-સંજોગને દોષી માન્યાં. અરેરેરે, જનેતા થઈ તમારો જીવ કેમ ચાલ્યો એક મવાલી સાથે દીકરીની છેડતી કરવાની ડીલ કરતાં? પોતાનો કક્કો ખરો કરવા સ્ત્રી ગમે એ હદે જઈ શકે, પણ મા?’

નિર્મળાબહેને ધ્રુસકું નાખ્યું.

‘તમે તો માતૃત્વની વ્યાખ્યા જ બદલી કાઢી.’

‘બધો તેની માની કેળવણીનો પ્રતાપ છે.’ અમૂલખના પ્રવેશે મમતાબહેન અદબમાં આવ્યાં, નિર્મળાબહેને અશ્રુ લૂછ્યાં.

શરબત બનાવવા ગયેલાં

પત્ની-વેવાણને આવતાં વાર થઈ એટલે ભાળ કાઢવા આવેલા અમૂલખે મમતાબહેનને ટેરેસ પર જતાં જોયાં. પત્ની પણ ત્યાં જ હોવાના અનુમાન સાથે ઉપર આવ્યા. પછી જે સાંભળવા મળ્યું એ પત્ની પ્રત્યે લાગણીશૂન્યતા જ જન્માવી શકે.

‘નિમુની માએ કદી દીકરીને સ્નેહ-સમર્પણના પાઠ ભણાવ્યા નહીં. નિમુ આજે પણ સત્તામાં સુખ માને છે અને એ માન્યતા તેને દીકરીને સાસુથી અલગ કરવા પ્રેરે છે, પણ આ રસ્તે નિમુ?’

નિર્મળાબહેન શું બોલે?

‘આ તો ઠીક, આદિલની મતિ ભ્રમ થતાં તારો દાવ ખુલ્લો પડ્યો, નહીંતર અમે તો એવા જ ભ્રમમાં રહેત કે એક ગુંડાને કારણે દીકરી-જમાઈએ માળો બદલવો પડ્યો - જેમાં મમતાબહેનનું સ્થાન ન હોત, જેમ મારાં દેવકોરબાનું આપણા આ ઘરમાં નહોતું.’

દામ્પત્યનો કોહવાટ ઊભરાઈ આવ્યો. વરસોનાં જાળાં ઉલેચાઈ રહ્યાં હતાં. આજે પોતાનું રૂપ કેવું બિહામણું લાગ્યું નિર્મળાબહેનને!

મમતાબહેન જરાતરા સંકોચ પામ્યાં. પ્રભુનો પાડ કે અમૂલખભાઈ મૌનવીના ઉછેર બાબત પત્નીને ગાંઠ્યા નહીં! એમ મૌનવીનાં નેત્રોમાં માની છબિ જાળવી એનાથી વધુ સ્નેહ-સમર્પણ શું હોય? નિર્મળાબહેનને એય ન સ્પર્શતું હોય તો તે કેવું આવરણ ઓઢી બેઠાં

આખી જિંદગી!

‘મારી કરણીએ મારી આંખો ખોલી દીધી છે અમૂલખ. એટલે તમારી ફરિયાદો પરખાય છે, મારી માતાનો સમજદોષ આજે સુપેરે સમજાય છે... તમને, તમારાં માને થયેલો અન્યાય તો હું સુધારી શકું એમ નથી, પણ દીકરીને દોજખમાંથી ઉગારવાનું મારા હાથમાં છે - મારું મૃત્યુ!’

તેમના વદન પર તેજ

ઝળહળી ઊઠ્યું.

‘મારો રસ્તો, મારી સોચ બેશક ગલત હતી; પણ દીકરી પ્રત્યેના મારા હેતમાં શંકા ન કરશો. મેં એ જ વિચાર્યું, એ જ કર્યું જેને હું યોગ્ય માનતી આવી હતી. માના દૃãક્ટકોણમાં કઈ દીકરી સંદેહ કરે? મારાથી પણ ન થયો, એ કદાચ મારી ભૂલ...’

અમૂલખભાઈ-મમતાબહેન સાંભળી રહ્યાં.

‘સંસારનાં સૂત્રો મારા હસ્તક રાખવાની મગરૂરી પોષતી વેળા મને અમૂલખનું દદર્‍ કે દેવીમાનાં અશ્રુ કદી કનડ્યાં નહીં. આજની ઠોકરે મને મારી એ છબિની બીક લાગે છે. અંત:કરણપૂર્વક તમારી ક્ષમા માગું છું, માની ભૂલ બદલ કાન પકડું છું. બસ, હવે મને રજા આપો.’

અચાનક ઊલટા ફરીને પડતું મૂકવા જતાં નિર્મળાબહેનને મમતાબહેન-અમૂલખે પકડી ન લીધાં હોત તો...

‘આત્મહત્યા સમસ્યાનો ઉકેલ નથી નિર્મળાબહેન...’ મમતાબહેન બોલી ઊઠ્યાં, ‘માતાએ તો દીકરીના જોખમ સામે ઝઝૂમવાનું હોય. મૌનવીમાં તો આનો દાખલો બેસાડવાની જરૂર છે.’

એ કઈ રીતે?

€ € €

કલાક પછી હોટેલના રૂમના દરવાજે ટકોરા પડતાં આદિલ હળવું ચોંક્યો, ગંદું મુસ્કુરાયો : મૌનવી આવી ગઈ! પણ આટલી વહેલી?

દરવાજો ખોલતાં નિર્મળાબહેન ધસી આવ્યાં, ‘વાયદા પ્રમાણે હું મૌનવીને લઈને આવી ગઈ છું.’

માથે દુપટ્ટો ઢાંકીને ઊભેલી બાઈને નિર્મળાબહેને બેઉ હાથથી થામી રાખી હતી.

‘મૌનવી અડધી ઘેનમાં છે. તેનો ચહેરો મારે કોઈને દેખાડવો નહોતો. હું નથી ઇચ્છતી કે અહીં જે બને એની તેને પણ ગંધ રહે.’

ત્યારે મૌનવીની મા ચતુર લાગી. દીકરીને અજાણ રાખવાની ચોકસાઈમાં વાંધો લેવા જેવું કંઈ લાગ્યું નહીં.

‘હવે તો આપણે રૂમમાં છીએ. હવે તો આ ઘૂમટો ખોલો.’

આગળ વધતા આદિલને તેમણે ત્રાડથી અટકાવ્યો, ‘એક મિનિટ. પહેલાં મારી ક્લિપ.’

તેમના રણકામાં ધાર હતી. અહીં સુધી આવેલી મૌનવીને હું એમ જવા દેતો હોઈશ! ક્લિપ રિમૂવ કરાવી બાઈ દીકરીને હેમખેમ લઈ જવાનું વિચારતી હોય તો ખાંડ ખાય છે!

‘ક્વિક!’ નિર્મળાબહેનની અધીરાઈએ તેણે ક્લિપ ડિલીટ કરવી પડી.

‘આની કૉપી ક્યાં રાખી છે?’

‘એમાં શું હીરામોતી જડ્યાં’તાં કે એની કૉપી કરવી પડે.’

‘એમ!’ અચાનક દુપટ્ટો ઊંચકીને છતાં થતાં મમતાબહેને બઘવાયેલો આદિલ હજી કંઈ સમજે એ પહેલાં મુઠ્ઠીમાં જકડી રાખેલી મરચાંની ભૂકીનો વાર કર્યો, ‘તો આ લે...’

લાલ મરચું આંખોમાં પડતાં આદિલની રાડ ફાટી ગઈ. ત્યાં તેનો મોબાઇલ કબજે કરી નિમુબહેને કાર્ડ કાઢી ઇન્સ્ટ%મેન્ટનો ભુક્કો બોલાવ્યો. પછી બેઉ ઔરત આદિલની ધોલપિટાઈ કરતી હોટેલના આંગણા સુધી લઈ આવી : અમે દીકરી-જમાઈ માટે હોટેલમાં બુક કરાવવા આવ્યાં એમાં જાણે આ કોણ આદમી અમને એકલી જાણીને બીભત્સ ચેનચાળા કરવા લાગ્યો... મારો રોયો!

આંખોની અસહ્ય બળતરાથી કાગારોળ મચાવતો આદિલ ઝનૂનપૂર્વકના મારે અધમૂઓ થઈ ગયો. ત્યાં તો અમૂલખભાઈ પોલીસને લઈને આવી પહોંચ્યા : જુઓ સાહેબ, મેં કહ્યુંને કે મારાં પત્ની-વેવાણ પર કોઈએ બદનીયત કરી છે! એનો કૉલ આવતાં હું તમને તેડી લાવ્યો...

ધુતારી નિર્મળાએ પોતાને જૂઠા કેસમાં ફિક્સ કર્યાનું જાણીને આદિલને કમકમાં આવ્યાં. હું આટલો મંજાયેલો ખેલાડી મામૂલી બાઈના હાથે મૂરખ બન્યો? વાસના અંધ કરી દે એ આનું નામ! બાઈએ પુરાવો ન રહેવા દીધો. હવે તેનું પાપ કોણ માનશે?

છતાં બળતી આંખે તેણે હવાતિયાં તો માર્યાં જ : ઇન્સ્પેક્ટરસાહેબ, આ બધું જૂઠ છે... બાઈ સાથે મારો સોદો થયો’તો - તેની દીકરીને ગભરાવવાનો.

‘ઉલટો ચોર કોટવાળને દંડે!’ હવે અમુલખભાઈએ હાથ સાફ કર્યો, ‘ત્યારે તો તારી નજર મારા ખાનદાન પર હોવી જોઈએ.’

‘હા ડૅડી...’

ટોળું વીંધીને આવી ચડેલાં અગસ્ત્ય-મૌનવી મામલો ભાળીને ડઘાયાં. આદિલને ભાળીને મૌનવી થથરી, એમ મા પર મુકાતા આળે તેને ભડકાવી, ‘આ એ જ માણસ છે જે મને હેરાન કરતો’તો...’

હે... જાણે હમણાં જ જાણ્યું હોય એમ વડીલો ચોંક્યા.

‘તો ઊભી શું છે મૌનવી. જગાડ તારામાંની રણચંડીને...’ મમતાબહેને આહ્વાન કર્યું, ‘દરેક સ્ત્રીમાં ઝાંસીની રાણી છુપાઈ છે. બસ, આવા મવાલીઓ સામે તેણે મર્દાની બનવાની જરૂર છે.’

તેમના શબ્દોએ જાણે રણશિંગું ફૂંક્યું. પછી તો મૌનવીએ આદિલને જે ધીબેડ્યો - બે પગ વચ્ચે લાત ઠોકીને મોંમાં ફીણ આણી દીધાં. તેનો ખોફ આદિલમાં એવો છવાયો કે ફરી કોઈ સ્ત્રીને બૂરી નજરે જોવાની હિંમત

નહીં કરે! બાકીની કસર અગસ્ત્યએ પૂરી કરી.

‘ઇનફ...’ છેવટે પોલીસે સત્તા વાપરી, ‘હવે બદમાશને અમારા હવાલે કરો.’

આદિલે તો એમાં છુટકારો જોયો!

€ € €

‘મારા પર કોઈનો ફોન આવ્યો કે જલદી સ્વીટી હોટેલ પહોંચો, ત્યાં તમારાં મધરને કંઈ થયું છે...’ છેવટે પોલીસથાણામાં ફરિયાદ નોંધાવીને ઘરે પરત થતાં અગસ્ત્યે ખુલાસો કર્યો, ‘અમે ફટાફટ નીકળ્યા, જોયું તો...’

વડીલોની નજરો મળી, છૂટી પડી. એ અમારો જ પ્લાન હતો. એક આંધી આવીને ગઈ એની ભનક સંતાનોને ક્યારેય આપવાની નથી.

‘બદમાશ મા પર આરોપ મૂકતો હતો...’ મૌનવી ધૂંધવાઈ.

‘હવે એ બધું ભૂલી જાઓ.’ મમતાબહેને સિફતથી વાત વાળી, ‘તમને હોટેલ સ્ટેની રિટર્ન ગિફટ આપવાની બુદ્ધિ ઈfવરે જ વેવાણને સુઝાડી તો બદમાશ ઝડપાયો. તારો ડર ભાંગ્યો મૌનવી એ ઉપલબ્ધિ મોટી.’ કહીને રણકો બદલ્યો, ‘હવે એ વીસરીને બર્થ-ડેની ઉજવણીના ઉલ્લાસમાં આવી જાય સૌ...’

અને એનાં વધામણાંમાં નવી જ શરૂઆતનાં મંડાણ થતાં લાગ્યાં નિર્મળાબહેનને. હવે એ સુખને પોતે પણ નજરાવા નહીં દે!

€ € €

રંગેચંગે વરસગાંઠની ઉજવણી પતી.

‘અમૂલખ, ખરા અર્થમાં આજે મારો બીજો જન્મ છે.’ રૂમના એકાંતમાં નિમુબહેન ભાવુક બનેલાં, ‘વીત્યો સમયગાળો તો હું લાવી શકું એમ નથી, પણ એની ખોટ આવનારા સમયમાં સરભર કરવી છે.’

પત્નીના નવા રૂપને, સમજ-પરિવર્તનને આવકારવાનું જ હોય.

‘આજે મારી મા સાચા અર્થમાં તેના દીકરા માટે નચિંત બની હશે નિમુ... પણ હા, ખોટી સોચ બદલ તું તારી માને પણ કોસતી નહીં. જે થયું એ થયું.’

‘ઓહ અમૂલખ, તમે તો તમે જ!’

મૌનવી-અગસ્ત્યને કશુંક બદલાયેલું લાગ્યું, પણ જે સારું હોય એનું પિષ્ટપેષણ ન હોય.

‘તમારો આભાર માનીશ તો તમને ખોટું લાગશે વેવાણ... પણ સ્નેહની, સંબંધની સાચી પરિભાષા તમે મને શીખવાડી. મારી કચાશની કોઈને ગંધ ન આવવા દીધી. તમે મારા ગુરુ, મારા માર્ગદર્શક બન્યાં વેવાણ એ ઋણ માથે ચડાવું છું અને ખરા અર્થમાં દીકરીને આજે વળાવું છું.’

બીજી સવારે નિર્મળાબહેને દીકરી-જમાઈ સાથે વેવાણને ભાવભીની વિદાય આપી. અગસ્ત્યની કાર દેખાતી બંધ થઈ ત્યાં સુધી પતિ-પત્ની ઝાંપે ઊભાં રહ્યાં.

‘તમે પણ ગાડી કાઢો અમૂલખ. આજે ગામના ઘરે જઈને માની છબિ આગળ દીવો કરવો છે.’

સાંભળીને અમૂલખભાઈ ઝળહળી ઊઠ્યા.

- ત્યારે મુંબઈ જતાં મમતાબહેન મનોમન ઈfવરને સાંભરી લે છે : મારાં બચ્ચાં, મારો માળો સલામત છે પ્રભુ. બસ, આવી જ કૃપા રાખજો.

માની પ્રાર્થના ફળી જ હોય એ ઉમેરવાની જરૂર ખરી?

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK