કથા-સપ્તાહ - મા (સ્નેહ-સંબંધ - 2)

‘મારે દીકરી-જમાઈ માટે એક બંગલો લેવો છે.


અન્ય ભાગ વાંચો

1  |  23  |


આપણા તરફથી તેમને લગ્નમાં એટલું તો હોયને....’ નિર્મળાબહેન રણકાભેર અમૂલખભાઈને કહી રહ્યાં છે. પત્નીના દેખીતા હોંશ પાછળની ગણતરી લગ્નના ૨૩ વરસે પતિથી ઓછી છૂપી હોય!

માની આજ્ઞાએ નિર્મળાનો સ્વભાવ, સંસાર પર સાસુની પકડ, બધું અમૂલખે જી૨વી જાણ્યું. હા, દીકરી જન્મી ત્યારે એટલી ગાંઠ વાળેલી કે તેને તો તેની મા જેવી નહીં જ થવા દઉં હું! મૌનવીને તો અમુલખ

પત્ની-સાસુની ઉપરવટ જઈને મા પાસે લઈ જતો. એ પળોમાં દેવકોરબા જીવંત થઈ ઊઠતાં જાણે. જોકે પૌત્રી સમજદાર થાય, તેની સાથે ધરી રચવાની અવસ્થા સર્જાય એ પહેલાં માએ આંખો મીંચી દીધી... સદ્્નસીબે મૌનવી ઘડાવા જેવી, ૮-૯ વરસની થઈ ત્યાં સુધીમાં સાસુ-સસરાનો પણ દેહાંત થઈ ચૂકેલો...

‘જો બેટા, તારી દેવકોરદાદી ઠાકોરજીની આમ સેવા કરતી...’

ધીરે-રે અમૂલખે દીકરી મૌનવીને ઘડવા માંડી. નિર્મળાથી એ કેમ સહ્યું જાય? હવે

મા-બાપ નથી તો શું થયું, તેમની કેવળણી બોલી ઊઠતી, ‘બાપના ખોળામાંથી ઊભી થા મૌનવી, ઍન્ડ ડૂ યૉર હોમવર્ક. તમે મારી દીકરીને બગાડી રહ્યા છો અમૂલખ.’

‘મૌનવી સેવા પતાવીને જશે નિર્મળા. દીકરી ફક્ત તારી નથી, યાદ રાખજે.’

પતિના શબ્દોમાં, નજરમાં કંઈક એવી ઠંડક હતી કે જાણે સવર્‍ કંઈ થીજી ગયું. સામાન્યપણે વિરોધ વિનાના થઈ ગયેલા પતિનો પલટો કામચલાઉ નહોતો. અમૂલખભાઈ મૌનવીને દાદીની વાતો કરતા, સંસ્કાર-કેળવણીના પાઠ ભણાવતા. બધું સહજભાવે. બીજી બધી બાબતોમાં કહ્યાગરા કંથ જેવો અમૂલખ કોઈ એક મામલે ન ગાંઠે, એ પણ દીકરીના મામલે એ અસહ્ય લાગતું.

‘મૌનવી, આ તારો બાપ છેને એક નંબરનો માવડિયો.’

નિર્મળાબહેને દીકરીને પક્ષમાં લેવાનું ફોકસ કર્યું, પણ મોડું થઈ ચૂકેલું. ૧૪ની થયેલી મૌનવી ભડકવાને બદલે મીઠું હસતી.

‘પપ્પા કહેતા હતા કે તું તેમને માવડિયો ગણે છે... નૉટ ફે૨ મૉમ. તું પણ મને કેટલી વહાલી છે. કોઈ મને માવડિયણ કહે તો તને ગમે?’

આવું પૂછતી દીકરી દોઢડાહી લાગતી. નિર્મળાબહેનને થતું કે મારી દીકરી કેમ મારી જેમ માના ઢાંચામાં ઢળતી નથી!

‘તમે જ મારી દીકરીને મારાથી દૂર રાખી છે.’ તેઓ પતિને વઢતા.

‘હું મૌનવીને કેવળ સંસ્કારની પરખ કરાવું છું, તારા વિરુદ્ધ શબ્દ નથી કહેતો. મને એમાં રસ પણ નથી.’

અમૂલખભાઈના સ્વરમાં ટપકતી શુષ્કતા નિર્મળાને ભીતર ક્યાંક ધþૂજવી દેતી. અમારા દામ્પત્યમાં કેવળ આૈપચારિકતા જ બચી છે?

‘તને એની નવાઈ લાગે છે? સહજીવનના આપણા બેઉના અર્થો જુદા હતા. આપણા દામ્પત્યનો દોરીસંચાર વળી ત્રીજાના

હાથમાં - તારી મમ્મીના હાથમાં - હતો. પછી એમાં જીવંતતાનો ધબકારો ક્યાંથી હોય? આપણે મૌનવીને એ બિહામણું સચ દાખવવાથી દૂર રહીએ તો ઘણું.’

પતિની સલાહ પહેલી વાર માનવાયોગ્ય લાગી. છૂટકો જ નહોતો. મૌનવીનું બંધારણ જ એવું છે કે સત્ય જાણીને તે પિતાના જ પડખે ઊભી રહેવાની... દીકરી દૂર જાય એ તો કેમ ખમાય! જેવી હોઉં એવી, મારી લાડોને ચાહું છું મારા સમગ્ર માતૃત્વથી...

અને બસ, મૌનવી પૂરતો અપવાદ રાખીને નિર્મળાબહેને સંસા૨નાં સૂત્રો પોતાના તાબામાં રાખ્યાં. પરિણામે મા ઘરમાં સૌને ડૉમિનેટ કરે એ પરખાતું, પણ એથી

માતા-પિતાના લગ્નજીવનમાં મૌનવીને ક્યારેય ઍબ્નૉર્મલિટી ગંધાઈ નહોતી.

‘મા, દાદી આપણા આ બંગલે રહી ન શક્યાં, પણ આપણે ગામમાં રહ્યાં હોત તો?’

અંગે યૌવન બેઠું, સંબંધો વધુ ઊંડાણથી સમજાવા માંડ્યા ત્યારે તે ઘણી વાર દાદીની ચર્ચા માંડતી. પિતાએ દોરેલું તેમનું શબ્દચિત્ર તેને અભિભૂત કરતું. અમૂલખભાઈએ કદી એવું ન દાખવ્યું કે તારી મા-નાનીએ મને મારી માથી જુદો કર્યો. બેટર ફ્યુચર માટે શહેર આવ્યાનું જ જતાવતા. મૌનવી માટે એ જ સત્ય. એની ભ્રમણા ભાંગે પણ કોણ? નિર્મળાએય મન મારી કહેવું પડતું, ‘મનેય એનો એટલો જ વસવસો છે.’

અમૂલખભાઈ સાંભળતા ને તેમને આ માના તર્પણ જેવું લાગતું. નિર્મળાબહેન અકળાતાં : આ કયા ઘાટે ઘડાઈ મારી દીકરી! પણ હવે ખુલવામાં માની છબિથી દીકરી છળી મરે એમ હતું.

મારી મા હોત તો તેને બરાબર ટેકલ કરત... અમૂલખે આદર્શવાદનું તૂત વળગાડીને તેને વહેવારુ નથી બનવા દીધી. આવો જ સ્વભાવ રહ્યો તો સાસરે રાણીને બદલે સૌની નોકરાણી જેવી બની રહેશે મારી લાડો. એ તો હું નહીં જ થવા દઉં! ગ્રૅજ્યુએટ થયેલી દીકરી માટે તેમને સુરતનો પોતાનાથી સહેજ ઊતરતી આર્થિક સ્થિતિવાળો મુરતિયાનો ખપ હતો, જેથી દીકરી નજર સામે પણ રહે ને તેનાં સાસરિયાં અમારા પ્રભાવમાં પણ રહે!

અમુલખભાઈ જલદી પ્રાર્થના કરતા : મૌનવીના સુખ આડે તેની માની કરણી ન આવે તો સારું. કોઈ મારા ગામ તપાસ કરે તો ભાગ્યે જ કોઈ સારો અભિપ્રાય આપે... મૌનવીને મેં એનાથી દૂર રાખી જાણી છે એ સત્ય વિઘ્નરૂપ ન બને એટલું કરજો પ્રભુ!

લગ્ન તો જ્યાં લખાયાં હોય ત્યાં જ થાય એટલે મૌનવીની જોડી મુંબઈના અગસ્ત્ય સાથે મળી. અમૂલખભાઈ ઘર-વરથી સંતુષ્ટ હતા. નિર્મળાબહેન જુદી રીતે રાજી થયા : અગસ્ત્ય પણ અમૂલખ જેવો ઊર્મિશીલ છે એટલે સહેલાઈથી પલોટી લેવાશે!

લગ્ન નજીક આવે છે એમ આવા વિચારો વધુ ને વધુ ઘૂમરાતા રહે છે : મારી માની જેમ હું પણ દીકરી-જમાઈને મારી ઓથમાં રાખીશ. એ માટે ઘરની વ્યવસ્થાની કરી રાખી હોય તો રૂડું શું?

આજે, મૌનવીની ગેરહાજરીમાં તેમણે ઘરની વાત ઉખેળતાં અમુલખભાઈના કપાળે કરચલી ઊપસી. બોલી જવાયું, ‘અગસ્ત્યના રૂપમાં તું બીજો અમૂલખ સર્જવા માગે છે?’

‘તો એમાં ખોટું શું છે?’ નિર્મળાબહેન તાડૂક્યાં. ‘આપણને કંઈ દીકરો નથી કે વહુ આવીને આપણું ઘડપણ સાચવશે...’

‘વાહ, એટલે જુવાનીમાં તારાં માબાપનું ઘડપણ સાચવવા તેં મારી માને રેઢી મુકાવી. હવે આપણે ખાતર મમતાબહેનનો આધાર છીનવવા માગે છે?’ અમૂલખભાઈની મુખરેખા તંગ બની. ‘નહીં, મારી દીકરીના સંસારમાં તને ચંચુપાત નહીં કરવા દઉં હું.’

હવે બહુ થયું. નિર્મળાબહેનની ધીરજ ખૂટી, ‘એમ? શું કરી લેવાના? મૌનવીને કહેશો? તેની સાસુના કાન ભંભેરશો? જાઓ છૂટ છે, પણ પછી આ સંબંધ તૂટ્યો તો દીકરીનું હૈયું સાંધવાની હામ તમારામાં રહેશે?’

અમૂલખભાઈ કાંપી ગયા. માનું વરવું રૂપ મૌનવી ખમી નહીં શકે. મમતાબહેન ચેતીને સગપણ તોડે તો મારી લાડલીએ તો બેઉ બાજુથી ગુમાવવાનું જ આવે! એવું તો થવા જ કેમ દેવાય?

‘તો બસ...’ પતિનું બ્રહ્માસ્ત્ર હવે પોતાના કબજામાં હોવાની ખાતરી થતાં નિર્મળાબહેન જોરમાં આવ્યાં, ‘આ વિષયમાં હવે કોઈ ચર્ચા નહીં.’

દીકરીના મામલે ઘણા વખતે તેમનું સત્તાધીશપણું બોલ્યું, પણ એ નિભાવ્યા વિના છૂટકો ક્યાં છે?

€ € €

‘કહેવું પડે, તમે તો ઠાઠથી દીકરાને પરણાવ્યો.’

રંગેચંગે લગ્ન પત્યાં. સગાંસ્નેહીઓની વધાઈ પોરસાવી જતી. વહુની પધરામણીએ મમતાબહેને એક કોઠો વીંધ્યા જેવી ખુશી અનુભવી.

સગાઈના અઢી મહિને અને લગ્નના દોઢ મહિના અગાઉ, ગોદાવરીબહેન નિમિત્તે વેવાણની મનસા ઊઘડી પછી મમતાબહેન સચેત થઈ ગયેલાં.

ક્યારેક તો એવુંય થતું કે દીકરો હાથમાંથી જશેની સતત ફડકમાં જીવવા કરતાં વિવાહ જ કેમ ન તોડી દેવો!

પણ પછી પોતે જ આવા વિચાર બદલ જાતને ઠપકારતાં : મારે નબળા વિચાર ન કરવાના હોય. અગસ્ત્ય મૌનવીમય બનતો ગયો છે, મૌનવીએ પોતે હજી ફરિયાદનું કોઈ કારણ આપ્યું નથી. આવામાં મારો નિર્ણય બેઉને બળવો કરવા જ પ્રેરે ને વેવાણને એથી ફાવતું જ મળે કે બીજું કંઈ! પછી મનને વારતા : મારે સચેત રહેવાનું ખરું, પણ એથી વેવાણ પ્રત્યે કેવળ પૂવર્ગ્રુહ રાખવો પણ ઠીક ન કહેવાય.

‘જમાઈ માટે અમે હીરાની વીંટી તો કરાવી જ છે...’ લગ્નની તૈયારીમાં પડેલાં નિર્મળાબહેન સાથે લગભગ રોજ વાતો થતી. એમાંથી મમતાબહેનને અણસાર મળતો...

‘એક બીજી સરપ્રાઇઝ પણ છે...’ નિર્મળાબહેને ભેદ ખોલવાની ઢબે કહેલું, ‘અગસ્ત્યકુમાર જાન લઈને ભલે તેમની બે વરસ જૂની કાર લઈને આવે, વરઘોડિયું જશે તો નવી કારમાં જ. જમાઈ માટે હૉન્ડા સિટી નોંધાવી છે.’

નિર્મળાબહેનનું પિયર પામતું-પહોંચેલું. અમૂલખભાઈનું ખુદનું સ્ટેટસ પણ ઊંચેરું એટલે ખમતીધર પાર્ટી તરીકે જમાઈને કાર દેવાની હોંશ હોય પણ ખરી; પણ પછી ‘વરઘોડિયું એ કારમાં જ જશે’ બોલવામાં સત્તાનો રણકો ટપકે એ ન ચલાવી લેવાય! નાની-નાની વાતમાં ઝીણું કાંતવાનો મમતાબહેનનો સ્વભાવ નહોતો એમ સુખને રઝળતું મૂકવામાં પણ તે માનતાં નહીં. મૌનવી એક વાર અમારા રંગે સાચે જ રંગાઈ જાય પછી વાંધો નહીં. ત્યાં સુધી તો મારે ખબરદાર રહેવું રહ્યું!

‘ત્યારે તો ડબલ કાર થઈ જવાની.’ મમતાબહેનનું દિમાગ દોડ્યું, ‘હાલની કાર અગસ્ત્યે તેના પપ્પાની વર્ષગાંઠે લીધેલી એટલે તે આમેય પરણીને બીજી કારમાં નહીં બેસે... ’ મમતાબહેન પણ સત્તાધીશપણે બોલીને ઉમેરતાં, ‘વળી રિસેપ્શનમાં દેવા મેં પણ વહુ માટે કાર નોંધાવી છે. ત્રીજી કારનું પાર્કિંર઼્ગ જ ક્યાં છે? મુંબઈમાં તો પાર્કિંગની બહુ મારામારી એટલે શું કહું છું, હૉન્ડા સિટીનું માંડવાળ જ કરો!’

નિર્મળાબહેનને ચચરી જાય, પણ આ કંઈ વળતો ફૂંફાડો મારવાનો વખત ઓછો છે? છતાં તે તંત મૂકી શકતાં નહીં.

‘ઠીક, તો પછી શિમલાનું તેમનું હનીમૂન બુકિંગ કૅન્સલ કરાવો, હૉન્ડા સિટીની અવેજીમાં તેઓ અમારા તરફથી સ્વિટ્ઝરલૅન્ડ ફરી આવશે.’

‘મને નથી લાગતું અગસ્ત્ય એ માટે રાજી થાય.’ મમતાબહેનનું રેડ સિગ્નલ તૈયાર જ હોય, ‘શિમલાનું ડેસ્ટિનેશન તેણે-મૌનવીએ મળીને ફાઇનલ કર્યું છે. બાકી મેં તો ત્યારે જ સ્વિટ્ઝરલૅન્ડનું સૂચવ્યું હતું... એક વાર મને ના કર્યા પછી હું નથી માનતી કે અગસ્ત્ય તમને હા કરે!’

પોતાનાં વેણ વેવાણને કેવાં ચૂભતાં હશે એની જાણ હોય છતાં મમતાબહેન આકરાં થઈને બોલી જતાં : આમાં વેવાણને નીચાં દેખાડવાનો કે તોડી પાડવાનો મારો આશય નથી એ તો સાચુંને!

લગ્નના આગલે દહાડે મુંબઈમાં યોજાયેલા ભવ્ય રિસેપ્શનમાં માએ વહુના હાથમાં ચાવી મૂકતાં અગસ્ત્ય કેવું ઝળહળ ઊઠuો!

‘મારા હકનો યશ વેવાણ ખાટી ગયાં.’ નિર્મળાબહેને પતિ સમક્ષ ટલ્લા ફોડેલા, ‘મમતાબહેનને મેં આવાં નહોતાં ધાયાર઼્! બાઈ ધારવા કરતાં જબરી છે, ઊંડી છે. દેખાય એવાં ભોળાભટ નથી જમાઈરાજનાં માતુશ્રી... વેવાણે મારો આઇડિયા ચોર્યો. તેમણે કંઈ કા૨ નોંધાવી નહોતી. મેં ગાડી ભેટ કરવા આવેલા શોરૂમના મૅનેજરને પૂછ્યું ને તેણે કહ્યું : મમતાબહેને હજી પરમ દહાડે ઑન ચૂકવીને ડિલિવરી મેળવી છે!

‘મળ્યું તો તારી દીકરીને જને. એનો આનંદ માણ.’ વેવાણની ખબરદારી અમૂલખભાઈમાં ધરપત પ્રેરતી. તો-તો તેઓ નિમુને આગળ જતાંય ફાવવા ન દે! પણ આ બધામાં મારી મૌનવીનું સુખ અકબંધ રહેવું જોઈએ.

બીજી બાજુ કન્યાવિદાય ટાણે નિર્મળાબહેને ભાવુક બનતા મનને પ્રૉમિસ આપ્યું હતું : બહુ જલદી મારાં

દીકરી-જમાઈની મારી પાસે હોવાનાં!

તેમના મનસૂબા સામે મમતાબહેનનો નિર્ધાર પણ અડગ છે : મારાં દીકરા-વહુને હું મારા માળામાંથી ઊડવા નહીં દઉં!

€ € €

છ મહિના! કૅલેન્ડર પર દૃષ્ટિપાત કરતાં મમતાબહેનના હૈયે રાહત જેવી પ્રસરી ગઈ. અગસ્ત્ય-મૌનવીના પરિણયને આવતી કાલે બરાબર છ મહિના થવાના. વીત્યા આ સમયમાં મૌનવી અમારા ઘરમાં એવી હળી ગઈ છે જાણે પ્રથમથી આ ઘરની સદસ્ય હોય... અને આ મહોરું નથી, દંભ નથી એટલું તો મને પરખાય છે. અગસ્ત્યથી વધારે તેને મારું દાઝે છે. વચમાં મને ફ્લુ થયો તો મારી ચાકરીમાં આખી રાત જાગી છે તે. સુરત ચાર દિવસ માટે ગઈ હોય તો ત્રીજા દહાડે જ આવી જાય : તમારા વિના ત્યાં ન ગમ્યું!

‘જાણો છો મા, તરક્કી માટે પપ્પા સુરત આવ્યા એમાં અમારા ગામના ઘરે કંઈકેટલુંય છૂટી ગયું...’ ક્યારેક તે પિયરની વાત ઉખેળે ત્યારે એકકાન થઈ જતાં મમતાબહેન. ‘એમાં મોખરે વહાલના વડલા જેવાં મારાં દેવકોરદાદી. તેમની અંતિમ પળો ન સાચવી શક્યાનો મમ્મીને આજેય અફસોસ છે.’

અ...ચ્છા! મમતાબહેન ભીતરના ભાવ ઊપસવા દેતાં નહીં. ગણતરી છાની જ રાખતાં. ગામ આખું કહે છે કે તારી માએ તો દીકરાને માથી જુદો કર્યો, તેના હૈયે સાસુની સેવા ન કર્યાનો વસવસો? મનાતું નથી. મૌનવી તેની માતાની ગલતીથી અજાણ છે, તેને મારે જ્ઞાત કરવાની જરૂર પણ નથી. મૌનવીની કેળવણી નિર્મળાબહેનના વહુ સ્વભાવથી વિપરીત જણાય છે, પણ એનું શ્રેય વેવાઈને પણ હોય!

વેવાણના રોજ ફોન આવે. ઝીણું-ઝીણું પૂછતાં હશે એમાં એક વાર મૌનવી અકળાઈ ગયેલી : સ્ટૉપ ઇટ મૉમ, ખીચડીના દાળ-ચોખા હું રાંધું કે મા એથી તને શું ફરક પડવો જોઈએ? બીજું કામ ન હોય તો મૂક ફોન!

અનાયાસ આટલું સાંભળ્યા પછી મમતાબહેન વહુ બાબત નિશ્ચિંત બની ગયાં છે. વેવાણની ખોટી ટેવને વહુ એન્ટરટેઇન કરે એમ નથી. મારે માટે એટલું પૂરતું છે.

આવી જ ધરપત સુરતમાં અમુલખભાઈને છે. મારી દીકરી સાસરીમાં સમાઈ ગયાનો આનંદ. અહીં આવતી મૌનવીને નિમુ લાગમાં લેવાની કોશિશ કરે, પણ એથી કંટાળીને મૌનવી એક દહાડો વહેલી સાસરે રવાના થઈ જાય!

‘તમે આની ખુશી મનાવો છો અમુલખ? જોતા નથી, વેવાણે કેવી ભૂરખી છાંટી છે તેના પર. મા-મા કરતી થાકતી નથી...’

‘દીકરીમાં બીજાનું હેત ઝીલવાની પાત્રતા છે. દરેકને એ ગુણ સુલભ નથી હોતો.’

પતિનું ધારદાર મહેણું બરાબર હૈયે વાગ્યું હતું : તમે મને પાત્રતા વિનાની કહી! ઠીક છે, અમૂલખ પણ ફાટીને ધુમાડે ગયા છે; મૌનવીનેય કંઈ પૂછવા-કહેવા જાઓ તો કહી દેશે કે આ મારા ઘરનો મામલો છે મમ્મી, તું ટાઢક રાખ!

દીકરી-જમાઈને સાથે રાખવાની મારી માની વિચારસરણી મને આજેય ખોટી લાગતી નથી. મા હોત તો આ પરિસ્થિતિમાંય મૌનવીના મુંબઈ છોડવાનું બહાનું ઊભું કરત... અમુલખ માટે તો શહેરની તરક્કીનું બહાનું હતું, મુંબઈકરને સુરતનું શું આકર્ષણ હોય! મતલબ કોઈ બીજું કારણ શોધવું પડે, ન હોય તો ઊભું કરવું પડે... મારી દીકરીને હું જેટલી જાણું છું - એવી કઈ ઘટના હોય જેથી તે મુંબઈ છોડવા જીવ પર આવી જાય?

આ ટ્રૅક પર વિચારતાં હતાં ત્યાં ગુજરાતી ક્રિકેટરને ત્યાં બનેલી ઘટનાએ તેમના મનમાં કશુંક ગોઠવાતું ગયું અને...

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK