કથા-સપ્તાહ - લકી ગર્લ (કિસ્મતનો ખેલ - 5)

‘બસ નીચે રહી ગયેલી જીવણની હૅટ પવનને કારણે બહાર સરકતી આંચલે જોઈ.’ આકાર.

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 ‘આંચલ તમને ક્યાં મળી?’ અધિકારથી પૂછ્યા વિના ન રહેવાયું.

‘બનાવ બાબત પૂછપરછ માટે આકારે આપણા સૌના રિપ્રેઝન્ટેટિવ તરીકે મને થાણા બોલાવેલી. તેમણે ઘ્ઘ્વ્સ્ ફુટેજનો સ્ટ્રિલ ફોટોગ્રાફ દેખાડ્યો. એમાંની હૅટે મારું ધ્યાન ખેંચ્યું. બસ નીચેથી હૅટ નીકળવાનો અર્થ જ એ કે આ આદમીએ ત્યાં કંઈક તો કરામત કરી... બસ, ત્યારથી અમે તપાસમાં સાથે રહ્યાં છીએ.’

‘ઓનેસ્ટ્લી, આંચલને બોલાવવામાં લકી ગર્લનું લક મને ફળે એવીયે

ઉમ્મીદ ખરી!’

હસી લઈ આકારે આંચલ તરફ દૃષ્ટિપાત કર્યો, ‘જીવનમાં ઘણુંબધું બદલાઈ રહ્યાનું લાગે તો છે.’

આંચલે નજર વાળી લેવી પડી. પણ એટલી ચેષ્ટામાં તેમની વચ્ચે વીત્યા સમયમાં જામેલી નિકટતા વડીલો ઉપરાંત અધિ-નવ્યા જેવાંને તો પરખાઈ જ ગઈ..

વીત્યાં ત્રણેક અઠવાડિયાંમાં કેટલુંબધું બની ગયું! કેસતપાસ નિમિત્તે અમે મળતાં રહ્યાં. એમાં અંતરના અંકોડા પરોવાતા ગયા. એકમેકના ઘરે પણ આવરોજાવરો શરૂ થયો. બેઉના વડીલો અમારા સંબંધે રાજીના રેડ છે, પણ અત્યારે આ બધું કહેવાનો સમય નથી... 

બીજા સંજોગોમાં નવ્યા વ્યંગબાણ છોડવાનું ન ચૂકત - અમારા બધાની પ્રતિનિધિ તરીકે તમે આંચલને તેડાવી જ કેમ શકો ઇન્સ્પેક્ટર? પોલીસ-ઑફિસર તરીકે તમારે એવો તર્ક પણ કરવો જોઈતો હતો કે અમારાથી ઓછી અમીર એવી આંચલે ઈર્ષાભાવથી અમને ઉડાવવાનું કાવતરું નથી ઘડ્યુંને. તેના ઊતર્યા પછી જ બૉમ્બ ફાટે છે એ છતાં આટલો સામાન્ય તર્ક તમને ન સ્ફુર્યો‍?

જવાબમાં આકાર કહી જ શકત કે એવું હોત તો આંચલ તપાસમાં સહકાર પણ ન આપતને!

પણ અત્યારે કોઈ જ પ્રકારની દલીલમાં ઊતરવાની નવ્યાની માનસસ્થિતિ નથી. કોઈ એકની જાન લેવા બસમાં બૉમ્બ મુકાયાનું જાણી દિમાગમાં ઝંઝાવાત ફૂંકાતો હતો.

‘આંચલના નિરીક્ષણે અમે સ્વીકારી લીધું કે કરડા ચહેરાવાળો એ મુફલિસ બસ ઉડાવવામાં કોઈનું પ્યાદુ બન્યો હોઈ શકે.’

‘એ નામ હું તમને આપું.’ નવ્યાની ધીરજ ખૂટી, ‘એ વ્યક્તિ ક્યાં તો સુરેન્દ્ર નરોત્તમ શાહ હશે યા ઉમંગ સુરેન્દ્ર શાહ!’

હેં! નવ્યાના કાકા યા કઝિને નવ્યાને મારવા જીવણને હાયર કર્યો, જેણે બસમાં બોમ્બ પ્લેસ કર્યો‍? ગણગણાટ

પ્રસરી ગયો.

‘નવ્યા, તું હોશમાં તો છે!’ અધિકારે પહેલી વાર પ્રેયસી સમક્ષ ઘાંટો પાડ્યો.

‘હોશ તો તમને આવવા જોઈએ અધિ...’ નવ્યાએ તેનાં બાવડાં પકડ્યાં, ‘મને પતાવી મિલકતનો કબજો કરવાનું તેમનું પ્લાનિંગ..’

સટાક. ના, સુરેન્દ્ર કાકા નહીં, ઉમંગ નહીં, નવ્યાને સણસણતો તમાચો વીંધનાર હતાં સવિતાકાકી.

‘આટલું ઝેર તારા મનમાં છે, નવ્યા? મેં તને માનો પ્રેમ આપવા ચાહ્યો, પણ હું નિષ્ફળ રહી. તારા અમુક દૃષ્ટિકોણનો મને સખત વાંધો છતાં મેં એને સ્વીકાર્ય ગણ્યા, કેમ કે માની જેમ મારે તને બિનશરતી સ્નેહ આપવો હતો... આજે સમજાય છે કે તારામાં તો એ પાત્રતાજ નહોતી.’

‘તારા મોહનો આખરી મણકો તૂટ્યો હોય મમ્મી, તો આ હોટેલમાંથી આપણે નીકળીએ?’ ઉમંગે ઘાયલ લાગણીનેવાચા આપી.

‘ભાઈભાભી હતાં ત્યારે નવ્યા આવી નહોતી. ધાર્યું કરતી, પણ તેની જીદ મીઠી લાગતી..’ ચશ્માંના કાચ લૂછતાં સુરેન્દ્રભાઈએ નિ:સાસો નાખ્યો, ‘ભાઈનો વેપાર તો મેં જાળવ્યો, પણ અમારી એ નવ્યાને જાળવી ન શક્યાં.’

નવ્યા છટ૫ટી.

‘આયેમ સૉરી નવ્યા, તમને કંઈ ગેરસમજ થઈ.’ આકારે ઉતાવળે ખુલાસો કર્યો‍, ‘કોઈ અમીરને નિશાનામાં રાખી બૉમ્બ-બ્લાસ્ટનું કાવતરું ઘડાયાનું તો અમારું અનુમાન હતું, હકીકત થોડી જુદી નીકળી.’ 

હે ભગવાન! નવ્યાએ ધક્કો અનુભવ્યો. આ થઈ શું ગયું? જાણે નાનકડી નવ્યા પ્રગટ થઈ મને પૂછે

છે - તેં કાકા-કાકી પર શંકા સેવી? હાબ્બા! અધિકારની નજર કહેતી

હતી - જોઈ લીધું તારા સ્વભાવનું પરિણામ? થઈ ગઈ તસલ્લી તારી કહોવાયેલી માનસિકતા ઉઘાડી પાડીને? અધિના પેરન્ટ્્સ, દાદીમા મૂક ઠપકો દેતાં જણાયાં. નવ્યાની નજર ઝૂકી ગઈ. આખરે હું ક્યાં ખોટી ઠરી? અને હજી આંચલવાળા કાવતરાનો ઘટસ્ફોટ તો બાકી છે! એ માટે આ જીવણો જ મને મળ્યો? હે રામ.

‘તમને કદાચ બસ-ડ્રાઇવર રામસિંહ યાદ હશે...’

‘યા, તેની વાઇફ ગર્ભવતી હતી એટલે તો જીવ બચ્યાની ખુશીમાં આંચલને પગે પણ પડેલો.’ દૃષ્ટિ

બોલી ઊઠી.

‘બસ, એ ચમેલીના એક તરફ પ્રેમમાં અંધ બનેલા જીવણે રામસિંહનું પત્તું સાફ કરવા આવી યોજના ઘડી કાઢી. ધણીના દેહાંતે નિરાધાર બનનારી ચમેલીને ખપનો સહારો દઈ તેની સાથે સંસાર માંડવાનો આશય હતો જીવણનો...’

આકારના બયાનમાં તથ્ય હતું.

એક જ વસ્તીમાં રહેતા રામસિંહની પત્ની ચમેલીમાં રૂપનો તણખો હતો, જે ત્રીજા ઘરના પાડોશી જીવણમાં ભડકો જન્માવતો. ગેરકાયદે ધંધામાં માહિર, વસ્તીમાં ગુંડા તરીકેની જીવણની છાપ. તેને કોઈ વતાવે નહીં, પરણીને વરસથી આવેલી ચમેલી તેનાં લક્ષણ જાણી અળગી આઘેરી રહે. પણ ઇશ્કનું ભૂત ભાન ભુલાવે એમ તેણે એક-બે વાર અણછાજતી ગમ્મત કરી ત્યારે રામસિંહે નક્કી કરી લીધું કે ક્યાંક બીજી વસ્તીમાં જતા રહેવું. જીવણ જોડે બાજવાનો અર્થ નહોતો. સાથે જ ચમેલી પ્રેગ્નન્ટ થતાં ગર્ભવતીનું નિખરતું રૂપ જીવણને ઘાયલ કરતું રહ્યું. ધીરજ ખૂટી. રામસિંહને મારી ચમેલીનાં તન-મન પર કબજો કરી લેવાની લાલસા જાગી. રામસિંહના પ્રોગ્રામની ભાળ રાખતો થયો એમાં કૉલેજ ટૂરવાળો પ્રવાસ મોકારૂપ લાગ્યો...

-પણ બસ નીચે ભુલાઈ ગયેલી મારી હેટે દગો દીધો. જીવણાએ દાઝ દબાવી રાખી. બસ નીચે બોમ્બ ફિટ કરી હું ખુશ હતો કે ઘટના અકસ્માતમાં ખપવાની. કમસકમ ડ્રાઇવરને કારણે બસમાં બોમ્બ રખાયાનું કોઈ કલ્પી નહીં શકે...બોમ્બ ફાટ્યો u ખરો, પણ કોઈને ખરોચ સુધ્ધાં ન આવી! નિરાશ થવાયું, પણ પછી બસના પૅસેન્જર્સ સહિત રામસિંહ માટે લકી પુરવાર થયેલી આંચલને બરબાદ કરવાનું અસાઇનમેન્ટ મYયું એની ખુશી જોકે કામ ચીંધનાર આ મૅડમ સમક્ષ દાખવી નહોતી.

નવ્યાને નિહાળી લઈ જીવણે જોયું તો આકાર પૂર્ણાહુતિ કરતો દેખાયો, ‘તેનો પોલીસ રેકૉર્ડ સાફ છે એટલે મામલો મુશ્કેલ હતો. સામાન્યપણે આવું ઘાતકી કામ કરનારા જૉબ પત્યા પછી અન્ડરગ્રાઉન્ડ થઈ જતા હોય છે. મારા કલીગને તે આંચલના ઘરની આસપાસ ચક્કર કાપતો જોવા મળ્યો.’

આંચલના ઘરની આસપાસ! નવ્યાએ હૃદયકંપ અનુભવ્યો. પણ

‘ડ્રાઇવર રામસિંહના શેઠનું સાસરું આંચલના ઘરથી બે મિનિટના અંતરે છે. શેઠના ઘરેથી રામસિંહે ક્યારેક ત્યાં આવવાનું બનતું હોય છે. સંભવ છે જીવણો નવો લાગ ચકાસવા આંટાફેરા કરતો હોય!’

હું આ શું સાંભળું છું! ફાંસીની સજા સામે જીવનદાન મYયાનો અચંબો નવ્યાના મુખ પર પથરાઈ ગયો. મતલબ જીવણે હજી આજના અસાઇનમેન્ટનો ભેદ ખોલ્યો નથી. નેચરલી, એક ગુનામાં સપડાયેલો એ બીજા ક્રાઇમનો એકરાર શું કામ કરે?

‘તમે ભલે મને ઝડપી આ પાર્ટીમાં લઈ આવ્યા.’ છેવટે જીવણે બોલતાં બાકીના સૌ એકકાન બન્યા, ‘પણ કોર્ટમાં આ બધું માન્ય નહીં ગણાય. મારા હિતેચ્છુઓ મોંઘામાં મોંઘો વકીલ રોકી મને જમાનત પર છોડાવશે.’

તેણે આંખમાં ચમક સાથે કહ્યું એમાં પોતાને ઇશારો હતો. હાથકડીમાં પરોવાયેલો આદમી પોલીસની હાજરીમાં મને સૂચવી ગયો કે મારા માટે વકીલ રાખજો નહીંતર...

નવ્યા સમસમી ગઈ. બ્લૅકમેલ! કેવો શાતિર દિમાગ! તેના મૂંગા રહેવા પાછળનું કારણ હવે સમજાયું. એક આઘાતથી બેવડ વળેલી નવ્યા આંખો મીંચી ગઈ. સ્નેહીજનોની નજરમાંથી તો હું ઊતરી જ ચૂકી, હવે એક અદના ગુંડાના બ્લૅકમેલને તાબે થઈ રહીશ? હવે શું કામ નવ્યા, હવે શું કામ? આંખો ખોલી ત્યારે દુવિધા નહોતી.

‘અધિ, તમારા ફૅમિલી લૉયર ગુપ્તાઅંકલને ફોન જોડો તો.’ તેના સ્વરમાં ખેદ જેટલો જ ખુમાર હતો, ‘મુંબઈના એ બેસ્ટ લૉયર છે. તેમને કહો કે આ નરાધમ નિર્દોષ છૂટવો ન જોઈએ.’

તેનાં તેવરે જીવણ ડઘાયો.

‘તેમને એમ પણ કહેજો કે આ બદમાશ આજે આંચલનું અપહરણ કરી તેની ગંદી ફિલ્મ વાઇરલ કરવાનો હતો.’

હેં! આકારની મુઠ્ઠી વળી. આંચલ સહમી ગઈ.

‘તે રામસિંહ નહીં, આંચલ માટે ચક્કર કાપતો હતો. મને એની જાણ એટલા માટે છે, કેમ કે’ પળ અટકી તેણે ધડાકો કર્યો, ‘તેને એ કામ સોંપનારી

હું છું.’

ધક્કો લાગ્યો હોય એમ અધિકાર દૂર થયો. નવ્યાની આ છબી દાદીમાને દઝાડી ગઈ. અધિના પેરન્ટ્સે નિ:સાસો નાખ્યો, સવિતાકાકીએ ધ્રુસકું. આકાર-આંચલ સ્તબ્ધ હતાં. જીવણ નવ્યાની એંટને કોસતો હતો. તેની મદદની ઉમ્મીદે પોતે જે ન કહ્યું એ તે જ બોલી ગઈ!

‘જાણું છું આજે મેં ઘણાને ઘણોબધો આઘાત આપ્યો છે. મને ચાહનારાની મારાથી કદર ન થઈ. મારાં અંતરમનમાં પણ ઘણુંબધું ઘૂમરાઈ રહ્યું છે અત્યારે... નહીં, હું અશ્રુ સારી કોઈને નબળા નહીં પાડું.’

તેણે સ્મિતના પ્રયાસ સાથે કહ્યું, ‘મને એકાંતની જરૂર છે. આઇ ટેક યૉર લીવ.’

સડસડાટ તે પોતાની રૂમમાં જતી રહી. બાકીના સ્તબ્ધ હતા. આજે આ શું થઈ ગયું!

€ € €

મમ્મી-પપ્પા.

રૂમમાં લટકતી તેમની વિશાળ ફ્રેમ સમક્ષ માથું ટેકવી નવ્યા આંખો મીંચી ગઈ. કેવી હસતીગાતી તમારી લાડલી હતી હું... હવે જુઓ કેવી બની ગઈ છું! કાકા-કાકી-ઉમંગનો સ્નેહ સમજી ન શકી, અધિ વારંવાર કહેતા રહ્યા પણ હું પથ્થર જેવી અક્કડ બની રહી... અરે, એક સ્ત્રી થઈ સ્ત્રીની આબરૂ હણવાની યોજના પાર પાડવા સુધી ગઈ! અમીરીના અહમ માટે? કેવળ એક લકી ગર્લ અનલકી પુરવાર થાય એ માટે? મારું આ રૂપ આજે મને અસહ્ય લાગે છે, ઈવન અધિથી સહન ન થાય તો હું તેને દોષ નહીં દઉં... 

અરે, કોઈ મને સમજે એવી અપેક્ષા પણ હું કેમ રાખું? અને સમજવાનું

શું - મારો અહમ્, અકડાઈ, ગંધાતી સમજશક્તિ?

પણ એથી સ્વર્ગમાં તમે નારાજ ન થતાં મમ્મી-પપ્પા, નહીંતર હું જીવી નહીં શકું... તમારી વિદાયે બિચારી ન ઠરવાની જીદે મારામાં પ્રેરેલા આગ્રહો-કુરાગ્રહોની દીવાલ આજે ખરી પડી છે. એના કાટમાળમાં દબાયેલી હું તમારા સિવાય કોના આશરે આવું?

વરસો અગાઉ માબાપ ન રહ્યાં ત્યાર જેવી અવદશા નવ્યાએ અનુભવી. તેનું આક્રંદ ફાટ્યું. કાશ, અગાઉની જેમ હમણાં પણ સવિતાકાકી આવી મને તેમની હૂંફમાં લઈ લે... હું વળી તૂટી રહી છું, ભાંગી રહી છું... મારો અધિ પણ નહીં આવે?

€ € €

‘જે થયું એ સારા માટે.’

જે બન્યું પછી પાર્ટીનો મૂડ ન રહ્યો. જીવણને અહીં લઈને આવવું આવો ટ્વિસ્ટ સર્જશે એવું આકાર-આંચલે ધાર્યું નહોતું... જીવણોય કેવો ઘીટ. ધરાર બોલ્યો નહીં કે જ્યાં લઈ જાઓ છો એ નવ્યાએ મને નવું કામ ચીંધ્યું છે! તેણે નવ્યાને બ્લૅકમેલ કરવા ચાહી, પણ નવ્યા તેના માથાની નીકળી... તેના ધડાકા પછી આકાર જીવણને કસ્ટડીમાં પૂરીને પાછો આવ્યો ત્યારે બીજા મહેમાનો નીકળી ચૂકેલા. આંચલ ક્ષુબ્ધ થયેલા સ્વજનોને કહેતી સંભળાઈ, ‘હું કહીશ નવ્યા આજે ચોખ્ખી થઈ ગઈ, કહોવાટ નીકળી ગયો. કાકા-કાકીનું હેત મૂલવવામાં પોતે થાપ ખાધાની ભૂલ તેને સમજાઈ અને તો જ પોતાની બીજી ભૂલ પણ તેણે કબૂલી લીધી - એ ગુણ જેવાતેવામાં ન હોય.’

જેને નવ્યા બરબાદ કરવાની હતી એ છોકરી તેનું આવું મૂલ્યાંકન કરે છે!

‘મને રોષ નથી ઊપજતો નવ્યા પ્રત્યે... કોઈના ઇચ્છવાથી આપણું બૂરું થાય એવું હું માનતી નથી. જેટલું હું તેને સમજી છું આ ત્રણ વરસમાં, તેના તરફથી આવું જ કંઈ અપેક્ષિત હોય. આપણે એનો ભાર નથી રાખવાનો, એ છતું થયા પછીની નવ્યાને જાળવવાની છે.’

‘એ કઈ રીતે?’ અધિકાર પૂછી બેઠો.

‘નવ્યાના દોષ જોતી વેળા આપણે ભૂલી જઈએ છીએ કે તે કાચા બચપણમાં અતિવહાલાં માબાપ ગુમાવી બેઠી છે. વજ્રાઘાતમાંથી ભરવા તમારે વજ્રના થવું પડે અધિકાર, નવ્યાની બેરૂખી, તેનો અહમ્, અકડાઈ, તેના માપતોલ બધું એનું પરિણામ છે. આજે એ આવરણ તરડાયું છે, નવ્યા આજે પાછી એ જ નિ:સહાય સ્થિતિમાં છે અધિકાર. ’

અધિકારે મા-પિતા-દાદી સમક્ષ જોયું. ‘ઊભો છે શું, અધિ’ દાદી બોલી ઊઠ્યાં, ‘જા, વહુને જાળવી લે.’

અધિકારે અધીરપણે દોટ મૂકી. આકારે હેતથી આંચલનો પહોંચો દબાવ્યો.

€ € €

પહેલાં કશોક ખખડાટ સંભળાયો. વળતી પળે કોઈ દરવાજા ઉપરની હવાબારીમાં રૂમમાં કૂદ્યું - અધિ!

‘શું કરું, તું દરવાજો નહોતી ખોલતી એટલે...’ હાંફ ખાળી તેણે હાથ લંબાવ્યા, ‘તને એટલું જ કહેવું હતું નવ્યા કે રડવું હોય તો મારો ખભો હાજર છે.’

જાણે સ્વર્ગમાં બેઠાં માબાપથી રહેવાયું ન હોય એમ તેમણે અધિને મોકલ્યા! રુદન ખાળતી નવ્યા પિયુ સમક્ષ ધસી ગઈ.

એ આગોશમાં નવ્યાનું મૂળ રૂપ પણ સુરક્ષિત હતું.

€ € €

કથાના ઉપસંહારમાં એટલું જ કે જીવણને ઘટતી સજા થઈ. તેના કરતૂતે રામસિંહ, ચમેલી ચમકી ઊઠેલા. ચમેલીની ડિલિવરી હેમખેમ પાર પડી. તંદુરસ્ત દીકરો જન્મ્યો એ જ દહાડે જીવણની સજાનો ચુકાદો આવ્યો હતો. નવ્યાએ કાકા-કાકી-ઉમંગની માફી માગ્યા પછી બધું ભૂલી પરિવાર પ્રેમભાવથી રહે છે એમાં ક્યારેય બદલાવ નહીં આવવાનો.

અધિને ત્યાં શોરૂમનું ઉદ્ઘાટન આંચલે જ કર્યું એ તો ઠીક, ચોરીમાં વરકન્યાની છેડાછેડી બાંધવાની આવી ત્યારે નવ્યાએ આંચલને જ તેડાવી - અધિએ મને બધું કહ્યું છે, તું આજથી મારી બેસ્ટ ફ્રેન્ડ. મને નિર્મળ કરનારો ઘટનાક્રમ તારા લકી ગર્લ બનવાથી સર્જા‍યો એટલે મારી છેડાછેડી પણ તું જ બાંધ, તું મારા માટે

નસીબવંતી છે!

આજે આંચલને આ ટાઇટલનો બોજ લાગ્યો નહીં. તેણે હસતાં-હસતાં

છેડાછેડી બાંધી ત્યારે આકાર કાનમાં ગણગણ્યો - હવે આપણો વારો!

સાંભળીને લકી ગર્લ લજામણીની જેમ શરમાઈ ગઈ!

(સમાપ્ત)


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK