કથા-સપ્તાહ - લકી ગર્લ (કિસ્મતનો ખેલ - ૧)

લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું.


katha


અન્ય ભાગ વાંચો

1  |  2  |


સમીત (પૂર્વેશ) શ્રોફ

અંધેરીના ફલૅટમાં સવાર આમ જ ઊગતી, વરસોથી.

‘વહેલી ઊઠી મમ્મી ઘર ચોખ્ખુંચણક કરી દે, નાહીધોઈ તે પૂજામાં બેસે એ દરમ્યાન પપ્પા ઊઠી રોજિંદી ક્રિયામાંથી પરવારી ભજનાવલિ ચાલુ કરી કિચનમાં પ્રવેશે. હા, અમારે ત્યાં સવારની પહેલી ચા મારા પપ્પા જ બનાવે, વરસોથી.’

આંચલ ક્યારેક કૉલેજના ગ્રુપમાં આમ બોલી જાય.

આમ તો ચા પીતા ગામગપાટા હંકાતા હોય, આજે એવો અવકાશ નહોતો... આજે તો કૉલેજ તરફથી એસ્સેલવર્લ્ડની પિકનિક!

મુંબઈની બેસ્ટ ગણાતી ચર્ની રોડની શામળદાસ મહેતા કૉમર્સ કૉલેજમાં સામાન્ય ઘરના છોકરા પણ ભણે, પરંતુ પ્રભુત્વ સાઉથ મુંબઈના શ્રીમંત વર્ગનું; જેમના માટે વરલી આગળના પરાવાસીઓની અમીરી પણ સેકન્ડ સ્ટાન્ડર્ડની ગણાય!

કૉલેજમાં પ્રવેશ લીધાના થોડા મહિનામાં આંચલને સમજાઈ ગયેલું કે અહીંના ક્રીમ ક્રાઉડમાં પોતે મિસમૅચ છે.

ના, પિતા વિરલભાઈની આર્થિક સ્થિતિ કંઈ એવી મંદ નહોતી. તેમનું ફૅબ્રિકેશનનું કામકાજ જોરમાં ચાલે છે, અંધેરી ખાતે ત્રણ બેડરૂમનો મોટો ફ્લૅટ છે, આંચલની પોતાની સ્મૉલ કાર છે...

જોકે મિસમૅચ હોવાથી આંચલને કશો ફેર નથી પડ્યો. કોઈ ગમેતેટલી અકડાઈ દાખવે, આંચલને સ્પર્શતું નહીં. તેમની સાથે પંગો લેવાની માનસિકતા પણ નહીં. કોઈને એટલું મહત્વ જ શું કામ આપવું? અને તેમના કારણે વળી આપણે શાની લઘુતાગ્રંથિ પોષવી? તેમના વિરુદ્ધ બળાપો કાઢતા રહેવાનું પણ આંચલના સ્વભાવમાં નહીં.

ભારોભાર ઠાવકાઈના આ ગુણને કારણે આંચલ નોખી તરી આવતી. એવું પણ નહીં કે તે સદા ગંભીર રહેતી. ના, ક્લાસ બંક કરી મૂવી એન્જૉય કરવા જેવી છૂટછાટ તે બેધડક માણતી, પરંતુ એની અસર તેના રિઝલ્ટ પર ન પડે એટલી ખબરદાર અને હોશિયાર પણ ખરી. આત્મવિશ્વાસથી ઓપતી આંચલ ખૂબસૂરત હતી. જોકે તેને સાદગીસભર રહેવાનું ગમતું.

‘એવું લાગે જાણે સેવન્ટીઝની ફિલ્મોની ભારતીય નારી પડદા પરથી સીધી આપણી કૉલેજમાં આવી ગઈ.’

નવ્યા તીખો વ્યંગ કરતી.

વાલકેશ્વરથી આવતી નવ્યા જેવો ઍટિટ્યુડ બહુ ઓછામાં હોય. બૉલીવુડની નટી પાણી ભરે એવું રૂપ. મોટા ભાગે ઇંગ્લિશમાં જ ટૉક કરવાની સ્માર્ટનેસ, સેલિબ્રિટીઝથીયે અદકો ભપકો, લીડરનો ગુણ અને ગ્રુપનું કેન્દ્ર બની જવાની ખાસિયત. લોઅર કલાસને તે તુચ્છકારથી જોતી સાવ એવું નહીં, પણ પોતાનાથી ચડિયાતા દેખાવાની કોશિશ કરનારને કદ પ્રમાણે વેતરવામાં ખચકાટ નહીં.

‘યુ આર ફૅબ્યુલસ.’

અધિકાર કહેતો.

ડિપાર્ટમેન્ટલ સ્ર્ટોસની ચેઇન ધરાવતા ગર્ભશ્રીમંત કોઠારીપરિવારનો એકનો એક દીકરો એક્સ્ટ્રીમલી હૅન્ડસમ, મોસ્ટ સ્ટાઇલિશ અને લૅવિશ લાઇફ-સ્ટાઇલ માટે જાણીતો હતો. પ્રમાણમાં સીધો, સરળ. પોતાની ટક્કરનો જુવાન પોતાને વખાણે એ નવ્યાને વિશેષ ગમતું.

બહુ જલદી તેમની મૈત્રી જામી. ડૉમિનેટિંગ નેચરની નવ્યાએ સરળતાથી અધિકારની મરજી-નામરજીનાં સૂત્રો સંભાળી લીધેલાં. આવું તે

જાણી-વિચારીને કરતી એવું નહીં, તેનાથી થઈ જતું. સ્વભાવ જ એવો.

માબાપ ગુજરી ગયાં ત્યારે નવ્યા માંડ નવ-દસ વરસની હશે. સંસારમાં એકલી પડેલી બાળકીને તેનાં પિતરાઈ કાકા-કાકીએ જાળવી જાણી.

નવ્યા જોકે જુદું માનતી, ખરેખર તો મેં સુરેન્દ્રકાકા-સવિતાકાકીને જાળવ્યાં... કાપડના મામૂલી બિઝનેસમાં રમતા કાકાને મારા સ્વર્ગસ્થ ડૅડીનો કરોડોનો કારોબાર સંભાળવા આપ્યો. વરલીના મામૂલી પેન્ટહાઉસમાંથી વાલકેશ્વરની વૈભવી વિલામાં લઈ આવી. મારા જેટલો જ તેમનો એકનો એક દીકરો ઉમંગ પેમેન્ટ સીટ પર દેશની બેસ્ટ એન્જિનિયરિંગ કૉલેજમાં ભણી શકતો હોય એ મારા નિર્ણયના પ્રતાપે.

કમાલ છે, કોઈ પોતાની ફૅમિલી માટે આવું કેમ બોલી શકે? કાકાએ તેને ભોળવી વેપાર પચાવી પાડ્યો નથી. કાકીએ તેને ઓછાં લાડ નથી લડાવ્યાં; પણ નવ્યાને એ વફાદારી, સ્નેહ દેખાતાં નથી ને પોતે ઉ૫કાર કર્યાનું ગાણું ગાતાં થાકતી નથી!

આ વિરોધાભાસ તારવનાર કોઈ બીજું હોત તો તેને નવ્યા માટે અભાવ થયો હોત, પણ આંચલ એવી ટૂંકી દૃãક્ટની નહોતી. ઊલટું બચપણમાં

મા-બાપ ગુમાવી પિતરાઈ કાકા-કાકીની ઓથમાં ઊછરેલી નવ્યામાં અમુક લક્ષણો વિકસવા આંચલને સ્વભાવિક લાગતાં. તે માનતી કે બની શકે અધિકાર જેવા તેના નિકટના મિત્રો આ વિરોધાભાસને નવ્યાના દૃãક્ટકોણથી જાણતા-સમજતા પણ હોય!

બાકી નવ્યા સિત્તેરના દાયકાની નાયિકાનો ટોણો મારે તો આંચલ મલકી લે, ‘ભલે ગમે તે દસકાની, તેં મને હિરોઇનનું સ્ટેટસ તો આપ્યું.’

બોલો, હવે આને શું કહેવું? આમાં બોલના૨ને તોડી ૫ડવાનો ભાવ ન હોય. આંચલ એમાં માને જ નહીં, છતાં નવ્યા સમસમી જતી. પરિણામે આંચલ સાથે દોસ્તીની ધરી ન જ ૨ચાઈ. આંચલ આનુંય માઠું ન લગાડે. ખે૨, આ જ વાતાવ૨ણમાં કૉલેજનાં બેઅઢી વરસ તો જોતજોતામાં વીતી ગયાં. હવે આવતા મહિને ફાઇનલ પરીક્ષા પછી બધાના માર્ગ જુદા થઈ જવાના... પણ એ ૫હેલાં આજની પિકનિક!  

આજે કૉલેજ તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત એસ્સેલવર્લ્ડની પિકનિકનું આયોજન હતું. એમાં એકથી ત્રણ વર્ષના કુલ ૭૨ સ્ટુડન્ટ્સ બારસોની ફી ચૂકવી આનંદ માણવા જઈ રહ્યા હતા... ટ્રાન્સપોર્ટ માટે બે AC બસની વ્યવસ્થા થઈ છે, જે કૉલેજથી ઊપડી પ્રવાસીઓને લેતી જઈ દસ વાગ્યે એસ્સેલવર્લ્ડના દ્વારે પહોંચાડી દેશે.

એસ્સેલવર્લ્ડ આમેય આંચલનું ફેવરિટ. ઠાવકી યુવતી ત્યાં ચંચળ ષોડશી જેવી બની જતી. તે પોતે પપ્પા-મમ્મી સાથે જપાન-હૉન્ગકૉન્ગની ફૉરેન-ટૂર્સ માણી આવેલી. ત્યાંના અદ્યતન થીમ-પાક્ર્સ કરતાં પણ તે બચપણથી જ્યાં જતી આવી છે એ એસ્સેલવર્લ્ડની માયા જ અનેરી! પાછલાં બે વરસના કૉલેજ પ્રવાસમાં તે એક યા બીજા કારણે જઈ નહોતી શકી, પણ આ ટૂર તો ન જ ચુકાય. સરખી વયના મિત્રો ને માનીતું સ્થળ, યૌવનને બીજું શું જોઈએ? 

ચાર-છ વાર ડિઝનીલૅન્ડ ફરેલા નવ્યા જેવા માટે પરાનું એસ્સેલવર્લ્ડ બહુ ‘ઇનથિંગ’ ન જ હોય, પણ નિયમ અને બજેટ પ્રમાણે એક દિવસની ટૂર કૉલેજે યોજવાની હોય એમાં બીજું તો શું થઈ શકે! બધાને લીડ કરવાના તોરમાં નવ્યા જોડાઈ. સાથે અધિકાર તો હોય જ એટલે જોડે આવનારા ત્રણ સ્ટાફ-પર્સન્સને પણ નિરાંત. ગયા મહિને કૉલેજમાં પ્રવાસની જાહેરાત થઈ ત્યારથી આ ડેટનો ઇન્તેજાર રહ્યો છે આંચલને : કલાકમાં મારે અંધેરીના નિધાર્રિત પિકઅપ પૉઇન્ટ પર પહોંચાવનું છે, સો હરી!

ઉતાવળે તૈયાર થતી દીકરીનો હરખ નિહાળી મા-બાપ મલકી રહ્યાં.

€ € €

‘વાઉ યાર, યુ લુક ડિફરન્ટ!’

સવારે પોણાસાતે અંધેરીના શૉપર્સ સ્ટૉપ મુકામે વાલકેશ્વરથી નીકળેલી બેમાંની પહેલી બસ પહોંચી ત્યારે અહીંથી ચડનારા સાતેસાત સ્ટુડન્ટ્સ હાજર હતા.

‘ત્રણ આ બસમાં આવશે, બાકીના પાછળની બસમાં ચડજો.’ નવ્યાએ લીડરની હેસિયતથી કહી દીધું.

ત્રણમાં પહેલી ચડનારી આંચલને ડ્રૉપ કરવા આવનારા પિતા વિરલભાઈ છેલ્લી ઘડી સુધી સૂચનાઓ આપતા રહ્યા - જાતને જાળવજે, હોંશમાં ને હોંશમાં ભાન ન ભૂલતી, વાળ બાંધેલા રાખજે, દરેક રાઇડમાં સેફ્ટી-બેલ્ટ, ક્લોઝર ચેક કરજે...

એટલું ઓછું હોય એમ દરવાજે ઊભેલી નવ્યાને પણ ભલામણ કરી હતી - બેટી, મારી દીકરીનું જરા ધ્યાન રાખજે!

‘જરૂર અંકલ,’ મીઠું મલકી નવ્યાએ મોઘમ કહ્યું : તમારી દીકરી મારા ધ્યાનમાં જ છે!

શામળદાસ મહેતા કૉમર્સ કૉલેજના બોંતેર વિદ્યાર્થીઓ પ્લસ ત્રણ સ્ટાફ-પર્સન્સ સાથે કુલ પંચોતેર મેમ્બર્સ શુક્રવારના આજના એસ્સેલવર્લ્ડના પ્રવાસ માટે એકસરખા ઉત્સાહી હતા. લીડર બની બધા પર કન્ટ્રોલ રાખવા માગતી નવ્યા પણ ટૂ બાય ટૂની લક્ઝરીમાં પડખે બેઠેલા અધિકાર સાથે મીઠી ગુફ્તગૂ કરી લેતી.

પ્રવાસનો ઉત્સાહ સૌને હતો, પણ આંચલના આગમન બાદ તો એ બસની રોનક જ બદલાઈ ગઈ. જાણે નવી જ આંચલ ઊઘડી હતી. ડિઝાઇનર જીન્સ કેપ્રી પર તેણે લાઇટ પિન્ક કલરનું ટૉપ પહેર્યું હતું. લાંબા કોરા વાળને ખજૂરી ચોટલામાં ગૂંથ્યા હતા. માફકસરની ઍક્સેસરીઝ અને એવા જ પ્રમાણસરના મેકઅપમાં તેનું સૌંદર્ય એવું નિખર્યું હતું કે બે ઘડી જોતા રહી જાઓ. કોઈએ તેને તું આજે જુદી લાગે છે એમ કહ્યું તો તેની બાજુમાં બેઠેલી ખારની દૃãક્ટએ ટહુકો નાખ્યો - જુદી જ નહીં, વધુ બ્યુટિફુલ પણ લાગે છે એમ કહો!

સાંભળીને તેમની આગલી સીટ પર બેઠેલી નવ્યાએ અધિકાર સામે જોઈ મૂક વ્યંગ કરેલો - જોયું, મણિબેન મૉડર્ન શું થયાં; લોકો ઘેલા થઈ ગયા!

ત્યાં આંચલ તેમની સીટ તરફ ઝૂકી હતી, ‘અધિકાર, ડ્રાઇવરને કહી આ ટેપ બંધ કરાવોને, આપણે સૌ અંતાક્ષરી રમીએ.’

અંતાક્ષરીનું નામ પડતાં બીજા તાળી પાડી ઊઠ્યા એટલે નવ્યાએ વિરોધ પડતો મૂક્યો, તેની સંમતિએ અધિકારે ઊઠી ટેપ બંધ કરાવ્યું.

પછી તો જૂનાં-નવાં ગીતોની રમઝટ ચાલી.

‘રાજા કી આએગી બારાત...’ એસ્સેલવર્લ્ડ જતાં માંડેલી અંતાક્ષરીમાં મોટા ભાગે જૂનાં ગીતો ગાતી આંચલે લતાજીનું ઑલ ટાઇમ ક્લાસિક સૉન્ગ ઉપાડતાં અધિકાર ઊછળ્યો - હેય, આ તો મારી દાદીનું ફેવરિટ સૉન્ગ! કહી તે પણ ગાવામાં જોડાતાં તેમનું ડ્યુએટ નવ્યાને ચચરી ગયું.

અધિકારનાં ૭૬ વરસનાં દાદી દેવકોરબા બહુ પ્રેમાળ. દાદાજીના દેહાંત બાદ સંસારનાં સૂત્રો વહુને સોંપી દીધેલાં. મલબાર હિલના મહેલ જેવા નિવાસસ્થાનમાં ભોંયતળિયાની રૂમમાં સાદાઈથી રહે. પૌત્રમાં તેમનો જીવ. અધિકાર પણ દાદીનો એટલો જ હેવાયો.

‘તારે આ ઘરમાં વહુ થઈને આવવું હોય તો તું પણ દાદીની લાડકી બનવાનું શીખી જજે.’

અધિકાર-નવ્યાની મૈત્રી જામ્યાના શરૂઆતના સમયમાં જ તેનાં મમ્મી નિયતિબહેને નવ્યાને હિન્ટ આપી દીધેલી... નવ્યા તેમને ગમી ગયેલી.

નવ્યાએ ત્યારે કેવળ શરમાઈ લીધેલું. વીતતા વખતમાં મૈત્રી ગાઢી બની. અધિકાર પર અધિકાર જમાવતી ગઈ એમ બે હૈયાંના તાર જોડાતા ગયા ત્યારથી તે દાદીમાનો ખ્યાલ રાખતી થઈ. શરૂમાં પોતે આવું કંઈક કરવું પડે એનો ખટકો પણ રહેતો, પછી થતું ઍનિથિંગ ફૉર અધિકાર! તેની ચાહતમાં પણ પૅશન હતું. જોકે દાદીમા સાથે સમય પસાર કરતાં જુદું જ બનવા લાગ્યું. તેમના જાજરમાન વ્યક્તિત્વની આભા, સ્વભાવની સાãત્વકતા સ્પર્શતી ગઈ, તેમને મળવામાં દંભ ન રહ્યો ને તે પોતે પણ દાદીમાની લાડકી બની ગઈ. પછી દાદીને ગમતું ગીત અધિકારે મારી સાથે ગાવાનું હોય કે આંચલ જોડે!

‘અધિકાર, ભેગાભેગું તમારાં પપ્પા-મમ્મીનું ફેવરિટ સૉન્ગ હોય તો એ પણ આંચલ જોડે જ ગાઈ નાખો.’

અત્યંત ધીમા સાદે થયેલી ટિપ્પણી અધિકારને જરા થડકાવી ગઈ. નવ્યા તેને એક નજરમાં ગમી ગયેલી. પોતાનું ધાર્યું કરવામાં માનતી છોકરીને પોતાની બનાવવી પડકારરૂપ લાગ્યું, એ કોશિશોમાંથી પ્રણય ઉદ્્ભવ્યો. બેઉ પક્ષ એમાં તરબોળ બન્યા. ડૉમિનેટિંગ નેચરની નવ્યાએ પોતાના પર કબજો જમાવી દીધો છે એવું અધિકારને કદી ફીલ ન થતું, બલકે નવ્યાના વશમાં રહેવું તેને ગમતું. તેને નારાજ કરવાની હિંમત ન થતી. ના, પરિવાર તરફથી ભલે બેઉને ગ્રીન સિગ્નલ મળ્યું હોય, કૉલેજમાં પ્રણયની જાહેરાત હજી નથી કરી અમે. શી જરૂર? વિના કહ્યે લોકો અમને કપલ ધારે એનો પણ લુત્ફ છે.

‘આંચલ જોડે હું ગમે એટલાં ડ્યુએટ્સ ગાઉં,’ અત્યારે પ્રેયસીને મનાવવાના આશયે અધિકાર ગણગણ્યો, ‘સુહાગરાતનું યુગલ ગીત તો તારી સાથે જ ગાવાનો છું.’

એવું જ નવ્યાએ ‘લુચ્ચા’ કહી તેના બાવડે ચીંટિયો ભર્યો‍ ને ખભે માથું ઢાળી દીધું.

થોડી મિનિટોનો ખુમાર તાળીઓના ગડગડાટે તૂટ્યો. આંચલની ટીમ અંતાક્ષરીમાં જીતી હતી.

અને જાણે જીતના મુરતમાં નીકળી હોય એમ ડેસ્ટિનેશન આવતા સુધીમાં બીજી ત્રણેક રમતોમાંય આંચલ કે તેની ટીમ જ જીતી એ નવ્યાને સ્વભાવગત ખટક્યું. આંચલ જેવી છોકરી અનબીટેબલ રહી!

પાર્ક પરિસરમાં પહોંચતાં જ આંચલે દોટ મૂકતાં કૉલેજવાળા તેની પાછળ ભાગ્યા.

‘શી ઇઝ રિયલી ક્રેઝી.’ અધિકારે આંચલ બાબત ટકોર કરતાં નવ્યાએ હોઠ મરડ્યો : મિડલ ક્લાસ મણિબેન આજે બહુ હવામાં ઊડી રહી છે! તેને મારે ધરતી પર આણવી પડશે...

પછી તો નવ્યાનો ઇરાદો ઘૂંટાતો રહે એવું જ બનતું ગયું.

મોસ્ટ થિþલિંગ રાઇડ્સ માટે દોડી જવામાં આંચલ અગ્રેસર રહેતી. એકાદમાં વળી તે અધિકાર સાથે થઈ ગઈ હશે, તેનેય રાઇડ્સનો શોખ છે જાણી હાથ પકડી બીજી વાર બેસવા દોરી ગયેલી. અધિકાર ગયો એ પણ કેવું! ક્યુને કારણે પાછળ રહી ગયેલી નવ્યા સમસમી ગઈ હતી.

અફકોર્સ ઍમ્યુઝમેન્ટ પાર્કમાં મોટેરા પણ બાળક જેવા બની જતા હોય છે, અધિકાર કોઈ અજાણી કે ગ્રુપની બીજી કોઈ છોકરી સાથે પણ ગયો હોત તો નવ્યાને વાંધો ન હોત. બટ આંચલ? નો વે! પરાની છોકરી તેના ઍટિટ્યુડથી મને હંફાવી જાય છે, અધિકાર તો એ સુપેરે સમજે છે તોય...

‘બહુ મજા આવી.’ બહાર નીકળેલા અધિકારે બળતરામાં ઉમેરો કર્યો‍, ‘તું ચાલ, તું થિþલની મારી ચીસ પાડતી હો ત્યારે મારે તારા ગાલની ચૂમી લેવી છે.’

હમણાંનો અધિકાર ક્યારેક આવી તોફાની હરકત કરી દેતો ખરો. નવ્યાને એ ગમતું, પણ આજે છણકો થઈ

ગયો - કેમ, પેલી આંચલનો જ ગાલ ચૂમી લેવો હતોને.

બાકીનું મનમાં બોલી - હવે બહુ થયું. તેં બહુ મજા માણી આંચલ, હવે હું કંઈક એવું કરવાની કે સૌને એમાં મજા આવે!

આજના એકદિવસીય પ્રવાસમાં છેવટે શું થવાનું છે એની કોઈને ક્યાં ખબર હતી?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK