કથા-સપ્તાહ - જ્વાળા (ઘટનાચક્ર - 2)

‘ખરો કંજૂસ તારો વર.’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


શુક્રની સવારે અજાત ઑફિસ જવા નીકળ્યા બાદ સ્વામિની કાલની પાર્ટીનું ઇન્વાઇટ પાઠવવા બેઠી. આકાંક્ષાને ફોન જોડતાં તે નિમંત્રણનો આભાર માનવાને બદલે ટીકાટિપ્પણી કરવા બેસી ગઈ,

‘યાદ છે, અમે અમારી સેકન્ડ ઍનિવર્સરીની પાર્ટી ખંડાલાના અમારા ફાર્મહાઉસ ખાતે રાખેલી? અનુરાગે એને રોશનીથી ઝગમગાવી દીધેલું. આતિશબાજી કરેલી. બધું ઇવેન્ટ કંપનીને સોંપી દેવાનું. ઉજવણી આપણા સ્ટેટસરૂપ તો હોવી જોઈએને! રેસ્ટોરાંમાં પાર્ટી ઇઝ ટુ મિડલ ક્લાસ.’ કહીને ડંખ માર્યો‍, ‘પ્રસંગ તારા પિયરની ઢબે જ ઊજવવાનો હોય તો અમીરજાદાને પરણ્યાનો ફાયદો શું, એ પણ દેખાવમાં સમાધાન કરીને.’

હે રામ. અજાતની પસંદગી સમાધાનરૂપ નહોતી એ આવાને કેવી રીતે સમજાવું? અમારા અર્થભેદ, રૂપભેદ કેવળ એક સંજોગ છે; અમે એનાથી પરેહ છીએ એનો સ્વીકાર આકાંક્ષા જેવા ક્યારે કરશે? એવું પણ નહીં કે તેમને સચ્ચાઈ પરખાતી હોય ને માત્ર મને સંભળાવવા શબ્દબાણ ચલાવતા હોય... લગ્નના મારા નિર્ણય બાબત તેમની માનસિકતામાં જ લૂણો છે.

‘ઍનીવે...’ આકાંક્ષાએ સ્વામિનીને ઝબકાવી, ‘સેટરડે તો અમારા ગ્રુપમાં વીક-એન્ડ પાર્ટી હોય છે એટલે કદાચ નહીં અવાય. અનુરાગ તો ચોક્કસ નહીં આવી શકે... હું ટ્રાય કરી જોઈશ.’

સ્વામિનીએ પણ વધુ આગ્રહ ન કર્યો. વહેવારના નાતે મેં આમંત્રણ પાઠવી દીધું, હવે મરજી તેમની!

€ € €

‘માર્કેટમાં નવી વાત ફરી રહી છે સાહેબ.’ શ્રીવાસ્તવે ધીમા સૂરમાં કહ્યું. અનુરાગના કાન સરવા થયા.

ગર્ભશ્રીમંત જોબનપુત્રા કુટુંબમાં જન્મેલું બાળક ચાંદીની ચમચી સાથે અવતરેલું કહેવાય. એ હિસાબે અનુરાગને પણ ગળથૂથીમાં વૈભવ મળ્યો છે. કેમિકલ, પ્લાસ્ટિક જેવા પરિવારના બે-ત્રણ બિઝનેસ છે. નરીમાન પૉઇન્ટ ખાતેના કમર્શિયલ કૉમ્પ્લેક્સમાં છઠ્ઠા માળે તેમની કંપનીની કૉર્પોરેટ ઑફિસ છે. મોટા શેઠ ગણાતા અનુરાગના પિતા જયસુખભાઈ હેલ્થવાઇઝ ફિટ ખરા, પણ પોતે અર્ધનિવૃત્ત જેવા છે. વ્યાપારનાં સૂત્રો દીકરાને સોંપી દીધાં છે. અનુરાગમાં વ્યાપારની પૅશન છે, પ્રગતિનું ઝનૂન છે. વ્યાપારનો વ્યાપ વધારવાની અનુરાગની નીતિ-રીતિ થોડી જુદી છે. તે માનતો કે તમારે પ્રોગ્રેસ કરવો હોય તો પહેલાં તમારા હરીફોને જાણો, તેમનું આયોજન ચકાસો. પછી તેને પછાડીને એ જ યોજનાની બ્લુપ્રિન્ટ તમે અપનાવી લો તો યુ કૅન બી અ હિસ્ટરીસેટર!

પોતાની ગેમ ડિસ્ક્લોઝ કર્યા વિના સામાનાં પત્તાં જાણી લેવાની હરકતને સ્ર્પોટમાં ચીટિંગ કહેવાય છે, બિઝનેસમાં એ સ્ટ્રૅટેજી તરીકે ઓળખાય છે! બે-ત્રણ કિસ્સામાં સક્સેસ મળ્યા પછી અનુરાગને આ મંત્ર ફાવી ગયો હતો. તેણે પર્સનલ સ્ટાફમાં ચાર-છ માણસ એવા રાખેલા જે કેવળ કૉમ્પિટિટર્સની ખાનગી માહિતી મેળવવાનું જ કામ કરે. આધેડ વયના શ્રીવાસ્તવ એમાંના એક.

જોઈએ શુક્રની આજની સવારે તેઓ શું ખબર લાવ્યા છે!

‘મલ્હોત્રાઝ આર ગોઇંગ ટુ હોટેલ-બિઝનેસ.’

મલ્હોત્રા ઇન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક ક્ષેત્રમાં મોટું નામ છે. જોબનપુત્રાના મોસ્ટ ક્લોઝ કૉમ્પિટિટર્સ. એ લોકો હવે નવું જ ફીલ્ડ એક્સપ્લો૨ કરવાના?

‘તમે તો જાણો છો, સૂર્યકાંત

મલ્હોત્રા-કંપનીના વડા-નો ગ્રૅન્ડ સન મોહિત હોટેલ મૅનેજમેન્ટનું ભણ્યો છે. તેને લૉન્ચ કરવા દાદા-પિતાની જોડીએ મુંબઈમાં ટેરેસ હોટેલ્સની ચેઇન શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું છે. પહેલા તબક્કામાં સાતેક જેટલી હોટેલ્સ માટે લાઇસન્સની અરજી કરવામાં આવી છે. સમાંતરે મુંબઈથી અંધેરી સુધીના દરેક લોકશને ઇન્ટીરિયરની તૈયારી તડામાર રીતે ચાલે છે. પ્રથમ છ માસનાં રિઝલ્ટ્સ પછી આને લગતો પબ્લિક ઇશ્યુ બહાર પાડવા સુધીનું તેમનું પ્લાનિંગ છે.’

અચ્છા! અનુરાગ વિચારમાં પડ્યો.

સામાન્યપણે કોઈ પણ બિઝનેસનું લૉન્ચિંગ ધૂમધડાકાભેર થતું હોય, પરંતુ એની પૂવર્તૈનયારી તો મોટા ભાગે ચૂપચાપ, ઝાઝી હોહા વિના જ થતી હોય છે જેથી હરીફને એની ગંધ ન આવે. સ્ટ્રૅટેજી લીક ન થઈ જાય એ માટે કોડિંગ-સિસ્ટમ પણ ફૉલો થતી હોય છે. મલ્હોત્રાએ પણ આની તકેદારી રાખી જ હોય. છતાં શ્રીવાસ્તવ માહિતી લઈ આવ્યા એ તેમની કાબેલિયત જ ગણાવી જોઈએ. અંદરથી મેળવેલી વિગતો જૂઠી ઠરવાની શક્યતા નહીંવત હોય છે.

વી આર નૉટ ઇન હોટેલ-બિઝનેસ. દેખીતી રીતે મલ્હોત્રાની મૂવથી અમારી હરીફાઈ નથી વધતી, પણ હરીફ સબળ થાય એય ઇચ્છનીય ન ગણાય!

અહં, કુછ તો કરના પડેગા. કંઈક એવું જે મલ્હોત્રાઝને પ્લાનિંગના તબક્કે જ બેવડ વાળી દે.

‘ઠીક હૈ, સોચતે હૈ કુછ...’ અનુરાગે કહ્યું, મીટિંગ બરખાસ્ત થવાનો એ અણસાર હતો.

શ્રીવાસ્તવને ખબર હતી કે મલ્હોત્રાની કમર તોડી દે એવો ઘા હવે થવાનો!

€ € €

‘હાય... જો, વીનસનું વડાપાંઉ ઑર્ડર કર્યું ને તને ખાસ સાંભરીને ફોન જોડ્યો.’

ખૂણાનું ટેબલ લઈને ગોઠવાતી કાવેરીએ ધીમા અવાજે મોબાઇલમાં ટહુકો પૂર્યો‍.

‘તારી જૉબનો આ પ્લસપૉઇન્ટ છે. પંદરમા માળની ઑફિસની ઉપર જ અફલાતૂન રેસ્ટોરાં અને દિવસનો એક વારનો ચા-નાસ્તો તમારા બૉસ તરફથી.’ સામેથી કહેવાયું.

‘યા, અમારા ઉત્ક્રાંતસર દિલદાર માણસ છે.’ કાવેરીનો રણકો ઊપસ્યો અને પછી નિસાસો સર્યો, ‘કંપનીની મહેરબાની વિના મારા જેવીને અહીં આવવું પણ પરવડે શું? ’

તેના સ્વરની હતાશા સાંભળનારથી અજાણ ક્યાં હતી? વિક્ટર બરાબર જાણે છે કે આર્થિક હાલત થોડી સધ્ધર કર્યા વિના કાવેરી પરણવાની નહીં, અમારાં લગ્ન થઈ શકવાનાં નહીં!

શિવાજી પાર્ક ખાતેની ચાલમાં ઉછરનારી કાવેરીની ચાલીની સામે ઝૂંપડા જેવું કાચુંપાકું ઘર ધરાવતો વિક્ટર સંસારમાં એકલો હતો. ગુજારા માટે નજીકના ગૅરેજમાં મેકૅનિકનું કામકાજ કરતો.

ભણવામાં ઠીક-ઠીક એવી કાવેરી કોઈને પણ એક નજરમાં ગમી જાય એવી રૂપાળી હતી. વિકીનું હૈયું હારવું સ્વાભાવિક હતું. બહુ ફીલ્ડિંગ ભરીને તેણે કાવેરીને રીઝવી હતી. કાવેરીનું ગુરૂર છલકાતું. વિક્ટર પોતે કમ અટ્રૅક્ટિવ નહોતો. તેના બારમું પાસ સામે કાવેરી પોતે ગ્રૅજ્યુએશન કરતી હતી, પણ છેવટે તો હૃદયના રાગ આગળ આપણે સૌ લાચાર છીએ. કાવેરી પણ કેમ અપવાદરૂપ હોય?

‘મને હેતની કમી નથી. મા-બા૫ની એકની એક દીકરી છું, ભારે લાડલી છું.’ તે કહેતી, ‘પતિ પાસેથી મને એટલાં જ લાડપ્યાર જોઈશે.’

‘નો વરી...’ વિક્ટર ઝળહળી ઊઠતો ‘તને પ્યારની ઊણપ વર્તાવા નહીં દઉં.’

કાવેરીને આમાં દ્વિધા નહોતી, પણ...

‘સાથે એ પણ ખરું વિકી કે આપણું સંતાન આપણા જેવી ગરીબી, અભાવ નહીં વેઠે. આપણે એ મકામ બનાવી ન શકીએ ત્યાં સુધી હું પરણી ન શકું.’

કાવેરીએ તેની ૨૩ વરસની જિંદગીમાં ગરીબી જ જોઈ છે અને પોતાની આવનારી પેઢીને એ દોજખ દેવાની તેની તૈયારી નથી. વિકી એમાં પણ સંમતિ પુરાવતો.

કાવેરીના પેરન્ટ્્સ વિક્ટરને જોઈ-મળી રાજી હતા. ના, અમને નડેલા, નડતા અભાવોનો હવાલો તેમને આપવાનો ન હોય. આપ્યો હોત તો તેઓ અચૂક કહેત : મેકૅનિક તરીકે તું સારું કમાય છે. ભણીને કાવેરી નોકરીએ લાગી છે. બે જણ ભેગા મળીને સુખેથી સંસાર ચલાવી શકશો...’

કાવેરીને એનોય વાંધો, ‘આપણી કમાણીમાં દળદ૨ નહીં ફીટે વિકી... બેના ત્રણ થઈએ તો કાલ માટે કશું બચે નહીં.’

એય માન્યું. તો પછી આનો ઉપાય શું?

‘આનો જવાબ તો મારી પાસે આજે પણ નથી...’ કાવેરીએ અત્યારે પણ લાચારી જતાવી. ‘એટલી જ આશા છે કે આપણી બળવત્તર ચાહના જ કદાચ કુદરતને રહેમ કરવા પ્રેરે!’ પછી સાવધ થઈને કૉલ કટ કર્યો‍, ‘બાય, ઑફિસનો બીજો સ્ટાફ આવી રહ્યો છે. ઉત્ક્રાંતસર પણ આવતા હશે.’ કાવેરીએ ઉતાવળે વાત પતાવી, ‘તેમના આવતાં પહેલાં રિસેપ્શનિસ્ટની મારી ખુરસી પર ગોઠવાઈ જાઉં...’

કાર્યસ્થળે કાવેરી ફ્રેન્ડ્લી રહેતી, પણ અંગત થવાનું ટાળતી. અહીં વિકીને કોઈ જાણતું નથી.

કાવેરીએ ઉતાવળે વાત પતાવી, ‘સરના આવતાં પહેલાં રિસેપ્શનિસ્ટની મારી ખુરસી પર ગોઠવાઈ જાઉં.’

ફટાફટ દાદર ઊતરી નીચલા માળે આવી ત્યારે પોતે આપેલી ચાવીથી લિફ્ટની સામે પડતી ઑફિસ ખોલીને પટાવાળો જીવણ સાફસૂફીમાં લાગ્યો હતો. ઝવેરી ઍન્ડ કંપનીનો કાચનો દરવાજો ખોલીને કાવેરી ભીતર પ્રવેશી. તેની પાછળ જ ઉત્ક્રાંત આવ્યો.

‘ગુડ મૉર્નિંગ સર...’નો ટહુકો કરતી કાવેરીને ત્યારે જાણ નહોતી કે બૉસે પકડેલી બ્રીફકેસમાં કરોડોના હીરા છે!

€ € €

ડાયમન્ડ્સ આર ફૉર એવર! કૅબિનના ટેબલ પર વેલ્વેટ પાથરીને ઉત્ક્રાંત ઉપર મુકાયેલા હીરાના ઝળહળાટને માણી રહ્યો.

‘આઇ નીડ યૉર હેલ્પ...’ આજની વહેલી સવારે ફોન રણકાવનાર હતા શેઠ ધનજીભાઈ, બિલ્ડિંગના પાડોશી.

માધવબાગ નજીક આવેલી મેઘદૂત સોસાયટીમાં પચાસેક જેટલા રૉહાઉસનું ઝૂમખું છે. એમાં પોતાની બરાબર સામેના ઘરના શેઠ પરિવાર જોડે ઉત્ક્રાંતની ફૅમિલીને ઘરવટ છે.

‘અમે એક જ દહાડે કુંભઘડો મૂક્યો. ત્યારનાં વેણુબહેન મારાં મોટાં બહેન બનીને રહ્યાં છે.’ મા કહેતી.

સ્નેહનો એ તાંતણો ઉત્ક્રાંતથી ક્યાં અજાણ્યો હતો? પપ્પા-મમ્મીએ આ નવું ઘર લીધું ત્યારે તો પોતે માંડ સાત-આઠ વરસનો હશે... એ હિસાબે સમજ ફૂટી ત્યારથી સંબંધની ઉષ્મા અનુભવી છે. પોતે વેણુમાસીનો લાડકો તો તેમના દેવ-રાજને મા પણ એટલું જ વહાલ કરે. સરખેસરખા અમે કેટલી ધમાલ કરતા. મોટા થતા રસ્તા ફંટાતા ગયા. દેવ-રાજ વિદેશમાં સેટલ થઈને પરણી ગયા છે, જ્યારે પોતે ઘ્ખ્ થઈને વરલી ખાતે વીનસના પંદરમા માળે ઑફિસ ખોલી છે...

દરમ્યાન પિતાના દેહાંત સમયે માસા-માસીએ હૂંફ પૂરી પાડેલી. જીવન વહેતું રહ્યું. સધ્ધર આર્થિક સ્થિતિને કારણે તકલીફ નહોતી અને પોતાની પ્રૅક્ટિસ પણ જામી ગઈ છે એટલે માને વહુ આણવાની ઉતાવળ છે : તું ૩૦નો થયો. હજી ક્યાં સુધી મારે વહુની વાટ જોવી!

વયસહજ અરમાનો અત્યંત સોહામણા ઉત્ક્રાંતને પણ હતાં. સંસ્કારથી ઓપતા ઉત્ક્રાંત જોડે પાત્ર પણ એવું જ શોભે. જોકે કામનું ભારણ જ એટલું રહેતું કે અનેક કહેણ આવતાં હોવા છતાં છોકરી જોવાની ફુરસદ ન મળતી. આવામાં આજે વહેલી સવારે ધનજીભાઈનો ફોન.

‘તું તો જાણે છે કે દેવની માયાવહુના પેરન્ટ્્સ અમદાવાદ રહે છે.’ ધનજીભાઈએ પૂવર્ભૂ મિકા બાંધીને ઉમેર્યું, ‘અમારાં વેવાણની તબિયત અચાનક લથડી છે. અમારે તાબડતોબ નીકળવું પડશે.

દેવ-માયાવહુ પણ અમેરિકાથી નીકળે છે.’

‘ઓહ, ઠીક છે માસા. તો હું ડ્રાઇવરની વ્યવસ્થા કરાવી દઉં.’

‘એ બધું પછી. પહેલાં અહીં આવ, હું આપું એ મતા સંભાળી લે.’

એ જોખમી મતા એટલે સવાબે કરોડના આ ઝગમગ હીરા! પોતાને તેડાવી બેડરૂમમાં લઈ જઈને માસાએ કબાટની તિજોરીમાંથી પોટલી કાઢી ડઝન હીરા ધરતાં પોતે આમ જ એમને તાકી રહેલો. ના, પોતે જ તેમનું રિટર્ન ફાઇલ કરતો એટલે માસાની આર્થિક સ્થિતિનો અડસટ્ટો હતો. જરઝવેરાતમાં ઇન્વેસ્ટ કરવાની તેમની ટેવ છૂપી નહોતી એટલે હીરાની નવાઈ ન હોય...

‘કાલે જ માર્કેટમાંથી ખરીદ્યા છે, બધું ઑફિશ્યલ છે. આજે બૅન્કના લૉકરમાં મૂકવા જવાનું હતું, પણ હવે તો અમદાવાદથી આવીને જ એનો મેળ પડશે. ખબર નહીં ત્યાં કેટલા દિવસ રોકાવાનું થાય. એટલો સમય તું સાંભળી લે.’

કેટલા હકથી, વિશ્વાસથી તેમણે જવાબદારી સોંપી. એને નિભાવવાનો ઇનકાર હોય જ નહીં.

‘ભલે, હું આજે આ પાઉચ અમારા લૉકરમાં મૂકી આવીશ.’ 

ઉત્ક્રાંત કીમતી જણસ ઘરમાં રાખવાના મતનો નહોતો. આમ તો સોસાયટી સેફ હતી. છતાં મા આખો દહાડો એકલી હોય. એમાં ઑડિટ માટે મારે રાતવરત બહારગામ જવાનું ગમે ત્યારે થતું હોય તો શીદ તેના માથે જોખમ રાખવું! ઘરમાં એટલે તો ચોરખાનાની પણ વ્યવસ્થા નથી રાખી. ઑફિસ આવતાં પોતે હીરા પણ લેતો આવ્યો. હવે બપોરે બૅન્કમાં જઈને હીરા લૉકરમાં મૂકતો આવીશ.

હીરા નિહાળી, પોટલીમાં સાચવીને મૂકી ઉત્ક્રાંતે રિસેપ્શન પર ઇન્ટરકૉમ કર્યો, ‘મિસ કાવેરી, બપોરે લંચટાઇપમાં શાર્પ એક વાગ્યે મને બૅન્કમાં જવાનું યાદ અપાવજો.’

ઉત્ક્રાંતનું કામકાજ પુરજોશમાં ચાલે છે. દસ જણનો તો સ્ટાફ છે. ત્રણ રૂમ જેવડી ઑફિસમાં પ્રવેશદ્વારે રિસેપ્શનિસ્ટનું ટેબલ, પછી સ્ટાફનાં ટેબલ્સ અને છેવાડે ઉત્ક્રાંતની વિશાળ કૅબિન.

‘હી ઇઝ અ થરો જેન્ટલમૅન.’ કાવેરી વિકીને કહેતી, ‘સ્ટાફને વિશ્વાસથી જીતતાં તેમને આવડે છે. ઑફિસ જનારી હું સૌથી પહેલી હોઉં, સાંજે નીકળવામાં છેલ્લી. તમામ ચાવીના ઝૂડા મારી પાસે રહે છે. ઉત્ક્રાંતસરે કદી એના પર ક્વેન નથી કર્યા. ઉત્ક્રાંતસર છે જ એવા કે તેમને દુ:ખ પહોંચાડવાનું મન ન થાય...’

કાવેરી જ નહીં, પૂરા સ્ટાફ માટે ઉત્ક્રાંત પ્રેરણારૂપ છે. પહેલી જ જૉબમાં આવો બૉસ મળવા બદલ કાવેરી પોતાને ખુશનસીબ સમજતી.

‘યસ સર...’ અત્યારે પણ તેણે અદબથી કહ્યું. ‘હું બપોરે જાણ કરીશ.’

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK