કથા-સપ્તાહ - જુગાર (કતલની દાસ્તાન - 4)

બેશક, અભિને શ્રાવણીથી છૂટો કરીને પોતે તેની કાયદેસરની પત્ની થવા માગતી હતી, પણ એથી આવો ટ્વિસ્ટ કલ્પ્યો નહોતો...‘જુગારમાં થયેલી હત્યાનું કોકડું ઉકેલાયું. ખૂનીની શરણાગતિ...’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


ચાર દિવસ પછી અખબારની અંદરની કૉલમમાં છપાયેલા સમાચાર અભિ વાંચી રહ્યો.

અહેવાલમાં લખ્યું છે કે ગયા શનિવારે મૃત્યુ પામેલા તિવારીની તેના ઘરે જામેલી જુગારની બેઠકમાં અપરાધી અતુલ્ય મહેતા સાથે બોલચાલ થઈ હતી. જુગારમાં હારેલા અતુલ્યને તિવારીએ તેની પત્નીને દાવમાં મૂકવાનું કહેતાં ઉશ્કેરાયેલા અતુલ્યએ શરાબની બૉટલ તોડી કાચ ગરદનમાં ખૂંપાવી તિવારીની ક્રૂર હત્યા કર્યાનું કબૂલ્યું હતું.

ખરેખર તો હત્યા કરીને નાસી છૂટેલા અતુલ્યને ઝડપવા પોલીસે કમર કસી હતી. તેની વિધવા માતા સાવિત્રીબહેન અને પત્ની ઝરણા તો માનવા જ તૈયાર નહોતાં કે અતુલ્ય આવું કંઈક કરે, પણ ગતરોજ અતુલ્યએ સામેથી પોલીસમાં હાજર થઈને અટકળોનો અંત આણી દીધો છે. તેના બયાનમાં ઘટનાના અન્ય સાક્ષીઓએ હામી પુરાવતાં તિવારીની વર્તણૂકને ધ્યાનમાં લઈને અતુલ્યને ફાંસીને બદલે પાંચ-સાત વર્ષની સજા થવાનો સંભવ હોવાનું નિષ્ણાત વકીલો જણાવી રહ્યા છે...

‘મને ડર છે...’
રોશનીના સાદે અભિએ ન્યુઝપેપર સમેટ્યું.
‘કાલે આ જ પાના પર આવી જ હેડલાઇન હશે : ગુમ થયેલી મનાતી પરિણીતાનું કોકડું ઉકેલાયું. ખૂની પતિ અને તેની સેક્રેટરીની ધરપકડ!’ હાંફી ગઈ રોશની.

બેશક, અભિને શ્રાવણીથી છૂટો કરીને પોતે તેની કાયદેસરની પત્ની થવા માગતી હતી, પણ એથી આવો ટ્વિસ્ટ કલ્પ્યો નહોતો...

રવિની રજાના દહાડે અમે ફાર્મહાઉસ પહોંચ્યાં ત્યારે ક્યાં જાણ હતી કે થોડા સમય પછી શ્રાવણી અહીં મળવા આવી ચડવાની!

દર વખતની જેમ અમે ફાર્મહાઉસમાં બેફામ બનીને કામક્રીડા માણતાં હતાં. અભિ અમારી મુલાકાત દરમ્યાન નોકરવર્ગને આઘોપાછો કરી દે એટલે સ્વિમિંગ-પૂલમાં યા ખુલ્લી લૉનમાં એકમેકમાં ગૂંથાઈ જવાનો સંકોચ ન નડતો. એ રવિવારે જોકે વરસાદનાં બે-ચાર ઝાપટાં વરસી ગયેલાં એટલે અમે માસ્ટર બેડરૂમમાં હતાં. દરવાજો બંધ કરવાની જરૂર કોને હોય? એવું ભાન ભૂલેલાં કે ઝાંપો ખોલવાનો, કાર પૉર્ચમાં અટક્યાનો અવાજ પણ કાને પડ્યો નહીં! રોશની વાગોળી રહી.

‘વૉટ ધ હેલ ઇટ ઇઝ!’
તીણી ચીસે અભિ-રોશનીને ભડકાવ્યાં. જોયું તો શ્રા...વ...ણી...! બારણે ઊભી શ્રાવણીને જોતાં જ કામપૂર ઓસરી ગયું. અભિએ કમરે ટુવાલ વીંટાળ્યોયો, રોશનીએ બદન પર ચાદર વીંટાળી.

રોષથી તમતમતી શ્રાવણી ભીતર આવી, ‘હાઉ કુડ યુ ડૂ ધીસ!’

અભિને તમાચો ફટકારીને તે રોશની તરફ ફરી તેના મોં પર થૂંકી - વેશ્યા!

રોશની પણ સળગી ગઈ - અ...ભિ! તારી વાઇફની હરકત તો જો!
શ્રાવણીનો વિશ્વાસ તૂ્ટ્યો હતો. પોતાના સંસારમાં તે ખુશ હતી, સુખી હતી. પતિને સ્પેસ આપવાની સૂઝ હતી તેનામાં. બિઝનેસની બૅલૅન્સ-શીટ કે પતિની અપૉઇન્ટમેન્ટ ડાયરી જોવા જેવી ચેષ્ટા તેણે ક્યારેય નહોતી કરી.

પણ હમણાં-હમણાં અભિમાં કશું તો પરિવર્તન દેખાતું હતું અથવા કશુંક હતું જે સાફ દેખાતું પણ નહોતું. આને જ પત્નીની સિક્સ્થ સેન્સ કહેતા હશે? અભિ પર શંકા કરવાનું મને શોભે નહીં. જાતને ઘણું સમજાવતી રહી, પણ અંગત ક્ષણોમાં પતિના બદન પર પરસ્ત્રીના નહોર અનુભવ્યા પછી ગાફેલ રહેવું પાલવે એમ નહોતું. પાછલા મહિનાથી તે અભિના શેડ્યુલને ઝીણવટથી માપી રહી હતી. અભિની ફાર્મહાઉસની વિઝિટ્્સ કેમ વધી ગઈ છે? ના, અભિને કંઈ જ પૂછ્વું નથી. એક દહાડો અણધારી પહોંચીને તેને ચોંકાવી દઈશ... તેની મુલાકાત નર્દિોષ હોય તો માફી માગી લઈશ અને જો તે સાચે જ મને ચીટ કરતો હોય તો તેનેય ભાન થશે કે શ્રાવણી વિfવાસ મૂકી જાણે છે તો વિfવાસઘાતની સજા પણ ફટકારી શકે છે!
એ ઘડી અત્યારે આવી ગઈ હતી... અભિની તેની સેક્રેટરી સાથેની કામલીલા નજરે નિહાળીને શ્રાવણીનો રોષ બેકાબૂ હતો.

‘અભિ શું મને જોવાનો. હવે તો હું તેને જોઈશ – કોર્ટમાં !’

‘નો...’ અભિએ શ્રાવણીને બાવડેથી પકડી, ‘યુ વોન્ટ ડૂ ધેટ...’

‘આઇ વિલ.’ શ્રાવણીએ ઝટકાભેર તેનો હાથ છોડાવ્યો. ‘ઍન્ડ આઇ વિલ ડૂ ઇટ ડેફિનેટ્લી.’

‘અભિ...’ હવે રોશની આગળ થઈ, ‘જતી હોય તો જવા દેને તેને કોર્ટમાં. નાઓ ઇટ્્સ ઓપન. ડિવૉર્સ માટે કોર્ટમાં તો જવું જ પડેને.’

ડિવૉર્સ!

અભિ સમસમી ગયો, શ્રાવણીએ રોશનીને નિહાળી લઈને અભિ તરફ વ્યંગભર્યું સ્મિત ફેંક્યું.
‘બિચારી ડિવૉર્સનો મતલબ જાણતી નથી લાગતી. તેં તેને હજી જણાવ્યું નથી કે છૂટાછેડા તને રસ્તા પર આણી દેશે?’ શ્રાવણીની વાણીમાં ધાર હતી, હાંફતી છાતીમાં આવેશ, ‘આજે મારા પપ્પાની દૂરંદેશી પર મને માન થાય છે. કંપનીના મર્જર વખતે તેમણે ખાસ શરત રખાવી હતી કે કોઈ પણ સમયે કોઈ પણ કારણે શ્રાવણી-અભિ છૂટાં પડે તો તમામ મિલકતનો ઇખ્તિયાર કેવળ શ્રાવણીને રહેશે.’

હેં. રોશની ડઘાઈ, અભિજિત છટપટ્યો. એ મતલબની શરત દેવધર શેઠની શેહમાં આવીને ડૅડીએ કબૂલ રાખેલી. દીકરી અને વહુ તરીકે બેઉ કંપની પર શ્રાવણીની જ માલિકી રહે. અમારા ડિવૉર્સ થઈ શકે એવી તો સંભાવના પણ કોઈને કેમ વર્તાઈ હોય એટલે કેવળ ફૉર્માલિટીની રૂએ દસ્તાવેજમાં લખાયેલી કલમને બ્રહ્માસ્ત્ર તરીકે વાપરીને શ્રાવણી મારો સર્વનાશ નોંતરી શકે!

‘મેં કદી આ શરત મનમાં રાખી નહોતી, પણ કાગળ પર રહેલી એ મને બહુ કામ આવવાની. તને પણ ભાન થશે કે મામૂલી સેક્રેટરી સાથેની મોજ કેટલી મોંઘી પડી.’

શ્રાવણીના તેવર કહેતા હતા કે ઘવાયેલી શેરની જેવી તે કોઈ રીતે માનવાની નહીં. અભિએ વિચિત્રસી ગૂંગળામણ અનુભવી. પોતાને લાચાર બનાવી મૂકતી શરત પર સહી કરનારા વડીલોને મનોમન ભાંડી લીધા.

‘સી યુ ઇન ધ કોર્ટ.’ તે બોલી અને...

‘નો!’ અભિ ચીખ્યો, ત્રાટક્યો. શ્રાવણીની ગરદન પર હાથ કસતો ગયો : તું મરે તો મિલકતનો ધર્માદો કરવાની શરત તારા પૂજ્ય પિતાશ્રી મૂકવાનું ભૂલી ગયા... ડિવૉર્સ કરતાં તારું ખૂન મને સસ્તું પડશે...
’ખૂન...! રોશની અત્યારે પણ થથરી ઊઠી.

અભિના પાશવી જોર સામે શ્રાવણીની આંખો મીંચાઈ, ડોક ઢળી ૫ડી. જે કરવા વિચાર્યું નહોતું એ થઈ ગયું. અમારા મિલને ભડકેલી શ્રાવણીને અભિજિતે ગળચી દબાવીને મારી નાખી... ખૂન અભિએ કયુ꬀઼્ કહીને છટકવાનો તો સવાલ જ નહોતો. પણ હવે?

 ‘એક જ ઉપાય છે. તેની લાશને જંગલમાં દફનાવીને શ્રાવણીને લાપતા ઠેરવી દઈએ.’
એ પ્રમાણે અત્યાર સુધી થતું પણ રહ્યું છે...

મધરાતે શ્રાવણીને ગાઢ જંગલમાં દફનાવી ત્યારે તે જીવતી હશે કે ખરેખર મરી ગઈ એવી આશંકા, અવઢવ હતાં; પણ પછી પરોઢિયે વળી જંગલમાં જઈને ચકાસી લેવાની ખાતરી કરવા માગતા અભિને પોતે જવા નહોતો દીધો : રાત્રે પડેલા વરસાદે ગાડીનાં નિશાન ભૂંસી નાખ્યાં હશે, ફરી આપણી પહોંચનો પુરાવો શું કામ સર્જવો?

એને બદલે સોમની સવારે છૂટા પડીને અભિએ આગળનો ભાગ ભજવવા માંડ્યો.

‘શ્રાવણીનો ક્યાંય પત્તો નથી... ટ્રાઇબલ એરિયામાં ગઈ હશે? ત્યાં મોબાઇલની કનેક્ટિવિટીનો ઇશ્યુ રહે છે. જોકે કહ્યા વિના તો તે ક્યાંય નથી જતી. આવતા મહિને અમારી મૅરેજ-ઍનિવર્સરી માટે સરપ્રાઇઝ પ્લાન કરી રહી હોવાનું કહેતી હતી (જે ખરેખર ગ૫ હતું), પણ એવું હોય તોય કશુંક તો કહીને જાયને...’

ચિંતાતુર પતિનો પાઠ ભજવવામાં અભિ ઊણો ન ઊતર્યો. બધાની સહાનુભૂતિ તેણે મેળવી, પોલીસ તપાસમાંય ટકી ગયો : વીક-એન્ડ હું મારા ફાર્મહાઉસમાં હતો, ઘણી વાર જતો હોઉં છું. આમ તો હું પાર્ટી-ઍનિમલ છું, પણ વરસાદની ઋતુમાં સાવ એકાંત પણ મને ગમે. હું નોકરોને પણ છુટ્ટી આપી દઉં. સમયાંતરે આવો બ્રેક લેવાથી હું વધુ એનર્જી‍ટિક ગણાઉં છું...

પછી શ્રાવણીને સાંભરતાં તે રડી પડેલો ત્યારે પોલીસ-ઇન્સ્પેક્ટર માર્કન્ડ પણ શેહમાં આવી ગયેલા - બિચારો પતિ કેવો અડધો થઈ ગયો છે પત્નીની ચિંતામાં!

અભિ-રોશનીના સંબંધનું કોઈ સાક્ષી નહોતું. અભિ-શ્રાવણી વચ્ચે ઘર-વ્યાપારમાં ક્યાંય કોઈ ડિસ્પ્યુટ નજરે નથી પડતો એટલે શ્રાવણીના ‘ગુમ’ થવા પાછળ અમારા તરફ આંગળી ચીંધાય એવું હજી સુધી તો બન્યું નથી.

‘અને બનશે પણ નહીં.’ અભિએ આશાવાદ ઉચ્ચાર્યો‍, ‘આવતા વીકથી હું ઑફિસ રિઝ્યુમ કરી દઈશ, શ્રાવણીની ગેરહાજરી ધીરે-ધીરે સ્વીકાર્ય બનતી જશે. બાદમાં આપણા ઐક્યનું પડણ ખોલતા જઈશું. લોકો જાણશે કે પત્નીના વિરહમાં તેં મને સાચવ્યો છે. આપણી નિકટતા સહજ સ્વીકાર્ય બનશે. છેવટે સાત વરસે કાયદો ગુમશુદા વ્યક્તિને મૃત જાહેર કરે એટલે પરણી જઈશું.’

‘સા...ત... વરસ!’ રોશનીએ હળવો ધક્કો અનુભવ્યો.

‘અરે, એ તો ચપટીમાં વીતી જશે.’
€ € €
અને ખરેખર સમયનું ચક્ર આજે સાત વરસનો ચકરાવો લઈ ચૂક્યું છે. સેન્ટ્રલ જેલનો તોતિંગ દરવાજો ઊઘડે છે અને કેદી-નંબર ૧૬૮૦ તરીકે અંદર રહેલો તે ફરી અતુલ્ય મહેતા બનીને બહારની દુનિયામાં પહેલું કદમ માંડે છે.

હળવી ઝણઝણાટી પ્રસરી ગઈ અતુલ્યના બદનમાંથી. સાત વરસના જેલવાસે શરીર કસાયું છે, પણ એથી વધુ બુલંદ મારો આત્મા થયો છે! તિવારીને મારવાનો પસ્તાવો નહોતો, પણ ગુનાની સજા ભોગવ્યા પછી જીવહત્યાનો ડંખ પણ નથી રહ્યો. જેલવાસમાં પુષ્કળ વાંચ્યું છે. નવા હુન્નર શીખ્યો છું. જેલરસાહેબ કહેતા પણ - જેલને લોકો નર્કાગાર ગણે છે, પણ તમે એને આત્મકલ્યાણની શિબિર જેવી બનાવી લીધી!

સવારના કુમળા તડકાને ઝીલતા અતુલ્યના હોઠો પર મુક્તિનું સ્મિત ઊપસ્યું. ઊંડો શ્વાસ લઈ આઝાદી ફેફસાંમાં ભરીને તે ચાર ડગલાં ચાલ્યો હશે કે...

‘અ...તુલ્ય!’ હજી હમણાં જ પહોંચેલી રિક્ષામાંથી ઊતરીને દોડતી આવી ઝરણા તેને વળગી પડી. તેને બાથમાં લેતાં અતુલ્યની પાંપણે બુંદ જામી.

‘દીકરા...’ વહુની પાછળ હાથ ફેલાવતાં સાવિત્રીબહેન આવી પહોંચ્યાં.

મા-પત્નીને ડાબા-જમણે પડખે લેતા અતુલ્યને થયું કે જાણે મારું વિશ્વ ફરી મારા આગોશમાં આવી ગયું. હવે હું આમાં દુ:ખ-વિરહ નહીં પ્રવેશવા દઉં, ક્યારેય નહીં!
€ € €
ફાઇનલી ઇટ્સ હૅપનિંગ! રોશની જાણે આસમાનમાં વિહરે છે.

સાત-સાત વરસના ઇન્તેજારનો છેવટે સુખાંત આવ્યો. પોલીસ શ્રાવણીની હત્યાનું પગેરું મેળવી ન શકી. શહેરમાં ઠેર-ઠેર લાગેલા સીસીટીવી કૅમેરાથી માંડીને મોબાઇલના કવરેજ સુધીના રેકૉર્ડ તપાસ્યા પછી પણ મૂળ સુધી ન પહોંચી શકનારી પોલીસને ડફોળ કહેવી કે પછી સ્ટાર્સ અમારી ફેરવામાં રહ્યાનો આનંદ માણવો!

અભિએ કહેલું એમ વીતતા વખત સાથે શ્રાવણીની ગેરહાજરી સ્વીકારાઈ ગયેલી. ‘દુ:ખથી ભાંગી પડેલા’ બૉસને જાળવતી સેક્રેટરી તેની હિંમત બંધાવે, ધબકતો રાખવાની કોશિશ કરે એ બધું સહજ, સ્વાભાવિક લાગ્યું લોકોને. હિતેચ્છુઓ તો છેલ્લે-છેલ્લે અભિને એવીયે સલાહ આપતા કે શ્રાવણી જીવતી હોત તો ક્યારની ઘરે પરત થઈ ચૂકી હોત, જે સંસારમાં જ નથી તેની યાદમાં ઝૂરવાને બદલે રોશનીનો હાથ થામીને જિંદગીમાં આગળ વધી જા...

અમે જોકે કાયદાકીય પ્રક્રિયા પૂરી થવા સુધી રાહ જોઈ. પાર ઊતર્યાની ખુશી હવે બેશુમારપણે માણવી છે. અભિની ઉદાસીનો દંભ હવે ભૂતકાળ છે. લગ્નની જાહેરાત કરતાં એનાં અભિનંદન જ મળ્યાં છે અમને! આજે મેંદી, કાલે સંગીત અને પરમ દહાડે લગ્ન! ત્રણ દિવસ ચાલનારી લગ્નવિધિ માટે અભિએ ફાઇવસ્ટાર હોટેલનો બૅન્ક્વેટ બુક કર્યો‍ છે. હનીમૂન માટે અમે ચોથા દહાડે સ્વિટ્ઝરલૅન્ડ જઈ રહ્યા છીએ...

રોશનીમાંથી મિસિસ રોશની અભિજિત શાહ બનવાનું સપનું પૂરું થવાનું... ઍટ લાસ્ટ!
€ € €
નાઓ લાઇફ વિલ બી લાઇક અ ફેરી ટેલ...

અભિજિતની ખુશીમાં ખૂન કરીનેય નહીં ફસાયાનું હળવું ગુમાન પણ છે. શ્રાવણીને મારે મારવી નહોતી, પણ તેણે ધમકી જ એવી આપી કે... ઍનીવે, હવે એના વિશે નથી વિચારવું. શ્રાવણી લીગલી પણ હવે ડેડ છે અને મારી જિંદગીનું નવું પ્રકરણ ઊઘડી રહ્યું છે. કતલ પછીના ગાળામાં રોશની મારા પડછાયા જેવી રહી છે. હવે મારે તેને સુખી કરવાની... અમે સાથે મળીને વ્યાપારને નવી ઊંચાઈ આપીશું, સુખનું એવરેસ્ટ સર કરીશું. યસ!
€ € €
‘એક ન્યુઝ છે અતુલ્ય...’ બપોરે જમી-પરવારીને ઝરણાએ સાંભર્યું.

‘અભિ-રોશની પરણી રહ્યાં છે.’

અભિજિત-રોશનીના ઉલ્લેખ સાથે ચિત્તમાં શ્રાવણી ઝબકી. કંઈકેટલુંય સાંભરી ગયું.

‘તમે શું માનો છો? આ લગ્ન થશે? થવાં જોઈએ?’

અતુલ્યએ ઊંડો શ્વાસ લીધો, ‘કેટલાક અંજામ જે-તે વ્યક્તિના ભાગ્ય પર છોડી દેવાના હોય... આપણે કેવળ અલિપ્ત બનીને વિધતાનો ખેલ નિહાળીએ. એટલું જ આપણું કર્મ. ’
ખેલ વિધાતાનો કે પછી... ઝરણાને પૂછવાની જરૂર ન લાગી, કેમ કે જવાબ
તે જાણતી હતી! જોઈએ, આ લગ્નમાં શું થાય છે?
(આવતી કાલે સમાપ્ત)


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK