કથા-સપ્તાહ - જુગાર (કતલની દાસ્તાન - 3)

બિચારી શ્રાવણી. તેનો વર ચીટ કરતો હોવાનું જાણતી નથી. વરસ અગાઉ હું કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અભિજિતની પર્સનલ સેક્રેટરી તરીકે જોડાઈ એના ત્રીજા જ મહિને અમે બેડ શૅર કર્યો‍


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3

 

શ્રાવણી મૃત્યુ પામી છે. ખરેખર?

રોશનીથી મનાતું નથી.

‘શાહ એમ્પાયરની માલિક હું ખરી, પરંતુ અભિ મારા પણ બૉસ છે.’

હજી છ મહિના અગાઉ કેમિકલ કંપનીના ઍન્યુઅલ ડેની સેલિબ્રેશન-સ્પીચમાં શ્રાવણીના શબ્દો સાંભળીને ચોથી રોમાં બેઠેલી રોશનીના હોઠ ન સમજાય એમ વંકાયા હતા.

બિચારી શ્રાવણી. તેનો વર ચીટ કરતો હોવાનું જાણતી નથી. વરસ અગાઉ હું કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર અભિજિતની પર્સનલ સેક્રેટરી તરીકે જોડાઈ એના ત્રીજા જ મહિને અમે બેડ શૅર કર્યો‍. ત્યારથી અમારી રિલેશનશિપ કન્ટિન્યુ છે એવું કોઈને કહેવું પણ કેમ?

‘ઇટ મસ્ટ રિમેઇન એ સીક્રેટ.’

પ્રથમ દેહમિલન અગાઉની અભિની શરત હતી. ઇરરેઝિસ્ટેબલી હૅન્ડસમ અભિજિત મોસ્ટ ચાર્મિંગ હતો. ૨૬ વર્ષની રોશની કંઈ ષોડશી કન્યા નહોતી કે ત્રીસના પુરુષને જોઈને મોહાંધ થઈ જાય... પોતે સિંગલ હતી, કરીઅર-ઓરિયેન્ટેડ હતી. તગડું પૅકેજ રળતી, મા-બાપથી સ્વતંત્રપણે વરલી ખાતે ખુદના ફ્લૅટમાં રહેતી. સેક્રેટરી તરીકે બૉસને ઇન્ફ્યુઅન્સ કરવાનું બુદ્ધિચાતુર્ય હતું. રૂપાળી તો ખરી જ. મૅરેજ તેની પ્રાયોરિટી નહોતી, એમ કોઈ સાથે આડો સંબંધ બાંધવાનું તો કદી ધાર્યું પણ ન હોય.

અભિજિતને જોયા-મળ્યા પછી રોશનીની ધારણાઓમાં પરિવર્તન આવતું ગયું. અગાઉની બે જૉબમાં બૉસ સાથે એકદમ પ્રોફેશનલી રહેનારી રોશની અભિજિતના સ્મિત માટે એક્સ્ટ્રા એફર્ટ્સ કરવા લાગી, અનાયાસ. પોતાની આવડત, હોશિયારીમાં રોશનીને ક્યારેય શક નહોતો, પરંતુ અભિ ‘યુ આર વેરી એફિશ્યન્ટ’ કહેતો ને રોશની પુલકિત થઈ ઊઠતી. અભિજિતને ઇમ્પ્રેસ કરવું તેને ગમવા લાગ્યું.

એ કેવળ શારીરિક આકર્ષણ નહોતું. અભિ કુશાગ્ર હતો, બિઝનેસને લીડ કરવાની તેનામાં આવડત હતી. ભલે બિઝનેસ તેનો ખુદનો ન હોય.

યસ, શાહ એમ્પાયર શ્રાવણીના પિતાનું હતું. તેમની સરખામણીએ અભિનું બિઝનેસ-હાઉસ ઊતરતું ગણાય, પરંતુ માણસપારખુ દેવધર શાહે અભિની હોશિયારી માપીને એકની એક દીકરી માટે તેને પોતાનો જમાઈ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને હરખભેર સ્વીકારાયો. સમયાંતરે બેઉ બિઝનેસ-હાઉસ મર્જ થઈ ગયાં એમાં મોટો હિસ્સો અલબત્ત શાહ અમ્પાયરનો રહ્યો. બેઉના વડીલો પાછા થયા;

શ્રાવણી CEO બની, પણ એ તો નામ પૂરતું.

શ્રાવણીને વેપારમાં દિલચસ્પી નહોતી. તે પોતાની ગૃહસ્થીમાં, સોશ્યલ વર્કમાં ખુશ હતી. બેઉનું છ વર્ષનું દામ્પત્ય મઘમઘતું હતું, પણ એમાંય રોશનીએ ભેદ તારવી કાઢ્યો - રુચિભેદ!

શ્રાવણી થોડી પરંપરાગત; જ્યારે અભિ વેસ્ટર્નાઇઝ્ડ, પાર્ટી-ઍનિમલ, ફરવાનો શોખીન. પાયાના સ્વભાવભેદ છતાં તેમનાં લગ્ન સુખમય નીવડવાનું કારણ શું?

શ્રાવણીની સમજદારી, પતિ પ્રત્યેનો તેનો વિશ્વાસ. તેણે અભિજિત પર કોઈ નિયંત્રણ રાખ્યું જ નથી. તેની ખુશીમાં પોતાની ખુશી જોઈ છે. અને આ જ કારણ છે કદાચ કે પૂરા અવકાશ છતાં અભિજિત ક્યાંય લપસ્યા નથી!

હું પણ તેમને નહીં લપસાવી શકું?

રોશનીએ પડકાર જોયો. પછી જાતને ટપારી : લપસાવવાનો મતલબ મારા બનાવવાનો થાય. અભિ સાથે હું વધુ શોભી ઊઠું. મેળ તો અમારો જ હોય.

બસ, ઇરાદો ઘૂંટાતો ગયો એમ રોશનીની વર્તણૂકમાં એનો પડઘો પડતો ગયો. ઑલરેડી રોશનીથી પ્રભાવિત અભિ માટે એનું તીવþ થતું આકર્ષણ ખાળવું અશક્ય બન્યું. સ્વાભાવિકપણે આની પરાકાષ્ઠા દેહમિલનમાં આવી. બર્થ-ડે

નિમિત્તે અભિને પોતાના ફ્લૅટ પર તેડીને રોશનીએ આખરી મંઝિલ સર કરી એમાં જોકે બેઉની પૂરેપૂરી સંમતિ હતી.

બેડ પર જતાં પહેલાં અભિએ શરત કરેલી : આપણું રિલેશન ગોપનીય રહેવું જોઈએ.

સમાજમાં ઇજ્જત ધરાવતો પુરુષ આવો આગ્રહ રાખવાનો જ. રોશનીને ત્યારે આમાં વાંધો
નહોતો લાગ્યો : નિશ્ચિંત રહેજો અભિ, આપણા સંબંધોનો હું ઢંઢેરો નહીં પીટું.

રોશનીના શબ્દો સાથે અભિ તેના પર છવાયો. પછી જે બન્યું એ વર્ણનાતીત હતું ને એકમેકને બાંધી રાખવા પૂરતું હતું!

જૉબના ત્રીજા જ મહિને બૉસ સાથે બેડ શૅર કર્યાનું ગૌરવ અનુભવતી રોશની જોકે જાહેરમાં સેક્રેટરીની શિસ્તમાં રહેતી. ઍન્યુઅલ ડે જેવા ફંક્શનમાં શ્રાવણીને મળવાનું થાય ત્યારે મલકીને મીઠી વાતોય કરતી!

નૅશનલ પાર્કનું ફાર્મહાઉસ તેમના કાયમી મિલનસ્થાન જેવું બની ગયું.

‘આ ફાર્મહાઉસ મારું પોતાનું છે. અહીંનો સ્ટાફ મને વફાદાર છે.’

એ દરેક એકાંત પાછલા મિલનથી બહેતર રહે એની ચીવટ રોશની રાખતી યા આપોઆપ થઈ જતું. અભિનો એ જાદુ હતો.

પરંતુ પછી બળતરા પણ એટલી જ થતી : જાહેરમાં તો અભિની પત્ની તરીકે શ્રાવણીનો જ દબદબોને! આખરે અમારા રિશ્તાનું ભવિષ્યનું શું?

કબૂલ, અમારા રિલેશનમાં મૅરેજનું કમિટમેન્ટ નહોતું, મૅરેજ મારી પ્રાયોરિટીમાં નહોતાં; પણ એક પુરુષના પાશમાં રહ્યા પછી તેની જ થઈને રહેવાના ઓરતા જાગતા હતા. શ્રાવણીનું સ્થાન ખટકતું.

આડા સંબંધમાં બંધાયેલી સ્ત્રી એને સીધો કરવા માગે ત્યારે પુરુષની હાલત ક્યારેક કફોડી બનતી હોય છે. અભિ-રોશની એકમેકના આકર્ષણે બંધાયાં, પછી એકમેકની આદત બની ગઈ એમાં લાગણીના અંકુર ફૂટ્યા જ હોય. અભિ રોશનીને છોડવા નહોતો માગતો એમ શ્રાવણીથી છૂટું થવું પણ ક્યાં સરળ હતું? ડિવૉર્સ પોતાને રસ્તા પર આણી દેશે એવું કહેવું નહોતું એટલે ‘મને થોડો સમય આપ’ કહીને મુદત નાખ્યા કરતો.

- આજે આનો અણધાર્યો‍ અંત આવી ગયો!

રોશની વળી થથરી. અમે ફાર્મહાઉસનું એકાંત માણતાં હતાં ત્યાં અચાનક શ્રાવણી આવી ચડી. એવી તો કાળઝાળ થઈ. મામલો કાબૂ બહાર જતો જોઈને અભિ ઉશ્કેરાયા અને ગળચી દબાવીને પોતાની પત્નીને જ મારી નાખી!

તે ખરેખર મૃત્યુ પામી? રોશની વળી પાછલી સીટ પર પડેલી શ્રાવણીને નિહાળી ૨હી.

‘માય ગૉડ...’ અભિનો પગ આપોઆપ બ્રેક પર પડ્યો. રોશની ફરી ચોંકી.

‘એ ખરેખર દી..પ..ડો હતો?’ રોશની ધþૂજી.

હેડલાઇટના અજવાશમાં ઝાડવાં પાછળ સરકી જતા રાની પશુની ઝલકે બેઉને થોડા થથરાવી દીધા. દીપડાથી થોડે દૂર કોઈ ત્રીજો માણસ (અતુલ્ય) મોજૂદ હોવાનું જોકે તેમને કળાવું સંભવ નહોતું.

‘આપણે બહુ અંદર આવી ગયાં અભિ. મારું માન, શ્રાવણીને અહીં જ ક્યાંક ફેંકી દઈએ. દીપડો ખાઈ જશે - દાટવાની મજૂરી કરવાની શી જરૂર?’

‘નહીં...’ અભિ મક્કમ હતો. ‘એવું જોખમ ન લેવાય. દીપડાને બદલે તે કોઈ ટ્રાયબલની નજરે ચડી તો... ખાડો ખોદતાં વાર નહીં લાગે.’

€ € €

વૃક્ષની આડશે છુપાઈ રહેલો અતુલ્ય અધ્ધરશ્વાસે નિહાળી રહ્યો.

કારમાંથી ઊતરેલા પેલા જુવાને હેડલાઇટના અજવાશમાં ત્યાં નજીક જ ખાડો ખોદી નાખ્યો છે.

ઓહ, હવે કારમાંથી એક છોકરી પણ ઊતરી. તે થોડી ડરેલી કેમ લાગે છે?

- અને બેઉ સાથે મળી પાછલી સીટ પરથી એક ઓરતને ટીંગાટોળી કરીને લાવ્યાં ત્યારે અતુલ્યને ઝબકારો થયો : ઓત્તારી, આ બે જણ લાશને દાટવા અહીં આવ્યાં છે! તો-તો આ મામલો ખૂનનો જ હોય. ચોક્કસ આ બે જણે મળીને બિચારી ઓરતને મારી નાખી હોવી જોઈએ...

ઘડીભર અતુલ્ય પોતે અહીં કેમ છે એ ભૂલી ગયો. અણધાર્યું કંઈક જોઈ પડ્યાની ઉત્તેજનામાં આપોઆપ ગજવામાંથી મોબાઇલ કાઢીને તે નજર સામે ભજવાતા કાવતરાને શૂટ કરવા લાગ્યો.

‘અભિ, આઇ સ્ટિલ ડાઉટ...’ યુવતી કહેતી સંભળાઈ, ‘શ્રાવણીનું શરીર હજી ગરમ છે.’

‘સ્ટૉપ ઇટ રોશની. માણસ મર્યા પછી તરત ઠંડો નથી પડી જતો. છતાં તારી તસલ્લી ખાતર તેના ધબકારા ચકાસી લઉં છું... જો, તેની નાડીમાં પલ્સ જ નથી.’

બેઉએ તેને ખાડામાં મૂકી. ઉપર માટી નાખવા લાગ્યાં.

‘દફનાવ્યા પછી તે આમેય જીવતી નહીં રહેવાની.’ રોશની બબડી.

‘કમ ઑન, મેં મારા હાથે તેને મારી છે. આપણા માર્ગનો કાંટો સાફ થઈ ગયો રોશની, ચિયર-અપ.’

ત્યાં રાની પશુની ત્રાડે વાતાવરણ કંપાવી દીધું.

‘લેટસ ગો અભિ...’ રોશનીએ પુરુષને ખેંચ્યો. ‘મારે આમ જંગલમાં નથી મરવું...’

‘અરે, માટી તો પૂરી નખાઈ જવા દે...’ બે-ચાર બીજા પાવડા માટી તેણે નાખી, પણ બીજી ઉપરાઉપરી ત્રાડે અભિએ પણ જોખમ લેવું ટાYયું - લાશ ઢંકાઈ તો ચૂકી છે, અત્યારે નીકળીએ. એવું હોય તો પરોઢિયે લટાર મારી જઈશ...તે કારમાં ગોઠવાયો.

અતુલ્ય સ્તબ્ધ હતો : આ શું થયું! મેં આ શું જોયું!

....ગાડી જતાં વળી અંધકાર છવાયો. પોતાની સામે જ એક લાશ દફનાવાઈ છે એ વિચાર કમકમાટી પ્રેરતો હતો. રાની પશુની ત્રાડ વાતાવરણ બિહામણું બનાવતી હતી.

અભિ-રોશની નામની બે વ્યક્તિએ મળીને શ્રાવણી નામની સ્ત્રીનું ખૂન કર્યું઼ છે. મારી પાસે એનો પુરાવો છે. એને પોલીસમાં પહોંચાડવો તો જોઈએ!

અતુલ્ય મૂંઝાયો. મેં પણ ખૂન કર્યું છે, હું અહીં મરવા આવ્યો છું એ ભૂલીને શીદ પારકાના લફરામાં અટવાવું! ક્રાઇમ નેવર પેઝ.

અભિ-રોશનીને તેમના કૃત્યની સજા મળી જ રહેશે, તું તારે તારા અંજામનું વિચારને!

- નહીં. તેનું મન ન માન્યું. આત્મા પોકારી ઊઠ્યો : શક્ય છે કે અભિ-રોશનીનો ગુનો ખુલ્લો પાડવામાં મને નિમિત્ત ઠેરવવા જ કુદરતે આવો મેળ ગોઠવ્યો હોય. નહીંતર હું જ્યાં મરવાનો હોઉં ત્યાં જ લાશ દાટવા અભિ-રોશની શું કામ આવે?

લાશ.

‘શ્રાવણીનું શરીર હજી ગરમ છે...’ રોશનીના શબ્દો પડઘાયા.

તો શું શ્રાવણી મરી નહીં હોય?

નૉન્સેન્સ. ખૂન કરનારો મરનારની ખાતરી કર્યા વિના લાશ દફનાવવા આવ્યો હોય!

વેલ, ઉતાવળમાં, ખૂન કર્યાના ગભરાટમાં આવું બનવું સંભવ છે. અભિએ ભલે નાડી ચકાસી, પણ કેટલાંક મૃત્યુનું નિદાન કરવામાં ડૉક્ટર્સ પણ થાપ ખાઈ જતા હોય છે. ચિતા પર મડદું બેઠું થયાના બનાવ ક્યાં નથી બન્યા! જીવ ક્યારેક ઊંડે-ઊંડે રહી જતો હોય છે.

- અને શ્રાવણી જીવતી હોય કે ન હોય, તેની લાશ અને કૅમેરાના શૂટનો પુરાવો પોલીસમાં પહોંચાડ્યા વિના હું મરી ન શકું. ના, મારે પોતે ઉજાગર નથી થવું, લાશનાં વસ્ત્રોમાં મારો મોબાઇલ છુપાવીને શ્રાવણીનો મૃતદેહ વસ્તી તરફ છોડી આવું. પછી આ જ જંગલમાં મારે મરવું જ છે!

અને અતુલ્યએ અભિએ ઢાંકેલી માટી હટાવવા માંડી. એ ખરેખર તો શ્રાવણીનું જીવનદાન હતું!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK