કથા-સપ્તાહ - જોડી (જો મૈં ઐસા જાનતી... - 2)

મન મક્કમ કરીને વૈદેહીએ આંખો મીંચી કે ભૂતકાળ તરવરી ઉઠ્યોઅન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |સારિકા ગર્ભવતી છે. આસ્તિક પિતા બનવાનો!

ઝીણું-ઝીણું દર્દ વૈદેહીને પજવતું રહ્યું. વેર જન્મ્યું ત્યારથી ગતખંડ ભીતર સળવળતો રહ્યો છે. સવારે જ સ્મરણોની હેલીમાં વહીને પોતે વિચારી રાખેલો પ્લાન અમલમાં મૂકવાનું નક્કી કયુ꬀઼્ છતાં ત્રિલોકાદેવીને કરવાનો થતો ફોન હજી થયો નથી એથી જાત પ્રત્યે થોડી ચીડ પણ છે - યા હોમ કરીને ઝંપલાવવામાં હવે દેર શાની! સારિકાની પ્રેગ્નન્સી મારો નિર્ણય ન બદલી શકે. સિંઘાનિયાની બરબાદીથી ઓછું મને કંઈ જ ન ખપે.... છેવટે તો આ તેમણે જ આપેલા આઘાતનો પ્રત્યાઘાત છે!

‘આ તારું ઇનામ.’
મન મક્કમ કરીને વૈદેહીએ આંખો મીંચી કે ભૂતકાળ તરવરી ઉઠ્યો

અમેરિકા ભણીને બિઝનેસમાં નવા-નવા જોડાયેલા આસ્તિકસર જોડે સેક્રેટરી વૈદેહીનું ટ્યુંનિંગ જામી ગયેલું. આસ્તિક કહેતો પણ - વૈદેહી મારી બૅકબોન છે!

એમાંય મલ્હારનાથ-ત્રિલોકાદેવીની ૩૦મી મૅરેજ-ઍનિવર્સરીની સરપ્રાઇઝ પાર્ટીના શાનદાર આયોજન બદલ આસ્તિકને મળેલી વાહ-વાહનો શિરપાવ આપતો હોય એમ બીજે દહાડે તેની કૅબિનમાં રાબેતા મુજબ ગુડ મૉર્નિંગ કહેવા ગયેલી વૈદેહીને ઝડપીને તેણે ગાલ પર મીઠું ચુંબન ધરી દીધું હતું : આ તારું ઇનામ!

વૈદેહી રાતીચોળ. ના, ગુસ્સાથી નહીં, શરમથી.
આસ્તિકની હરકત અણધારી હતી.

છ મહિનાથી તેની સાથે કામ કરતી વૈદેહી આમ જુઓ તો આસ્તિકના એન્સાઇક્લોપીડિયા જેવી બની ગઈ હતી. તેને લતાનાં કયાં ગીતો ગમે છે, તેનું ફેવરિટ ડેસ્ટિનેશન શું છે; અરે, તેની વિશ-બાસ્કેટ પણ વૈદેહીથી અજાણી નહોતી. તેની સમક્ષ આસ્તિક ખુલ્લી કિતાબ જેવો થઈ જતો. ઇરરેઝિસ્ટેબલી હૅન્ડસમ આસ્તિકમાં ગજબની મોહિની વર્તાતી.

- પણ એથી તે પોતાને આમ ચૂમી લેશે એવું વૈદેહીએ ધાર્યું નહોતું!
‘ઇનામ ન ગમ્યું હોય તો પાછું વાળી શકે છે.’ આમ કહેતા આસ્તિકની લુચ્ચાઈ પણ કેવી મોહક લાગી!

પછી તો તે રોજ વૈદેહીને વખાણીને કહેતો : તને પાછું ઇનામ આપવાનું મન થાય છે! એક-બે વાર તો સ્ટાફની વચ્ચે બોલી ગયેલો ત્યારે ઇનામ બાબતનો ભળતો ખુલાસો ગળે ઉતારતાં વૈદેહી કંટાળી ગયેલી!

‘સ્ટૉપ ફ્લર્ટિંગ...’ એક દહાડો વૈદેહીએ જાત પર જુલમ આચરીને કહી દીધું.

આસ્તિક થોડો ગંભીર બન્યો.

‘ઇટ્સ નૉટ ફ્લર્ટિંગ. ઇટ્સ લવ.’

ચાર નેત્રો એક થયાં. આસ્તિકની નજરમાં ઘૂઘવતો પ્રણય વૈદેહીને સ્તબ્ધ કરી ગયો.
અબજોપતિ માનો દીકરો મારા જેવી મામૂલી કન્યાને પ્રેમ કરે છે!

‘પ્યારમાં ઊંચ-નીચ હોતી નથી.’
આસ્તિકના શબ્દો ખુમારપ્રેરક લાગ્યા.

‘સાચું બોલ, હું તને ગમતો નથી?’
આનો ઇનકાર કેમ થાય! આસ્તિકની એક-એક હરકત ગમતી હતી. તેનો પહેરવેશ, તેનું સ્મિત, મીટિંગ સમયનું તેનું પૉસ્ચર, તેની સિગ્નેચર કરવાની સ્ટાઇલ, પાણી પીતી વખતે તેના કાંઠલાનું હલનચલન, ઇનામ આપવાની તેની શરારત... આસ્તિકમાં શું નથી જે ગમતું ન હોય! ઘૂંટાયેલા અવાજે તે મારું નામ ઉચ્ચારે ત્યારે ઓવારી જવા જેવો જુસ્સો ચડે છે એ ભલે કદી દાખવ્યું ન હોય, હકીકત તો ખરી જને!

‘સાથે બીજી સચ્ચાઈ એ પણ ખરી આસ્તિક કે સિંઘાનિયા કુટુંબની વહુ તરીકે તમારા પેરન્ટ્્સ, તમારો સમાજ ભાગ્યે જ મને સ્વીકારે.’

‘યુ આર રાઇટ...’ આસ્તિકે ડોક ધુણાવેલી, ‘આપણી વચ્ચે પ્રાંતભેદ ખરો. હાઈ સોસાયટી આપણા મેળ વિશે શું માને છે એની મને દરકાર નથી.

બાકી મારા પેરન્ટ્સને મનાવવાની જવાબદારી મારી.’
તેના વાયદાએ હરખની મારી વૈદેહી આસ્તિકને વળગી પડેલી. એવું લાગ્યું કે જાણે આખું આકાશ પોતાના અસ્તિત્વમાં ઊતરી આવ્યું.

ઘરે માને કહેતાં તે રાજી થઈ, પણ આસ્તિક મોકો જોઈને વાત મૂકે એ પહેલાં હૃદયરોગના હુમલામાં મલ્હારનાથ ઓચિંતા ઊકલી ગયા.

પિતાના દેહાંતે ભાંગી પડેલા આસ્તિકને આfવસ્ત કરતી વૈદેહી અનાયાસ આસ્તિકના પ્રવાહમાં તણાઈને મર્યાદા ઓળંગી બેઠી!

ઓહ, કેવી એ સાંજ હતી!

મલ્હારનાથનાં ક્રિયાપાણી દરમ્યાન આસ્તિકે ઑફિસમાં રજા રાખી હતી એટલે કામકાજ માટે વૈદેહીએ ઘરે આવવાનું થતું. પતિના જવાથી ભાંગી પડેલાં ત્રિલોકાદેવી ધીરે-ધીરે પૂવર્‍વત્્ બનતાં જણાયાં. જોકે આસ્તિક હજીયે સદમામાં હતો. તેની સહી લેવા કે પછી તેને ફાઇલ દેવાના બહાને વૈદેહી તેની રૂમમાં જતી એ સ્વાભાવિક લાગતું. તેના ખોળામાં માથું મૂકીને આસ્તિક રડી લેતો. પિયુના દર્દે વૈદેહી પણ ભાવુક બની જતી અને બસ, એ જ ભાવમાં બેઉ જુદા જ પ્રદેશમાં તણાતાં ગયાં. શું થઈ રહ્યું છે એની સૂઝ જાગે એ પહેલાં દેહ પરનાં તમામ આવરણો સરકી ગયાં. પછી જે થવું ઘટે એ થઈ રહ્યું! ગોરંભાયેલું ચોમાસું વરસ્યું ને ધરતી રસતરબોળ થઈ રહી.

ના, જે બન્યું એનો થડકો નહોતો, એ પાપ નહોતું. પછીથી આસ્તિક પુરુષસહજ પહેલ કરતો એને ટાળવા વૈદેહી અસમર્થ હતી. અઠવાડિયામાં ત્રણેક વાર સંબંધ બાંધ્યા પછી માસિકના દિવસની ગણતરી અનુસાર ગર્ભ રહી જવાની ધાસ્તી રહેલી. આસ્તિક તેને નચિંત રહેવા જણાવતો : બચ્ચું રહ્યું તો શોક બાજુએ મૂકીને આપણે પરણી જઈશું, ટ્રસ્ટ મી!
ટ્રસ્ટ. કેટલો છેતરામણો શબ્દ!

વૈદેહીએ નિ:શ્ર્વાસ નાખ્યો. જે પુરુષ વિશ્ર્વાસ રાખવાનું કહેતો હતો તેણે જ પીઠમાં છૂરી ઘોંપવા જેવું કર્યું હતું...
ગર્ભ રહેવાની ભીતિ જોકે સદ્્ભાગ્યે ફળી નહીં. પંદરેક દિવસ પછી આસ્તિકે વ્યાપારમાં વિધિવત્ પિતાનો ચાર્જ સંભાYયો. ત્રિલોકાદેવી ત્યારે ઑફિસે આવેલાં. પતિ બેસતા એ કૅબિનમાં હવે તેમની હાર ચડાવેલી તસવીર હતી. છતાં તે જરાય નબળાં પડ્યાં નહોતાં. આ સ્ત્રીનું મનોબળ કેવું લોખંડનું હશે!

‘મા, આજના શુભદિને એક જાહેરાત તારા માટે કરી દઉં.’

શુભેચ્છા-સેરેમની પત્યા બાદ કૉન્ફરન્સ રૂમમાં ત્રણ જ જણ રહ્યાં ત્યારે આસ્તિકે ત્રિલોકાદેવી સમક્ષ વૈદેહીનો હાથ પકડીને ઘટસ્ફોટ કર્યો‍, ‘વી આર ઇન લવ.’

ત્રિલોકાદેવીના કપાળે કરચલી ઊપસીને અદૃશ્ય થઈ ગઈ.

‘પપ્પાની વરસી વળ્યા પછી અમારી સગાઈ લઈ શકાય?’
ત્રિલોકાદેવીએ વૈદેહીને નિહાળી. તેમની કીકીમાંથી ફેંકાતી ઠંડક વૈદેહીને દઝાડી ગઈ. ત્યાં તેમના હોઠ વંકાયા, ‘તારા પિતાની વરસી વળવા તો દે.’

આમાં ના નહોતી એમ હા પણ નહોતી. બાદમાં આસ્તિક આડોઅવળો થતાં ત્રિલોકાદેવીએ વૈદેહીના કાનમાં ફૂંક મારવાની ઢબે કહ્યું હતું, ‘ગર્ભશ્રીમંત પરિવારના પુત્રને પ્યાર ગમે તેની સાથે, ગમે એટલી વાર કરવાની છૂટ હોય છે; પણ લગ્ન તો બિઝનેસ-હાઉસના મોભારૂપ ખાનદાનમાં જ થઈ શકે એ તું યાદ રાખજે.’

આડકતરી રીતે આમાં તેમનો ઇનકાર છૂપો હતો. બીજું કોઈ હોત તો ત્રિલોકાદેવીના પ્રભાવ સામે મૂઢ થઈ જાત, પણ કોણ જાણે કેમ વૈદેહીથી બોલી જવાયું, ‘મને એટલું સ્મરણમાં છે કે આસ્તિકના પિતાએ લગ્ન માટે કેવળ પાત્ર જોયું હતું, તેનું ખાનદાન નહીં.’

વાત પોતાના પર આવતાં ત્રિલોકાદેવી ખળભળી ઊઠ્યાં, ‘તું મારા પિયર પર આંગળી ચીંધે છે! હવે તો તું થાય એ કરી લે, આસ્તિકને તારો તો નહીં જ થવા દઉં હું.’

નહીં, નહીં... એક મા દીકરાની ખુશી વિરુદ્ધ જઈ જ કેમ શકે? જરૂર મૅડમ નર્યા આવેશમાં બોલી ગયાં...

વૈદેહીએ તાત્પૂરતું મન મનાવ્યું, પણ પછી સમયનો સઢ જાણે દિશા બદલતો લાગ્યો. વ્યાપારમાં આસ્તિકની વ્યસ્તતા વધતી ગઈ એ તો ઠીક, તેનું લેટનાઇટ પાર્ટીમાં જવું સામાન્ય બનતું ગયું.

શરૂ-શરૂમાં વૈદેહી કહેતી તો આસ્તિક તેના ગાલે ટપલી મારતો : બિઝનેસ ડેવલપમેન્ટની નવા જમાનાની પદ્ધતિ છે. મોટા-મોટા સોદા આવી પાર્ટીઓમાં પાર પડતા હોય છે...
પણ એ પાર્ટીનું હૅન્ગઓવર બીજે દહાડે ઑફિસમાં જુદી રીતે વર્તાવા માંડ્યું.

‘હાય સ્વીટી! ઇટ વૉઝ ફન લાસ્ટ નાઇટ... ડોન્ટ ટેલ મી, મેં આવું કર્યું! માય ગૉડ, લો નેક ગાઉનમાં તું એવી સેક્સી દેખાતી હતી કે મેં ગાઉન કેમ ન ફાડ્યું એવું મને અચરજ થાય છે!’

વૈદેહી કશું કામ લઈને આસ્તિકની કૅબિનમાં ગઈ હોય ને તે પગ પર પગ ચડાવીને સ્વિટી કે સોનુ કે પછી એવી કોઈ પણ યુવતી સાથે ગંદી ચર્ચામાં વ્યસ્ત જોવા મળે.
‘આ બધું શું છે?’ વૈદેહી આઘાત પામતી.

‘ધૅટ્સ નન ઑફ યૉર બિઝનેસ હની...’ તેના હની ઉચ્ચારમાં મશ્કરી લાગતી. ના, આ મારા આસ્તિક નથી, હોઈ જ ન શકે.

‘તમે બદલાઈ ગયા આસ્તિક.’
જવાબમાં તેનું ખડખડાટ હાસ્ય વૈદેહીના હૃદયઘરની દીવાલો ખેરવી ગયું.

‘હું બદલાયો નથી બેવકૂફ નારી, એમ કહે કે હવે ખરો ઘડાયો છું! કમઑન, મને મારી હેસિયત અને તારી લાયકાતનો ભેદ માલૂમ નહીં હોય શું? તારી-મારી જોડી ક્યારેય જામવાની જ નહોતી મૂરખ. મારું કામ સમજવામાં મને તું ઉપયોગી લાગી એટલે તને પસવારતો રહ્યો, ખૂબસૂરતી માણવા પ્રીતનો ડોળ આચરતો રહ્યો. તને મેં ભોગવી લીધી, ભોગવીને ધ૨ાઈ ગયો, મામલો ખતમ. હવે મારે મુખવટાની જરૂર નથી.’

હે રામ! ધક્કો લાગ્યો હોય એમ વૈદેહી ખુરસીમાં બેસી પડેલી. કોઈ વ્યક્તિ આટલું છળ આચરી શકે? કે પછી... તે ઝબકી, ‘જરૂર આ ત્રિલોકાદેવીની ચાલ છે. તેમણે તમને ભોળવ્યા છે... મને તમારાથી દૂર કરવા માએ તમને દળદળમાં ધકેલ્યા? એક જનેતા આવું કરી શકે!’
માની ચૅલેન્જ વિશે જાણીને આસ્તિક પળ પૂરતો અવાક બન્યો. પછી શબ્દોથી ત્રાટક્યો, ‘હાઉ ડેર યુ. લગ્નની વાત તો મેં અમસ્તી કરેેલી. મામૂલી કર્મચારી થઈને તું કંપનીની સર્વેસર્વાની અવહેલના કરે એ સાંખી નહીં લેવાય...’

હું કેવળ મામૂલી કર્મચારી? વૈદેહી પર ઘા વીંઝાતા રહ્યા. પછી તો આસ્તિક ઑફિસમાં બધાની વચ્ચે તેને ખખડાવી નાખતો, ક્યારેક એવી ક્રૂર મશ્કરી કરે કે ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થાય!

આનો અંજામ આવી શકે એ જ આવ્યો... મલ્હારનાથના અવસાનના ત્રીજા મહિને વૈદેહીએ નોકરી છોડી. છ મહિના ઉદાસ, અતડી-મુરઝાયેલી રહી. તેની હાલતે નયનાબહેન બીમાર પડ્યાં. તેમના હૉસ્પિટલાઇઝેશન દરમ્યાન વૈદેહીને નર્સ બનવાની પ્રેરણા સાંપડી. પુણે શિફ્ટ થયા ત્યારે આસ્તિક સારિકા સાથે પરણ્યાના ન્યુઝ આવ્યા, પરંતુ એને લક્ષ્યમાં લીધા નહોતા.
આજે છ વરસ પછી તેમના ઘરે પારણું બંધાવાના સમાચાર આવ્યા છે ત્યારે પરિસ્થિતિ વળી બદલાઈ ચૂકી છે...

અને આ પલટો તમારા માટે વિનાશક નીવડવાનો એટલું ચોક્કસ, આસ્તિક!
વેર ઘૂંટીને વૈદેહીએ આંખો મીંચી.
€ € €
આસ્તિકની મીંચાયેલી આંખો ઊઘડી ગઈ.

પડખે સારિકા ઘસઘસાટ ઊંઘી રહી છે. ન રહેવાતું હોય એમ તે બેઠો થયો. નીંદર ખંખેરીને અવાજ વિનાની ચાલે કબાટ નજીક જઈને તેણે પત્નીથીયે અજાણ્યું એવું પોતાના કબાટનું ચોરખાનું ખોલ્યું.
અંદર મૂકેલી વૈદેહીની છબિને તે મુગ્ધપણે તાકી રહ્યો. પછી તસવીર નીચે મૂકેલું મેડિકલ ક્લિનિકનું ખાખી કવર હાથમાં લીધું. અંદરથી રિપોર્ટ કાઢ્યો જેમાં લખ્યું હતું કે પૂર્ણ પુરુષ હોવા છતાં પોતે કદી પિતા નહીં બની શકે!

- અને છતાં આજે મારી વાઇફ પ્રેગ્નન્ટ છે!

સૂતેલી સારિકાને નિહાળીને નિ:શ્ર્વાસ જ નાખી શક્યો આસ્તિક!
€ € €
‘નમસ્કાર ત્રિલોકાદેવી...’

અડધી રાત્રે રણકેલા ફોને ત્રિલોકાદેવીની નીંદર ઉડાવી દીધી. અજાણ્યા સ્ત્રીસ્વર પ્રત્યે કડવાશ ઘૂંટાઈ - આમ કવેળા કોઈને ફોન થતો હશે!

‘તમને ફોનનું આટલું ખૂંચે છે ત્રિલોકા - પણ તમે બીજાની જિંદગીમાં વિષ ઘોળો છો એવો એ અપરાધ નથી.’

‘વૉટ ધ હેલ, તું છે કોણ?’

‘મારું નામ નહીં આપું, પણ એ તો કહો કે તમને અભિમન્યુ યાદ છે ખરો?’

અ...ભિ...મ...ન્યુ! પોતાના ભૂતકાળનું નામ સાંભળીને પગથી માથા સુધી થથરી ગયાં ત્રિલોકાદેવી!
(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK