કથા-સપ્તાહ - જોડી (જો મૈં ઐસા જાનતી... - ૧)

છ વર્ષ અગાઉ હૈયે ચોટ લઈને પોતે પુણેની મેન્ટલ હૉસ્પિટલમાં નર્સ તરીકે જોડાઈ ત્યારે અહીંની દુનિયા પોતાનું દરેક દર્દ ભુલાવી દેનારી લાગી હતી

jodi

 અન્ય ભાગ વાંચો

1  |  2  |સમીત (પૂર્વેશ) શ્રોફ

શ્રી ગજાનન જય ગજાનન...

દૂર ક્યાંક લતાના કંઠમાં ગુંજતી ગણેશધૂને તેણે આંખો મીંચીને વિઘ્નહર્તા દેવને સ્મરી લીધા : મારા જીવનના નવા પડાવની શરૂઆત માંડી રહી છું. જાણું છું કે આમાં કોઈની બરબાદી છે. છતાં એમાં પણ સફળ થવાના આશિષ માગવાનો મારો હક છે. આખરે તો જે વીત્યું એનો જ હિસાબ ચૂકતે કરવા માગું છું બાપ્પા. એટલે મારા માર્ગના તમામ અવરોધો હરજો!

છ વર્ષ અગાઉ હૈયે ચોટ લઈને પોતે પુણેની મેન્ટલ હૉસ્પિટલમાં નર્સ તરીકે જોડાઈ ત્યારે અહીંની દુનિયા પોતાનું દરેક દર્દ ભુલાવી દેનારી લાગી હતી.... વૈદેહી વાગોળી રહી.

‘કહેવું પડે. આમ તો તું કૉમર્સનું ભણીને કૉર્પોરેટ સેક્ટરમાં સેક્રેટરીની નોકરી કરનારી... પણ નર્સ તરીકે તને જોનાર તારો પૂવર્‍ વ્યવસાય કલ્પી ન શકે. બાકી તને જોઈને તેને નાઇટિંગેલની યાદ આવી જાય એવું બને.’

હૉસ્પિટલના આધેડ વયના ડીન મુખરજીસરના શબ્દોમાં અતિશયોક્તિ નહોતી એમ વૈદેહીના વર્તનમાં દંભ પણ નહોતો. હૈયે ચોટ ખાધા પછીના ચાર-છ મહિના બહુ અસ્તવ્યસ્ત ગુજર્યા. શું કરવું-ક્યાં જવું એની કશી સૂઝ નહોતી. દીકરીની અવદશાએ વિધવા માની તબિયત લથડી. તેને ચાર દિવસ પૂરતી અંધેરીના ઘર નજીકની હૉસ્પિટલમાં ભરતી કરવાનું બન્યું એમાં નસોર્ સાથે ઇન્ટરૅક્શન થતાં દરદીઓની સેવા કરીને પોતાનું દર્દ ભૂલવાની પ્રેરણા મળી. મા થોડી સ્વસ્થ થઈ એટલે વૈદેહીએ નર્સિંગના છ માસના સર્ટિફિકેટ ર્કોસમાં ઍડ્મિશન લઈ લીધું... કરુણાના પાઠ ત્યારથી ઘૂંટાતા થઈ ગયા. પછી તો પુણેની હૉસ્પિટલમાં નોકરી મેળવી કડવી યાદોવાળા મુંબઈ શહેરથી પણ દૂર નીકળી આવી.

નવું શહેર, ભાડાનું નવું ઘર અને નવી નોકરી... દરેકમાં ગોઠવાવાના પ્રયાસમાં જૂનો જખમ રુઝાતો ગયો.

‘અહીં શાકભાજી મુંબઈ કરતાં સોંઘું છે હોં મમ્મી.’

નોકરીએથી છૂટીને વૈદેહી શાકપાંદડું લેવાથી માંડીને લાઇટબિલ ભરવા જેવું કામ પતાવતી ઘરે આવે. તેનો બદલાતો રણકાર નયનાબહેનને ટાઢક દઈ જતો : હાશ. મારી ફૂલ જેવી દીકરીની જીવનગાડી ફરી પાટે ચડી રહી છે ખરી. બાકી તો બિચારીને પ્રણયના નામે ધોકો જ મYયો. એ બધું વિચારવા બેસું ત્યારે તો હૈયે જાણે હોળી સળગે છે!

વૈદેહી કૉલેજમાં હતી ત્યારે તેના પિતા હરીશભાઈ ટૂંકી માંદગીમાં સ્વર્ગે સિધાવ્યા. તેમના સચોટ રોકાણને કારણે આર્થિક ભારણ નહોતું. મા-દીકરી એકબીજાની હૂંફમાં ટકી ગયાં. ગ્રૅજ્યુએશન પછી સેક્રેટરીશિપનો ટૂંકો કોર્સ કરીને વૈદેહીએ જૉબ મેળવી એ કેવળ શોખ પૂરતી.

અત્યંત રૂપાળી વેદૈહી તેજસ્વી હતી. લાડભર્યા ઉછેરને કારણે તેના સંસ્કાર ભેગો આત્મવિશ્વાસ ઝળહળી ઊઠતો. જોકે અબજોનો કારોબાર ધરાવતી સિંઘાનિયા ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝના જુનિયર માલિકની જુનિયર સેક્રેટરીની નોકરીમાં તેના માટે કશું ચૅલેન્જિંગ નહોતું અથવા તો કહો કે બહુ સરળતાથી તેણે કાર્યભાળ સંભાળી લીધેલો.

‘આસ્તિકસર હજી વ્યાપારને સમજી રહ્યા છે...’

ઘરે આવીને તે ટેવ મુજબ આખા દિવસનો હેવાલ આપતી એમાં નવા અને પહેલા બૉસ આસ્તિકને કેટલું સાંભરતી! ત્યારે ક્યાં જાણ હતી કે દીકરી તેના પ્રેમમાં પડીને ધોખો ખાશે!

નયનાબહેન સમસમી જતાં. સિંઘાનિયા ગ્રુપનો મલ્ટિટાસ્કિંગ બિઝનેસ હતો - છે. ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, ઍગ્રી-કેમિકલ્સથી માંડીને ઑર્ગેનિક ફાર્મિંગ સુધીનાં ક્ષેત્રોમાં વ્યાપ્ત વ્યાપારના એકમાત્ર વારસ એવો ૨૬ વરસનો આસ્તિક એન્જિનિયરિંગ ઉપરાંત વિદેશમાં બિઝનેસને લગતી ડિગ્રી મેળવીને નવો-નવો ર્ફોટની કૉપોર્રેટ ઑફિસમાં બેસતો થયો હતો. ડૅશિંગ, ડાયનૅમિક પર્સનાલિટી ધરાવતા આસ્તિકની સહાયમાં કેળવાયેલા સ્ટાફ સાથે નવલોહિયા જેવા જુનિયર્સ પણ ખરા. એમાં મહત્તમ કામ તેને વૈદેહી સાથે પડતું.

સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ વૈદેહી આસ્તિકની અપેક્ષા કહો કે જરૂરિયાતથી બે કદમ આગળ રહેતી. ર્બોડ-મીટિંગ્સ, પ્રોજેક્ટ-ડીટેલ્સ, માર્કે‍ટ સિનારિયો - તેનું બ્રીફિંગ એટલું શાર્પ અને સમરાઇઝ્ડ રહેતું કે એના સહારે મૅનેજમેન્ટમાં આસ્તિકનો પ્રભાવ પથરાતો ગયો. પિતા મલ્હારનાથ ખુશ હતા - તું મારાથી સવાયો નીવડવાનો!

‘ઘરે મમ્મી પણ ખુશ છે....’ આસ્તિક ઉમળકાભેર વૈદેહીને કહેતો.

મલબાર હિલ્સ ખાતે મહેલ જેવા નિવાસસ્થાનમાં વસતા ગર્ભશ્રીમંત સિંઘાનિયા પરિવાર પર અમીરીની અવિરત કૃપા હતી. ત્રણ પેઢીથી જામેલો ધંધો ફૂલ્યોફાલ્યો હતો અને પુત્રનાં લક્ષણો પારણામાંથી એમ આસ્તિક જે ઢબે ઘડાતો હતો એ જોતાં દીકરો વેપારમાં નવાં જ શિખરો સર કરવાનો એની મલ્હારનાથ-ત્રિલોકાદેવીને ખાતરી હતી. એનો સ્વાભાવિકપણે આનંદ જ હોયને!

અને આસ્તિક આનો હરખ વૈદેહી સમક્ષ દાખવતો એમ મા-પિતાનેય કહેવાનું ન ચૂકતો - વૈદેહી તો મારી બૅકબોન છે!

ગરવાઈભયાર઼્ ત્રિલોકાદેવી જોકે બિઝનેસ-ઇવેન્ટમાં ભાગ્યે જ હાજરી પુરાવતાં, પણ પપ્પા-મમ્મીની ત્રીસમી ઍનિવર્સરીની સરપ્રાઇઝ પાર્ટી આસ્તિકે યોજેલી એમાં ઑફિસના સિલેક્ટેડ સ્ટાફ ભેગી વૈદેહી તો ઇન્વાઇટ હોય જ. રાધર, પાર્ટીની થીમ, એનું મૅનેજમેન્ટ વૈદેહીના હસ્તક હતું. તેની એફિશ્યન્સીનાં વખાણ મલ્હારનાથને બેવજૂદ ન લાગ્યાં, ત્રિલોકાદેવીએ કેવળ ડોક ધુણાવી - અચ્છા? વેરી ગુડ.

સ્ટાફને એક હદથી વધુ મહત્વ ન આપવાનો ઍટિટ્યુડ આમાં હતો. જોકે સામાના ઍટિટ્યુડથી અંજાવાનો કે પછી નવર્‍સ થવાનો વૈદેહીનો સ્વભાવ ક્યાં હતો?

બાકી આસ્તિકનાં મધરનો પ્રભાવ નિરાળો હતો. લગ્નનાં ત્રીસ વર્ષેય તેમના વ્યક્તિત્વનો ચાર્મ અનુભવી શકાતો. ફૅશનથી ફાઇનૅન્સ સુધીના વિષયો પર ઊંડાણપૂવર્‍કની ચર્ચા કરી શકવાની પ્રબુદ્ધતા. સોસાયટીમાં તેમનો મોભો વર્તાતો.

‘પપ્પા-મમ્મીનાં લવમૅરેજ છે... મમ્મી કંઈ બહુ મોટા ઘરની કે જાણીતા બિઝનેસ-હાઉસની દીકરી નહોતી, પણ તેમનો પ્રભાવ એવો કે એક જ કૉલેજ-કૅમ્પસમાં ભણતા પપ્પા તેના તરફ આકર્ષાયા. એમ તો પપ્પાય ક્યાં કમ અટ્રૅક્ટિવ છે! માથી પણ અલિપ્ત ન રહેવાયું. પરણ્યા પછી જોકે મમ્મીને સોસાયટીમાં મોખરાનું સ્થાન મેળવતાં વાર નહોતી લાગી...’

આસ્તિક ઘણી વાર ઘરની, પેરન્ટ્્સની વાતો ઉખેળતો. ત્રિલોકાદેવીને જોયા-મળ્યા પછી એ વાતોનું તથ્ય અનુભવાયું. મલ્હારનાથથીયે સવાયો એટિટ્યુડ રાખનારાં ત્રિલોકાદેવીને દીકરો જોકે લાડકો.

‘ફરક એટલો કે આસ્તિકમાં તેના માવતર જેવું સ્ટેટસનું, અમીરીનું અભિમાન નથી.’

બિચારી મારી દીકરી. પાર્ટીના બીજા દહાડે પોતાને આવું કહેનારી વૈદેહીને ક્યાંથી જાણ હોય કે નાગણના ખોળે કોઈ દિવસ સપેરો જનમતો નથી! એ વિના તેણે પ્રીતમાં ધોખો ખાધો?

નયનાબહેન આ બધું સાંભરતાં હાંફી જતાં. જાતને પરાણે સંયત કરવી પડતી. હશે. જે વીત્યું એ વીત્યું. ખોરંભે ચડેલી મારી લાડોની જિંદગી પુણેમાં ફરી થાળે પડી રહી છે એ સુખ ઓછું છે!

વૈદેહીના હૈયે પણ ઘા રુઝાતો હતો.મેન્ટલ હૉસ્પિટલની દુનિયા તદ્દન ભિન્ન હતી. ફિલ્મોમાં બતાવે એનાથીયે સાવ અલગ. ચાર માળની હૉસ્પિટલમાં ભોંયતળિયે કન્સલ્ટિંગ રૂમ્સ હતા. મગજની ચકાસણી માટેનાં મોટાં-મોટાં મશીનોવાળા તપાસરૂમ ઉપરાંત ઑપરેશન થિયેટર પણ ખરું... ઉપલા માળે પેશન્ટની સ્થિતિ અનુસારના જુદા-જુદા વૉર્ડ. ગોળાકારમાં વહેંચાયેલી હૉસ્પિટલમાં વચ્ચે વિશાળ ચોગાન પડતું. ઊંચા માળ પરથી કોઈ પડતું ન મૂકે એટલે બારી-બાલ્કનીમાં પણ ગ્રીલ કરાવાયેલી. હૉસ્પિટલ પાછળ નાનકડો બગીચો જેની બીજી બાજુ ડૉક્ટર્સનાં ક્વૉર્ટર્સ.

વૈદેહીને શરૂ-શરૂમાં તો બહુ અડવું લાગ્યું. અહીં આવનારો દરેક દરદી ગાંડો નથી હોતો એ અનુભવે સમજાયું. એક્સ્ટ્રીમલી સિવિયર કન્ડિશનના પેશન્ટ્સની હાલત જોતી ત્યારે થતું કે આની સામે મારા દર્દની શું વિસાત! હવે તો તેમની સારવાર જ મારું લક્ષ્ય. વૈદેહીમાં ચાકરીનો ગુણ નિખરતો ગયો. શીખવાની ધગશ હતી. કયા પ્રકારના દરદીને કેવી રીતે ટૅકલ કરવો એની સૂઝ ખીલતી ગઈ. દરદીથી વધુ ક્યારેક તેના સ્વજનો પીડાતા હોય છે. વૈદેહી તેમને આશ્વસ્ત કરવાનું ન ચૂકતી. શિફ્ટમાં વૈદેહી હોય એટલે ડૉક્ટરોને નિરાંત થઈ જતી. બહુ જલદી તે સૌની ફેવરિટ નર્સ બની ગઈ.

ફરજ પર હસમુખી જણાતી નર્સ પોતાના દદર્‍ની ભનક આવવા દેતી નહીં. પોતાનું અંગત તે કોઈને કહેતી નહીં. આમાં આયાસ નહોતો. ખરેખર તો નર્સનો યુનિફૉર્મ પહેરતાં જ તે જુદી વૈદેહી બની જતી. કરુણાની સાક્ષાત્ મૂર્તિ. પોતાનું દર્દ તેને સાંભરતું પણ નહીં.

‘બેન, મારો બાબલો ઠીક તો થઈ જશેને? લગ્નનાં પાંચ-પાંચ વરસે મારો ખોળો ભરાણો. એમાં દીકરો અવતર્યો‍ ત્યારે હું ફૂલી નહોતી સમાણી... પણ જુઓ તો... હજી સ્કૂલમાં જતો થાય એ પહેલાં રમત-રમતમાં પલંગ પરથી પડ્યો શું ને માથામાં વાગ્યું શું. ત્યારનો આમ જ સૂન મારી ગયો છે! મને, તેની માને નથી ઓળખતો...’

આમ કહીને રડતી પડતી સાવિત્રીબાઈ હોય કે માના ગાંડપણે તેને હૉસ્પિટલમાં ભરતી કરીને કદી ન ફરકનારા દીકરાઓની નાલાયકી, જીવનના વિવિધ રંગ વૈદેહીને જોવા-જાણવા મળ્યા. વૈદેહીનું વ્યક્તિત્વ જ એવું કે અજાણ્યું પણ તેની સમક્ષ હૈયું હળવું કરી શકતું. પછી હૉસ્પિટલનો દરદીગણ પણ કેમ બાકી રહે?

‘હું જાણું છું કે હું સાજી થઈ ગઈ છું... પણ અહીંથી છૂટવાની વાત આવે એટલે ખોટેખોટા ધમપછાડા કરીને રોકાણ લંબાવી લઉં છું.’

ત્રીસેક વરસની વિધવા મોહિની હળવો નિસાસો નાખીને ઉમેરે છે, ‘શું કરું? સાસરે જઈને દિયર-જેઠિયાના બળાત્કાર ઝેલવાની શક્તિ નથી!’

તેનું ધ્રુસકું કંપાવી જતું. પતિ ગુજરતાં ઘરના બબ્બે પુરુષોના બળાત્કારે જુવાનજોધ બાઈનું ચિત્તભ્રમ કરી નાખ્યું. ચાર વરસથી અહીં ભરતી થયેલી મોહિની સારવારથી સાજી થયા પછી પણ ન છૂટવા માટે પાગલ હોવાનું નાટક કરતી રહે એ કેવી કરુણા!

આવા તો કંઈક નોખા-અનોખા કિસ્સા અહીં જોવા મળ્યા.

‘સર, આપણે આમાં કંઈ ન કરી શકીએ? જેમ કે મોહિનીના દિયર-જેઠને ઘટતી સજા થાય એવું કંઈક...’

વૈદેહી ડીન મુખરજીસાહેબને પૂછતી. તેમણે જ એક પદાર્થપાઠ આપ્યો...

‘આપણું કામ દરદીને સાજા કરવાનુ છે સિસ્ટર. એટલું થતાં વ્યક્તિ પોતે જ ઘટતું કરવાની સ્વસ્થતા, જાગરૂકતા કેળવે એ વધુ ઇચ્છનીય નથી?’

વ્યવસાયની આ સીમારેખા પોતે અપનાવી લીધી હતી, પણ પછી એવી એક કથા જાણી જેણે પ્યારમાં ખાધેલી ચોટને વળોટીને વેરનો આક્રોશ ભભૂકાવી દીધો.

અત્યારે પણ વૈદેહીના હોઠ ભિડાયા. નજર અઠવાડિયા અગાઉના બિઝનેસ વર્લ્ડના પોતે કરી રાખેલા કટિંગ પર ગઈ..

સિંઘાનિયાને ત્યાં ખુશખબર! સાડાછ વર્ષ અગાઉ મલ્હારનાથના આકસ્મિક અવસાન બાદ તેમના વારસ આસ્તિક સિંઘાનિયાએ વ્યાપારની ધુરા કુશળતાપૂવર્‍ક સંભાળી લીધેલી. બાદમાં તેમનાં લગ્ન મહેતા ફાઇનૅન્સના દેવુભાઈ મહેતાની પુત્રી સારિકા સાથે રંગેચંગે થયાં ત્યારથી જે ખુશખબરીનો ઇન્તેજાર હતો એ હવે સાકાર થઈ છે! આધારભૂત સૂત્રોએ જણાવ્યા મુજબ લગ્નનાં છ વરસે સારિકા ગર્ભવતી બની છે... જોકે સિંઘાનિયા તરફથી હજી ઑફિશ્યલ સ્ટેટમેન્ટ નથી આવ્યું, પણ આવી ખુશી છૂપી ક્યાં રહી શકી છે! ગૉર્જિયસ ત્રિલોકાદેવી દાદી બનવાના શુભ સમાચાર ટૂંક સમયમાં શૅર કરશે એવી અમારી ધારણા છે...

- નહીં. હવે તમારી કે કોઈની ધારણા નહીં ચાલે... મારી એક ચાલ પછી તમારાં ત્રિલોકાદેવી જ મારી કઠપૂતળી બની રહેવાનાં!

વૈદેહીએ દમ ભીડ્યો – નાવ ઇટ્સ ટાઇમ.

વૈદેહીને જાણ નહોતી કે ખરેખર તો કહેવાતા ખુશખબરે સિંઘાનિયા પરિવાર હચમચી ઊઠuો છે એમાં પોતાનો પુન: પ્રવેશ કેવો યોગ ઘડશે એની તો કલ્પના પણ કેમ હોય!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK