કથા-સપ્તાહ - જિસ્મ (જાગી બદન મેં જ્વાલા -5)

‘આર યુ ઑલરાઇટ મૅમ? બળાત્કારી ફાવ્યો તો નથીને?’

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


બ...ળા...ત્કારી! તારિકાના ડોળા ચકળવકળ થયા, અજાતને કપાળે

કરચલી ઊપસી.

‘આ સ્વીટમાંથી અમને ફોન આવ્યો હતો કે એક પુરુષ મારા પર બળાત્કાર કરવા જઈ રહ્યો છે.’

હેં! આવી કમ્પ્લેઇન હું તો કરું નહીં તો પછી અમારા રૂમની ઓળખે આ કામ કર્યું કોણે?

જેણે પણ કર્યું, તારા તો ફાયદામાં છે. તારિકાની કુશાગ્ર બુદ્ધિ ખરા વખતે દોડી, આમ હું પરણેલા પુરુષ સાથે મોજમજા માણનારી ઔરત તરીકે વગોવાઈ જઈશ, પણ બળાત્કારવાળી કબૂલાત કરી લઉં તો ઊલટી સહાનુભૂતિ મળશે, નિયમ મુજબ મારુંં નામ અને મારી ઓળખ સાવ ગુપ્ત રહેશે!

‘હા, મૅડમ!’ એકાએક તારિકા જનમજનમની દુખિયારી બની ગઈ, ‘અજાત વેપારી છે, હું પ્રતિષ્ઠિત કન્સલ્ટન્ટ છું, માણસ પરણેલો છે તોય પારકાં બૈરાં પર નજર બગાડે છે. જાણે કઈ દવા પીવડાવીને મને ગોવા લઈ આવ્યો! અજાત સિવાય મને કંઈ દેખાતું જ નહીં!  પણ આજે મેં એ દવા ન પીધી હોં. મારી સિક્સસ્થ-સેન્સ જાગી હતી - મેં તમને ફોન કર્યો’ એ થોથવાઈ ગઈ.

અજાત મનાતું ન હોય એમ તેને તાકી રહ્યો. તેનું બયાન સમજાતું ગયું એમ આંખોમાં લાલ દોરા ફૂટતા ગયા. ‘તું મને બળાત્કારમાં ફસાવવા માગે છે? આ જ તારી ઔકાત?’

‘જુઓ’ તેના રોષથી ફફડતી તારિકાએ આંગળી ચીંધી, ‘તેના પાસા અવળા પડ્યા તો કેવું ઘૂરી રહ્યો છે!’

તારિકાને સમજ હતી કે આટલું બન્યા પછી અજાતનું મર્દાના જિસ્મ મને માણવા નહીં મળે, પણ બદનામી કરતાં તો એ લૉસ બહેતર. સર સલામત તો પઘડિયાં બહોત. અજાત નહીં તો તેના ભાઈ બીજા.

‘કેવી દવા!’ અજાત બરાડી ઊઠ્યો, ‘ઇન્સ્પેક્ટરસાહેબ, આ કમજાત ઔરત ખુદ એક ભૂખીડાંસ નાગણ છે. મર્દાનગી ભાળી નથી ને જીભ લપકારી નથી!’

બે હાથમાં મોં છુપાવી તારિકાએ ઠૂઠવો મૂક્યો, ‘ઓ રે, મુજ અબળાનું કોઈ બેલી નહીં? કાયદો પણ લાચાર?’

એટલું સાંભળીને અધિકારીગણ હરકતમાં આવ્યો. ઉપરી દેશમુખસાહેબે અજાતની ધોલધપાટ કરીને બળાત્કારી પ્રત્યેનો રોષ ઉતાર્યો, ‘ગિરફ્તાર કરો તેને.’

અજાતને વસ્ત્રો પહેરવા પૂરતી છૂટ દઈ હાથમાં હાથકડી નાખી દીધી.

€ € €

ત્યાં સુધીમાં હોટેલમાં ખબર વાઇરલ થઈ ચૂક્યા ‘તમે કંઈ જાણ્યું? આપણી હોટેલમાંથી બળાત્કારી ઝડપાયો!’

પોલીસ ઉપરી અજાતશત્રુને લઈને નીકળ્યા ત્યાં સુધીમાં લૉબીમાં ટોળું જામી ગયેલું. આગળ-પાછળ આજુબાજુ પોલીસ વચ્ચે ઘેરાયેલો અજાતશત્રુ ભીડને ભાળી સહેમી ઊઠ્યો. ગરદન ઝૂકી ગઈ. કેટલો ધિક્કાર પ્રવર્તે છે મારા માટે સૌની નજરમાં! તારિકા તેની મરજીથી મને ભોગવતી એ સત્ય કોણ માનશે? ધોકેબાજ ઔરત. અરેરે, હું ક્યાં તેના ચક્કરમાં ફસાયો!

‘પસ્તાવો થાય છે, અજાત?’

ઊંચા અવાજે લિફ્ટ આગળથી પુછાયેલા પ્રfને સૌને ચમકાવ્યા, અજાતે આમતેમ ફાંફાં મારતાં ઝરણા દેખાઈ!

અજાતની પાછળ ચાલતી પલટનમાં મહિલા અધિકારી ભેગી ચહેરે દુપટ્ટો બાંધો નીકળેલી તારિકા પણ ચમકી, ‘અજાતની પત્ની અહીં ક્યાંથી!’

ïત્યાં તો તે અજાતની નજીક પહોંચી, ‘નજર ઝુકાવી કેમ દીધી, અજાત, મારી આંખોમાં આંખો પરોવીને જુઓ તો ખરા.’

અજાતશત્રુએ હોઠ કરડ્યો. આજ સુધી મારી ઐયાશી મૂંગા મોઢે સહન કરનારી આવો અવસર શું કામ ચૂકે? આજે હું ઝડપાયો એટલે વીત્યાં વરસોની ભડાશ કાઢ્યા વિના શું કામ રહે!

‘હું નજર મેળવવાનું કહું છું, અજાત, કેમ કે હું જાણું છું તમે નિર્દોષ છો.’

હેં! અજાત માની ન શક્યો. ઝરણા મજાક તો નથી કરતીને! પણ ના, તેની આંખોમાંથી તો એ જ અમી નીતરી રહ્યું છે... હું તેને લાયક પણ ગણાઉં ખરો!

ï‘ઉપરીસાહેબ’ ઝરણાએ હાથ જોડ્યા, ‘મારી ફરિયાદના આધારે તમે સમયસર રેઇડ પાડી એ બદલ ધન્યવાદ.’

‘હેં! બળાત્કારની ફરિયાદ ઝરણાએ કરી? શું કામ?’

‘તમારી આંખો ખોલવા, અજાત... એ સમજાવા કે પરસ્ત્રી સાથેનો આડો સંબંધ છેવટે તો બદનામી, ઘૃણા અને સૌથી વિશેષ, બેવફાઈ જ આપશે.’

ઝરણાએ તારિકા તરફ દૃષ્ટિપાત કરતાં અજાતે પણ ડોક ઘુમાવી. તેનો માર સહેવાતો ન હોય એમ તારિકાએ આંખો ઝુકાવી, શું થઈ રહ્યું છે એ હવે સમજાયું - અજાતની વાઇફ અમારા ગોવાગમન વિશે જાણતી હતી. તેણે અમારા પર નજર રાખી છેવટે બળાત્કારની ફરિયાદ કરતાં અમારા રંગમાં ભંગ પડ્યો અને બદનામીથી બચવા હું સાચે જ ફરિયાદી બની અજાતને હંમેશ માટે ગુમાવી બેઠી. વૉટ અ મૂવ! હું આટલી સ્માર્ટ, હોશિયાર, એક મામૂલી હાઉસવાઇફની એક જ ચાલમાં માત થઈ ગઈ? ગુમાન ઘવાયું. તારિકા ખળભળી ઊઠી, ‘અજાત-’ તે બરાડી, ‘ડરામણું ચિત્ર બતાવી ઝરણા તારુંં બ્રેઇનવૉશ કરવા માગે છે, રેપની

જૂઠી ફરિયાદથી આપણામાં તેણે ફાટ પડાવી છે-’

‘થૅન્ક્સ, તારિકા’ ઝરણા મલકી, ‘બધાની વચ્ચે કબૂલવા બદલ કે સ્વીટમાં તારા પર બળાત્કાર નહોતો થયો.’

પોતાના કથનનું આવું અર્થઘટન થઈ શકે એ પરખાતાં તારિકાને તમ્મર આવ્યાં. ડેમ ઇટ!

‘મને થોડું કંઈક સમજાય છે.’ આધેડ વયના ઉપરી હળવું મલક્યા, ‘આપણે નીચે કૉન્ફરન્સ હૉલમાં ગોઠવાઈએ, ત્યાં તમે મને ખૂલીને સમજાવો, મિસિસ મહેતા. કૉફીનો પ્રબંધ કરજો, અને હા, મધરાતે પોલીસને દોડાવવા બદલ કૉફીનું બિલ પણ મિસિસ મહેતાના નામે ફાડજો.’

€ € €

અજાત-તારિકાના ગોવાના ફોટો-વિડિયોઝ, થાણામાં આવેલી ફરિયાદનું લાઇવ રેકૉર્ડિંગ નિહાળ્યા પછી સત્ય પર કોઈને સંશય ન રહ્યો.

‘મારા ખ્યાલથી પોલીસની હવે જરૂર નથી-’ ઉપરીના શબ્દોથી ઝરણાએ અપાર રાહત અનુભવી. પણ પાર ઊતરવાનું હજી બાકી હતું!

‘જોકે અમે અહીંથી સાવ ખાલી હાથે પાછા નથી જતા’ દેશમુખસાહેબે ફોડ પાડ્યો, ‘ઝરણા, તમારા ફોને એક નિર્દોષ કપલને ઉગાર્યું છે.’

ઝરણા ટટ્ટાર થઈ. એ જ વખતે તપાસટીમની ટુકડી ચાર ઉતારુઓ સાથે પ્રવેશી, જેમાંના બે ગુનેગાર હતા!

‘અતુલ્ય-ઉર્વશી, અંકુશ-નિયતિ!’ ઝરણા બબડી. પતિ પર નજર રાખવામાં રિસૉર્ટના અન્ય યાત્રીઓ જાણ્યેઅજાણ્યે ઓળખના દાયરામાં આવી ગયેલા. અતુલ્ય-ઉર્વશી નિતાંત પ્રણયમગ્ન લાગતાં, જ્યારે અંકુશ-નિયતિમાં કશુંક બરાબર નહોતું, કદાચ અંકુશની નિયતિ પ્રત્યેની વર્તણૂક. હજી શુક્રની સાંજે અંકુશે જાણે કઈ વાતે નિયતિને કેવી પાણીમાં ફંગોળી હતી! પણ આ બે કપલનું કનેકશન શું છે?

‘જિસ્મની ઝંખના!’ દેશમુખસાહેબે ઘટના વર્ણવી. રેઇડમાં અંકુશ-નિયતિએ તપાસટુકડીને કહેલું જૂઠ ખૂલ્યું, ૫છી અતુલ્ય-ઉર્વશીને હોશમાં આણતાં જે થતાં રહી ગયું એ જાણી ઉર્વશી ધ્રુસકાભેર રડી પડેલી, ખળભળી ગયેલા અતુલ્યએ અંકુશને આડે હાથ લેતાં પોલીસે વચ્ચે પડી તેને માંડ વાર્યો... અતુલ્યને કાળઝાળ જોઈ નિયતિ હેબતાઈ ગયેલી. અંકુશ પછી પોતાનો વારો આવશે એ બીકે નિયતિનો આપો ન રહ્યો, ‘આ બધું તમને ભારે પડશે, હોં અતુલ્ય. તમે જાણતા નથી અંકુશ માથાફરેલ દાણચોર છે!’

ત્યારે તો માર ખાતા અંકુશે જ તેને ધક્કો મારતાં તે દીવાલ સાથે ઠોકાઈ હતી- ચૂપ મર, શું બકે છે!

‘હાલ પૂરતાં તો અતુલ્યની ફરિયાદના આધારે અંકુશ-નિયતિની ધરપકડ કરી છે, તપાસમાં તેમની કરમકુંડળી ખૂલતી જવાની!’

સાંભળીને અંકુશે ખુન્નસભરી નજર અતુલ્ય પર ફેંકી - ‘મને જામીન પર છૂટવા દે, પછી જો તારી બૈરીને તારી હાજરીમાં ભોગવું છું કે નહીં!’

સામે અતુલ્યે પણ એવો જ ડારો આપ્યો, ‘જીવ વહાલો ન હોય તો જ મારી ઉર્વી પર નજર બગાડજે!’

અંકુશની નજર ઝૂકી ગઈ, ગુસ્સો હવે નિયતિ પર ફંટાયો - ‘દાણચોરીનું બકવાની તારે શી જરૂર હતી! તને

તો હું...’

નિયતિ ધ્રૂજી ઊઠી - ‘હવે અંકુશની પહોંચમાં આવે એ બીજા!’

€ € €

ગુનેગારોને લઈ પોલીસ જતાં સ્ટાફ-ટોળું વિખેરાયું.

‘હવે મારું અહીં શું કામ! આબરૂ બચી એ ઘણું.’ તારિકાએ સરકવામાં શાણપણ જોયું, ત્યાં... ‘મને એક પ્રશ્ન મૂંઝવે છે, ઝરણા.’ અજાતના સ્વરે હૉલના દરવાજે પહોંચેલી તારિકાના કાન સરવા બન્યા, ‘તારાથી મારી ઐયાશી છૂપી નહોતી, પણ તેં ક્યારેય આ વિશે ટકોર શું ચર્ચા સુધ્ધાં નહોતી કરી... પછી એકદમ અમારી પાછળ ગોવા આવીને નજર રાખવી, ફરિયાદ કરવી; આઇમીન, એકાએક મારી આંખ ખોલવાનું પ્રયોજન શું?’

ઝરણા સહેજ ગંભીર બની, ‘હા, તમારાં સ્ખલન મારાથી છૂપાં નહોતાં... પરંતુ પત્ની તરીકે મને એની ચર્ચાïની જરૂર એટલા માટે નહોતી લાગતી, કેમ કે આમાં ક્યાંય લાગણીનો નાતો નહોતો, કેવળ જિસ્મની જરૂરિયાત હતી, મહદંશે સ્ત્રીઓને તમારા આ બલિષ્ઠ જિસ્મની જરૂરિયાત.’ ઝરણાએ અજાતના બાવડે હાથ ફેરવ્યો. ‘તમારું આ શરીર કેવાં સ્પંદન જગાડે છે એ એક સ્ત્રી તરીકે હું ન જાણું? સાથે એ પણ ખરું કે ચૂપ રહીને હું તમારા આત્માને ઢંઢોળવા માગતી હતી. ક્યારેક તો મારી ચૂપકી તમારા માટે અસહ્ય બને, કદી તો પરસ્ત્રીને ભોગવતાં મને દ્રોહ દઈ રહ્યાની ભાવના જાગે...’

‘એવું થયું નહીં છતાં તું ગોવા આવી...’

‘તમે કદી છુપાવાની સભાનતા કે ચેષ્ટા નથી રાખી અજાત એટલે તમે તારિકા સાથે ગોવા આવ્યાનું હું જાણતી હતી... અને હવે તમારી આંખો ખોલવી મારા માટે જરૂરી બન્યું હતું.’

એ કારણ માટે હવે તો અતુલ્ય-ઉર્વશી પણ ઝરણાને ટાંપી રહ્યાં.

‘તમે ગોવા નીકળવાના હતા એ સાંજે જ મને જાણ થઈ અજાત...’ ઝરણા મહોરી, ‘કે હું મા બનવાની છું!’

‘હેં. હું પિતા બનવાનો!’ અજાત આ ખુશી માટે તૈયાર નહોતો. સમજાયું નહીં કે શું રીઍક્ટ કરવું!

પણ આ એક વાક્યમાં બધું સમજાઈ જતું હોય એમ તેના ધક્કાએ તારિકા બહાર નીકળી ગઈ... હંમેશ માટે! હવે તેનું કામ પર શું?

‘પત્ની તરીકે હું પતિનાં સ્ખલન અવગણી શકું, અજાત, પણ મારા સંતાનના પિતામાં કોઈ એબ હોય એ એક મા કેમ ચલવી લે! બસ, એટલે આ દાવ મને સૂઝ્યો.’ ઝરણાના સ્વરમાં ટંકાર હતો, ‘ઍન્ડ ઇટ વર્ક્ડ. મેં તમારી આંખો ખોલી દીધી, અજાત, હવે નક્કી તમારે કરવાનું છે. તનમનથી તમે હંમેશાં મારા થઈને રહેવાના હો તો મારા અને મારા સંતાનની દુનિયામાં તમારું સ્વાગત છે. ન આવો તો ફરિયાદ નહીં કરીએ.

ડિવૉર્સ-પેપર્સ પણ મેં રેડી રાખ્યાં જ છે.’

પળ પૂરતી સ્તબ્ધતા છવાઈ રહી. ‘કઈ માટીમાંથી બની છે આ સ્ત્રી?’

‘અજાતભાઈ’ ઉર્વશીથી ન રહેવાયું, ‘ઈશ્વરદત્ત દેહની આળપંપાળમાં ઘણી વાર આપણે વિવેકભાન ભૂલી જઈએ છીએ. જિસ્મને વધુ ને વધુ રૂપાળા બનાવવાની દોડમાં હું વીસરી કે એ જ રૂપની જ્વાળા ક્યારેક મારી જ આબરૂને દઝાડી શકે! જોનારાની દૃષ્ટિ તો ગુનેગાર ખરી જ, પણ દેહનું વધુપડતું પ્રદર્શન ન કરવાની સ્વયંશિસ્ત શા માટે સંસ્કાર કહેવાય એ મને હવે સમજાય છે... બસ, એવી જ એક સ્વયંશિસ્ત તમારે પાળવાની છે. ગમે એટલા લલચામણા ઢાળે નહીં લપસીને, ઝરણાનો હક કોઈને નહીં આપીને.’

‘મુશ્કેલ નથી, અજાત’ અતુલ્ય, ‘જે સ્ત્રીને તેં તારું બીજ અપ્યું છે તેને તારા Xદયમાં સ્થાપી દે, તો તું બીજા કોઈનો થઈ નહીં શકે!’

‘માએ ઝરણાને શું જોઈ મારા માટે પસંદ કરી એ આ પળે સમજાય છે... પણ મારી દ્વિધા જુદી છે, અતુલ્ય.’ અજાત ખચકાયો, ‘હું ઝરણાને લાયક ગણાઉં પણ ખરો?’

જાણે નવો જ અજાત ઊભર્યો, કદાચ એનો ઉદ્ભવ આ જ રીતે નિર્મિત હતો. પછી જવાબની જરૂર ન રહી. ઝરણા જ તેને વહાલથી વળગી પડી.

‘તારિકાએ સ્વીટ ખાલી કરી દીધો છે, બાકીનું કામ ત્યાં પતાવ!’ અતુલ્ય સાથે નીકળતાં ઉર્વશી ઝરણાનાકાનમાં ગણગણી.

€ € €

સ્વીટમાં દાખલ થતાં ઉર્વશી અતુલ્યને વળગી પડી, ‘મને માફ કરશોને?’

ઉર્વશીને સમજવાજોગ સમજાઈ ગયું. હવે એની ગિલ્ટ શું કામ રહેવી જોઈએ?

‘એક શરતે’ અતુલ્ય ગંભીર બન્યો, ‘તું મને માઇક્રો શૉટ્ર્સમ પહેરીને દેખાડે તો-’

એવી જ ‘યુ...!’ કહેતી ઉર્વશી તેને વળગી પડી. સુખ સલામત રહ્યાનો એ ધબકારો હતો.

€ € €

ગોવાના બાકીના દિવસો ઉલ્લાસથી માણી અતુલ્ય-ઉર્વશી મુંબઈ રિટર્ન થયાં ત્યાં સુધીમાં અજાત-ઝરણા જોડે ઘનિષ્ઠ મૈત્રીભાવ કેળવાઈ ગયો, જે કોઈને ચળવા નહીં દે!

મુંબઈ પરત થયેલી તારિકાએ જાતને કામકાજમાં પરોવી દઈ મમ્મીને કહી દીધું, ‘જલદી મુરતિયો શોધ; મારે પરણી જવું છે!

હા, ગાવાની હવાલાતમાં પુરાયેલાં અંકુશ-નિયતિની કમ્બખ્તી ત્યાં અટકી નહીં. એક દહાડો નિયતિની તબિયત લથડતાં તપાસમાં માલૂમ પડ્યું કે તેને જાતીય રોગ વળગ્યો છે! જાણીને નિયતિ માથું કૂટે છે. ચેપી રોગના ખબરે અંકુશના હામ ગગડી ગયા, એમાં દાણચોરીની કડી પુરવાર થતાં એ સાવ હિંમત હારી બેઠો. જેવાં જેનાં કરમ! ખરુંને?

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK