કથા-સપ્તાહ - જિસ્મ (જાગી બદન મેં જ્વાલા -4)

‘અરે!’ લિફ્ટમાં અતુલ્ય-ઉર્વશીને ભાળી જાણે પ્રથમ વાર જોયાં હોય એવું અચરજ નિયતિએ દાખવવ્યું, ‘સેકન્ડ હનીમૂન, હં?’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


‘કંઈક એવું જ...’ અતુલ્ય હસ્યો.

નિયતિને તેના મંગેતર સાથે ભાળીને ઉર્વશીના હોઠ સુધી આવી ગયું કે તું વગરલગ્ને હનીમૂને આવી છે કે શું? અને તેનો મંગેતર કેવું ઘૂરી રહ્યો છે જાણે હું બજારુ ચીજ હોઉં!

ઉર્વશી પર જોનારાઓની નજર ટક્યા વિના નથી રહેતી એનો અતુલ્યને અંદાજો હતો, પણ તેના

પર ક્યાં પહેરો લગાવી શકાય છે? ઉર્વશી ખુશ છે, અતુલ્ય માટે એ

ખુશી મહત્વની.

તમે ક્યારે આવ્યા, ક્યાં ફર્યા, ક્યારે જવાના એની ચર્ચામાં ત્રણેય સ્ત્રીઓ જોતરાઈ ત્યાં તો ડેસ્ટિનેશન આવી ગયું, ત્રણેય કપલ છૂટાં પડ્યાં.

€ € €

અતુલ્યની હાજરીમાં તેની પત્નીને અંકુશના ચરણે ધરવી સંભવ છે ખરી, આખી રાત નિયતિ વિચા૨ી રહી.

અરે, એક વા૨ અતુલ્યને ચેતવી દઈ હોટેલ બદલવા પણ કહી દઉં, પરંતુ એથી ભુંરાટા થનારા અંકુશને જાળવવાની શક્તિ છે મારામાં?

નિયતિની સમજ કહેતી હતી કે મારે મારું સુખ અકબંધ રાખવું હોય તો અસંભવને સંભવ કર્યા વિના છૂટકો નથી. અંકુશનો આગ્રહ નિરંકુશ લાગતો હતો, પણ એ બદલાવાનો ન હોય તો પછી પોતે પણ બેલગામ બની જવાના મતની હતી. અંકુશને ઉર્વશી ધરીને હું અતુલ્યને વળોટી લેવાની... ઑલ આઇ નીડ ઇઝ અ પ્લાન!

વિચા૨તાં કંઈક ગોઠવાયું. પોતાનો પ્લાન અંકુશ સાથે ચર્ચી લીધો.

€ € €

‘આઇ નો, મારું ફિયાન્સે સાથે આમ નીકળવું તમને કદાચ રુચ્યું નહીં હોય... પણ હું માનું છું કે પ્રેમ મહત્વનો, લગ્ન તો કેવળ એક રસમ છે.’ બીજી બપોરે લંચ સમયે

પાંચ-સાત મિનિટનું એકાંત મેળવીને નિયતિએ ચોખવટ કરવાની ઢબે કહી ઉમેરેલું, ‘ખેર, અહીં મYયાં જ છીએ તો અંકુશની ઇચ્છા છે કે આપણે આજે ડિનર સાથે કરીએ... તમે તેને તો નિરાશ નહીં જ કરો.’

અતુલ્ય-ઉર્વશીની નજરો મળી, છૂટી પડી.

‘અમને આવવાનું ગમત નિયતિ, પણ આજે અમે વેસ્ટ ગોવા જવાનાં છીએ, પાછાં વળતાં રાત્રે નવ-દસ વાગી જશે.’

‘નો ઇશ્યુ’ નિયતિએ તો કોઈ પણ ભોગે હા પડાવાની હતી. એક વાર તેઓ અમારી સ્વીટમાં ડિનર માટે આવે એટલે પહેલાં તો ડ્રિન્કનો દોર ચાલશે. એમાં મારે બેઉના ડ્રિન્કમાં ઘેનની દવા ભેળવી દેવાની રહેશે, જમતા સુધીમાં બેઉ ગાઢ નિદ્રામાં પોઢી ચૂક્યાં હશે! બસ, પછી અંકુશ ઉર્વશી સાથે રૂમમાં મજા માણશે ને હું અતુલ્યને બહાર માણીશ. કામ પત્યા પછી વર-બૈરીને એકમેકની સોડમાં મૂકીને સવારે એવું જતાવવાનું કે દારૂ પી તમે એવાં અધીરાં બન્યાં કે તમને રૂમનો હવાલો દઈ અમારે નીકળી જવું પડ્યું. આખી રાત અમે બહારના રૂમમાં વિતાવી છે.

બેઉને કશું જ યાદ નહીં હોય એટલે અમારું બયાન, ઠપકો માન્યા વિના છૂટકો નહીં હોય. આમાં અંકુશની ભૂખ સંતોશાષે અને અતુલ્ય-ઉર્વશીને એની ભનક પણ નહીં આવે, ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે...

ઉર્વશીની સ્ત્રીનજરથી અંકુશનો વિકાર છૂપો ઓછો રહેવાનો, તેનું ફરવાનું બહાનું સમજાય એમ હતું, પણ મને તો તેમની કન્સેન્ટ જોઈએ જ છે એટલે...

‘અમે આમ પણ મોડાં જમનારાં છીએ.’ પછી વધુ આનાકાની થાય એ પહેલાં ઉમેરી દીધું,‘તો પાકું. આજે રાત્રે અમારા સ્વીટમાં મળીએ.’

પત્યું!

નિયતિ ગયા બાદ ઉર્વશી બબડી પણ ખરી, મને તો અંકુશની નજર ન ગમી.... એવાની સાથે શું ડિનર લેવું! અતુલ્યે હસી નાખ્યું, તમારો વેશ જ એવો હોય છે મૅડમ કે ભલભલાની નજર ભટકી જાય.

અતુલ્ય ટકોરે છે? ના, આ ટકોર નથી, વાસ્તવિકતાનું વિધાન માત્ર છે.

‘તું બીજાને દેખાડવા ‘ગમે તેવાં’ વસ્ત્રો નથી પહેરતી, પણ લોકોને એથી તાકવાની મોજ પડતી હોય તો જેવી તેમની નજર, સમજી!’

અતુલ્યના રણકા પછી ઉર્વશીને દ્વિધા ન રહી અને ડિનરની વેળા આવી પણ પહોંચી.

€ € €

૯ વાગ્યાના ટકોરે સાચે જ ગોવા ઘૂમીને આવેલાં અતુલ્ય-ઉર્વશી બરાબરનાં થાક્યાં હતાં, નિયતિના સ્વીટનો બેલ રણકાવતાં નક્કી કરી લીધું, ફટાફટ જમીને રૂમ પર જઈ સૂઈ જવું છે!

‘વેલકમ!’ નિયતિએ હૂંફાળો આવકાર આપ્યો. પાછળ ઊભા અંકુશની કીકી ચમકી ગઈ.

-અને કલાક પછી ડ્રિન્ક-સેશન પતતાં શું થાય છે એ સમજાય એ પહેલાં બેઉએ હોશ ગુમાવ્યા.

€ € €

‘આઇ મેડ ઇટ’ ઉર્વશીને બેડ પર મૂકી, અતુલ્યને બહારના સોફા પર નાખતા અંકુશ સમક્ષ નિયતિએ

દમામ દાખવ્યો, ‘તારાં અરમાન આજે પૂરાં કરી લેજે, ફરી આવો મોકો નહીં મળે. વિચારીશ પણ નહીં, જો હેમખેમ રહેવું હોય.’

અંકુશમાં ધીરજ ક્યાં હતી? ઉતાવળે તે અંદરની રૂમમાં ચાલ્યો ગયો.

€ € €

દરમ્યાન...

‘હલો’ પોલીસથાણામાં રણકાવેલા ફોનમાં સામેથી ગભરાટભર્યા સ્ત્રીસ્વરમાં કહેવાયું, હું બીચ રિસૉર્ટ હૉલિડેની સ્વીટરૂમમાંથી બોલું છું. મારા પર કોઈ બળાત્કાર કરવા જઈ રહ્યું છે... પ્લીઝ હેલ્પ!’

ફોન કટ થયો. એક અબળા નારીની રક્ષા માટે પોલીસ કટિબદ્ધ હતી.

€ € €

આ હુશ્ન! અંકુશ બિસ્તરમાં પડેલી ઉર્વશીને લાલચુ નેત્રે નિહાળી રહ્યો. રૂપિયા-પૈસા ખાતર પથારી ગરમ કરતી બાઈઓની અંકુશને નવાઈ નહોતી, પણ સભ્ય સમાજની આબરૂદાર નારીને કપટથી શૈયાભોગિની બનાવવા જેવું કૃત્ય પ્રથમ વાર થવાનું.... આજે તો હું તન-મન ભરીને ભોગવવાનો મારી રાણી! ૫હેલાં ઉર્વશીનું વસ્ત્રહરણ કરવા દે!

€ € €

અંકુશે દરવાજો બંધ કયોર્ અને બહાર ઊભી નિયતિએ અતુલ્ય પર દૃષ્ટિ ફેંકી. કદી તેને આવી નજરથી નિહાYયો નહોતો. એટલી જાણ હતી કે અતુલ્ય-ઉર્વશીની જોડી મેઇડ ફૉર ઇચ અધર જેવી રોમૅન્ટિક છે. આજે અવસર મYયો તો લાગે છે કે યા... ધેટ અજાતને ટક્કર આપે એવો રૂડોરૂપાળો છે, તેના પૌરુષને માણવું છે! અંકુશ કદી તેને તેના ધંધાદારી કૉન્ટૅક્ટ્સને રીઝવવા મોકલતો એટલે બીજાનું પડખું સેવવાની નવાઈ નહોતી નિયતિને; પણ બેહોશ થયેલા પુરુષને તેની જાણ બહાર માણવાનું પહેલી જ વાર બનશે!

અને તે અતુલ્યના બદન પર ઝૂકી.

€ € €

અજાતશત્રુના બદન પરથી આખરી વસ્ત્ર ફગાવી ચિચિયારી મારતી તારિકા તેને વળગી. જે દેહને વારંવાર ભોગવ્યો એની નિરાવૃત્ત છબિ આજેય કેવી પરવશ કરી મૂકે છે. તારિકાના આક્રમણે અજાત સિસકારી ઊઠ્યો. ભલભલાને ભારે પડે એવા મારા ઉઘાડને તારિકા કેટલી લિજ્જતથી માણે છે!

€ € €

- અને દરવાજો ઠોકાયો : ઓપન ધ ડોર! ગોવા પુલિસ હિયર!

હેં! તારિકા આંચકાભેર ઊભી થઈ... પો...લી....સ...! અજાતથી વિક્ષેપ સહ્યો ન ગયો, યુ કન્ટિન્યુ. પોલીસ કૅન વેઇટ.

પણ તારિકાનો કામ ઓસરી ચૂકેલો : હોશમાં આવ, અજાત. આપણા બારણે પોલીસ કેમ આવી હશે એ તો જાણવું જોઈએને... ક્યાંક રેઇડ તો નહીં હોય!

તારિકા ફિક્કી પડી. નૅચરલી, પુરુષને ખાનગીમાં ભોગવવાનો વાંધો ન હોય, પણ એ જો જાહેર થયું તો તો મારું સ્ટેટસ શું રહે? હું કુલક્ષણી તરીકે વગોવાઈ જાઉં, નામ ખરડાય, આબરૂ જાય એ કેમ પરવડે?

‘મારે તો બૈરી પણ જશે’ અજાત જોકે લાપરવાહ રહ્યો.

ઝરણાનો પીછો છૂટે એ ગમે, ગોવા આવ્યાં છીએ એ દરમ્યાન ઝરણાને ડિવૉર્સ દઈ અજાતશત્રુ

મને પરણે એની ધરી રચવી જ હતી; પણ એ અમારી બદનામીના ભોગે તો નહીં જ!

ત્યાં તો અજાતે તેને ખેંચી, મેં કહ્યુંને, પોલીસ કૅન વેઇટ!

€ € €

પો...લી...સ..!

આમ તો પ્રતિષ્ઠિત રિસૉર્ટમાં રેઇડ પાડવામાં અનેક પ્રૅક્ટ્રિકલ ઇશ્યુ નડે, પણ તાજેતરના રેપકેસ પછી પ્રશાસન કોઈ જોખમ લેવા માગતું નથી. ખરેખર તો બળાત્કારની રાવ કરનારીએ ચોથા માળનો સ્વીટ-નંબર આપ્યો જ હતો, પણ એનો દરવાજો ખૂલવામાં વાર લાગી એટલે ટીમ ધડાધડ હોટેલમાં ફેલાઈ ગઈ. શક્ય છે વિલન યુવતીને ફોન ક૨તી જોઈ ગયો હોય, એટલે બીજા સ્વીટ યા રૂમમાં શિફ્ટ કરી હોય! આ સ્વીટ અંદરથી લૉક રાખી અમને રોકવાની ચાલ હોય... આ તર્કે ધડાધડ દરવાજા ઠોકાવા માંડ્યા.

€ € €

પોલીસની હાજરીએ બહાર રહેલી નિયતિને ભડકાવી, અંકુશ ચોંક્યો. હજી તો અમારા શિકારને અડધોપડધો ઉઘાડ્યો ત્યાં આ વિઘ્ન કેવું?

‘અંકુશ, ક્યાંક તારું દાણચોરીનું લફરું તો નહીં હોયને’

‘નો’ અંકુશ ભડકી ગયો. રિલૅક્સ થવા પોતે ચાર-છ દહાડાની ટૂર પર આવ્યો હોય એમાં ધંધાદારી લફરું લઈ ઓછો ફરું!

ï‘યુ બી ઇનસાઇડ - આઇ વિલ ચેક.’

અડધા ઉઘાડા અતુલ્ય પર ઓઢવાનું નાખી નિયતિ ભીતર સરકી... અંકુશે દમ ભીડી દરવાજો ખોલ્યો, ‘યસ?’

એવી જ સર્ચ-ટીમ ઘૂસી આવી, એમાં એક મહિલા હતી, ‘અમને ફરિયાદ મળી છે કે રિસૉર્ટમાં એક યુવતી પર બળાત્કાર થઈ રહ્યો છે...’

હેં, અંકુશ બઘવાયો, અંદરથી કાન માંડનારી નિયતિ ભડકી. પાછળ વળીને જોયું. ના, ઉર્વશી બેહોશ જ છે! તો ફરિયાદ કરી કોણે?

વેઇટ. અહીં માત્ર સ્ત્રી પર નહીં, પુરુષ પર પણ બળાત્કાર થવાનો હતો! મતલબ, ફરિયાદ અમારા માટે નહીં હોય, કોઈ બીજાએ કરી... એમાં અમારી રાત બગડી!

ત્યાં સુધીમાં તપાસ-ટીમના હવાલદારે અતુલ્યને ઢંઢોળવા માંડ્યો, અંદર ઉર્વïશીની પણ એવી જ હાલત નિહાળી લેડી ઑફિસર પણ ચમકી... પાછાં બેઉ અડધાં ઉઘાડાં! વૉટ ધ હેલ ઇઝ ગોઇંગ ઑન!

‘નથિંગ સસ્પિશિયસ.’ અંકુશે સ્મિત વેર્યું, ‘હું અંકુશ, આ નિયતિ. પલંગ પર સૂતી છે તે મારી વાઇફ ઉર્વશી છે, બહાર સૂતો છે તે આનો હસબન્ડ-’ કહી અંકુશે કડપ દાખવ્યો, ‘તમે અમારા અંગતમાં માથું ન

મારો, પ્લીઝ!’

અંદર આ ચર્ચા ચાલતી હતી ત્યાં બહારથી હોટેલ-મૅનેજરનો અવાજ સંભળાયો, ‘ઉપરની રૂમવાળા

અતુલ્ય અહીં શું કરે છે! તેની વાઇફ ઉર્વશી ક્યાં? ’

ખલાસ!

€ € €

- ત્યારે સ્વીટ-નંબર ૪૦૨ના દરવાજે ઊભા પોલીસ ઉપરીએ હડપચી પસવારી, ‘લેટ્સ બ્રેક ઇટ. હમણાં દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે.’

€ € €

‘અ...જા...ત... એ લોકો દરવાજો તોડી નાખશે’ તારિકા કરગરી. સમાગમમાં અજાત બેરહેમ બને એ ગમતું, પણ એ પોલીસની રેઇડને ન ગણકારે એ કેવું! આ ક્ષણે અજાતને કોઈની પરવાહ નહોતી. તેણે તારિકાને જકડી હતી, ‘કી૫ ઇટ કન્ટિન્યુ’

‘જાણીતી કન્સલ્ટન્ટ હોટલ-રૂમમાં કઢંગી હાલતમાં ઝડપાઈ!’

‘પર્યાવરણની કન્સલ્ટન્ટ પુરુષપ્રેમી નીકળી!’

ઘડીભરમાં તો અખબારના હેડિંગથી માંડી સમાજમાં થનારી કૂથલીના પડઘા તારિકાના ચિત્તમાં ફરી વળ્યા. બહારનું દ્વાર હવે ગમે ત્યારે તૂટે એમ હતું. જાણે રેસ ચાલતી હોય એમ તે જીવ પર આવી ગઈ.

€ € €

-અને દરવાજો તોડી ચાર-છ અધિકારીગણ ભીતર ધસી આવ્યા, ત્યારે ચોખ્ખાં થઈ અંગ પર ચાદર લપેટવા જેટલો સમય મYયો બેઉને.

તારિકાને ધરતી માર્ગ આપે તો સમાઈ જવા જેવું વસમું લાગતું હતું. અજાતશત્રુ સ્વસ્થ રહ્યો, ‘શું છે આ બધું?’

ઉપરીએ તેને લાફો વીંઝ્યો, લેડી ઑફિસરે તારિકા તરફ સહાનુભૂતિ દાખવી, ‘આર યુ ઑલરાઇટ મૅમ? બળાત્કારી ફાવ્યો તો નથીને?’

બ...ળા...ત્કા...રી! તારિકાના ડોળા ચકળવકળ થયા, અજાતને કપાળે કરચલી ઊપસી.

‘આ સ્વીટમાંથી અમને ફોન આવ્યો કે એક પુરુષ મારા પર બળાત્કાર કરવા જઈ રહ્યો છે.’

હેં!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK