કથા-સપ્તાહ - જિસ્મ (જાગી બદન મેં જ્વાલા -3)

તારિકા વાગોળી રહી.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |


પ્રથમ વા૨ના સાયુજu પછી અજાતશત્રુની જાણે લત લાગી. વન નાઇટ સ્ટૅન્ડ એક્સટેન્ડ થતો હોય એવું મારી સાથે તો પ્રથમ વાર બન્યું... એકબીજાને જાણતા થયા. અજાતની મૅરેજ લાઇફમાં ટ્રબલ હોય એવું લાગ્યું નહીં.

‘ઝરણા ઇઝ અ ગુડ કુક. અમારે ત્યાં અડધો ડઝન નોકરો હશે, પણ મારા માટે ખાવાનું એ જ બનાવે. ટિપિકલ મિડલક્લાસ હાઉસવાઇફ, યુનો...’

‘મિડલક્લાસ!’ તારિકાએ પાંપણ પટપટાવેલી.

‘હ૨ પેરન્ટ્સ...’ અજાતે ખુલાસો કરેલો, ‘મારાં મધર તેને હવેલીમાં મળતાં રહેતાં. મધરને તે ગમી ગયેલી, તેમની ભલામણે હું તૈયાર થયો. મા જોકે વારસનું મોં જોવા ન પામી, પણ ઝરણાવહુ વર-ઘર સંભાળી જાણશે એનો સંતોષ માના મુખ પર હતો ખરો.’

અજાતની વાતમાં સચ્ચાઈ હતી.

પિતાના દેહાંત બાદ જુવાનજોધ દીકરો વ્યાપારને આંચ નહીં આવવા દે એની નિર્મળાબહેનની ધારણા ફળી, પણ લગ્ન માટે તેણે બહુ રાહ જોવડાવી. ‘હમણાં સમય નથી’નું એક જ ગાણું. દીકરાને વેપારથી મન ફાવતી આઝાદી માણવાની છૂટની લાલસા વધુ હોવાનું માથી ક્યાં છાનું હતું? તેમને વર-ઘર સંભાળનારી ગૃહલક્ષ્મીની ખોજ રહેતી. હવેલીએ માથું ટેકવતાં તેમની એક જ માંગ હોય - ગુણવંતીવહુની!

આવામાં એક દહાડો હવેલીમાં ચક્કર આવી જતાં તેમને સંભાળનારી હતી ઝરણાં! શિક્ષકપિતાની સંસ્કારડાહી દીકરીના ગુણ પછીથી પરખાતા ગયા એમ વહુ તરીકે તે મગજમાં બંધ બેસતી લાગતી. આમ તો દીકરો લગ્નના મામલામાં તેમનું કહ્યું માની લે એમ નહોતો, પણ સ્વાસની બીમારીએ નિર્મળાબહેનને આયખાના અંતે આણી મૂક્યાં, પછી અજાતથી ઇનકાર પણ કેમ થાય! અલબત્ત, નિર્મળાબહેને ઝરણાની મરજી જાણી હતી, અજાતના મોજશોખની શબ્દો ચોર્યા વિના કબૂલાત કરી ઝોળી ફેલાવી હતી - મારા લાલને તું જ તારી માયામાં બાંધી શકે એમ છે!

ઝરણાએ પડકાર ઝીલી લીધો. તેનેય માની માયા ઓછી હતી!

ઝરણાના રૂપથી અજાતને સંતોષ હતો. મૂલ્યોમાં માનનારી ઝરણા ભારોભાર આત્મવિશ્વાસુ હતી. લગ્ન પછી

અજાત-ઝરણા જોકે માની ચાકરીમાં વધુ વ્યસ્ત રહ્યાં, પણ માની વિદાયનો શોક ઓસર્યા પછી અજાતમાં અસલનો થનગનાટ થીરકવા માંડ્યો. હાઈ સોસાયટીની લેટ નાઇટ પાર્ટીઝમાં બેચાર વાર અજાતનો સંગાથ કરી ઝરણાએ અનુભવ્યું કે સ્ત્રીઓ કેવી ભૂખાવળી નજરે અજાતને જોતી હોય છે! બેશક, નિતાંત પૌરુષથી ઓપતા અજાતશત્રુ જેવા જુવાન બહુ જૂજ હોય, પણ એથી સ્ત્રી સામેથી ભાન ભૂલે એ કેવું!

‘ગૉડ. મેક ઇટ ફાસ્ટ, હું મારી વાઇફ જોડે આવ્યો છું!’

મલ્હોત્રાના ફાર્મહાઉસની પાર્ટીમાં અજાત જાણે ક્યાં અલોપ થઈ ગયો. તેને ખોળવા નીકળેલી ઝરણા વિલાના રૂમ્સ ચકાસતી હતી કે કિચન તરફથી આવતા અવાજે ચમકી - આ તો અજાતનો અવાજ!

ડોકિયું કર્યું એવું જ પાછું ખેંચી લેવું પડ્યું! અંદર એક સ્ત્રી અજાતને એવી રીતે માણી રહી હતી જાણે જન્મોજન્મની પ્યાસી હોય!

‘ધેટ્સ ધ ડેવિલ. ફળ સામેથી ઝોળીમાં પડતું હોય તો ખાવા કોણ ન લલચાય?’

૫તિનું સ્ખલન નજરે જોયા ૫છી રિટર્નમાં ઝરણાએ ઝઘડો તો ન માંડ્યો, પણ વાંધો ઉઠાવતાં અજાતે દાખવેલી ફિલસૂફી પછી કહેવું પણ શું! પોતાના પૌરુષનું અજાતને અભિમાન નહોતું, પણ એનો લાભ લેવા-દેવામાં છોછ પણ નહીં!

‘હું તો એટલું જાણું અજાત કે તમારો પહોંચો પકડી લેનાર વ્યક્તિ અયોગ્ય હોય તો હાથ ઝાટકી નાખવાનું કૌવત તો દરેકમાં હોવું જોઈએ... બાકી તમને એમાં આનંદ આવતો હોય તો રોકનારી હું કોણ!’

અજાતથી માની નહોતું શકાયું કે આદર્શની પૂતળી જેવી ઝરણા મને પરવાનગી દે છે! પણ ના, એ સત્ય હતું. લગભગ દર વીક-એન્ડ અજાતે પાર્ટીમાં જવાનું થાય, ઝરણા હસીને વિદાય આપે, સવારે રાત કેવી ગઈની કોઈ પૃચ્છા નહીં. જાણે રાત્રે પતિ ઘર બહાર હતો જ નહીં! એની ચર્ચા જ નહીં... એથી મારે શું? અજાત ખભા ઉલાળતો - તેને બેઉ હાથમાં લાડુ હતા. મૅરેજલાઇફ પણ સ્ટેબલ હતી ને રંગરેલી પણ!

આવામાં કન્સલ્ટન્ટ તરીકે આવેલી તારિકા રૂપાળી, સ્માર્ટ એટલી જ બુદ્ધિગમ્ય લાગી. તેનું પોતાના માટેનું આકર્ષણ છૂપું નહોતું, એઝ યુઝ્વલ. યુવતી તેની મેળે લપસી, પોતે તો બસ ઢાળ ધયોર્; બધી ગરવાઈ પડતી મૂકી, તારિકા જ મને રેસ્ટરૂમના કોચ પર ખેંચી ગયેલી...

દરમ્યાન, ઝરણા વિશેની વાતોથી તારિકા ચગડોળે ચડતી.

ઠીક છે, વિધવા માના સંતોષ ખાતર દીકરો તે કહે ત્યાં પરણે એથી પતિ-પત્નીમાં મનમેળ બેસે ખરો? અજાતનાં વાક્યોનો છૂપો સૂર એ જ તો સૂચવે છે! તારિકાને ધારવું ગમ્યું. પત્નીને ટિપિકલ મિડલક્લાસ હાઉસવાઇફ કહી અર્થાICC મણિબહેન જને!

-ખે૨, ચાર દિવસ માટે ગોવા આવ્યા છીએ એ દરમ્યાન ઝરણાને ડિવૉર્સ દઈ અજાતશત્રુ મને પરણે એની ધરી હવે રચી દેવી ઘટે... ૫૨ણીને સેટ થવા અજાતથી બેટ૨ ઑપ્શન શું હોય-શરીરે રૂડો, ગજવે ૫ૂ૨ો! વર્ષથી હું અજાતને માણું છું, હવે તે પત્ની તરીકે, હકથી થાય એમાં અજાતનેય વાંધો હોવો ન જોઈએ! તારિકાએ ઊંડો શ્વાસ લીધો, ‘આઇ કાન્ટ વેઇટ! કમ ટુ રૂમ, અજાત, નહીંતર હું અહીં જ-’

એની અધીરાઈ પર મલકતો અજાતશત્રુ હોજની બહાર નીકળ્યો. તેના મહોરી ઊઠેલા સ્નાયુબદ્ધ દેહને પુરુષો પણ ઈર્ષાથી નિહાળી રહ્યા. પણ બારના ખૂણે બેઠેલી એક સ્ત્રી બેઉને રૂમ તરફ દોડતાં જોઈ નિ:શ્વાસ જ નાખી શકી. એ ઝરણા હતી.

€ € €

‘હાઉ ક્રેઝી શી વૉઝ!’ પૂલમાં અજાતશત્રુ - તારિકાથી થોડે જ દૂર ઊભા અતુલ્યએ કહ્યું. ઉર્વશી તેની નિકટ સરકી, ‘હું મારી ક્રેઝીનેસ દેખાડું?’

અતુલ્યની સિટી સરી ગઈ.

એ બેઉ પણ નીકળી ગયાં એટલે ખુરસીની બેઠકથી તેમને નજરમાં રાખનાર અંકુશ પડખે ઊભી નિયતિનું અંગ દબાવી ઊભો થયો, ‘આપણે આજની અને કાલની રાત અહીં છીએ નિયતિ. બિફોર વી લીવ, મને આ ઉર્વશી મારા બિસ્તરમાં જોઈએ, યુ ગેટ ઇટ?’

પૂછી ધક્કો મારતાં અસાવધ નિયતિ પૂલના પાણીમાં પડી. ડૂબકી ખાઈ હાંફળીફાંફળી એ સપાટી પર આવી ત્યારે અંકુશ ત્યાં નહોતો!

રૂમ તરફ જતા અંકુશની પીઠને તે ધૂંધવાયેલી નજરે તાકી રહી. દૂરથી તેમની વાતો તો ન સંભળાઈ અને જાણે પોતે આવું કંઈ જોયું પણ નથી એવું દાખવી ઝરણાએ નજર ફેરવી લીધી.

€ € €

હાઉ ડેર હી!

રૂમમાં આવી, આખલાની જેમ તૂટી પડેલા અંકુશને રીઝવતી વેળાય નિયતિના દિમાગમાં તો ખિન્નતા વ્યાપી રહી. સનકી દિમાગનો અંકુશ અપમાન કરવામાં હવે તો હદ વટાવે છે. અરે, ઉર્વશી બહુ ગમી ગઈ હોય તો ભોગવને તારા જોરે, મારા પર શાની જબરદસ્તી આદરે છે!

શરૂ-શરૂમાં તો તે બહુ કાઇન્ડ, હેલ્પફુલ લાગ્યો હતો...

દસેક વરસ અગાઉ માંડ બાવીસની ઉંમરે નિયતિ મુંબઈ આવી ત્યારે અનેક શમણાં આંખોમાં અંજાયાં હતાં. મેરઠ નજીકના ગામમાં પોતાના જેવું કોઈ રૂપાળું નહોતું એટલે પોતાની આકાંક્ષા તો ફિલ્મની હિરોઇન બનવાની હતી. સાધારણ સ્થિતિનાં માબાપનાં બે દીકરા-દીકરીમાં નાની નિયતિ ઘરેથી બહુ મોટા વાયદા કરીને મુંબઈ આવી હતી, પણ સ્ટુડિયોમાં ચક્કર કાપવા છતાં કામ મળ્યું નહીં. ઘરેથી આણેલી મૂડીનું તળિયું દેખાતાં તેણે નોકરીની ખોજ આદરી એમાં અંકુશની પર્સનલ સેક્રેટરી તરીકેની જૉબ મYયા પછી જિંદગીનો પ્રવાહ જ જાણે પલટાઈ ગયો!

ઇન્ટરવ્યુ લેનાર બૉસ મારકણો છે, આશિકમિજાજ છે એ તો પરખાયેલું. પર્સનલ સેક્રેટરી તરીકે પોતાની આવડત યા અનુભવ ન મળે એટલે પોતાને પસંદ કરવાની તેની દાનતનો અંદાજ તો આવી ગયેલો. ડ્યુટીએ લાગ્યાના બીજા જ દહાડે તેણે પૂછ્યું...

‘તને પર્સનલ સેક્રેટરીની વ્યાખ્યા ખબર છે? બૉસ કહે એટલે પોતાનાં વસ્ત્રો પણ તારી દે એ આદર્શ સેક્રેટરી!’

નિયતિ સહેજ સંકોચાઈ. મુંબઈના વીત્યા ચાર મીહિનામાં રૂપને પીવા માગતા વરુઓથી જાત બચાવી હતી, પણ અંકુશની આંખોમાં જોતાં લાગ્યું કે આનાથી બચવું મુશ્કેલ છે; કેમ કે તે પોતે કમ ખૂબસૂરત નહોતો! પાછો કુંવારો.

‘સો વૉટ આર યુ વેઇટિંગ ફૉર!’

નિયતિએ ઊંડો શ્વાસ લીધો. ક્વિક ડિસિઝન લેવાનું હતું. કૅબિન લૉક કરી, સડસડાટ વસ્ત્રો ઉતારવા માંડ્યાં. લાળ ટપકાવતો અંકુશ ત્રાટકે એ પહેલાં તેણે હાથ આડો ધર્યો - સર, હું ડોરમેટ્રીમાં રહીને ત્રાસી છું...

‘સાંજે તને ફ્લૅટ મળી જશે.’

આટલું સાંભYયા પછી તેણે અંકુશને ઊલટભેર આવકાર્યો - ત્યાં સુધી કે તે મારો બંધાણી જેવો બની ગયો! શરૂઆતમાં તો આ બધું ગમ્યું. પણ નિર્વસ્ત્ર થતા પુરુષના અદીઠા પાસા પણ ધીરે-ધીરે ઊઘડવા માંડ્યા. 

અંકુશની લાઇફસ્ટાઇ લેવિશ હતી. નિયતિ પાછળ પણ તે બેફામ પૈસો ઉડાડતો, પણ પરણવાની વાત ઉડાવી દેતો. સંસારમાં એકલપંડા આદમીને આ પ્રકારનું જીવન જચી ગયેલું. બીજી-ત્રીજી વાર નિયતિએ સુંવાળી પળોમાં લગ્નની વાત મૂકી ત્યારે તેણે ગરદન પકડી ભીંસ વધારેલી - એક વાર ના કહ્યું એટલે ના. મારે લગ્ન કરવાં પણ હોય તો તારા જેવી વેશ્યા જોડે તો ન જ પરણું!

તેનાં વેણ સમસમાવી જતાં, પણ એથી વધુ ડર તેના ગુસ્સાનો લાગતો. પોતાનું ધાર્યું ન થાય તો અંકુશ છેલ્લા સ્તરે જતાં ખચકાય નહીં એવા બેત્રણ પરચાએ નિયતિને સમજાતું કે કેવા સનકી જોડે પોતાનો પનારો પડ્યો છે! આવો આદમી ઠરેલપણે વેપાર કેમ સંભાળતો હશે! અંકુશને બહુ પૂછપૂછ પસંદ નહોતી. આંખ-કાન ખુલ્લાં રાખતાં ધીરે-ધીરે સમજાણું કે ઇલેક્ટ્રૉનિક્સના વેપારની આડમાં અંકુશ ઇલેક્ટ્રૉનિક આઇટમમાં વપરાતાં લેડ, મરક્યુરી જેવાં પ્રતિબંધિત રસાયણોની હેરાફેરીમાં ધમધોકાર કમાય છે! ભણેલો, સ્ટાઇલિશ અંકુશ કેમ-ક્યાંથી આવા ધંધામાં પડ્યો, કોણ જાણે; પણ એનો તેને ડંખ નહોતો. નિયતિનેય એનો વાંધો નહોતો - હશે, મારે તો મારું તરભાણું ભરાય એ જોવાનું.

અંકુશ એ મામલે ઉદાર હતો. નિયતિએ ઘરે માને મોઘમ સમજાવી લીધેલું, બાકી જિંદગીથી શિકાયત નહોતી. અંકુશ કહે એટલે તેને રીઝવવાનો, આમાં નિયતિ કસર ન છોડતી, પોતાના રૂપ-યૌવનની ધાર તેજ રાખતી. અંકુશ ઉતારી પાડે, વેશ્યા કહી જાય એ બધું ખટકતું, પણ દૂઝણી ગાયની લાત ખમી લેવી પડે! ‘ગાર્ડનવેલી’માં સેટ થયા પછી અંકુશ ઘરે આવે એવા પ્રસંગ હું ટાળતી, પણ છેવટે તો તેના જિદ્દી દિમાગને કાબૂમાં કરવું અસંભવ. અહીં ક્વચિત અંકુશ આવતો, પોતાની સગાઈ થઈ છે એવું કહેવું પડ્યું. આવો પંચાતિયો પાડોશ અંકુશને પસંદ નહોતો, પણ પોતાને સોસાયટી ગમી ગયેલી એટલે છોડવી નહોતી.

વરસો કેવાં સડસડાટ વહે છે! હા, માથામાં એકબે ધોળા વાળ, આંખ નીચે કરચલી હેવી મેકઅપથી છુપાવતી થઈ છું, કૉસ્મેટિક ટ્રીટમેન્ટ લઉં છું... એની અસરમાં તો અંકુશ ગોવાના એક્ઝૅટિક વેકેશન પર તાણી લાવ્યો છે... ગઈ રાતે આવ્યાં, સવારે બીચ પર ગયાં, ત્યાં અચરજ થયું. પોતે પાસે હોવા છતાં નર્લિે૫ બેઠેલા અંકુશના બદનમાં ગરમાટો વર્તાવા માંડ્યો. એનું કારણ હતી ઉર્વશી!

ટુ પીસ બિકિનીમાં ઉર્વશી ખરેખર હૉટ લાગતી હતી. તેનો વેઇટલૉસ ધ્યાનમાં હતો, હજી થોડા દહાડા પહેલાં પોતે જ તેને કૉમ્પ્લીમેન્ટ દઈ વેસ્ટર્ન આઉટફિટ પહેરવાનું ડહાપણ સુઝાડેલું. આજે એ મારા જ માથે લાગવાનું કે શું?

‘તેના ખૂબસૂરત જિસ્મને એક વાર તો મસળવું જોઈએ.’ અંકુશની ઉત્તેજના ઉજાગર થઈ.

‘હં. બાઈ પરણેલી છે અંકુશ, અને અતુલ્ય પોતાની બૈરી પર કોઈને હાથ મૂકવા દે એમ નથી.’

અતુલ્ય! ચમકેલા અંકુશે ઓળખ જાણી હોઠ વંકાવ્યા, ‘માણસો તારા ઓળખીતા હોય તો બાઈને મારી પથારીમાં લાવવાની જવાબદારી તારી!’

અંકુશ માટે સ્ત્રીના જિસ્મની નવાઈ નથી, પણ આવી જીદ તેણે પહેલી વાર પકડી! સવારે બીચ પર ભટકાનારી સાંજે પૂલ આગળ ભટકાણી, તેના પર ધ્યાન રાખવામાં હું ધેટ અજાતશત્રુને ધરવથી નિહાળી પણ ન શકી. અલપઝલપ જોવામાં જ છાતીમાં હાંફ ચડે એવા જુવાનને અંકુશની હાજરીમાં નિહાળવાનું જો એ જાણે તો ધુત્કારી જ મૂકે! હજી થોડી વાર પહેલાં, મને કેવી પૂલમાં ખદેડી. અંકુશ તોછડો બને એ વસમું લાગતું, પણ ઉર્વશીને કારણે થયો એ અસહ્ય લાગ્યું. ઉપર આવતા સુધીમાં પોતે એટલી ભાળ તો મેળવી લીધી કે અતુલ્ય-ઉર્વશી અમારી જેમ ગઈ કાલે જ આવ્યાં, સાતમા માળના સ્વીટમાં ઊતર્યાં છે, જ્યારે પરમ દહાડે આવેલા ધેટ

અજાતશત્રુ-તારિકા અમારા ચોથા માળે જ છે...

અંકુશના જોશથી કચડાતી નિયતિની ચીસ સરી ગઈ. અંકુશ આક્રમણની હદ વટાવે છે આજે તો! એકાએક સમજાયું - આ જોશ મારા માટે નથી, ઉર્વશી માટે છે! તનથી ભલે અંકુશ મારી સાથે હોય, મનથી તો એ ઉર્વશીને બિસ્તરમાં ૨ગદોળી રહ્યો છે! જેને સ્ત્રીના જિસ્મની નવાઈ નથી એવો પુરુષ એક પરણેતરને નજરમાં સજાવી બેઠો છે અને આજે યા કાલે રાતે મેં ઉર્વશીને હાજર ન કરી તો...

‘ધેન ગેટ લોસ્ટ. તારી ઓળખાણવાળી બાઈ તું મને ધરી ન શકતી હોય તો મારા કામની શું!’

છેવટનું જોશ ઠાલવીને અંકુશે તેને છોડી ત્યારે નિયતિમાં શ્વાસ લેવાની હામ નહોતી.

- નહીં, મારી જાહોજલાલી રોળાય એ મને નહીં પરવડે! અંકુશ સાથે દલીલબાજી માંડવાનો અર્થ છે તેની છત્રછાયા હટવી, મારે નર્વિાહ માટે કોઈનો સહારો લેવો પડે એ તો ઠીક, સ્મગલિંગના આડા ધંધામાં ફસાયેલો આદમી મને ઉડાડી દે કે

ઍસિડ-અટૅક કરાવે તો... થથરી જવાયું. અંકુશ કૅન ડુ એનિથિંગ! જેવો છે તેવો, આ પુરુષને રાજી રાખવા સિવાય મારી પાસે વિકલ્પ નથી. અતુલ્ય-ઉર્વશી સાથે મારે શું લાગેવળગે! સવાલ એ છે કે સનકી આદમીએ થોપેલી ફરજ કઈ રીતે બજાવવી?

આઇ મસ્ટ હેવ અ પ્લાન. નિયતિ વિચારી રહી.

€ € €

કલાક પછી નિયતિ અંકુશ સાથે ડિનર માટે સ્વીટમાંથી નીકળી ત્યારે સામા સ્વીટમાંથી અજાતશત્રુ-તારિકા પણ ડિનર લેવા જ નીકળ્યાં.

‘હાય’ તારિકાને કહી નિયતિએ અછડતી નજરે અજાતશત્રુને નિહાળી લીધો - શૉર્ટ બમુર્ડા-ટીશર્ટમાં તેનું મર્દાના જિસ્મ કેવું શોભે છે!

ત્યાં ઉપરથી લિફ્ટ આવી અટકી. ‘અરે’ અંદર અતુલ્ય-ઉર્વશીને ભાળી જાણે પ્રથમ વાર જોયાં હોય એવંા અચરજ નિયતિએ દાખવ્યું.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK