કથા-સપ્તાહ - જિસ્મ (જાગી બદન મેં જ્વાલા -2)

‘હાય ઉર્વશી, યુ લુક મોર પ્રિટી.’


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


ત્રીજી સાંજે કમ્પાઉન્ડમાં ભટકાઈ ગયેલી નિયતિએ સામેથી બોલાવતાં ઉર્વશીએ રોકાવું પડ્યું.

અપાર સુંદરતા ધરાવતી નિયતિ વિશે મયૂરીઆન્ટીએ ચેતવ્યા પછી ઉર્વશી તેનાથી અંતર રાખતી. એક-બે વાર રાત્રે કાળા કાચવાળી લક્ઝુરિયસ કારમાંથી ઊતરીના ત્રીસ-પાંત્રીસ વર્ષના સોહામણા પુરુષને તેની સાથે બિલ્ડિંગમાં પ્રવેશતો જોયા પછી શંકા રહી નહોતી... એથી તેના ચારિhયમાં એબ હશે એવું નહીં, પણ તો પછી અશોભનીય વર્તન કરવું જ શું કામ!

ખેર, તેનું તે જાણે. તેના જેવું ઝીરો સાઇઝ ફિગર મેળવીને ઉર્વશી હવે ગોવાની છુટ્ટીના પ્લાનમાં પરોવાઈ હતી. એમાં આજે નિયતિનો મેળાપ.

‘ઘણા દિવસથી તને કૉમ્પ્લીમેન્ટ્સ દેવાનું વિચારતી હતી... ’ મીઠું મલકીને બોલતી નિયતિના ચહેરા પરના હેવી મેકઅપના થપેડામાંથી ડોકાતી હળવી કરચલી ઉર્વશીને જરા ચમકાવી

ગઈ - એજિંગ સાઇન! નિયતિની એવી કંઈ ઉંમર નથી. વધતી ઉંમરે નાની દેખાવા નિયતિએ મેકઅપનો સહારો લેવો પડે છે! તેની સરખામણીમાં તો હું વધુ યંગ, વધુ હૉટ લાગુ જ છું! ટાઢક જેવી છવાઈ.

‘છતાં એક સલાહ આપીશ...’ નિયતિએ મીઠાશથી ઉમેર્યું ‘આટલું

સ્લિમ-ટ્રિમ ફિગર વેસ્ટર્ન આઉટફિટ્સમાં વધુ શોભી ઊઠે. છોડ આ સાડી.’

અતુલ્યને ગમતી સાડી ઉર્વશીનીયે મનગમતી બની ગયેલી.

‘મને સાડી ગમે છે...’ તરત તો તેણે એટલું જ કહ્યું, પણ નિયતિથી છૂટા પડ્યા પછી સજેશન જચતું ગયું : યા, વાય નૉટ! હું મારું ફિગર બદલી શકતી હોઉં તો પોશાકની ચૉઇસ કેમ નહીં!

પોતાની સલાહ કેવો રંગ દાખવશે એની તો નિયતિને પણ ક્યાં ખબર હતી?

€ € €

અતુલ્યના કપાળે કરચલી ઊપસી. મારું તનમન પ્રબળપણે ઉર્વશીને ઝંખે છે ત્યારે તે કઈ સરપ્રાઇઝ માટે અટૅચ્ડ વૉશરૂમમાં દોડી ગઈ?

વળતી પળે બાથરૂમનો દરવાજો ઊઘડ્યો. એવો જ અતુલ્ય ઊછળ્યો.

‘હાય હૅન્ડસમ...’ અદાથી કહેતી ઉર્વશીએ અંગડાઈ લીધી. જમણો પગ ડાબા પગની આગળ કરવાની ક્રિયામાં સાથળ સુધીનો કટ ધરાવતા સ્કર્ટમાંથી ગોરી ચામડી ઉજાગર થઈ, હાથના મરોડથી ઉન્નત ઉરજોને ઉજાગર કરતું ટૉપ હચમચતાં અતુલ્યે પાધરકી તરાપ મારી...

સો નિયતિ વૉઝ રાઇટ!

‘અતુલ્ય, તમને આઉટફિટ ગમ્યું હોય તો બીજાં ખરીદી લઉં?’ તેણે અતુલ્યના કાનની બૂટ કરડી, ‘ગોવાના વેકેશન માટે?’

ગોવાની હૉલિડેઝમાં પત્ની આ રીતે મન બહેલાવાની હોય તો...

‘ડન!’ અતુલ્યે કહ્યું. ઉર્વશી તેને વળગી પડી.

€ € €

‘યા મમ્મી, ઇટ્સ ફાઇનલ.’ સોમની બપોરે ઉર્વશીએ માયાબહેનને ફોન જોડીને કહ્યું, ‘ત્રણથી આઠ મે અમે ગોવા છીએ. ગઈ કાલે અત્તુએ બુકિંગ કન્ફર્મ કર્યું. વાસ્કો બીચના ફાઇવસ્ટાર રિસૉર્ટમાં અમારો ઉતારો છે, આવવા-જવાના બાય ઍર.’

‘સરસ. હરજો-ફરજો. ત્યાં તારું ડાયટ-ફાયટ સાંભરતી નહીં હોં. જસ્ટ એન્જૉય.’

યા મૉમ, એન્જૉયમેન્ટની તો અમારી ફુલ તૈયારી છે!

€ € €

મંગળની રાત્રે ઉર્વશીના પૅકિંગમાં મિની, માઇક્રો લેવલનાં આઉટફિટ્સ જોઈને અતુલ્ય ચમક્યો, ‘ગોવામાં તું આવું બધું પહેરવાની?’

તેના પ્રfને ઉર્વશીએ ધક્કો અનુભવ્યો, ‘કેમ, તમે જ તો કહેલું...’

‘યા, બટ એ તો આપણી રૂમ પૂરતું... રાઇટ! તું આવા આઉટફિટમાં બહાર નીકળશે તો તને પામવા હુલ્લડ મચી જશે.’ અતુલ્ય હસ્યો.

‘હાઉ મીન...’ ઉર્વશીથી છણકો થઈ ગયો, ‘નિયતિ આવું પહેરે તો ફાટી આંખે જોયા કરો, પત્નીને એવું પહેરવા નથી દેવું.’

વળી પાછી નિયતિ!

‘કેમ કે બીજું કોઈ મારી પત્નીને ફાટી આંખે જુએ એ મને નહીં ગમે.’

અતુલ્યનો હકભાવ બીજા સંજોગેામાં ઉર્વશીને સ્પર્શી ગયો હોત, આજે તે અક્કડ રહી : કેટલી હોંશથી મેં શૉપિંગ કર્યું, અતુલ્યને પૂછીને કર્યું. હવે તે છૂટમાં કાપ મૂકવા માગે એ કેમ ચાલે! ના, મારે મારા રૂપથી બધાને ભડકાવવા નથી, પણ મારા જેવી પત્ની પામવા બદલ લોકો અતુલ્યની ખુશકિસ્મતીને પોંખે એવી મનસા ખરી! મને પત્ની તરીકે, વહુ તરીકેની મારી લક્ષ્મણરેખાનું ભાન છે. મુંબઈમાં હું ક્યાં આવી છૂટ માગું છું, પણ પતિ-પત્ની રોમૅન્ટિક હૉલિડેઝ માણવા જઈએ ત્યારે તો હું મરજી મુજબનું પહેરી-ઓઢી શકુંને! અમે પત્નીઓ પતિને ગમતું બધું કરીએ, પતિથી અમારી એક હોંશ પૂરી ન થાય?

‘તમે પુરુષો સૌ સરખા!’ ઉર્વશી મોં ફુલાવીને સૂઈ ગઈ.

પત્નીની રીસે અતુલ્યનો જીવ બળ્યો. જાતને સમજાવી - મારે મારા નિર્ણયની ફેરતપાસ પણ કરી લેવી ઘટે. ઉર્વશીની હોંશ સ્વાભાવિક નથી? ઉર્વશી નારાજ હશે, પણ મારી ઉપરવટ તો નહીં જ જાય. તેને મનાવી લેવાના બીજા ઘણા રસ્તા હું જાણું છું, પણ એ કેટલું યોગ્ય કહેવાય? મારે આટલા સંકુચિત ન રહેવું જોઈએ. ગોવા જેવા એક્ઝૉટિક લોકેશનમાં ઉર્વશી મન મૂકીને મહાલવા માગતી હોય તો તેને પ્રોત્સાહિત કરવી જોઈએ. જેવો દેશ એવો વેશ. ત્યાં તો ઘણી સ્ત્રીઓ ટૂ-પીસ બિકિનીમાં બીચ પર સનબાથ લેતી હોય છે. મૉડર્ન યુગમાં મૉડર્ન રહેવામાં ખોટું શું છે? અને કોઈ મારી ઉર્વશીને ગમે એવી નજરથી જુએ તો એ આંખો ફોડવાનું કૌવત છે મારામાં...

અતુલ્યને દ્વિધા ન રહી.

‘ઠીક છે ઉરુ... આનાથીયે વધુ હૉટ ડ્રેસ લેવો હોય તો લઈ લેજે... પણ માત્ર ગોવા પૂરતું.’

‘અફર્કોસ અત્તુ!’ ઊછળતી ઉર્વશીએ પતિને ભીંસ્યો, પછી નજર પરોવી, ‘તમે દિલથી કહો છોને?’

‘દિલથી!’ અતુલ્યએ હસીને ઉમેર્યું, ‘જોકે તું એટલી હૉટ દેખાશે તો હું તને પલંગ છોડીને ઊતરવા દઉં એની

ગૅરન્ટી નહીં!’

સાંભળીને હનીમૂનનો રોમાંચ અનુભવતી ઉર્વશી પતિ પર ઓળઘોળ થઈ. ગોવામાં શું થવાનું હતું એની ક્યાં ખબર હતી?

€ € €

ગોવા! ફાઇનલી ઍટ ધ ડેસ્ટિનેશન.

ગુરુની મોડી સાંજે સાઉથ ગોવાના વાસ્કો બીચના હૉલિડે રિસૉર્ટના સાતમા માળે આવેલા સ્વીટમાં થાળે પડ્યા પછી ખરેખર તો હોટેલની રેસ્ટોરામાં ડિનર માટે જવાનું હતું, પણ શાવર લઈને ઉર્વશીએ પહેરેલો ગાઉન એટલો અપીલિંગ હતો કે અતુલ્ય તેને સીધી બેડ પર તાણી ગયેલો. મધુરજની જેવી રાત વીત્યા પછી શુક્રની સવારે મોડેથી ઉઠાયું.

‘લેટ્્સ ગો ફૉર બાથ...’

ગોવામાં હોઈએ ત્યારે સવાર-સાંજ દરિયામાં તો ડૂબકી મારવાની જ હોયને! વળી રિસૉર્ટનો પ્રાઇવેટ બીચ છે. સમ૨ને કારણે ધસારો ઘણો છે. એમાં કોઈને બીજા માટે ફુરસદ નથી! બેઉ બીચ પર પહોંચ્યા ત્યારે સાચે જ સહેલાણીઓનો મેળો જામ્યો હતો. સૌ પોતપોતાનામાં રમમાણ લાગ્યા. નહીં તરનારા માટે બીચ પર પથરાયેલી ખુરસી પર આરામ ફરમાવાની સવલત પણ ખરી.

કિનારે પહોંચીને ઉર્વશીએ ટુવાલ ફગાવ્યો. ટૂ-પીસ બિકિનીમાં તેનું યૌવન ઝાલ્યું નથી ઝલાતું! તેને ઊંચકીને અતુલ્ય દરિયામાં ખાબક્યો.

€ € €

‘OMG!’ રિસૉર્ટના પ્રાઇવેટ બીચની ખુરસી પર લંબાયેલા પુરુષની આંખો પહોળી થઈ. તેની સોડમાં બેઠેલી યુવતીએ વળતી પળે તેનામાં ઉત્તેજનાની લહેર પ્રસરતી અનુભવી. પડખે હું હોવા છતાં એવું કોણ છે જે અંકુશને ઉત્તેજિત કરી રહ્યું છે?

તેણે નજર ઘૂમાવી અને...

સામે દરિયામાં અતુલ્ય સાથે મસ્તી કરતી ઉર્વશીને નિયતિ ફાટી આંખે નિહાળી રહી.

€ € €

‘આઇ કાન્ટ વેઇટ!’

સાંજનો સમય છે. હૉલિડેના મોટા ભાગના સહેલાણીઓ બીચ પર યા માર્કેટમાં ગયા છે. થોડાઘણા તરણહોજ નજીકના બારમાં છે યા પૂલ-સાઇડ પર મૂકેલી નેતરની લાંબી ખુરસી પર હાથમાં ડ્રિન્કસ લઈ લંબાવીને મોસમની મજા માણે છે. આવામાં તારિકાએ કાનમાં કહેવા ધારેલું વાક્ય જરા જોરમાં બોલાઈ ગયું એથી હૃદય આકારના પૂલમાં મોજૂદ અન્ય સ્વિમર્સે‍ કે પછી ફરતેની ચૅરમાં ગોઠવાયેલી ચાર-છ વ્યક્તિઓના કાને પોતાનું વાક્ય પડ્યું પણ હોય તો એની પરવા કોને છે! અરે, તારિકાનું ચાલે તો અહીં જ કામક્રીડા આરંભી દે... પણ શું થાય, આપણા દંભી સમાજમાં જાહેરમાં સેક્સ ગેરકાનૂની ગણાય છે અને માલેતુજાર બિઝનેસમૅન તેમની કન્સલ્ટન્ટ જોડે કાયદાના આવા ભંગ બદલ પકડાયા તો એ ખબર તેમના લગ્નજીવનમાં પણ ભૂકંપરૂપ નીવડે કે નહીં!

ઑન સેકન્ડ થૉટ, આવું કંઈક કરવાથી અજાતને તેની વાઇફ ઝરણાથી છૂટા થવાનું બનતું હોય તો અખતરો કરવા જેવો ખરો! ઝરણાની ખાલી પડનારી જગ્યા હું સત્વર ભરી દઈશ... મિસ તારિકા માથુરમાંથી મિસિસ અજાતશત્રુ મહેતા - સાઉન્ડ્સ એક્સાઇટિંગ!

એથી તો ઉત્તેજનામાં વધારો જ થયો. તારિકા અજાતના બદનને ચસોચસ થઈ.

કેવું ખૂબસૂરત જિસ્મ છે અજાતશત્રુનું! પથ્થરમાંથી કુશળ શિલ્પકારે તરાશી હાય એવી આકર્ષક મુખાકૃતિ, ઊંચા-પહોળાં કદકાઠી, બલિષ્ઠ બાહુબળ ધરાવતા અજાતશત્રુના કસાયેલા ગોરાચિટ્ટા દેહનું રોમેરોમ જાણે મરદાનગીથી ફાટફાટ થાય છે!

પહેલી મુલાકાતમાં અજાતને ભાળીને અવાક થઈ જવાયેલું. ત્યારે તો તે ઑફિસમાં, પૂરેપૂરાં વસ્ત્રોમાં, તોય! તારિકા વાગોળી રહી...

વરસે છ-સાત હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી મહેતા કેમિકલ્સનું રસાયણોના બજારમાં ખાસ્સું નામ છે અને ૩૩ વર્ષનો અજાતશત્રુ એનો સર્વેસર્વા છે. પ્ત્Dઘ્માં ત્રણેક ઠેકાણે તેમના પ્લાન્ટ્સ છે, સિલ્વાસા ખાતે પણ પ્રોડક્શન યુનિટ છે; જ્યારે કૉર્પો‍રેટ ઑફિસ જુહુમાં છે. લક્ઝુરિયસ ફ્લૅટ જેવી મોટી કૅબિન છે અજાતશત્રુની, અટૅચ્ડ રેસ્ટરૂમ સાથે.

વરસ અગાઉ અજાતને પ્રથમ વાર ત્યાં જ મળવાનું બન્યું... નિમિત્ત હતું અજાતના સિલ્વાસા યુનિટનું એક્સપાન્શન. આની પર્યાવરણીય મંજૂરી માટે ટેક્નિકલ કન્સલ્ટન્ટ તરીકે ગ્રીન એન્વીરોની નિમણૂક થઈ હતી. તારિકા એ ફર્મની પાર્ટનર.

એન્વાયર્નમેન્ટ એન્જિનિયર તરીકે ફર્મમાં જોતરાયેલી તારિકા આઠેક વરસના અનુભવથી ઘડાઈ ચૂકેલી. વિષયમાં માહેર અને લાગતા-વળગતા સરકારી અધિકારીઓ સાથે બેધડક લાયઝનિંગ કરવામાં ઉસ્તાદ તારિકા બહુ જલદી ફર્મની કર્મચારીમાંથી ભાગીદાર બની. પછી માબાપથી અલગ, સ્વતંત્રપણે અંધેરીના લક્ઝુરિયસ ફ્લૅટમાં એકલી રહેતી. બત્રીસની થયા પછી મા હવે લગ્ન માટે દબાણ કરે તોય તેનો જવાબ એક જ હોય : મૅરેજ કૅન વેઇટ!

બેશક તારિકા રૂપાળી દેખાતી, વયસહજ આવેગ તેનેય ઊભરતા એટલે કામકાજ માટે થતા આઉટિંગમાં કોઈ ને કોઈ પુરુષનો સંગાથ મેળવી લેતી. મિનિસ્ટ્રીમાં કી પોસ્ટનો અધિકારી હોય યા ઈવન હોટેલનો વેઇટર - જુવાન ખડતલ અને આકર્ષક હોય તો બીજું બધું ગૌણ રહેતું. કામના ઓસર્યા પછી તેનાથી સાવ અજાણ બની જવાનું પણ તેને મન રમતવાત હતી. કોઈ પોતાની ફિલ્મ ન ઉતારી લે, બ્લૅકમેઇલર તરીકે પેધો ન પડે એ માટેની સાવધાની તો તેનામાં હોય જ. પ્રોટેક્શનનો આગ્રહ વિના અપવાદે પાળતી.

અજાતશત્રુને જોયા-મળ્યા પછી તારિકાએ પોતાની દરેક ચોકસાઈમાં ભૂચાલ અનુભવ્યો. પ્રોજેક્ટ ડિસ્કસ કરતી વેળા પણ તેના મનમાં તો અજાતશત્રુ પથારીમાં કેવાં કરતબ કરતો હશે એની જ કલ્પના રમતી હતી. લંચ-બ્રેક દરમ્યાન જાણ્યું કે તે પરણેલો છે ત્યારે તેની વાઇફની ખુશકિસ્મતી બદલ હોઠ કરડ્યો હતો : હાઉ લકી શી ઇઝ!

કોઈ પુરુષ માટે આટલું ખેંચાણ તારિકાએ અગાઉ ક્યારેય નહોતું અનુભવ્યું. અજાતે જગાવેલી ભૂખ ભાંગવી કેમ? આંધળૂકિયું કરવામાં જોખમ હતું. અજાત ચારિhયનો પણ એટલો જ સુદૃઢ નીકળ્યો તો મારી ઉતાવળ બૂમરૅન્ગ જેવી થાય!

ફૂંકીને આગળ વધવામાં માનતી તારિકાએ પ્રોજેક્ટ ડિસ્કસ કરવાના બહાને મુલાકાતો વધારી. અજાતશત્રુ તેને ભાવથી મળતો, ચર્ચાવિચારણામાં તેનું બુદ્ધિકૌશલ્ય નિખરી આવતું. ક્યારેક ક્વેરીમાં દમ ન હોય ત્યારે મલકેય ખરો - આને માટે તમારે અહીં દોડી આવવાની જરૂર નહોતી!

જાણે કહેવા માગતો હોય કે તમે શા માટે દોડી આવો છો એની મને ખબર છે!

‘કેમ...’ તારિકા દમ ભીડતી, ‘હું આવું એ નથી ગમતું?’

તેના તંગ થતા સીના પર અજાતશત્રુની નજર ફરકી જતી, ‘યુ આર ઑલવેઝ વેલકમ. તારા જેવાની કંપની એન્જૉય કરવાનું તો મને બહુ ગમે.’

અજાતનો તુંકારો સ્વાભાવિક લાગ્યો. આમાં આગળ વધવાનું આમંત્રણ છે? તારિકા સમજતી હતી કે પોતે એમ્પ્લૉઈ કે કૅલેન્ડર ગર્લ પણ હોત તો અજાતે વિચારવાનું ન રહે, પણ પહોંચેલી કન્સલ્ટન્ટ સાથે ઇન્ટિમેટ થવામાં પાસા ઊંધા પડે તો કરોડોનો પ્રોજેક્ટ સલવાઈ જાય એવું બને!

અજાતની તકેદારી ગમી. બિઝનેસ લીડ કરવાની તેની કુનેહ નિ:શંક હતી. મલબાર હિલ ખાતે મહેલ જેવું નિવાસસ્થાન ધરાવતો અજાતશત્રુ બે વર્ષ અગાઉ પરણ્યો છે, સંસારમાં તે અને તેની વાઇફ ઝરણા બે જ છે એટલું તો એ જાણી ચૂકેલી.

‘કંપની માટે હું ઍની ટાઇમ હાજર છું.’ તારિકા પણ મોઘમ ૨હી.

‘તું તો એમ કહે છે જાણે અત્યારે મારે તને રેસ્ટરૂમના કોચ પર લઈ જવી હોય તોય તું તૈયાર!’

‘આઇ મીન ઇટ...’ પછી તો બધી ગરવાઈ પડતી મૂકીને તારિકા જ અજાતશત્રુને ખેંચી ગયેલી... પછી તો એની જાણે લત લાગી. ઑફિસનો રેસ્ટરૂમ, મુંબઈ-સિલ્વાસાની હોટેલ... પ્રોજેક્ટ ચાલ્યો ત્યાં સુધી જ સંબંધ રહેશે એવી ધારણા પણ તારિકાએ તોડી. પર્યાવરણ મંજૂરી આવ્યાનેય બે મહિના થવાના તોય ક્યાં એમાં ઓટ આવી છે! ઊલટું એક્ઝૉટિક હૉલિડેઝ માણવા અમે ચાર દિવસ માટે ગઈ કાલે ગોવા આવ્યા છીએ...

તારિકા વાગોળી રહી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK