કથા-સપ્તાહ - જાસૂસ (રહસ્યરંગ - 3)

વાદળ ઘેરાયાં. વરસાદ તૂટી પડ્યો.અન્ય ભાગ વાંચો
1  |  2  |  3  |  4  |


બપોરે બે વાગ્યે મુંબઈ પહોંચેલા ઉદયસિંહે હોટેલની બારીએ ઊભા રહીને ભીની માટીની ખુશ્બૂ શ્વાસોમાં ભરી. મારા પ્યારા વતન, તારી આ મહેક મારા અસ્તિત્વમાં ભરીને જાઉં છું!

કોણે ધારેલું કે આમ ઘરડે ઘડપણ દેશ છોડવાનો થશે? ખુરસીની બેઠકે પડતું મૂકતાં હાઇનેસે નિ:શ્વાસ નાખ્યો.

પરંતુ અમારા કુંવરે બીજો વિકલ્પ રહેવા નથી દીધો... અમરસિંહ જેવા હિતેચ્છુએ તો શરૂથી સાવધ કરેલા, પણ અમે માબાપ ગાફેલ રહ્યાં એમાં દીકરો હાથમાંથી સરકી ગયો... રેવ પાર્ટી હોય કે ગંદા વિડિયો, જયને છાવરતાં નાકે દમ આવતો. સરકારી બાબુઓ પણ હવે તો કહેતા કે દીકરા ખાતર હાથ ફેલાવીને અમને શરમમાં ન નાખશો મહારાજ...

એમાં પેલી વેશ્યાને મહેલમાં બેસાડીને જયસિંહે તમામ લિમિટ ક્રૉસ કરી. એનો વિનિપાત સાફ નજરે પડતો હતો. એને ટાળવો, જયને ઉગારવો શક્ય નહોતો અને એ વિનિપાત જોવાની હામ નહોતી.

એટલે દેશ છોડી જવાનો એક જ ઉપાય જચ્યો. દીકરાથી દૂર રહીશું તો ઓછા દુ:ખી થઈશું. મહારાણીને મનાવીને પોતે પ્રૉપર્ટી વેચવાનું ભગીરથ કામ હાથ પર લીધું. અગાઉ પૅલેસને હોટેલમાં તબદીલ કરવા

બે-ત્રણ જાયન્ટ ગ્રુપનો સંપર્ક કરેલો એમાંના એક જોડે ડીલ પાકી કરી. શરત એ જ કે આ વખતે

કોઈ જ સાઇટ-વિઝિટ નહીં, મારા ગ્રીન સિગ્નલ પછી જ ડીલની જાહેરાત થાય..

સદ્્ભાગ્યે બધું સમુંસૂતરું પાર ઊતર્યું. લંડન માઇગ્રેશનનાં કાગળિયાં પણ જાતે તૈયાર કયાર઼્. જયસિંહ માટે દરિયાકાંઠાનો હવામહેલ, ફાર્મહાઉસ ઉપરાંત જરઝવેરાત-ફિક્સ મૂક્યાં છે. હા, એક કામ રહ્યું - રાજના ખજાનાનું!

અત્યારે એને છેડવો નથી. કુંવરના નામ પર કરેલા હવામહેલમાંથી ભોંયરાનો રસ્તો ખજાના સુધી જાય છે. એટલે તો કુંવર હવામહેલ કોઈ સંજોગોમાં વેચી ન શકે એવી શરત પણ રાખી છે... ખજાનાના અટપટા છૂપા માર્ગના નકશાની હવે તો ડિજિટલ કૉ૫ી છે એને માઇક્રોચિપમાં સંગ્રહી છે અને એ ચિપ મારા પાસપોર્ટના કવર અને પૂંઠા વચ્ચેના પડ વચ્ચે છુપાવી છે... છેવટે તો એના વહીવટદાર તરીકેની જવાબદારી રાજમાતાને જ સોંપવાનો વિચાર છે, મીનળદેવી જ એકમાત્ર લાયક વ્યક્તિ ગણાય. હા, જરૂર પડ્યે એમાંથી અમારા કુંવરને મદદ કરજો એટલી ભલામણ કર્યા સિવાય અમારા માબાપના જીવથી રહેવાશે નહીં! 

વી લવ યુ બેટા. કાશ, તને અમે જાળવી શક્યા હોત; કાશ, તું અમારો પ્રેમ સમજી શક્યો હોત!

ઢીલા થતા મનને હાઇનેસે મક્કમ કર્યું : આમ તો ફ્લાઇટ મિડનાઇટની છે, છતાં ફરી એક વાર મને બધું ચેક કરી લેવા દે. મહેલ છોડતાં થોડું ઇમોશનલ થઈ જવાયું હતું. દીકરાને વેશ્યાને ત્યાં સૂતેલો છોડીને નીકળી આવતાં જીવ દુભાયો હતો. એમાં કોઈ ચીજ રહી તો નથી ગઈને!

તેમણે લગેજ ચેક કરતાં કપાળે કરચલી ઊપસી : વૉટ ધ હેલ. મારો પાસપોર્ટ ક્યાં!

€ € €

‘હાય... હાય. તમે પાસપોર્ટનું પાઉચ જ અહીં ભૂલી ગયા!’ દસ મિનિટ પછી સુચિત્રાદેવી પતિને ફોન પર કહી રહ્યાં છે, ‘મYયો તમારા ડ્રૉઅરમાંથી. હા... હા, ઉપર કવર છે અને અંદરની ચિપ પણ મેં ચકાસી. બધું જેમનું તેમ છે, પણ હવે?’

‘ડૂ વન થિંગ...’ નિર્ણય લેવામાં ઝડપી મહારાજાએ ડિસિઝન લઈ લીધું, ‘દીવાનને પાસપોર્ટ સોંપીને તત્કાળ મોકલ. રાત્રે દસ સુધીમાં તેઓ પહોંચશે તોય હું ફ્લાઇટ પકડી શકીશ.’

નૅચરલી, વિના પાસપોર્ટ તો ઍરપોર્ટમાં ઘૂસવાય કોણ દે?

‘તું પાસપોર્ટ તૈયાર રાખ, હું દીવાનને તાકીદે નીકળવા કહી દઉં છું.’

€ € €

વીરનગરમાં પણ વરસાદે જોર પકડ્યું હતું. હાઇનેસનો ફોન આવ્યો ત્યારે આરવ ભાણે બેઠો હતો. તરત ઊભો થઈ ગયો, ‘ડોન્ટ વરી હાઇનેસ, હું હમણાં પાસપોર્ટ લઈને નીકળું છું.’

‘વળી પાછું શું થયું?’ માએ ચિંતા જતાવી.

‘હિઝ હાઇનેસ તેમનો પાસપોર્ટ ભૂલી ગયા...’ માને કહી, ફટાફટ બે-ચાર કોળિયામાં ભોજન પતાવી આરવ નીકYયો, ‘પૅલેસથી મહારાણીજીના ડ્રાઇવર બહાદુરને લઈ લઈશ, તું ચિંતા ન કરીશ મા.’

€ € €

‘હાઇનેસ પણ ભુલકણા ને મનેય યાદ ન રહ્યું.’

અડધોપડધો ભીંજાયેલો આરવનાથ મહારાણીના કક્ષમાં પહોંચ્યો એટલે પાસપોર્ટનું કવર ધરતાં રાણીસાહેબાએ અફસોસ જતાવ્યો, ‘એમાં તમારે ધરમધક્કો થવાનો.’

‘ઇટ્સ ઑલરાઇટ. હા, આપની પરવાનગી હોય તો બહાદુરને લઈ જાઉં.’

નજીકના ગામથી આવતો કસરતી જુવાન ઉંમરમાં ૨૪-૨૫નો હશે, પણ કાર હંકારવામાં માસ્ટરી. બારમું પાસ બહાદુર સ્માર્ટ, હોશિયાર હતો. આમ તો પૅલેસમાં અડધો ડઝન ડ્રાઇવર હશે, પણ

બે-એક વરસથી નોકરીએ લાગેલો ડ્રાઇવર રાણીબાને ફાવી ગયેલો. અહીંની વાત ત્યાં જવા દે એવો નથી એવા બે-ત્રણ અનુભવ પછી સુચિત્રાદેવી તેને વિશ્વાસુ માનતા. ઈવન આરવે પણ ક્યારેક જાગીરના કામે અંતરિયાળ જવાનું હોય ત્યારે રાણીબાને પૂછીને તેનો સંગાથ મેળવી લેતો. ઓછાબોલા રહેતા ડ્રાઇવર જોડે આરવનું ટ્યુનિંગ જોકે મળી ગયેલું.

અત્યારે પણ તેણે બહાદુરનું પૂછતાં મહારાણીએ તરત મંજૂરી આપી. મેં ઑલરેડી તેને તેડાવ્યો છે. મારે આમેય ક્યાંય નીકળવું નથી ને બહાદુર હશે તો ઝડપી પહોંચાડશે પણ ખરો...

પછી કહ્યા વિના ન રહેવાયું, ‘પાસપોર્ટ રાજાજીના હાથમાં જ દેજો હં, દીવાન. આમાં રાજના ખજાનાની માઇક્રોચિપ છે.’

રાજનો ખજાનો! આરવનું મોં ખુલ્લું રહી ગયું. પછી ઝડપથી સાવધ બન્યો. ‘આ વિશે સાંભળ્યું’તું રાણીબા, બટ ઍની વે... આપ નચિંત રહેજો. રાજની ધરોહર રાજવીને જ પહોંચશે.’ તેણે પાસપોર્ટનું પાઉચ બ્લેઝરના અંદરના ગજવામાં મૂક્યું.

‘મને વિશ્વાસ છે.’

એ જ ક્ષણે દરવાજે ખખડાટ સંભળાયો. બહાદુરે દેખા દીધી. ‘જી રાણીબા...’

‘તમે દીવાનને લઈ તત્કાળ મુંબઈ જવા નીકળો... ગાડી પણ આપણી જ લઈ જજો.’

‘જી.’

€ € €

આરવ પાછલી સીટ પર ગોઠવાયો. બહાદુરે કાર ચાલુ કરી એવી જ કાળી બિલાડી આડી ઊતરી.

બહાદુરે હોઠ કરડ્યો.

આરવનું હૈયું ધડકી ગયું. બીજી પળે કાર ભાગી.

€ € €

‘સાવન કા મહિના...’ બેસૂરો રાગડો તાણતો જયસિંહ નશામાં ધૂત હતો. રાત્રે જાણે મોટો મીર માર્યો હોય એમ સવારે મોડો ઊઠ્યો, પછી વાદળાં ઘેરાતાં પીવા બેસી ગયો... બેવડો!

રંભાને ઇરિટેશન થતું હતું, પણ શું થાય? હજી બે-અઢી વરસ તેને ઝેલવાનો હતો!

ત્યાં મેસેજના રણકારે તે સચેત થઈ. જયસિંહની ધૂત હાલત ચકાસીને બીજા રૂમમાં ગઈ. મોબાઇલનાં બટન દબાવીને sૃs ખોલ્યો. વાંચતાં જ તે રાજના ખજાના જેવું ઝળહળી ઊઠી.

€ € €

કેટલી વાર!

આરવ-બહાદુર ત્યારે ચા-પાણીના બ્રેક માટે હાઇવેના રામભરોસે ઢાબા પર રોકાયા

હતા. વૉશરૂમ ગયેલા આરવને આવતાં વાર થઈ એથી બહાદુર અકળાતો હતો.

કોઈક જોડે મોબાઇલમાં વાત કરતો આરવ વૉશરૂમમાંથી બહાર નીકYયો ત્યારે બહાદુરના સેલફોનમાં sૃs ઝબૂક્યો.

€ € €

વળી સફર આગળ વધી. વચમાં થોડો તડકો નીકYયો, પણ પછી વરસાદની હેલી ચાલુ થઈ.

‘રાજાજી-રાણીબાના ફોન આવતા રહે છે...’ આરવે કહ્યું.

‘જી. આપણે નવેક વાગ્યા સુધીમાં તો પહોંચી જઈશું.’

‘અચ્છા.’

€ € €

સાંજના પાંચ સાત.

કાર હવે સૂમસામ ગણાય એવા રસ્તેથી પસાર થઈ રહી છે. જામેલા વરસાદને કારણે આભમાં ઘોર અંધકાર છે. આવામાં પાછળ આવતી કારની રિઅરવ્યુ મિરરમાં પડતી હેડલાઇટે આરવના કપાળે કરચલી ઊપસી.

‘શું થયું?’ રિઅરવ્યુમાંથી તેને જોતાં બહાદુરે પૂછ્યું.

‘જો, પાછળવાળી વાઇટ મારુતિ ક્યારની આપણી પાછળ આવી રહી છે. આપણને કોઈ ફૉલો કરે છે?’

બહાદુર સતર્ક બન્યો. બે મિનિટ જોયા પછી ડોક ધુણાવી, ‘લાગતું નથી. જુઓને, વરસાદને કારણે ઓવરટેકિંગ થાય એવું જ ક્યાં છે?’

‘હં...’ કહેતાં આરવે બ્લેઝરના પૉકેટ પર હાથ પસવારી લીધો!

€ € €

હિંમતગઢ.

ફરતા વાઇપરથી સ્વચ્છ થતા ફ્રન્ટ ગ્લાસમાંથી હેડલાઇટના પ્રકાશપુંજમાં ર્બોડ દેખાયું. જમણે વળો તો હિંમતગઢ આવે.

‘હિંમતગઢનાં રાજમાતાને આપ મળ્યા છો સાહેબ? બહાદુર બોલી ઊઠ્યો, ‘મેં તેમને એકાદ ફંક્શનમાં રાણીબાસાહેબ સાથે વાતો કરતાં દૂરથી જોયાં છે...’

‘હું તેમને એક વાર મYયો છું.’ આરવે કહ્યું. ‘અદ્ભુત પર્સનાલિટી.’

પછી રિસ્ટવૉચ નિહાળી, ‘બરાબર અડધો કલાક પછી ડિનર-બ્રેક લઈએ.’

અડધો કલાક. બહાદુરે કાંડાઘડિયાળ જોઈ.

€ € €

ડિનર લઈને સફર આગળ વધી. વળી ગીચ વનરાજીવાળો નર્જિન વિસ્તાર આવ્યો. વરસાદનું જોર જરાતરા ઘટ્યું હતું, પણ પવન જોરથી ફૂંકાતો હતો. ટ્રાફિક નહીંવત હતો અને...

આરવના મોંમાંથી અપશબ્દ ખરી પડ્યો. બહાદુરે એકદમ બ્રેક મારવી પડી. ગાડી હચમચી ગઈ. રસ્તાની વચ્ચોવચ ઊભા રહીને લિફટ માટે હાથ હલાવતી બ્લૅક રેઇનકોટ ઓઢીને ઊભેલી વ્યક્તિ દોડી આવી.

€ € €

એ જ ઘડીએ તર્જની-કેતુની સવારી હિંમતગઢ પહોંચી અને રાજમાતા સહિત પૅલેસ કૉમ્પ્લેક્સમાં હરકોઈ હરખાઈ ઊઠ્યું.

€ € €

‘...અને ઉદયસિંહજી-સુચિત્રાદેવી લંડન શિફ્ટ થઈ રહ્યાં છે.’ વીરનગરના રાજવીની ગાથા કહીને રાજમાતાએ સમાપન કર્યું, ‘ઇન ફૅક્ટ આજે રાતની હાઇનેસની ફ્લાઇટ છે. મહારાણી સોમવારે જશે.’

હિંમતગઢ રોકાવાનું થાય ત્યારે તર્જની રાજમાતાના કક્ષમાં સૂતી. રાજમાતા પાસે રાજઘરાનાઓની અલકમલક વાતોનો ખજાનો હતો. એનાં મોતી વીણવાની મોજ નિરાળી.

આજે રાજમાતાએ વીરનગરના રાજવીની વાત કહી... તર્જનીને થયું કે દીકરાને કારણે માબાપે દેશ છોડવો પડે એ કેવું!

આ જ વિચારોમાં ઊંઘ આવી ત્યારે જાણ નહોતી કે હાઇનેસ તેમનું પ્લેન પકડી નથી શકવાના, કેમ કે...

€ € €

‘મારો પાસપોર્ટ જ ન પહોંચ્યો રાજમાતા.’

રવિની વહેલી સવારથી નીકળેલી જુવાનિયાઓની ટોળી કિલ્લોલ કરતી બપોરની વેળા મહેલમાં પરત થઈ ત્યારે તેમના માટે ભાતભાતનાં પકવાન બનાવડાવી હમણાં જ રસોડામાંથી નવરાં પડેલાં રાજમાતા ફોનમાં વ્યસ્ત જણાયાં.

મુંબઈથી હાઇનેસ ઉદયસિંહજીનો ફોન છે. ગઈ કાલે બપોરે તેઓ મુંબઈ પહોંચ્યા, રાતની ફ્લાઇટ. ત્યાં જાણ્યું કે પોતે પાસપોર્ટનું કવર ઘરે જ ભૂલી ગયા છે! મહારાણીના વિશ્વાસુ ડ્રાઇવર જોડે દીવાન પાસપોર્ટ આપવા નીકળ્યા એવું પણ મહારાજ કહે છે. તો શું ટ્રાફિક-જૅમ કે એવા કોઈ કારણે દીવાન સમયસર પહોંચ્યા ન હોય એમ જ કહેવા માગે છેને હાઇનેસ?

‘નહીં રાજમાતા...’ થાક્યા હોય એમ હાઇનેસ લાચાર સ્વરે બોલી ગયા, ‘આરવ-બહાદુર પાસપોર્ટ લઈને મુંબઈ પહોંચ્ો એ પહેલાં રસ્તામાં જ કોઈએ તેમને લિફ્ટ માટે અટકાવી બેહોશ બનાવીને મારો પાસપોર્ટ લૂંટી લીધો!’

હેં. પાસપોર્ટ લૂંટવાનું પહેલી વાર સાંભળ્યું! પાસપોર્ટમાં વળી એવું શું હોય?

‘મારા પાસપોર્ટમાં હતું રાજમાતા..’ ઉદયસિંહને શ્રમ વર્તાયો, ‘પાસપોર્ટના કવર અને પૂંઠા વચ્ચે રાજના ખજાનાનો નકશો ધરાવતી માઇક્રોચિપ હતી!’

હેં!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK