કથા-સપ્તાહ - જાસૂસ (રહસ્યરંગ - 2)

‘બસ થાકી ગયો મારા રાજ્જા?’અન્ય ભાગ વાંચો
1  |  2  |  3  |


પોતાનાં પ્રસ્વેદભીનાં ઉરજો પર ઢળી પડેલા પુરુષની પીઠ પર નખ દબાવતી રંભાએ ઉશ્કેરણીજનક પ્રશ્ન પૂછીને પ્રિન્સનો નશો ઉતારી મૂક્યો. આખલાને લાલ કપડું દેખાડતાં એ ભડકે એમ રંભાનાં પુષ્ટ અંગો પર બચકાં ભરવા લાગ્યો.

જંગલી, રાક્ષસ! રંભાએ અણગમો મનમાં દબાવી રાખ્યો. પુરુષને રીઝવવા અમારે વેશ્યાઓએ શું નથી કરવું પડતું! અને પુરુષ અમને રીઝવવા હવાતિયાં મારે ત્યારે તેના પ્રયાસો પર હસી પણ નથી શકાતું... ગમે એટલા ઉછાળા મારી લો રાજકુમાર, તમારાથી એક રાતમાં બીજી વાર મીર નથી મરાવાનો!

પણ આવું પ્રિન્સને જતાવાય નહીં... રંભાએ તો એવું જ દાખવ્યું કે તેના જોર-જોશથી પોતે ચકનાચૂર થઈ ગઈ ચૂકી છે.

ત્યારે વિજયનું સ્મિત ફરકાવીને જયસિંહ પોઢી ગયો.

‘વંઠેલ પ્રિન્સનું ગુમાન જાળવતાં તને આવડી જાય તો માની લે કે મહેલ આપણો!’

પિયુના શબ્દો પડઘાતાં રંભાએ અંગડાઈ લીધી.

પોતે રૂપજીવિની ખરી, પણ એનો કોઈ રંજ યા ગમ નહોતા. માવતરના દેહાંત પછી સાંપડેલી આઝાદીમાં પોતે ખોટી સંગતે ચડી ક્યારે તન વેચવાના માર્ગે આગળ વધી ગઈ એની ગત ન રહી, પણ એનો જોકે અફસોસ નહોતો. પાંચેક વર્ષ અગાઉ કેવળ ૧૮ની વયે મેં પ્રથમ ગ્રાહકને સંતોષ આપ્યો એમાં અણધાર્યો વળાંક બે-એક વર્ષ પછી સર્જાયો...

મારા મહેબૂબ સાથેની એ પ્રથમ રાત!

અત્યારે પણ તેની યાદે રંભા સિસકારી ઊઠી.

પૂર્ણ પૌરુષત્વથી ભર્યાભાદર્યા આદમીએ સમાગમની નવી જ ઊંચાઈ સર્જી. બદલામાં રંભાએ આપેલું સુખ પણ કલ્પનાતીત હતું. પછી તો દર એકાંતરે બેઉ મળતાં રહ્યાં એમાં કેવળ ઐક્ય કારણભૂત ન રહ્યું; આત્મીયતાની ગાંઠ બંધાઈ, મહોબત મહોરી.

‘તારા હૃદિયાની રાણી બન્યા પછી હવે હું મારા ગ્રાહકને રીઝવી નથી શકતી મારા પ્રિયતમ.’

ત્યારે હા-ના કરવાને બદલે તેણે સિગારેટ સળગાવી હતી. જાણે તેના મનમાં શું ચાલી રહ્યું છે. છેવટે બૂઝવા આવેલી સિગારેટ તેણે ઍશ-ટ્રેમાં કચડી, ‘તું મારા હૃદયની રાણી તો છે જ, મારે તો તને મહેલની રાણી બનાવવી છે.’

મહે...લ. રંભાનાં નેત્રો સહેજ પહોળાં થયેલાં. તો-તો જરૂર એ મારો સાયબો જ્યાંનો છે એ વીરનગરના પૅલેસની વાત હોય!

‘તું તો જાણે છે, હું પૅલેસનો વિશ્વાસુ આદમી ગણાઉં છું.’

‘અફકોર્સ ડાર્લિંગ.’

‘અમારાં રાજા-રાણીનો કુંવર બદગુમાન, બદમિજાજ છે એનીયે વાતો કરી છે.’

‘હા, રાજકુમાર જયસિંહનું ચારિત્ર્ય હું બરાબર સમજી છું.’

‘તો બસ, તું તેને વશમાં કરી લે તો મહેલ આપણો.’

મારો પ્રેમી મને પરપુરુષને હટાવવાનું કહે છે! - આવો કોઈ જ આઘાત રંભાએ અનુભવ્યો નહોતો. બલ્કે તેના દૃષ્ટિબિંદુને સમજવાની કોશિશ કરી હતી : વેશ્યાગીરી છોડતાં પહેલાં એક શિકાર ફસાવીને મહેલનું સુખ સાંપડતું હોય તો વાય નૉટ!

અલબત્ત, આ શિકારમાં મારો મહેબૂબ ક્યાંય નજર આવવાનો નહોતો. તેણે તો વફાદારીનો પાઠ નિભાવીને ભ્રમ જાળવવાનો છે...

‘વફાદારીથી દળદળ નથી ફીટતું રંભા. રાજા-મહારાજા પાસેનો પૈસો છેવટે તો રૈયતનો જને... તેમને લૂંટવામાં મને દ્વિધા નથી. તારો સાથ હોય તો કોઈના બાપની દરકાર નથી.’

‘કોઈ પણ સંજોગોમાં હું તારી સાથે છું મારા મહેબૂબ!’

‘પ્રિન્સને ઘોડાની રેસનો ચસકો છે... આ શનિવારે પણ તે મુંબઈના રેસકોર્સ પર હશે.’

રંભાને આટલી હિન્ટ પૂરતી હતી.

- શનિની એ સાંજે રેસકોર્સના VIP સ્ટૅન્ડમાં તે પ્રિન્સના પડખે હતી. ઉન્નત ઉરજો લગભગ ખુલ્લાં દેખાય એવા ડિઝાઇનરવેઅ૨માં રૂપની રાણી જેવી દેખાતી રંભા જાણતી હતી કે પોતે ઘણાની નજરોનું કેન્દ્ર બની ચૂકી છે. જયસિંહ પણ રેસના ઘોડા જોવાનું દૂરબીન પોતાનાં અંગો પર માંડ્યા વિના રહી નથી શક્યો... જયસિંહ ફૂટડો છે એ તો કબૂલવું પડે.

‘જાણો છો પ્રિન્સ, અહીં મોજૂદ બીજા તમામ ગધેડા છે. ઘોડા પુરવાર થાય એવા તો એક તમે જ જણાઓ છો.’ જયસિંહના ગાલ પર હાથ ફેરવી લઈને રંભા બહુ નજાકતથી બોલી હતી. તેનો fલેષ ન સમજાય એવો નાસમજ નહોતો પ્રિન્સ. છોકરી પારખુ લાગી. રેસમાં હારવાનો રંજ ઓસરી ગયો. ઘટનો ઘોડો હણહણવા લાગ્યો.

‘બટ હેય, હું પ્રિન્સ છું એવું તેં કેમ જાણ્યું?’

‘મતલબ - માય-માય, તમે સાચે જ પ્રિન્સ છો? મેં તો અમસ્તી જ તમારી રૉયલ આભા જોઈને કહ્યું’તું : યુ ડીઝર્વ ઇટ. ’

‘આઇ નો.’ જયસિંહનું ગુમાન બોલી ઊઠ્યું.

‘ડોન્ટ યુ ડીઝર્વ મોર ધૅન ધૅટ? અ પ્રિન્સેસ-ડૉલ લાઇક મી?’

ઇનકાર કરવાની જયસિંહની ગુંજાઇશ રહી નહોતી... તેણે રંભાને હોટેલ ૫૨ દોરી પછી એમાંથી છુટાય એવું રહ્યું નહીં! અનુભવે ઘડાયેલી રંભાએ એવો કસબ દાખવ્યો કે એક જ સંગમાં જયસિંહ તેનો બંધાણી બની ગયો. ત્યાં સુધી કે છ મહિનામાં તો તેણે રંભાને શીશમહેલની રાણી બનાવી દીધી!

પોતાનો ‘ધંધો’ રંભાએ જયસિંહથી છુપાવ્યો નહોતો. મારી મહોબત તમારા ખાનદાન પર બટ્ટો લગાડશેનાં (બનાવટી) આંસુ પણ આણેલાં. એટલે તો જયસિંહ વધુ અક્કડ બન્યો હતો : તને મારી બનાવતાં કોઈ રોકી શકે નહીં!

‘વિચારી લેજો જયસિંહ, તમારાં માતા-પિતાનાં દિલ દુભાશે.’

મહેલમાં આવતાં પહેલાં રંભાએ ખરેખર તો જયસિંહને આડકતરી રીતે બરાબર પઢાવી રાખ્યો હતો, ‘મારે કારણે તમારી વચ્ચે ખટરાગ ન થવો જોઈએ એમ તેમની શેહમાં આવીને તમે મને ત્યાગશો તો...’ તેણે ઠૂઠવો મૂકેલો, ‘મારે તો આપઘાત જ કરવાનો રહે.’

‘મરે તારા દુશ્મન.’ જયસિંહ

ઘેલો-ઘેલો થઈ ગયેલો, ‘મારા રહેતાં કોની મગદૂર છે કે તને મહેલમાંથી કાઢે. વખત આવ્યે મારાં માબાપનું માથું ભાંગું એવો છું હું! ’

તેનું સનકીપણું ક્યારેક ડરાવી જતું, પણ તેના અહમ્ને પસવારીને પોતાનું કામ કઢાવતાં રંભાને ફાવી ગયું હતું.

ભવ્ય શીશમહેલમાં બહુ મગરૂરીથી પ્રવેશી હતી તે. માર્ગમાં આવતા મુખ્ય મહેલના ઝરૂખેથી ડોકિયું કરતાં મહારાણીસાહેબાને શીશ ઝુકાવીને નમન કરવાનું નહોતી ચૂકી. જોકે સુચિત્રાદેવીએ મોં ફેરવી લીધેલું : મારે વેશ્યાનું મોં નથી જોવું!

રંભાના આગમનની પૂર્વતૈયારીરૂપે જયસિંહે શીશમહેલમાં રંગરોગાન કરવા માંડ્યું ત્યા૨નો માબાપને ધ્રાસકો પડેલો. જયસિંહને પૂછતાં તેણે કહી દીધું : મારી મહેબૂબા હવેથી અહીં રહેશે.

તેની મહેબૂબા વેશ્યા છે જાણીને મહારાણી હાયકારો નાખી ગયેલાં.

‘સત્તાવીસનો ઢાંઢો થયો છતાં તમારાથી દીકરાને પરણાવાતો નથી, પછી મારે વેશ્યાને જ બેસાડવી પડેને!’

તેના મોંફાડ શબ્દોએ આડું જોઈ જવું પડ્યું મહારાણી માતાએ. હાઇનેસ ખળભળી ઊઠેલા, ‘તારાં લક્ષણ જ એવાં છે કુંવર કે સારા ઘરની કન્યા કોઈ દે એમ નથી.’

‘બસ, તો પછી વેશ્યાને વહુ બનાવવાની તૈયારી રાખજો.’

દીકરાના રણકા પછી રૂપજીવિનીને મહેલમાં પધારી, વસતી જોયા સિવાય કંઈ કરી શક્યાં નહીં રાજા-રાણી! દીકરા વિરુદ્ધ કંઈ કરી શકાશે નહીં એની ખાતરી થતી ગઈ રંભાને.

‘યોજનાનો એક તબક્કો પૂરો થયો. મહેલમાં તારું સ્થાન તેં અંકે કરી લીધું. હવે દારૂ-જુગારમાં પ્રિન્સને વધુ ને વધુ રમમાણ કરતી જા... ધીરે-ધીરે કરતાં તેની પ્રૉપર્ટી તારા નામે કરાવતી જા.’

શીશમહેલમાં આવ્યા પછી રંભાથી તેના મહેબૂબને મળાતું નહીં. ના, રાજમહેલની ડ્યુટીએ આવનારા મહેબૂબને જોવાનું રોજ થતું, પરંતુ ગુપ્ત મિલન કે મંત્રણાનું જોખમ ઉઠાવવાનું ટાળતાં. એકમેકના અપડેટ માટે મોબાઇલ મેસેજિસ પર જ આધાર રાખવો પડતો. અમારું ઐક્ય કોઈને જરાય ગંધાવું ન જોઈએ, નહીંતર બાજી પલટાઈ જવાની.

શીશમહેલમાં ગોઠવાયા પછી રંભાનો આત્મવિશ્વાસ વધ્યો હતો. પ્રીતમના પ્લાનમાં પાર ઊતરવાની ખાતરી બેવડાતી હતી. જુગાર માટેની જયસિંહની ટોળીમાં તેણે પોતાના માણસો ગોઠવવા માંડ્યા. વેશ્યા તરીકે ધંધાની લાઇનમાં કિંમત લઈને ધાર્યું કામ કરી આપે એવા કૉન્ટૅક્ટ્સની કમી ક્યાં હતી.

તેમણે ધાર્યું કામ આપ્યું. પ્રિન્સ દેવાંમાં ડૂબતો ગયો. ત્યાં સુધી કે ગયા મહિને તેણે દાદા તરફથી વારસામાં મળેલી તેની ખુદની પ્રૉપર્ટી ધરી દેવી પડી. એ ખરેખર તો અમને જ મળી છે એની તને ક્યાં ખબર છે જંગલી.

- અત્યારે પડખે સૂતેલા પ્રિન્સને તુચ્છકારથી નિહાળીને રંભાએ દમ ભીડ્યો. જયસિંહ આમ ભલે જોરાવર લાગે, દારૂના નશાને કારણે સમાગમમાં શિથિલ બનતો જતો હતો એવું તેને વર્તાય નહીં એ માટે ઉશ્કેરી તેનો અહમ્ પંપાળવાનું રંભા ચૂકતી નહીં.

આમ જ તને ખોખલો કરતી જઈશ હું... લખી રાખ, બે વરસમાં તો આખું આ પૅલેસ કૉમ્પ્લેક્સ અમારું હશે ને એ ઘડીએ તને ચોક્કસ જગ્યાએ લાત મારીને ગેટની બહાર ધકેલી દઈશ હું.

મહેલની દીવાલો, જોઈએ તો આજનાં તારીખ-વાર નોંધી રાખો. બહુ જલદી અહીં સત્તાપલટો તોળાઈ રહ્યો છે!

રંભાએ ખુમાર અનુભવ્યો.

પોતાના મહેબૂબને મહેલના રાજાના રૂપમાં કલ્પીને ઝૂમી ઊઠી એક

સમયની નગરવધૂ!

તેને શું જાણ કે રાજરમતમાં પોતે કાચા ખેલાડી જેવી છે. જમાનાના ખાધેલ મહારાજા બારોબાર બધું વેચી-સાટીને વિદેશ જવાની તૈયારી કરી બેઠા છે એની ગંધ તેમના ખુદના દીકરાને નથી!

€ € €

‘આવો દીવાન...’

બીજી સવારે ઉદયસિંહજીના તાકીદના તેડાએ મહેલમાં આવી પહોંચ્યો દીવાન આરવનાથ.

બત્રીસેક વરસનો આરવ આમ તો દીકરા જેવો ગણાય, પણ અતિ ચોકસાઈથી જાગીર અને મહેલનાં કામ સંભાળતા જુવાનને જોઈને તેના સદ્ગત પિતા-દાદાનું સ્મરણ જાગતું ને તુંકારો થતો નહીં. પૅલેસ કૉમ્પ્લેક્સની નજીક આવેલી વિલામાં વિધવા મા સાથે રહેતો આરવ પરણ્યો નથી. તેને રાજકાજમાંથી ફુરસદ મળે તોને!

ઘરે વિધવા મા લગ્નનું કહેતી તો સહેજ ગંભીરભાવે કહી દે : પહેલાં મહેલમાં શરણાઈ ગુંજવા દે મા... કુંવરને સંભાળનારી કોઈ આવી જાય તો રાજા-રાણીની ચિંતા મટે ને આપણનેય લગ્નનો ઉત્સાહ જાગે...

સાવિત્રીબહેન દીકરાનાં ઓવારણાં લેતાં : આ તું નહીં, તારા રક્તમાં વહેતી વડવાઓની વફાદારી બોલે છે.

તક મળે ત્યારે જયસિંહના કાને બે સારી વાત નાખવાનું ચૂકે નહીં, પણ જોકે જયસિંહ તો તેને મહારાજનો પિઠ્ઠુ કહીને ઉતારી જ પાડતો હોય. એનું જોકે માઠું ન લગાડતો આરવનાથ રાજા-રાણીને વધુ વહાલો લાગતો. ક્યારેક થતું પણ કે કાશ, જયસિંહમાં આરવના ગુણ આવ્યા હોત!

- આજે હાઇનેસે દેખાવ તો જાગીરના કામનો જ રાખ્યો, એને લગતા દસ્તાવેજ દેવાના બહાને અંગત કક્ષમાં દોરી જવું પણ સ્વાભાવિક હતું; પણ પછી તેમણે દેશ છોડવાનો ઘટસ્ફોટ કરતાં આરવ ડઘાયો. મહારાજે પ્રૉપર્ટીનો સોદો પણ કરી નાખ્યો! મને સુધ્ધાં એની ગંધ ન આવી!

‘દીકરાના ભવાડાથી દૂર સારા... જયસિંહ માટે દરિયાકાંઠાનો હવામહેલ, ફાર્મહાઉસ ઉપરાંત જરજવેરાત અને ફિક્સ મૂક્યાં છે. જાળવતાં આવડે તો જીવનભર તેના એશઆરામમાં વાંધો નહીં આવે. અમારી ફરજ પૂરી. ખેર, તમારી વફાદારીનું મૂલ્ય રૂપિયા-પૈસામાં નહીં ચૂકવાય આરવ, પણ કદરદાની તરીકે અમારા તરફથી આટલું રાખો.’

હાઇનેસે ધરેલી પોટલી ખોલતાં દીવાનની કીકી અંજાઈ. એમાં હીરા ઝળહળતા હતા. સહેજે ચાર-છ કરોડના હશે!

‘માલિક, આના કરતાં મને તમારી સાથે આવવાની રજા આપો.’

‘નહીં દીવાન... અમારે હવે પરસ્પરના સાંનિધ્યમાં એકલાં રહેવું છે. લંડનનું ઍડ્રેસ તમને મોકલી આપીશ. બાકી કંઈ પણ મૂંઝવણ હોય તો હિંમતગઢનાં રાજમાતાને મળજો, તેઓ બધું જાણે છે.’

ભાવુક થતા દીવાનનો ખભો થપથપાવીને તેમણે ઉમેર્યું, ‘તમારી ફરજ આજે જ પૂરી થતી નથી આરવ. હું આજે નીકળું છું. બધા માટે ન્યુ યૉર્ક જાઉં છું, પણ જઈશ લંડન એટલું કેવળ તમારા માટે. સુચિત્રાની ફ્લાઇટ પરમ દિવસની છે. તમારે તેને મુંબઈ ઍરપોર્ટ પહોંચાડવી રહી.’

પતિ-પત્નીની અલગ ટિકિટ શું કામ?

‘સુચિત્રાની કઝિન નેધરલૅન્ડ્સમાં છે. ત્યાંના વેડિંગ-ઇન્વિટેશન મુજબ સુચિત્રાની ફ્લાઇટ ગોઠવી છે.’

વાહ, મતલબ મહારાજ જાગીરના કામકાજે ન્યુ યૉર્ક ગયા અને રાણી નેધરલૅન્ડ્સ વેડિંગ અટેન્ડ કરવા ગયાં હોવાનું કુંવર પણ માને અને બેઉ હોય લંડન! કેવો આબાદ જોગ બેસાડ્યો છે હાઇનેસે, પણ તેમના ગયા પછી સત્ય પ્રગટતાં કુંવર તહેલકો મચાવશે...

‘એની પોલીસ-ફરિયાદ કરી દેજો... અમને જાણ કરવાની પણ જરૂર નથી.’

મહારાજના બોલમાં જોકે વેદના જ ટપકતી હતી. દીકરાને અંધારામાં રાખીને સરકી જવાનો નિર્ણય લેતાં તેમનું કાળજું ઓછું નહોતું કંપ્યું. મહારાણીને પરાણે રાજી કરવાં પડેલાં : ઘડપણમાં થોડાં તો સુખ-શાંતિથી રહીએ... હવે એમાં મીનમેખ ન થાય!

હીરાની પોટલી ગજવામાં મૂકી,

રાજા-રાણીને શુભેચ્છા પાઠવીને આરવનાથ નીકYયો. થોડે દૂર દેખાતા શીશમહેલના ઝરૂખે ભીના વાળ ઝાટકતી રંભાને જોઈને ડોક ધુણાવી કારમાં ગોઠવાયો.

ત્યારે દૂર ઊભો રાણીસાહેબાનો વિશ્વાસુ ડ્રાઇવર બહાદુર લતા-કિશોરનું મીઠું કોઈ પ્રણયગીત ગણગણી રહ્યો હતો.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK